________________
સંસ્થાઓ આંગળીના વેઢે ગણાય એટલી જ છે. જેવી કે આઈ. આઈ. ટી., આઈ. આઈ. એમ., કેટલીક કેન્દ્રીય શાળાઓ અને કૉલેજો, કેટલીક ખાનગી યુનિવર્સિટીઓ જેવી કે નિરમા યુનિવર્સિટી, અઝીમ પ્રેમજી યુનિવર્સિટી, જિંદાલ યુનિવર્સિટી વગેરે. બાકી તો કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ખુદે સ્થાપેલી યુનિવર્સિટી શાંતિનિકેતન પણ આજે તો ખાડે ગયેલી છે. ખુદા બચાવે આપણા શિક્ષણને આ ઝળુંબતા વિનિપાતથી.
જુઓ, ‘મંથન' જેવી સંશોધન સંસ્થાએ દેશની હજારો પ્રાથમિક શાળાનું સર્વેક્ષણ કરીને હેવાલ આપ્યો છે કે - “પ્રાથમિક ૮ ધોરણના વિદ્યાર્થી પાસે ધો - ૪ કક્ષા જેટલું જ જ્ઞાન હોય છે અને ધો - ૪ વાળો તો ધો - ૧ના વિદ્યાર્થી સમોવડિયો જ રહેતો હોય છે.
Assocham જેવી સંસ્થાએ ઉચ્ચશિક્ષણનું બોદાપણું ખુલ્લું કરતાં કહ્યું છે ઇજનેરી જેવી વ્યાવસાયિક વિદ્યાશાખાના સ્નાતકો પૈકી ફક્ત ૧૦ % જ ઉદ્યોગો માટે પસંદગી પામતા હોય છે, અને અન્ય વિદ્યાશાખાના સ્નાતકોને બેરોજગારીનો જ સામનો કરવો પડતો હોય છે.
ભારતના શિક્ષણક્ષેત્રની નીપજ એવા એના વિદ્યાર્થીઓ ચારિત્ર્યના ગુણોમાં, સાહસિકતાનાં કૌશલ્યોમાં નાગરિક તરીકેની કર્તવ્યભાવનામાં, ભાષાઓની અભિવ્યક્તિમાં, ટીમ વર્કમાં, નેતૃત્વના ગુણોમાં, સંગઠન સાધવાની આવડતોમાં, અનેક જીવન-કૌશલ્યો (Life skilgs)માં, અરે એક ખુમારીવાળા, સ્વમાની, જવાબદાર, જોખમ ખેડવાવાળા, નૈતિક હિંમતવાળા આધુનિક વિશ્વનાગરિક (Global citizen) તરીકે ક્યાંય છાપ પાડતા જોવા મળતા નથી.
યાદ રહે કે - કેળવણી એટલે ફક્ત ડિગ્રી નહિ, અક્ષરજ્ઞાન નહિ, ગાણિતિક ફોર્મ્યુલાનો મુખપાઠ નહિ, ગોખણપટ્ટી કે નાજાયઝ માર્ગે મેળવેલા ગુણ (Marks) નહિ, પણ સંગીન જીવનદર્શનના ગુણ (Quality) ખરું જોઈએ, તો દેશની શિક્ષણ વ્યવસ્થા કેળવણીશૂન્ય એવો નિરર્થક વ્યાયામ કરાવતી પાંગળી યંત્રણા જ છે. એમાંથી પેલા લેટિવ અમેરિકન કવિ અપેક્ષા રાખે છે એવા મઈ માણસો કેવી રીતે બહાર પડી શકે. સાંભળો એ કવિએ ઈશ્વરને કરેલી આ પ્રાર્થના - ૩૦
A આદર્શ કેળવણીનું ઉપનિષદ 1
હે ઈશ્વર ! આવા કાળમાં તમે એવા માણસો આપો જેમનાં મન મજબૂત, હદય ઉદાર, સાચી શ્રદ્ધાથી ધબકતાં, અને કામ કરવા માટે જેમના હાથ તૈયાર હોય, સત્તાની વાસના જેમને હણી ન શકે, સત્તાનો ભ્રષ્ટાચાર જેમને ખરીદી ન શકે; એવા માણસો જેમની પાસે અભિપ્રાયો, સિદ્ધાંતો અને સંકલ્પ હોય; એવા માણસો જેમને ગૌરવ હોય, ગરિમા હોય અને હાડોહાડ જુઠ્ઠા ન હોય
- કવિ જોશુ આ હોલેન્ડ. આજે, ભારતની શિક્ષણ વ્યવસ્થાનું અનિયંત્રિત ખાનગીકરણ, વ્યાપારીકરણ અરે ગુનાહીકરણ થઈ રહ્યું છે. સરદારી અને સરકાર સહાયિત સંસ્થાઓનું પ્રમાદીકરણ અને બેફિકરાઈકરણ થઈ રહ્યું છે. આવી સંસ્થાઓ અને એમના સંચાલકો અને શિક્ષકો દ્વારા સાચી કેળવણી જાકારો પામી છે. હળાહળ ઉપભોક્તાવાદ રચાયેલી આવી અલોભથી ચાલતી સંસ્થા અને એના શિક્ષકોને જોઈને “અખો' યાદ આવે તો નવાઈ નહિ.
“ગુરુ કર્યા મેં ગોકુળનાથ,
ઘરડો બળદ, ને ઘાણી નાથ; ધન હરે, ધોખો ન હરે,
એ ગુરુ કલ્યાણ શું કરે ?' આ છે ભારતદેશના શિક્ષણ જગતની બૌદ્ધિક અને નૈતિક નાદારી. દેશની મોટી મૂડી એ એની માનવ સંપત્તિ (Human resource) છે. આજે દેશમાં ૬૦ કરોડ જેટલો યુવાવર્ગ છે, જેને સાચું જીવનદર્શન રચવા માટેની કેળવણી ઉપલબ્ધ કરાય, તો આ દેશ “સોનેકી ચિડિયાં'માં રૂપાંતરિત થઈ જાય એ શંકાથી પર ભાવિ અભયવચન થઈ શકે છે. આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
A ૩૧ |