Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
આ રીતે અર્થરૂપે આ સર્વ અંગ-ગ્રંથો મહાવીર પ્રણીત જ છે; પરંતુ શબ્દ રૂપે ગાધર પ્રણીત છે. - આ ઉપરાંત, જે અંગબાહ્ય આગમ-ગ્રંથો છે તે પ્રાચીન પરંપરા અનુસાર પ્રાથમિક રીતે બે ભાગોમાં વિભક્ત થયા છે-આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત. આવશ્યકમાં ૬ ગ્રંથો હતા જે આધુનિક સમયમાં એક આવશ્યક-સૂત્રમાં જ સમાવેશ પામ્યા છે. આવશ્યક-વ્યતિરિક્તના વળી કલિક અને ઉત્કાલિક-એવા બે પ્રકારો પાડવામાં આવ્યા છે અને પ્રત્યેકના પેટપ્રકારો પડે છે. જેનું અધ્યયન દિવસ કે રાત્રિના પ્રથમ કે અંતિમ પ્રહર વખતે એટલે કે કોઈ નિશ્ચિત સમયે થાય છે તેને “કાલિક” અને જેનું અધ્યયન તે સિવાયના સમયે થાય છે તેને ઉત્કાલિક” કહેવામાં આવે છે. “ઉત્તરાધ્યયન' જેવા ગ્રંથો કાલિકશ્રત છે અને દશવૈકાલિક' વગેરે ઉત્કાલિક છે.
१ अत्यं भासइ अरहा गंथंति गणहरानिडणं । सासणस्स हिय हाए तओ सुत्तं पवत्तइ ।।
આવશ્ય - નિર્યુક્તિ ગાથા ૧૯૨ ૨. જુઓ પૃ. ૧ પાદટિપ્પણા ૨ ૩ એજન આવશ્કના છ ગ્રન્થોનાં નામ : સામાયિક, ચતુર્વિશતિસ્વ, વન્દન,
પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. यदि हनिशाप्रथमचरिमपौरूषीद्वय एव पठयते तत्कालेन निर्वृत्तं कालिकं उत्तराध्ययनादि । यत्पुन: कालवेलावर्ज पठयते तदूर्ध्वं कालिकादित्युत्कालिकम् - दशवैकालिकादीति ।
સ્થા. સૂ. ૭૧, અભયવૃત્તિ, નંદીસૂત્ર ૪૩, ૪૭માં તેની વિસ્તૃત સૂચિ આપવામાં આવી છે. तद्ङ्गबाहमनेकविधम् - कालिकमुत्कालिकमत्येवमादिविकल्पात् । स्वाध्यायकाले नियत्तकालं कालिकम् । अनियतकालमुत्कालिकम् । तद्भेदा उत्तराध्ययनादयोडनेकविधाः ।
-તત્ત્વાર્થ વાર્તિક ૧-ર૦-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org