Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
જૈન આગમોમાં “ઉત્તરાધ્યયન-સૂત્ર'
આાગમ
અંગ (૧ર)
અંગ બાહ્ય
| ઉપાંગ (૧૨)
| મૂળસૂત્ર (૪)
| છેદસૂત્ર (૬)
અવિભાજિત (નંદી અને અનુયોગ)
પ્રકીર્ણ (૧૦)
આ દષ્ટિએ સામાન્ય રીતે આગમ ગ્રંથો કુલ ૪૬ મનાયા છે. તેમાં બારમા અંગ “દષ્ટિવાદ”ને લુપ્ત માનવાથી ૪૫ આગમ ગ્રંથોની પરંપરા છે.
૧ બાર ઉપાંગો આ પ્રમાણે છે : ઓપપાતિક, રાજકશ્રીય, જીવાભિગમ,
પ્રજ્ઞાપના, સૂર્યપ્રાતિ, જેબૂદ્વીપ પ્રજ્ઞતિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, કલ્પિકા, કલ્પાવતંસિકા, પુષ્પિકા, પુષ્પચૂલા અને વૃષ્ટિાદશા. અંતિમ પાંચને નિરયાવલિયા પણ કહેવામાં આવે છે. આનો અંગો સાથે વસ્તુતઃ કોઇ સંબંધ નથી છતાં, આને રૂઢિથી ઉપાંગ ગયાં છે. માત્ર પાંચ નિરયાવલિયા માટે ઉપાંગ તરીકેનું નામ મળે છે.
જુઓ : જે. સા. બુ. ઇ. ભાગ-૨, પૃ. ૭, ૮ ૨ છ છેદ સુત્રો આ રીતે છે : નિશીથ, મહાનિશીથ, વ્યવહાર, આચારદશા
અથવા દશાશ્રુત સ્કન્ધ, બૃહત્કલ્પ તથા પંચકલ્પ અથવા તકલ્પ. આમાં સાધુધર્મનું પાલન કરતી વખતે લાગેલ દોષોની પ્રાયશ્ચિત વિધિનું વર્ણન છે;
માટે તે છેદસૂત્ર કહેવાય છે. ૩ જો કે નંદી (સૂત્ર ૪૩)માં કાલિક શ્રુતને તથા ઉત્તરાધ્યયનમાં (જુઓ પૃ. ૩.
પાદટિપ્પા ૨) અંગાતિરિક્ત ને પ્રકીર્ણ ગોલ છે પરંતુ વર્તમાનમાં તેની સંખ્યા ૧૦ની નિયત છેઃ ચતુદશરણા, આતુપ્રત્યાખ્યાન, ભક્તપરિજ્ઞા, સંસ્તારક, તંડુલ વૈચારિક, ચન્દ્રવેધ્યક, દેવેન્દ્રસ્તવ, ગશિવિદ્યા, મહાપ્રત્યાખ્યાન
તથા વીરસ્તવ. આ નામોમાં સંપ્રદાયગત કેટલુંક અંતર પણ છે. ૪ શ્વેતામ્બર સ્થાનકવાસી આમાંથી ૩૨ તથા કેટલાક મૂર્તિપૂજક શ્વેતામ્બર ૮૪ આગમોને માને છે.
જુઓ : પ્રા. સા. ઇ. પૃ. ૩૩-૩૪ની ફુટનોટ
.
www.jainelibrary.org
For Private & Personal Use Only
Jain Education International