Book Title: Adarsh Kelavaninu Upnishad
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 89
________________ (૨) આવી સ્થિતિમાં જે રીતે વર્તવું જોઈ, તે જ રીતે સરકાર વર્તી અને શિક્ષણનું આમૂલ પરિવર્તન કરી તેને મૂલ્યનિષ્ઠ કેમ બનાવવું તેના માટે શરૂ થયા વિવિધ કમિશનો, કાઉન્સિલો અને પંચોની હારમાળા, જેમ કે - ડૉ. રાધાકૃષ્ણ (૧૯૪૮-૪૯) કમિશન, ડૉ. મુદલિપાર કમિશન (૧૯૫૨-૫૩), યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન U.A.E. (૧૯૫૩), ડૉ. કોઠારી કમિશન (૧૯૬૪-૬૫) વગેરે. આ ઉપરાંત NCERT, NAAC, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (RMSA) (૨૦૦૯) તથા રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન RUSA (૨૦૧૩) વગેરેનો પણ ઉલ્લેખ કરવો ઘટે. | (૩) વળી સર્વ શિક્ષા અભિયાન અને રાઇટ ટુ એજ્યુકેશન જેવા પ્રકલ્પો પણ ખરા જ અને હવે નવી શિક્ષણનીતિ (૨૦-૧૫-૧૬) ઘડાઈ રહી છે તે જુદું. (૪) આટલાં બધાં કમિશનો, કાયદાઓ અને પંચોના અહેવાલો વાંચીએ છીએ ત્યારે એમણે કરેલાં સર્વેક્ષણો અને સૂચનો ખરેખર અત્યંત ઉપયોગી લાગે જ છે. પણ આ બધા ઇંગિતો કોઈએ કાંઈક કરવું જોઈએ એમ કહીને ચૂપ થઈ ગયા છે. સરકારે શું કરવું, શાળા-કૉલેજ કે યુનિ.ના સંચાલકોએ શું કરવું, શિક્ષકો અને આચાર્યોએ શું કરવું, સમાજે શું કરવું અને વાલીઓ એ શું કરવું એ માટેના ઢગલાબંધ સૂચનોની ચારે તરફથી વર્ષા થઈ રહી છે. (૫) પણ, પણ જેના માટે આ બધું છે, તે વિદ્યાર્થીએ શું કરવું ? આ પ્રશ્નનો સીધો સાદો ઉત્તર એક જ રહ્યો છે. તેણે ઉપરના બધા કહે તેમ કરવું ! એનામાં જો હજુ પણ ઊડવાની શક્તિ રહી હોય તો. તેમણે આ બધાએ આપેલી ઉછીની ભારેખમ પાંખોએ ઊડવાનું રહ્યું. (૬) પરિણામે બાળક જેમ-જેમ મોટો થતો જાય છે તેમ-તેમ તે કલ્પનાશૂન્ય પરચાલિત યંત્ર જેવો થતો જાય છે, અથવા તો વિદ્રોહી બની સ્વચ્છંદી બની જાય છે. આપણી શિક્ષણ વિચારણા માત્ર વિચારણા જ રહી છે. અધૂરામાં પૂરું, વળી તેમાં અનિયંત્રિત જાત-જાતના પ્રયોગો થયા કરે છે. વ્યાવહારિક રીતે શક્ય છે કે નહિ તેનો ખ્યાલ કર્યા વગર - રમતગમત - કલા - સાહિત્ય - જીવનઘડતર, સમાજ સેવા અને એવી કેટલીય ધારાઓમાં પૂરક પ્રવૃત્તિઓ કરવાના ફતવાઓ સરકાર બહાર પાડ્યા જ કરે છે; કારણ કે શિક્ષણની આ અંધાધુંધીનો લાભ લઈ સરકારે તેનું નિયંત્રણ ક્યારે પોતાના હાથમાં લઈ લેવું તેની ખબર તો હવે બહુ જ મોડી મોડી પણ પડવા લાગી છે. તેનું તાજું ઉદાહરણ ગુજરાત સરકારે ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદ ૨૦૧૬નું બિલ જે વિધાનસભામાં વિપક્ષોનો ૧૦૪ / A આદર્શ કેળવણીને ઉપનિષદ | બહિષ્કાર સાથે પસાર થયું તે છે. તેના ઉદ્દેશો અલબત્ત આવકાર્ય છે, પણ તેમાં સ્થળે - સ્થળે આ બધું સરકારની અસરકારક દેખરેખ કે તેના નિયંત્રણ નીચે જ રહેશે તેમ સ્પષ્ટ કર્યું છે. વળી જેનો પ્રબળ વિરોધ થઈ રહ્યા છે તે. કલમ ૧૫મી તદ્દન સરમુખત્યારશાહીનો જ આદેશ છે. તેમાં કોઈનેય પૂછડ્યા વિના સરકાર ફાવે તેવો ફેરફાર કરી શકશે અને સંબંધિત સંસ્થાએ એનો સ્વીકાર કરવો ફરજિયાત છે એવો આદેશ છે. આવી સ્થિતિમાં શિક્ષણનું આકાશ અનેક વાદળોથી ઘેરાઈ ગયું છે. તેમાં મૂલ્યનિષ્ઠ, સદ્વ્યવહારી, વિવેકી, રાષ્ટ્રપ્રેમી, સંવેદનશીલ અને કલ્પના અને વિચારમાં મુક્ત રહી. ઉત્તમ મનુષ્ય બનવાની બાળકની ઝંખનાને ભાગ્યે જ અવકાશ રહ્યો છે, વિજ્ઞાન, લેપટોપ, વીડિયો, ટી.વી., મોબાઈલ અને અનેક ઉપકરણો આપ્યાં તેનો પ્રવેશતો શાળાઓમાં જરૂર થયો છે, પણ વિજ્ઞાન અને ટેકનોલૉજીનો જે ફળદ્રુપ આયોજનપૂર્વક ઉપયોગ થવો જોઈએ તે તો ભાગ્યે જ થાય છે. આ સંજોગોનો લાભ લઈ એક નવી જ દિશાથી સ્વનિર્ભર - સેલ્ફફાઈનાન્સ શાળા-કૉલેજોનું આક્રમણ થઈ ગયું છે. તેનો પ્રવાહ અને તેમની પ્રચારપટુતા એવી તો જબર છે કે વર્ષોથી નિષ્ઠાપૂર્વક શિક્ષણને નિર્મળ રાખી મજાનાં બાળકો સમાજને ભેટ આપનાર કેટલીક માન્ય શાળાઓની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. આ સેલ્ફ-ફાઈનાન્સ સંસ્થાનું એક જ ધ્યેય છે અને તે છે ઊંચામાં ઊંચા ટકા સાથે પરીક્ષા પાસ કરવી અને સારા પગારની નોકરી મેળવી લેવી. આના પરિણામે આજનો યુવાન સ્વાર્થી, સાધનશુદ્ધિનો છેદ ઉડાડી બીજાને પાછળ પાડી નિર્દય રીતે ભૌતિક વિલાસનાં શિખરો સર કરવાની આંધળી દોડમાં મચી પડ્યો છે. તેના કુટુંબની જ પરવા નથી, તો દેશ અને વિશ્વ પ્રત્યેના પ્રેમની તો વાત જ ક્યાં રહી. તે ચતુર બન્યો છે, તેથી સ્વચ્છતા, પર્યાવરણ, લોકશાહી સમાજસેવા વગેરે વિશે ચર્ચાઓ કરી શકે છે. પણ તેની દૃષ્ટિ તો સ્વાર્થ સાધવામાં જ મગ્ન છે.' કેવા હાલ કરી નાખ્યા છે આપણે શિક્ષણના ! અને છતાંય હજુ પણ આવી અરાજકતા વચ્ચે પણ સાચા અર્થમાં તીર્થ કઈ શકાય તેવાં વિદ્યાધામો બચ્યાં છે. ગુજરાતની જ વાત કરીએ તો અનેક સન્નિષ્ઠ માનવતાના પૂજારીઓએ દૂર-દૂરના વિસ્તારોમાં જાતે શ્રમ વેઠીને, કોઈની સહાયની અપેક્ષા રાખ્યા વિના, દરિદ્રોનાં, દલિતોનાં આદિવાસીઓનાં, શ્રમજીવીઓનાં બાળકોના જીવનમાં વિદ્યાનાં અજવાળાં પાથર્યા જ છે. દિવ્યાંગોને અપનાવ્યા છે, માત્ર અક્ષરજ્ઞાન નહિ, પણ પોતાની પગ પર ઊભા રહેવાની યોજના આદર્શ કેળવણીનું ઉપનિષદ , A ૧૦૫ |

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93