________________
(૩૦) થાઓ. એજ પ્રમાણે સિદ્ધોને, આચાર્યોને, ઉપાધ્યાયને તથા ગૌતમ વિગેરે સર્વ સાધુઓને નમસ્કાર થાઓ, નમસ્કાર થાઓ. ૧. एष पञ्चनमस्कारः, सर्वपापक्षयङ्करः। मङ्गलानां च सर्वेषां, प्रथमं भवति मङ्गलम् ॥२॥
આ પંચ પરમેષ્ઠીને કરેલે નમસ્કાર સર્વ પાપને ક્ષય કરનાર છે, અને સર્વ મંગલની મધ્યે પ્રથમ મંગળરૂપ છે. ૨. ॐ ह्रीं श्री जय विजये, अहँ परमात्मने नमः। कमलप्रभसूरीन्द्रो, भाषते जिनपञ्जरम् ॥३॥
૩૪ હૈ શ્રી હે વિજયાદેવી! તમે જય પામે. અહંનું પરમાત્માને નમસ્કાર થાઓ. આ પ્રમાણે મંગળ કરીને શ્રી કમલપ્રભ સૂરીશ્વર જિનપંજર સ્તોત્રને કહે છે. ૨. एकभक्तोपवासेन, त्रिकालं यः पठेदिदम् । मनोऽभिलषितं सर्वं, फलं स लभते ध्रुवम् ॥४॥
જે મનુષ્ય એકાશન કે ઉપવાસ કરીને આ સ્તંત્ર ત્રિકાળે ભણે છે, તે પુરૂષ સર્વ મનવાંછિત ફળને અવશ્ય મેળવે છેપામે છે. ૪. भूशय्याब्रह्मचर्येण, क्रोधलोभविवर्जितः। देवताग्रे पवित्रात्मा, षण्मासैर्लभते फलम् ॥५॥ - પૃથ્વી પર શયન કરનાર, બ્રહ્મચર્યનું પાલન કરનાર, ક્રોધ અને લોભથી રહિત એ પવિત્ર આત્માવાળે મનુષ્ય દેવતાની પાસે આ સ્તોત્રને પાઠ કરવાથી છ માસે તેનું ફળ પામે છે. ૫