Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન ટીકામાં મળે છે. તદનુસાર વિભાજન-ક્રમ નીચે પ્રમાણે છે :
१ अथ उत्तराध्ययन १ आवश्यक २ पिण्डनियुक्ति तथा ओघनियुक्ति ३ दशवैकालिक ૪ત વત્વરિમૂવમૂત્ર... ગાથા : इक्कारस अंगाइ बारस उवंगाइ दस पयत्राई । छ छेय मूल चउरो नंदी अणुयोग पणयाला ॥
જૈન ધર્મવરસ્તોત્ર-સ્વોપણ ટીકા પૃ. ૯૪ આ પ્રાકૃત ગાથા તથા આગમ ગ્રંથોના સ્પષ્ટ વિભાજન પરથી પ્રતીત થાય છે કે તેના પહેલાં પણ આ પ્રકારનું વિભાજન થઈ ચૂક્યું હતું. આ તુલસીએ દ.ઉ.-ભૂમિકા પૂ. ૬, ૯માં સમયસુંદર (વિ.સં. ૧૬૭૨) કૂત “સામાચારિશતક'નો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે તેમાં દશવૈકાલિક, ઓઘનિર્યુક્તિ, પિડનિયુક્તિ અને ઉત્તરાધ્યયનને મૂળસૂત્ર માનેલ છે. “પ્રભાવક ચરિત” (વિ.સં. ૧૩૩૪) માં, પણ અંગ, ઉપાંગ, મૂળ અને છેદના ભેદ પાડેલ છે તે પરથી પ્રાચીન વિભાજનનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે? ततश्चतुर्विध : कार्योऽनुयोगोऽतः परं मया . ततोऽङ्गोपाङगमूलाख्यग्रन्थच्छेदकृतागमः ।।
આર્યરક્ષિત પ્રબંધ' શ્લોક ૨૪૧ કયા કયા ગ્રન્થ કયા કયા વિભાગમાં ગણાતા હતા તે “પ્રભાવક ચરિત'ના આ ઉલ્લેખથી સિદ્ધ થતું નથી. પરંતુ આવું વિભાજન પહેલાંથી અસ્તિત્વમાં હતું અને તેને આર્યરક્ષિતે ચાર અનુયોગોમાં વિભક્ત કર્યું. ભદ્રબાહુ (દ્વિતીય)ની “આવશ્યક નિર્યુક્તિ' (વિ.સં. ૬ઠ્ઠી શતાબ્દી)માં કલ્પાદિને છેદસૂત્રોમાં પરિગતિ કરવામાં આવેલ છે તે પરથી આવું વિભાજન ઘણું જ પ્રાચીન હતું એવી માહિતી મળે છે ? जं च महाकप्पसुयं जाणि य सेसाणिं छेयसुत्ताणि...
“આવશ્યક નિર્યુક્તિ’ ગા. ૭૭૮ તથા જુઓ : વિશેષાવશ્યક ભાષ્ય ગાથા રર૯૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org