Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ
પ્રયાગથી ભૂતકાલિક રૂપથી તેને બતાવવામાં આવી છે, તેનું કારણ એમ છે. કે જે વિશેષણેા વાળી તેને ખતાવવામાં આવી છે, અત્યારે તે આ બધા વિશેષણાની ચેાગ્યતા ધરાવતી નથી. તે વખતે જ તે આ પ્રમાણે વૈભવ સપન્ન હતી રિદ્ધસ્થિમિયસમિટ્ટા' તે નગરીનાં વૈભવ ભવન વગેરે બધાં વૃદ્ધિ સ'પન્ન હતાં, તેથી તે વૃદ્ધિના સર્વોચ્ચ શિખરે પહેાંચેલી હતી. સ્વચક્ર તેમજ પરચક્રના તેના માટે થાડી પણ ખીક હતી નહિ એથી તે સ્તિમિત–સ્થિર-હતી. ધનધાન્ય વગેરે રૂપ પેાતાની સમૃદ્ધિથી તે સ‘પન હતી. 'જ્ઞાવ' અહીં જે આ યાવત્' પદ્મ છે તેનાથી સૂત્રકારે એ વાત સૂચિત કરી છે કે આ નગરીનું પૂણુ વન ઔપપાતિક સૂત્રમાં જેમ ચપાન્ગરીનું વર્ણન કરવામાં આવ્યું છે તે પ્રમાણે જ સમજવુ` જોઇએ. જો આ વિષે જિજ્ઞાસુઓને વધારે કઈ જાણવાની ઈચ્છા થાય તે તે ઔપપાતિક સૂત્ર ઉપર લખાયેલી પીયૂષવિષણી નામની ટીકાને વાંચીને જાણી લેવુ' જોઇએ. પ્રાસાદીયા-આ નગરી મનને પ્રસન્ન કરનારી હતી એટલે કે હૃદયને આનંદિત કરનારી હતી, યાવત્ દર્શનીય-રમણીય હેાવા બદલ દરેકે દરેક ક્ષણમાં દર્શનીય હતી. તેનું રૂપ ચિત્તને ગમે તેવું હતું તેથી તે અભિરૂપ હતી. એટલે કે જોનારાએની આંખા અને મનને તે આકનારી હતી. પ્રતિરૂપ હતી. આ તે જ છે, આ પ્રમાણેની ચાકસાઇ જેના વડે થાય છે તેનું નામ રૂપ-આકાર છે. આ આકાર જેના અસાધારણ-શ્રેષ્ટ-હેાય છે તેને પ્રતિરૂપ કહેવામાં આવે છે. તે નગરી પણ એવી જ પ્રતિરૂપ હતી ઋદ્ધસ્તિમિત વગેરે વિશેષણાવાળી આ આમલકલ્પાનગરીની બહાર ઉત્તર પૂર્વ દિશાની વચ્ચેના ઈશાન કાણુમાં આમ્ર અને સાલવૃક્ષોથી પ્રચુર પ્રમાણમાં શાભિતહતું આ વનથી સંબ ́ધિત આમ્ર સાલવન નામે ચૈત્ય-વ્ય‘તરાયતન ~હતું કે જે સત્ર પ્રસિદ્ધ હતું. અહીં જે ધ્યાવત્' શબ્દ આવ્યા છે તેનાથી એ વાત સ્વષ્ટ કરવામાં આવી છે કે ઔપપાતિક સૂત્રમાં જેવું વર્ણન પૂર્ણ ભદ્રં ચૈત્યનું કરવામાં આવ્યું છે તેવું જ વર્ણન આનું પણ જાણી લેવું જોઈએ. જો આ વિષે વિશેષ જાણવાની ઈચ્છા હૈાય તો તેણે ઔપપાતિક સૂત્રની પીયૂષવર્ષિણી ટીકા વાંચવી જોઇએ. આ વન પણ અસાધારણા રૂપથી સમૃદ્ધ હતું. અશેક વરપાઇપ અને પૃથિવી શિલાપટ્ટક—એમનું વર્ણન પણ ઔપપાતિક સૂત્રમાં કરવામાં આવ્યું છે. એથી જિજ્ઞાસુઆએ ત્યાંથી જાણી લેવું જોઈએ. તે આમલકલ્પા નગરીમાં શ્વેતનામે રાજા હતા.
આ રાજાનું વર્ણન પણ કૂણિક રાજાના વર્ણનની જેમ જ જાણી લેવુ... જોઇએ. તે ધૃતરાજાની પટરાણીનું નામ ધારિણી હતું. તેનુ વર્ણન પણ કૂણિક રાજાની ધારિણી દેવીના જેવુ... જાણી લેવુ' જોઇએ. તે આમલકલ્પા નગરીમાં શ્રી મહાવીર સ્વામી પધાર્યા—નાગિરકાની પરિષદ્ ભગવાનને વન્દન કરવા માટે નગરની બહાર નીકળી, રાજા પણ નીકળ્યા અને ભગવાનની પર્યું`પાસના કરવા લાગ્યા. આ બધુ
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૩