Page #1
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનધારા
આદર્શ કેળવણીનું ઉપનિષદ
' ગુણવંત બરવાળિયા
Page #2
--------------------------------------------------------------------------
________________
PURERERERERERERERERERERNATAK
જ્ઞાનધારા - ૧૪
આદર્શ કેળવણીનું ઉપનિષદ
ગુણવંત બરવાળિયા
CREDEREREREREREN
ઃ પ્રાપ્તિસ્થાન :
નવભારત સાહિત્ય મંદિર
પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦૦૨, ફોન : ૦૨૨-૨૨૦૮૫૫૯૩
અશોક પ્રકાશન મંદિર
પહેલે માળ, કસ્તુરબા ખાદી ભંડારની ઉપર, રતનપોળની સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧.
ફોનઃ ૦૭૯-૨૨૧૪૦૦૭૦.ફેક્સઃ૨૨૧૪૦૭૭૧
Email - hareshshah42@gmall.com ebookshelfahd@yahoo.co.in
નવભારત સાહિત્ય મંદિર
(૧) જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ (૨) ૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ- ૯.
બુક શેલ્ફ
૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે,
અમદાવાદ
X X X X X X X
-
.
૧.
RE
GRERERERERERERE
33.
Page #3
--------------------------------------------------------------------------
________________
Adarsh Kelvaninu Upnishad
Edited by: Gunvant Barvalia
18th June 2016.
આદર્શ કેળવણીનું ઉપનિષદ સંપાદન ગુણવંત બરવાળિયા
(જૈન સાહિત્ય જ્ઞાનસત્ર - ૧૪ના વિદ્વાનોના પ્રાપ્ત શોધપત્રો - નિબંધોનો સંચય)
મૂલ્ય : ૨૨૦૦/
પ્રકાશક :
અર્હમ્ સ્પિરિચ્યુઅલ સેન્ટર સંચાલિત
સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલૉસૉફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર,
૨ - મેવાડ, પાટનવાલા એસ્ટેટ - એલ. બી. એસ. રોડ
ઘાટકોપર (વે.) મુંબઈ - ૮૬
gunvant.harvalia@gmail.com Ph.: 022 42153545
મુદ્રણ વ્યવસ્થા :
સસ્તું પુસ્તક ભંડાર અમદાવાદ - ૧.
૨
આદર્શ કેળવણીનું ઉપનિષદ
નિવેદન
શ્રી દશ-તાલુકા વર્ધમાન કેળવણી મંડળ - મુંબઈ તથા હરિલાલ કેશવજી ખેતાણી દશા શ્રીમાળી વણિક વિદ્યાર્થીભવન સંચાલિત - એસ. એસ. અજમેરા વિદ્યાવિહાર તથા કન્યા છાત્રાલય અમરેલી પ્રેરિત - અર્હમ્ સ્પિરિચ્યુઅલ સેન્ટર સંચાલિત. સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલૉસૉફિકલ ઍન્ડ લિટરટી રિસર્ચ સેન્ટર આયોજિત, અમરેલી મુકામે ૧૭-૧૮ જૂન ૨૦૧૬માં યોજાયેલ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર - ૧૪મા, ‘આદર્શ કેળવણીનું ઉપનિષદ' વિષયક વિદ્વાનોના પ્રાપ્ત નિબંધો અને શોધપત્રોને ગ્રંથસ્થ કરી આપની સમક્ષ મૂકતાં આનંદ અનુભવું છું.
જીવનવિકાસના પ્રત્યેક તબ્બકામાં શિક્ષણનું સ્થાન આગવું છે. યોગ્ય કેળવણી જ માનવીના સંસ્કાર-ઘડતરનું કાર્ય કરી શકે છે, માટે આ સત્રમાં શિક્ષણનાં વિવિધ ક્ષેત્રોનાં નિષ્ણાતો પોતાના વિચારો પ્રગટ કરે તેવો ઉપક્રમ રાખ્યો છે.
ધર્મ માનવજીવનના આત્મવિકાસનું મહત્ત્વનું અંગ છે, માટે ધર્મ અને કેળવણીનાં અનુબંધનો સ્વીકાર ઉજાગર કર્યો છે. આ કારણે જૈન
દાર્શનિકો અને સ્વામિનારાયણ સંતોના કેળવણી અંગેના વિચારો વિદ્વાનો દ્વારા રજૂ કરાયા છે.
જ્ઞાનસત્રના આયોજનને સફળ બનાવવા સંસ્થાના તમામ સંચાલકોનો
સહયોગ મળ્યો છે, તેનો ઋણ સ્વીકાર કરું છું.
•
·
·
·
·
સેન્ટરની પ્રત્યેક પ્રવૃત્તિમાં
શ્રી કલ્પતરુ સાધના કેન્દ્ર મુંબઈ - દેવલાલી
શ્રી હરસુખભાઈ મહેતા મૅનેજિંગ ટ્રસ્ટી
એમ. ડી. મહેતા ઍજ્યુકેશનલ ટ્રસ્ટ - ધ્રોળ
શ્રી ચંદ્રકાન્ત દફતરી પ્રમુખ - શ્રી વર્ધમાન સેવા સંઘ રાજકોટ - મો૨બી
શ્રી અરવિંદભાઈ ગોડા - માટુંગા
શ્રી ખીમજીભાઈ મણશીભાઈ છાડવા - મુંબઈ
શ્રીમતી રેખાબહેન બકુલભાઈ ગાંધી - માટુંગા આદર્શ કેળવણીનું ઉપનિષદ
Page #4
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
વિદ્વાનોએ પોતાના શોધપત્રો - નિબંધો પાઠવ્યા છે અને ઉપસ્થિત રહી સત્રને સફળ બનાવેલ છે તે સર્વનો આભાર.
સંપાદનકાર્યમાં મારાં ધર્મપત્ની ડૉ. મધુબહેનનો સહયોગ મળ્યો છે.
જ્ઞાનસત્રને સફળ બનાવવા ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી શ્રી રાજુભાઈ કામદાર, અજમેરા હાઇસ્કૂલના પ્રિન્સિપાલ યોગેશભાઈ પરમાર તથા આચાર્ય અમીબહેન જોષીનો આભાર.
૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ ઉપાશ્રયલેન - ઘાટકોપર (ઇઈ) જૂન - ૨૦૧૬
ગુણવંત બરવાળિયા
૧. શિક્ષણ : સર્જનાત્મકતા અને સંવેદનશીલતાની કટોકટી
લેખક : પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ ૨. કેળવણી ક્ષેત્રના સંદર્ભે મૂલ્યોની સંકલ્પના
લેખક : ડૉ. મોતીભાઈ મ. પટેલ ૩. માનવ સંસ્કૃતિનું આધાર બળ સંતુલિત જીવનદર્શન વિકસાવનારી કેળવણી
લેખક : ડૉ. દાઉદભાઈ ઘાંચી ૪. નૈતિક શિક્ષણ : આજની અનિવાર્ય આવશ્યકતા
લેખક : ડૉ. બળવંત જાની ૫. સોટી સાવ ખોટી
લેખક : શ્રી કરશનદાસ લુહાર ૬. વ્યક્તિમાં રહેલા બીજભૂત વ્યક્તિત્વને પ્રગટ કરે તે જ સાચી કેળવણી
લેખક : ગુણવંત બરવાળિયા ૭. કેળવણી અને માનવીય મૂલ્યો
લેખક : મૂળશંકર મો. ભટ્ટ ૮. આઈ. એમ. પી.
લેખક : ફાધર વાલેસ ૯. ઘાતક પરીક્ષાઓ હટાવો
લેખક : ડૉ. પી. જી. પટેલ ૧૦. શિક્ષણમાં સંશોધન : દશા અને દિશા
લેખક : મણિલાલ પ્રજાપતિ ૧૧. શૈક્ષણિક સંસ્થાઓના સંચાલનના પ્રશ્નો
લેખક : કિશોરભાઈ મહેતા ૧૨. આદર્શ શૈક્ષણિક અભ્યાસક્રમ
લેખિકા : સુધાબહેન પી. ખંઢેરિયા આદર્શ કેળવણીનું ઉપનિષદ )
|
૪
દી
CA આદર્શ કેળવણીનું ઉપનિષદ
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૧૨
૧૨૭
૧૩. વૈકલ્પિક શિક્ષણ વ્યવસ્થા લેખક : ગુલાબભાઈ જાની
૧૦૨ ૧૪. પર્યાવરણીય શિક્ષણ - નવી સદીની માંગ લેખક : પ્રા. રામલાલ પરીખ
૧૦૯ ૧૫. નિરીક્ષણ કરતા શીખવે તે શિક્ષણ
લેખક : પૂ. શ્રી. મોરારિબાપુ ૧૬. માતૃભાષા દ્વારા શિક્ષણ : ભાવાત્મક દૃષ્ટિકોણ લેખક : રતિલાલ બોરીસાગર
૧૧૪ ૧૭. જૈનદર્શનમાં કેળવણી વિચાર
લેખિકા : ડૉ. રતનબહેન ખીમજી છાડવા ૧૮. કેળવણીની બુનિયાદ : શિક્ષક-વિદ્યાર્થી સંબંધ લેખક : મનસુખ સલ્લા
૧૩૫ ૧૯. શિક્ષણ સાથે ખેલકૂદની તાલીમ લેખક : ડૉ. ભદ્રાયુ વચ્છરાજાની
૧૪૦ ૨૦. જૈન દર્શનમાં શિક્ષણ : કેળવણી તરફના માર્ગે લેખક : ડૉ. સેજલ શાહ
૧૪૭ ૨૧. શ્રી સ્વામિનારાયણ ધર્મમાં કેળવણી વિચાર લેખક : ડૉ. દેવવલ્લભ સ્વામી
૧૫૫ ૨૨. આદર્શ કેળવણી લેખિકા : સ્વાતિબહેન નવલકાત્ત જોષી
૧પ૯ ૨૩. ગુજરાતમાં નઈ તાલીમનો વિકાસ લેખક : જેસંગભાઈ ડાભી
૧૬૩ ૨૪. કિં અત્ર લુપ્તા સરસ્વતી ? લેખક : ડૉ. વસંતભાઈ પરીખ
૧૭૩ ૨૫. શું ‘પરીક્ષા અનિવાર્ય દૂષણ’ જ બની રહેશે ?
- એક સામૂહિક ચિંતન ૨૬. ગુણવંત બરવાળિયાનાં પુસ્તકો સર્જન તથા સંપાદન
૧૭૯ ૨૭. સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલૉસૉફિકલ ઍન્ડ લિટરરી રિચર્સ સેન્ટર મુંબઈ - ઘાટકોપર
૧૮૦ A આદર્શ કેળવણીનું ઉપનિષદ |
શિક્ષણ : સર્જનાત્મકતા અને સંવેદનશીલતાની કટોકટી
પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ એક સમયે વિદ્યાર્થીઓના જીવનઘડતરમાં જુદાં-જુદાં પરિબળો ભાગ ભજવતાં હતાં. ક્યાંક વિદ્યાર્થીના વ્યક્તિત્વઘડતરમાં આસપાસના સંજોગો સૌથી વિશેષ પ્રભાવક બનતા હતા, તો ક્યાંક આશ્રમો, ગુરુકુળો કે વિદ્યાપીઠોની શિક્ષણપદ્ધતિથી વિદ્યાર્થીના જીવનઘડતરમાં સવિશેષ છાપ ઊઠતી હતી. પરંતુ ટેકનોલૉજીની હરણફાળ ભરાઈ રહી છે તે સમયે અને જ્યારે કારકિર્દી-સર્જન એ એકમાત્ર ધ્યેય બન્યું હોવાથી શિક્ષણ એ વ્યક્તિના જીવનઘડતરમાં મુખ્ય પ્રભાવક બળ બની રહ્યું છે. એક અર્થમાં કહીએ તો વર્તમાન શિક્ષણની દશા એ જ મનુષ્યજાતિની દિશા નિર્ધારિત કરશે. આ શિક્ષણ ઇન્ફર્મેશન ટેકનોલૉજીના સંશોધકો અને તજજ્ઞો પેદા કરી શકે છે, તો એ જ ઇન્ફર્મેશન ટેકનોલૉજી આતંકવાદીઓનું સબળ સાધન બની શકે છે, એ જ રીતે માનવસંહારક આતંકવાદીઓ પણ ઘડી શકે છે.
આત્મબળ સર્જવાનું કે અણુબૉમ્બ સર્જવાનું શિક્ષણ પાસે સામર્થ્ય છે અને એથી જ માનવતાને બચાવવાની કે મનુષ્યજાતિનો નાશ કરવાનું વર્તમાન યુગનું સૌથી મહત્ત્વનું સાધન એ શિક્ષણ બન્યું છે. આજનો વિદ્યાર્થી ટેક્નોલૉજી મારફતે આખી દુનિયાને પોતાની હથેળીમાં લઈને ફરી રહ્યા છે, પરંતુ એનું આ ભ્રમણ કયો ઉદ્દેશ સિદ્ધ કરે છે તેનો વિચાર કરવા જેવો છે. અહીં દક્ષ મહાયજ્ઞની પૌરાણિક કથાનું સ્મરણ થાય છે. કથા તો કહે છે કે - “દક્ષ પ્રજાપતિ બળવાન, બુદ્ધિશાળી અને ઇચ્છાશકિતસંપન્ન રાજા હતો. એણે કરેલા યજ્ઞમાં એણે અન્ય સહુ દેવતાઓને નિમંત્રણ આપ્યું, પરંતુ શિવને બોલાવ્યા નહિ અને એમને કોઈ સ્થાન આપવામાં આવ્યું નહિ, આથી એ યજ્ઞનું પરિણામ સર્જનને બદલે વિધ્વંસમાં આવ્યું.'
આજે જગત પર દક્ષ એટલે કે સ્કીલનો મહાયજ્ઞ ચાલી રહ્યો છે, પરંતુ એમાં શિવ અર્થાત્ કલ્યાણને નિમંત્રણ નથી અને તેથી સર્જનને બદલે સંહારની શક્યતાઓ વધી છે. વીડિયો ગેઈમ્સથી માંડીને તમામ આદર્શ કેળવણીને ઉપનિષદ C
A
to ]
Page #6
--------------------------------------------------------------------------
________________
માધ્યમોમાં હિંસા, ક્રૂરતા ને ભૌતિકતાનો મહિમા જોવા મળે છે. આ બધાના પરિણામે માનવીય સંવેદનામાં ઓટ આવે છે. આજે સૌથી વધુ આવશ્યકતા એ માનવીય સંવેદનાની જાગૃતિની છે અને તેથી શિક્ષણમાં સર્જનાત્મકતા અને સંવેદનશીલતાને ઉમેરીને એક નવો અભિગમ સર્જવાની જરૂર છે. એક એવી દૃષ્ટિ હોય કે જેના કેન્દ્રમાં માનવનું અસ્તિત્વ હોય, માનવકલ્યાણ હોય અને માનવલક્ષી અધ્યાત્મ હોય; આ બધાંને માટે શિક્ષણ સર્વાગી હોવું જરૂરી છે. આપણે ત્યાં મેકોલેએ કારકુનીનું કૌશલ્ય ધરાવે એવા એકાંગી અને સંકુચિત શિક્ષણનો પાયો નાખ્યો. હજી મેકોલે એ સર્જેલા માનવચિત્તના કુંડાળામાંથી શિક્ષણ બહાર નીકળી શક્યું નથી.
જ્ઞાનનો પ્રસાર થાય છે, પણ એનું પ્રજ્ઞામાં રૂપાંતર થતું નથી. વર્તમાન યુગમાં માહિતીની ખડકલા હેઠળ માનવીનું મન જેમ વધુ ને વધુ ભીંસાતું જાય છે, તેમ-તેમ એની સર્જનાત્મકતા અને સંવેદનશીલતા પર કુઠારાઘાત થતો રહે છે અને શિક્ષણ મૂલ્યોથી વધુ ને વધુ વેગળું થઈ રહ્યું છે.
રશિયાનો પ્રસિદ્ધ નવલકથાકાર મેક્સિમ ગોક રશિયાનાં ગામડાંઓમાં વિજ્ઞાનની સમજ આપવા માટે ઘૂમી રહ્યો હતો. એક ગામમાં યોજાયેલી ગ્રામસભામાં એણે કહ્યું : “આજનો માનવી વિજ્ઞાનની પાંખે હવે આકાશમાં ઊડી શકશે, છેક દરિયાના તળની નીચે ખોજ કરી શકશે. આમ માનવીની વિજ્ઞાનની સિદ્ધિઓ અશક્યને શક્ય કરનારી બની રહેશે.”
આવે સમયે સભામાં બેઠેલા એક અનુભવી વૃદ્ધ પ્રશ્ન કર્યો : “આ વિજ્ઞાન માનવીને આકાશમાં ઊડતા શીખવી શકશે, પાતાળમાં પહોંચતો કરી શકશે, પરંતુ આ ધરતી પર કેમ જીવવું એનું જરૂરી શિક્ષણ આપશે ખરું ?”
અને આજના શિક્ષણ સામે એ જ સવાલ છે. આ શિક્ષણ કૌટુંબિક મૂલ્યોથી દૂર ચાલ્યું ગયું છે. જીવનઘડતર સાથે એને સ્નાનસૂતકનો સંબંધ રહ્યો નથી. એણે પ્રકૃતિ સાથેનો સંવાદ ગુમાવ્યો છે. એની ગતિ ટેકનોલૉજી દ્વારા નવી-નવી ક્ષિતિજો આંબવાની છે, પરંતુ એ ગતિ એના પોતાના જીવનમાં કોઈ યોગદાન આપી શકે છે તેનો સહેજે વિચાર કરવામાં આવતો નથી.
A આદર્શ કેળવણીનું ઉપનિષદ]
ગાંધીજીએ શિક્ષણ સાથે ઉત્પાદક પરિશ્રમનો વિચાર કર્યો, કારણ કે આટલી બધી ગરીબી ધરાવતાં બાળકોને માટે શિક્ષણ અલગ અને કમાણી અલગ એ પોષાઈ શકે એમ નથી. શ્રમ અને સેવાને શિક્ષણ સાથે જોડાવવા જોઈએ.
આવતીકાલની સમાજરચનાનો આધાર આજના શિક્ષણ પર છે. આજે વંચિતો, ગરીબો અને શોષિતોની કેટલી વાત આ શિક્ષણમાં આવે છે ? માનવીય સમાનતાનો કોઈ સૂર એમાં સંભળાય છે ખરો ?
1993માં શિકાગોમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદના પ્રારંભમાં અમેરિકામાં સતત ઘટતી જતી રેડ-ઇન્ડિયન જાતિના લોકોએ એક પ્રાર્થનાગીત રજૂ કર્યું હતું, જેમાં એમની પાસેથી વિના કારણે એમની જમીન છીનવી લેનારાઓ પ્રત્યે આક્રોશ પ્રગટ કર્યો હતો. એ પ્રાર્થનાનો ભાવ એ હતો કે - “અમે તારો શો ગુનો કર્યો છે કે તમે અમારી જમીનનો ભાગ ઝૂંટવી લો છો ! અમારી નાનકડી કોમને અમારી ભૂમિ પરથી હાંકી કાઢો છો ! અમારી આજીવિકાને છીનવી લો છો. આવું શા માટે ? કયા કારણે ? અમારો વાંક-ગુનો તો કહો ?”
એ પ્રાર્થનામાં દબાયેલી, કચડાયેલી, રુંધાયેલી માનવજાતિની ચીસ સંભળાતી હતી.
1998માં દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં ઈશ્વરને કરેલી પ્રાર્થનાને સ્થાન હતું, પરંતુ એ પ્રાર્થના એ પ્રકારની હતી કે - “હે ઈશ્વર ! અમને આ એઇઝની બીમારીથી ઉગારજે કે જેને પરિણામે આફ્રિકા ખંડમાં રોજ સેંકડો લોકો એનો શિકાર બને છે.'
આમ આજે વૈશ્વિક સ્તરે ધર્મનું મુખ મંદિરને બદલે માનવ પ્રત્યે વળ્યું છે, જયારે બીજી બાજુ શિક્ષણ એ માનવવેદનાથી વિમુખ થતું જાય છે. હિંસાના જ્વાળામુખી પર જગત એની ઝૂંપડી બાંધીને રહે છે અને શિક્ષણ દ્વારા એવું રૂઢિચુસ્ત ઝનૂન જગાડવામાં આવે છે કે જેમાં વ્યક્તિને બંદૂકની ગોળીથી નિર્દોષ લોકોને ઠાર મારતા આનંદ આવે છે અને પકડાયેલા વિરોધીઓનો શિરચ્છેદ કરતી વીડિયો પ્રગટ કરીને પોતાની ‘વીરતા' દર્શાવે છે. અહીં ઉત્તર આફ્રિકાના સેનેગલ દેશના કવિ સમ્મને ઓસમનેના ‘ફિંગર્સ' કાવ્યનું સ્મરણ થાય છે. આદર્શ કેળવણીને ઉપનિષદ
A
૯ ]
Page #7
--------------------------------------------------------------------------
________________
"The finger of a soldier Across the rivers and languages of Europe and Asia
of China and Africa, of India and the Oceans Let us join our fingers to take away All the power of their finger
Which keeps humanity in mourning.' Sambene Ousmane, 'Fingers' Quoted in Lotus Awards 1971, Published by the Permanent Bureau of Afro-Asian Writers]
અનુપમ સૌંદર્ય ધરાવતા શિલ્પનું સર્જન કરતાં શિલ્પીની આંગળીઓ કે જમીનને હળથી ખેડ્યા બાદ ખાડો ખોદી વાવણી કરતાં ખેડૂતની આંગળીઓની વાત કરતા આ કવિ એવી આંગળીઓ પ્રતિ લક્ષ દોરે છે કે જે જીવનનો નાશ કરે છે.
આજની ગ્લોબલ સોસાયટીને માટે આ ઘટના ખતરારૂપ છે, કારણ એટલું જ કે એ ઝનૂન, સંકુચિતતા કે રૂઢિચુસ્તતાને તમે અટકાવી શકતા નથી. ટેકનોલૉજી એને પળવારમાં આખા વિશ્વમાં મોકલી આપે છે. તાજેતરની ઘટનાઓએ એ પણ સૂચવ્યું છે કે ઇન્ફર્મેશન ટેકનોલૉજીમાં નિપુણ એવા યુવાનો આજે આતંકવાદનો હાથો બન્યા છે અને વિશ્વભરમાં એ આતંકવાદનો વિચાર પહોંચાડવાનું નિમિત્ત બન્યા છે. ગ્રીસના તત્ત્વચિંતક સૉક્રેટિસે સમાજની વ્યાખ્યા આપતાં કહ્યું હતું કે - “સાચી સમજ ધરાવે તે સમાજ, બાકી તો ટોળું.” આજે સાચી સમજ વિદાય પામી રહી છે અને માત્ર ટોળું રહી ગયું છે. શિક્ષણ સામેનો બીજો પડકાર એ છે કે - ‘શિક્ષણ જ્ઞાતિ, જાતિ, વર્ણ, રાજય, ધર્મ કે રાષ્ટ્રનાં ભેદભાવો મિટાવવાનું સાધન બનવું જોઈએ.’ ‘વસુધૈવ કુટુંબકમ્'નું સૂત્ર વારંવાર સાંભળવા મળે છે, અને તે ય આ વસુધાને ખંડ-ખંડમાં વિભાજિત કરનારાઓ પાસેથી. આગમ ગ્રંથોમાં આવેલું સૂત્ર ‘એવો [ HISTલ્સ ના' એટલે કે “સમગ્ર માનવજાતિ એક બને' એની [ ૧૦ E
4 આદર્શ કેળવણીને ઉપનિષદ ]
વખતોવખત વાત કરવામાં આવે છે, પરંતુ આ સૂત્રો સૂત્રો જ રહ્યાં છે કે લોકહૃદયમાં સત્યરૂપે બિરાજિત થયાં છે ખરાં ?
આજે વાતો ભલે “ગ્લોબલ યુનિટી'ની થતી હોય, પણ ઘર કે ગામમાં જ યુનિટી ન હોય, ત્યાં “ગ્લોબલ”ની વાત ક્યાં શક્ય બને ! આજનો માણસ સતત વહેંચાઈ રહ્યો છે. વર્તમાન સમયમાં “હું અધ્યાપક, ફક્ત ડૉક્ટર કે પછી વિજ્ઞાની કે પ્રોફેશનલ છું,' એમ કહ્યાથી કામ સરવાનું નથી. વર્તમાન વૈશ્વિક સદર્ભમાં વ્યક્તિ પોતે ક્યાં ઊભી છે તેની એણે ખોજ કરવાની છે. અસમાનતા પર આધારિત સમાજમાં એ ક્યાં ઊભો છે ? અન્યાય, આતંક અને આક્રમણનાં વિઘાતક પરિબળો રાષ્ટ્ર જીવનથી આરંભીને છેક વ્યક્તિગત જીવન પર પ્રભાવક છે, તે સ્થિતિમાં એ સ્વયં શું અનુભવે છે ? એ અંગે પોતે શું વિધાયક કાર્ય કરે છે ? પોતાની સંવેદનશીલતા અને માનવતાને અને પોતાના નિજાનંદને અવરોધતાં પરિબળો સામે એ કઈ રીતે મથામણ કરી રહ્યો છે ? વાણીસ્વાતંત્ર્ય અને માનવ-અધિકારો પર છાશવારે થતા આઘાતો સામે એની પોતાની ક્રિયા-પ્રતિક્રિયા કેવી છે ? આ બધાંનો વિચાર કરવો જોઈએ.
ફાસીવાદી પરિબળો પ્રજાસમૂહને કોઈ એક યા બીજાં બહાના હેઠળ કેવી રીતે અળગો કરે છે, તેવી વાત કરતાં માર્ટિન નીમોલર (Martin Niemoeller) “To the Faculty” કાવ્યમાં કહે છે - In Germany they first came for the communist And I did not speak up because I wasn't a communist
Then they came for the Jew and And I didn't speak up because I wasn't a Jew
Then they came for the trade unionists And didn't speak up because I wasn't a trade unionist
Then they came for the catholics And I didn't speak up because I was a protestant Then they came for me - and by that time no one was left to speak up. આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
A ૧૧ ]
Page #8
--------------------------------------------------------------------------
________________
નફરત, ઝનૂન અને ધર્મ ઘેલછામાંથી બહાર આવીને જુદા-જુદા ધર્મોની માનવ - ઉત્થાનની ભાવનાઓનું મેઘધનુષ્ય રચવાની જરૂર છે. ધર્મના સિદ્ધાંતોને આધ્યાત્મિક રૂપાંતર કરવાની જરૂર છે. “શ્રીમદ્ ભગવદ્ગીતા'માં અશાંતિમાંથી શાંતિ અને શાંતિમાંથી પરમશાંતિની વાત કરી છે, પરંતુ આજનું શિક્ષણ તો સ્થિતપ્રજ્ઞ-યોગના બદલે અસ્થિરતા - યોગની સાધના કરે છે. ઉચ્ચ ટકાવારી, કારકીર્દિનો ઊંચો ગ્રાફ અને બાહા-પ્રાપ્તિની પાછળ સમગ્ર ચેતોવિશ્વ દોડી રહ્યું છે. આ દોડમાં જુદા-જુદા વળાંકો અને પરિવર્તનો આવે છે. એ સતત ગતિ બદલે છે અને માણસનું મન પણ એમ અનેકશઃ બદલાતું જાય છે.
આવા કૉમર્શિયલાઈઝેશનના વંટોળમાં લોકરુચિના થયેલા બૂરા હાલહવાલ આપણે જોઈ રહ્યા છીએ. આ શિક્ષણે પ્રકૃતિ સાથેનો એનો તાલ ગુમાવ્યો છે. મનુષ્યજાતિ વિના પ્રકૃતિ અને પ્રાણી સુખેથી જીવી શકે એમ છે, પરંતુ પ્રાણી અને પ્રકૃતિ વિના માનવઅસ્તિત્વ ટકી શકે તેમ નથી. આવી ભયાવહ પરિસ્થિતિના ઓથાર હેઠળ જીવવા છતાં પ્રકૃતિ તરફથી ક્રૂરતા ચાલુ જ રહી છે, જ્યારે આવતી પેઢીને માટે આપણે શું રાખીશું ? વૃદ્ધ બનેલા યયાતિને એના નાના પુત્ર પુરુએ પોતાની યુવાની આપી હતી અને પોતે વૃદ્ધત્વ સ્વીકાર્યું હતું. એ રાજા યયાતિએ હજાર વર્ષ સુધી યુવાની ભોગવી હતી. આવતીકાલનો વિચાર કર્યા વિના માનવજાત આજે આવી યુવાની ભોગવી રહ્યું છે. જે આવનારી પેઢીને અસ્તિત્વના આખરી શ્વાસ જેવું વૃદ્ધત્વ આપશે. આજે દર વીસ મિનિટે આ પૃથ્વી પરથી એક પ્રાણીની જાતિ નષ્ટ થઈ રહી છે. એક સમયે દર દસ હજાર વર્ષે જે ઘટના બનતી હતી, એ આજે દર વીસ મિનિટે સર્જાય છે. માનવીય ક્રૂરતાનું આનાથી બીજું કોઈ મોટું ઉદાહરણ હશે ખરું ?
આજે ઘરના કોઈ ખૂણે ચીંચીં કરીને ઊડતી અને તણખલા લાવીને માળો બાંધતી ચકલી જોવા મળે છે ખરી ? ક્યાંક થોડાં કબૂતરો એકઠાં થઈને દાણા ચણતા હોય છે, પરંતુ ઘરમાં પેસીને ફડફડ ઊડીને ઘૂઘવાટા કરતા કબૂતર જોવા મળે છે ખરા ? કાબર અને ગીધ જાણે ખોવાઈ ગયા છે અને એ જ સ્થિતિ અનેક પશુપક્ષીઓની થઈ રહી છે. હવે આપણી બાળવાર્તાઓમાંથી આ બધાની બાદબાકી કરવી પડશે અથવા તો એની ( ૧૨ )
C A આદર્શ કેળવણીનું ઉપનિષદ
ઓળખ આપવા માટે બાળકોને કોઈ ‘ઝૂમાં લઈ જવાં પડશે ! પૃથ્વીના સંસાધનો લૂંટવા માટે ચંગીઝખાનની ચડાઈની જેમ આજે વિજ્ઞાપનોનો મારો ચાલે છે, જેમાં વસ્તુઓ વાપરે જ જાઓ અને મોબાઈલ પર વાત કરે જ જાઓ. - હવે ક્યાં ઋતુ પણ આપણા હાથમાં છે ! આજ સુધી ઇંગ્લેન્ડમાં એવો અનુભવ થતો કે - “સવારે વાદળાં હોય, બપોરે થોડો સૂર્ય ડોકિયાં કરે અને સાંજે વરસાદ વરસે.” આજે આપણે ભારતમાં પણ જોઈએ છીએ કે વસંતપંચમીએ વરસાદ પડે છે અને 26મી જાન્યુઆરીએ દેશની રાજધાની પલળી જાય છે. શરદ, વસંત, ગ્રીષ્મ ઋતુઓ હવે પ્રત્યક્ષ અનુભવાતી નથી, માત્ર પંચાંગમાં જ વાંચવા મળે છે. બદલાતા પર્યાવરણનો વિચાર કરવા જેવો છે. પહેલાં ભૂકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર જેવી ઘટના બને ત્યારે એના કારણરૂપે કુદરતનો કોપ' લેખવામાં આવતો હતો, પણ આજે તો વાસ્તવમાં આમાંની ઘણી ઘટનાઓનું સર્જન કુદરતી કોપને બદલે માનવીની હિંસા અને પ્રકૃતિ નાશનું પરિણામ છે.
એક ગણતરી પ્રમાણે 1980માં એશિયા ખંડમાં પ્રતિવર્ષ 70 જેટલી કુદરતી આપત્તિઓની ઘટના બનતી હતી. આજે 2015માં દર વર્ષે એનાથી પાંચ ગણી કુદરતી આપત્તિઓની ઘટનાઓ બને છે. આથી સવાલ એ આવીને ઊભો છે કે - “ધરતીકંપથી ભોંયતળિયે, પુરથી પહેલે માળે, ગ્લોબલ વોર્મિગથી બીજે માળે કે પછી ધરતી પરના સાઇક્લોનથી ચોથે માળે કે દરિયાઈ જળની સુનામીથી સાતમા માળેથી આત્મહત્યા કરવી છે.”
આમ શિક્ષણમાં માનવીય સંવેદનાના ગ્લોબલાઈઝેશનની સૌથી વધુ જરૂર છે. આપણે ક્યાં પહોંચ્યા છીએ. વિશ્વસમસ્તનો વિચાર કરવાનો છે. માનવીએ પોતાની સિદ્ધિનાં યશોગાનને બદલે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ એનું મહત્ત્વ છે. સિદ્ધિના ગર્વને બદલે લક્ષ્યની પારદર્શકતા આવશ્યક છે. - વર્તમાન જગતમાં નિરક્ષરતાના નિવારણની સાથોસાથ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા જેવાં મૂલ્યોની સ્થાપના આવશ્યક છે. ગ્લોબલાઈઝેશન સાથે તત્કાળ જોડાઈ જતાં કૉમર્શિયલાઈઝેશનથી સાવચેત થવાની આદર્શ કેળવણીને ઉપનિષદ ,
Page #9
--------------------------------------------------------------------------
________________
જરૂર છે. સમૂહ માધ્યમોમાં સતત વધતી જતી હિંસા, સ્થૂળતા અને જાતીયતા હવે વિજ્ઞાપનોમાં પ્રજાકીય ઉત્સવોમાં અને છે ક ક્રિકેટ જેવી રમતોને પણ ઘેરી વળી છે. સંવેદનાની માવજતને માટે આવશ્યક એવી રુચિસંપન્નતાને હૃદયવટો આપવામાં આવ્યો છે, ત્યારે માનવીય વ્યક્તિત્વના શારીરિક, માનસિક, શૈક્ષણિક, સૌંદર્યશીલ અને આધ્યાત્મિક એવા સર્વતોમુખી વિકાસ માટેના શિક્ષણનો પ્રયત્ન જરૂરી છે, જેના કેન્દ્રમાં માનવીય ગરિમા, વિશ્વકલ્યાણની ભાવના અને માનવલક્ષી આધ્યાત્મ-અભિગમ હોય.
કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે - “સૂર્યને ગુમાવ્યા પછી તમે આંસુ સારવા બેસો, તો તારાઓ પણ તમે ગુમાવી દો છો.” આજે એ માટે જાગવાની જરૂર છે કે - “આવતીકાલે રોબોટ માનવમાં પ્રવેશે નહિ ! માનવી તો પગારવધારો માંગે. સી.એલ. ભોગવે અને માત્ર આઠ કલાક કામ કરે, જ્યારે રોબોટ આવો કોઈ પગારવધારો કે પ્રમોશન માંગતો નથી અને આઠને બદલે ચોવીસ કલાક કામ કરે છે. એ રોબોટ માનવમાં પ્રવેશે તો શું થાય ? તો એની સર્જનાત્મકતા અને સંવેદનાત્મકતા હણાઈ જાય. આથી વર્તમાન શિક્ષણે એક નવી સર્જનાત્મકતાની સંસ્કૃતિ સર્જવાની તાતી જરૂર છે.'
(આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સર્જક ડૉ. કુમારપાળ દેસાઈએ ૧૦૦ પુસ્તકોનું સર્જન - સંપાદન કર્યું છે. સાહિત્યક્ષેત્રે તેમના દેશ-વિદેશનાં અનેક એવોર્ડ મળ્યા છે. ગુજરાતી વિશ્વકોશ અને જૈન વિશ્વકોશ સાથે સંકળાયેલા છે.)
કેળવણી ક્ષેત્રના સંદર્ભે
મૂલ્યોની સંકલ્પના
- ડો. મોતીભાઈ મ. પટેલ - ૧. પ્રાસ્તાવિક :
મૂલ્યનો સાદોસીધો અર્થ - ‘માનવ વસ્તુને આપેલો અર્થ’ એવો થાય. મૂલ્યવિચારમાં વસ્તુનું મહત્ત્વ નથી, એને અપાયેલા અર્થનું મહત્ત્વ છે. વિવિધ વ્યક્તિઓને મન જુદી-જુદી વસ્તુઓ મૂલ્યવાન હોય છે. વસ્તુને અર્થ આપનાર માનવ છે, એટલે માનવના સંદર્ભ વિનામૂલ્યનો | વિચાર અશક્ય છે. મનુષ્યનું જીવન, સુખ, સ્વતંત્રતા, પૈસા, આનંદ, સિદ્ધિ વગેરે બાબતો જીવનરીતિ નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. - જ્યારે માનવને આચરણ માટે કોઈક ક્રિયા પસંદ કરવાનો પ્રશ્ન ઊભો થાય છે, ત્યારે તે અમુક ચોક્કસ ક્રિયા એટલા માટે પસંદ કરે છે કે - “બધી જ કરવા જેવી ક્રિયાઓમાં તે ક્રિયા તેને મન શ્રેષ્ઠ છે, યોગ્ય છે. સારી કે ખરાબ, યોગ્ય કે અયોગ્ય નક્કી કરવાની મથામણમાંથી શું સારું કે યોગ્ય તે નક્કી થાય છે. ગ્રીક ભાષાના “Axious' શબ્દ ઉપરથી ઊતરી આવેલો અંગ્રેજી શબ્દ Axiology શબ્દ મૂલ્યમીમાંસા માટે વપરાય છે. આ મૂલ્ય એટલે જ પસંદગી માટે યોગ્ય. ગ્રીક લોકોના સમયથી મૂલ્યસંબંધી સમસ્યાની સૈદ્ધાંતિક બાજુ પર લખાતું આવ્યું છે. આ શબ્દ ‘મૂલ્યમીમાંસા વિદ્યા’ મૂલ્યોની પ્રકૃતિ, તેનાં મૂળ, વર્ગીકરણ તેમ જ વિશ્વમાં મૂલ્યોના સ્થાન સહિત મૂલ્યની સામાન્ય ઉપપત્તિ(Theory)ના અભ્યાસને માટે પ્રયોજાય છે.
જેના દ્વારા ઇચ્છાઓ સંતોષાય તે વ્યક્તિ માટે મૂલ્ય અને મૂલ્યવાન 041 9. (Value - Valuable) Heul culbri Hi B41 cuba H2 રહેલાં છે, તેનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો જોઈએ : ક મૂલ્યો અનુભૂતિ દ્વારા જ જાણી શકાય છે, તેની સાંખ્યિક-જથ્થાત્મક
ગણતરી શક્ય નથી. દરેક વસ્તુ સાથેની અનુભૂતિમાંથી મૂલ્યોનો જન્મ થાય છે. તેનાથી વ્યક્તિને સંતોષ થાય છે કે તેના માટે સારું છે. જે સારું હોય છે તે મૂલ્ય બને છે. આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
એ ૧૫
[ ૧૪
ZZZZZA
આદર્શ કેળવણીનું ઉપનિષદ ]
Page #10
--------------------------------------------------------------------------
________________
*મૂલ્ય અને વ્યક્તિ પરસ્પર સંકળાયેલા છે. વ્યક્તિ જ મૂલ્યનું કેન્દ્રસ્થાન અને માપદંડ છે.
જેના દ્વારા વ્યક્તિને અનુકૂલન પ્રાપ્ત થાય છે, તેનો વ્યક્તિ મૂલ્ય તરીકે સ્વીકાર કરે છે.
જ્યારે વ્યક્તિને સંપૂર્ણતાનો પરિચય થાય છે, ત્યારે શક્ય તેટલાં હકારાત્મક મૂલ્યોને તે સ્વીકારે છે.
મૂલ્યો દ્વારા વ્યક્તિ, સમાજસુધારકો, કેળવણીકારો, સંસ્થાઓ માર્ગ
દર્શન મેળવે છે.
* મૂલ્યો સાંસ્કૃતિક, જ્ઞાન અને કૌશલ્યો કરતાં કંઈક વિશેષ પ્રદાન કરે છે, જેમાં વ્યક્તિની માન્યતા, ઇચ્છાઓ, અપેક્ષાઓ, વલણો અને વિચારસરણીઓનો સમાવેશ થાય છે.
ૐ ખરેખર મૂલ્યનું હોવું એ એક મૂલ્ય છે.
* મૂલ્યથી આનંદની અનુભૂતિ થાય છે, જીવવા માટેની પ્રેરણા અને બળ પ્રાપ્ત થાય છે.
જેનામાં કામનાઓ હોય અને કામનાઓ પૂરી પાડવાની ગુંજાશ હોય, તેને મૂલ્ય કહેવાય.
*મૂલ્ય એ મનુષ્યના અસ્તિત્વને અર્થપૂર્ણતા બતાવવાની પ્રક્રિયા છે. *મૂલ્ય એ જીવનનું પ્રજીવક (વિટામિન) પોષકતત્ત્વ છે.
* મૂલ્ય માનવને જીવન જીવવાની ઝંખના પૂરી પાડે છે. જે શાશ્વત ઝંખના છે.
* માનવ જ્યારથી જન્મ્યો ત્યારથી મૂલ્યનો ઉદ્ભવ થયો.
* માનવીના અસ્તિત્વને અસ્મિતા તરફ દોરી જનાર મૂલ્ય છે. * મૂલ્યથી સમર્પણનો ભાવ જન્મે છે.
*મૂલ્ય એ માનવના જીવનમાં ઈશ્વરનું આગમન છે.
મૂલ્યો જ્યારે કાર્યાન્વિત બને ત્યારે તેમાંથી આદર્શ જન્મે છે. *મૂલ્યો ખરેખર અમૂલ્ય છે.
છેવટે તો માનવ અસ્તિત્વ અને માનવના વિકાસ સાથે મૂલ્યનો પ્રશ્ન પણ સંકળાયેલો છે. મૂલ્યનું સર્જન કે વિસર્જન એ માનવ-મનના વ્યાપાર આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧૬
પર આધારિત છે, તેથી કવિ સુન્દરમ્ કહે છે : ‘માણસની આસપાસ આખું જગત અને તેના અનંત પદાર્થો પડેલા છે. એ પદાર્થોને માણસ પોતાના જીવન સાથે કેવી રીતે સાંકળે છે તે પ્રમાણે પદાર્થનું મૂલ્ય બંધાય છે. આ રીતે મૂલ્ય એ માણસની દુનિયાનો શબ્દ અને વ્યાપાર છે.
એ સભાન બનેલ ચેતનાની ગતિ છે.’
કેળવણીનું ક્ષેત્ર જેવું ધ્યેયોનું ગણાય એવું મૂલ્યોનું પણ ગણાય. દિક્કાળ મુજબ કેળવણીનાં ધ્યેયો ફરતાં રહે છે, ફરતાં રહેવાં જોઈએ. જો પરિવર્તનશીલ ન હોય તો કેળવણીનું ક્ષેત્ર બંધિયાર થઈ જાય. પ્રગતિ જ ન કરી શકે. એ રીતે જમાના પ્રમાણે મૂલ્યોમાં પરિવર્તન આવતું હોય છે. કાકાસાહેબ કાલેલકર કહે છે : “સમાજે પણ વાર્ધક્ય ટાળવા મૂલ્યોનું રૂપાંતર કરવું જોઈએ. સાપની કાંચળી જૂની થાય છે ત્યારે એને ગૂંગળાવે છે, ઘરડો બનાવે છે. સાપ પોતાની કાંચળી ઉતારી નવજવાન થાય છે.” અહીં એ વાત ધ્યાનમાં રાખીએ કે કાંચળી દૂર થાય છે, સાપ દૂર થતો નથી, મરતો પણ નથી. આત્મા તો એનો એ જ રહેશે, બાહ્ય દૃષ્ટિએ જ ફેરફાર થાય છે. દેશના પ્રવર્તમાન સમયની અસર મૂલ્યો પર અવશ્ય થાય છે. જીવનમૂલ્યોની શોધ અને સંશોધન આધુનિક છે. જીવન બે વિશ્વયુદ્ધોમાંથી ઊભી થયેલી પ્રશ્નાવલિ છે. છેક ઓગણીસમી સદીના અંત સુધી જીવનમૂલ્યોની આ રીતે શોધ કરવી પડતી ન હતી. દરેક માણસને પોતાનો ધર્મ એ મૂલ્યો જ આપતાં હતાં. માનવ નીતિપરાયણ જીવન જીવતો અને સંતોષથી રહેતો. ઔદ્યોગિક ક્રાન્તિ, વિશ્વયુદ્ધો, સામ્યવાદનો ઉદય, ત્રાસવાદ, વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વિકાસ આ બધાં પરિબળોએ મૂલ્યો પર કુઠારાઘાત કર્યો છે; પરિણામે આજે માનવ પુનઃ મૂલ્યની શોધમાં ભટકી રહ્યો છે.
૨. મૂલ્યનો અર્થ:
ભારતીય દર્શનશાસ્ત્રના અધ્યાપક પ્રો. ડબલ્યુ એમ. અર્બન પોતાના Fundamental of Ethics' પુસ્તકમાં મૂલ્યનાં ત્રણ લક્ષણો દર્શાવે છે ઃ (૧) મૂલ્ય તેને કહેવાય, જે માનવ ઇચ્છાઓને સંતોષે છે. (૨) મૂલ્ય એ મનોવૈજ્ઞાનિક સ્વરૂપે પ્રગટ થતું જૈવિક પરિબળ છે.
(૩) જે આત્મા કે આત્મસાક્ષાત્કારના વિકાસ પ્રત્યે દોરે તે સ્વતઃ મૂલ્ય છે.
આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧
Page #11
--------------------------------------------------------------------------
________________
આમ, આત્મસાક્ષાત્કારના ઉચ્ચ લક્ષને પામવા માનવ ઇચ્છાઓને સંતોષતું જૈવિક પરિબળ મૂલ્ય છે. અહીં મૂલ્ય' શબ્દ “મૂલ્યવાન' વિશેષણના સંદર્ભમાં પ્રયોજાયો છે; એટલે કે માનવઇચ્છાઓને સંતોષતી મૂલ્યવાન જૈવિક બાબત કે જે વ્યક્તિને આત્મસાક્ષાત્કારની પ્રક્રિયા પ્રત્યે દોરે છે. અહીં બાબત કઈ તે પ્રશ્ન વ્યકિતલક્ષી બાબત છે. આર્થિક, સામાજિક, ધાર્મિક, રાજકીય, જ્ઞાનવિષયક હોઈ શકે. એનો અર્થ એ થયો કે કોઈ વ્યક્તિને મન તેની ઇચ્છાઓને સંતોષતું મૂલ્યવાન, જૈવિક પરિબળ સામાજિક છે અને તે તેને આત્મસાક્ષાત્કારની પ્રક્રિયા તરફ દોરે છે. અર્થાતુ “સામાજિક મૂલ્ય’ તેને મન મહત્ત્વનું છે. મૂલ્યનો અર્થ કેટલાક વિચારકોનાં વિચાર પરથી તારવીએ :
મૂલ્ય એક વિચાર છે, સંકલ્પના છે; એટલે કે જીવનમાં કંઈક મહત્ત્વપૂર્ણ હોવા વિશેનો વિચાર કે સંકલ્પના એટલે મૂલ્ય. જ્યારે મનુષ્ય કશાકનું મૂલ્ય કરે છે ત્યારે તે કંઈક યોગ્ય કરવા કે મેળવવા પ્રયત્ન કરવા યોગ્ય હોવાનું સૂચવાય છે.” - ફેંકન જે. આર. “મૂલ્ય એટલે વિવેક જીવનરીતિમાં વણાયેલ વિવેક.”
- કાકાસાહેબ કાલેલકર મૂલ્યોનો સીધો-સાદો અર્થ માનવે વસ્તુને આપેલ ‘અર્થ એવો થાય. અહીં વસ્તુનું મહત્ત્વ નથી, તેને આપનાર અર્થનું મહત્ત્વ છે. વળી અર્થ આપનાર માનવ છે, એટલે માનવના સંદર્ભ વિના મૂલ્યનો વિચાર અશક્ય છે.”
- ક્રાન્તિકુમાર જોશી આ સંદર્ભો ઉપરથી માલૂમ પડે છે કે – “વ્યક્તિ શું બન્યું તે અંગેનું અવલોકન કરે છે. જે - તે બનાવ શા માટે બન્યો તેનું પૃથક્કરણ કરતાં તેનાં કારણો તે તારવી શકે છે. પણ આ ઘટનામાં જે વ્યક્તિઓ જોડાયેલી હતી તેઓ શું અગત્યનું મૂલ્યવાન માનતા હશે તે વિચારતાં વ્યક્તિની સમક્ષ મૂલ્ય રજૂ થાય છે. વ્યવસ્થા અધિકારી જયારે રોડ ઉપરનો ટ્રાફિક હટાવવાનું શરૂ કરે છે, ત્યારે આપણે ટ્રાફિકને અડચણરૂપ બાબતો દૂર કરવી, રોડ સાફ-સૂથરો રાખવો વગેરે આ બનાવનાં કારણો ખોળી શકીએ. બનાવ સાથે જોડાયેલું “અધિકારીનું મૂલ્ય - Administrative value' અહીં બનાવનું કારણ છે તે જાણવું અગત્યનું છે, જીવનવ્યવહાર [ ૧૮
4 આદર્શ કેળવણીનું ઉપનિષદ |
દરમિયાન વ્યક્તિ આ રીતે મૂલ્યોથી પરિચિત થાય છે અને તેને આત્મસાત્ કરવાનો પ્રયત્ન કરે છે. મૂલ્ય એ વિચાર - એક સંકલ્પના છે, જે વ્યક્તિના જીવનમાં ઉપયોગી હોય તે અંગે તે શું વિચારે છે, તે રજૂ કરે છે. વ્યક્તિ જ્યારે મૂલ્યવાન શું છે તે નક્કી કરે છે, ત્યારે તેને તે ઉપયોગી”, “મહત્ત્વનું', “મેળવવાયોગ્ય’ ગણે છે. ડિકશનરીના મતે મૂલ્ય એટલે ‘ઉપયોગી', “મહત્ત્વનું', “મેળવવાયોગ્ય’ - એ સંદર્ભમાં આ સંકલ્પના શબ્દાર્થ સંબંધિત છે. માનવ પોતાની શારીરિક સંપત્તિ, સાંસ્કૃતિક વારસો, પર્યાવરણીય અસર અને કૌટુંબિક સજ્જતા સાથે જે રીતે જીવનવ્યવહાર કરે છે, તેમાં તેની એક રીત (Style) વ્યક્ત થાય છે. આ રીતમાં તેણે જેને મહત્ત્વનું ગણેલ છે, તે તેને મન મૂલ્યવાન. દા.ત., ગાંધીજીએ સાદગીને મૂલ્યવાન ગણેલ, વિનોબાએ ભૂદાનને, મધર ટેરેસાએ માનવતાને, ઈસુએ કરુણતાને, બુદ્ધ અહિંસાને અને માર્ગારેટ મીડે સમાજને મૂલ્યવાન ગણેલ છે. વ્યક્તિ એકથી વધુ બાબતોને મૂલ્યવાન ગણે છે. આ મહત્ત્વની બાબતો તેણે સ્વીકારેલાં મૂલ્યો ગણાય. ૩. મૂલ્યની સંકલ્પના :
મૂલ્યની સંકલ્પના સારુ આપણે કેટલાક વિચારકોના વિચારો તેમણે આપેલ વ્યાખ્યાઓ જોઈએ. પ્રથમ પાશ્ચાત્ય વિચારકોના વિચારો જોઈએ : * “માનવીય હિતને સંતર્પક એવી કાર્યપસંદગી એટલે મૂલ્ય.'
- Geigar ક ‘હેતુસાધકતા, મુશ્કેલી દૂર કરે અને હિતને પોતે પોષે તે મૂલ્ય.’ - જૂઈ જ આ બંને વ્યાખ્યાઓમાં વ્યક્તિના હિતને પોષે - સંતર્પક કરે એને મૂલ્ય
કહ્યું છે. ક્યારેક વ્યક્તિને સારી કે ઉપયોગી લાગતી કાર્યપસંદગી કે વસ્તુ સમાજને ઉપયોગી ન બને તો? આપણાં શાસ્ત્રો તો કહે છે કે - ‘ત્યારે વ્યક્તિએ-વ્યક્તિએ તેનો અસ્વીકાર કરવો, એટલે વ્યક્તિને પોતાની દૃષ્ટિએ સારું લાગતું હોય, પરંતુ સમાજની દૃષ્ટિએ તેની ઉપયોગિતા ન હોય તો તે મૂલ્યોનો અર્થ સરતો નથી. આધુનિક યુગ
વ્યક્તિલક્ષી મૂલ્યો તરફ ઝૂકે છે, તે શું યોગ્ય છે ?' - સાંસ્કૃતિક રીતે તૈયાર થયેલાં આચારસંહિતાનાં લક્ષણોને મૂલ્યો કે
નીતિનિયમો તરીકે ઓળખવામાં આવે છે. - સમનર (summer) આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
છે ૧૯ ]
Page #12
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિની મૂલ્યપદ્ધતિ પરિવર્તનોને સ્વીકારે છે, અથવા દ્રવ્યવાદી સંસ્કૃતિમાં પરિવર્તન લાવે છે કે સાંસ્કૃતિક પછાતપણું કે સાંસ્કૃતિક ગાળો લાગે છે.
ગબર્ન (0gburn) મૂલ્યોના સમૂહ સાથે કોઈ જન્મેલ નથી. મૂલ્યો સર્જિત થાય છે. મૂલ્યો વારસામાં પ્રાપ્ત થતાં નથી, પરંતુ જન્મ બાદ તે પ્રાપ્ત થાય છે
- રાલ્ફ બોરસાદી (Ralph Borsadi) છે. મૂલ્યો ભાવાત્મક નિર્ણયો છે. તે લાગણીઓમાં જન્મે છે. તેનો ઉદ્ભવ જ્ઞાનમાંથી થતો નથી. તે લાગણી સ્વરૂપ છે. તે બૌદ્ધિક નિર્ણયો નથી.
- રાલ્ફ ઉપર્યુક્ત વ્યાખ્યાઓ પરથી સમજાય છે કે અનેક અનુભવોને આધારે સમાજમાં પ્રત્યેક વ્યક્તિ માટે વર્તનની તરેહ નક્કી કરવામાં આવે છે. આ તરેહ આચારસંહિતાઓના સ્વરૂપમાં કે નીતિવિષયક બાબતોના સ્વરૂપમાં સ્વીકારવાની હોય છે જેથી વ્યક્તિ - વ્યક્તિ વચ્ચેની વર્તનવ્યવહારની અને મર્યાદાઓની દિશા નક્કી થઈ શકે છે. નૈતિક અને બૌદ્ધિક મૂલ્યો સમાજે આર્થિક-સંઘર્ષમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે બચાવ-પ્રયુક્તિઓના સ્વરૂપમાં રચેલાં છે, અર્થાતુ મૂલ્યો સમાજ દ્વારા નક્કી કરવામાં આવે છે. મૂલ્યોના વિવિધ પ્રકારો જુદી-જુદી પરિસ્થિતિના અનુભવોના આધારે સમાજના ઘટકો તેમનું સ્થાન નક્કી કરવા માટે આપે છે. દરેક માટેની વર્તનવ્યવહારની ભૂમિકાઓ મૂલ્યોના સંદર્ભમાં નક્કી થાય છે. મૂલ્યો માનવીના જુદા-જુદા અનુભવો અને અનુભૂતિઓમાંથી પેદા થાય છે. માત્ર સંઘર્ષ પસંદગીનો જ હોય છે. વ્યક્તિમાત્ર શ્રેષ્ઠની જ પસંદગી કરે, એટલે પોતાનું જીવન સારું બનાવવા તે જેની પસંદગી કરે તે જ મૂલ્ય બને છે.
ભારતીય ચિંતકોની દૃષ્ટિએ મૂલ્યોની વ્યાખ્યાઓ જોઈએ : * વ્યાપક અર્થમાં કહીએ તો જીવનમૂલ્યો એટલે ઔચિત્ય દૃષ્ટિ - વિવેક.
- કાકાસાહેબ કાલેલકર લોકો પોતાના મનથી જ એવું કામ કરે કે જેમાં એમને સાચો સંતોષ મળે, એ જ સાચું જીવનમૂલ્ય છે. - રવિશંકર મહારાજ ૨૦
છે . આદર્શ કેળવણીને ઉપનિષદ]
કે માનવતાનું પ્રગટીકરણ એ જ જીવનનું સનાતન મૂલ્ય છે.
- પીતાંબર પટેલ જ જીવનમૂલ્યો એ માણસની જીવન વિશેની સમજણમાંથી બંધાતી
જીવનદષ્ટિનાં નીપજતાં પરિણામો છે. - દામુભાઈ શુક્લ માનવીની ઇચ્છાને જે સંતોષે, પછી તે ઉચ્ચ હો યા નીચ, તેને આપણે મૂલ્ય કહીએ છીએ.
- પ્રા. જશુભાઈ પટેલ આ વ્યાખ્યાઓમાંથી મૂલ્યની સંકલ્પના આવી તારવી શકાય ?
કોઈ હેતુસાધકતા પર ભાર મૂકે છે, તો કોઈએ ઔચિત્યદૃષ્ટિ કે વિવેકને મૂલ્ય ગણ્યું છે.
કોઈએ માનવીની ઇચ્છાને સંતોષે એને મૂલ્ય ગણ્યું છે, તો કોઈએ સ્વાવલંબન અને પરિણામે મળતા સંતોષને મૂલ્ય ગયું છે.
કોઈએ જીવન વિશેની સમજણને મૂલ્ય ગણ્યું છે, તો કોઈએ માનવતાના પ્રગટીકરણને મૂલ્ય ગણ્યું છે.
સરવાળે મૂલ્યો જીવનવ્યવહારમાંથી નિષ્પન્ન થાય છે તે હકીકત છે. આ વાતને એક ઉદાહરણથી સમજીએ - ગંગા નદીનું દૃષ્ટાંત જોઈએ. ગંગા વિશે ત્રણ રીતે વિચાર કરવો પડે - (૧) ગંગાનું દરેક મોજું - વમળ એકબીજા કરતાં વિશિષ્ટ - ભિન્ન આકાર
- પ્રકારવાળું છે. (૨) હરદ્વારની ગંગાનું સ્વરૂપ કાશીની ગંગાના સ્વરૂપ કરતાં વિશિષ્ટ
ભિન્ન સ્વરૂપનું છે. (૩) ગંગા શીતળ છે - પવિત્ર છે - પ્રવાહી છે. આ ગંગાના પ્રવાહની જેમ
માનવપ્રવાહ વિશે આમ વિચારી શકાય - (i) દરેક મનુષ્ય એકબીજા કરતાં ભિન્ન રસ, રુચિ, વલણ, સંસ્કાર,
વારસા, વાતાવરણવાળું છે. આ વૈયક્તિક સંદર્ભ ‘વ્યક્તિગત મૂલ્ય”
(Individual value) પેદા કરે છે. (i) ભારતના માનવસમાજ કરતાં અમેરિકાના માનવસમાજનું સ્વરૂપ
આદર્શ કેળવણીને ઉપનિષદ
,
૨૧ |
Page #13
--------------------------------------------------------------------------
________________
અર્થાતુ એક દેશના માનવસમાજનું સ્વરૂપ બીજા દેશના માનવસમાજના સ્વરૂપ કરતાં જુદું પડે છે. આ જાતના માનવસંદર્ભને મૂલ્ય સાથે જોડતાં એમાંથી “સામાજિક મૂલ્ય' (Social value) ઊભું થાય છે. વિશિષ્ટ સમાજરચના - સભ્યતા - જીવનરીતિ- ઇતિહાસ - ભૂગોળ - પ્રાકૃતિક બળો અને ખાસિયતો જેવાં પરિબળો સામાજિક મૂલ્યોને ઘડે છે. આ મૂલ્યોના પેટા પ્રકારમાં સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, ભાવાત્મક, સૌંદર્યલક્ષી, ઉપયોગિતાવાદી જેવાં મૂલ્યો ગણાવી શકાય. આપણે એ યાદ રાખીએ કે મોજાં-વમળની વિશેષતા હરદ્વારની ગંગામાં પણ છે અને કાશીની ગંગામાં પણ છે જ. તેવી રીતે સામાજિક મૂલ્યના પેટાપ્રકારના કેટલાક અંશો વ્યક્તિગત મૂલ્યોમાં પણ હોવાના જ. પણ સામાન્ય રીતે આપણે તેને સમાજના સંદર્ભમાં જોઈએ છીએ.
આ દેશ - કાળ - સમાજગત મૂલ્યોના નિર્ધારક આચાર્યો સર્વકાળે સર્વપ્રજામાં તે-તે સમાજનાં સર્વક્ષેત્રમાં આવ્યા જ કર્યા છે અને પોતપોતાના દેશની આગવી સભ્યતા - સંસ્કૃતિ પ્રમાણે એનો માપદંડ શોધી ગયા છે. (ii) ગંગાની શીતળતા, પ્રવાહિતા અને પવિત્રતાનાં મૂલ્યો સમગ્ર ગંગાના
સંદર્ભમાં જોવાનાં છે. ખૂબી એ છે કે ગંગાનો એકે ય ભાગ આ લક્ષણોથી અછૂતો નથી. છતાં અહીં તો ગંગાના અખંડદર્શનના જ સંદર્ભમાં આ લક્ષણો - મૂલ્યો આંકવાનાં છે. આ સમગ્રતા - અખંડિતાની દૃષ્ટિમાંથી વૈશ્વિક મૂલ્ય” (World value & Universal value) ઊભાં થાય છે.
સમાજશાસ્ત્રના મતે કાર્યો અનુભવ આપે છે, તે મૂલ્યસર્જનના પાયામાં છે. તેમાંથી અનુભવો - માન્યતાઓ - વલણો - મૂલ્યો જન્મે છે. ભાવાત્મક ક્ષેત્ર મૂલ્યના પાયામાં છે. જેમ કે - “ધ્યાનમાં લેવું - પ્રતિચાર આપવો - મૂલ્ય ધારણ કરવું - મૂલ્યોને વ્યવસ્થિત કરવાં - અમુક મૂલ્ય કે મૂલ્યતંત્ર દ્વારા ચરિત્રગઠન વગેરે.' (૪) મૂલ્યોના પ્રકાર :
આટલી ચર્ચા ઉપરથી સ્પષ્ટ થાય છે કે મૂલ્યના ત્રણ પ્રકાર પડે છે : (૧) વ્યક્તિગત મૂલ્યો : વ્યક્તિનાં રસ, રુચિ, વલણ અને સંસ્કાર પર
આધારિત. વ્યક્તિગત ભિન્નતાને કારણે આ મૂલ્યો ઉદ્દભવે છે. આ [ ૨૨
A આદર્શ કેળવણીનું ઉપનિષદ].
મૂલ્યને કેટલાક તામસિકમૂલ્ય કે જીવશાસ્ત્રીયમૂલ્ય (Biological value) પણ કહે છે. એનું મુખ્ય પરિબળ મનોવિજ્ઞાન છે. આ
મૂલ્ય સાપેક્ષ છે. (૨) સામાજિક મૂલ્યો ઃ સમાજનાં નીતિ-નિયમો પર આધારિત છે. સમાજ
શાસ્ત્ર એનું મુખ્ય પરિબળ છે. માનવસમાજે આપેલા અનુભવોને કારણે આ મૂલ્ય પેદા થાય છે. કેટલાક તેને સાધનાત્મક - મૂલ્ય (Instrumental value) પણ કહે છે. રાજસિક - મૂલ્ય પણ કહેવાય. આ મૂલ્ય - સાપેક્ષ છે. વસ્તુના ઉપયોગ ઉપર આધારિત છે. પરિવર્તનશીલ છે. આર્થિક - આરોગ્ય - આનંદપ્રમોદ - બૌદ્ધિક -
સૌંદર્યલક્ષી - નૈતિક અને ધાર્મિક મૂલ્યો સામાજિક મૂલ્યમાં આવે છે. (3) વૈશ્વિક મૂલ્યો ઃ સ્થળ અને કાળથી પર, તત્ત્વજ્ઞાન તેનું મુખ્ય પરિબળ.
એક - અખંડિત દૃષ્ટિમાંથી નિષ્પન્ન થાય છે. પરસ્પર સહકાર, પ્રેમ પર આધારિત આ મૂલ્યોને અંતર્ગત કે શાશ્વત મૂલ્યો પણ કહે છે. બીજી રીતે તેને સાત્ત્વિક મૂલ્ય પણ કહેવાય. નિરપેક્ષ છે. પોતાની ગુણવત્તા પોતાની મેળે સ્થાપિત કરે છે. અનન્ય છે. સત્યમ્ - શિવમ્ - સુન્દરમૂનો તેમાં સમન્વય છે. સત્ય, સારપ, સૌંદર્ય, પ્રામાણિકતા, સંસ્કાર વગેરે આ મૂલ્યનાં અંગભૂત છે. બીજા પર આધારિત નથી. સ્વયંપ્રકાશી છે. નૈતિકતા - ચારિત્ર્ય ઘડતરમાંથી ફલિત થાય છે. અપરિવર્તનશીલ છે. સમયસ્થળનાં બંધનોથી તે મુક્ત છે.
આ ત્રણે મૂલ્યોને બે પ્રકારમાં પણ વહેંચી શકાય - (૧) સાપેક્ષ મૂલ્યો : (ક) વ્યક્તિગત - તામસિક મૂલ્ય (ખ) સામાજિક - રાજસિક મૂલ્ય, (૨) નિરપેક્ષ મૂલ્ય : વૈશ્વિક સાત્ત્વિક - અપરિવર્તનશીલ મૂલ્ય. પ. મૂલ્યોનો આંતરસંબંધ :
વ્યક્તિગત અને સામાજિક મૂલ્યોની અપેક્ષાએ વૈશ્વિક - મૂલ્યો વધુ સ્થાયી, ઊંડાં અને વ્યાપક હોવાને લીધે જ આપણે એ મૂલ્યોને નિરપેક્ષમૂલ્યો કહ્યાં છે. જમાના મુજબ વ્યક્તિગત - સામાજિક મૂલ્યોમાં જેટલા ફેરફાર આપણે અનુભવીએ છીએ એટલા તાત્ત્વિક ફેરફાર વૈશ્વિકમૂલ્યોમાં નથી થતો. હા, એવું બને ખરું કે અંધાધૂંધી, તોફાન, બળવો, યુદ્ધ, ક્રાન્તિ સમયે આપણને વૈશ્વિક - મુલ્યોનો પણ હાસ થતો લાગે. પણ તે આદર્શ કેળવણીને ઉપનિષદ
IIM ૨૩ ]
Page #14
--------------------------------------------------------------------------
________________
હંગામી હોય છે. સૂર્યની આસપાસ વાદળાં આવી જાય અને પછી હટી જાય તેવી એ સ્થિતિ છે.
આ ત્રણે મૂલ્યો વચ્ચે દીવાલ નથી ચણી દેવાની. એક યા બીજી રીતે ત્રણે મૂલ્યો પરસ્પર સંકળાયેલાં છે. Water tight compartment ઊભાં કરવાની જરૂર નથી. એવા વિભાગો ઊભા કરી પણ ન શકાય. વ્યક્તિગત અને સામાજિક મૂલ્યો વિશેષતઃ પ્રેયાભિમુખ છે, તે પ્રેયને તાકે છે. જ્યારે વૈશ્વિક-મૂલ્યો શ્રેયાભિમુખ છે. તે શ્રેયને તાકે છે. ‘કઠોપનિષદ’નું ‘નચિકેતા'નું ઉદાહરણ શ્રેયાભિમુખ છે. શ્રેયાર્થીનું ઉત્તમ ઉદાહરણ નચિકેતા છે. તેને વૈશ્વિક-મૂલ્ય (Univarsal values) કહે છે. વૈશ્વિક-મૂલ્યના ઘડતરમાં તત્ત્વજ્ઞાનનો મોટો ફાળો છે. તત્ત્વજ્ઞાન તેનું એક પરિબળ ગણાય. વ્યક્તિગત મૂલ્યના ઘડતરમાં માનસશાસ્ત્ર મુખ્ય પરિબળ છે. અપેક્ષાકૃત મોટા વ્યાપવાળા અને તેથી વધુ ચિરસ્થાયી વૈશ્વિક-મૂલ્યોની ભેટ જગતને ભારતે આપી છે. પશ્ચિમમાં એનો ગણનીય વિચાર કરવામાં આવ્યો નથી. જ્યારે ભારતમાં તો આ મૂલ્યો ‘વસુધૈવ કુટુંબકમ્' કેન્દ્રમાં છે, અને એ મૂલ્યો પરસ્પર વિરોધી ન બનતાં પૂરક બને છે. સાપેક્ષતાના સંઘર્ષને બદલે સાપેક્ષતાની સંવાદિતા સર્જે છે. વિશ્વ માટે ભારતની આ મોટી દેણગી છે. આમાં સમન્વયની ભાવના છે. આમે પશ્ચિમની સંસ્કૃતિ ભોગની છે, ભારતની ત્યાગની છે. પશ્ચિમની પારસમણિ-સંસ્કૃતિ છે. ભારતની દીપ-સંસ્કૃતિ છે. પશ્ચિમની પબસંસ્કૃતિ છે. ભારતની પરબ-સંસ્કૃતિ છે.
પરિઘના સંદર્ભમાં મૂલ્યો જોઈએ તો -
વ્યક્તિગત મૂલ્ય - પરિઘ તદ્દન નાનો - ટૂંકો - તામસિક સામાજિક મૂલ્ય - પરિઘ થોડો વધુ મોટો - રાજસિક વૈશ્વિક મૂલ્ય - વિશાળ પરિઘ - સાત્ત્વિક
વ્યક્તિ જ્યારે સ્વકેન્દ્રી બની પોતાનાં જ હિતોનો વિચાર કરે, ત્યારે તે મૂલ્ય તામસિક બને છે. વ્યક્તિ પોતાની જાતને સમાજ કરતાં ગૌણ માને અને સમાજના કલ્યાણમાં પોતાનું કલ્યાણ માને ત્યારે તે રાજસિકમૂલ્ય ગણાય. જ્યારે વિશ્વ એક કુટુંબ છે, એ ભાવનાની અનુભૂતિ થાય. આંતરરાષ્ટ્રીય સૂઝ-સમજ ઊભી થાય ત્યારે એ સાત્ત્વિક-મૂલ્ય બને. આદર્શ કેળવણીનું ઉપનિષદ
૨૪
આ ત્રણેમાં ચિરંતન-સ્થિર સાત્ત્વિક - મૂલ્ય છે. એથી ઊતરતું રાજસિક અને સૌથી ઊતરતી કક્ષાનું વ્યક્તિગત - મૂલ્ય છે.
મૂલ્ય ભલે સામાજિક હોય કે વૈશ્વિક નીકળે તો છે મનુષ્યના મુખમાંથી ને ? તો પછી ન્યાયના હિસાબે તારવેલાં મૂલ્યનું શું ? પણ જ્યારે ચિંતકની અનુભવવાણી નીકળે છે, ત્યારે એ ચિંતકની વ્યક્તિગત વાણી નહિ રહેતાં સમાજવાણી કે વિશ્વવાણી બની જાય છે. માધ્યમ ભલે વ્યક્તિ હોય, તેથી તો આવા ચિંતકોને આર્ષદ્રષ્ટા કહ્યા છે. ઘણી વાર એવું બને છે કે આવા ચિંતકના મુખમાધ્યમથી નીકળેલી વાણીનો કાળપરિઘ એવડો મોટો હોય કે તત્કાલીન સમાજને એ પરિઘ - વિશ્વપરિઘ ટૂંકો પડે, પરિણામે સંઘર્ષ જન્મે. એના કારણે જ તે સમયની પ્રજા ઓલિયાઓ, મહાત્માઓ, મહાપુરુષો, સંતો, ચિંતકોને સમજી શકતી નથી, તેમની ક્રાન્તર્દષ્ટિ પામી શકાતી નથી; પરિણામે જ ઈસુને વધસ્તંભે ચડાવ્યા, સોક્રેટિસને ઝેર આપ્યું, ગાંધીને ગોળીએ માર્યા અને દયાનંદ સરસ્વતીને ઝેર આપ્યું !
મૂલ્યો બદલાતાં રહેવાં જોઈએ - ફરતાં રહેવાં જોઈએ એનો અર્થ એમ તો ન જ થાય કે જૂનાં મૂલ્યો ફેંકી દઈએ. કાકાસાહેબ સરસ કહે છે : “જૂનાં મૂલ્યોને ઉખેડી ન દેવાય, તેનું ખાતર બનાવાય, એ ખાતર જ નવાં મૂલ્યોને પોષણ આપે” દિક્કાલ મુજબ નવાં મૂલ્યો જૂનાં બને, ફરી તેનું ખાતરમાં રૂપાંતર થાય અને નવાં મૂલ્યોને જન્મ આપે. આ રીતે મૂલ્યોની પણ એક શૃંખલા - સાઇકલ રચાય, જેને મૂલ્યચક્ર કહેવાય. તે ચાલતું જ રહે. મૂલ્યો જેટલાં પરિવર્તનશીલ, ગતિશીલ એટલો સમાજ પણ પરિવર્તનશીલ, ગતિશીલ, સ્વચ્છ અને ઉત્તમ ગણી શકાય.
(ચાલીસ વર્ષથી શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા મોતીભાઈ શિક્ષણ-ક્ષેત્રના કેટલાક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય રહી ચૂક્યા છે. શૈક્ષણિક વિષયમાં તેમનાં દસ પુસ્તકો પ્રગટ થયાં છે ‘સમણુ” નામે ત્રિમાસિકના ૪૦ વર્ષથી તંત્રી તરીકે સેવા આપે છે. દેશ-વિદેશના સેમીનાર્સમાં ભાગ લે છે.)
આદર્શ કેળવણીનું ઉપનિષદ
૨૫
Page #15
--------------------------------------------------------------------------
________________
માનવ સંસ્કૃતિનું આધાર બળ સંતુલિત | જીવનદર્શન વિકસાવનારી કેળવણી
ન ડો. દાઉદભાઈ ઘાંચી } માનવજીવન - તક અને પડકાર : કુદરતે માનવીને હેતુપૂર્વક સર્યો છે. તેણે સૃષ્ટિના સર્જનહારના ઉમદા ઉદ્દેશોને સાકાર કરવા નિરંતર પ્રયત્નશીલ રહેવાનો એક અદષ્ટ કરાર પોતાના સર્જનહાર સાથે જાણે કે કર્યો છે. આમ એનું જીવન ખુદ એક ઈશ્વરી સંકેતો માટેનું પવિત્ર મિશન છે. એણે એ માટે મન, હૃદય અને આત્માને સંવેદનશીલ બનાવવાનાં છે. આવી સંવેદનશીલતા પ્રાપ્ત કરવા માટે જ તો માનવીએ પોતાની બાળપેઢીઓ અને યુવાપેઢીઓ માટે કેળવણી પ્રાપ્ત કરવા માટે કોઈક ચોક્કસ શિક્ષણ વ્યવસ્થાઓ ઊભી કરી છે. જેમ કે - “ભારતદેશમાં આપણે પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માટેની પંચસ્તરીય શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી છે.” માનવીએ એની શિક્ષણવ્યવસ્થા પાસેથી એવી અપેક્ષા રાખી છે કે એની આગામી પેઢીઓ સાચી કેળવણી પામે; જેના દ્વારા એ પોતાના જીવનનું સંતુલિત દર્શન વિકસાવે, અને એ દર્શનના પરિપ્રેક્ષ્યમાં એનું બહુઆયામીજીવન સફળતાથી જીવી શકે, અને માનવી તરીકે ધન્યતા અનુભવે. માનવજીવન તો એક તક છે, અવસર છે, ઇજ્જત છે, જેનો યોગ્ય રીતે ઉપયોગ કરીને જાતે સુખી થાય, સમાજને સુખી કરે અને સમગ્ર વિશ્વ માટે એ એક આશીવાઁદ પૂરવાર થાય.
કવયિત્રી મીરાંએ જેવા ધન્યતાપૂર્વકના જીવનની પ્રશંસા કરી હતી એવા જીવનની અપેક્ષા કરવા માનવીએ હરહંમેશાં જાગૃત રહેવાનું છે, પરિશ્રમ કરતા રહેવાનું છે. સાંભળો મીરાંને :
ક્યા જાનું ? કછુ પુણ્ય પ્રગટે, મિલે માનુષ અવતાર, ભલો એ માનુષ અવતાર, ભલો મિલો યે માનુષ અવતાર.”
આ રીતે ધન્ય અવતારવાળા માનવીઓનો સમાજ બને તો સાક્ષાત્ સ્વર્ગ ખડું થાય જ ને ! સમાજનાં સૌ, નાનાં-મોટાં, ગરીબ-તવંગર, સ્ત્રી-પુરુષ, સુમેળથી, સહકારપૂર્વક અને ભાતૃભાવથી રહેતાં હોય એ સમાજ પણ કેવો સુખી, આબાદ અને દિલથી સમૃદ્ધ હોય એની તો | ૨૬ /
આદર્શ કેળવણીને ઉપનિષદ |
કલ્પના જ કરવી રહી. એ એવો સમાજ હશે જેનો પ્રત્યેક સભ્ય સાચા અર્થમાં “માનવ” હોય - સંવેદનશીલ માનવ, ઉદાર માનવ, અનુકંપીભર્યો માનવ, સ્વાર્પણ કરતો માનવ, અરે કહો કે ખુદ દેવ જેવો માણસ એવા સુખી, સંપ, સંતોષી અને સદ્ભાવ ધરાવતા સમાજનો દરેક માનવ - સભ્ય કેવો હોય તે સંત - કવિ સુન્દરમૂની આ બે પંક્તિઓ સચોટ રીતે કહે છે -
પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી
હું માનવી ‘માનવ” થાઉં તો ઘણું !” માનવજીવન એક તક છે, એને આબાદી, સુખ અને શાંત સમાજના નિર્માણમાં ફેરવવા ખુદ કુદરતે એને કેટકેટલાં સાધનો આપ્યાં છે ? એ ગુજરાતીના મનીષી કવિ ઉમાશંકરની નીચેની પંક્તિઓ ખૂબીપૂર્વક કહે છે :
ત્રણ વાનાં મુજને મળ્યાં, હૈયું મસ્તક ને હાથ, જા ચોથું નથી માંગવું,
બહુ દઈ દીધું, નાથ !” અને આ સાધનો જ એક પડકાર છે ને ? એ સાધનો સાબદાં, સજ્જ અને ધારદાર રાખવાં પડે, એમનો વિવેકપૂર્વક, અસરકારક રીતે ઉપયોગ કરીને ધાર્યું પરિણામ લાવવું પડે, અને એમ કરીને ખુદને, પોતાના સમાજને અને વિશ્વનાં માનવ કુળોને લાભાન્વિત કરવાં પડે. એ કસોટીમાંથી પસાર થવા તો માનવ ઠેર-ઠેર શિક્ષણ વ્યવસ્થાઓ ઊભી કરેલ છે.
જ્યાં શિક્ષણ વ્યવસ્થા અપૂરતી હોય, ચીલા-ચાલુ હોય, ખામી ભરી હોય, એના શિક્ષકો અને વિદ્યાર્થીઓ હોંશિલા, કર્મઠ અને સાહસિક ન હોય, ત્યાંનો માનવી અધૂરો જ હોય, ત્યાંનો સમાજ અસ્તવ્યસ્ત હોય અને સમગ્ર તંત્ર તકલાદી હોય.
આપણા દેશની શિક્ષણ વ્યવસ્થાને ઉપર જણાવેલા માપદંડોના પરિપ્રેક્ષ્યમાં જોવા જેવી છે. શું એ વ્યવસ્થા સંગીન છે ? શું એ પૂરતી વ્યાપક અને સુસજ્જ છે ? શું એના વ્યવસ્થાપકો શિક્ષણને કેળવણીમાં રૂપાંતરિત કરવાનું શૈક્ષણિક દર્શન ધરાવે છે ? શું એ વ્યવસ્થાનાં તમામ માનવઘટકો પૂરતા અભિપ્રેરિત, જોખમ ઉઠાવી નવીકરણો હાથ ધરવા પૂરતા સ્વાયત્ત છે ? શું એ વ્યવસ્થા પાસે સધ્ધર, આધુનિક આધારમાળખું છે ? શું એ વ્યવસ્થાને દેશ અને દુનિયામાં ઊંચું સ્થાન અપાય છે. આદર્શ કેળવણીનું ઉપનિષદ છે
Page #16
--------------------------------------------------------------------------
________________
પગલાં લેવા આગ્રહ સેવ્યો છે. એમણે કહ્યું છે કે - દેશના શિક્ષણને વિશ્વકક્ષાની ગુણવત્તા બક્ષવા બધું જ કરી છૂટવાની જરૂર છે, પરંતુ એ વાત દુઃખ સાથે કહેવી જોઈએ કે આ ક્ષેત્રની ધરાર અવગણના કરવાનું હજી ચાલુ છે. કેળવણીમાં ખૂટતી ગુણવત્તા વિશે તો સ્વ. કવિ સુરેશ દલાલે વર્ષો પહેલા આ ફરિયાદ કરી હતી જે હજી પણ સંભાળેલી રહેવા પામી છે.
ભારતની શિક્ષણ વ્યવસ્થા : ભારતદેશ વર્ષ ૧૯૪૭માં રાજકીય રીતે સ્વતંત્ર થયો. વર્ષ ૧૯૫૦માં એનું નવું બંધારણ અમલમાં આવ્યું, એ બંધારણે દેશના લોકોને સ્વતંત્રતા, સમાનતા અને મુક્ત ન્યાયની ખાતરી આપી. ત્યારથી દેશે વિકાસની યાત્રાની શરૂઆત કરી, દેશનો પ્રત્યેક નાગરિક સુખી, સંપન્ન અને આબાદ બને એ માટેની એ યાત્રા હતી, છે અને રહેવી જોઈએ છે. માટે જ દેશે શિક્ષણ વ્યવસ્થાનો ઉત્તરોત્તર વ્યાપ વધાર્યો કર્યો છે. વર્ષ ૨૦૧૫માં શિક્ષણનો સંતાધાત્મક વિકાસ કેવો ગંજાવર હતો એ નીચેના આંકડા સૂચવે છે : અ. . | પ્રાથમિક કક્ષા |માધ્યમિક/ઉચ્ચતર ઉચ્ચકક્ષા
માધ્યમિક કક્ષા ૧ સંસ્થાઓ | ૧૦ લાખ શાળાઓ ૫૫૦૦૦ શાળાઓ ૭૮૦ યુનિવર્સિટીઓ
૩૮000 કૉલેજો ૨ વિદ્યાર્થીઓ ૨૨ કરોડ ૧૦ કરોડ | ૧.૨૦ કરોડ ૩ શિક્ષકો | ૫૩ લાખ ૧૪ લાખ ૯ લાખ
સંખ્યાની દૃષ્ટિએ ભારતનું શિક્ષણક્ષેત્ર અમેરિકા અને ચીન કરતાં પણ મોટું થઈ ગયેલ છે. જો કે, હજી સંખ્યાની દૃષ્ટિએ એ પૂરતું નથી; વળી દેશના બધાય પ્રદેશોમાં એ એકસરખું નથી, ઉપરાંત છોકરાઓ કરતાં છોકરીઓનું પ્રમાણ બધી કક્ષાએ ઓછું છે. અને સમાજના વંચિત વર્ગો જેવા કે ગરીબો, આદિવાસીઓ, ગ્રામપ્રદેશના લોકો, રઝળપાટ કરતા લોકો, ઝૂંપડપટ્ટીઓના રહેવાસીઓ વગેરે ની સંખ્યા એમની વસ્તીના પ્રમાણમાં ઘણી ઓછી નોંધાવા પામી છે. એટલે જ તો ડૉ. સામ પિત્રોડાના અધ્યક્ષપદે ૨૦૦૫માં નિમાયેલા “જ્ઞાનપંચે તાકીદે પ્રવેશની ઉપર જણાવેલી અસમાનતા દૂર કરવા ભલામણ કરેલી. એ ભલામણના આધારે તો R.T.C. વય ૬ થી ૧૪ વર્ષનાં તમામ બાળકો માટે મફત, પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરવો એ મૂળભૂત અધિકાર જાહેર કરવામાં આવ્યો છે, અને એ જ જોગવાઈ અનુસાર ખાનગી, પ્રાથમિક શાળાઓ ગરીબવર્ગનાં બાળકો માટે ૨૫ % સ્થાન અનામત સ્થાપવામાં આવ્યાં છે.
શિક્ષણની ગુણવત્તા : ડૉ. પિત્રોડા પંચ અને ડૉ. યશપાલ સમિતિ (૨૦૦૯) એ શિક્ષણમાં સંખ્યા વધારવાની અનિવાર્યતા સાથે શિક્ષણમાં ગુણવત્તા (Quality) અને ઉત્તમતા (Excellence) તાકીદે વધારવા [ ૨૮ /
MLA આદર્શ કેળવણીનું ઉપનિષદ]
વેદના ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ? સરસ્વતીનાં આટલાં બધા કાદવથી ખરડાએલાં ચરણ કેમ ?' લોકોમાં આટલી હદે થીજી ગએલાં ચરણ કેમ ? કોઈ તો કહો કે બળબળતું આ રણ કેમ ? ભારતની વિદ્યાસંસ્થાઓમાં કેળવણીની સ્થાપના કુળદેવી તરીકે ક્યારે થશે ? કવિના આ તાતા પ્રશ્નનો જવાબ ક્યારે મળવો ! કશું નક્કી નથી. જવાબ કેવો મળશે એ પણ નક્કી નથી. વર્ષ ૨૦૧૫માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (N.G.PL. 2015) નક્કી કરવા માટે એક સમિતિ નીમવામાં આવી છે. એને ૧૩ પ્રશ્નો શાળાકક્ષા માટે અને ૨૦ પ્રશ્નો ઉચ્ચશિક્ષણકક્ષા માટે તપાસણી માટે સોંપવામાં આવ્યા છે. એના જવાબો હજારોની સંખ્યામાં બોલીને અને લખીને આપ્યા હોવાના હેવાલ પણ છે; પરંતુ એ વલોણામાંથી ક્યારે, કેવું અને કેટલું નવનીત તારવવામાં આવશે તે વિશે કશી માહિતી જાહેર થઈ નથી. મશહૂર ફિસૂફ શાયર ગાલિબ'ના શબ્દોમાં, આ સંબંધી આવી અનિશ્ચિતા પ્રવર્તે છે -
ગાલિબ' તુમ હી કહો,
મિલેગા જવાબ ક્યા ? માના કિ તુમ કહા કિયા
ઔર વો સુના કિયે ! આ હાલો-હવાલ છે. દરમિયાનમાં પ્રત્યેક વિદ્યાર્થીને એનું સંતુલિત જીવનદર્શન વિકસાવવામાં ઉપયોગી નીવડે એવી કેળવણી આપતી આદર્શ કેળવણીનું ઉપનિષદ |
છે ૨૯ ]
Page #17
--------------------------------------------------------------------------
________________
સંસ્થાઓ આંગળીના વેઢે ગણાય એટલી જ છે. જેવી કે આઈ. આઈ. ટી., આઈ. આઈ. એમ., કેટલીક કેન્દ્રીય શાળાઓ અને કૉલેજો, કેટલીક ખાનગી યુનિવર્સિટીઓ જેવી કે નિરમા યુનિવર્સિટી, અઝીમ પ્રેમજી યુનિવર્સિટી, જિંદાલ યુનિવર્સિટી વગેરે. બાકી તો કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ખુદે સ્થાપેલી યુનિવર્સિટી શાંતિનિકેતન પણ આજે તો ખાડે ગયેલી છે. ખુદા બચાવે આપણા શિક્ષણને આ ઝળુંબતા વિનિપાતથી.
જુઓ, ‘મંથન' જેવી સંશોધન સંસ્થાએ દેશની હજારો પ્રાથમિક શાળાનું સર્વેક્ષણ કરીને હેવાલ આપ્યો છે કે - “પ્રાથમિક ૮ ધોરણના વિદ્યાર્થી પાસે ધો - ૪ કક્ષા જેટલું જ જ્ઞાન હોય છે અને ધો - ૪ વાળો તો ધો - ૧ના વિદ્યાર્થી સમોવડિયો જ રહેતો હોય છે.
Assocham જેવી સંસ્થાએ ઉચ્ચશિક્ષણનું બોદાપણું ખુલ્લું કરતાં કહ્યું છે ઇજનેરી જેવી વ્યાવસાયિક વિદ્યાશાખાના સ્નાતકો પૈકી ફક્ત ૧૦ % જ ઉદ્યોગો માટે પસંદગી પામતા હોય છે, અને અન્ય વિદ્યાશાખાના સ્નાતકોને બેરોજગારીનો જ સામનો કરવો પડતો હોય છે.
ભારતના શિક્ષણક્ષેત્રની નીપજ એવા એના વિદ્યાર્થીઓ ચારિત્ર્યના ગુણોમાં, સાહસિકતાનાં કૌશલ્યોમાં નાગરિક તરીકેની કર્તવ્યભાવનામાં, ભાષાઓની અભિવ્યક્તિમાં, ટીમ વર્કમાં, નેતૃત્વના ગુણોમાં, સંગઠન સાધવાની આવડતોમાં, અનેક જીવન-કૌશલ્યો (Life skilgs)માં, અરે એક ખુમારીવાળા, સ્વમાની, જવાબદાર, જોખમ ખેડવાવાળા, નૈતિક હિંમતવાળા આધુનિક વિશ્વનાગરિક (Global citizen) તરીકે ક્યાંય છાપ પાડતા જોવા મળતા નથી.
યાદ રહે કે - કેળવણી એટલે ફક્ત ડિગ્રી નહિ, અક્ષરજ્ઞાન નહિ, ગાણિતિક ફોર્મ્યુલાનો મુખપાઠ નહિ, ગોખણપટ્ટી કે નાજાયઝ માર્ગે મેળવેલા ગુણ (Marks) નહિ, પણ સંગીન જીવનદર્શનના ગુણ (Quality) ખરું જોઈએ, તો દેશની શિક્ષણ વ્યવસ્થા કેળવણીશૂન્ય એવો નિરર્થક વ્યાયામ કરાવતી પાંગળી યંત્રણા જ છે. એમાંથી પેલા લેટિવ અમેરિકન કવિ અપેક્ષા રાખે છે એવા મઈ માણસો કેવી રીતે બહાર પડી શકે. સાંભળો એ કવિએ ઈશ્વરને કરેલી આ પ્રાર્થના - ૩૦
A આદર્શ કેળવણીનું ઉપનિષદ 1
હે ઈશ્વર ! આવા કાળમાં તમે એવા માણસો આપો જેમનાં મન મજબૂત, હદય ઉદાર, સાચી શ્રદ્ધાથી ધબકતાં, અને કામ કરવા માટે જેમના હાથ તૈયાર હોય, સત્તાની વાસના જેમને હણી ન શકે, સત્તાનો ભ્રષ્ટાચાર જેમને ખરીદી ન શકે; એવા માણસો જેમની પાસે અભિપ્રાયો, સિદ્ધાંતો અને સંકલ્પ હોય; એવા માણસો જેમને ગૌરવ હોય, ગરિમા હોય અને હાડોહાડ જુઠ્ઠા ન હોય
- કવિ જોશુ આ હોલેન્ડ. આજે, ભારતની શિક્ષણ વ્યવસ્થાનું અનિયંત્રિત ખાનગીકરણ, વ્યાપારીકરણ અરે ગુનાહીકરણ થઈ રહ્યું છે. સરદારી અને સરકાર સહાયિત સંસ્થાઓનું પ્રમાદીકરણ અને બેફિકરાઈકરણ થઈ રહ્યું છે. આવી સંસ્થાઓ અને એમના સંચાલકો અને શિક્ષકો દ્વારા સાચી કેળવણી જાકારો પામી છે. હળાહળ ઉપભોક્તાવાદ રચાયેલી આવી અલોભથી ચાલતી સંસ્થા અને એના શિક્ષકોને જોઈને “અખો' યાદ આવે તો નવાઈ નહિ.
“ગુરુ કર્યા મેં ગોકુળનાથ,
ઘરડો બળદ, ને ઘાણી નાથ; ધન હરે, ધોખો ન હરે,
એ ગુરુ કલ્યાણ શું કરે ?' આ છે ભારતદેશના શિક્ષણ જગતની બૌદ્ધિક અને નૈતિક નાદારી. દેશની મોટી મૂડી એ એની માનવ સંપત્તિ (Human resource) છે. આજે દેશમાં ૬૦ કરોડ જેટલો યુવાવર્ગ છે, જેને સાચું જીવનદર્શન રચવા માટેની કેળવણી ઉપલબ્ધ કરાય, તો આ દેશ “સોનેકી ચિડિયાં'માં રૂપાંતરિત થઈ જાય એ શંકાથી પર ભાવિ અભયવચન થઈ શકે છે. આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
A ૩૧ |
Page #18
--------------------------------------------------------------------------
________________
આપણું શિક્ષણતંત્ર એ બાબતમાં ધરાર નિષ્ફળ નીવડ્યું છે. અખૂટ માનવશકિત અને સંભાવનાઓ ધરાવતો આપણે યુવાવર્ગ તો સાહસ ખેડવા ક્યારનોય તૈયાર છે. વર્ષો પહેલાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ દોરેલ યુવામાનસનું આ ચિત્ર આજે પણ મોજૂદ છે, જરૂર છે એને તક આપવાની, પડકાર ધરવાની -
ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણ દીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ; આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે, વિશ્વભરના યુવાનોની આંખ અડે; પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે,
ગરુડશી પાંખ આતમ વિષે ઊઘડી.” ભારતનું યુવાધન વિશેષ મૂડી. (Demograhe dividend) ગણાય છે. એ ધનને જીવનનું સાચું દર્શન (Philosophy of life) સાચી કેળવણી દ્વારા શિક્ષણની વ્યવસ્થાએ કરાવવાનું બાકી છે, આનો અને અત્યારે જ એ માટેની શિક્ષણની નીતિ ઘડવાનો તકાજો છે. એ કેવી રીતે કરવું જોઈએ એ જોઈ લઈએ.
કેળવણીનું લક્ષ્યાંક : કેળવણી એ માત્ર સાક્ષરતાનો, લખવા, વાંચવા, બોલવાનાં કૌશલ્ય વિકસાવવાનો કે સર્ટિફિ કેટ અને ડિગ્રી આપવાનો ઉદ્યમ નથી. કેળવણી દ્વારા માનવીની નીચેની શક્તિઓનો પૂરબહારમાં વિકાસ કરવાનો છે :
(૧) બૌદ્ધિક શક્તિઓ (Coenitive Intelligence) (૨) સંવેદનાઓની શક્તિ (Emotional Intelligence). (૩) સામાજિકતાની શક્તિ (Social Intelligence). (૪) ભાષાકીય અભિવ્યક્તિની શક્તિ (Lingeivtic Intelligence) (૫) ગાણિતિકશકિત (Mathematical Intelligence). (૬) સુરુચિ, કલા અને નીતિવિષયક શક્તિ (Agsthetic Intelligence) (૭) યંત્રમૂલક શક્તિ (Micanical Intelligence)
આ તમામ શક્તિઓ પ્રત્યેક માનવીના ચિત્તમાં ધરબાયેલી પડી હોય છે. એમને સુચારુ રીતે ખીલવવાની કેળવણી વ્યાપક સ્વરૂપની હોવી જોઈએ. [ ૩૨ છે
આદર્શ કેળવણીનું ઉપનિષદ |
એનાં મુખ્ય ઘટકો નીચે જેવાં હોઈ શકે, જે દરેક શિક્ષણ સંસ્થાનાં શૈક્ષણિક આયોજનો અને અમલમાં ધ્યાનમાં રાખવી જોઈએ. એ માટે તલસ્પર્શી આયોજનો કરવાં પડે, એમનો સક્ષમ રીતે અમલ કરવો જોઈએ, એમાં સૌને જોતરવાં જોઈએ, એકાળમરીનું સંચાલન (Monttoring) મૂલ્યાંકન (Evaluation) અને સતત ઊર્ધીકરણ (Upgrasation) કરતા રહેવું જોઈએ. એ માટે દરેક સંસ્થામાં એક સંશોધન વિભાગ (Researat cell) રચવો જોઈએ. આમ કરીએ તો જ કેળવણી - સાચી કેળવણી સંસ્થામાં વરસવા લાગે ! પરિણામે દરેક વિદ્યાર્થી પોતાનું પંચ પરિમાણીય જીવનદર્શન વિકસાવશે, જેની માવજત પોતે જ કરશે અને એના એ સ્વશિક્ષણ, સ્વાયત્ત વિકાસને શિક્ષકની નિરંતર હૂંફ મળતી હશે. (૧) જીવનદર્શન : પરિમાણ - ૧ : આવું દર્શન, આત્મ ઓળખ, ખુદની
ખુમારી, ખુદની જવાબદારી, ખુદની પ્રીતિ, સ્વનું વ્યવસ્થાપન. જીવનદર્શન : પરિમાણ - ૨ : કુટુંબ અને સમસ્ત પરિવારની ઓળખ, એમની વચ્ચે પ્રેમપૂર્ણ સમાયોજન, સ્વાર્થપણાની ભાવના, કુટુંબમૂલ્યોની માવજત, ભર્યું ભાદયું કુટુંબજીવન અને કૌટુંબિક ગરિમાની સ્થાપના. જીવનદર્શન : પરિમાણ - ૩ : સમાજ સાથેનું સંકલન, સહકારી સમાજરચના, સામાજિક વિકાસ, નવીકરણ, સુધારણા અને આધુનિકીકરણના પ્રોજેક્ટોનું આયોજન એ માટે સામાજિક નેતૃત્વની
સ્વીકૃતિ. (૪) જીવનદર્શન : પરિમાણ - ૪ : કાર્ય જગત સાથે સંકલન, ધંધા,
રોજગાર, ઉદ્યોગ, વહીવટ, વિજ્ઞાન અને ટેકનોલૉજીનો વિનિયોગ, ઉદ્યોગ સાહસિકતા અને આર્થિક ઉન્નતિના નીતિનિયમો(Business Ethics)નું સમર્થન એમ કરીને સમાવેશ આર્થિક વિકાસ અને સાર્વજનહિતાય, સર્વજનસુખાય વ્યવસાયી સમાજ રચવા માટે પોતાની
જાતનું સમર્પણ (Deucation to mission of human welfare) (૫) જીવનદર્શન : પરિમાણ - ૫ : વૈશ્વિક માનવસમાજ (Family of
man) જે શાંતિ, અહિંસા, પ્રેમ, સદુભાવ, સમાનતા, સમાદર, ન્યાય, સ્વતંત્રતા, સહભાગિતા(sharing)ના સિદ્ધાંતો ઉપર રચાએલો હોય એને ચરિતાર્થ કરવાની શ્રદ્ધા, હોંશ, પ્રતિબદ્ધતા, આદર્શ કેળવણીને ઉપનિષદ
(
૩)
WWWA 33 |
Page #19
--------------------------------------------------------------------------
________________
આત્મભોગ માટેની તૈયારી અને નેતૃત્વ લેવાની જવાબદારી સ્વીકારી
એના માટે ઘસાઈ જવાની નૈતિક હિંમત અને શક્તિઓનો વિકાસ. ટૂંકમાં, એ યાદ રહે કે, સંતુલિત જીવનદર્શન જગતને અને જીવનને એક અખિલ, અખંડ અને અવિભાજ્ય ઓળખ. (Identity) આપવાનું સાધન છે. પ્રત્યેક માનવી એ દર્શન વિકસાવતો રહે, અને અમલમાં મૂકવા સંકલ્પબદ્ધ બને એવી કેળવણી મળે એ માટે ભારતદેશે તૈયાર થવાનું છે.
સમાપન : આપણી શિક્ષણ વ્યવસ્થાએ આત્મરૂપાંતર કરવાની જરૂર ઊભી થઈ છે. દેશ અને દુનિયા પોતાની કરવટ નિત્ય બદલી રહ્યાં છે. હવે એવો યુગ (Knowledae age) આવી ચૂક્યો છે, જે માંગી લે છે ઉત્તમ (Excellent) પ્રકારનું માનવબળ એ બળ ઘડવાની જવાબદારી મુખ્યત્વે શિક્ષણ વ્યવસ્થા પર છે. એણે પ્રત્યેક વિદ્યાર્થીમાં સંતુલિત જીવનદર્શન વિકસાવવાનું મહાકાર્ય નિભાવવાનું છે, એના વિદ્યાર્થીઓ સાચી કેળવણી પામી સ્વાયત્ત બને, સર્જનશીલ બને, સંવેદનશીલ નાગરિક બને, જવાબદાર અને સ્વયંસંચાલિત આત્મ-ઘડવૈયા બને, એવી ખેવના ગુજરાતના જ્ઞાનપીઠ ઍવોર્ડ વિજેતા શ્રી રાજેન્દ્ર શાહે આ કાવ્ય દ્વારા કેવી સચોટ રીતે વ્યક્ત કરી છે ! વાંચો અને રટણ કરો એનું -
જીવનના હકારની કવિતા આપણા ઘડવૈયા બાંધવ આપણે આપણે આવળ, બાવળ, બોરડી,
કેસર ઘોળયા જી ! ઝાઝેરો મૂક્યો છે આંબાં સાખથી
વેડે તેને હાથ આવે જી ! આપણા ઘડવૈયા બાંધવ આપણે. પંડની પેઢીમાં પારસ છે પડ્યો
ફૂટલાં ફૂટે છે કરમ જી ! વાવરી જાણે તે બડભાગિયો,
ઝળહળ એનાં રે જીવન જી ! આપણાં ઘડવૈયા આપણે.” [ ૩૪ V//////
/// આદર્શ કેળવણીને ઉપનિષદ |
આપણો દેશ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. એની સામે દેશનું માનવધન એની મોટી રક્ષણ દીવાલ છે. એ ધન આપણી અમાનત છે. એમાં અખૂટ પારસ પડેલું છે. જરૂર છે એને બહાર આણી, યોગ્ય ઘાટ આપી, આશાભરી જીવનદૃષ્ટિ બક્ષી, પ્રામાણિક નેતૃત્વ અને પ્રોત્સાહન પૂરું પાડી, દેશનું નવનિર્માણ કરવા લલકારવાની છે.
દેશનું સહનશીલ છે કે એ એક વિકાસશીલ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. એની પાસે ભવ્ય ઇતિહાસનો અમૂલ્ય સાંસ્કૃતિક વારસો રહેલો છે, એના માનવબળ પર દુનિયાને એટલો બધો ભરોસો છે કે આજે બેથી અઢી કરોડ જેટલા ભારતવાસીઓ વિશ્વના ૧૦૦ જેટલા દેશોમાં શાંતિપૂર્વક વસી રહ્યા છે અને જે-તે દેશના વિકાસમાં અમૂલ્ય ફાળો આપી રહ્યા છે. ભારતવાસી માનવબળમાં જગતને એટલો અતૂટ ઇતબાર છે કે દરવર્ષે બેથી ત્રણ લાખ જેટલાં હોનહાર યુવા વિદ્યાર્થીઓ - વિદ્યાર્થિનીઓને પરદેશની શિક્ષણ સંસ્થાઓ વધુ અભ્યાસ અને સંશોધન માટે નોતરે છે. એ પૈકીના કેટલાયને એ દેશો એમના સમાજમાં જ સમાવી લે છે.
આપણે આગામી વર્ષોમાં આપણી શિક્ષણ સંસ્થાઓમાં જ સાચી કેળવણીનો પ્રબંધ કરીને દુનિયાની કુશળ માનવબળની જરૂરિયાતોને પહોંચી વળવા શકિતમાન બનીશું એ તો ખરું, પણ સવિશેષ ખુદ આપણા દેશનો ઝડપી, વ્યાપક અને સમાવેશક વિકાસ કરવા માટે પણ અનેક રીતે સહાયક નીવડીશું.
આવા આશાસ્પદ ભાવિની ચાવી રહેલી છે કેળવણીમાં, ફકત કેળવણીમાં ચાલો, એના પ્રસ્થાપનના પવિત્ર કાર્યમાં આપણે સૌ જોડાઈએ, હોંશપૂર્વક જોડાઈએ, શ્રદ્ધા સાથે જોડાઈએ.
જય હિંદ !
(ડૉ. દાઉદભાઈ સુપ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી છે - તેમના દેશવિદેશમાં શિક્ષણ અને તત્ત્વજ્ઞાન વિષયક વ્યાખ્યાનો યોજાય છે. તેઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી - પાટણના પૂર્વઉપકુલપતિ છે.)
આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
Page #20
--------------------------------------------------------------------------
________________
प्रथमो धर्म: MI AR
નૈતિક શિક્ષણ : આજની અનિવાર્ય આવશ્યકતા
ન ડો. બળવંત જાની ) એક યુવાને આપઘાત કર્યાના સમાચાર વર્તમાનપત્રમાં છપાયા હતા. સમાચારને શીર્ષક અપાયું હતું. - “લાગણીના આવેશમાં આવીને આશાસ્પદ યુવાને જીવાદોરી ટૂંકાવી.' સમગ્ર સમાચાર વાંચતાં ખ્યાલ આવ્યો કે - “ઉચ્ચ માધ્યમિકના ૧૨મા ધોરણની પરીક્ષા આપતા એક વિદ્યાર્થીએ આખી ઉત્તરવહી લખી લીધેલી. છેલ્લે બાજુના વિદ્યાર્થીએ ખાલી જગ્યા પૂરવાના પ્રશ્નના ઉત્તરની ચિઠ્ઠી આપી. એક પ્રકારની લાલચથી દોરવાઈને એ ચિઠ્ઠીને આધારે બે-ત્રણ ખાલી જગ્યાના ઉત્તરો સુધાર્યા,
ત્યાં ઓચિંતી છેલ્લી ઘડીએ ઓક્ઝર્વર્સ ટીમ આવી પહોંચી. પેલો વિદ્યાર્થી છેલ્લી ઘડીએ ચિઠ્ઠી સાથે પકડાયો. પરીક્ષામાંથી ઉઠાડી મુકાયો. ઘેર ગયો. પરીક્ષાના છેલ્લા પેપરમાં છેલ્લી ઘડીએ બનેલી ઘટનાની વાત ઘરે કહેવાની હિંમત ન રહી. આટલાં વર્ષ સુધી પ્રામાણિક, નિષ્ઠાવાન વિદ્યાર્થી તરીકેની છાપ ભૂંસાઈ ગઈનું લાગી આવ્યું. દર વર્ષે પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થનાર એ વિદ્યાર્થીના અન્ય પેપર્સ પણ ખૂબ સારાં ગયાં હતાં, પણ કોઈ નબળી ક્ષણે નૈતિકતા ચૂકી જવાઈ અને એનો એકરાર કરતાં દ્વિધા અનુભવી. એના દ્વારા પોતાના સ્વીકૃત વ્યક્તિત્વથી વિરુદ્ધનો બનાવ બન્યો. અનૈતિક આચરણ આચર્યાનું ઊંડું દુઃખ અનુભવી અંતે ઘેનની ટીકડીઓ લઈને જીવન ટૂંકાવી લીધું.
પોતાની અંદર ઉછરેલા નૈતિક આચરણના ખ્યાલે આ વિદ્યાર્થીને આત્મહત્યા કરવા પ્રેર્યો એમ કહી શકાય. પોતાના જીવનની કે અસ્તિત્વની પણ હવે કશી વિસાત નથી, એ નૈતિક આચરણબળ જેની પોષક વ્યક્તિ પોતે જ છે, પણ પ્રેરક છે રાષ્ટ્રની સંસ્કૃતિ, સમાજ, કુટુંબ અને વાતાવરણ.
નૈતિકતાનું ફલક ઘણું વિસ્તૃત છે. એનો અર્થ, વ્યાપ અને ઊંડાણ જાણવાથી જ ખરો મર્મ પામી શકાય. વળી ધર્મ સાથે આ નૈતિકતાને શો સંબંધ છે? એ પણ સ્પષ્ટ કરવું જોઈએ. આવી નૈતિકતા કઈ રીતે આવશ્યક અનિવાર્યતા છે ? તે પ્રમાણીને મહાત્માઓનાં મંતવ્યો જાણીને પછી આ નૈતિક-શિક્ષણના સ્વરૂપની અનૌપચારિક ચર્ચા કરવાથી આ સંકલ્પના સ્પષ્ટ થશે. અત્રે આ પાંચ મુદ્દાઓમાં નૈતિકતાના અર્થસંકેતને સ્પષ્ટ કર્યો છે : [ ૩૬ .
C A આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧. નૈતિકતા : બૃહદ્રફલક :
આચાર, વિચાર અને ઉચ્ચાર દ્વારા વ્યક્તિનું વ્યક્તિત્વ પરખાતું હોય છે. વિચાર અને ઉચ્ચારનો આધાર આચાર કે આચરણ પર છે. ‘મવાર: પ્રથમ ઘH:' આ કારણે જ કહેવાયું છે. આચારશુદ્ધિની મહત્તા પર ઘણી છે. વ્યક્તિની નીતિમત્તા અને જીવનમૂલ્યો હકીકતે આચાર કે આચરણ દ્વારા પ્રગટતાં હોય છે. આચરણ દ્વારા પ્રગટે એ નૈતિકતા કે જીવનમૂલ્યો અન્ય માટે પ્રભાવ પાડનારાં પણ બની રહેતાં હોય છે. આચાર એટલે કે ક્રિયા - આંત-વ્યક્તિત્વનું ઘોતક છે.
નૈતિક આચરણથી જીવનમાં ધ્યેયપ્રાપ્તિ શક્ય બને છે. માનવજીવનમાં ચાર મુખ્ય ધ્યેય છે - “ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.’ આ ધ્યેયપ્રાપ્તિ માટે નૈતિક - શિક્ષણને મદદરૂપ થવું એ જ મહત્ત્વનું છે.
મનોભાવ એ મનનો મૂળભૂત ગુણધર્મ છે. મનોભાવ બે પ્રકારના હોય છે - (૧) સારા અને (૨) ખરાબ. મનની સ્થિતિ અને મનોભાવના ગુણો પર જ કમનો આધાર હોય છે, તેથી મનને શિક્ષિત કરી સારાભાવ પેદા કરવા એ નૈતિક-શિક્ષણનો મૂળભૂત ગુણધર્મ છે.
માનવમાત્રમાં વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, પ્રકૃતિ તથા વિશ્વ પ્રત્યે સદ્ભાવ અને સમભાવ જાગે તેવાં કાર્યો કરવા પ્રેરવાં તે નૈતિકશિક્ષણનો મૂળભૂત હેતુ છે. ભારતીય વિદ્વાનોના મતે નૈતિકતા જ્ઞાનનો નહિ, આચરણનો વિષય છે. શાશ્વત નિયમો જાણવાથી કોઈ વ્યકિત વિદ્વાન બની શકે, નૈતિક નહિ. નૈતિકતાનો સંબંધ બાહ્ય-વ્યવહાર સાથેનો છે જ, પણ તેનો ખરેખરો સંબંધ તો ભાવના સાથે છે, મન સાથે છે. મનના સંસ્કાર માટે સતત સારાં કાર્યો માં રત રહેવું જરૂરી છે. રોજબરોજનાં કાર્યો કેવી રીતે કરવાં જોઈએ કે - જીવનમાં સમન્વય, સહઅસ્તિત્વ, પારસ્પરિક અવલંબનની ભાવના જાગૃત થાય !
બાળપણમાં બાળકનું વર્તન વ્યવસ્થિત અને નિયમબદ્ધ હોય છે, જે નૈતિક-શિક્ષણનો આધાર છે. આજ્ઞાપાલન તથા અનુકરણની સહજવૃત્તિને કારણે બાળકમાં શિસ્ત આવે છે. સજાના ભયને કારણે પણ બાળક માતાપિતાની આજ્ઞા માનવા તૈયાર થઈ જાય છે. ઉત્તરગાળ - અવસ્થામાં બાળક માતાપિતાથી સ્વતંત્ર બનીને પોતાનાં અને તેના મિત્ર-વર્તુળનાં મૂલ્યો પ્રત્યે આસક્ત બને છે. તેનામાં ઔચિત્ય, ધર્મ, સામાજિક ન્યાય આદર્શ કેળવણીને ઉપનિષદ CM
૩૦ ]
Page #21
--------------------------------------------------------------------------
________________
વગેરે ના વિચારો હોતા નથી. જ્ઞાન તથા અનુભવ વધે તેની સાથે નૈતિક માન્યતાઓનું સામાન્યીકરણ પણ તેનામાં આવે છે. બાળક એ સમજવા લાગે છે કે - “પૈસાની ચોરી જ ચોરી નથી, પણ આજ્ઞા વિના કોઈની વસ્તુને સ્પર્શવું તે પણ ચોરી છે.” સારાં કાર્યોની પ્રશંસા, ખરાબ કાર્યની ટીકા, ખરાબ કાર્ય માટે એકાંતવાસ વગેરે દંડવિધાનથી પણ લાભ થાય છે. સારી નિશાળ, ઘરનું સંસ્કારી વાતાવરણ અને સારા મિત્રની પસંદગી પણ નૈતિક વિકાસમાં મદદરૂપ નીવડે છે.
મનુષ્ય સામાજિક પ્રાણી છે - (૧) કુટુંબ, (૨) સમાજ અને (૩) રાષ્ટ્ર - એ ત્રણ અંગો છે. દરેક અંગનો સમાન અને સમતોલ વિકાસ થવો જોઈએ. હાથ, પગ, માથું, આંખ, કાન, મગજ, હૃદય, ફેફસાં જેમ શરીરનાં અંગો છે અને તેમાંથી એકનો અસમાન વિકાસ જેમ શરીર માટે યોગ્ય નથી, તેમ કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, પ્રકૃતિ તથા વિશ્વનાં વિભિન્ન અંગોનો સમતોલ વિકાસ આવશ્યક અને અનિવાર્ય છે.
સમાજનો કોઈ વર્ગ અથવા રાષ્ટ્રનો કોઈ ઘટક, અન્ય વર્ગ કે ઘટકને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે, તો આખરે તો સમાજ કે રાષ્ટ્રને જ નુકસાન થયું ગણાશે. તેથી સમાજના અલગ-અલગ વર્ગો, રાષ્ટ્રનાં ઘટકો તથા પ્રકૃતિતત્ત્વો, સહઅસ્તિત્વના સિદ્ધાંત અનુસાર રહે તે જરૂરી છે. કેવળ સમતોલ વિકાસ કે સહઅસ્તિત્વ જ નહિ, પણ પારસ્પરિક અવલંબનના સિદ્ધાંતને અપનાવવો પણ જરૂરી છે. આમ, નૈતિકતાનું ફલક ઘણું મોટું છે અને વિસ્તૃત છે. ૨. નૈતિક ધોરણો: અર્થ, વ્યાપ અને ઊંડાણ : | શિક્ષણ દ્વારા વ્યક્તિનો વિકાસ થાય છે, એટલે કે વ્યક્તિ ખરા અર્થમાં એક માનવી તરીકે વિકસે છે. એનામાં માનવીય ગુણો ઉમેરાય છે, એ માનવીય ગુણો આપણાં ભારતીય જીવનમૂલ્યો પર અવલંબિત હોય એ સ્વાભાવિક છે. - શિક્ષણનો હેતુ માત્ર પદવી નથી. સાંપ્રત શિક્ષણથી માત્ર પદવી પ્રાપ્ત થાય છે, પરંતુ એને અનુષંગે અન્ય વિશેષ સંપ્રાપ્તિ થવી જોઈએ, તે થતી નથી. આ માટે આજની શિક્ષણપદ્ધતિ જવાબદાર છે, એ હવે સૌ કોઈને સમજાવા લાગ્યું છે. ૩૮
MLA આદર્શ કેળવણીનું ઉપનિષદ |
કોઈ પણ વિદ્યાશાખાની પદવી પ્રાપ્ત થાય એ એક વૈયક્તિક અપેક્ષા છે. વ્યક્તિ પોતાની અપેક્ષા ઇચ્છાનુસાર પદવી માટેની વિદ્યાશાખામાં જાય, પરંતુ એ પૂર્વે એટલે કે, પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક અને કંઈક અંશે માધ્યમિક કક્ષાએ તો બધું સમાંતર કહી શકાય એવું શિક્ષણ હોય છે. આ ગાળા દરમિયાન વિદ્યાર્થી પોતાની શક્તિમત્તા કઈ વિદ્યાશાખામાં કામ લાગશે અથવા તો પોતે કઈ વિદ્યાશાખાને અનુકૂળ છે અને પ્રવેશ માટે પૂરી લાયકાત કેળવાય એ માટે શું કરવું જોઈએ, આવી નિર્ણાયાત્મક-શકિતનો અભાવ શિક્ષણ લઈ રહેલ વ્યકિતમાં જોવા મળે છે. અહીં ‘વ્યક્તિ’ શબ્દ સાભિપ્રાય પ્રયોજેલ છે. એને વિદ્યાર્થી કે શિક્ષિત કહેવો બહુ વાજબી નથી લાગતું; એટલે એ એક સામાન્ય વ્યક્તિ જ છે, જેને શિક્ષણથી દીક્ષિત થઈને સ્વનો, પ્રદેશનો અને રાષ્ટ્રનો વિચાર કરીને ઉચ્ચશિક્ષણ તરફ અથવા તો અન્ય કોઈ પણ ક્ષેત્રમાં પ્રવેશીને પોતાની સમાજાભિમુખતાનું દર્શન કરાવવાનું હોય. આ બધું આજના પૂર્વપ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાંથી વ્યક્તિને પ્રાપ્ત થતું નથી; એટલે એની મુક્તિ નથી થતી. એના અભાવમાં બધા દુરાચારો, ભ્રષ્ટાચારો અને દુરિત તત્ત્વો વકર્યા છે. - ભારતીય જીવનમૂલ્યો અને ભારતીય સંસ્કૃતિથી સભર કેળવણી જો વિદ્યાલયોમાં બાળકો મેળવે, તો તેનો ખરા અર્થમાં વિકાસ થાય છે અને એ ખરા અર્થમાં જે મુક્તિ અપાવે તે વિદ્યા પ્રાપ્ત કરે છે.
કેળવણીમાં અભ્યાસક્રમને મહત્ત્વ અપાય છે. આ અભ્યાસક્રમમાંથી જ નૈતિક - શિક્ષણ મળી રહે એવું આયોજન હોવું જોઈએ. નૈતિકશિક્ષણનું કોઈ પાઠ્યપુસ્તક ન હોય, પણ એ એવાં એવાં ઉદાહરણો, પ્રસંગો અને વ્યવહાર - વર્તન દ્વારા પરોક્ષ રીતે મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
મનુષ્ય ભલે બહારથી જુદો દેખાતો હોય, પણ હકીકતે તેની અંતઃકરણની ભાવનાઓ તથા વ્યવહારની પ્રેરણાઓ સરખી હોય છે. આ બાહ્ય ભિન્નતા આદિકાળમાં ભૌગોલિક કારણોસર હતી. જળ, વાયુ, વનસ્પતિ, ભૂમિ વગેરે ભિન્નતાઓથી જુદાં-જુદાં સ્થળના લોકોનાં રંગ, રૂપ, ઊંચાઈ, આકાર વગેરે અલગ-અલગ થઈ ગયાં. લાંબો સમય અલગઅલગ રહેવાથી સ્થળને કારણે આવેલી આ ભિન્નતાઓ સ્થાયી થઈ ગઈ. આદર્શ કેળવણીને ઉપનિષદ M
A
૩૯ ]
Page #22
--------------------------------------------------------------------------
________________
તેથી અલગ-અલગ જાતિઓ બની અને તેમનાં જુદાં-જુદાં નામ પડ્યાં. લાંબો વખત એક જ સ્થળે રહેવાથી ત્યાંના લોકોનો એક સમાજ બન્યો. તેમનાં રીતરિવાજ, તહેવારો, ઉત્સવો, માન્યતાઓ અલગ-અલગ હોવાથી ભૌગોલિક પ્રભાવને કારણે તેમનો સામાજિક, આર્થિક, રાજકીય, ભાષાકીય પરિવેશ પણ અલગ-અલગ રહ્યો. પછીથી તેને સંસ્કૃતિનું નામ આપવામાં આવ્યું. અલગ-અલગ સંસ્કૃતિનાં નામ પણ અલગ-અલગ રહ્યાં. કોઈ કારણસર જ્યારે લોકો એક સ્થળેથી બીજે સ્થળે ગયા ત્યારે આ તફાવત તેમને સ્પષ્ટ દેખાયો.
પરંતુ આજે તો લોકો અલગ-અલગ સંસ્કૃતિના હોવા છતાં એકબીજાના સંપર્કમાં આવે છે, તેમાં કોઈ આશ્ચર્ય નથી. પણ લોકો બીજાની જાતિ અને સંસ્કૃતિથી પોતાને શ્રેષ્ઠ માને છે. અન્ય સંસ્કૃતિને નષ્ટ કરવા હિંસાનો આશરો લે છે. ચિરંતન સનાતન સત્ય તો એ છે કે - મૂળભૂત રીતે પ્રત્યેક વ્યકિત એક સરખી છે; કારણ કે તેની મૂળભૂત માનવીય વૃત્તિ એક જ છે. મૂળભૂત વૃત્તિઓ અને પ્રેરણાઓનો વિકાસ કરવો એ જ નૈતિક-શિક્ષણનો આધાર છે.
આપણે સૌ ભારતવાસીઓ હકીકતે તો આર્યવંશજો છીએ, એટલે કે આર્યની નીતિરીતિના અધિકારી છીએ. આ આર્યભાવ જ આપણાં કુળકર્મ અને જાતિધર્મ છે. એમ કહી શકાય કે જ્ઞાન, ભક્તિ અને નિષ્કામ-કર્મ આર્ય નીતિરીતિનાં મૂળભૂત તત્ત્વો છે. જ્ઞાન, ઉદારતા, પ્રેમ, સાહસ અને વિનય એ આર્ય ચારિત્ર્યનાં મૂળભૂત લક્ષણો છે. માનવજાતને જ્ઞાન આપવું, જગતમાં ઉન્નત, ઉદાત્ત ચારિત્ર્યનું નિષ્કલંક ઉદાહરણ રજૂ કરવું, નિર્બળનું રક્ષણ કરવું અને અત્યાચારીને શિક્ષા કરવી એ આર્યજીવનનું ધ્યેય ગણાયેલું છે, અને આ ઉદ્દેશ્યને, ધ્યેયને સિદ્ધ કરવું એમાં જ આપણી ચરિતાર્થતા છે.
આજે આપણે ધર્મભ્રષ્ટ, લક્ષ્મભ્રષ્ટ થઈને આર્ય નીતિરીતિમાંથી બાકાત થઈ ગયા છીએ. જો આપણે જીવિત રહેવું હોય તથા અનંત નરકમાંથી મુક્ત થવાની ખરેખર થોડી-ઘણી પણ ઇચ્છા હોય તો આપણી જાતિનું રક્ષણ કરવું એ આપણું પ્રથમ કર્તવ્ય બની જાય છે, અને તે માટે ચારિયના પુનર્ગઠનની આવશ્યક્તા છે. આપણી સમસ્ત જાતિને એવું યોગ્ય શિક્ષણ, ઉચ્ચ આદર્શ અને આર્ય ભાવવાળી કાર્યપ્રણાલી આપવી ૪૦ ઈ
////ળ આદર્શ કેળવણીને ઉપનિષદ]
જોઈએ કે તેથી માતૃભૂમિનાં ભાવિ સંતાનો જ્ઞાની, સત્યનિષ્ઠ, માનવ પ્રત્યે ભ્રાતૃભાવયુક્ત, સાહસિક અને શક્તિશાળી બનીને દેશની એક બહુમૂલ્ય અક્યામત બની રહે. ૩. નૈતિકતા અને ધર્મ :
કેટલાક લોકો ધર્મનું નામ પડતાં ચોંકી ઊઠે છે. તેમના મત પ્રમાણે ધર્મનિરપેક્ષ ભારતમાં ધર્મ વિશેનું શિક્ષણ શાળામાં આપી ન શકાય.” પરંતુ આવું કહીને આપણે ક્યાં સુધી ભાવિ પેઢીનો વિનાશ નોંતરતા રહીશું ? ધર્મ વિના નૈતિકતા કે સદાચારની કલ્પના જ ન થઈ શકે. મહર્ષિ અરવિંદના મત પ્રમાણે તો - “ધર્મ વિના નૈતિકતાની વાત કરવી એ થડ વિનાના વૃક્ષની વાત કરવા જેવું છે.” અહીં ધર્મનો અર્થ ઉપાસના પદ્ધતિ નથી. ધર્મ તો જીવનનું ચરમ લક્ષ્ય છે. ભારતીય જીવનદર્શન અનુસાર આ સમસ્ત જગતમાં એક શાશ્વત ચૈતન્ય, પરમાત્મતત્ત્વ વ્યાપેલું છે. આ પરમાત્મતત્ત્વની અભિવ્યક્તિ કરવી એ જ માનવજીવનનું અંતિમ લક્ષ્ય છે. આ જ ધર્મ છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં “પ્રત્યેક આત્મા જ વ્યક્ત બ્રહ્મ છે. બાહ્ય તેમ જ અંતઃ પ્રકૃતિ એ બંનેનું નિયમન કરીને અંતનિહિત બ્રહ્મસ્વરૂપને અભિવ્યક્ત કરવું તે જીવનનું ધ્યેય છે.” મહર્ષિ અરવિંદ આ જ વાતને આ શબ્દોમાં રજૂ કરી છે. તેમના મતે જીવનલક્ષ્ય છે - ભાગવત ચેતનામાં પ્રવેશ કરવો અને ભગવાન સાથે એકમાત્ર ભગવાન માટે પ્રેમ કરવો, આપણી પ્રકૃતિને ભગવાનની પ્રકૃતિ સાથે એકરૂપ કરવી તેમ જ આપણા સકલ કાર્યકલાપ અને જીવનને ઈશ્વરનું યંત્ર બનાવવું. જીવનના આ ભવ્ય ઉદ્દેશ્યને અહીં વ્યાવહારિક ભાષામાં વ્યક્ત કરવામાં આવે છે. સમાજ પોતે જ તે બ્રહ્મનું વિશાળ તેમજ વ્યક્ત રૂપ છે. આથી આપણા જીવનને આ સમાજ પરમેશ્વરની સેવામાં પૂર્ણરૂપે જોડવું તે જ જીવનનું ચરમ લક્ષ્ય છે. તેમાં જ માનવજીવનનું સાચું સુખ સમાવિષ્ટ છે. વાસ્તવમાં માણસ પોતાની ન્યૂનતાને જેટલી નષ્ટ કરીને જેટલો વિશાળતાનો અનુભવ કરે તેટલું જ સુખ તે પામે છે. આ જ વિચાર વેદમાં પણ રજૂ કરવામાં આવેલ છે. પોતાના શરીરને જ સર્વસ્વ માનીને તેના સુખ માટે બાહ્યા સાધન, પરિવાર, ભરણપોષણ વગેરેમાં મગ્ન રહી “હું” અને “મારું'ની મર્યાદામાં ઘેરાઈ જાય છે, એથી જીવનના સાચા ધ્યેયની પૂર્તિ માટે આ મર્યાદાઓ તૂટવી જરૂરી છે. પૂર્ણ નિઃસ્વાર્થપણું આદર્શ કેળવણીને ઉપનિષદ છે
૪૧ ]
Page #23
--------------------------------------------------------------------------
________________
જરૂરી છે. આ જ નૈતિકતાનો પાયો છે. એટલા માટે જ કદાચ જે. કૃષ્ણમૂર્તિએ નૈતિકતાની એવી વ્યાખ્યા કરી છે કે - “જે સ્વાર્થયુક્ત છે તે અનૈતિકતા અને જે નિઃસ્વાર્થ છે તે નૈતિકતા.” ૪. નૈતિક શિક્ષણ : અનિવાર્ય આવશ્યકતા :
જીવનની અલગ-અલગ અવસ્થામાં નૈતિકતા માટે પ્રેરણારૂપ આધારભૂત સ્રોતો પણ જુદા-જુદા હોય છે. આ સ્ત્રોતોનો અભ્યાસ ભારતીય જીવનમૂલ્યોના પરમ ચાહક એવા પશ્ચિમી વિદ્વાન લોરેન્સ કોલ્ડવર્ગે નૈતિક તર્કનો સિદ્ધાંત' નામના પુસ્તકમાં કર્યો છે. કોહવર્ગનું કહેવું છે કે - “જેમ-જેમ બૌદ્ધિક વિકાસ થાય છે તેમ-તેમ નૈતિક-પ્રેરણાનાં આધારભૂત સ્રોતો બદલાતાં જાય છે. આ આધારભૂત સ્ત્રોતોનો ક્રમ નિશ્ચિત હોય છે. નૈતિક-વિકાસના માર્ગ પર આધાર સ્ત્રોતોની સ્થિતિ સંકેત જેવી હોય છે અને તેમાંનો પ્રત્યેક સ્ત્રોત ક્રમાનુસાર જેમ-જેમ બૌદ્ધિક સ્થિતિ આવતી જાય તેમ પ્રેરણા આપે છે. નૈતિક-વિકાસ તથા બૌદ્ધિક-વિકાસનો સીધો અન્યોન્યાશ્રિત સંબંધ નથી. એવું પણ નથી કે વધુ બુદ્ધિશાળી અથવા વધુ જ્ઞાની વ્યક્તિ વધુ નૈતિક હોય. નૈતિકતાનો આધારસ્રોત ત્યાં બદલાઈ જતો હોય છે. વિદ્યાર્થી અવસ્થામાં નૈતિકતાના ગુણો જો બાળકમાં રોપાયા હોય તો એ દઢ બને છે. પછી એને સમયના ખ્યાલોની પરવા કે ખેવના રહેતી નથી. “ચોરી કરવી એ પાપ છે.” એવું બોલ્યાવસ્થામાં શીખેલું બૌદ્ધિક સજ્જતા પછી અસ્વીકાર્ય બને તો પણ તે વ્યક્તિ ચોરી કરવા તરફ વળતી નથી. પાપનો એક જુદો સંદર્ભ એની પાસે આવે છે. એની નીતિમત્તાનું પરિમાણ આમ વિકસે છે. આધારભૂત સ્રોત આમ બદલાતા રહે છે, પણ નૈતિકતા તો અચલ રહે છે.
નૈતિકતા સામાજિક જીવનનો મૂળ આધાર છે. કોઈ પણ માણસ જન્મથી નૈિતિક કે અનૈતિક હોતો નથી. કુટુંબ, વાતાવરણ તથા સમાજ તેને જેવો બનાવે છે, તેવો તે બને છે. કોઈ રાષ્ટ્રના ભૂતકાળમાં જોઈએ અથવા વર્તમાન પર નજર કરીએ તો તે દેશના નાગરિકોના વ્યક્તિગત સગુણો, શારીરિક, બૌદ્ધિક કે માનસિક ઉચ્ચતા, નૈતિક આચરણ જ ઇતિહાસની આધારશિલા બનતી હોય છે. કોઈ રાષ્ટ્રની સંસ્કૃતિના નાશ માટે તે રાષ્ટ્રના દેશવાસીઓનું કનિષ્ઠ કોટિનું જીવનસ્તર કે અનૈતિક આચરણ જ જવાબદાર હોય છે. [ ૪૨ .
A આદર્શ કેળવણીનું ઉપનિષદ
આપણા ભારતદેશનો ભૂતકાળ નિઃશંકપણે ગૌરવમય છે. શારીરિક, બૌદ્ધિક, માનસિક, આધ્યાત્મિક એમ તમામ સ્તરે આ દેશનાં પ્રાચીન જીવનમૂલ્યો અને નીતિમત્તાના ધોરણનું આજે પતન થયું છે. હવે તો દેશની દરેક સમસ્યાનો ઉપાય બંદૂકની અણીએ શોધવાનો પ્રયત્ન થાય છે. તેથી પણ આગળ, રાષ્ટ્રની એકતા સામે પણ પડકાર ઊભો થયો છે.
આવી સ્થિતિમાં માત્ર શૈક્ષણિક સંસ્થા પાસે જ થોડીઘણી અપેક્ષા બાકી રહી છે. એટલા માટે આજે આચાર્યની જવાબદારી તેમજ ભૂમિકા વધુ મહત્ત્વપૂર્ણ બન્યાં છે. વિદ્યાલયો દ્વારા બાળકોમાં શાશ્વત નૈતિક મૂલ્યોનો વિકાસ, તેમનામાં દેશ તેમજ સમાજ પ્રત્યે સમર્પણની ભાવના પેદા કરવાની જવાબદારી વધી ગઈ છે. વિદ્યાસંસ્થાઓ નૈતિક-શિક્ષણ મારફતે જો આ કાર્ય કરી શકે, તો નિઃશંકપણે પરિણામો કલ્પનાતીત હોવાનાં.
ભારતીય-માનસ આજે જે રીતે વિનાશના આરે આવીને ઊભું છે, એ કંઈ કેવળ એકાએક બનેલી ઘટના નથી. સ્વાતંત્ર્ય મળ્યા પછી જે રીતે આપણે વિદેશી શિક્ષણપ્રણાલી અપનાવી લીધી, તે ક્ષણથી જ આજની આ સ્થિતિનું બીજારોપણ થઈ ગયેલું હતું. આપણે ધર્મનિરપેક્ષ નીતિની જાહેરાત કરી દીધી અને વિદ્યાલયોમાં તેનો જૂઠો પ્રચાર થવા લાગ્યો, તે સાથે જ આજની વિનાશક સ્થિતિનું આગમન અનિવાર્ય બની ગયેલું. ધર્મભૂમિ ભારતમાં ધર્મ વિનાનું શિક્ષણ લાવીને આપણે પ્રગતિશીલ હોવાનો દેખાવ કરવા લાગ્યા. ધર્મનિરપેક્ષતાના નામે અધાર્મિકતા અને ધર્મવિમુખતાને વિદ્યાર્થીઓમાં ઠાંસી-ઠાંસીને ભરવામાં પ્રવૃત્ત થયા. પરિણામે વિદ્યાર્થી ભ્રષ્ટ નાગરિક બનીને વિદ્યાલયોમાંથી બહાર આવવા લાગ્યો. ધર્મ સંસ્કૃતિ અને ભારતીય જીવનમૂલ્યો પ્રત્યે તેનામાં વિદ્રોહની ભાવના દેખાવા લાગી.
આજે આપણી કહેવાતી પ્રચલિત શિક્ષણપદ્ધતિ દોષપૂર્ણ સાબિત થઈ ચૂકી છે. કુટુંબ-વ્યવસ્થા નષ્ટપ્રાય થઈ ગઈ છે. સમાજ વિદેશી વિચારોના આક્રમણથી હતપ્રભ છે. આવી વિષમ પરિસ્થિતિમાં આપણા દેશના વિદ્યાર્થીઓનું જીવન સઢ વિનાની નૌકા જેવું થઈ ગયું છે. માટે આજે ભારતીય નીતિશાસ્ત્રના ભણતર-ગણતરની અત્યંત આવશ્યકતા છે અને તે માટે શાશ્વત એવાં ભારતીય જીવનમૂલ્યો તેમજ વર્તમાન વૈજ્ઞાનિક | આદર્શ કેળવણીને ઉપનિષદ M
A
૪૩ ]
Page #24
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિઓના સમન્વય પર આધારિત નૈતિકતા અને સામાજિકતાના વ્યવસ્થિત શિક્ષણની અત્યંત અનિવાર્ય આવશ્યકતા છે. વિશ્વના લગભગ પ્રત્યેક દેશમાં પ્રાથમિકથી માંડીને વિશ્વવિદ્યાલયના સ્તર સુધીના વિદ્યાર્થીઓને પોતપોતાની સંસ્કૃતિ અને જીવનપ્રણાલીનું જ્ઞાન વ્યવસ્થિત અભ્યાસક્રમ દ્વારા નૈતિક-સામાજિક શિક્ષણરૂપે આપવામાં આવે છે. ઇંગ્લૅન્ડ, અમેરિકા તથા જાપાન વગેરે દેશોમાં રોજ એક કલાક તથા સામ્યવાદી રશિયામાં બે કલાક આ માટે વિદ્યાલયમાં ફાળવાયેલા હોય છે. ભારતમાં બધાં જ શિક્ષણ પંચોએ નૈતિક-શિક્ષણની પ્રશંસા કરી છે, એની અનિવાર્યતાને પ્રમાણી છે, પરંતુ એનો અમલ અને એના ઉપર આધારિત અવલંબિત શિક્ષણ-વિભાવનાનો વિનિયોગ બહુ અલ્પ સ્થળે થયો છે. ગુરુકુળ-પદ્ધતિનાં કેટલાંક વિદ્યાલયો, શાંતિનિકેતન અને બીજાં કેટલાંક દૃષ્ટિપૂર્ણ એવી ઉદાત્ત ભાવનાશાળી વિદ્યાપ્રેમી વ્યક્તિઓની દેખરેખ હેઠળ ચાલતાં
વિદ્યાલયોમાં આ પ્રકારની એટલે કે, નૈતિક-સામાજિક વિકાસની પૂરી કાળજી રાખવામાં આવે છે, અને એમાંથી દીક્ષિત થયેલ બાળક સમાજને જુદી જ કક્ષાનું લાગે છે. આવો પ્રભાવ આ નૈતિકમૂલ્યો પર આધારિત શિક્ષણનો છે. ૬. નૈતિક-શિક્ષણનું અનૌપચારિક સ્વરૂપ અને પદ્ધતિઓ :
નૈતિક-શિક્ષણ વિશેની સમજ અત્યંત જરૂરી છે. નૈતિકતા એ માણસનું આખરી લક્ષ્ય નથી, પણ તે તો લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ છે. ઉપયોગિતાવાદ માણસના નૈતિક સંબંધોની વ્યાખ્યા કરી શકે નહિ. ઉપયોગિતાવાદીઓ આપણને કહે છે કે - ‘નૈતિક - વિષયોનું પાલન કરો, સમાજનું કલ્યાણ કરો.' આપણે શા માટે કોઈનું કલ્યાણ કરીએ ? શા માટે નૈતિક બનીએ ? નૈતિકતા સ્વયંસાધ્ય નથી, એ તો સાધ્યને પ્રાપ્ત કરવાનું માત્ર સાધન છે. જો હેતુ નથી તો આપણે શા માટે નૈતિક બનીએ ? આપણે શા માટે બીજાનું કલ્યાણ કરીએ ? આપણે શા માટે લોકોને કષ્ટ ન આપીએ ?' આ પ્રશ્નોના ઉત્તર ધર્મ અને આધ્યાત્મિકતા પર આધારિત ભારતીય જીવનદર્શનમાંથી જ પ્રાપ્ત થઈ શકે. અન્ય બધા મતો આ બાબતમાં મૌન સેવે છે, તેથી આપણે વિદ્યાર્થીઓને જીવનનું એ પરમ લક્ષ્ય સમજાવવું જોઈએ, જે તેમને નૈતિક બનવા માટે પ્રેરે. સૌપ્રથમ તો આપણે વિદ્યાર્થીઓમાં નૈતિકતાના આધારભૂત ગણાતા આપણાં જીવનદર્શન પ્રત્યે શ્રદ્ધાનું આરોપણ કરવું જોઈએ. આને જ આપણે ધર્મશિક્ષણ કહી શકીએ. આદર્શ કેળવણીનું ઉપનિષદ
૪૪
નાની-નાની ધર્મકથાનકોવાળી બોધ-ઉપદેશની વાર્તાઓનું કથન અને પછી આ ધર્મનિષ્ઠ પાત્રોના ગુણો બાળકમાં ઊતર્યા કે નહિ તેનું નિરીક્ષણ પણ કરતાં રહેવું જોઈએ.
ખરો મુદ્દો તો આ નૈતિક-શિક્ષણસંકલ્પના વિદ્યાર્થીઓમાં કઈ રીતે રોપવી તે છે. આપણી આજની શિક્ષણ-વ્યવસ્થામાં આ પ્રકારની શિક્ષણપદ્ધતિ કઈ રીતે યોજવી ? ત્રણેક પ્રકારનું અનૌપચારિક રૂપનું વિભાજન કરીને આ પ્રકારની શિક્ષણ-વિભાવનાનો વિનિયોગ આપણા અભ્યાસક્રમમાં શક્ય છે :
(અ) સ્વરૂપ :
(૧) રાષ્ટ્ર-ભક્તિ
(૨) આધ્યાત્મિકતા
(૩) સદાચાર અથવા સદ્ગુણોનો વિકાસ
(૧) આજે જ્યારે સ્વાર્થી પરિબળો ચરમસીમાએ છે, વિભાજક પ્રવૃત્તિઓ શક્તિશાળી થતી જાય છે અને પ્રાદેશિકતા રાષ્ટ્રના ટુકડા કરવાની ધમકી આપે છે, ત્યારે આવી વિષમ પરિસ્થિતિમાં રાષ્ટ્રીય ભાવના જાગે એ અત્યંત જરૂરી બની ગયું છે. ભાવાત્મક દૃષ્ટિએ જોઈએ તો પણ પાશવી સ્વાર્થી પ્રવૃત્તિને નિઃસ્વાર્થતામાં બદલવા માટે પણ રાષ્ટ્રીયભાવ જ ખપમાં લાગે તેમ છે. ન્યૂનતાનું રૂપાંતર વિશાળતામાં જ કરવું હોય તો વિશાળતાનું વ્યાવહારિક સ્વરૂપ રાષ્ટ્રીયતાના સ્વરૂપે જ મળે.
રાષ્ટ્રભક્તિમાં આપણી પવિત્ર માતૃભૂમિ, તેની સંતતિરૂપે સંપૂર્ણ સમાજ, તેની ઉત્તમ સંસ્કૃતિ, મહાન પરંપરાઓ, મહાપુરુષો અને ભાષાઓ પ્રત્યે જ્ઞાનયુક્ત શ્રદ્ધા તેમજ આ તમામ પરત્વે એક પ્રકારનો ભક્તિભાવ વિદ્યાર્થીઓનાં અંતઃકરણમાં જાગૃત કરવાનો છે. આ ભક્તિભાવ, આદરભાવ જ બાળકની રુખ બદલી નાખશે. પછી એ કોઈ પ્રલોભનમાં સરી પડીને દેશના ગુપ્ત દસ્તાવેજો વેચી મારવાની કાર્યવાહીમાં નહિ પડે કે એ કોઈ શસ્ત્રસોદાનાં કૌભાંડમાં નહિ સંડોવાય; કારણ કે એની સામે સંપૂર્ણ રાષ્ટ્ર હશે અને એના સંરક્ષણની અને આબાદીની ખેવના હશે.
(૨) આધ્યાત્મિકતાનો સંબંધ હકીકતમાં આંતરિક સંવેગો તથા ભાવનાઓ સાથે છે. આપણો પૂર્ણ દૃષ્ટિકોણ આપણી આધ્યાત્મિક ભાવનાઓથી આદર્શ કેળવણીનું ઉપનિષદ
૪૫
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રભાવિત હોય છે, તેથી વિદ્યાર્થીઓમાં શરૂઆતથી જ આત્મતત્ત્વ પ્રત્યે શ્રદ્ધા તેમજ સર્વશક્તિમાન, સર્વવ્યાપી પરમાત્મા પ્રત્યે વિશ્વાસ તેમજ ભક્તિભાવ જાગૃત કરવાની તાતી જરૂર છે અને એ જ જીવનનો મૂળભૂત હેતુ છે. આ દષ્ટિકોણનો વિકાસ બાળકમાં થાય એ જોવાનું છે. આધ્યાત્મિકતાનો કોઈ જ સ્થૂળ અર્થ કરવાનો નથી. બહુ જ સૂક્ષ્મ અર્થ આધ્યાત્મિક ભાવનામાં સમાવિષ્ટ છે.
(૩) સદાચાર ત્રીજો મહત્ત્વનો હેતુ છે. આ હેતુ અનુસાર વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીયતા તેમજ આધ્યાત્મિકતાના સંદર્ભે આચરણનો વિકાસ કરવાનો છે. વડીલો પ્રત્યે આદર, સાહસ, સહકારવૃત્તિ, શિસ્ત, પ્રેમ, શિષ્ટાચાર, સભ્યતા વગેરે સદ્ગુણો રાષ્ટ્રભક્તિ તેમજ આધ્યાત્મિકતાનાં ક્રિયાત્મક સ્વરૂપો છે. તેના વિના રાષ્ટ્રભક્તિ કે આધ્યાત્મિકતાનો કશો જ અર્થ નથી.
નૈતિક-સામાજિક સંદર્ભને ઉપર્યુક્ત ત્રણ હેતુઓમાં વિભાજિત કરીને આપણે એના વ્યાપ અને ઊંડાણનો પરિચય મેળવ્યો. હવે આ હેતુને સાર્થક કરવા માટે નૈતિક-સામાજિક શિક્ષણના અભ્યાસની એક આવી રૂપરેખા જોઈએ. (બ) પદ્ધતિઓ :
સામાન્ય રીતે નૈતિક-સામાજિક શિક્ષણની પદ્ધતિને બે ભાગમાં વહેંચી શકાય -
(૧) પ્રત્યક્ષ પદ્ધતિ અને (૨) પરોક્ષ પદ્ધતિ.
(૧) પ્રત્યક્ષ પદ્ધતિ : બાળક જન્મથી જ અનુકરણશીલ હોય છે એટલે એને શીખવવા માટેની આ એક શક્તિશાળી રીત છે. બાળક (ખાસ કરીને, માધ્યમિક કક્ષા સુધીના વિદ્યાર્થી) પૂજયભાવથી અભિપ્રેરિત હોય છે. વિદ્યાર્થીજીવનમાં બાળક મોટેભાગે દરરોજ લાંબા સમય સુધી શિક્ષકના સંપર્કમાં હોય છે. શિક્ષકના જીવનથી તે સૌથી વધુ પ્રભાવિત થાય છે. તેથી શિક્ષકનું જીવન નૈતિક ગુણોથી યુક્ત હોવું જોઈએ. શિક્ષક જે -જે ગુણો વિદ્યાર્થીઓમાં આવે એમ ઇચ્છે તે ગુણો શિક્ષકમાં હોવા જરૂરી છે. નૈતિક-શિક્ષણની આ એક સર્વોત્તમ પદ્ધતિ છે; એટલે કે આ પદ્ધતિથી બાળકમાં જે કંઈ નૈતિક-સામાજિક ગુણો સિંચવાના હોય એ આચાર્યમાં - શિક્ષકમાં હોય એ અત્યંત જરૂરી છે.
અહીં પ્રવચનો, વાર્તાલાપો અને પ્રશ્નોત્તરીઓને પણ અવકાશ છે, પરંતુ એ બધું શિક્ષકના આચરણમાં હોય એ અનિવાર્ય છે, તો જ આ પ્રત્યક્ષ પદ્ધતિ ખરેખર ફલપ્રદ બની રહે. ૪૬ .
// આદર્શ કેળવણીને ઉપનિષદ |
(૨) પરોક્ષ પદ્ધતિ : પરોક્ષ રીતે પણ બાળકમાં નૈતિક-સામાજિક ગુણો સીંચી શકાય. પહેલી પદ્ધતિમાં તો આચરણ દ્વારા જ પ્રત્યક્ષ રીતે ગુણો રોપવાની પ્રક્રિયા છે, જ્યારે અહીં પરોક્ષ અર્થાત્ અપ્રત્યક્ષ રૂપે એવી કોઈ વાર્તા, કથાનક, ઉપદેશ-કથાઓ કહેવી અને પછી એ કથાન્તર્ગત ગુણ (ભાવના) બાળકમાં પ્રવેશ્યા કે નહિ તેનું નિરીક્ષણ કરવું. પ્રાણી પરત્વે સભાવ, વડીલો પ્રત્યે આદરભાવ અને સમાજ પરત્વે સેવાભાવ બાળકમાં વિકસે અને પછી દઢ બને છે કે નહિ તેનું સતત નિરીક્ષણ થતું રહેવું જોઈએ.
શિબિરો, પ્રવાસ, પર્યટન દરમિયાન કોઈ મહાનુભાવના પરિચયમાં બાળકને મૂકીને એમાંથી વ્યવહારના ગુણો પણ બાળકમાં પરોક્ષ રીતે ઉતારી શકાતા હોય છે. મહાત્મા ગાંધીજીનું એક જીવંત ઉદાહરણ આપણી સામે છે કે - “હરિશ્ચંદ્રનું નાટક એમના મનને ઘડનારું નીવડ્યું હતું.' આને પરોક્ષ-શિક્ષણ ગણી શકાય.
આમ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નૈતિક-શિક્ષણ આપી શકાય, પરંતુ એનું સતત નિરંતર નિરીક્ષણ પણ એટલું જ મૂળભૂત અને પાયાનું તત્ત્વ છે :
(૧) વિદ્યાર્થીઓ પાસેથી અવારનવાર નિબંધો લખાવીને કે વફ્તત્વ સ્પર્ધાઓ યોજીને એમનામાં વિચારની સ્પષ્ટતા કેટલી અને કેવા પ્રકારની છે, તેનું નિરીક્ષણ કરતાં રહેવું જોઈએ.
(૨) સમૂહચર્ચા અને શાન-પ્રશ્નોતરીઓનું આયોજન પણ કરી શકાય અને એને આધારે પણ તપાસ થઈ શકે.
(૩) વિદ્યાલયમાં અને વિદ્યાલયની બહાર જ્યારે-જ્યારે અવકાશ મળે ત્યારે બાળકની જુદી-જુદી પ્રવૃત્તિઓ દ્વારા એનાં વર્તન અને વ્યવહારનું નિરીક્ષણ કરીને પણ મૂલ્યાંકન થઈ શકે.
(૪) ઉત્સવો, મેળાવડાઓનું આયોજન કરીને એના સંવાહકો તરીકે વિદ્યાર્થીઓને સાંકળીને પણ નિરીક્ષણ થઈ શકે.
(૫) વિદ્યાર્થીના વડીલો, મિત્રો, પડોશીઓ સાથેની વાતચીતમાંથી પણ ખ્યાલ મેળવી શકાય.
આ બધી પદ્ધતિઓમાંથી કોઈ એક જ પદ્ધતિ નહિ પણ એ બધાનું એકસાથે સંયોજન કરીને આખરે બાળકના નૈતિક-સામાજિક વિકાસની એક રેખા ચીંધી શકાય. આદર્શ કેળવણીનું ઉપનિષદ
એ ૪૦ ]
Page #26
--------------------------------------------------------------------------
________________
આમ પૂર્વપ્રાથમિકથી માંડીને પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણક્ષેત્રે નૈતિક-સામાજિક શિક્ષણ એ એક અત્યંત અનિવાર્ય ઘટક છે. એને આધારે જ વ્યક્તિ ખરા અર્થમાં કેળવાશે અને ભારતીય જીવનમૂલ્યો તથા સંસ્કૃતિના વારસાનું ઉજજ્વળ અનુસંધાન એનામાંથી નીખરી રહેશે. એનો અભાવ બહુ મોટી દુર્ઘટના સર્જશે. નૈતિક-શિક્ષણ : મહાત્માઓનાં મંતવ્યો :
વૈદિક-સાહિત્ય અને પુરાણ-ઉપનિષદોમાં નીતિમત્તાનાં ધોરણોનાં નિર્દેશો દૃષ્ટિગોચર થાય છે. વૈદિકકાળ અને મધ્યકાળ દરમિયાન વિદ્યાધામો, ગુરુકુળો, આશ્રમોમાં શિષ્યનું નૈતિક વ્યક્તિત્વ ખીલવવા માટેની જાત-જાતની પ્રવૃત્તિઓ હતી. પછી નવજાગૃતિતકાળથી શિક્ષણ સંદર્ભે વિચારાયું. એમાં અનેક સંદર્ભો, જ્ઞાન-માહિતી ભળેલાં છે. તેમ છતાં એ વિચારકો, મહાત્માઓએ નીતિમત્તાનો તો આગ્રહ સેવ્યો જ છે. એ શિક્ષણ-ચિંતકો, મહાત્માઓનાં નૈતિક-શિક્ષણવિષયક વિચારોનો ટૂંકો પરિચય આ અંગે પ્રસ્તુત કરવો ઉચિત જણાય છે. આ કારણે નૈતિકશિક્ષણની સંકલ્પના વધુ સ્પષ્ટ, સુરેખ અને દેઢ થશે.
સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી શ્રદ્ધાનંદ, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, રવીન્દ્રનાથ ઠાકુર, ગાંધીજી, સર્વપલ્લી રાધાકૃષ્ણનું અને આચાર્ય વિનોબા ભાવે ઇત્યાદિએ શિક્ષણ વિશે વિચારો રજૂ કરતી વખતે નૈતિકતાના સંદર્ભને પણ નજર સમક્ષ રાખ્યો છે. આમ નૈતિક-શિક્ષણને શિક્ષણ સાથે ગાઢ અનુબંધ છે.
શ્રદ્ધાનંદ અને દયાનંદ સ્વામીએ નૈતિકતાનો ઉલ્લેખ કરતી વખતે તર્કનિષ્ઠા (રીઝનિંગ) અને સંયુતિકતા(રેશનાલિટી)ના સંદર્ભે વેદનું ચિંતન, ધર્મનું અનુશીલન, ઈશ્વરમાં શ્રદ્ધા દ્વારા એકેશ્વરવાદ અને નૈતિક, સામાજિક તથા આધ્યાત્મિક મૂલ્યોના જતન તરફ પ્રજાને વાળી. આ એક બહુ મોટી ઘટના હતી અને એનું મૂલ્ય તથા પ્રભાવ પણ ઘણો આવ્યો.
સ્વામી વિવેકાનંદે નૈતિક-શિક્ષણ નિમિત્તે રાષ્ટ્ર-વિસ્મરણને અટકાવવાનું બહુ મોટું કાર્ય કર્યું. એમના સમયમાં દેશના શિક્ષિત માણસો પોતાના રીત-રિવાજો, રહેણી-કરણી અને ખાન-પાનને ભૂલી જાય એવા સુઆયોજિત પ્રયાસો થતા હતા. પરસંસ્કૃતીકરણનો પ્રચાર થઈ રહ્યો હતો. એની સામે [ ૪૮ YE
4 આદર્શ કેળવણીનું ઉપનિષદ |
સ્વામીજીએ કહ્યું કે - “આત્મવિસ્મરણના ભોગે પરસંસ્કૃતિ પાસેથી શીખવું એ નર્યો આત્મદ્રોહ-રાષ્ટ્રદ્રોહ છે. ધિક્કાર છે એવા આધુનિક શિક્ષણને’ એવા ઉદ્દગારો કાઢીને ભારતીય શિક્ષણનો દઢ આગ્રહ સેવીને નૈતિક આધ્યાત્મિકતાનો પ્રચાર કર્યો.
મહર્ષિ અરવિંદની શિક્ષણ-વિચારણામાં પણ ધાર્મિક-નૈતિક શિક્ષણનું મહત્ત્વ ભળેલું છે. તેમની દૃષ્ટિએ મનુષ્યના નૈતિક સાંવેગિક સ્વરૂપથી વિચ્છિન્ન શિક્ષણ માનવજાતના વિકાસને હાનિ પહોંચાડનારું છે. શ્રી અરવિંદ અંગ્રેજી પદ્ધતિથી શિક્ષણ મેળવ્યું હતું, એટલે તેમને એ પદ્ધતિમાંની ધાર્મિક-નૈતિક કેળવણીના સ્વરૂપનો પરિચય હતો. ઉપરાંત શ્રી અરવિંદની પાસે પ્રાચીન ભારતીય શિક્ષણ પરંપરાનો પણ સ્પષ્ટ ખ્યાલ હતો. તેઓએ જણાવ્યું છે કે - “નૈતિક-આધ્યાત્મિક તાલીમનું પ્રથમ સોપાન સૂચવવાનું અને આવકારવાનું છે.’ લાદવાના ભાવનો અસ્વીકાર કરીને તેઓ કહે છે કે - “સૂચવવાની ઉત્તમ પદ્ધતિ પોતાનું અંગત ઉદાહરણ છે, અંગત આચરણ છે.” આમ આચરણથી સૂચવાય અને બાળકમાં એવા ગુણો ખીલે-ફૂલે.
શ્રી રવીન્દ્રનાથ ઠાકુરે નૈતિક - શિક્ષણને વૈશ્વિક સાંસ્કૃતિક પાર્શ્વભૂમાં રજૂ કર્યું. તેઓ કહેતા કે – ‘ઉત્તમોત્તમ શિક્ષણ એ કહેવાય કે જે મનુષ્યને માત્ર માહિતી જ આપતું નથી, પરંતુ મનુષ્યના જીવનને સક્ષમ અસ્તિત્વ સાથે સુસંવાદી બનાવે છે. આવી સુસંવાદિતા વિશ્વસૃજનના સકલ પદાર્થો તથા પરિબળો સાથે માણસ પોતાની નિકટતા કેળવીને પ્રાપ્ત કરી શકે. વિશ્વચેતનામાં વ્યાપ્ત અગ્નિ, જળ, તેજ, વાયુ, ભૂમિ એનાં સમગ્ર વિશ્વનું સ્વયંસ્ટ્રરણાથી સન્માન કરવું એનું નામ જ પૂર્ણશિક્ષણ.’ આમાં મુખ્ય બોધની સાથે ઠાકુર સૌંદર્યબોધને પણ ભેળવે છે. એમાંના સૌંદર્યને જોતાં શીખવું એટલે કેળવાવું. બુદ્ધિકૌશલ્યનું ખરું શિક્ષણ તો આમ વિદ્યાર્થીને વાસ્તવિક જીવન અને પર્યાવરણ સાથે સમાનપણે અનુકૂળ બનતાં શીખવવામાં નિહિત છે. અવાસ્તવિક શિક્ષણ એટલે જીવનવિમુખ શિક્ષણ. તેમણે આપણા દેશબાંધવોને બૌદ્ધિક અપ્રામાણિકતા, અનૈતિક અને દંભી બનાવતાં પરિબળોની આલોચના કરીને પ્રકૃતિના સાંનિધ્યમાં સૌંદર્યબોધ ખીલવીને ભારતીય નાગરિકને કેળવવામાં ભારતીય સંગીત, ચિત્ર અને નૃત્યનો ફાળો પણ ઘણો છે, એમ કહીને સત્ય નૈતિકતા સાથે શિવમ્ અને સુંદરમની પણ જીકર કરી છે. આદર્શ કેળવણીને ઉપનિષદ /
U ૪૯ ]
Page #27
--------------------------------------------------------------------------
________________
મહાત્મા ગાંધીજીએ તો “નૈતિક મનુષ્યનું નિર્માણ એ કેળવણીનો પરિપાક છે. એમ કહીને આગળ જતાં એમ પણ નોંધ્યું કે - “મનની કેળવણીને હૃદયની કેળવણીને વશ વર્તવું જોઈએ.' ગાંધીજી કીંમતી આભૂષણો, ભૌતિક સંપત્તિ, રાજકીય સત્તા તથા કોરી તર્કનિષ્ઠા કરતાં પ્રેમાળ હૃદયને વધારે મૂલ્યવાન ગણે છે. હૃદયની કેળવણીમાં માણસની ભાવનાઓ અને આવેગોનું સંસ્કરણ, પ્રેમ, સમભાવ અને ભ્રાતૃભાવ જેવી લાગણીઓ જાગૃત થાય છે. હૃદયની આ કેળવણી એટલે ગાંધીજીની દૃષ્ટિએ ચારિત્ર્યની ખિલવણી. ગાંધીજીએ ફિનિક્સ આશ્રમમાં કહેલું કે - “મેં હૃદયની કેળવણી એટલે ચારિત્ર્યની ખિલવણીને હંમેશાં પ્રાધાન્ય આપવું. ચારિત્ર્યને મેં બાળકોની કેળવણીમાં પાયારૂપ માનેલું. પાયો પાકો થાય તો પછી બીજું તો બાળકો આપબળે મેળવી લે.” “ખરી કેળવણી' નામના ગ્રંથમાં ચારિત્ર્યનિમણને માટે તેઓ ધર્મ અને નીતિને આધ્યાત્મિકતા સાથે જોડતાં કહે છે કે - ‘હિંદુસ્તાને જો આધ્યાત્મિક દેવાળું કાઢવું ન હોય તો તેનાં મૂલ્યો અને ધાર્મિક કેળવણી આપવાનું દુન્વયી કેળવણી આપવા જેટલું જ આવશ્યક ગણવું જોઈએ.’ આમ ધર્મ, સંસ્કૃતિ અને આધ્યાત્મભાવ સુધી ગાંધીજીએ નૈતિક-શિક્ષણની સંકલ્પનાની ક્ષિતિજને વિસ્તારી છે. સર્વપલ્લી રાધાકૃષ્ણનું, વિનોબા ભાવે ઇત્યાદિએ પણ રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રના સંદર્ભે સ્વનું બલિદાન આપવાની ભાવના બાળકમાં જન્મ અને બાળકમાં રાષ્ટ્રની ઉન્નતિ માટેનો ભાવ આરંભથી જ રોપાય એવું કહીને નીતિમાન ભારતીય નાગરિકોને વિદેશ સમક્ષ ભારતીયતાના પ્રતીકરૂપે ઓળખાઈ રહેવા પ્રાણવાન, નીતિમાન અને પ્રજ્ઞાવાન નાગરિક તરીકે ઝંખ્યા છે.
અનેક મહાત્માઓએ આમ નૈતિક-શિક્ષણની સંકલ્પનાને સહજ રીતે પોતાની શિક્ષણ વિચારણામાં વણી લીધી છે. આ મહાત્માઓની યાદીમાં ગુજરાતના ગિજુભાઈ બધેકા અને નાનાભાઈ ભટ્ટને પણ મૂકી શકાય.
(રાજકોટસ્થિત ડૉ. બળવંતભાઈ ઓલ ઇન્ડિયા ટીચર્સ કાઉન્સિલના અધ્યક્ષ છે. દેશ-વિદેશમાં તેમણે ધર્મ, અધ્યાત્મ અને કેળવણીને વિષયક સેમિનારોમાં અભ્યાસપૂર્ણ પેપર પ્રસ્તુત કર્યા છે અને તેમના વિવિધ વિષયોનાં વીસ પુસ્તકો પ્રગટ થયાં છે.)
સોટી સાવ ખોટી.
- શ્રી કરશનદાસ લુહાર) નિશાળમાં મારો એ પ્રથમ દિવસ હતો ! હું અત્યંત પ્રસન્ન અને રોમાંચિત હતો. લાંબા સમયનું મારું એક સ્વપ્ન સાર્થક થયું હતું પ્રાથમિક શાળાના શિક્ષક થવાનું ! હું શિક્ષકોને, બાળકોને શાળાના મકાનનું ભરીભરી નજરથી જોઈ રહ્યો હતો. સર્ટિફિકેટ ચકાસણી, હાજર રિપોર્ટ વગેરે ઔપચારિક વિધિઓ પૂરી થઈ હતી. હવે મારે વર્ગમાં જવાનું હતું. બીજું ધોરણ મને સોંપવામાં આવ્યું હતું. હું થનગની રહ્યો’ તો મારા વર્ગમાં જવા માટે, પણ હેડમાસ્તર સાહેબ હુકમ કરે પછી જ વર્ગના વિદ્યાર્થીઓ સામે ઊભા રહી શકાય, એવો અહી કડક નિયમ હતો. બીજા ધોરણનાં બાળકોને ખ્યાલ આવી ગયો તો કે - “હું તેમનો શિક્ષક થવાનો છું.” વર્ગમાંથી ચુપચાપ બહાર આવીને એ બધાં મને જોઈ જતાં હતાં. હું તેમની સામે સ્મિત કરતો. પણ એ બાળકોના ચહેરા પર કોઈ પ્રતિભાવ વંચાતો ન હતો. એ ચહેરા થોડા ગંભીર અને ભયભીત જણાતા હતા. અને હું મૂંઝાતો હતો.
થોડી વાર પછી હેડમાસ્તર સાહેબ આવ્યા. કડક અને રૂક્ષ ચહેરો. માથા પર કાળી ટોપી. “ચાલો, તમારા વર્ગમાં.” એમ તેમણે કહ્યું અને હું તેમની પાછળ દોરાયો. બીજા ધોરણમાં વર્ગખંડમાં અમે પગ મૂક્યા કે, તરત જ તમામ બાળકોએ ઊભાં થઈ ભયભીત હાથ જોડ્યા. જાણે ચાવી દીધેલાં પૂતળાં હાથ જોડીને કતારબદ્ધ ઊભાં હતાં એમ મને લાગ્યું. મારું મન ઉદાસ થઈ ગયું. મારો બધો આનંદ ઓસરી ગયો.
હેડમાસ્તરે રૂઆબથી કહ્યું : “બેસી જાઓ.” અને સૌ યંત્રવતુ બેસી ગયા. હું ઊભો ઊભો એમના કોરી સ્લેટ જેવા, નિર્દોષ પણ ડઘાઈ ગયેલા ચહેરા વાંચવા મથતો રહ્યો.
હેડમાસ્તરે મારી સામે જોઈને કહ્યું: “આ છે બીજું ધોરણ. આજથી તમે એના શિક્ષક. લો, આ હાજરીપત્રક, પાઠ્યપુસ્તકોનો સેટ અને આ સોટી !'
“સોટી !”મારા આશ્ચર્યને આંચકો લાગ્યો. મેં કહ્યું: “સોટીની શું જરૂર ?”
“સોટી તો ખાસ જરૂરી છે. ભણાવતી વખતે એ હાથમાં રાખવાની જ. આ બધા બારકસો મહાતોફાની છે. સોટીથી ઝૂડતા રહેજો, તો જ સખણાં રહેશે અને કંઈક ભણશે. ઢીલા રહીએ તો આપણનેય વેચીને દાળિયા લઈને ખાઈ જાય એવાં છે આ બધાં.” હેડમાસ્તર એમની ઑફિસમાં આદર્શ કેળવણીને ઉપનિષદ ,
| ૫૦
/
A આદર્શ કેળવણીનું ઉપનિષદ
Page #28
--------------------------------------------------------------------------
________________
ગયા. બાળકોને થોડી રાહત થઈ હોય એમ મને લાગ્યું, ફરીથી હું એમના ચહેરા જોઈ રહ્યો. કોઈ ચહેરો પૂરેપૂરો પ્રફુલ્લિત હોય એવી પ્રતીતિ મને ન થઈ. હું ફરી - ફરી આખા વર્ગમાં નજર ફેરવતો હતો. બાળકો મારા હાથમાંની સોટી તરફ એક નજરે જોતાં હતાં. જાણે એમને મારો સોટીવાળો હાથ જ દેખાતો હતો; હું નહિ.
સોટી વાગે ચમચમ વિદ્યા આવે રૂમઝમ'ની કાચ પાયેલી દોરી જેવી ઉક્તિવાળા શૈક્ષણિક કાળ નીચે શાળામાં દરેક શિક્ષકો સોટી સાથે જ શૈક્ષણિકકાર્ય કરતા. હેડમાસ્તરની ઑફિસના ખૂણામાં સોટીઓના જથ્થો રહેતો. તૂટી જાય તો નવી વસાવવામાં આવતી. કદાચ, ડેડસ્ટોકમાં પણ એની વધ-ઘટ થતી રહેતી હતી.
મેં મારા હાથમાંની સોટી ઊંચી કરી. તોળાયેલો કુહાડો જોઈને લીલુંછમ વૃક્ષ ધૂજી જાય તેમ આખો વર્ગ ધ્રૂજી ઊઠ્યો ! સૌ ભયભીત હતાં કે, તોળાયેલી સોટી જાણે હમણાં જ બધાના બરડા પર સટાક... સટાક...
શિક્ષક ભણાવવાનું આરંભે એ પહેલાં સટાક... સટાકની આગોતરી શિક્ષા આખા વર્ગને કરી દેતો. એ બાળકો જાણતાં હતાં. મને ખ્યાલ ન હતો.
મેં સોટી નીચે કરી. બે હાથ ભેગા કરીને ભાંગી નાખી. સોટીના ત્રણ ટુકડા કરીને બારી બહાર ફેંકી દીધા. વર્ગનાં તમામ બાળકો નિર્ભય થઈ ગયાં અને ઉલ્લાસથી તાળીઓ પાડવા લાગ્યાં ! મેં પણ તેમની સાથે તાળીઓ પાડી અને બાળકોમાં વધારે હિંમત આવી. તાળીઓના ગડગડાટ શમી જતાં હું બોલ્યો : “હું ક્યારે ય સોટી નહિ રાખું.” બાળકો વધારે ખુશ થયાં. પણ હજી બધાંને મારી વાતમાં વિશ્વાસ બેસતો ન હતો. એક ચબરાક, છોકરો બોલ્યો : “મોટા સાહેબ બીજી સોટી આપશે તો ?” મેં કહ્યું : “તો એ પણ હું ભાંગી નાખીશ. આ વર્ગમાં હું જ હોઈશ. સોટી તો ક્યારેય નહિ હોય. આજે આપણા આ પ્રથમ દિવસે તમને એક સરસ મજાની વાત કહું છું. વાર્તાનું નામ છે સોટી સાવ ખોટી !”
અને વર્ગમાં ફરીથી તાળીઓની ગડગડાટી થઈ. હવે તમામ ચહેરા પૂર્ણવિકસેલાં કમળ પેઠે પ્રફુલ્લિત હતા. મારા માટે શિક્ષક તરીકે મારી સફળતાનું એ પહેલું સોપાન હતું.
(મહુવાસ્થિત ચાલીસ વર્ષથી શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા કરસનભાઈએ શિક્ષણ વિષય ઉપર અનેક પુસ્તકો અને સુંદર લેખો લખ્યા છે.)
‘બાળકના કૂમળા ગાલ પર પડેલો તમાચો એટમ
બોમ્બ કરતા વધારે હિંસક અને ભીષણ હોય છે.” પ૨ ML
A
આદર્શ કેળવણીનું ઉપનિષદ
વ્યક્તિમાં રહેલા બીજભૂત વ્યક્તિત્વને પ્રગટ કરે તે જ સાચી કેળવણી
- ગુણવંત બરવાળિયા પ્રતિભાબીજની માવજત કરનારાં પરિબળોમાં શિક્ષણનું સ્થાન પ્રથમ હરોળમાં છે. શિક્ષણ જીવનના પ્રત્યેક ક્ષેત્રને સ્પર્શતો વિષય છે. શિક્ષણ અને સંસ્કાર એકબીજાના પર્યાય છે, માટે જ બાળકના ગર્ભસંસ્કાર સાથે જ શિક્ષણની પ્રક્રિયા શરૂ થાય છે.
શ્રીરામ, મહાવીર, હનુમાન, અભિમન્યુ, શિવાજી જેવી વિશ્વની મહાન પ્રતિભાઓને ગર્ભમાં જ શિક્ષણ અને સંસ્કાર મળ્યાં હતાં.
પોતાના આચાર, વિચાર અને વિહાર દ્વારા માતા પોતાના બાળકને ગર્ભમાં શિક્ષણ-સંસ્કાર આપે છે. બાળકના જન્મ પછી તેની શૈશવ અવસ્થામાં પણ માં બાળકને સતત શિક્ષણ આપતી પવિત્ર વિદ્યાલય છે.
બાળક થોડું મોટું થતાં મા પોતાના જ સ્તરની વ્યક્તિને બાળકને શિક્ષણ આપવા માટે શોધે છે અને આ માના સ્તરની વ્યક્તિ તે “માસ્તર' છે.
બાળકના ભીતરના ખજાનાનાં જાણતલ અને તેને શોધવા માટે પ્રેરનાર પ્રેરકબળ “માસ્તર’ છે.
ભગવાન ઋષભદેવે ખેતી, ઓજારો, હથિયારો અને અગ્નિનો ઉપયોગ જેવી પાયાની કેળવણી આ માનવજાતિને આપી અને તેમની બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરીએ લિપિ અને ૬૪ કળાઓ શીખવી.
ભારતવર્ષની પ્રાચીન શિક્ષણપદ્ધતિમાં ડોકિયું કરીશું તો જણાશે કે એ સમયમાં ઋષિકુળ, ગુરુકુળ, તપોવન જેવા આશ્રમોમાં ઋષિઓ બાળકોને જીવનોપયોગી વિવિધ પ્રકારની વિદ્યાઓનું શિક્ષણ આપતા.
ક્રમે ક્રમે શિક્ષણની ક્ષિતિજનો વિસ્તાર થયો. વિદ્યાલયો અને મહાવિદ્યાલયો સ્થપાણી. ભારતવર્ષમાં તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વવિદ્યાલયો પણ બની.
અઢારમી સદીમાં વિશ્વમાં બાળશિક્ષણના સ્પેન્સર, રૂસો, ફોબેલ, પેસ્ટોલૉજી જેવા ચિંતકો ઉદયમાં આવ્યા. ઓગણીસમી સદીમાં મોન્ટેસરી અને રવીન્દ્રનાથ ટાગોરે શિક્ષણના ચિંતનમાં પ્રાણ પૂર્યા એ જ અરસામાં ગુજરાતને પૂ. ગાંધીજી, ગિજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી અને મૂળશંકર ભટ્ટ જેવા શિક્ષણક્ષેત્રના ઉચ્ચ વિચારકો મળ્યા. આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
A ૫૩ ]
Page #29
--------------------------------------------------------------------------
________________
જર્મનીમાં ૧૯૩૭માં ફ્રોબેલ કિન્ડર ગાર્ટન (બાલ વિહાર) એટલે બાળકોનો બાગ એવો મુક્ત અને સ્વતંત્ર વાતાવરણમાં નાનાં ભૂલકાંને અનૌપચારિક શિક્ષણનો વિચાર આપ્યો, પરંતુ શિક્ષણનું વ્યાવસાયિક કરનારાઓએ રમતાં, નાચતાં, કુદતાં નિર્દોષ બાળકોને કે. જી.ની કેદમાં પૂરી દીધાં ને તે શૈશવનું વિસ્મય છીનવી લીધું.
આધુનિક શિક્ષણની પાટલી પર બેઠેલાં બાળકો એટલે જાણે ટાંચણીથી ચિટકાડેલાં પતંગિયાં.
૧૯૪૭માં ભારતવર્ષને અંગ્રેજો સ્વરાજ આપીને ચાલ્યા ગયા. ૧૮૩૫માં લૉર્ડ મેકોલે ભારત માટે એક શિક્ષણનીતિનું બીજ રોપ્યું હતું. પોણા બસ્સો વર્ષ પછીય વિષવૃક્ષનાં કડવાં ફળ આજે પણ આપણે આરોગીએ છીએ.
આઝાદી મળ્યાને અડસઠ વર્ષ થયાં. શિક્ષણ સુધારણા માટે ત્રણ શિક્ષણ પંચ અને પાંચ સમિતિઓ નીમવામાં આવ્યાં, છતાં શાળા અને કૉલેજોમાં પ્રવેશ મેળવવા માટેની કેપિટેશન ફી, ટ્યુશન, પ્રાઇવેટ ક્લાસીસ, પરીક્ષામાં ચોરી, પરીક્ષાપદ્ધતિનાં અનિષ્ટો વગેરે ગેરરીતિઓમાંથી શિક્ષણક્ષેત્રને મુક્તિ મળી નથી.
૧૯૯૯માં ‘ભાર વિનાનું ભણતર” નામક યશપાલ કમિટીનો રિપોર્ટ આવ્યો. ૧૨ વર્ષ થયાં છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. બાળકોની સ્કૂલબૅગનો ભાર વધતો જાય છે ને સાથે વાલીઓ પર ફીનો ભાર વધતો જાય છે. કવિ મુકેશ જોષી કહે છે કે -
બાળશિક્ષણના પ્રથમ શ્વાસે જ લ્યો હાંફી જતા, હાથ બદલાવ્યા છતાંય માંડ દફતર ઊંચકે,
મમ્મી જેવી મમ્મીના પણ હાથ એ થાકી જતા.” વળી કૃષ્ણ દવે તો ભગવાન શ્રીકૃષ્ણને કહે છે કે -
ગોવર્ધન નહિ લે, આ બાળકનું દફતર ઊંચકાશે ?
અરે ! એક જ પળમાં મોરપીંછના રંગો ઊતરી જશે.” નિશાળ વિશાળ અને રળિયામણી બને, શાળા “ઘરશાળા’ બને એટલે બાળકને શાળામાં પણ ઘર જેવું વાતાવરણ ને હૂંફ મળે તો બાળકને શાળામાં ૫૪
///// આદર્શ કેળવણીને ઉપનિષદ]
આવવા ઝંખના થશે, નિશાળે જવા થનગનાટથી પગ ઊપડશે, પરંતુ અહીં તો શિક્ષણચિંતક વિલિયમ બ્રેકર કહે છે તેમ - બાળકો શાળામાં આવે છે. પોતાની જાતને કેળવણી આપવા નહિ, પોતે જાણે લાકડાનાં પાટિયાં હોય તેમ આવીને એ શિક્ષક પાસે પડતું મૂકે છે અને કહે છે કે - ‘લો હવે આમાંથી ફર્નિચર બનાવો.’ આવાં નિર્જીવ પાટિયાં જોઈએ, ત્યારે કરસનદાસ માણેકની કાવ્યપંક્તિઓ જરૂર યાદ આવે -
ખીલું ખીલું કરતાં માસૂમ ગુલસુમ શિક્ષકને સોપાણા, કારાગાર સમી શાળાના કાઠ ઉપર ખડકાણા, વસંત, વર્ષા ગ્રીષ્મ-શરદના ભેદ બધાય ભુલાણા, જીવન મોહ તણા લઘુતમમાં પ્રગતિપદ છેદાણા, હર્ષ ઝરણ લાખો હૈયાના ઝબક્યા ત્યાં જ જલાણા , લાખ ગુલાબી સ્મિત ભાવિના વણવિકલ્યા જ સુકાણા , તે દિન આંસુ ભીના રે, હરિનાં લોચનિયાં મેં દીઠાં.” કેળવણીને આપણે સાચા અર્થમાં સમજવી પડશે. કાકા કાલેલકર કેળવણીને સ્વતંત્ર રાજરાણી સાથે સરખાવી છે - “એ સત્તાની દાસી કે કાયદાની કિંકરી નથી. સર્વથા પ્રકારનાં બંધનોથી મુક્તિ અપાવે અને જીવન વધારે ઉન્નત અને બળવાન બનાવે તે જ સાચી કેળવણી છે. બહારથી અને અંદરથી વ્યક્તિ આખે ને આખી બદલાઈ જાય, કેળવણી એ રૂપાંતરની પ્રક્રિયા છે. મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા છે. સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલું હીર પ્રગટાવવામાં રહેલી છે. કેળવણી ખરું કામ વ્યક્તિમાં રહેલા બીજભૂત વ્યક્તિત્વને પ્રગટ કરવાનું છે.'
આર્ષદર્શન, મુક્તિ, અંતપ્રેરણા, નિત્ય નવું સર્જન અને સાહસ, આચાર્ય વિનોબાજી “આ પાંચ તત્ત્વોના પવિત્ર રસાયણ પંચશીલ દ્વારા ભણતર, ગણતર અને ઘડતરની કેળવણી બનાવવાની વાત કરે છે. વ્યક્તિને કેળવે તે જ ખરી કેળવણી કહેવાય.”
શિક્ષણ કે કેળવણીની સામાન્ય સમજ આપણામાં એવી હોય છે કે - મારા બાળકને મારે એવું શિક્ષણ આપવું છે કે તેને મોટી અને ઊંચી ડિગ્રી મળે અને એ ડિગ્રી પણ એવી હોય કે તેને સમાજમાં માન-મોભો તો મળે, ખૂબ જ શ્રીમંત કુટુંબની રૂપાળી કન્યા મળે કે ખૂબ જ શ્રીમંત કુટુંબનો આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
આ પપ |
Page #30
--------------------------------------------------------------------------
________________
મુરતિયો મળી જાય. ખૂબ જ સારી, ઊંચા પગારવાળી નોકરી મળે અથવા તે ડિગ્રી દ્વારા પોતાનો વ્યવસાય કરી ખૂબ ઊંચી કમાણી કરી શકે.' શિક્ષણ કે કેળવણી પાસે આપણી આ જ અપેક્ષા છે.
શિક્ષણ, વિદ્યા કે કેળવણી માત્ર પૈસા કમાવવાનું સાધન નથી. શિક્ષણ જીવનલક્ષી હોય તો જ જીવન ઉન્નત બને. શિક્ષણ અને સંસ્કાર એક સિક્કાની બે બાજુ છે તે ભૂલવું ન જોઈએ. કેળવણીનું અંતિમ ધ્યેય તો જ્ઞાનમાંથી શાણપણ સુધી લઈ જવાનું છે. જે શિક્ષણમાં નીતિ અને ધર્મના સંસ્કાર અભિપ્રેત હોય તે કેળવણી જ કલ્યાણકારી બની શકે.
કોઈ એક વ્યક્તિ વિજ્ઞાનક્ષેત્રની ઊંચી કેળવણી પ્રાપ્ત કરી વિનાશકારી બૉમ્બ બનાવવાની શોધ કરે. એને એ શોધ વેચી કરોડો રૂપિયા રળે અને લાખ્ખો માનવસંહારનો નિમિત્ત બને. 1 કરોડ રૂપિયા દ્વારા એ ગાડી, બંગલો અને સંપત્તિની હારમાળા ઊભી કરી દે. પોતે મેળવેલ શિક્ષણ કે વિદ્યાના ઉપયોગ-દુરુપયોગ દ્વારા એ ભવ્ય જીવનશૈલી પામે અને પોતે એને વિદ્યાની ભવ્યતા પણ કહેશે. બીજી વ્યક્તિ તબીબીવિજ્ઞાનમાં શોધ કરી બીજાના જીવન બચાવવાનું કાર્ય કરે છે. ગરીબ દર્દીની ફી લીધા વગર દવા પણ કરે છે. ઓછા પૈસા કમાવાથી સાદી જીવનશૈલી છે, આપણે આને વિદ્યાની દિવ્યતા કહીશું.
સંસ્કાર કે વિવેકબુદ્ધિવિહીન શિક્ષણ, વિદ્યા કે કેળવણી ન બની શકે. લૂખું શિક્ષણ વિવેકહીન ભવ્યતાનું પ્રદર્શન કરી શકે, પરંતુ સંસ્કાર અને વિવેકસહ પ્રાપ્ત કરેલ શિક્ષણ પવિત્ર વિદ્યા કે કેળવણી બની દિવ્યતાનું દર્શન કરાવી શકે. દિવ્યતાનું દર્શન કરાવનાર વિદ્યાર્થી પર શ્રુતદેવતા કે મા સરસ્વતીના આશીર્વાદ જ હોય.
આધુનિક શિક્ષણે સંસ્કારહીન સાક્ષરને જન્મ આપ્યો છે, જેની રાક્ષસી તાકાત અનેક વિકૃતિઓથી ખદબદે છે.
શિક્ષણની સમગ્ર પ્રક્રિયામાં શિક્ષણવિદો, વિદ્વાનો, સારસ્વતો અને શિક્ષકોનું પવિત્ર અને અગ્રસ્થાન છે.
શિક્ષણવિદો, શિક્ષણચિંતકો એ શિક્ષણનું આદર્શ માળખું બનાવવામાં મદદરૂપ થાય અને એ રૂપરેખાને ચરિતાર્થ કરવા શિક્ષકો અને પુરુષાર્થ દ્વારા સફળ પરિણામ આપવા તત્પર બનશે.
શિક્ષકો અને શિક્ષણશાસ્ત્રીઓ માટે ૧૯૩૭મા “હરિજનબંધુ'માં પ્રગટ થયેલા ગાંધીજીના વિચારો પથદર્શક બની રહે તેવા છે : પ૬ .
ને આદર્શ કેળવણીને ઉપનિષદ |
સાચી કેળવણી તો બાળકો અને બાળાઓની અંદર રહેલું હીર પ્રગટાવવામાં રહેલી છે. આ વસ્તુ વિધાર્થીઓના મગજમાં નકામી હકીકતોનો ખીચડો ભરવાથી કદી ન સાધી શકાય. એવી હકીકતો વિદ્યાર્થીઓ પર બોજારૂપ થઈ પડે છે. એ તેમની સ્વતંત્ર વિચારશક્તિને હણી નાખે છે અને વિદ્યાર્થીને કેવળ યંત્રરૂપ બનાવી દે છે.”
ગાંધીજીએ પ્રરૂપેલી નઈ તાલીમનાં આદર્શ અને ઉત્તમ તત્ત્વો આજની શિક્ષણપ્રણાલીમાં ઉમેરવા જેવાં છે.
સોક્રેટિસે શિક્ષકને દાયણ સાથે સરખાવ્યો છે. શિક્ષક જ્ઞાન દેનારો નથી, પરંતુ ખૂબ જ સિફતથી, માવજતથી જ્ઞાનને બહાર લાવનાર છે.
બાળક અખૂટ ખજાના ભરેલ એક બીજરૂપ છે અને શિક્ષક માળીની ભૂમિકામાં છે, જે બાળકની અંદર રહેલી શક્તિઓને બહાર લાવવા માટેનું સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. કોઈ બીજને વૃક્ષ બનાવવા માટે તેની અંદર રહેલા અંકુરને બળજબરીથી બહાર ખેંચી કાઢવામાં આવે, તો તે વૃક્ષ ન બની શકે, પરંતુ કુશળ માળી તેને ખાતર અને પાણીનું યોગ્ય સિંચન કરશે, તો યોગ્ય સમયે તે અંકુરમાંથી છોડ વિકસશે. સફળ ઉદ્યોગપતિ શ્રી અજીમ પ્રેમજી કહે છે : “આજની વિદ્યાલયો અને શિક્ષકો બાળકને માટી જેવું માને છે, તેને કોઈ પણ બીબામાં ઢાળી શકાય તેમ હોય છે.”
અહીં વાલીઓ અને શિક્ષકો કુંભારની ભૂમિકા ભજવી બાળકને કેવો ઘાટ આપવો તેનો નિર્ણય કરે છે. એક ચીની કહેવત છે - “કુંભારને તમે એક બીજ આપશો તો તેનું બોન્સાઈ બનાવી દેશે.” “બોન્સાઈ એટલે એક પ્રકારનું કુંઠિત વૃક્ષ. જેને માણસની મરજી મુજબ કૃત્રિમ ઘાટ આપવામાં આવ્યો છે. આ વૃક્ષ ક્યારેય આકાશની અખિલાઈને માપી શકતું નથી. તેનું અસ્તિત્વ કુંડામાં જ મર્યાદિત રહે છે. તેના મૂળને જમીનમાં ફેલાઈ જવાની તક મળતી નથી. આજની શિક્ષણસંસ્થાઓ બાળકની શક્તિઓને આ રીતે કુંઠિત બનાવી દે છે.'
શિક્ષક, મિત્ર, ગુરુ કે માર્ગદર્શકની ભૂમિકાને બદલે જો તે સ્વાર્થી, લાલચુ અને નિર્દય બની સરમુખત્યારની ભૂમિકા ભજવે ત્યારે આખો સમાજ તેનાથી નારાજ થઈ જાય છે.
વર્તમાનપત્રોમાં આવા કિસ્સાઓ છાશવારે પ્રગટ થાય છે. પાટણની કૉલેજના અધ્યાપકોએ વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ કર્યું. | આદર્શ કેળવણીને ઉપનિષદ
Wછે પછી
Page #31
--------------------------------------------------------------------------
________________
એક વિદ્યાર્થીને શિક્ષકે પ્રશ્ન પૂછ્યો. જવાબ ન મળ્યો. શિક્ષકે એટલા જોરથી તમાચો માર્યો કે કાનના પડદા ફાટી ગયા.
દિલ્હીની એક શાળાના શિક્ષકે સાત વર્ષની એક બાળાને હોમવર્ક કરીને ન લાવવાની સજારૂપે નિર્વસ્ત્ર કરી પાટલી પર ઊભી રાખવાનો દંડ ફટકાર્યો. શિક્ષકને જેલની સજા મળી.
ઉદેપુરમાં પરીક્ષાખંડમાં એક વિદ્યાર્થિનીએ ડેસ્ક બહાર પગ લાંબા કર્યા. શિક્ષિકાએ સજા કરી. તે બાળાનું જીવન ગયું. સમાજની નજરોમાં શાપિત શિક્ષિકા કારાગારમાં કેદ થઈ.
અમેરિકાની એક શાળાના વિદ્યાર્થીને શિક્ષક સાથે ઝગડો થતાં પોતાની રિવૉલ્વરમાંથી શિક્ષકને ગોળી મારી.
આ કોઈ ગુનેગાર કે પોલીસની વાતો નથી, વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેની ઘટનાઓ છે. આવી જે ઘટનાઓ ઘટે છે, તે માત્ર દુર્ઘટના જ નથી બનતી, ભીષણ કરુણાંતિકાઓ બનતી જાય છે.
સહશિક્ષણમાં કેટલીય યુવતીઓ સ્વચ્છાએ જાતીય-સાહચર્ય માણે છે, તો કેટલીય બળાત્કારનો ભોગ બને છે. આ સમસ્યા શાળામાં સેક્સ એજ્યુકેશન આપવાથી નહિ ઊકલે, પરંતુ ઘર અને શાળાજીવનનાં પાયામાંથી મળતા નીતિ, સદાચાર, સમૂહજીવન, ધર્મ અને વિવેકયુક્ત સંસ્કાર જ આ દૂષણને ડામી શકે.
૧૯૪૯માં ડૉ. રાધાકૃષ્ણની આગેવાની હેઠળના પંચે પોતાના અહેવાલમાં પરીક્ષાપદ્ધતિની સુધારણા પર ભાર મૂક્યો. ૧૯૬૬માં ડૉ. ડી. એસ. કોઠારીના અધ્યક્ષસ્થાને રચાયેલ કમિશને કહ્યું કે - “વિદ્યાર્થીઓના જ્ઞાનનો ક્યાસ તેમના માર્ક્સ પરથી આવી શકે નહિ. વધુ માર્ક્સ મેળવવાની રેસમાં વાલીઓ અને શિક્ષકો સ્કૂલોમાં ભણતાં ભૂલકાંને શિક્ષણના બોજા હેઠળ કચડી રહ્યા છે.” આપણી પરીક્ષાપદ્ધતિની સૌથી મોટી ખામી એ કે વિદ્યાર્થી અહીં પરીક્ષાર્થીની ભૂમિકામાં હોય છે અને શિક્ષક ન્યાયાધીશની ભૂમિકામાં હોય છે. હકીકતમાં શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં બંનેની બરાબરની ભાગીદારી હોય છે. પરીક્ષાપદ્ધતિનો ઉપયોગ વિદ્યાર્થીને પાસ કે નાપાસનો સ્ટૅમ્પ મારવા માટે જ થઈ રહ્યો છે. આજની પરીક્ષાનો હેતુ હવે પાસ થવા પૂરતો જ મર્યાદિત નથી રહ્યો, તે વધુ માર્ક્સ મેળવવાની રેસ બની ગઈ છે. // આદર્શ કેળવણીનું ઉપનિષદ
૫૮
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(સીબીએસઈ)માં દર વર્ષે છ લાખ વિદ્યાર્થીઓ બેસે છે. તેમાંથી નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી કેટલાક ડિપ્રેશન અને માનસિક બીમારીઓનો ભોગ બને છે અને ૪૦૦૦ વિદ્યાર્થીઓ દર વર્ષે આપઘાત કરે છે, એટલું જ નહિ, ૯૨ ટકા માર્ક્સ મળવાથી જ સારી કૉલેજમાં ઍડ્મિશન મળશે એવી ગ્રંથિથી ૯૦ ટકા મેળવનાર વિદ્યાર્થી હતાશામાં જીવનનો અંત આણે છે. જો આપણે વિદ્યાર્થીને સ્ટ્રેસ-હતાશા અને તાણના સકંજામાંથી છોડાવવો હોય તો પરીક્ષાપદ્ધતિનો હેતુ વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવાનો છે. એ વળગણમાંથી બહાર આવવું જોઈએ. વિદ્યાર્થીઓ પર માત્ર બોજો બની રહેલ ૧૦મા ધોરણની પરીક્ષાપદ્ધતિ પુનઃ વિચારણા માંગી લે છે.
વિદ્યાલયો અને કૉલેજ કે યુનિવર્સિટીની હૉસ્ટેલોમાં અને છાત્રાલયોમાં રેગિંગની ઘટનાઓ પણ એક ભયંકર દૂષણ છે. રેગિંગનો ભોગ બનનાર વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓ તાણ, હતાશા કે ડિપ્રેશનનો ભોગ બને છે. જીવનથી વિમુખ થવાના પણ કેટલાક કિસ્સાઓ બન્યા છે. સંસ્થાના સંચાલકોએ કડક હાથે કામ લઈ આ શરમજનક વિકૃતિને ડામી દેવી જોઈએ. તાજેતરમાં કેન્દ્ર સરકારના માનવસંસાધન સચિવાલયે રેગિંગ અટકાવવા એક હેલ્પલાઈન શરૂ કરી છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનાં વિદ્યાર્થી કે વિદ્યાર્થિની રેગિંગ અંગેની ફરિયાદ ૧૮૦૦-૧૮૦-૫૫૨૨ ટોલ ફ્રી નંબર પર નોંધાવી શકશે. HelpLine@antiragging.net પર તંત્ર કે પોલીસની મદદ માટે ઇ-મેઇલ કરી શકશે.
શિક્ષણ કઈ ભાષામાં આપવું તેના વિવાદમાં આપણે દાયકાઓથી ફસાયેલા છીએ. “અંગ્રેજી માધ્યમનો પાયો નાખનાર મેકોલેને તો અંગ્રેજો માટે બાબુઓ પેદા કરવામાં રસ હતો. શિક્ષણચિંતકોએ માતૃભાષાને આંખ અને અંગ્રેજી ભાષાને ચશ્માં સાથે સરખાવી છે. માતૃભાષામાં માના ધાવણ જેવું બળ અને પવિત્રતા છે. માતૃભાષામાં બાળકે ગોખણપટ્ટી નહિ કરવી પડે, તે સહજ રીતે ભણી શકશે.”
ઉત્તમ અંગ્રેજીનું શિક્ષણ જરૂરી છે. અંગ્રેજી શીખવા સામે વિરોધ ન હોઈ શકે. ભારતવર્ષમાં અંગ્રેજી સાથે અંગ્રેજિયત આવે તેની સામે વિરોધ હોવો જ જોઈએ. દરેક રાજ્યનો વહીવટ જે-તે પ્રદેશની પ્રાંતીય ભાષામાં ચાલે. સાથે પ્રાંત અને દેશનો વહીવટ રાષ્ટ્રભાષા હિંદીમાં ચાલે તે વાત વ્યવહારુ છે. વિશ્વનાં ૧૮૦ રાષ્ટ્રોમાંથી માત્ર ૧૨ રાષ્ટ્રોમાં અંગ્રેજીનો વ્યવહાર ચાલે છે. ફ્રાન્સ, જર્મની, રશિયા, ચીન, ઇઝરાયલ અને જાપાન જેવા દેશો આદર્શ કેળવણીનું ઉપનિષદ
че
Page #32
--------------------------------------------------------------------------
________________
પોતાની રાષ્ટ્રભાષામાં જ વ્યવહાર કરે છે. તો વિજ્ઞાન ટેક્નૉલોજીના ક્ષેત્રે એ રાષ્ટ્રો આગલી હરોળમાં છે.
સમાજે બાળકોમાં રહેલી લર્નિંગ ડિસએબિલિટી-સ્લો લર્નર (ડીસલેક્સિયા) અને હાઈપર એક્ટિવ (બિહેવિયર ડિસઑર્ડર) અતિશય ચંચળતા પ્રત્યે દુર્લક્ષ સેવ્યું છે. સરકારે પ્રાથમિક કક્ષાએ શાળાઓમાં આના સ્ક્રીનિંગ કૅમ્પ, નિદાન શિબિર યોજી, આવાં બાળકોને સ્પેશિયલ સ્કૂલમાં શિક્ષણ આપવાની દરેક જિલ્લાઓમાં સગવડ કરવી જોઈએ.
શિક્ષણ સંસ્થાઓનું વ્યાવસાયીકરણ અને વૈશ્વિકીકરણ માટે સરકારે વિવેકયુક્ત નીતિ ઘડવી પડશે, જેથી ગ્લોબલાઇઝેશનના શિક્ષણક્ષેત્રમાં લાભ મળે અને અનિષ્ટોથી દૂર રહેવાય.
શિક્ષણચિંતક મોતીભાઈ પટેલ કહે છે કે - “આજનો શિક્ષક ગુરુ બનવાની અને વિદ્યાર્થી શિષ્ય બનવાની હેસિયત જ ખોઈ બેઠો છે. પહેલાં ગુરુને મન અધ્યાપન એ આનંદ હતો. આજે તો એ વ્યવસાય બની ગયો છે. શિક્ષણ સંસ્થાઓ માનવઉછેરના ઉપવન બનવાને બદલે કારખાનાં બની ગઈ છે.’
શિક્ષણમાં અનામત પ્રથાના રાજકારણનાં કડવાં ફળ આપણે આરોગી રહ્યાં છીએ. ઉચ્ચ વહીવટીક્ષેત્રમાં ભ્રષ્ટ અને અનૈતિક અમલદારો આપણને કોણે આપ્યા ? આ એક ચિંતા અને ચિંતનનો વિષય છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓએ હવે શિક્ષણને સમાજમાં આર્થિક સીડી ચઢવાના સાધન તરીકે નહિ, પણ વ્યક્તિત્વ વિકાસના માધ્યમ તરીકે સ્વીકારવું પડશે. શિક્ષણ એ માનવહક્ક છે. માટે દરેક બાળકને શિક્ષણ મળે એ જોવાની સરકાર અને રાષ્ટ્રના દરેક નાગરિકની ફરજ છે.
આ દેશમાં શિક્ષણ અંગે જાગૃતિ લાવવાનું અને શિક્ષકોને સંસ્કારવાનું કામ લોકશિક્ષકો અને સંતો સુપેરે કરી શકે તેમ છે. પૂ. મોરારિબાપુએ પોતાના ગામમાં શિક્ષકસત્ર યોજી પાંચસો શિક્ષકોને પુસ્તકો અને કૅસેટો અર્પણ કર્યાં હતાં. એ કાર્ય વિદ્યાજગતની અપૂર્વ ઘટના ગણાય.
જે વિદ્યાગુરુ પાસેથી આપણે વિદ્યા ગ્રહણ કરી પરિવાર અને સમાજમાં સ્થિર થયા પછી આપણે ક્યારેય તેને યાદ કરીએ છીએ ?
સૌરાષ્ટ્રના એક ગામડામાંથી ભણી અમે બધાં ભાઈ-બહેનો મુંબઈ આવ્યાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લઈ અહીં ડૉક્ટર, સી.એ., એન્જિનિયર, એમ.બી.એ. થઈ પોત-પોતાના વ્યવસાય-ઉદ્યોગમાં આદર્શ કેળવણીનું ઉપનિષદ
so
સેટલ થયા. થોડાં વર્ષો પહેલાં અમને વિચાર આવ્યો કે - ‘આપણે જેની પાસે ભણ્યાં એ શિક્ષક-શિક્ષિકાઓને ગામ જઈ મળીએ.' કેટલાક
રિટાયર્ડ થયેલા, કેટલાક બીજે ગામ ગયેલા, પરંતુ ગામની શિક્ષણસંસ્થાઓના સહયોગથી જિલ્લાનાં કુલે ૪૭ શિક્ષક-શિક્ષિકાઓ અગાઉથી આપેલ આમંત્રણ પ્રમાણે અમારે ત્યાં પરિવાર સાથે પધાર્યાં. દેશ-વિદેશમાં વસતા અમારા પરિવારના સભ્યોએ એક દિવસ એ વિદ્યાગુરુવર્યો સાથે ગાળ્યો. ‘ગુરુવંદના’ કાર્યક્રમ હેઠળ સમારંભમાં તેઓ જ્યાં બેઠા હતા ત્યાં જઈ અમે કુમકુમ અક્ષતથી તિલક કરી મા સરસ્વતીની ચાંદીની મુદ્રા પ્રતીકરૂપે અર્પણ કરી, મીઠાઈ અને ઋણ સ્વીકાર સન્માનપત્ર સાથે વંદન કરી સન્માન કર્યું. આજે વર્ષો પહેલાંનો એ દિવસ મારા માટે અવિસ્મરણીય આનંદ પર્વ સમાન છે.
બાળકોના જીવનમાં શ્રમ, સ્વાવલંબન, સમૂહજીવનના ખ્યાલો અને પ્રકૃતિનું સાંનિધ્ય મળે તેવી શિક્ષણ સંસ્થાઓના વિકાસની જરૂર છે.
નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા અને ગુજરાતના વલ્લભીપુરની સંસ્થાના અવશેષો આજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઇતિહાસ સાથે બતાવવા જેવા છે.
શાંતિનિકેતન, શારદાગ્રામ, લોકભારતી, ઋષિકુળ, નવસારીનું તપોવન, સંસ્કાર તીર્થ, આટકોટનું રૂડા ભગતનું વિદ્યા સંકુલ, અંકલેશ્વરની ગુરુ વિદ્યાલય, સુરેન્દ્રનગરનું સરદાર પટેલ શિક્ષણ સંકુલ અને સુરતનું ગજેરા વિદ્યા સંકુલની શિક્ષણજગતના જિજ્ઞાસુઓએ મુલાકાત લેવી જોઈએ.
રાષ્ટ્રપિતા ગાંધીજી, જેના જન્મદિવસને આપણે શિક્ષકદિનરૂપે ઊજવીએ છીએ. તે ડૉ. રાધાકૃષ્ણન્, મહિલા શિક્ષણના પ્રણેતા ધોંડો કેશવ કર્વે, રવીન્દ્રનાથ ટાગોર, મનુભાઈ પંચોળી, જુગતરામ દવે, ગીજુભાઈ, નાનાભાઈ ભટ્ટ, નવલભાઈ શાહથી લઈને સૌરાષ્ટ્રના છેવાડાના ગામ અમરેલીના વિદ્યાગુરુ ઋષિકલ્પ નવલકાંત જોષી જેવા નામી-અનામી અનેક શિક્ષકો અને શિક્ષણજગતના મહાનુભાવો કે જેણે શિક્ષણના પવિત્ર ગંગાજળને દૂષિત થતું અટકાવવાનો સમ્યક્ પુરુષાર્થ કર્યો, જેના કારણે વિદ્યારૂપી દીપકની જ્યોત પ્રજ્વલિત છે અને એ વિદ્યાદીપકમાંથી લાખો દીવા પ્રગટી રહેલ છે એવા પુણ્યશ્લોક પુરુષોની આપણે અભિવંદના કરીએ.
(ગુણવંતભાઈ કેટલીય શૈક્ષણિક, ધાર્મિક અને આરોગ્યને લગતી સંસ્થા સાથે સંકળાયેલા છે. તેમના લખેલા અને સંપાદિત ૬૦ પુસ્તકો પ્રગટ થયાં છે. જ્ઞાનસત્રોના આયોજનમાં રસ લે છે.) આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧
Page #33
--------------------------------------------------------------------------
________________
કેળવણી અને માનવીય મૂલ્યો
- મૂળશંકર મો. ભટ્ટ) નાનાભાઈ સ્મારક વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો આપવા માટે આમંત્રણ આપીને લોકભારતી ટ્રસ્ટીમંડળે મને ઉપકૃત કર્યો છે. બે દસકાથી પણ લાંબા સમયથી ચાલી રહેલ વ્યાખ્યાનમાળામાં મારી જાતને શ્રોતા તરીકે જેટલી સહજ રીતે હું ગોઠવી શક્યો છું, તેટલી જ સહજ રીતે વ્યાખ્યાતા તરીકે ગોઠવવાનું મુશ્કેલ છે. આ વ્યાખ્યાનમાળાના અગાઉના વ્યાખ્યાતાઓમાં પંડિતો, કવિઓ, સારસ્વતો, ગાંધીજનો, રચનાત્મક કાર્યકરો, સાહિત્યકારો, રાજનીતિજ્ઞોની તેજસ્વી હારમાળા નજરે પડે છે; અને એથી જ આ સ્થાન પર બેસીને બોલતાં સંકોચ અનુભવું છું. આ વ્યાખ્યાનો માટેની નિમંત્રણ-પત્રિકામાં મારા નામ આગળ “જાણીતા શિક્ષાવિદુ’નું વિશેષણ મૂકવામાં આવ્યું છે, તેથી તો મારો સંકોચ ઊલટો વધી જાય છે. હું મને ‘શિક્ષક’ કરતાં વધુ કે તેથી ઓછો ગણી શકતો નથી, વિદ્યાર્થીઓ ને શિક્ષકો તે જ મારો શ્રોતાવર્ગ રહ્યો છે. વર્ગની આબોહવા મારા ચિત્તને વધુ માફક આવે છે. એને કારણે અહીં આ વિશાળ સભાખંડમાં હું આપ સૌની આગળ એક વર્ગ લેતા શિક્ષકની જેમ વર્તન કરતાં-કરતાં જે કંઈ કહીશ તેને આપ ઉદારતાથી વ્યાખ્યાન સમજી લેશો.
વળી જ્યારે આ સુયોગ મને પ્રાપ્ત થયો જ છે, ત્યારે સહેજે નાનાભાઈ તથા આ સંસ્થા સાથેના મારા ગાઢ આત્મીયભાવભર્યા સંબંધોમાંથી જાગ્રત થતી અનેક સ્મૃતિઓ ચિત્તને ભરી મૂકે છે. અત્યારે મારા જીવનનો સંધ્યાકાળ ચાલી રહ્યો છે, પણ મારાં ઉત્તમ વરસો, મારો કાર્ય-પરાયણ યૌવનકાળ આ સંબંધોના રસે રસેલો છે, અને એ બધાંનું સ્મરણ કરતાંકરતાં નાનાભાઈનું તર્પણ કરી રહ્યો હોઉં એવો ભાવ અનુભવું છું અને તેમને મનોમન વંદન કરીને તેમણે જ આપેલાં ઘરકામને ભાંગીતૂટી વાણીમાં સોંપીને હળવો થતો હોઉં એમ લાગે છે.
આ ઋણમુક્તિ તે કઈ રીતે, તે વિશે વાત કરતાં થોડું સ્વગત કહ્યું તો તેને આપ અપ્રસ્તુત નહિ ગણો એમ માનું છું.
આઠ દાયકા જેટલા લાંબા પટ પર પથરાઈને પડેલા મારા જીવતર તરફ નજર નાખવાનું વારેવારે બને છે. આટલાં વરસોની મારી કમાઈના લેખાંજોખાં
VIII) આદર્શ કેળવણીને ઉપનિષદ |
કરવાનું આ ઉંમરે સહેજે મન થાય તે આપ સમજી શકશો. સમગ્ર રીતે તો મારા જીવનમાંથી પરમ સંતોષનો સૂર મારા ચિત્તના ગુંબજને ભરી મૂકે છે, પણ મારા જીવનવ્યાપારમાં મને મળેલી મૂડીનો હિસાબ માંડું છું, તો કેટકેટલી વ્યક્તિઓ, ઘટનાઓનો તેમાં ફાળો નોંધાયેલો મળી આવે છે ! પણ તે સૌમાં સૌથી વધુ ફાળો ત્રણ વ્યક્તિઓનો તરી આવે છે અને તે - મારી માતા, નાનાભાઈ તથા ગાંધીજી. મારા શિક્ષક તરીકેના વ્યવસાયમાં મારા સાથીમિત્રો, પુણ્યશ્લોક સંતો અને જેમને ન ભૂલી શકું તેવા મારા અનેક વિદ્યાર્થીમિત્રો પાસેથી મને જે કંઈ મળ્યું છે, તે તો મારું ગુપ્તધન છે જ, પણ જે ત્રણ વ્યક્તિઓનો મેં ઉલ્લેખ કર્યો, તેમાં આ બધાંનો સમાવેશ થઈ શકે એટલી તેમાં વિશાળતા છે. અલબત્ત, એનો અર્થ એવો પણ નથી કે મારી પોતાની કંઈ જ કમાઈ નથી ને કેવળ પિતૃધન પર હું નભ્યા કર્યો છું. હું અલ્પતાભાવની સરહદ સુધીની અતિ નમ્રતા પણ નથી અનુભવતો. હું કહેવા એ માંગુ છું કે આપકમાઈ કરવા માટેની પ્રેરણા અને ચાવીઓ આ પ્રતાપી પૂર્વજો પાસેથી મળી છે, તેનો આમાં ઋણસ્વીકાર છે.
જીવતરના ઉત્તરાર્ધમાં મારા ચિત્તનું આ રીતે હું વિશ્લેષણ કરી શકું છું. પૂર્વાર્ધમાં આ માટેની ભૂમિકા મારા ચિત્તમાં બંધાઈ ન હતી. એ કારણે મારી સ્થિતિ કંઈક વિચિત્ર બની છે. આ વિચિત્રતાને સમજાવવા માટે કાલિદાસના “શાકુંતલ'માંથી એક શ્લોકનો આશ્રય મારે લેવો પડશે. કવિ કુલગુરુ કાલિદાસ તો માનવચિત્તના ઊંડામાં ઊંડા ને પકડવા મુશ્કેલ એવા ભાવો - વિકારોને આપણી સમક્ષ હસ્તામલકવત્ કરી મૂકી શકે છે. તેમની તો વાત જ ન થાય. તેમના આ નાટકમાં સાતમા અંકમાં એક શ્લોક છે -
यथा राजो नेति समक्षरूपे
तस्मिन्नपक्रामति संशयः स्यात् । पदानि दष्टवा तु भवेत्प्रतीतिः
तथाविधो मे मनसो विकारः ॥ આ શ્લોકમાં દુષ્યન્ત પોતાના મનોભાવ કેવી માર્મિક રીતે પ્રગટ કરે છે ! તેણે પોતાની વિવાહિત ને સગર્ભા એવી શકુંતલાને પોતાની સામે આવીને ઊભેલી જોઈ, પણ તેને તે ઓળખી ન શક્યો ને કહ્યું કે - “તને હું ઓળખતો નથી.” તેનાં આ આગ જેવાં વાક્યો સાંભળીને ભલીભોળી આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
A ૬૩ |
દર
VIIIM
Page #34
--------------------------------------------------------------------------
________________
આશ્રમકન્યા શકુંતલાનો પુણ્યપ્રકોપ જાગ્રત થાય છે ને તે દુષ્યન્તને “અનાર્ય' કહીને સંબોધે છે ને પછી ચાલી જાય છે. તે વખતે દુષ્યન્ત સ્વગત આટલું કહે છે - ‘આનો આ પ્રકોપ જોઈને મને પણ ઘડીક શંકા થાય છે કે - “કદાચ આ શકુંતલા તો ન હોય !” પણ પછી શકુંતલાને તો તેની માતા મેનકા ઉપાડી જાય છે. પછી આ તોફાન ઊભું કરનાર એવી વીંટી તેના હાથમાં આવે છે, એટલે શકુંતલા સાથેના બધાય પ્રસંગો તાજા થાય છે, ને તેને ખાતરી થાય છે કે - “આ શકુંતલા જ હતી. આ વાત આ શ્લોકમાં તેણે આ રીતે રજૂ કરી છે.
“જેવી રીતે સામે જ ઊભેલો હાથી જોઈને ખાતરી થાય કે - “આ હાથી નથી,” તે ચાલવા માંડે ત્યારે થાય કે - “કદાચ આ હાથી જેવું કાંઈક હોય. પણ એ ચાલ્યા ગયેલા હાથીનાં પગલાં જોયાં પછી ખાતરી થાય કે - ‘એ હાથી જ હોય.’ આવા પ્રકારનો મારો મનોવિકાર શકુંતલા વિશે થયો.”
મારી માતા અને નાનાભાઈ વિશે મારા મનોવિકારો કંઈક આવા જ રહ્યા, ને તેમનાં એક પછી એક જીવનકાર્યો ને પગલાંઓ જોયા પછી, તેનું અવલોકન કર્યા પછી, મને પ્રતીતિ થઈ કે - “આવી હતી મારી માતા, ને આવા હતા નાનાભાઈ.” ગાંધીજી વિશેય આવું બન્યું છે, પણ તેમાં તો મારાથી ઘણા ચડી જાય તેવા લોકો હજુપણ પગલાંનું નિરીક્ષણ કર્યા કરે છે ને ખાતરી કરવા મથે છે કે આ લાગે છે તો ગાંધી. એટલે એમાં હું પાછળ રહી ગયાનો અફસોસ નહિ કરું.
જ્યારથી હું સમજણો થયો ને પગભર થવા લાગ્યો, ત્યારથી મારી માતા ને મારી વચ્ચે વિચારો, વર્તન વગેરેમાં માત્ર ભિન્નતા જ નહિ, વિરોધ પણ સતત પ્રગટ થયા કરતો હતો. હું ગાંધીની હવામાં ભણ્યો, મારી મા તે કાળમાં સદેહે હોવા છતાં તે સંપૂર્ણપણે ચુસ્ત જ્ઞાતિબદ્ધ બ્રાહ્મણજીવનપદ્ધતિમાં જ જીવતી હતી. વળી કુટુંબના વડીલ તરીકેનો રોલ ભજવવાનું તેને પરંપરામાં જ મળેલું હતું. મારી માતાએ પોતાના પૂર્વજીવનમાં કષ્ટો, યાતનાઓ વેઠીને અમને ઉછેર્યા હતાં. તેનું મને નિરંતર ભાન રહેતું. એથી તેને લેશમાત્ર પણ આઘાત થાય તેવું કંઈ પણ ન કરવા હું જાગ્રત રહેતો. તોપણ જીવનપદ્ધતિમાં જ મોટું અંતર, તેથી કેટલાએક સંઘર્ષો અનિવાર્ય બન્યા. તેને લીધે મનદુઃખના પ્રસંગો આવ્યા જ કરે. આથી મારી માતાનું અસલ સ્વરૂપ સમજવા માટેની જરૂરી સ્વસ્થતા ને ૬૪ /
A આદર્શ કેળવણીનું ઉપનિષદ)
તટસ્થતા મારામાં ઊભી ન થઈ. મને તે મારા નવા જીવનમાં અંતરાયરૂપ વધુ લાગતી. પણ મારી માતા અવારનવાર કોઈક પ્રસંગ નિમિત્તે પોતાના જૂના જીવનપ્રસંગો સહજ રીતે રજૂ કરતી ત્યારે ઘડીભર હૃદય હચમચી ઊઠતું. તે પ્રસંગોમાં તેના વર્તમાનની બધી આચારવિચારની બંધિયાર લાગતી મર્યાદાથી ઊંચે ચડીને એક તેજસ્વી મૂર્તિરૂપે તે પ્રગટ થતી. પણ વળી પાછું એ જ રોજબરોજના નાના-મોટા સંઘર્ષો ચાલ્યા કરતા. પણ જેમ-જેમ મારી માતાના અંતિમ દિવસો પાસે આવતા ગયા ને મારું જીવન ઉત્તરાર્ધમાં પ્રવેશ્ય ત્યારે તેના સમગ્ર જીવન પર એક લાંબી નજર નાખીને જોયું તો એક એવી માનવમૂર્તિ મારી નજર સમક્ષ ખડી થઈ કે જેણે મને માનવીય મૂલ્યોને સમજવાની ને તેને આત્મસાત્ કરવા માટેના પુરુષાર્થ માટેની ચાવીઓ આપી -
ગયો તે યુગ મસ્તીનો, ઝંઝાવાતો ગયા બધા; આપના મૃત્યુએ, માતા, આછાં નીર ઊંડાં કીધાં.
(ન્હાનાલાલ - થોડા ફેરફાર સાથે) નાનાભાઈની બાબતમાં પણ કંઈક આવું જ થયું છે. જે કાળે મારે નાનાભાઈ સાથે ખૂબ જ નિકટમાં રહેવાનું હતું, તે કાળે મારી ઉંમર સાવ કાચી હતી. છાત્રાલયમાં મારા મિત્રો, ભોજન-નાસ્તો, નાના-નાના પ્રવાસો, શિક્ષણના વર્ગો, નાનાભાઈના મોઢેથી વાર્તા-શ્રવણ - આવી પ્રવૃત્તિમાં જ મને રસ હતો. નાનાભાઈ અમને સમૂહમાં સંધ્યા કરાવતા, સ્તોત્રો મોઢે કરાવતા, કોઈ-કોઈ વાર નાટકો પણ કરાવતાં, પણ તે બધાંમાં મને કૌતુક, થોડીઘણી જિજ્ઞાસા અને સહેજે મળતો આનંદ એ જ ભાવો રહેતા. આ બધાંનું પ્રેરણાબિંદુ નાનાભાઈ છે એવું સમજવા માટેની મારી માનસિક ભૂમિકા ન હતી. દક્ષિણામૂર્તિમાં વિનીત થયા પછી વિદ્યાપીઠમાં આગળ ભણવા માટેના ખર્ચની જોગવાઈ બધી નાનાભાઈએ જ કરી હતી, તેમાં તેમને કેટલાં આંટાફેરા ને વાટાઘાટો પટણીસાહેબની સાથે કરવાં પડ્યાં હશે, તેનો તે વખતે મને કંઈ જ ખ્યાલ ન હતો. વિદ્યાપીઠનાં વરસો દરમિયાન આર્થિક ભીંસ તો વારે-વારે ઊભી થતી, ને તે વખતે રજાઓમાં નાનાભાઈ પાસેથી જેઠાલાલ માસ્તર પર તેમના અંગત ખાતામાંથી પૈસા આપવાની ચિઠ્ઠી મને મળતી. મને વિદ્યાપીઠમાં કંઈક કામ મળે, તે માટે પણ નાનાભાઈ સ્વ. રામનારાયણ પાઠક પર ભલામણો મોકલતા, ને પાઠકસાહેબ મને આદર્શ કેળવણીનું ઉપનિષદ
Wળ ૫]
Page #35
--------------------------------------------------------------------------
________________
મદદ પણ કરતા. આ બધા કાળ દરમિયાન નાનાભાઈના કોઈ વિશિષ્ટ વ્યક્તિત્વની છાપ મારા મન પર પડી હોય એવું મને યાદ નથી. આ વરસો દરમિયાન કોઈ વાર નાનાભાઈએ મને શિખામણના બે શબ્દો કહ્યાનું કે મારા પક્ષે મારા મનમાં ઊઠતા પ્રશ્નો તેમની પાસે રજૂ કરી તેના ઉકેલો માંગવાનું પણ બન્યું નથી.
આ પછી હું દક્ષિણામૂર્તિમાં શિક્ષક તરીકે જોડાયો. આ નિર્ણય પણ નાનાભાઈએ કરેલો. પણ તે અંગે મારે કોઈ દિવસ નાનાભાઈ પાસે મુલાકાત માટે જવું પડ્યું હોય એવું બન્યું નથી. તેમણે મને ગૃહપતિની કામગીરી સોંપી ત્યારે સૌથી પહેલાં મને કહ્યું કે - “તમે બધાં છાત્રાલયોમાં આંટો મારો ને તેમાં શું કહેવા જેવું લાગે છે તે મને કહેજો.” મેં મારી આવડત મુજબ છાત્રાલયોનું નિરીક્ષણ કર્યું. મને બરાબર યાદ છે કે મેં નાનાભાઈને મારા અવલોકનની વાત કરી : “છાત્રાલયોમાં વિદ્યાર્થીઓ બારીમાં બેસીને દાતણ બે સળિયા વચ્ચે ખટખટાવે છે ત્યારે તેના કૂચા સળિયા પર ચોંટેલા જ રહેતા હોય છે.” આ રીતે નાનાભાઈની પદ્ધતિની મને ઝાંખી થઈ, ને મારા કામની તે પછીની પદ્ધતિ કેળવવામાં તેમણે બહુ ઊંડી અસર કરી. પણ તેમ છતાં તે કાળે નાનાભાઈને તેમના પૂર્ણ સ્વરૂપે સમજવાનું મારા ભાગ્યમાં ન હતું. વળી તે કાળે પશ્ચિમમાંથી અનેક નવા વિચારપ્રવાહો દક્ષિણામૂર્તિના મુક્ત અને ઉદાર વાતાવરણમાં આવવા લાગ્યા હતા. યુવાવર્ગના જૂની પેઢી સામેના વિદ્રોહના શંખો ફૂંકાવા લાગ્યા હતા. સામ્યવાદ, સમાજવાદ અને તાજા જ ફૂટી નીકળેલા ફાસીવાદના પ્રણેતા મુસોલિનીને નવી દુનિયાના નેતા તરીકે જોનારાની સંખ્યા ઘણી મોટી હતી. વળી ફૉઈડે તો તે કાળે એક નવા મસીહા જેવો પ્રભાવ પાડવા માંડ્યો હતો. સેક્સ વિષયની આભડછેટ જોતજોતામાં હટવા લાગી. માણસના અજ્ઞાત મનની ગુફામાં પેસીને ત્યાં પડેલા માણસની માનસિક વિચિત્રતાઓ, વિકૃતિઓ, સ્વપ્નાંઓનું પગેરું શોધવા માટેના ડિટેક્ટિવોની સંખ્યા જોતજોતામાં વધવા લાગી. “જીવનનો ઉલ્લાસ’ એ નવી લાગતી વિભાવનાએ એ જ કાળે મુનશીજીની આગેવાની નીચે સાહિત્યકારો અને સાહિત્યરસિકો પર ભૂરકી નાંખવા માંડી. તેમાં મારા જેવા કેટલાય યુવાવર્ગના શિક્ષકો પણ હતા. આમાં નાનાભાઈ અમારી સાથે નહોતા, એમ અમે માનતા હતા. ફૉઇડે ધર્મને માનસિક ભ્રમના એક અવિષ્કાર રૂપે ગણાવ્યો; નાનાભાઈ
HIA આદર્શ કેળવણીને ઉપનિષદ)
પરંપરાગત ધર્મના અભ્યાસી ને પુરસ્કર્તા. નાનાભાઈ સાથે આ વિશે ચર્ચા કરવા જેટલી ત્રેવડ નહિ, એટલે મનોમન તેમને એક કોર રાખીને નૂતન પ્રવાહોમાં તરનારા તરીકે જેટલો આત્મસંતોષ મળે તેનાથી ચલાવી લેવું, એવો કાંઈક મનોભાવ પણ ખરો. પણ આવો મંથનકાળ ને મસ્તીનો કાળ બહુ લાંબો ન ચાલ્યો. શિક્ષક તરીકેના મારા કામમાં જેમ-જેમ હું ઊંડો ઊતરતો ગયો, તેમ-તેમ મારી જાતને ઊંડેથી તપાસવામાં મને રસ ઊભો થવા લાગ્યો, ને વિદ્યાર્થીઓનાં ખુલ્લાં, સંવેદનશીલ અને જિજ્ઞાસાથી ધબકતાં ચિત્ત સાથેનો સંપર્ક જેમ-જેમ વધતો ગયો, તેમ-તેમ હું વધુ ને વધુ અંતર્મુખ બનતો ગયો ને ફૉઇડના અધૂરા ને આછકલા અભ્યાસમાં રહેલાં જોખમો હું પારખી શક્યો. આમાંથી જેમ-જેમ ચિત્તની પરિપક્વતા આવવા લાગી, તેમ-તેમ નાનાભાઈના અસલ સ્વરૂપને જોવા - સમજવાની મારી દષ્ટિ કેળવાવા લાગી. તેમાંથી જ મારી માતાને પણ તેના અસલ સ્વરૂપે મૂલવવા માટેની પાત્રતા મળવા લાગી. અને કાલિદાસે કહ્યું તેમ હવે આ બંને વડીલોનાં એક પછી એક પગલાંનું નિરીક્ષણ ને મૂલ્યાંકન કરતાં-કરતાં મને ખબર પડી કે - “આ હતા નાનાભાઈ ને આ હતી મારી માતા.' આમાંથી જ ગાંધીજીને સમજવા માટેની બૌદ્ધિક ક્ષમતા પણ ઊભી થઈ. અને તેમના તરફની મારી આદરભક્તિ ને માનવીય મૂલ્યો વિશેની મારી સમજણ શ્રદ્ધારૂપે દઢ થવા લાગી. આજે કંઈક એવી મનઃસ્થિતિ છે કે આ ત્રિમૂર્તિ અને માનવીય મૂલ્યો જાણે એક જ હોય.
આ વાત સ્પષ્ટ કરવા માટે હજી થોડું વધુ સ્વગત કહેવું પડશે ને આપને થોડો વધુ કંટાળો આપવાનું બને. મેં અત્યાર સુધી જે કંઈ કહ્યું તેમાંથી આપ એવું તો નહિ જ માનો કે મારા જીવનનો આ પૂર્વકાળ કેવળ વ્યર્થ ગયો છે. ઊલટું, આમાંથી હું એવું સૂચવવા માંગુ છું કે આ કાળ દરમિયાન બાળપણથી માંડીને યુવાવસ્થા સુધીના મારા ચિત્તક્ષેત્રમાં પડેલાં બીજોએ પોતાની રીતે અને મારી ચિત્તની ભોયની ગુંજાશ પ્રમાણે કામ કર્યા જ કર્યું છે. આજે તો માત્ર તેમાં ઊગેલાં ફળોને જ આધારે હું મારા જીવનનાં પાછલાં વરસો પર નજર નાખું છું. તેમાં કયાં બીજો સૌથી વધુ મારા જીવનને પોષણ આપ્યું છે, તેની જ થોડી વાત કરીશ. આના જ સંદર્ભમાં એક શિક્ષક તરીકે જે વાત મારા મનમાં દેઢ થઈ તેનો પણ ઉલ્લેખ કરું. બાલ્યાવસ્થાથી કિશોરકુમાર અવસ્થા સુધીમાં બાળકના ચિત્તમાં શુદ્ધ સાત્ત્વિક જીવનનો સંસ્પર્શ, ઉચ્ચગ્રાહી વિચારો ને ભાવોથી રચેલાં સુભાષિતો, આદર્શ કેળવણીનું ઉપનિષદ છે
[ ૬૬
%
કo |
Page #36
--------------------------------------------------------------------------
________________
ગીતો, કથાઓ, ભયમુક્ત વાતાવરણ, કઠોર પરિસ્થિતિમાં પણ સ્નેહસિંચન થયા કરે, તેવી વડીલોની હૂંફ વગેરેથી ચિત્તનું ઘડતર એવું થાય છે કે તે એક સંસ્કારી, સમધારણ વ્યક્તિત્વ ઘડવામાં ખૂબ મદદગાર થાય છે. બાળક આ બધું તે કાળે બુદ્ધિપૂર્વક ન સમજે તો તે કોઈ અવરોધ નથી. તે બીજો પોતાનું કામ કરશે જ એ એક અનુભવસિદ્ધ સિદ્ધાંત છે. અલબત્ત, બાળકને જલદી-જલદી સુધારી દેવાના ઉત્સાહમાં ઠાંસી-ઠાંસીને સારી ગણાતી બાબતો ભરી દેવાનું પરિણામ વિપરીત જ આવે છે, આ વાત પણ એટલી જ સિદ્ધ છે. અત્યંત પ્રતિકૂળ અને વિપરીત પરિસ્થિતિમાં પણ હિરણ્યકશિપુને ત્યાં પ્રલાદના જેવું તેજ પ્રગટ કરે તેવા કિસ્સા તો વિરલ જ. પણ એવા બે કિસ્સાઓ પણ આપણી સમક્ષ હોય તો તેમાંથી આપણે એટલું તો જરૂર કહી શકીએ કે - “બાળકના ચિત્તમાં આવી શક્યતાઓ પણ પડેલી છે. આપણે તો તેની સદ્રવૃત્તિઓને સંકોરવાનું ને તેને તે માટેનો પ્રકાશ આપણા જીવનમાંથી મળ્યા કરે તેટલું કરવાનું કરી શકીએ તો તે ઘણું છે.” બાકીનું તો બાળક પોતે પોતાનામાંથી જ મેળવી લેશે. અસ્તુ.
આ થોડી આડવાત પરથી હવે મારા મુખ્ય વિષય પર આવું. મિત્રો, હવે આપને સમયયાન પર બેસાડી ૬૫ વર્ષ પૂર્વેના ભૂતકાળમાંના એક દિવસ પર ઉતારું. મારું આ દેશ્યનિરૂપણ કંઈક અંશે અંગતસ્વરૂપનું હોવા છતાં મારાં વ્યાખ્યાનોના વિષયોનો આમાં કંઈક સંકેત મળે છે, માટે રજૂ કરું છું.
દસ વરસની ઉંમર સુધીનો કાળ ભાલપ્રદેશના, ભંગાર ગણી શકાય તેવા એક ગામડામાં ને ભીંસી નાખે તેવી ગરીબાઈમાં ગાળ્યા પછી એકાએક ભાવનગરના ચૂનાબંધ ને વિશાળ એવાં મકાનોમાં મારો પ્રવેશ થયો. મારે માટે આ અનુભવ માતાના ગર્ભમાંથી નીકળેલ બાળક કે ઈંડાંમાંથી બહાર આવેલ પંખી જેવો હતો. ભયભાવ, કૌતુકભાવ, વાત્સલ્યના અભાવે ઊભો થતો ખાલીપો, આલંબનની ઝંખના, આવા અનેક મિશ્રભાવો તે કાળે પ્રગટ થયા જ હશે એમ હું કલ્પી શકું છું.
નાનાભાઈની મૂર્તિ મને ઘણી દૂરની લાગતી. મારી માતાએ નાનાભાઈને સગપણના સંબંધે દબાણ કરીને મને વળગાડ્યો હતો. તે વાતની ખબર પણ મને ઘણી મોડી મળી. સદ્ભાગ્ય મને ભણવાનું એવું મળ્યું કે તેમાં મારો રસ ખૂબ જાગ્રત થયો, સાથે-સાથે મૈત્રીની શોધમાં ભટકતાં મને [ ૬૮ /////
A આદર્શ કેળવણીને ઉપનિષદ |
એક મિત્રનું આલંબન પણ મળ્યું. આ મિત્રની આર્થિક સ્થિતિ ઘણી સારી, તેની પાસે ભાતભાતનાં કપડાં હતાં, જે મને તે ખૂબ જ પ્રેમથી બતાવતો. એટલું જ નહિ પણ એક વાર તો આગ્રહ કરીને તેણે મને એ પહેરાવ્યાં. મારા માટે તો એ રોમાંચક અનુભવ હતો. હજી એ આલ્પાકાનાં કોટ-પાટલૂન મારી નજર સમક્ષ તરે છે. તેનો સુંવાળો સ્પર્શ હજુ હું ભૂલ્યો નથી. આ મિત્રે આ પોશાક મને પહેરાવ્યો, એટલું જ નહિ, પણ પોતાની સાથે રેલગાડીમાં મને ભાવનગર બહાર સફર પણ લઈ ગયો. ક્યાં લઈ ગયો તે મને યાદ નથી. હું પાછો આવ્યો. પેલો પોશાક ઉતારીને મારી મૂળ પોતડીમાં ગોઠવાયો, ત્યારે તે જ સવારે નાનાભાઈનું તેડું આવ્યું. એ દેશ્ય અત્યારે પણ મારી આંખ સમક્ષ તાજેશ થાય છે. મને આશ્ચર્ય એ વાતનું છે કે એ દેશ્યની પહેલાંની કે પછીની કોઈ વિગત મને બિલકુલ યાદ નથી. માત્ર આ જ છબી અંકાઈ ગઈ છે. એક લાંબી ઓસરીવાળા છાત્રાલયને છેડે આવેલી નાનકડી ઓરડી. નાનાભાઈની ટટ્ટાર, ગંભીર ચહેરાવાળી મૂર્તિ.
‘અહીં એકલું ભણવામાં હોશિયાર થવાનું નથી. પ્રામાણિક પણ થવાનું છે' - નાનાભાઈના મુખમાંથી બહુ જ ચીપી ચીપીને બોલાયેલા આ શબ્દો હજી કાનમાં ગુંજે છે. આ જ વાક્યરચના હતી એમ નહિ, પણ ભાવ આ હતો. ‘ભણવામાં હોશિયાર' ને ‘પ્રામાણિક’ . આ બે શબ્દપ્રયોગો તો તીરની જેમ ચિત્તમાં ખેંચી ગયા હતા. મારા મિત્ર ચંપકલાલ સાથેના પ્રવાસમાં ટિકિટ તો શેની લીધી હોય ! નાનાભાઈએ વગરરજાએ મુસાફરી કરવા માટે ચંપકલાલને કે મને ઠપકો આપ્યાનું યાદ નથી. પણ ઉપર કહેલા શબ્દો મને યાદ રહી ગયા. પણ નાનાભાઈ આટલેથી ન અટક્યા. તેમણે મને ભાવનગરના સ્ટેશન માસ્તર પાસે ટિકિટના તથા દંડના પૈસા લઈને મોકલ્યો ને કહ્યું કે - “નગીનભાઈ સ્ટેશન માસ્તરને જઈને કહેજો કે મેં વગરટિકિટે મુસાફરી કરી હતી. નાનાભાઈએ મને આ પૈસા લઈને મોકલ્યો છે.” નગીનભાઈ માસ્તરે આખું સ્મિત કરીને પૈસા લીધા એ પણ મારી સ્મૃતિમાં તાજું છે. માત્ર ઉપદેશ નહિ પણ તેને આચરણમાં મૂકવા માટેની વિધિ પણ નાનાભાઈએ બતાવી.
મારા જીવનની આથમતી સંધ્યાએ મારા જીવનના ઊગતા પ્રભાતકાળના આ પ્રસંગને હું સંભારું છું ત્યારે મને થાય છે કે મારા ચિત્તમાં ક્યાંક ભીનાશ પડી હશે, તેમાં જીવનનાં મૂલ્યનું આ બીજ પડયું ને તે પાંગર્યું. પણ આદર્શ કેળવણીને ઉપનિષદ ,
WWWળ દ૯ ]
Page #37
--------------------------------------------------------------------------
________________
આ ઘટના કોઈ અસાધારણ ને જીવનપરિવર્તનની પ્રક્રિયા બની હોય કે નાનાભાઈનું કોઈ ભવ્ય એવું ચિત્ર મારા મનમાં ઊભું થયું હોય એવું નથી. એ સમજવાની મારી ભૂમિકા જ નહોતી. બીજ પોતાનું કામ કરે છે. એ રીતે કેટલાય કાળ પછી આ પ્રસંગથી મારા જીવનમાં વર્તન, વ્યવહાર, વિચાર વગેરેને મૂલવવાની ચાવીઓ પ્રાપ્ત કરવા માટેની પાત્રતા મારામાં આવી હશે એમ મને લાગે છે.
પણ હજુ થોડું અંગત આપની સમક્ષ રજૂ કરું. આમ કરવાનું મન થાય છે તે એટલા માટે કે અહીં બેઠેલાંમાંથી ઘણાંખરાં તો મારાં અંતરંગ સ્વજનો જેવાં છે.
માનવીય મૂલ્યોને સમજવામાં, તેનું આચરણ કરવાના પ્રયત્નમાં અને વિદ્યાર્થીઓમાં તે વિશે સમજણ, રસ અને આચાર માટેની સજ્જતા ઊભી થાય તે મારા શિક્ષકજીવનના પરમ રસનો વિષય રહ્યો છે. આ રસનું પગેરું મારા જીવનના ભૂતકાળમાં શોધવા હું ઊંડો ઊતરું છું. નાનાભાઈએ મારા જેવા સાવ અલ્લડ, ઢંગધડા વિનાના છોકરામાં ક્યાંક ભીનાશ ભાળી હશે ને આ વિચારબીજ આપ્યું હશે કે સહેજે તેમના જીવનમાંથી તે વેરાઈ ગયું હશે ને ક્યાંક ભીની માટીમાં ચોંટ્યું હશે તે કહેવું મુશ્કેલ છે. પણ મારા ચિત્તની માટીમાં ક્યાંક ભીનાશ તો હશે જ, એમ મને લાગે છે. ભાલના ઉજ્જડ અને સૂકા પ્રદેશમાં અને જેવા ઊગે તેવા આથમે' એવા દિવસોમાં ભીનાશ ક્યાંથી આવે ? માત્ર કઠોરતા, નિર્મમતા સિવાય બીજું શું મળે ? પણ આમ ન બન્યું. આજે પણ ગરીબાઈથી ઘેરાયેલા મારા બાળપણની દુ:ખદ સ્મૃતિઓમાં ઢષનો ડિંખ વરતાતો નથી. એનું શું કારણ ?
મને લાગે છે કે આમાં મારી માતાના જીવનનો પ્રભાવ છે. મારી માતાને ભરજુવાનીમાં વૈધવ્ય પ્રાપ્ત થયું. મારા પિતા થોડું દેવું અને અમને પાંચ બાળકોને મૂકી ગયાં હતાં. ઉપર આભ અને નીચે ઘૂઘવતો સંસારસમુદ્ર. એક ભાંગતી નૌકામાં પાંચ બાળકોને છાતીસરસા ચાંપીને તેણે કેવળ ઈશ્વરભરોસે ને આત્મશ્રદ્ધાથી સફર આદરી. આ વસમાં વર્ષોની કથા અહીં વર્ણવવાનો અવકાશ નથી. તેમાંથી એક સ્વતંત્ર પ્રબંધ થઈ શકે તેવું સત્ત્વ ભરેલું છે. અહીં તો મેં પસંદ કરેલા મારા વિષયના સંદર્ભમાં જે પ્રસ્તુત છે તેટલું જ સારવીને કહીશ. [ to૦ છે
A આદર્શ કેળવણીનું ઉપનિષદ]
આ કાળના તેના જીવન પર આજે નજર નાખતાં બે-ત્રણ બાબતો ઊપસી આવે છે. એક તો આ ગરીબાઈમાં તેણે કોઈ સગાંસંબંધી પાસે પણ લાચારી કરી નથી, સસરા પાસે પણ હકથી મળવું જોઈએ તે માંગ્યું છે. તે મળ્યું જ હોય એવું ભાગ્યે જ બનતું. પણ તેને તે “ભગવાનની મરજી” સમજીને સ્વીકારી લેતી. બીજી બાબત એ તરી આવે છે કે ગમેતેવી આપત્તિમાં પણ તેણે ઈશ્વર પરની શ્રદ્ધા ગુમાવી ન હતી. અણહકની એક પાઈ પણ ખપે નહિ એવી ટેક તેણે જાળવી હતી. તે કાળી મજૂરી કરતી. પણ કોઈને ઘેર જઈને કામ ન કરતી. લગભગ રોજ અધમણ જેટલું દળણું દળતી, પણ તે ઘેર મંગાવતી.
ત્રીજી વાત એ જોવા મળે છે કે તે પોતાનાં બાળકોને કોઈ પણ જાતનું અપમાન કે અન્યાય થાય તેવું લાગે ત્યારે પૂરા આવેશથી તેનો સામનો કરતી. ગિરાસદારી ગામમાં એક ગરીબ વિધવાને કેટલી યાતનાઓ વેઠવી પડે તે સમજી શકાય તેમ છે, પણ પોતાની સામે ઊંચી આંખ કરનારને રૌદ્ર રૂપનો અનુભવ કરાવ્યાના પ્રસંગો પણ બન્યા હતા. શાળાના શિક્ષકે પોતાના બાળકને કંઈ પણ વાંક વગર માર્યાની ખબર મળતાં જ તે શિક્ષક પાસે જઈને તાડૂકેલી : “મારાં છોકરાં નબાપાં છે એમ ન સમજતાં. હું તેના બાપ જેવી બેઠી છું. વગરવાંકે મારાં છોકરાંને મરાય જ કેમ તારાથી ? મારા જેવીના નિસાસાથી તારું ભલું નહિ થાય.”
આમ અનેક મોરચા પર તે ઘૂમી વળતી ને બાળકો ક્યારે મોટાં થાય તેની આશામાં ને આશામાં તેણે પોતાની ભરજુવાની આ ગામડામાં ગાળી, તેની પુણ્યગાથાનું સ્મરણ વારંવાર થયા કરે અને “ત સંસ્કૃત્ય સંસ્કૃત્ય હૃથમ પુનઃ પુન:” એવી મારા મનની હાલત થાય છે. માનવીય મૂલ્યોનું બીજારોપણ જે નબળું-પાતળું મારા ચિત્તમાં થયું, તેનું મૂળ આ દિવસોમાં હોય એમ મને લાગે છે. વધુ વિચાર કરતાં એમ પણ લાગ્યું કે - “મારી માતાને કોઈ ઉદાત્ત કૌટુંબિક સંસ્કારો મળ્યા હતા, એવું પણ નહોતું. કોઈ મહાન સંત-સાધ્વીનો સત્સંગ પણ મળ્યો નહોતો. નિશાળનું તો પગથિયું પણ તે ચડી નહોતી. કામ કરવા જેટલી ઉંમરે તો ગરીબ માબાપના ઘરનાં કામકાજમાં જ લાગી ગઈ હતી. તે કહેતી કે - “અમને નાનપણથી જ એટલી ખબર હતી કે કામ કર્યા કરવું. હું ભૂતની જેમ કામ કર્યા કરતી.”
તેર વરસની ઉંમરે તો તેણે ઘર માંડ્યું. ને જે ઘર મળ્યું તેમાં પણ ગરીબાઈનું રાજ હતું. આ બધાંમાંથી તેણે આ પ્રાણતત્ત્વ ક્યાંથી, કઈ રીતે પ્રાપ્ત કર્યું હશે તે ન સમજાય એવું છે. પણ મોડે-મોડે મારા શિક્ષકજીવન [ આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
A ૦૧ |
Page #38
--------------------------------------------------------------------------
________________
દરમિયાન મને એટલું તો સમજાઈ ગયું કે - ‘જીવનનાં ઉદાત્ત મૂલ્યો પર આધારિત જીવન જીવવા માટેનું બળ જ્યાંથી જે રીતે મળે તેની શોધ કરવાનું કામ એ જ કેળવણીનું કામ છે, શિક્ષણમાંથી તે મળી શકે, પણ તેમાંથી જ મળે તેમ નથી. શિક્ષણ વગર પણ તે મળી શકે છે. પણ શિક્ષણને કેળવણીમાં રૂપાંતર કરવાનું કામ જો થાય તો તેનાથી માનવીય મૂલ્યો વિશેની સમજણ બુદ્ધિપૂત બને. પણ જીવનનાં મૂલ્યો વિશેની માત્ર સમજણ હોવાથી તે ચિત્તમાં ઊંડાં મૂળ નાખે છે તેવું નથી. આપણું મૂલ્યતંત્ર સ્થિર, દેઢમૂળ અને આત્મનિષ્ઠ બને તેમાં જ કેળવણીનું સાર્થક્ય છે. પણ આ વિશે વધુ વિગતે હવે પછીનાં વ્યાખ્યાનોમાં કહેવાનું થશે.
મારી માતાના તે કાળના માત્ર ત્રણ જ પ્રસંગો તેનું પોત ને કાઠું કેવા ગજાનું હતું તે બતાવવા ટૂંકમાં કહીશ.
કોઈએ મારી માતાને દાનમાં ગાય આપેલી હતી. તેને માટે ખડ વાઢવા જવું, તેને ચરવા મોકલવી. તેનું છાણ-વાસીદું કરવું; ને તેના દૂધમાંથી ને છાણમાંથી થોડી આવક થાય તે લાભ. એક વાર ગાય સાંજે ચરીને પાછી ન આવી. ગોવાળે કહ્યું : “કંઈ ખ્યાલ રહ્યો નથી.’” ચોમાસાના દિવસો, મેઘલી રાત. મારી માતા ગોવાળને તથા મારા બારેક વરસની ઉંમરના ભાઈને સાથે લઈને ગાયની શોધમાં નીકળી. મધરાત પછી એક બીજા ગામના ડબ્બામાં ગાય પુરાયેલી મળી. મુખીને સમજાવીને દંડ ભર્યા વગર ગાય છોડાવીને પાછી આવી. ભલભલા પણ આવી હિંમત ન કરે. તે
જ્યારે આ વાત કરતી ત્યારે કહેતી : “મનમાં હું સ્વામિનારાયણનો જાપ જપતી. મને કોઈનો ડર લાગતો નહોતો. મારી ગાયને છોડાવવી એ જ વાત મનમાં હતી. ભગવાને લાજ રાખી.”
એક વાર ધંધુકાથી ગાડામાં રાણપુર જતાં રસ્તામાં લૂંટારા ભેટ્યા. આણું વળીને જતી એક બહેનની પેટી ઉપાડી. મારી બા પાસે એક પોટલું હતું. તે લૂંટારે ઉપાડ્યું કે તરત જ મારી બાએ પડકારીને એક-બે ચોપડાવીને પોટકું બરાબર પકડી રાખીને બૂમાબૂમ કરી. વગડામાં કોણ સાંભળે ? પણ તેણે પોટકું છોડ્યું નહિ. ને ચોરોને જે મળ્યું તે લઈને રસ્તે પડ્યા. બીજા પ્રવાસીઓ એમ ને એમ બેસી રહ્યા, ને જેનું ગયું તે રડવા લાગ્યા. ગાડું હાંકનારો પ્રેક્ષક તરીકે બધું જોઈ રહ્યો હતો.
આ બે પ્રસંગોમાં તેની નિર્ભયતા તથા ધૈર્ય જોવા મળે છે. હવે એક ત્રીજું દશ્ય.
૭૨
આદર્શ કેળવણીનું ઉપનિષદ
મારી માતાના સસરાના છેલ્લા દિવસો માંદગીમાં ને લગભગ નિરાધાર
અવસ્થામાં ગયા. ચાકરી કરનારું પોતાનું અંગત કહીએ તેવું કોઈ નહોતું. તેના દીકરાની વહુને તો તે કયે મોઢે કહે કે મારી ચાકરી કર ? વહુને (એટલે કે મારી માતાને) દુ:ખી કરવામાં તેમણે બાકી રાખી નહોતી. મારી માતાને ખબર પડી એટલે બધું કામ મૂકીને તે સસરાની ચાકરી કરવા ગઈ. સગી દીકરીની જેમ તેણે ચાકરી કરી. સસરાએ છેલ્લા દિવસોમાં એક વાર કહ્યું : “રેવાવહુ, મેં તને બહુ દુ:ખી કરી. ભગવાન મને તેનો બદલો આપે છે.’
“એવું ન બોલો. આ મારો વસ્તાર તમારા આશીર્વાદનો છે. અત્યારે તમે મારા બાપને સ્થાને છો. તમારી ચાકરીનું પુણ્ય મળશે તો મારાં છોકરાં સુખી થશે.”
આવી નિર્ભય અને નિવૅર માતા પાસેથી હું કેટલું લઈ શક્યો છું તે મને ખબર નથી. પણ આવા ગુણોનું ગૌરવમાન કરવામાંથી પણ કંઈક બળ મળી શકે છે, તે તેનો લાભ ગણું છું.
મારી માતાનાં આ વસમાં વરસોની વીરગાથાનું ગૌરવગાન કરતાં હવે મારે અટકવું જોઈએ. એક સ્વતંત્ર પ્રકરણ થઈ શકે તેટલી સામગ્રી અને સત્ત્વ તેમાં પડડ્યાં છે.
મેં અગાઉ કહ્યું તેમ મારી બાલ્યાવસ્થામાં મારી માતાને હું પૂરી માપી શક્યો નહોતો, અને એટલે પામી પણ શક્યો નહોતો. વધારે તેવી જ રીતે મારા કિશોરકાળમાં હું નાનાભાઈને પૂરા સમજી શક્યો નહોતો. વધારે વિચિત્ર લાગે એવી બાબત તે છે કે મારા આ કિશોરકાળમાં નાનાભાઈનું સાંનિધ્ય મને વધારે મળ્યું હતું. ઉપર એક નાનકડો પ્રસંગ નોંધ્યો, તેના કરતાં પણ એ પ્રસંગનું તીવ્ર સ્મરણ મને રહી ગયું હતું, અને નાનાભાઈના વ્યક્તિત્વ સાથે તો એ મોડું જોડાયું. પણ મારા કિશોરકાળ દરમિયાનનાં, છાત્રાલયવાસ દરમિયાનનાં, કેટલાંક સ્મરણો તાજાં જ હોય એમ નજર સમક્ષ તરવરે છે.
રાતે વાળુ પછી નાનાભાઈ ઓસરીમાં ઇલિયડની, શેક્સપિયરની વાર્તાઓ અમને કરતા. તેમાંનાં કેટલાંય શબ્દચિત્રો ન ભુલાય એવાં છે. મેકબેથની વાર્તામાં ડાકણો અને મેકબેથના મિલાપનો પ્રસંગ, અલ્સિનોરના કિલ્લાની રાંગ પર ફરતા હેમલેટના પિતાના ભૂતનું ચિત્ર, એકિલિઝનાં યુદ્ધનાં પરાક્રમો વગેરેના ત્રુટક-ત્રુટક ચિત્રખંડો માણતાં-માણતાં અમારી આંખો ઘેરાતી. (રામાયણ-મહાભારતની વાર્તા તેઓ કરતા એવું સ્મરણ
આદર્શ કેળવણીનું ઉપનિષદ
૦૩
Page #39
--------------------------------------------------------------------------
________________
નથી. પણ નહિ જ કરી હોય એમ માની શકાય નહિ; કારણ કે એ તો એમની જ દુનિયા.)
સિહોરના પ્રવાસનું સ્મરણ પણ એટલું જ તાજું છે. ગૌતમકુંડ પાસેની ગુફામાં રહેતા મહાત્મા ‘’ બોલતા ત્યારે આસપાસના ડુંગરોમાં તેનો પડઘો એવો પડતો કે જાણે કોઈ સિંહ ગર્જના કરે છે. એનું વર્ણન નાનાભાઈએ ગુફામાં ઊભા રહીને કર્યું હતું. એક સીધા ચઢાણવાળી ટેકરી પર નાનાભાઈ અને મોટી ઉંમરના છાત્રો ચડવા લાગ્યા. મારા જેવા એક-બે નાનાને નીચે ઊભા રાખી નાનાભાઈએ મને સૂચના આપી કે - “અહીં તમને કંઈ પણ મુશ્કેલી પડે તો આ વ્હિસલ વગાડજો !” નાનાભાઈની મંડળી ટેકરી પર અડધે ચડી અને ત્યાં કેટલાક ટીખળી છોકરાઓએ અમારી પજવણી શરૂ કરી. મેં હિસલ મારી, ને અડધી ટેકરી ચડેલા દયાળસિંહ નામના એક અલમસ્ત છાત્રને મોટી ફલાંગો ભરીને નીચે ઊતરતા મેં જોયા. પછી પેલા છોકરાઓને એમને હાથે થોડોક મેથીપાક મળ્યો.
એક વાર નાનાભાઈની વાર્તા ચાલતી હતી, ત્યાં એકાએક નારણદાસ નામના એક છોકરાએ જોરથી ગર્જના કરી ને ધૂણવા માંડ્યું. અમે સૌ થર-થર ધ્રુજવા માંડ્યા. નાનાભાઈ તેમની પાસે ગયા, “નારણદાસ, શું છે ? તમને શું થાય છે ?”
નારણદાસની ફરી ગર્જના : “આઘો રે, મારી નાખીશ. હું ખોડિયાર છું, તાતણિયા ધરાવાળી,” કહીને વધુ ધૂણવા લાગ્યો. નાનાભાઈએ અમને થોડાક બ્રાહ્મણ છોકરાઓને ગજેન્દ્રમોક્ષનું સ્તોત્ર મોઢે કરાવેલું. તે અમે સૌ મોટેથી બોલવા લાગ્યા. મોટા બળવાન છોકરાઓ તેને પકડીને પ્રાર્થનાખંડમાં લઈ ગયા. ત્યાં પણ તેનું તોફાન ચાલુ જ રહ્યું. ઘણી વાર પછી નાનાભાઈએ નારણદાસ પાસે જઈને કહ્યું, “કેમ, હવે કેમ છે ?”
“મને કંઈ નથી,” કહીને તે હસ્યો, નાનાભાઈ પણ હસ્યા. આમ નાનાભાઈએ રચેલા નાટકનો ઘટસ્ફોટ થયો. ભૂત, પ્રેત, માતા, મેલડી વગેરે કેવાં ધતિંગ છે તે વાત કરી.
આવા નાના મોટા અનેક પ્રસંગો આંખ સામે તરે છે. એ બધા અહીં રજૂ કરવાનો લોભ પણ મારે છોડવો જોઈએ. આટલું કહેવા પાછળનો મારો હેતુ એ છે કે નાનાભાઈનું આટલું નજીકનું સાંનિધ્ય હોવા છતાં નાનાભાઈની કોઈ છબિ મારા સમગ્ર જીવનને ભરી દેતી હોય તેવી છબિ - ઊપસી ન હતી. અભ્યાસ, મૈત્રી, પ્રવાસો, નાની-મોટી માંદગી; આ બધાંમાં નાનાભાઈ કોઈ વાર સ્પષ્ટ, કોઈ વાર સાવ ઝાંખા દેખાતા હતા. o૪
A આદર્શ કેળવણીનું ઉપનિષદ |
પણ હું મારો સ્નાતક સુધીનો અભ્યાસ પૂરો કરીને પાછો આ જ સંસ્થામાં છાત્રાલયના ગૃહપતિ તરીકે પ્રવેશ પામ્યો, ત્યારે નાનાભાઈને સમજવા માટેની પરિપક્વતા કંઈક અંશ મારામાં આવી હતી, પણ મારા દુર્ભાગ્યે દક્ષિણામૂર્તિમાંના મારા ગૃહપતિ તરીકેના કાર્યકાળમાં નાનાભાઈનું સાંનિધ્ય મને બહુ જ ઓછું મળ્યું. સંસ્થાના વધતા જતા વિસ્તારને પહોંચી વળવા માટે નાનાભાઈને સંસ્થાના વિભાગોનું સંકલન કરવામાં ને બહારથી સંસ્થા માટેનું ફંડ કરવામાં ઠીક-ઠીક રોકાઈ રહેવું પડતું. વળી મારા સ્વભાવમાં પણ એવું કંઈક ખરું કે નાનાભાઈ પાસે જઈને નિરાંતે તેમનો અંતેવાસ સેવીને તેમની પાસે જીવનનાં રહસ્યો ને છાત્રાલયસંચાલનની કળા પામવાની તકો ઝડપી લેવી, પણ તેવું ન બન્યું. પણ નાનાભાઈ મારા પર ને કામ પર નજર રાખ્યા કરતા. તેનો મને અનુભવ થતો. હજી તો ગૂજરાત વિદ્યાપીઠમાંથી એક ‘તોફાની વિદ્યાર્થી' તરીકેનું પ્રમાણપત્ર પામીને આવેલો, વીસ વરસની ઉંમરનો જુવાન જ્યારે દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાના છાત્રાલયમાં ગૃહપતિ તરીકેની કામગીરી સંભાળે, ત્યારે તે જ છાત્રાલયના લગભગ તે જ ઉંમરના છાત્રોમાંથી કેટલાક ‘પીઢ’ ને ‘અનુભવી' છાત્રોએ સલાહ આપેલી કે - “આ કામમાં મારે ન પડવું - આ તમારા જેવાનું કામ નહિ.' ગૃહપતિને સલાહ આપનાર વિદ્યાર્થી હોઈ શકે એ મારે માટે પહેલો અનુભવ હતો. મેં નાનાભાઈને આ માટે ફરિયાદ ન કરી, પણ આ સલાહને એક યુવાનને છાજે તેવી રીતે પડકાર ગણીને ઝીલી લીધી. મને તે સલાહે નાનાભાઈને એક સફળ ગૃહપતિ તરીકે સમજવાની પ્રેરણા આપી એમ કહું તો ચાલે. મારા કિશોર અવસ્થાના છાત્રનિવાસ દરમિયાન એક વાર હું મરડાની વ્યાધિમાં સપડાયો. એક મહિનો તેમાં રિલાયો. સંસ્થાના ડૉક્ટર દાજીકાકાની એકધારી એરંડિયામિશ્રિત દવા અને વઘારેલી છાશ દિવસમાં ત્રણ વાર - આ મારો ઉપચાર ને સારવાર. હું શરીરથી સાવ નંખાઈ ગયો. પણ આવાં કષ્ટોથી હું નાનપણથી ટેવાયેલો, એટલે એની કોઈ ફરિયાદ મારા મનમાં નહોતી. પણ એકલતા અને હુંફના અભાવથી હું પીડાતો હતો. તે વખતની મારી માનસિક સ્થિતિની મારા મન પર ઘણી ઊંડી અસર થઈ હતી. છાત્રાલયમાં ગૃહપતિ તરીકેનું કામ સંભાળતાં જ માંદા છોકરાઓની સારવારને મેં મારું અગ્રિમતાવાળું કામ ગમ્યું. મને તેમાંથી મારી પોતાની ને વિદ્યાર્થીઓની આંતરિક સૃષ્ટિનું એક અભિનવ દર્શન થવા લાગ્યું. હું મારા ચિત્તમાં અને વિદ્યાર્થીઓના ચિત્તમાં ઊંડો ઊતરતો જતો હતો. બંનેમાં કેટલું બધું સમાન દ્રવ્ય હતું ! | આદર્શ કેળવણીને ઉપનિષદ
AM to૫ ]
Page #40
--------------------------------------------------------------------------
________________
આના આધારે-આધારે પ્રવાસો, રાત્રિ-પ્રવૃત્તિમાં સાહસકથાઓનું કથન, વિદ્યાર્થીમંડળ, સંગીત, નાટક, રાસ, ગરબી વગેરે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા હું માનવચિત્તના અગાધ, સંકુલ છતાં આનંદ ને ઉત્સાહ પ્રેરે તેવા પ્રદેશમાં ઊંડો ને ઊંડો ઊતરવા લાગ્યો. ને તે વખતે માત્ર વિદ્યાર્થીઓની પ્રશંસાને જ મારી સિદ્ધિ ને પ્રશંસા ન ગણતાં જીવનનાં મૂલ્યો સાથે તેનો અનુબંધ કરતા જવાની પ્રક્રિયા પણ ચાલુ રહી. હું કદીક વિદ્યાર્થીપ્રિયતામાં સરી પડ્યો હોત એવું વાતાવરણ વિદ્યાર્થીઓમાં ઊભું થયું હતું. કેટલાય વિદ્યાર્થીઓ મને વળગતા આવવા લાગ્યા હતા, પણ હું તેમાંથી તટસ્થ રહી શક્યો. તેનાં કારણોમાં ઊંડા ઊતરતાં મને લાગે છે કે જાણ્યે-અજાણ્ય પણ મારી માતા તથા નાનાભાઈનું ચરિત્ર જે કંઈ જોયું હતું તેના સંસ્કારો હશે. પણ જેમ-જેમ હું મારા જીવનમાં આ રીતે ઘડાતો ગયો, તેમ-તેમ આ સંસ્કારો મારામાં આત્મસાત્ થઈ જવા લાગ્યા. ને તેમાંથી જીવનનાં મૂલ્યો સાથેની મારી ગાંઠ બંધાઈ ને મારા જીવનમાં આવેલ અનેક કટોકટી વખતે આ ગાંઠ કે નિષ્ઠા, જે કહો તે, તેણે મને માર્ગ, દિશા અને બળ આપ્યાં છે, અને જીવનનાં મૂલ્યો વિશેનું મારું ચિંતન, અભ્યાસ, વ્યવહાર ને વિદ્યાર્થીઓમાં તેની પ્રતિષ્ઠા કેમ બંધાય, તેનું ધરુવાડિયું શિક્ષણક્ષેત્રમાં કેમ ઉછેરાય, તે વિશેના કાંઈક ખ્યાલો બંધાવ્યા છે. એક એવી ગાંઠ મનમાં બંધાઈ છે કે - “જીવનમાં મૂળભૂત સ્થાયી મૂલ્યો સાથે જોડ્યા વગર અપાયેલી આ તાલીમ, કેળવણી, બીજું ઘણું આપી શકે, પણ જો માનવતાનું તત્ત્વ તેમાં ન ભળે તો તે રણમાં સમાઈ જતી નદી જેવી જ રહેવાની.'
પણ આ માનવીય મૂલ્યોનું સ્વરૂપ કેવું, તેની કસોટી કઈ, માણસ જાતિમાં તે કેમ વિકસે, તેના બૌદ્ધિક, મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક આધારસ્તંભો કયા તે વિશે હવે પછીના વ્યાખ્યાનમાં વિચારીશું, અને તે પછીના વ્યાખ્યાનમાં શિક્ષણ આયોજનમાં તથા પ્રક્રિયામાં આ મૂલ્યોને કઈ રીતે રોપાય, ઉછેરાય ને તેને દેઢમૂલ બનાવાય તે વિશે વિચારીશું.. - આ વ્યાખ્યાનમાં ઘણે અંશે મારું આત્મનિવેદન અને મૂલ્યોને પકડવા પહેલાંની મારી છટપટાહટનો થોડો ખ્યાલ મળે એવી વાતો જ મુખ્યત્વે છે. પણ મારા જેવી જ સ્થિતિમાંથી પસાર થયેલા એવા અનેક સાથીઓને, મિત્રોને આમાંની ઘણી વાતો પોતાની જ હોય એવું લાગે તો નવાઈ નથી. એમ થાય તો આપોઆપ જ આ વ્યાખ્યાનો સહચિંતનનું સ્વરૂપ ધારણ કરે ને વિશેષ અર્થપૂર્ણ બને.
(નાનાભાઈ સ્મારક વ્યાખ્યાનમાળામાં મૂળશંકરભાઈનું મનનીય પ્રવચન.) ૦૬
CM આદર્શ કેળવણીનું ઉપનિષદ |
આઈ. એમ. પી.
- ફાધર વાલેસ “અમારી સ્કૂલમાં ફક્ત આઈ. એમ. પી. ભણાવે છે.” મારું ઘોર અજ્ઞાન કબૂલ કરીને મારે પૂછવું પડ્યું : “આઈ. એમ. પી. એટલે શું?” અને નાના છોકરાએ સમજાવ્યું : “આઈ. એમ. પી. એટલે ઇમ્પોર્ટન્ટ.” . “હા, અને ઇમ્પોર્ટન્ટ એટલે અગત્યનું. તો અગત્યનું શાને માટે ?” -
પરીક્ષાને માટે.” બસ. હવે સમજાયું. એ સ્કૂલ કેવી હતી અને એ કેળવણી કેવી હતી, અને એ છોકરાને મળેલું જીવનદર્શન કેવું હતું એ સમજાયું. ત્રણ અંગ્રેજી અક્ષરોમાં સમાયેલું હતું. સંકુચિત વિશ્વ હતું. પાંગળું શિક્ષણ હતું.
પરીક્ષામાં આટલો કોર્સ છે. કોર્સમાંથી આટલું પુછાય. તે આવી જ રીતે પુછાય. માટે આટલું જ ને આવી જ રીતે ને આ જ ક્રમમાં શીખવાનું, ગોખવાનું, લખવાનું. આટલું જ પુછાય તો આટલું જ તૈયાર કરીએ ને ! કિંમત કરતાં વધારે પૈસા આપે એ ઘરાક મૂર્ખ કહેવાય. પરીક્ષા કરતાં વધારે કોર્સ વાંચે એ વિદ્યાર્થી બેવકૂફ કહેવાય. ઓછી કિંમતે વધારે માલ લાવે એ ઘરાક સાચો. ઓછી મહેનતે વધારે માર્ક લાવે એ વિદ્યાર્થી સાચો. ઓછો અભ્યાસ કરીને પણ સરખું પરિણામ મળે. પછી વધુ અભ્યાસ શું કામ કરીએ ? અમૂલ્ય માનવશક્તિનો દુર્વ્યય થાય ને ? ખરી ફિલસૂફી છે !
અગત્યનું છે. પણ બીજું પણ અગત્યનું છે એ કદાચ ધ્યાન બહાર રહી ગયું હોય. એટલે કે છોકરો મહેનત કરતાં શીખે, પુરુષાર્થ કરવાની જરૂર સમજે, પોતાનામાં છે એ પછી શક્તિ વાપરવાની ટેવ પાડે એ પણ અગત્યનું છે. અરે, પરીક્ષા કરતાં ઘણું અગત્યનું છે. નિયમિતતા, પરિશ્રમ, અભ્યાસ, સમયનો સદુપયોગ અને શક્તિનું પૂરું વળતર. નાનપણથી એ શીખવું જોઈએ, તાલીમ લેવી જોઈએ, ટેવ પાડવી જોઈએ. એ જ અગત્યનું છે, એને જ આઈ. એમ. પી. કહેવાય. છોકરો મહેનતુ થાય, નિયમિત થાય, વધુમાં વધુ કામ કરતો થાય એ જ અગત્યનું છે. એ જો આળસુ બનશે, અનિયમિત બનશે, ઓછામાં ઓછું કામ કરતો થશે. પરીક્ષા માટે ફક્ત આઈ. એમ. પી. તૈયાર કરતો થશે, તો એની કેળવણી નુકસાનકારક નીવડી કહેવાશે. આજે છોકરો શું વાંચી એ મહત્ત્વનું નથી, પણ બરાબર આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
A too
Page #41
--------------------------------------------------------------------------
________________
વાંચે એ મહત્ત્વનું છે. આજે એને શું આવડ્યું એ ખાસ જોવાનું નહિ, પણ કેટલી મહેનત કરી એ જ જોવાનું છે. શીખેલું તો ભુલાઈ જશે, જૂનું થશે, નકામું પડશે, પણ શીખવાની ટેવ ને તાલીમ ને પ્રક્રિયા રહેશે, અને એ જ જીવનમાં કામ લાગશે.
અગત્યનું છે. છોકરો શીખતાં શીખે એ જ અગત્યનું છે; એટલે કે કેમ શીખવું જોઈએ અને કેમ મહેનત કરવી જોઈએ એ શીખે એ જ અગત્યનું છે. ખોટી રીતે ને ઓછી મહેનતે પરીક્ષામાં પાસ થતાં શીખે એ અગત્યનું નથી - અરે ઇષ્ટ પણ નથી. પરીક્ષાનો કોર્સ હતો એ આઈ. એમ. પી.ની યુક્તિથી અર્ધા કરી નાખ્યો. એટલે છેતરવાની રીત બતાવી. પૂરું કરવાને બદલે અર્ધાથી પતાવી દેવાની ટેવ પાડી. આ તો એક મામૂલી પરીક્ષા હતી. પણ આજે આમ કરવાની ટેવ પડે પછી આગળ ઉપર ખરી પરીક્ષાઓ આવશે અને ખરી કસોટીઓ આવશે એમાં પણ અર્ધ થી પતાવી દેવાની વૃત્તિ થશે. જીવનમાં પ્રામાણિકતા જોઈએ. ચારિત્ર્ય જોઈએ. હા, પણ એમાં પણ હવે આઈ. એમ. પી. કરીને ચલાવીએ તો ? એટલે કે ચારિત્ર્ય વિશે દુનિયામાં શું પુછાય, શું જોવાય, શી ‘અગત્યની’ વાતો છે, શું લોકોના ધ્યાનમાં આવવાનો સંભવ છે - એટલું જ જોવાનું ને એટલું જ તૈયાર કરવાનું, આખો કોર્સ નહિ. પૂરું ચારિત્ર્ય નહિ. ભગવાનનો અભ્યાસક્રમ નહિ. ફક્ત આઈ. એમ. પી. થોડાક નિયમો, થોડો શિષ્ટાચાર, થોડો દેખાવ. ફક્ત ટૂંકો રસ્તો અને અધૂરો પ્રયત્ન. પાસ થવા જેટલું પ્રમાણપત્ર લાવવા જેટલું. પણ સાચો કોર્સ નહિ, સાચું જ્ઞાન નહિ - એટલે કે સાચું ચારિત્ર્ય નહિ, સાચું જીવન નહિ. એ વૃત્તિ હતી એટલે એ રીત ચાલી, એ ટેવ હતી એટલે એ ઢીલાશ આવી. પરીક્ષામાં આઈ. એમ. પી., ચારિત્ર્યમાં આઈ. એમ. પી., જીવનમાં આઈ. એમ. પી. કદી પૂરો હિસાબ નહિ ને પૂરો પ્રયત્ન નહિ ને પૂરો પુરુષાર્થ નહિ. પછી પૂરું પરિણામ પણ ન આવે એમાં શી નવાઈ ?
અગત્યનું છે, હા, એ પણ અગત્યનું છે કે છોકરો શિસ્ત શીખે, સચ્ચાઈ શીખે, પ્રામાણિકતા શીખે. જો એ હવે સ્કૂલમાં શિક્ષકને હાથે જ છેતરપિંડી શીખે, હલકાઈ શીખે, તો આગળ ઉપર કેમ ચોક્સાઈ રાખશે ? કેમ સત્ય પાળશે ? સ્કૂલમાં શીખવવાની બે રીત હોય છે - એક પાઠ દ્વારા અને બીજી વર્તન દ્વારા. પાઠમાં સચ્ચાઈની વાત આવે છે. એ બરાબર | ૭૮ ઈ
C A આદર્શ કેળવણીનું ઉપનિષદ 1
સમજાવવામાં આવે. ભાર મૂકીને અને ઉદાહરણ ટાંકીને એનું મહત્ત્વ છોકરાઓનાં મન ઉપર ઠસાવવામાં આવે. પૂરું કામ અને પૂરું મન. શ્રેષ્ઠતાનો આગ્રહ અને ચોકસાઈનું વ્રત. પુરુષાર્થ અને પ્રામાણિકતા. એ આદર્શ છે અને એ ઉપદેશ છે. પણ ઉપદેશ જ છે; કારણ કે એ જ સ્કૂલમાં પરીક્ષાની વાત આવે અને એની તૈયારી કરાવે ત્યારે એ જ શિક્ષણ ચોક્સાઈ અને શ્રેષ્ઠતાની વાત બાજુ પર મૂકીને કોર્સ ટૂંકાવીને ફક્ત આઈ. એમ. પી. કરાવીને સંતોષ માને - અને મનાવે. તો કદાચ પાઠ્યપુસ્તકમાંના જે પાઠમાં પેલી શ્રેષ્ઠતા અને ચોક્સાઈની વાતો આવે એ પાઠ આઈ. એમ. પી.ની અંદર લે અને બરાબર ભણાવે. પણ વર્ગમાં જે વાત ભણાવે છે, એ વર્ગમાં જ નકારી રહૃાા છે; કારણ કે જીવનમાં જે ચોક્સાઈ અને પ્રામાણિકતા રાખવાની વાતો કરે છે, એ પરીક્ષાની તૈયારીની બાબતમાં પોતે ફગાવી દીધી છે. “અગત્યના” પાઠ શીખવતાં સૌથી અગત્યની વાત રહી ગઈ છે. આઈ. એમ. પી.ની પદ્ધતિમાં ખરા આઈ. એમ. પી.નો નાશ થયો છે. વિધાના મંદિરમાં વિદ્યાનું ખૂન થયું છે.
“મારી સ્કૂલમાં ફક્ત આઈ. એમ. પી. ભણાવે છે.” તો જેમ જલદી સ્કૂલ બદલો તેમ સારું.
(વ્યક્તિ, કુટુંબ, સમાજ, જાહેર જીવન, ધર્મ, શિક્ષણ જેવા કેટલાક વિષયો પર ફાધર વાલેસના નિબંધોમાં આવરી લેવાયા છે. ફાધરવાલેસ મધુર વક્તા અને ઉત્તમ લેખક રૂપે આદર પામ્યા છે.)
“કેળવણીનું કામ સહજવૃત્તિ કેળવવાનું છે, દબાવવાનું નથી.”
- બર્ન્ડ રસેલા
“બાળ-કેળવણીની શરૂઆત અક્ષરજ્ઞાનથી નહીં, પણ સ્વચ્છતાથી થવી જોઈએ.”
- કિશોરલાલ ઘ. મશરૂવાળા આદર્શ કેળવણીને ઉપનિષદ /////
Page #42
--------------------------------------------------------------------------
________________
ઘાતક પરીક્ષાઓ હટાવો
ડો. પી. જી. પટેલ
૧. દર વર્ષે બોર્ડ દ્વારા જાહેર પરીક્ષાઓ યોજાય છે, ત્યારે તણાવયુક્ત વાતાવરણ સર્જાય છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું દબાણયુક્ત વાતાવરણ, પરિણામમાં સ્પર્ધાત્મક હરીફાઈથી ભારે તણાવ, વાલીઓની વિદ્યાર્થીની ટકાવારી માટે અપેક્ષાઓથી સર્જાતું તણાવપૂર્ણ વાતાવરણ આથી સર્જાય છે. વિદ્યાર્થી માટે આત્મહત્યા કરવા પ્રેરતું ઘાતક વાતાવરણ, આવી આત્મહત્યાની ઘટનાઓનું પ્રમાણ ક્રમિક રીતે વર્ષોવર્ષ વધી રહ્યું છે. જાહેર પરીક્ષાઓ ઘાતક બની રહી છે.
૨. આત્મહત્યા કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. આ સંખ્યા તો આજે ભારે ચિંતાજનક બાબત છે જ, પણ મનોચિકિત્સકના નિરીક્ષણની રીતે પરીક્ષાનો ભય મનોવેદનાથી પિડાતા વિદ્યાર્થીઓની મોટી સંખ્યા તેથી પણ વધારે ચિંતાજનક બાબત છે. સમાજમાં મનોગત રુગ્ણતા ફેલાય છે. વાલીઓ પણ હતાશાના ભોગ બને છે. તેમને પણ દવાખાનામાં દાખલ કરવા પડે છે. ક્યારેક પરીક્ષાને લગતા કોઈ કારણથી વાલી પણ આત્મહત્યા કરી લે છે.
માતા-પિતા પોતાના બાળકના પ્રવેશ અને કારકિર્દીના આધારરૂપ બનેલી જાહેર પરીક્ષાના પરિણામના કારણે તણાવ અનુભવે છે.
પોતાના બાળકની શક્તિ-મર્યાદાને યોગ્ય રીતે સમજીને સ્વીકારતા નથી અને ઊંચાં પરિણામોની અપેક્ષામાં રાચતા રહી, પોતાનાં સ્વપ્ન બાળકો ઉપર થોપતા હોય છે અને બાળકોને માથે વધારે તણાવ ઊભો કરે છે.
આ બધાથી મનોરોગથી પિડાતા સમાજનું સર્જન થાય છે. સમાજની સર્જનશીલતા - મૌલિક્તા ઉપર ઘાતક અસર થાય છે. ઉત્સાહ - આનંદ - જોશ જેવી ફળદાયી માનસિકશક્તિઓ ક્ષીણ પડી જાય છે. ૩. આજની પરીક્ષા પદ્ધતિ કેળવણી-જગત માટે હાસ્યાસ્પદ - મશ્કરી સ્વરૂપ બની રહી છે. સી.સી.ટી.વી.થી નિરીક્ષણ વિદ્યાર્થી ઉપર કેદી જેવી બાજ નજર, ચોરી, કાપલીઓ, વિદ્યાર્થીની તપાસ વાલીઓની દોડધામ વગેરે કેવાં દૃશ્યો ઊભાં કરે છે. શિક્ષણ બોર્ડ માત્ર પરીક્ષા બોર્ડ' બની રાષ્ટ્ર માટે આ ચિંતાનો વિષય બન્યો છે. એકવીસમી સદી આદર્શ કેળવણીનું ઉપનિષદ
o
૪. વિદ્યાર્થીને પ્રશ્નપત્રના આધારે જ પાસ - નાપાસ કરવો, તેના માટેનું ધોરણ ૩૩% હોય, એટલે ૬૭% ન આવડે તો ચાલે ? આવું તોલમાપ ક્યા ખ્યાલથી, સંશોધનમૂલક નિર્ણયથી રખાયું છે તે સમજાતું નથી. ધોરણ-૧૦ની ગુજરાત માધ્યમિક બોર્ડની જાહેર પરીક્ષામાં સાત વિષયોમાં પાસ થવાનું જરૂરી છે જેમાં છ વિષયોની પરીક્ષા બોર્ડ દ્વારા લેવાય છે. આ સાત વિષયોનું જૂથ કયા વ્યક્તિત્વના પાસાઓને આધારે લેવાયું તેની તર્કસંગત વિચારણા જરૂરી છે. આ વિષયો એકસાથે પાસ કરવા કે એક-એક વિષય જુદા-જુદા તબક્કે પાસ
કરવા. જાહેર પરીક્ષાના કારણે કેટલીક વિસંગતતાઓ ઊભી થાય છે. પરીક્ષા' એ ‘અધ્યયન' પ્રક્રિયાના આધારે વિદ્યાર્થીમાં આવતા વિધાયક પરિવર્તન - સુધારાત્મક વિકાસની સાબિતી (Evidence) મેળવવાની પ્રક્રિયા છે. વિદ્યાર્થીનું અધ્યયન (Learning) થાય એ પાયાની બાબત છે, તેને સ્થાને ‘પરીક્ષા' જ તેના ઉપર પકડ જમાવી બેઠી છે.
૫.
‘જ્ઞાનની સદી’ છે. વિદ્યાર્થી ‘સમસ્યા ઉકેલ'ની સમજણ કેળવે તે જરૂરી છે. આ માટે બે કે ત્રણ કલાકની લિખિત પરીક્ષા, જેમાં આઠદસ પ્રશ્ન હોય, જે-તે વિષયના સમગ્ર અભ્યાસક્રમની ચકાસણી
માટે વપરાય તે સ્મૃતિશક્તિની(ગોખણપટ્ટી)ની પરીક્ષા બની રહે છે. આ એક મશ્કરી પાત્ર, હાસ્યાસ્પદ બાબત છે.
૬.
અભ્યાસક્રમની રચના, પાઠ્યપુસ્તક સર્જન, અધ્યાપન પદ્ધતિઓ, સાધનો, વર્ગખંડ, મેદાન વગેરે ઉપર પણ અધ્યયનની ફળશ્રુતિઓ (Learning & Out-comes) જે બાળકના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને પ્રયોજાવા જોઈએ, તેના બદલે ‘પરીક્ષા’ તેમાં પણ ‘લેખિત પરીક્ષા’ જ પ્રભુત્વ ધરાવતી થઈ છે; તેથી વિદ્યાર્થી ગોખણપટ્ટી કરતો થાય તેવું વાતાવરણ સર્જાયું છે. આના કારણે ઉત્તેજના અને તણાવભર્યું વાતાવરણ સર્જાય છે. સ્પર્ધાત્મક પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. એક-એક માર્કની રીતે ‘તણાવ' ઉત્પન્ન થાય છે. આ કારણથી ‘આત્મહત્યા’નું પ્રમાણ વધ્યું છે.
૭. લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રની એક આશ્ચર્યની ઘટના ક્યારેક એવી જોવા મળે છે કે શિક્ષક જે વિષય પોતે ભણાવે છે, તે વિષયના પ્રશ્નપત્રના પરિણામમાં જ નબળા હોય છે.
આદર્શ કેળવણીનું ઉપનિષદ
૮૧
Page #43
--------------------------------------------------------------------------
________________
આવી ઘટનાના કારણે શિક્ષકનું અધ્યયન (Teaching) અભ્યાસક્રમના મુદ્દાઓને ઊંડાણપૂર્વક સમજીને થવાના બદલે ‘પાઠ્યપુસ્તક’ને અથવા તો તેના પરથી લખાયેલ ‘માર્ગદર્શિકાઓને આધારે ગોખેલું' બોલી જવાની રીતે થતું હોય છે. (Vomiting the confect.) જીવનમાં ઊતરે તે રીતે ‘જીવનકેન્દ્રી’ પ્રાયોગિક અધ્યાપન થતું નથી. પરિસ્થિતિ એ થાય છે કે ‘સર્જનશીલતા’ની શક્તિ પાંગરતી નથી હોતી. બાળકનાં સૌંદર્યાત્મક અને કાર્યકૌશલ્યાત્મક પાસાઓનું વિકાસનું તો પૂછવું જ શું ?
૮. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના વર્ષ ૨૦૧૫ના પરિણામ જણવાનું રસપ્રદ બની રહેશે.
• ધોરણ ૧૦માં * ૮,૯૯,૧૯૪ વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિતિ. ૪,૮૫,૫૬૫ નાપાસ થયા.
• ધોરણ ૧૨માં * ૫,૮૪,૮૨૨ વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિતિ. ૨,૫૭,૦૦૦ નાપાસ થયા.
આમાંથી ૨૨% જેટલા ઉચ્ચ શિક્ષણ માટે જવાનો અંદાજ છે. પોલિટેક્નિક કૉલેજમાં પ્રવેશ માટે ૧ લાખ વિદ્યાર્થીઓ અરજી કરે છે. નાપાસનો ધબ્બો લાગનાર વિદ્યાર્થીઓ શું કરે છે, તેમાંથી કેટલા ફરીથી પરીક્ષા આપે છે અને કેટલા કોઈ પણ જાતની સરકારી કે અન્ય દરકાર વગર બેકાર તરીકે ફરે છે. તેનો અંદાજ શું ? કેટલી આર્થિક અને માનસિક શક્તિનો દુર્વ્યય થાય છે ? ૯. જાહેર પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીઓની સંખ્યા મોટી છે. આત્મહત્યાનો આંકડો મળતો નથી, પછી એક એક વિદ્યાર્થી પણ આપઘાત કરે તે કલંકનો વિષય છે. પરીક્ષા પહેલાં અને પરિણામ પછી વિદ્યાર્થી આપઘાત કરે તે સર્વની ચિંતાનો વિષય ગણવો જોઈએ.
૮૨
કાઉન્સેલિંગ સાર્વત્રિક અને વૈજ્ઞાનિક કઈ રીતે બની શકે ? ક્યારેક કાઉન્સેલિંગ પણ તણાવ ઉત્પન્ન કરે છે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછી એમ બે-બે વાર બાળકો ઉપર ત્રાટકતી પરીક્ષા અંગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
૧૦, ધોરણ ૧૦ની બોર્ડ દ્વારા લેવાતી જાહેર પરીક્ષા :
•
આ પરીક્ષા નાબૂદ જ કરવામાં આવે.
૭ ધોરણ ૯, ૧૦, ૧૧, ૧૨ને એક સળંગ એકમ ગણવા.
આદર્શ કેળવણીનું ઉપનિષદ
શાળાના પ્રમાણપત્રના આધારે પ્રમાણપત્ર અભ્યાસક્રમમાં પ્રવેશ મળી શકે તેમ ગોઠવાય.
૭. જે અભ્યાસક્રમને વિશિષ્ટ યોગ્યતાવાળા વિદ્યાર્થીઓ જોઈતા હોય તો તેઓ પોતાની રીતે પ્રવેશ પરીક્ષા ગોઠવે.
૧૧. ધોરણ - ૧૨ની જાહેર પરીક્ષા :
•
આ પરીક્ષા મરજિયાત ધોરણે યોજી શકાય.
• શાળાનું પ્રમાણપત્ર પૂરતું ગણવું જોઈએ.
તમે છતાં વધારાના પ્રમાણપત્ર તરીકે જાહેર પરીક્ષામાં બેસવું હોય તો બેસી શકે.
આ પરીક્ષા મરજિયાત રાખવાનો મુખ્ય તર્ક એ છે કે અનેક
વ્યાવસાયિક અભ્યાસક્રમો પોતપોતાની પ્રવેશ પરીક્ષાઓ યોજે છે.
દાક્તરી, ઇજનેરી, ફાર્મસી વગેરે જાત-જાતની પરીક્ષાઓ તો લેવાય છે, તો ધોરણ ૧૨ની પરીક્ષાનું ભારણ શા માટે ? ૧૨. શાળાના પ્રમાણપત્રનું સ્વરૂપ અભ્યાસક્રમને સર્વગ્રાહી રીતે આવરી
લે તેવું હોવું જોઈએ. શાળાના વર્ગખંડ, શાળા-પ્રાંગણ, સમાજ સંબંધિત સૌંદર્યાત્મક અને કાર્યકૌશલયાત્મક પાસાઓને યોગ્ય રીતે આવરી લેતું મૂલ્યાંકન થવું જોઈએ.
મૂલ્યાંકન - અધ્યયન - આખ્યાનનો અંગભૂત ભાગ બની રહે, તેના માટે ભણાવનાર જ જવાબદાર રહે તેવું થવું જોઈએ.
શાળાનું વાતાવરણ ભયમુક્ત - આનંદમય, વિદ્યામય અને સંસ્કારમય બંને. વાલી - શિક્ષક - સમાજ પરસ્પર સહયોગી બંને. યુશનની બદી અને એક પણ આત્મહત્યા નહિ જ નહિ, શિક્ષણ એ આનંદની પ્રક્રિયા બની રહે. માધ્યમિક શિક્ષણ બોર્ડ એ પરીક્ષણ બોર્ડ' ન બનતા ‘શિક્ષણ બોર્ડ' બની રહે.
(અમદાવાદસ્થિત ડૉ. પુરુષોત્તમભાઈ પટેલ અદના કેળવણીકાર છે. તેઓ પ્રગતિશીલ શિક્ષણ'નું તંત્રીપદ શોભાવી રહ્યા છે.)
આદર્શ કેળવણીનું ઉપનિષદ
૮૩
Page #44
--------------------------------------------------------------------------
________________
શિક્ષણમાં સંશોધન : દશા અને દિશા
મણિલાલ પ્રજાપતિ
ઉચ્ચ શિક્ષણનું ધ્યેય સમાજનો બૌદ્ધિક, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સાધવાનું રહ્યું છે. ઉચ્ચ શિક્ષણની વિવિધ સંસ્થાઓ અધ્યયનઅધ્યાપન, સંશોધન અને પ્રકાશનના ત્રિવેણી સંગમના માધ્યમથી જ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરી પોતાનાં ધ્યેયો હાંસલ કરવા માટે પ્રયત્નશીલ રહેતી હોય છે. આ પ્રયાસો કેટલા અંશે સાર્થક નીવડ્યા, તેનો આધાર તેમનાં ઉચ્ચ ગુણવત્તાપૂર્ણ સંશોધનો, પ્રકાશનો વગેરે ઉપર આધારિત છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના વર્ષ ૨૦૧૧-૧૨ના વાર્ષિક અહેવાલ અનુસાર દેશમાં ૫૭૪ યુનિવર્સિટીઓ અને તેની સાથે ૩૫૫૩૯ કૉલેજો સંલગ્ન છે. ઉચ્ચ શિક્ષણની આ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના એનરોલમેન્ટનું પ્રમાણ ઃ સ્નાતક અભ્યાસક્રમ ૮૫.૮૭%, અનુસ્નાતક અભ્યાસક્રમ ૧૨.૨૬%, ડિપ્લોમા - સર્ટિફિકેટ્સ કોર્સિસ ૧.૦૮% અને સંશોધન ૦.૭૯% જેટલું રહ્યું હતું. વર્ષ ૨૦૧૦-૧૧માં દેશની વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા ૧૬૦૯૩ વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં વિજ્ઞાન વિદ્યાશાખાના સૌથી વધુ અર્થાત્ ૫૨૩૨ અને આર્ટ્સ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ બીજા ક્રમે અર્થાત્ ૫૦૩૭ હતા. સ્વીકૃત શોધપ્રબંધો પૈકી ભાગ્યે જ ૧% - ૨% પ્રકાશિત થતા હશે અને શોધપ્રબંધો પ્રકાશિત ન કરવા પાછળનાં કારણો સ્પષ્ટ અનુમાનિત થઈ શકે તેવાં છે. આ પ્રશ્ન કોઈ એક યુનિવર્સિટી કે કોઈ પ્રદેશની યુનિવર્સિટીઓનો નથી, પરંતુ પ્રાયઃ વત્તા-ઓછા અંશે મોટા ભાગની યુનિવર્સિટીઓને લાગુ પડે છે.
અનુભવે જણાયું છે કે - ‘આપણી યુનિવર્સિટીઓનાં સંશોધનો પ્રાયઃ પીએચ.ડી. ડિગ્રી પ્રેરિત રહ્યાં છે. આ સંશોધકોના ત્રણ પ્રકારો જોવા મળે છે - (૧) ચાલુ નોકરીમાં પીએચ.ડી. ડિગ્રીની પ્રમોશન ઇત્યાદિ માટે અનિવાર્ય આવશ્યકતા હોય, વધુ ઇજાફા મળવાના હોય. અથવા ભવિષ્યમાં ચાલુ હોદ્દા માટે પીએચ.ડી. ડિગ્રીની અનિવાર્ય આવશ્યક થવાની દહેશત હોય, (૨) કોઈ પણ પ્રકારની નોકરી-વ્યવસાયના અભાવે ધ્યેય વગર જોડાયેલો વર્ગ અને (૩) ઉચ્ચ સંશોધનમાં રસ હોવાના કારણે સ્વેચ્છાએ આદર્શ કેળવણીનું ઉપનિષદ
૮૪
જોડાયેલો વર્ગ. આ વર્ગો પૈકી ડિગ્રી ખાતર સંશોધન કરનારનો વર્ગ ઘણો મોટો છે. આ ઉપરાંત એક યા બીજાં કારણોસર યુનિવર્સિટીઓનાં દિન
પ્રતિદિન ઊતરતાં જતાં ધોરણોના કારણે અલ્પમાત્રામાં સત્ત્વશીલ શોધપ્રબંધો તૈયાર થાય છે. ગુણવત્તાપૂર્ણ સંશોધનો માટે અધ્યાપકોએ સ્વયં ઉત્તરદાયિત્વ નિભાવવું પડશે અને આ માટે મૂલ્યનિષ્ઠ શિક્ષણના પાઠો પણ સ્વયં આત્મસાત્ કરવા પડશે.
કોઈ પણ યુનિવર્સિટીએ કેટલા પીએચ.ડી. પ્રોડ્યુસ કર્યા કે કેટલા પીએચ.ડી. માટે રજિસ્ટર્ડ કર્યા છે તે કોઈ યુનિવર્સિટીની ગુણવત્તા કે પ્રતિષ્ઠા માટેનો માપદંડ ન બની શકે. પરંતુ ડિગ્રી એનાયત કરવામાં આવેલા શોધપ્રબંધો પૈકી યુનિવર્સિટીને ગૌરવ અપાવે તેવા કેટલા ઓજસ્વી અને ઉપયોગી છે ? આ પૈકી પ્રકાશનની ક્ષમતાવાળા કેટલા પ્રકાશિત થયા ? આ જ રીતે કેટલાં પેટન્ટ્સ રજિસ્ટર્ડ થયાં તેની તુલનાએ રજિસ્ટર્ડ થયેલાં પેટન્ટ્સ કેટલું રેવન્યુ રળી આપે છે અર્થાત્ તેની ઉપયોગિતા કેટલી બધી છે, તેની સાબિતિ આપે તે મહત્ત્વનું છે. બીજું, કોઈ યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા સંશોધન લેખો અને પુસ્તકોનો કેટલો બહોળો ઉપભોક્તા વર્ગ છે અને આ લેખોનો પરવર્તી સંશોધકોએ પોતાનાં સંશોધનોમાં તેનો આધાર લઈ કેટલા ઉલ્લેખો કર્યા છે. અર્થાત્ તેમના સંશોધનોનું પ્રભાવ પરિબળ કેવું રહ્યું છે તે મહત્ત્વનું છે. અને છેલ્લે ત્રીજી મહત્ત્વની બાબત એ છે કે યુનિવર્સિટીએ બહાર પાડેલા સ્નાતકો ઉદ્યોગગૃહો અને રોજગારી આપતાં વિવિધ ક્ષેત્રોની કેટલા પ્રમાણમાં માંગ છે, આ સ્નાતકો પોતાની સામેના પડકારોને કઈ રીતે તકમાં ફેરવી શકે છે અને પોતાની ઉપસ્થિતિને અનિવાર્ય બનાવે છે તે મહત્ત્વનું છે. આવી બધી બાબતોને કોઈ યુનિવર્સિટીની ઊંચાઈ માપવાના ગજ બનાવવા જોઈએ. અહીં આપણે વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીની વાત કરતા નથી, પરંતુ આ તો યુનિવર્સિટીના અસ્તિત્વ માટેની, તેની ઓળખ માટેની અને યુનિવર્સિટી તરીકે ઓળખાવવા - કહેવડાવવા માટેની નિમ્નતમ અપેક્ષાઓ છે.
યુનિવર્સિટીઓ અને કૉલેજોના નેક એક્રિડિટેશનની યોજના ખરેખર ઉત્તમ છે. નેક કાઉન્સિલે સૂચવેલ માપદંડો અનુસાર ધ્યેયનિષ્ઠ કાર્ય કરવામાં આવે તો કોઈ પણ સંસ્થાને ઉત્તમ બનાવી શકીએ તેમાં કોઈ શંકા
નથી. પરંતુ આજે નેકના નામે આયોજન કરવામાં આવતા નેશનલઆદર્શ કેળવણીનું ઉપનિષદ
૫
Page #45
--------------------------------------------------------------------------
________________
ઇન્ટરનેશનલ પરિસંવાદો અને તેમાં રજૂ થતા કહેવાતા સંશોધન-લેખો અને તેની રીત એક ફારસ જેવું લાગે છે. રજિસ્ટ્રેશન ફી પણ કેટલી બધી ! આવાં આયોજનોમાં ક્યાંક ધોરણો પણ જળવાતાં હશે, પરંતુ ધોરણ જાળવવાવાળી કેટલી યજમાન સંસ્થાઓ હશે ?
અધ્યાપકો-આચાર્યોની પસંદગી માટે ISSN નંબરવાળા જર્નલમાં પ્રગટ થયેલા લેખોને તથા ISBN નંબરવાળાં પુસ્તકોને જ ક્રેડિટ ગુણ આપવા માટે ધ્યાનમાં લેવાના યુજીસીના નિયમો હાસ્યાસ્પદ લાગે છે. આ નંબરો ગુણવત્તાનો કોઈ આંક સૂચવતા નથી. આ તો ફક્ત તેના પ્રકાશનની ઓળખ અર્થાત્ ક્યાંથી, કોના દ્વારા અને કઈ ભાષામાં પ્રકાશિત કરવામાં આવેલ છે તે સૂચવે છે. આ પ્રથાના કારણે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે Bibliographic control તથા પ્રકાશનોની પ્રાપ્તિ સરળ બને છે. ક્રેડિટ ગુણ માટે આ મૂલ્યહીન આધાર શા માટે ? કરુણતા તો એ કે આ નિયમ અમલમાં આવ્યા તારીખ પૂર્વે પ્રકાશિત થયેલાં પુસ્તકો કે લેખોને પણ આ નિયમના ઓઠા હેઠળ ગ્રાહ્ય ન રાખવાની રીતિ-નીતિનો અમલ કેટલા અંશે યોગ્ય ગણાય ? આ નિયમના કારણે ગુજરાત અને સમગ્ર દેશમાં બિલાડીના ટોપની જેમ કહેવાતા નેશનલ અને ઇન્ટરનેશનલ જર્નલ્સના પ્રકાશકો રાતોરાત ફૂટી નીકળ્યા ! જર્નલ્સ પ્રકાશન ઇન્ડસ્ટ્રીઝની ધમાકેદાર એન્ટ્રી થઈ. લેખના પ્રકાશન માટે પ્રતિલેખ દીઠ રૂ. ૧૦૦૦ થી ૩000 જેટલો ચાર્જ લેવામાં આવી રહ્યો છે. એજન્ટો દ્વારા કહેવામાં આવે કે લેખ - શોધપ્રબંધ તમારે લખવાનો છે કે અમારે વ્યવસ્થા કરવાની છે ? આવું સંશોધન ક્ષેત્રે ઘણું બધું ચાલી રહ્યું છે ત્યારે પ્રો. એન. આર. દવેસાહેબ (પૂર્વ કુલપતિ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ) કહે છે તેમ - Check - in - built અંદરની ચોકીઓ ઊભી કર્યા સિવાય કોઈ છૂટકો જ નથી.
આ કહેવાતાં સંશોધન જર્નલ્સના પ્રકાશકોને પોતાના જર્નલના નામાભિધાનમાં ઇન્ટરનેશનલથી કશું જ ઓછું ખપતું નથી, તેમજ જ્ઞાનજગતના બધા જ વિષયો અને બધી જ ભાષાઓમાં લખાયેલા લેખોને આવરી લેવાની ગતિની નોંધ સાથે. આ પ્રકારનાં પાંચેક જર્નલ્સ પૈકી કયા કયા જર્નલ્સ ગુજરાતની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં લવાજમથી મંગાવવામાં આવે છે કે કેમ તે સંદર્ભે કેટલાક ગ્રંથાલયોમાં પૃચ્છા કરતા જાણવા મળ્યું છે કે આ પૈકીનું કોઈ જર્નલ મંગાવવામાં આવતું નથી, કે નામ સાંભળવામાં ૮૬ .
A આદર્શ કેળવણીનું ઉપનિષદ 1
આવ્યું નથી. આવાં જર્નલ્સનું સલાહકાર મંડળ પ્રાયઃ પ્રાદેશિક કે આંતરપ્રાંતીય અને લેખ લખનાર લેખકો પ્રાયઃ પ્રાદેશિક હોય છે. આ જર્નલ્સના લેખકો પૈકી કોના લેખો University news'માં પ્રકાશિત થયા છે તે તપાસતાં કોઈનું નામ દેખાયું નહિ. વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૨માં ‘University news'માં આશરે ૬૫૦ જેટલા લેખો અને દીક્ષાંત સમારોહનાં ભાષણો પ્રકાશિત થયેલાં જોવા મળ્યાં. આ પૈકી ગુજરાતી કે ગુજરાતની સંસ્થાઓમાં કાર્ય કરતા અધ્યાપકો વગેરેના કુલ ૨૪ લેખો પ્રગટ થયેલા જોવા મળ્યા, જેમાં સૌથી વધુ ૮ લેખો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વઉપકુલપતિ, કાર્યકારી કુલપતિ અને જાણીતા શિક્ષણવિદ ડૉ. દાઉદભાઈ ઘાંચી સાહેબના ૮ લેખો, જ્યારે ૩-૩ લેખો ડૉ. જયંતિ રવી અને તેમના સહયોગીઓના તથા ડૉ. જગદીશ અરોરા અને તેમના સહયોગીઓના છે, જ્યારે બાકીના ૮ લેખો એક-એક લેખકના કર્તુત્વવાળા છે.
આ પ્રકારની એક અન્ય વિસંગતતા એ પ્રવર્તે છે કે યુજીસીએ M.Phi - Ph.D.ના અભ્યાસ માટે પ્રવેશ-પરીક્ષા લઈને પ્રવેશ આપવા સંબંધી નિયમ વર્ષ ૨૦૦૯ના જુલાઈ આસપાસ પરિપત્રિત કર્યો. આ આવકાર્ય બાબત છે. પરંતુ, જેમણે M.Phi . Ph.D. આ પરિપત્ર પૂર્વે પૂર્ણ કરેલ હોય કે રજિસ્ટ્રેશન કરાવી દીધેલ હોય અને પાછળથી નિયમાનુસાર શોધપ્રબંધ રજૂ કરીને Ph.D.ની ડિગ્રી મેળવેલ હોય તેમને આ નિયમ લાગુ ન જ પડે; કારણ કે તેમણે જ્યારે રજિસ્ટ્રેશન કરાવ્યું. હતું ત્યારે આ નવો નિયમ અસ્તિત્વમાં ન હતો. પરંતુ સંબંધિતો દ્વારા અધ્યાપકો, ગ્રંથપાલો વગેરેને કહેવામાં આવે કે તમે એન્ટ્રસ ટેસ્ટ વગરની ડિગ્રી ધરાવો છો, એટલે કઈ રીતે માન્ય ગણાય ? આ એક સામાન્ય સમજણની - સ્વવિવેકની બાબત છે. આવી સ્પષ્ટતાઓ માટે કોર્ટનું જ શરણું લેવાનું ? આ કેટલે અંશે યોગ્ય ગણાય ? નિયમના ખોટા અર્થઘટનના ઓઠા હેઠળ કેટલી અરાજકતા પ્રવર્તી રહી છે? જેમણે ખરી મહેનત કરીને - સંશોધન કરીને ડિગ્રી મેળવી છે, તેઓ હતાશ ન થાય તો બીજું શું થાય ?
સંશોધન સંદર્ભે યુજીસી દ્વારા પીએચ.ડી.ના શોધપ્રબંધોના લેખનનું માધ્યમ - આધુનિક ભારતીય ભાષાઓ સિવાયના વિષયો માટે - અંગ્રેજી નિયત કરવામાં આવ્યું છે. અંગ્રેજીના માધ્યમથી સંશોધનમાં ગુણવત્તા આવશે તે કેમ કરીને ગળે ઊતરી શકે ? માતૃભાષામાં જ સરળ, સાહજિક આદર્શ કેળવણીનું ઉપનિષદ ઈ.
૮૦
Page #46
--------------------------------------------------------------------------
________________
અને મૌલિક અભિવ્યક્તિ થઈ શકે. કહેવાય છે કે જે ભાષામાં સ્વપ્ન આવે
તે જ સ્વભાષા ગણાય. આ નિર્ણયથી દેશની ભાષાઓનો વિકાસ રૂંધાશે. અને આવાં જ વલણોના કારણે કાળાન્તરે આ બધી ભાષાઓનો મૃત્યુઘંટ વાગશે. જાણીતા ભાષાશાસ્ત્રી એન્ડ્રુએ ‘Language and Languages'માં ભવિષ્યવાણી ભાખતાં નોંધ્યું છે કે - એકવીસમી સદીના અંતમાં વિશ્વની ૨૫૦૦ ભાષાઓ મૃતપ્રાયઃ થઈ જશે. યુનિવર્સિટી સ્તરનાં પ્રકાશનો માતૃભાષામાં તૈયાર કરાવી પ્રકાશન કરતી યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ જેવી સંસ્થાઓની લાંબા ગાળે કેટલી પ્રસ્તુતતા બની રહેશે ? યુજીસી - યુનિવર્સિટીઓએ આ નિર્ણય સંદર્ભે પુનઃ વિચારણા કરવી રહી. યુજીસીના કર્ણધારો આ નિયમથી શું નિષ્પન્ન કરવા માંગે છે ? અહીં અંગ્રેજીના વિરોધ કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસ્થાપિત મહત્ત્વને અવગણવાનો પ્રશ્ન છે જ નહિ. આ નિયમનો ઘણી ખરી યુનિવર્સિટીઓએ અમલ શરૂ કર્યો. તેના પરિણામે અનુવાદ ઇન્ડસ્ટ્રીઝ અસ્તિત્વમાં આવી. અનુવાદ કરનારા પ્રાયઃ વિષયથી પરિચિત ન હોવાથી વિષયને કેટલા અંશે સમજી શકતા હશે તથા
પારિભાષિક શબ્દોના અનુવાદની સમસ્યા, અનુવાદક અને અનુવાદનું સ્તર, સંશોધકે અનુવાદ વાંચવાની - સમજવાની તસ્દી લીધી હશે કે કેમ ? વગેરે પ્રશ્નો ચિંતાનો વિષય છે.
તાજેતરનાં વર્ષોમાં કૉલેજોમાં CBCS ચોઈસ બેઝ ક્રેડિટ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ખરા અર્થમાં તેનું હાર્દ જળવાય તે રીતે વૈકલ્પિક વિષયોની પસંદગીને અવકાશ છે ખરો ? અથવા તેવા વિષયો આપવામાં આવે છે ખરા ? જો ‘હા' તો તેવા વિષયો માટે તજૂશ અધ્યાપકોની નિયુક્તિ કરવામાં આવી છે ખરી ? અંદર પ્રવેશીને ડોકિયું કરીએ તો ઘોર નિરાશા સાંપડે તેવું ચિત્ર જોવા મળે છે. સરવાળે દીસે છે ‘નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ.'
ગુણવત્તાપૂર્ણ સંશોધનના આપણે સૌ પક્ષધર છીએ. પરંતુ તેની સામે પર્યાપ્ત માળખાગત સુવિધાઓ પણ જરૂરી બની રહે છે. ગુજરાતની અનુદાનિત કૉલેજો અને યુનિવર્સિટીઓ તરફ નજર ફેરવતાં જાણવા મળે છે કે ઉચ્ચ શિક્ષણની આ સંસ્થાઓમાં જ્યાં સંશોધનની ભૂમિકા તૈયાર કરવામાં આવે છે કે સંશોધનો કરવામાં કે કરાવવામાં આવે છે ત્યાં વર્ષોથી અધ્યાપકો અને ગ્રંથપાલોની ઘણી જગ્યાઓ ખાલી છે. ગ્રંથપાલોની આદર્શ કેળવણીનું ઉપનિષદ
૮૮
તો એક જ પોષ્ટ હોય છે. શિક્ષણ અને સંશોધનમાં ગ્રંથપાલ અને ગ્રંથાલયની અનિવાર્ય આવશ્યકતા બની રહે છે. તેની અનુપસ્થિતિમાં ઉચ્ચ શિક્ષણનાં ધ્યેયોની પ્રાપ્તિમાં ઘણી પ્રતિકૂળતા પેદા થાય. આમ છતાં ગ્રંથપાલોની ભરતીમાં ઉદાસીન વલણ અપનાવવામાં આવી રહ્યું છે. એક અનુભવપૂત બાબત છે કે એક દૃષ્ટિવંત ગ્રંથપાલ ઘણા અધ્યાપકોની ગરજ સારે છે, આમ છતાં ગ્રંથાલયો અને ગ્રંથપાલો પ્રત્યે પ્રાયઃ ઉપેક્ષાવૃત્તિ જ જોવા મળે છે. હાલમાં અધ્યાપકોની કેટલી ઘટ પ્રવર્તે છે તે સંદર્ભે એમ.એસ. યુનિવર્સિટી, વડોદરાના પ્રો. ગોયલ અને પ્રો. ગોયલે ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયે પાર્લમેન્ટ્રી કમિટી સમક્ષ કરેલી રજૂઆતનો હવાલો ટાંકીને ‘યુનિવર્સિટી ન્યુઝ’ના ડિસેમ્બર ૨, ૨૦૧૨ના અંકમાં તેમના પ્રગટ થયેલા લેખમાં નોંધ્યું છે કે - ૪૨ કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ૧૬૬૦૨ મંજૂર થયેલ જગ્યાઓ પૈકી ૬૫૪૨ ખાલી, ૧૫ આઈઆઈટીઓમાં ૫૦૯૨ની સામે ૧૬૧૧ ખાલી, ૪ આઈઆઈઆઈ ટીમાં ૨૨૪ની સામે ૧૦૪ ખાલી અને એનઆઈટીમાં ૪૨૯૧ની સામે ૧૪૮૭ ખાલી છે.' ગુજરાતમાં શિક્ષકો - અધ્યાપકો - ગ્રંથપાલોની ઘટ શોધવા જવાની જરૂરત ખરી ? તા. ૪-૮-૨૦૧૩ ‘ગુજરાત સમાચાર'ના અહેવાલના આધારે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિજ્ઞાન વિદ્યાશાખાની ૧૪ કૉલેજોમાં ૧૫૨ અધ્યાપક અને ૧૭૩ બિન-શૈક્ષણિક કર્મચારીઓની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. પર્યાપ્ત સંખ્યામાં અધ્યાપકોના અભાવે અધ્યાપન સંશોધન અને પ્રકાશન પ્રવૃત્તિમાં ભારે ઓટ આવી રહી છે. ગુજરાતનાં પ્રાચ્યવિદ્યાનાં શોધ-સંસ્થાનોમાં અધ્યાપકો અને સંશોધન અધિકારીઓની નિયુક્તિ અટકાવીને પ્રાયઃ મૃતપ્રાય કરી દેવામાં આવ્યાં છે. આપણી યુનિવર્સિટીઓની પ્રકાશન પ્રવૃત્તિ આજે પ્રાયઃ ભૂતકાળ બની ગઈ છે. યુનિવર્સિટીઓને ખરા અર્થમાં ઉચ્ચ અધ્યયન, અધ્યાપન અને સંશોધનનો કેન્દ્રો તરીકે વિકસાવવા માટે આ બધા પ્રશ્નોના ઉકેલને પાયાની અનિવાર્ય આવશ્યકતા ગણવી રહી !
(કેળવણીકાર શ્રી મણિભાઈ પ્રજાપતિ - કડી. સર્વ વિશ્વવિદ્યાલય સાથે સંકળાયેલા છે. સંસ્થાના વૃતપત્રના સંપાદક છે.)
આદર્શ કેળવણીનું ઉપનિષદ
૮૯
Page #47
--------------------------------------------------------------------------
________________
| શૈક્ષણિક સંસ્થાઓના સંચાલનના પ્રશ્નો |
કિશોરભાઈ મહેતા | સંસ્થા સંચાલન એ એક આગવું વિજ્ઞાન છે. કોઈ એક સંસ્થામાં સફળતાપૂર્વક પાર પાડેલી પદ્ધતિ બીજી સંસ્થામાં સફળતા ન પણ અપાવે; કારણ કે દરેક સંસ્થાને પોતાનું આગવું પર્યાવરણ હોય છે. સંસ્થાને પોતાનો ઇતિહાસ હોય છે. સંસ્થાપકોએ ઊભી કરેલી પરંપરાઓ હોય છે, પરિણામે દરેક સંસ્થાને પોતાના વિશિષ્ટ સ્થાન અને પ્રભાવ હોય છે.
વીસમી સદીમાં ગુજરાતમાં મોટા પ્રમાણમાં શૈક્ષણિક સંસ્થાઓ વિકસી. કવિ દલપતરામના પ્રયત્નોથી અંગ્રેજ અધિકારી ફાર્બસે સ્થાપેલી ગુજરાત વિદ્યાસભાથી ક્રમશઃ વિકસતા-વિકસતા ગામે ગામ સંસ્થાઓનો વિકાસ થયો. વીસમી સદીમાં પ્રથમ છ-સાત દાયકા સુધી ગાંધી-મૂલ્યોનું આગવું સ્થાન હતું. ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠ અને ત્યાંથી બહાર પડેલા કસાયેલા કાર્યકરોએ અનેક સંસ્થાઓ સ્થાપી. સૌરાષ્ટ્રમાં નાનાભાઈ ભટ્ટ દ્વારા દક્ષિણામૂર્તિનો પ્રારંભ એ એક ઐતિહાસિક ઘટના છે. પછી ગ્રામદક્ષિણા મૂર્તિ અને લોકભારતી જેવી સંસ્થાઓ વિકસી. આ પ્રકારની સંસ્થાઓ સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં વિકસી છે. દરેકની પાછળ કેટલાક મૂલ્યનિષ્ઠ કાર્યકરોની જમાત હતી, પરિણામે સંસ્થાઓમાં એક તંદુરસ્ત વાતાવરણ હતું અને રાષ્ટ્રઘડતરનું પાયાનું કામ ત્યાં થતું.
એકવીસમી સદીના બીજા દાયકામાં આપણે છીએ. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ભૌતિક સુખ, સંપત્તિ અને આર્થિક લાભની દોડ જોવા મળે છે. ‘ત્યાગીને ભોગવી જાણો'નો મંત્ર વિસરાતો જાય છે અને વધુ ને વધુ સંગ્રહ કરવા, મેળવવા તરફ આગળ દોટ રહી છે. આ વાતાવરણની સીધી અસર સંસ્થાઓ પર પડી છે, પરિણામે અનેક નવી સમસ્યાઓ સામે આવી છે. અને સંસ્થાઓનું સંચાલન દિનપ્રતિદિન વિકટ થતું જાય છે. આ નોંધમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રના અમરેલી જેવા નાનકડા કેન્દ્રને ધ્યાનમાં રાખી આ પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારના મુખ્ય પ્રશ્નો નીચે મુજબ છે. સ્વનિર્ભર શાળાઓનું આકર્ષણ :
૧૯૬૦ સુધી મુંબઈ રાજયના ભાગ તરીકે રહેલા અમરેલી જિલ્લાને સયાજીરાવ ગાયકવાડના સમયથી મફત અને ફરજિયાત પ્રાથમિક
VA આદર્શ કેળવણીનું ઉપનિષદ |
શિક્ષણનો લાભ મળેલો. પ્રજાકીય સરકારોએ લોકભાગીદારીની ભાવના કેળવાય એટલા માટે જાહેર ટ્રસ્ટોને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા પ્રોત્સાહિત કર્યા. આવી સંસ્થાઓના સંચાલનમાં સરકારે ગ્રાંટ આપવાની નીતિ રાખી. ગુજરાતમાં પ્રારંભનાં વર્ષોમાં ૫૦% ગ્રાંટ અને બાકીની રકમ ફીમાંથી ઊભી કરવાની પ્રથા હતી. આ નીતિ ઉદાર બનાવતા - બનાવતા સરકારે સિત્તેરના દાયકામાં ૧૦૦% ગ્રાંટની નીતિ સ્વીકારી અને માધ્યમિક શિક્ષણ નિઃશુલ્ક કર્યું. કન્યાકેળવણી ઉચ્ચ શિક્ષણ સુધી નિઃશુલ્ક બનાવી. આટલી પ્રગતિશીલ નીતિ ભારતમાં સૌપ્રથમ ગુજરાત રાજ્ય સ્વીકારી. શિક્ષકોને નોકરીમાં સલામતી અને પેન્શન સુધીના હક્ક પણ મળ્યા.
આ વ્યવસ્થા અત્યંત સુચારુ રૂપે ચાલી રહી હતી અને ગૌરવવંતુ કાર્ય કરતી સંસ્થાઓ વિકસી હતી; પણ શિક્ષણમાં વ્યાપારીકરણ એવી રીતે પ્રવેશી ગયું કે કોઈને તેની ખબર પણ ન પડી, અને અચાનક સ્વર્નિભર શાળાઓ ફૂટી નીકળી. સમાજનો આર્થિક રીતે સંપન્નવર્ગ પોતાનાં બાળકોને આવી સંસ્થાઓમાં ભણાવવાનું ગૌરવ સમજવા માંડ્યો અને મોભો જમાવવા દેખાદેખીના કારણે મધ્યમવર્ગ પણ તેમાં દોરવાયો. સરકાર જે ગ્રાંટ આપે છે, તે પ્રજાના કરવેરાના પૈસામાંથી આપે છે. આમ છતાં કરવેરા ઉપરાંત રકમ ખર્ચવામાં ગૌરવ અનુભવતો એક એવો વર્ગ ઊભો થયો કે જે સમાજના અકિંચન વર્ગથી અલગ પડી ગયો. એક નવી અસ્પૃશ્યતા શરૂ થઈ, પરિણામે જૂની સરકારી સહાયથી ચાલતી સંસ્થાઓ ભાંગવા માંડી. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા કેટલીક આવી સંસ્થાઓ પણ સ્વનિર્ભર સંસ્થાઓના પ્રવાહમાં જોડાઈ ગઈ; પરિણામે પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચે ચાલતી જ્યાં ઉચ્ચ લાયકાતવાળા અનુભવી શિક્ષકો છે તે સંસ્થાઓ માંદગીને બિછાને પડી.
સ્વનિર્ભર સંસ્થાઓમાં રોકાણકર્તાઓ રોકાણ કરે છે. જૂની સંસ્થાઓ દાનથી ચાલતી આ નવી પરિપાટીની શરૂ થયેલી સંસ્થાઓમાં ધનવાનો - સંપન્નવર્ગના લોકો રોકાણનું ક્ષેત્ર સમજી તેમાં ઝંપલાવ્યું અને ઠીક-ઠીક લાભ પણ મેળવ્યો. આ ક્ષેત્ર રોકાણકારને અવશ્ય ફાયદારૂપ હતું; કારણ કે પોતાની મૂડીનું ઓછામાં ઓછું જોખમ અને વધુમાં વધુ વળતર મળતું થયું.
તેમાં ભોગ લેવાયો શિક્ષણનો, શિક્ષણમાત્ર માહિતી આધારિત અને પરીક્ષામાં ઉચ્ચ ટકાવારી મેળવવા માટેનું માધ્યમ બની ગયું ! શિક્ષકોની આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
A ૯૧ |
[ ૯૦
.
Page #48
--------------------------------------------------------------------------
________________
સ્થિતિ રોજમદાર જેવી થઈ. આપણી જૂની વ્યવસ્થામાં શિક્ષકો લગભગ કાયમી રહેતા. એવો સમય હતો કે ધોરણ ૮ થી ૧૧ સુધીમાં વિદ્યાર્થી અને શિક્ષકો સાથે એવો ઘરોબો કેળવાતો કે શિક્ષકો સાથે વિદ્યાર્થીઓના પારિવારિક અને આજીવન સંબંધો કેળવાતા. આ વૈભવ અમો અત્યારે માણીએ છીએ.
નવી વ્યવસ્થામાં આ ભાવનાનો છેદ ઊડી ગયો. એવું પણ બન્યું છે કે રસાયણશાસ્ત્ર શીખવનાર ત્રણ – ચાર અલગ શિક્ષક હોય. દરેક શિક્ષક અમુક નિશ્ચિત ભાગ ભણાવે. આવું દરેક વિષયમાં થયું. અંગ્રેજી ગ્રામર અને પાઠ - કવિતા શીખવનાર શિક્ષકો અલગ-અલગ. આમ થવાનું કારણ એ કે દરેક શિક્ષક બે-ત્રણ સંસ્થાઓમાં જતા હોય, એટલે જે ભાવસંબંધ કેળવાતો હતો તે બંધ થયો. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે માત્ર ભૌતિકવ્યવહાર જ રહ્યો.
એવું લાગે છે કે આ પાયાની સમસ્યા છે. અંગ્રેજી માધ્યમની સમસ્યા :
આવી જ બીજી એક સમસ્યા છે કે નાનાં-નાનાં ગામડાંઓમાં પણ અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ થઈ છે. જગતના બધા શિક્ષાવિદ્ એક વિષય પર સંમત છે કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ. વિશ્વના મોટા ભાગનાં રાષ્ટ્રોમાં આ વાત સ્વીકારવામાં આવી છે. અહીં તો એવી પરિસ્થિતિ છે કે બાળકના પરિવારમાં ગુજરાતી જ નહિ કાઠિયાવાડી લઢણવાળી સાદી ભાષા બોલાતી હોય. સ્કૂલમાં બાળકોને માત્ર અંગ્રેજીમાં જ વાત કરવાની સૂચના અપાતી હોય, પરિણામે બાળકને બે પ્રવાહો વચ્ચે ખેંચાવાનું બને છે. આપણો સૌનો અનુભવ છે કે માતૃભાષામાં ભણેલ વિદ્યાર્થી અંગ્રેજી ભાષા પર સારું એવું પ્રભુત્વ ધરાવે છે. અત્યારે જે ડૉક્ટરો છે, જેઓ સારા એન્જિનિયર છે, તે બધા માતૃભાષા દ્વારા શિક્ષણ પામેલા છે. એટલું જ નહિ પણ ટોચના વૈજ્ઞાનિકો પણ માતૃભાષામાં ભણેલા છે. આ એક એવું કારણ છે કે જેના કારણે જૂની શૈક્ષણિક સંસ્થાઓ નબળી પડી છે. આર્થિક સમસ્યા:
એક નાજુક સમસ્યા છે શૈક્ષણિક સંસ્થાઓના વિકાસ માટે દાન મેળવવાની. સૌરાષ્ટ્રમાં એવો ગ્રામીણ વિસ્તાર છે કે જ્યાંના ખેડૂત અને મજૂરવર્ગના ૯૨ -
A આદર્શ કેળવણીનું ઉપનિષદ |
પરિવારો હીરા ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં દેશ-પરદેશમાં જઈ સારું એવું કમાયા છે. તેઓ પોતાના વતનની સંસ્થાઓ માટે ઘણું ઘણું કરે છે. આવી સંસ્થાઓ સાધનસંપન્ન બની છે.
કેટલીક સંસ્થાઓને રાજકીય પીઠબળ, જ્ઞાતિનું પીઠબળ, ધાર્મિક સંગઠનો કે સંપ્રદાયોનું પીઠબળ, ઔદ્યોગિક એકમોનું પીઠબળ - આ બધું જેની પાસે છે, તે સંસ્થાઓ વિકસી રહી છે. પરંતુ કેટલીક સંસ્થાઓ એવી છે કે જેની પાસે આવું કશું જ નથી. વર્ષો અગાઉ આવેલા દાનના કારણે સંસ્થાઓમાં દાતાઓનાં નામ આવી ગયાં હોય. પછી દાતાઓના સંજોગો પણ બદલાયા હોય. આવી સંસ્થાઓને દાન મેળવવામાં ઠીક-ઠીક મુશ્કેલી પડે છે. તેનાં બે કારણો છે - (૧) સમાજમાં એવી છાપ ઊભી થઈ છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં પૂરા પૈસા આવે છે. સંચાલકો ખૂબ કમાય છે, માટે ત્યાં દાનની જરૂર નથી. (૨) સંસ્થાઓ પાસે એવા કાર્યકરોની ખેંચ પડી છે, જેઓ પોતાની સેવાની મૂડી પર ઊભા રહી દાતાઓને આકર્ષી શકે. સમાજના નબળાવર્ગ પ્રત્યે એક સહાનુભૂતિ ધરાવતો વર્ગ છે. આ નોંધ લખનારનો અનુભવ છે કે બહેરા-મૂંગા શાળા માટે સામેથી દાન આવે છે, તેવું સ્કૂલમાં બનતું નથી. મંદિરોમાં પણ દાન સરળતાથી મળે છે, શૈક્ષણિક સંસ્થાઓમાં આ કપરું કામ થયું છે.
આ બધી સમસ્યાઓનું નિવારણ માત્ર ધ્યેયનિષ્ઠ, સમર્પિત, નિઃસ્વાર્થી, દૃષ્ટિસંપન્ન અને પદ-પ્રતિષ્ઠાના મોહથી મુક્ત કાર્યકરો. આ સંઘ વધુ ને વધુ વિસ્તરે તો આપણી આવતી કાલ ઉજ્જવળ બને.
સૌને પ્રભુ આવા ઉત્કૃષ્ટ કાર્ય કરવા માટે બળ પ્રદાન કરો.
(અમરેલીસ્થિત શ્રી કિશોરભાઈ દાયકાઓથી શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમાં સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ રૂપાવતનની વિવિધ શિક્ષણ સંસ્થાઓનું સંચાલન કરે છે.)
આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
Page #49
--------------------------------------------------------------------------
________________
આદર્શ શૈક્ષણિક અભ્યાસક્રમ ન સુધાબહેન પી. ખંઢેરિયા
પ્રસ્તાવના :
કહેવાય છે કે - “જેવું શિક્ષણ તેવો દેશ અને તે દેશનું ભાવિ.” આજ વાક્ય વિસ્તારપૂર્વક કહેવું હોય તો કહી શકાય કે - “જેવું શિક્ષણ તેવો દેશ અને દેશનું ભાવિ અને જેવો અભ્યાસક્રમ તેવું શિક્ષણ.” દેશની પ્રગતિ અને વિકાસનો આધાર દેશનાં બાળકો જે પ્રકારનું શિક્ષણ લે છે. તેના પર રહેલો છે. શિક્ષણ દ્વારા દેશની અભિલાષાઓ - આકાંક્ષાઓ પૂર્ણ કરી શકાય છે. શિક્ષણની ગુણવત્તા મોટો આધાર અભ્યાસક્રમની ગુણવત્તા પર રહેલો છે. શિક્ષણનાં ધ્યેયોને આપણે શિક્ષણની જુદી-જુદી કક્ષાઓ દ્વારા અપાતા વિષયો દ્વારા સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. શિક્ષણની પ્રક્રિયામાં અભ્યાસક્રમનું સ્થાન મુખ્ય છે. વ્યક્તિ અને સમાજનાં પરિવર્તનનું અને વૈચારિક ઉત્ક્રાંતિનું સૌથી પ્રબળ સાધન અભ્યાસક્રમ છે. વ્યક્તિ અને સમાજના પરિવર્તનનું અને વૈચારિક ઉત્ક્રાંતિનું સૌથી પ્રબળ સાધન અભ્યાસક્રમ છે. ટૉલ્સટૉપને પૂછવામાં આવ્યું કે - “તેઓ જીવનના બધા સંસ્કારો ક્યાંથી લાવ્યા ?” તેમનો જવાબ હતો : “મારી શાળા મારું મંદિર છે, મારો મઠ છે. જ્યાં હું જુદા-જુદા વિષયોના અભ્યાસક્રમના શિક્ષણ વડે પુનઃજીવન પામ્યો અને જીવનનાં પ્રલોભનો તથા મૂંઝવણોમાંથી મુક્ત બન્યો.” વૈયકિતક રીતે પણ અભ્યાસક્રમનો ઉપયોગ એવી રીતે કરવાનો છે કે જેથી વિદ્યાર્થીઓ વાંચીને, સમજીને વિચારતા થાય, અભિપ્રાય બાંધે, તારણ કાઢે, નિર્ણય કરે, સારા-નરસાનો ભેદ સમજે અને સમાજના વિકાસ અંગે ગહન ચિંતન કરતા થાય. વિદ્યાર્થી દેશના અને સમાજના પ્રશ્નો સમજે અને તેના ઉકેલમાં સહભાગી બને તો કોઈ પણ અભ્યાસક્રમ સાર્થક થયો કહેવાય. અભ્યાસક્રમ એટલે શું? :
અભ્યાસક્રમ એ વિદ્યાર્થીને શિક્ષણનાં નિયત ધ્યેયોને પહોંચવા માટેનો સહાયરૂપ માર્ગ છે. શિક્ષણનાં ધ્યેયોને પહોંચવા માટે વિદ્યાર્થીઓને જે શિક્ષણના અને અધ્યયનના અનુભવો પૂરા પાડવાના છે તેનું અભ્યાસક્રમ એક માધ્યમ (મીડિયમ) છે. ૯૪ /
CA આદર્શ કેળવણીનું ઉપનિષદ
અભ્યાસક્રમ શાળા દરમિયાન વિદ્યાર્થીને જ્ઞાનનાં જુદાં-જુદાં ક્ષેત્રમાં જે અનુભવ મેળવવાના છે, જે શક્તિઓ ને કુશળતા ખીલવવાની છે તે સૂચવે છે. ખરી રીતે તો તે વિષયોના મુદ્દાઓની યાદીથી કંઈક વિશેષ છે. વિદ્યાર્થીઓમાં ઇચ્છનીય વિવિધ પ્રકારનાં વર્તનના ફેરફારો કરવાના છે તે માટે જે-જે પરિસ્થિતિ, વસ્તુ, સાધન વગેરે શાળાને મળી શકે છે, તેનું સમગ્ર ચિત્રણ છે. પેઇન'ના મત અનુસાર બાળકના વ્યક્તિત્વની ખિલવણી માટે જે-જે પરિસ્થિતિઓ (સીટ્યુએશન્સ) શાળાને મળી શકે એમ છે, જેમાંથી પસંદગી કરી શાળા સમાન રીતે ઉપયોગી પરિસ્થિતિઓનું આયોજન કરી શકે તેનો અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે.
આમ અભ્યાસક્રમની નવીન કલ્પનામાં જે શૈક્ષણિક અનુભવો દ્વારા વિદ્યાર્થીના જ્ઞાનભંડોળમાં, તેની શક્તિઓમાં, તેનાં કૌશલ્ય, વલણો ને અભિરુચિમાં ઇચ્છનીય વર્તન ફેરફારો કરી શકાય તે બધાંનો સમાવેશ થાય છે. શાળાની અભ્યાસની પ્રવૃત્તિઓ, અભ્યાસેતરની વિદ્યાર્થી પ્રવૃત્તિઓ શાળા - સમાજના સંબંધો, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ, પ્રર્યટન, મુલાકાતો વગેરેનો અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે. અભ્યાસક્રમની સંકલ્પના :
અભ્યાસક્રમને અંગ્રેજીમાં ‘CURRICULUM' કહેવાય છે. આ શબ્દ મૂળ લૅટિન શબ્દ CURRERE પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે દોડવું. અભ્યાસક્રમનો સામાન્ય પરંપરાગત અર્થ Couse of study 2429 Body of course offered by on educational instilution એવો થાય છે. જો કે કેટલાક આ પ્રકારનાં અર્થ ચીલાચાલુ કે જુનવાણી - Traditional કહે છે. “અભ્યાસક્રમ” શબ્દનો સૌપ્રથમ પ્રયોગ લગભગ ઈ.સ. ૧૮૨૦માં સ્કોટલૅન્ડમાં થયો હતો ત્યાર બાદ લગભગ એક સદી પછી આ શબ્દનો પ્રયોગ અમેરિકામાં થયો હતો ઈ.સ. ૧૯૧૮ સુધી તો અભ્યાસક્રમ પર કોઈ પુસ્તક ઔપચારિક રીતે ઉપલબ્ધ ન હતું અભ્યાસક્રમક્ષેત્રે પ્રથમ પુસ્તક “The cutrriculum’ હતું, જેના લેખક Franklin Bobbili હતા. જોકે આ પછી અભ્યાસક્રમ સંરચનાના ક્ષેત્રે અનેક લેખકોએ પુસ્તકો લખ્યાં છે.
પરંપરાગત સંકલ્પના પ્રમાણે “અભ્યાસક્રમ' શબ્દ જ્ઞાન અને માહિતી પર ભાર મૂકે છે. શાળા કે કૉલેજોમાં જે વિષયો શીખવવામાં આવે છે. તેને જ સામાન્ય રીતે અભ્યાસક્રમ કહેવાય છે. વિષયોની સૂચિ કે વિષયોના આદર્શ કેળવણીને ઉપનિષદ
Wી
૫ ]
Page #50
--------------------------------------------------------------------------
________________
મુદ્દાઓની યાદી એટલે અભ્યાસક્રમ. ટૂંકમાં, જુદા-જુદા વિષયોના વિષયવસ્તુની રૂપરેખાને માટે ‘અભ્યાસક્રમ' શબ્દનો ઉપયોગ થતો હતો. આ એક પરંપરાગત ખ્યાલ છે. ખરેખર આ ખ્યાલ પાઠ્યક્રમ પૂરતો જ મર્યાદિત છે. પાઠ્યક્રમ એટલે વિષયોનાં વિષયાંગની સૂચિ કેટલાક પાઠ્યક્રમોમાં હેતુઓ અને સંદર્ભસૂચિનો પણ ઉલ્લેખ હોય છે. આધુનિક પાઠ્યક્રમમાં જેતે વિષયના હેતુઓ માટેના ગુણભારનો પણ સમાવેશ કરવામાં આવે છે. - ટૂંકમાં, પાઠ્યક્રમ એ અભ્યાસક્રમનો એક ભાગ છે. જુદા-જુદા વિષયો એ અભ્યાસક્રમનો એક ભાગ છે. પુસ્તકો, શૈક્ષણિક સાધનો એ અભ્યાસક્રમ નથી, પણ તેનાં સાધનો છે. શાળા કે કૉલેજનું મકાન અને શિક્ષકો એ અભ્યાસક્રમના ભાગરૂપે છે.
અભ્યાસક્રમ એ અધ્યયન માટેની યોજના છે. જેમાં સમાજની અપેક્ષાઓનો પડઘો પડવો જોઈએ. સમાજ શિક્ષણ પાસેથી કઈ અપેક્ષા રાખે છે. ને અભ્યાસક્રમ માટે તે ખૂબ જ મહત્ત્વની બાબત છે; એટલે કે નિર્ધારિત હેતુઓની સિદ્ધિ માટે આયોજનબદ્ધ યોજના તૈયાર કરવાની જરૂરિયાત પર અભ્યાસક્રમ ભાર મૂકે છે. શાળા અને કૉલેજોએ અધ્યેતાના વિકાસ માટે અનેકવિધ અનુભવો પૂરા પાડવા જોઈએ વ્યક્તિ અને સમાજનાં સવાંગી ઘડતર માટે જે શૈક્ષણિક-અનુભવો કે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપયોગી બને તેનો અભ્યાસક્રમમાં સમાવેશ થવો જોઈએ. વિદ્યાર્થી પુસ્તકાલય, પ્રયોગશાળા અને રમતનાં મેદાન પર જે અનુભવો મેળવે છે, તે પણ અભ્યાસક્રમનો એક ભાગ બને છે. શાળા - કૉલેજોમાં ચાલતી અનેકવિધ સહઅભ્યાસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ તેમાં સમાવેશ થાય છે. પ્રવાસ સંસ્થા કે વ્યક્તિઓની મુલાકાત જેવા અનુભવો પણ અભ્યાસક્રમના ભાગ બને છે. ટૂંકમાં, અનેકવિધ આયોજિત અધ્યયન અનુભવોનો સરવાળો એટલે અભ્યાસક્રમ.
૧. જેમાં વિષય સંકલિત પ્રવૃત્તિઓ ૨. અભ્યાસ વર્તુળો ૩. સેમિનાર ૪. ચર્ચાસભા ૫. વિદ્યાર્થી મંડળીની પ્રવૃત્તિઓ ૬. N.C.C - N.S.Sની પ્રવૃત્તિઓ ૭. સામાજિક - સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરે પણ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ થતી પ્રવૃત્તિઓ છે. -૬
VIII) આદર્શ કેળવણીને ઉપનિષદ]
અભ્યાસક્રમની રચના કરતી વખતે હેતુઓની સિદ્ધિ માટે અધ્યયનઅનુભવોનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીના સર્વાગી વિકાસ માટે શાળાશિક્ષણમાં કે વર્ગશિક્ષણમાં અનેકવિધ અભિગમ દ્વારા શિક્ષણની પ્રવૃત્તિ વિકાસ પામે, જેમાં ક્યારેક શિક્ષકકેન્દ્રી, બાળકેન્દ્રી કે પાઠ્યપુસ્તકકેન્દ્રી હોય છે.
સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ભારતમાં શિક્ષણ માટે પછી પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચશિક્ષણ માટેના વિવિધ પંચોની રચના કરવામાં આવી છે, અને શિક્ષણના સાર્વત્રીકરણ માટે વિદ્યાર્થીની વયકક્ષા મુજબ યોગ્ય રીતે અભ્યાસક્રમ રચાવો જોઈએ, તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
અભ્યાસક્રમ રચના વખતે તેના હાર્દરૂપ તત્ત્વોનો સમાવેશ થાય તે ખૂબ જ જરૂરી છે તેનાં હાર્દરૂપ તત્ત્વો આ મુજબ છે. પ્રાચીન સમયમાં પણ તે બાબત પર ખાસ ભાર મુકાતો હતો :
(૧) ભારતની સ્વાતંત્ર્ય ચળવળનો ઇતિહાસ (૨) બંધારણીય જવાબદારીઓ (૩) રાષ્ટ્રીય ઐક્ય માટેની આવશ્યક વિષયવસ્તુ (૪) ભારતનો સામાન્ય સાંસ્કૃતિક વારસો (૫) સર્વસમાનતા લોકશાહી અને બિનસાંપ્રદાયિકતા (૬) જાતીય સમાનતા (૭) પર્યાવરણ સુરક્ષા (૮) સામાજિક અવરોધો દૂર કરવા (૯) “નાનું કુટુંબ” એ ધોરણનું પાલન (૧૦) વૈજ્ઞાનિક વલણની કેળવણી આદર્શ અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ:
સમાનતા અને ગુણવત્તા સાથેનું શિક્ષણ. તે અભ્યાસક્રમ ઉદ્યોગોની જરૂરિયાતને અનુરૂપ અને યુવાનોની આકાંક્ષા
ઓને સંતોષે તે પ્રકારનો હોવો જોઈએ. વિજ્ઞાન અને ટેકનોલૉજીની પ્રયોગશાળામાં નૂતન જ્ઞાનના સર્જનને પ્રોત્સાહન આપે તેવો. આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
૯o |
Page #51
--------------------------------------------------------------------------
________________
T શિક્ષણમાં જ્ઞાનના ઉપયોજનને પ્રોત્સાહન. T શિક્ષણમાં જાતીયતાના ............... દૂર કરવા.
ઇ-લર્નિગ સાથે તકનિકી આધારિત શિક્ષણની જરૂરિયાત ઊભી કરવી. વૈશ્વિક સ્તરે ભારતીય યુનિવર્સિટીઓને સ્થાન મળે તે માટે. યુવાધનને પરદેશ જતું રોકવા. 3 પ્રાથમિક - માધ્યમિક - ઉચ્ચશિક્ષણનું વિવિધ પ્રકારનું નિયમન કરતી યોજનાઓમાં એકસૂત્રતા જાળવવા. ભારતનાં દરેક રાજ્ય વચ્ચે શિક્ષણ અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન થાય તેવા કાર્યક્રમોના અમલ માટે. 2 વિદ્યાર્થીઓને વિવિધ વિષયો ઉપરાંત ભવિષ્યમાં મદદરૂપ થાય તેવા
શાળામાં વર્ગખંડ બહારના અનુભવો પ્રાપ્ત થાય, તેનો પણ અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ, અને આ બાબતનો ઉલ્લેખ વિવિધ શિક્ષણ પંચોએ ખાસ ભાર મૂકીને કરેલ છે. તે શાળામાં એવો અભ્યાસક્રમ દાખલ થવો જોઈએ કે તેમાં વ્યક્તિમાં - વિદ્યાર્થીમાં રહેલી વ્યક્તિગત ભિન્નતાને સંતોષ મળે. બાળકને શાળામાં આવે ત્યારે તેને શૈક્ષણિક - અનુભવો ઉપરાંત વિવિધ શક્તિઓનો જે તેનામાં ભરપૂરમાત્રામાં રહેલી છે, તેનો ઉપયોગ થવો જોઈએ. T શિક્ષણનાં સ્તરો વચ્ચેના સંબંધો મજબૂત કરવા.
વ્યાવસાયિક સજ્જતા મજબૂત બનાવવી. 0 સમાન ફી માળખું. T શિક્ષણમાં સંશોધનો વધે તેવા પ્રયત્નો. T શિક્ષણનું સાર્વત્રીકરણ (પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચશિક્ષણ) પરીક્ષાપદ્ધતિ સુધારણા. - શિક્ષણની વાત થાય એટલે સતત ઉન્નતિ તરફ આગળ વધવું. શૈક્ષણિકક્ષેત્રે પરિવર્તનો આવતા રહે છે. ખાસ કરીને અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તક.
અગાઉના અભ્યાસક્રમની જૂના અભ્યાસક્રમની સાથે સરખામણી કરીએ તો અગાઉ જે અધ્યયનક્ષેત્ર હતાં, તેને બદલે હવે પ્રવૃત્તિ આધારિત અભ્યાસક્રમ જોવા મળે છે.. ૯૮
CA આદર્શ કેળવણીનું ઉપનિષદ |
પ્રવર્તમાન અભ્યાસક્રમની ખામીઓ : તે પ્રવર્તમાન અભ્યાસક્રમ વર્ષોથી એક જ પ્રકારનો ચલાવવામાં આવે છે,
તેમાં નવીનતા જોવા મળતી નથી. થિઅરી આધારિત જ્ઞાન અપાય છે ક્યાંય તે જ્ઞાનનો વાસ્તવમાં વિનિયોગ થઈ શકતો નથી. અભ્યાસક્રમ આધારિત પરીક્ષાનું મૂલ્યાંકન થાય છે, જે અયોગ્ય છે વિદ્યાર્થીનું વર્ષ દરમિયાન સતત મૂલ્યાંકન થવું જરૂરી છે, જેથી તેના મનમાંથી પરીક્ષાનો ડર દૂર થાય. અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીને ફક્ત શૈક્ષણિક-જ્ઞાનનો અનુભવ થાય છે. સાથે અનેક જીવન ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત થતું નથી. સમગ્ર દેશમાં સમાન માળખાનો અભાવ જોવા મળે છે. અભ્યાસક્રમના જુદા-જુદા વિષયો વચ્ચે સ્વાભાવિક સંબંધ જળવાતો ન હોવાથી અભ્યાસક્રમની કઠિનતા અને તેનો ભાર વધી જાય. આ વિષયોનો વિદ્યાર્થીના ભૌતિક, સામાજિક અને સાંસ્કૃતિક જીવન સાથે અનુબંધ -
સંબંધ યોજવામાં આવ્યો નથી. તે અભ્યાસક્રમમાં હાલના વ્યક્તિગત તફાવતોને પહોંચી વળાતું નથી. વિદ્યાર્થીમાં વ્યક્તિગ તફાવતોને પહોંચી વળાતું નથી. વિદ્યાર્થીમાં વ્યક્તિગત શોખ, રસ અને વિશિષ્ટ અભિરુચિ હોય છે. વર્તમાન અભ્યાસક્રમથી આ પ્રકારના વ્યક્તિગત તફાવતોની સંભાળ બહુ જ ઓછી લઈ શકાય
છે. અભ્યાસક્રમ આ તફાવતોને અનુરૂપ હોવો જોઈએ. 2 ચાલુ અભ્યાસક્રમમાં અમુક વિષયોમાં યુનિટ ઓછાં કરવાં જોઈએ;
એટલે કે વિષયવસ્તુનું ભારણ ખૂબ હોવાથી અભ્યાસક્રમના હેતુઓ સિદ્ધ થતા નથી.
ખૂબીઓ :
અભ્યાસક્રમાં ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ જોવા મળે છે. 0 રાષ્ટ્રીય-સામાજિક લક્ષ્યાંકોની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. T શિક્ષણમાં આવી રહેલા અદ્યતન પ્રવાહોનું તેમાં હવે પ્રતિબિંબ જોવા
મળે છે. આદર્શ કેળવણીનું ઉપનિષદ
એ ૯૯ ]
Page #52
--------------------------------------------------------------------------
________________
2 વિદ્યાર્થીઓને બહુવિધ અનુભવો પ્રાપ્ત થાય છે.
પ્રવર્તમાન સમયમાં જ્ઞાનના શાળા બહારનાં જીવન સાથે જોડીને શિક્ષણસંસ્થાઓ ઉપર ભાર ઓછો કરવાનો પ્રયત્ન કરવામાં
આવી રહ્યો છે. T શિક્ષણ દ્વારા બાળકનાં મનમાં કોઈ પણ જાતના પૂર્વગ્રહો ન રોપાય તેનો
ખ્યાલ રાખવામાં આવે છે. પ્રવૃત્તિ આધારિત શિક્ષણ જોવા મળે છે. (દા.ત., પ્રજ્ઞા પ્રોજેક્ટ) 2 અત્યારના અભ્યાસક્રમમાં નીચેની બાબતો જોવા મળે છે :
✓ Experience અનુભવ ✓ Reflection વિશ્લેષણ ૪ Application ઉપયોજન
- Consolidation તારણ અભ્યાસક્રમ રચનામાં નીચેના સિદ્ધાંતોનો ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે :
(૧) અભ્યાસક્રમ અધ્યેતાકેન્દ્રી હોવો જોઈએ. (૨) અભ્યાસક્રમ સમાજ કેન્દ્રી હોવો જોઈએ. (૩) અભ્યાસક્રમ પ્રવૃત્તિ આધારિત હોવો જોઈએ.
(૪) અભ્યાસક્રમ ભવિષ્યલક્ષી હોવો જોઈએ. ૪ અભ્યાસક્રમરચનાનાં સોપાનો નીચેની આકૃતિ દ્વારા પણ દર્શાવી શકાય : વિષયવસ્તુ – હેતુઓ + વિશ્લેષણ – પદ્ધતિ - મૂલ્યાંકન
અન્ય દેશોની સરખામણીએ જોઈએ તો પ્રાચીન સમયમાં આપણી શિક્ષણસંસ્થાઓની કીર્તિ દેશ-વિદેશમાં પથરાયેલ હતી. ઉદા., નાલંદા, તક્ષશિલા જેના મૂળમાં તેનો મજબૂત અભ્યાસક્રમ હતો.
ટૂંકમાં, વિદ્યાર્થીના સર્વાગી વિકાસ માટે શાળા, સમાજશિક્ષકો અસરકારક છે, તેટલો જ અભ્યાસક્રમ પણ અસરકારક જોવા મળે છે. અંતમાં હું સમાપન કરતા કહીશ કે -
નૈતિકતા વિનાનો વેપાર 2 ચરિત્રવિનાનું શિક્ષણ 2 વિવેક વગરનો આનંદ 0 સિદ્ધાંતો વિનાનું રાજકારણ માનવતા વિનાનો સમાજ મહેનત વિનાની સંપત્તિ સેવા વિનાની પૂજા
યોગ્ય અભ્યાસક્રમ વિનાનું શિક્ષણ સંદર્ભસૂચિ: (૧) ભટ્ટ મણિશંકર રત્નજી (૧૯૭૦) શિક્ષણનો ઇતિહાસ (૨) દેસાઈ અને અન્ય (૧૯૮૪) અભ્યાસક્રમના સિદ્ધાંતો અને
સંરચના (૩) શાસ્ત્રી જયેન્દ્રભાઈ (૧૯૯૧) કેળવણીના તાત્ત્વિક આધારો (૪) જોષી હરિપ્રસાદ એ (૨૦૦૦) શૈક્ષણિક તત્ત્વજ્ઞાન (૫) ડૉ. રમેશચંદ્ર જી. કોઠારી (૨૦૦૬) ઓરીક્રેશ
(સુધાબહેન શ્રી એમ. ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ, ધ્રોલ - (જિ. જામનગર)ની શૈક્ષણિક સંસ્થાઓમાં સેક્રેટરી તરીકે સેવાઓ આપે છે.)
ઉપસંહાર :
આજે મીડિયા ઇન્ટરનેટ અને પ્રચારનાં માધ્યમોના લીધે વિશ્વમાં બનતી તમામ ઘટનાઓથી વ્યક્તિ માહિતગાર બનતો જાય છે. અભ્યાસક્રમના નિર્ધારણ સમયે ખાસ તો વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક બને તેવો હોવો જોઈએ કોઠારીપંચ તે સંદર્ભમાં જ જણાવે છે કે - “ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે.” ૧૦૦ /
A આદર્શ કેળવણીનું ઉપનિષદ]
આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
Page #53
--------------------------------------------------------------------------
________________
વૈકલ્પિક શિક્ષણ વ્યવસ્થા ગુલાબભાઈ જાની
પરીક્ષાની મોસમ છલકે છે અને વિદ્યાર્થીઓ હતાશામાં આવી આત્મહત્યા કરી રહ્યાના સમાચાર આવે છે. પરીક્ષામાં ગેરરીતિઓ, પેપર ફૂટી જવાં, પરીક્ષામાં ચોરી કરાવવામાં વાલીઓ તથા અન્યોની સામેલગીરી -
આ બધું સાંભળી દુ:ખ થાય છે. આપણું શિક્ષણ કયા માર્ગે જઈ રહ્યું છે ?
એક તરફથી શિક્ષણની નવી નીતિ ઘડાઈ રહી છે. આ પૂર્વે પણ ઘણાં પંચો રચાયાં છે, તેમની ભલામણોનો આંશિક અમલ થયો છે, પણ શિક્ષણની દશા અને દિશા ઉત્તરોત્તર કેમ બગડતી જાય છે ?
જરૂર છે શિક્ષણપદ્ધતિના આમૂલ પરિવર્તનની. પહેલાં શિક્ષણ પછી પરીક્ષણ હોય. મહત્ત્વ શિક્ષણનું છે, પરંતુ અત્યારે પરીક્ષાનું મહત્ત્વ એટલી હદે વધી ગયું છે કે માબાપ, સરકારીતંત્ર, શિક્ષણવ્યવસ્થા - બધાંનું ધ્યાન અને કેન્દ્ર માત્ર અને માત્ર પરીક્ષા પર છે, તેમાં યેન-કેન પ્રકારે માર્ક્સ - ગુણ મેળવવા પ્રયત્નો થઈ રહ્યા છે. ગુણવત્તાવાળું શિક્ષણ કે ગુણવાન બતાવે તેવું શિક્ષણ હાંસિયામાં ધકેલાઈ રહ્યું છે.
આવી પરિસ્થિતિમાં શું કરીશું ? : મહાત્મા ગાંધીજીના મંત્રી તરીકે ફરજ બજાવનાર મહાદેવ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈને આજે આપણે એક વિખ્યાત સમાજસેવક, ચિંતક અને સાહિત્યકાર તરીકે ઓળખીએ છીએ. તેઓ નાના હતા ત્યારે શાળાએ જવાનું શરૂ કર્યું. બે-એક દિવસમાં શાળામાં ગમ્યું નહિ. પિતાને વાત કરી કે - “મારે શાળાએ જવું નથી.’’ પિતાએ કહ્યું : “બાપુને પૂછી જો.’” નાનકડા બાબલાએ ગાંધીજીને પોતાને શાળાએ જવું ગમતું નથી અને હવે શાળાએ નહિ જાય તેમ જણાવ્યું. ગાંધીજીએ ઉત્તરમાં ‘શાબાશ' કહ્યું અને પછી તેનુ શિક્ષણ ગાંધીજીના સાંનિધ્યમાં શરૂ થયું. એ વિદ્યાપીઠમાં જે પામ્યા તેથી તેઓ વિશ્વવિખ્યાત થયા.
બિલ ગેટ્સ, સ્ટિવ જોબ્સ, ઝુકરબર્ગ - આ બધાને ચીલાચાલુ શાળા - મહાશાળામાં ફાવ્યું નહિ, પણ પોતાની મહેનત તથા બુદ્ધિથી વિશ્વને એવું પ્રદાન કર્યું કે આજે સહુ તેમના પ્રત્યે અહોભાવથી જુએ છે.
૧૦૨
// આદર્શ કેળવણીનું ઉપનિષદ
વીસમી સદીમાં પશ્ચિમમાં એક અવાજ ઊઠ્યો : ‘School is dead - Deschooling society’ - એ આંદોલને વેગ પકડચો. દુનિયાભરમાં એના પડઘા પડ્યા.
ઇંગ્લૅન્ડમાં વિખ્યાત શિક્ષણશાસ્ત્રી નીલે ‘સમરહિલ’ નામની શાળા શરૂ કરી. એ. એસ. નીલને વિશ્વના સૌથી મોખરાના ૧૦ કેળવણીકારોમાંના એક ગણવામાં આવે છે.
નીલના મતે વિશ્વના બધા ગુનાઓ, નફરત - બધાં યુદ્ધોનાં મૂળમાં છેવટે નાખુશી છે. આ નાખુશી કેવી રીતે ઉદ્ભવે છે, તે કેવી રીતે મનુષ્યોનાં જીવન બરબાદ કરી નાખે છે અને બાળકોનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ, જેથી આ નાખુશી ઉદ્દભવે જ નહિ - આ બાબતો દર્શાવવાનો આ પુસ્તકનો પ્રયત્ન છે.
એરિક ફ્રોમે ‘સમરહિલ' પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે -
અઢારમી સદી દરમિયાન પ્રગતિશીલ વિચારકોએ સ્વતંત્રતા, લોકશાહી અને સ્વશાસનના ખ્યાલો રજૂ કર્યા હતા. ઈ.સ. ૧૯૦૦ના પૂર્વાર્ધમાં આ વિચારો શિક્ષણક્ષેત્રમાં લાભદાયી પુરવાર થયા. આવા સ્વૈચ્છિક નિર્ણયોનો આધારભૂત સિદ્ધાંત હતો - સત્તાને બદલે સ્વતંત્રતા - બાળકોને કોઈ પણ દબાણ વગર અને તેમની જરૂરિયાત અનુસાર, તેમની જિજ્ઞાસાવૃત્તિ પ્રત્યે સમજણ દાખવીને, તેમની આસપાસની દુનિયામાં રસ લેતાં કરવાં. આ પ્રકારના દૃષ્ટિકોણે પ્રગતિશીલ શિક્ષણનો આરંભ કર્યો અને તે માનવવિકાસના ક્ષેત્રમાં એક મહત્ત્વનું પગલું હતું.'
પરંતુ આ નવી પદ્ધતિનાં પરિણામો વારંવાર નિરાશાજનક રહ્યાં. છેલ્લાં થોડાં વર્ષોમાં પ્રગતિશીલ શિક્ષણનો વિરોધ વધતો ગયો. આજે ઘણા લોકો માને છે કે - ‘આ શિક્ષણપદ્ધતિ ભૂલભરેલી છે અને તેને દૂર કરવી જોઈએ.’ શિસ્તપાલન પર વધુ ને વધુ ભાર મુકાય તે માટે જલદ આંદોલન ચાલે છે. બાળકોને શારીરિક શિક્ષા કરવા માટે પરવાનગી મળે તે માટે પબ્લિક સ્કૂલના શિક્ષકોએ ખાસ અભિયાન આદર્યાં છે.
એ. એસ. નીલની પદ્ધતિ બાળકના ઉછેર માટેનો ક્રાન્તિકારી અભિગમ
છે. મારા મત પ્રમાણે તેમનું આ પુસ્તક એટલા માટે બેહદ મહત્ત્વનું છે કે - ‘તે ભયમુક્ત શિક્ષણના સાચા સિદ્ધાંતોનું પ્રતિનિધિત્વ કરે છે.' સમરહિલ શાળામાં સત્તાધીશો કોઈ અર્દશ્ય રીતે બાળકોનું સંચાલન કરતા નથી. આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧૦૩
Page #54
--------------------------------------------------------------------------
________________
સમરહિલ કોઈ પણ સિદ્ધાંતને ઠોકી નથી બેસાડતી, પણ તેમાં લગભગ ચાલીસ વર્ષના વાસ્તવિક અનુભવનો નિચોડ વર્તાય છે. પુસ્તકના લેખકનું માનવું છે કે - “સ્વતંત્રતા ખરેખર કારગત નીવડે છે.”
દરેક વિચારશીલ માતા-પિતાને, પોતે બાળક સામે જાયે-અજાણ્ય કેટલી હદ સુધી દબાણ અને સત્તાનો ઉપયોગ કરે છે, તેનું ભાન થતાં આધાત લાગશે. આ પુસ્તકપ્રેમ પરવાનગી અને સ્વતંત્રતાના નવા અર્થો આપશે. નીલ જીવન અને સ્વતંત્રતા પ્રત્યે અસમાધાનકારી આદરભાવ દર્શાવે છે અને જોહુકમીના ઉપયોગનો સંપૂર્ણ અસ્વીકાર દર્શાવે છે. બાળકોનો ઉછેર એ પ્રકારની પદ્ધતિથી થવો જોઈએ કે - “તેમનામાં પોતાની મેળે જ પ્રેમ, સમજશક્તિ, હિંમત, એકસૂત્રતા જેવા ગુણો વિકસે, જે પશ્ચિમી માનવતાવાદી પ્રથાનાં ધ્યેય છે.” જો એક વખત લોકો તેને માટે તૈયાર થાય તો જે સમરહિલમાં બની શકે તે બધે જ બની શકે છે. લેખક કહે છે તેમ - “ખરેખર સમસ્યાગ્રસ્ત બાળકો નથી, પરંતુ “સમસ્યાગ્રસ્ત માતા-પિતા’ અને ‘સમસ્યાગ્રસ્ત માનવતા' છે. હું માનું છું કે - નીલનું કાર્ય એક બીજ છે અને તે પાંગરશે જ. સમય જતાં તેના વિચારો નવા સમાજમાં વ્યાપીને પોતાની એક એવી ઓળખ ઊભી કરશે કે જેમાં મનુષ્ય પોતે અને તેના જીવનના હેતુઓ જ તમામ સામાજિક પ્રયાસોનું પણ અંતિમ ધ્યેય બનશે.
આજે સમરહિલ શાળાને કેળવણીના ક્ષેત્રે થયેલ એક સફળ, અનોખા અને ક્રાન્તિકારી પ્રયોગ તરીકે સ્થાન મળ્યું છે.
એ. એસ. નીલના ‘સમરહિલ’ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ સંજીવ શાહ દ્વારા કરવામાં આવેલ છે, જે પુસ્તક પ્રાપ્ય છે.
અમેરિકામાં ‘લનિંગ વિદ્યાઉટ સ્કૂલિંગ” ઝુંબેશ શરૂ થઈ છે. એના પ્રણેતા અને કેળવણીકાર જોન હોલ્ટે બાળકોને અનુભવ દ્વારા શિક્ષણ આપવાના પ્રયોગો કર્યા છે.
ડેન્માર્કમાં કોપનહેગન શહેરમાં ન્યૂ લિટલ સ્કૂલના શિક્ષણના પ્રયોગો જાણવા જેવા છે. ‘દિવ્ય ભાસ્કર'માં સંજય વોરાએ તેનો તાજેતરમાં પરિચય આપેલ છે.
સ્કૂલ અને રહેઠાણનાં મકાનો વચ્ચે એક નાનું જંગલ છે, જ્યાં પહેલા માળે સ્કૂલ ચાલે છે. શાળાનો મુખ્ય ઓરડો લાંબો અને સાંકડો છે અને ૧૦૪ /
C A આદર્શ કેળવણીનું ઉપનિષદ |
કુલ જગ્યાનો બેતૃતીયાંશ ભાગ તો આ ઓરડો જ રોકે છે. મુખ્ય હૉલની પાસે એક નાનકડી વ્યાયામશાળા છે. બાજુમાં એક ઓરડો સંગીત માટે ઉપયોગમાં લેવામાં આવે છે, બાકીની જગ્યાને બે હજાર લાકડાંની પેટીઓની મદદથી નાના-નાના ભાગોમાં વહેંચી દેવામાં આવી છે. અહીં ખુરશી, ટેબલ, ચોપડીઓનાં કબાટ વગેરે માટે આ લાકડાનાં ખોખાંઓનો જ ઉપયોગ કરવામાં આવે છે.
લિટલ સ્કૂલનું ફર્નિચર પણ ખૂબ સાદું અને સસ્તું છે. ઑફિસમાં એક સાદું ટાઇપરાઇટર, એક ટેપરેકૉર્ડર અને એક ડુપ્લિકેટર છે. મુખ્ય હૉલમાં એક ફ્રિઝ અને પ્રાઇમસ છે, જેની ઉપર બાળકો અવારનવાર ખાવાનું બનાવે છે. શાળામાં એક નાનો પણ સારો પુસ્તકોનો સંગ્રહ છે. વર્કશોપમાં લાકડાનું અને ધાતુનું કામ કરવા માટેનાં ઓજારો છે. સાથે એસિટિલિન વાયુથી ધાતુ કાપવા માટેનાં અને વેલ્ડિંગ કરવા માટેનાં સાધનો પણ છે. રમતો અને કોયડાઓનો પણ એક નાનો સંગ્રહ છે. પુસ્તકાલયમાં કેટલાંક વિજ્ઞાન અને ગણિત વિશેનાં પુસ્તકો છે, જેમાં પાઠ્યપુસ્તકોનો પણ સમાવેશ થઈ જાય છે. અહીં એક હાથસાળ અને સિલાઈ-મશીન પણ છે. બાળકોને રંગોનો ઉપયોગ કરવો હોય તો તેની પણ વ્યવસ્થા અહીં રાખવામાં આવી છે. આ બધાંનો ઉપયોગ શિક્ષણનાં સાધનો તરીકે કરાય છે.
ન્યૂ લિટલ સ્કૂલની સવારની દિનચર્યાનો ખૂબ મહત્ત્વપૂર્ણ ભાગ સવારના વ્યાયામ અને નૃત્યની પ્રવૃત્તિઓ છે. શાળાની વ્યાયામશાળાનો જે ઓરડો છે, તે ખૂબ જ નીચી છતવાળો છે. તેમાં એક મોટી શેતરંજી અને બે ડ્રમ રાખવામાં આવ્યાં છે. રોજ સવારે નૃત્ય અને સંગીતમાં કુશળ એક શિક્ષક અને મોટા ભાગના વિદ્યાર્થીઓ વ્યાયામશાળામાં ભેગાં થાય છે. શિક્ષક ડ્રમ ઉપર એક જોશીલી ધૂન વગાડે છે અને બાળકો નાચવાકૂદવાનું શરૂ કરી દે છે. એક સત્ર ક્યારે ય બીજા સત્ર જેવું નથી હોતું. બાળકો યોગ્ય લાગે તે રીતે મસ્ત બનીને લયમાં નાચે છે અને એક લય બીજા લયને આગળ લઈ જાય છે. બાળકો અગાઉના લય અને તાલમાંથી તેમને જે સારા લાગે છે તે ફરી-ફરીને કર્યા કરે છે.
સંગીતકક્ષમાં એક શિક્ષક ઇલેક્ટ્રિક ગિટાર ઉપર કોઈ વિદ્યાર્થીને કોઈ ધૂન વગાડવાનું શીખવી રહ્યા હતા. આ શિક્ષક કુશળ પિયાનોવાદક હતા. આદર્શ કેળવણીને ઉપનિષદ નું
છે૧૦૫]
Page #55
--------------------------------------------------------------------------
________________
તેઓ ફરી-ફરીને પેલા બાળકને ધૂન વગાડવાનું શીખવતા હતા. પછી બંને એકસાથે ધૂન વગાડવા લાગ્યા. બે નાનાં બાળકો તેમની સાથે ડ્રમ વગાડવા લાગ્યાં. તેઓ જરા ય તાલમાં નહોતાં વગાડતાં, પણ શિક્ષકે તેમની સામે ગુસ્સાથી જોયું નહિ કે તેમને તેમ કરતાં રોક્યાં પણ નહિ. બે-ત્રણ વિદ્યાર્થીઓ ઓરડામાં બેસીને આ બધું માત્ર જોઈ રહ્યા હતા.
જાણીતા શિક્ષણશાસ્ત્રી શ્રીમતી સ્ટેલી બ્રસે લખ્યું છે કે - “ધ્યાનથી જોવું એ પણ શિક્ષણની એક મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે. બાળકોની આ ધ્યાનથી જોવાની પ્રક્રિયાનું આપણે સન્માન કરવું જોઈએ. જો કોઈ બાળક ધ્યાનથી કોઈ પ્રવૃત્તિનું નિરીક્ષણ કરી રહ્યું હોય તો તેને ધ્યાનભંગ ન કરવું જોઈએ. કેટલાંક બાળકો પોતે કામ કરતાં પહેલાં બીજાં બાળકોને તે કામ કરતાં જોવા ઇચ્છે અને પોતે શું કરશે તેનો વિચાર કરવા માંગે છે.’ ન્યૂ લિટલ સ્કૂલમાં આ વાત બધા સમજતા હતા.
ડેન્માર્કની આ શાળા ચાર દીવાલો વચ્ચે બંધ શાળા નથી, પણ હરતીફરતી શાળા છે. હરતીફરતી એટલા માટે કે તેમાં બાળકોને પ્રવાસ અને મુલાકાતોની ભરપૂર તકો આપવામાં આવે છે. સ્કૂલના બાળકો માટે કોપનહેગન અને તેની આસપાસના વિસ્તારોમાં નિયમિત પ્રવાસો ગોઠવવામાં આવે છે - એટલે સુધી કે વિદ્યાર્થીઓના એક જૂથે તો સ્વીડનના એક છેડાથી બીજા છેડા સુધી પદયાત્રા કરી હતી. આ પ્રવાસો દ્વારા જ દેશ, દુનિયા, સમાજ, ઇતિહાસ અને ભૂગોળનું પ્રત્યક્ષ જ્ઞાન તેઓ મેળવે છે.
ન્યૂ લિટલ સ્કૂલમાં ભણીને વિદાય લેનારાં મોટા ભાગનાં બાળકો એવી પરંપરાગત હાઈસ્કૂલોમાં ગયાં છે, જેનો અભ્યાસક્રમ અત્યંત કઠિન હોય. આવી સ્કૂલોમાં પણ ન્યૂ લિટલ સ્કૂલના વિદ્યાર્થીઓ હંમેશાં મોખરે રહ્યા છે અને જેઓ મોટા થયા છે, તેમણે પોતાના વ્યવસાયમાં નામ કાઢવું છે અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ બાળકો જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે, તેનું કારણ એ છે કે તેઓ દુનિયા વિશે જાણવા ઉત્સુક હોય છે અને તેના વિશે જાણવાનું કૌશલ્ય અને આત્મવિશ્વાસ તેમનામાં હોય છે. તેઓ જીવનના કોઈ પણ પડકારોને આસાનીથી હલ કરી શકે છે. આ શાળા પરથી પ્રેરણા લઈને ડેન્માર્કમાં ૪૦ જેટલી ન્યૂ લિટલ સ્કૂલો ચાલુ થઈ છે અને સફળ પણ થઈ છે. ૧૦૬
VA આદર્શ કેળવણીનું ઉપનિષદ |
તોત્તો-ચાનને ‘તોમોએ' નામની સ્કૂલમાં પોતાના સાથી-મિત્રો સાથે ખૂબ જ મનપસંદ વાતાવરણમાં શિક્ષણ મળ્યું હતું. આ સ્કૂલના હેડમાસ્ટર કોબાયાશી ખૂબ જ સ્નેહાળ ને કલ્પનાશીલ હતા. બાળકોને ભણતરની સાથોસાથ મુક્ત વાતાવરણ અને સમતોલ આહાર પણ મળે એની તેઓ ખાસ કાળજી લેતા હતા.
આ પુસ્તકની નાયિકા તોત્તો-ચાન, ગઈકાલની એ નાનકડી બાલિકા આજે તેત્સુકો કુરોયાનાગી નામે આખા જાપાનમાં વિખ્યાત ટી.વી. કલાકાર તરીકે જાણીતી છે. પોતાના શાળાજીવનનાં કેટલાં બધાં સંસ્મરણો, વાતો અને સત્ય ઘટનાઓ તેણે અહીં નાની-નાની પ્રસંગકથાઓ રૂપે રજૂ કરી છે. યુનિસેફમાં જાપાનની સંભાવના-દૂત નિમાયેલી આ લેખિકા પાસે બાળકોને ચાહનાર શિક્ષકોને અને માબાપો - વાલીઓને ઘણું કહેવાનું છે. મૂળ જાપાની ભાષામાં લખાયેલું - પ્રકાશિત થતાંની સાથે જ અપાર લોકપ્રિયતા સાથે વિક્રમસર્જક “બેસ્ટ સેલર’ બનેલું આ પુસ્તક એક શક્તિમંત સંદેશો આપી જાય છે. નાના-મોટા દરેક વયજૂથના જુદા-જુદા દૃષ્ટિકોણવાળા બધા લોકો માટે પુસ્તક સમાન રીતે રસપ્રદ છે.
આ પુસ્તકમાં શ્રી કોબાયાશીની શિક્ષણ-પ્રવૃત્તિઓ કેવી અરૂઢ ને કલ્પનાશીલ હતી એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એ માનતા હતા કે - ‘બધાં જ બાળકો મૂળે તો સારા સ્વભાવનાં હોય છે, પણ પછી બહારનું વાતાવરણ અને મોટેરાંની અસરો ખરાબ હોય તો એ સારાપણાને નુકસાન થઈ શકે છે.” એટલે એમનું ધ્યેય હતું કે - “આ સારા સ્વભાવને કાળજીથી ખીલવવો, જેથી બાળક બધાંની વચ્ચે પોતાના આગવા વ્યક્તિત્વ સાથે વિકસતું રહે.’ | શ્રી કોબાયાશીને મન સ્વાભાવિકતાનું મૂલ્ય મોટું હતું, એટલે એ ઇચ્છતા કે બાળકનું વ્યક્તિત્વ બને એટલી સહજતાથી વિકાસ પામે. પ્રકૃતિ માટે પણ એમને ચાહના હતી.
જો આજે પણ તોમોએ જેવી શાળાઓ હોય તો ચારેબાજુ વ્યાપેલી હિસાવૃત્તિ ઓછી થાય ને બાળકો અધવચ્ચે સ્કૂલમાંથી ઊઠી જાય છે તેનું પ્રમાણ ઘટે. તો મો એમાં તો શાળાનો સમય પૂરો થયા પછી પણ છોકરાંઓ ઘરે જવાનું નામ નહોતાં લેતાં, અને રોજ સવારે નિશાળે દોડવાની એમને તાલાવેલી હતી, એવી હતી એ સ્કૂલ. આદર્શ કેળવણીનું ઉપનિષદ 9
૧૦o |
Page #56
--------------------------------------------------------------------------
________________
પશ્ચિમમાં હોમસ્કૂલિંગનો ખ્યાલ વધુ ને વધુ લોકપ્રિય થતો જાય છે. આ પ્રયોગમાં માબાપની ક્ષમતા અને બાળકો સાથે સમય ગાળવાની તત્પરતા મહત્ત્વની છે.
ભારતમાં પણ આ પ્રયોગ પ્રસરતો જાય છે. ગુજરાતમાં - વડોદરામાં કેટલાંક સંનિષ્ઠ વાલીઓ હોમસ્કૂલિંગ કરાવી રહ્યાં છે. રાજકોટમાં પણ કેટલાક વાલીઓ આ દિશામાં સક્રિય થયાં છે.
શિક્ષણમાત્ર વર્ગખંડની ચાર દીવાલો વચ્ચે, શિક્ષક દ્વારા જ, સરકારે નિયત કરેલ પાઠ્યક્રમ દ્વારા જ, સરકાર નક્કી કરે તેવી પરીક્ષા દ્વારા જ મૂલ્યાંકન થાય - આ બધા ચીલાચાલુ ખ્યાલો બદલવા પડશે.
બાળકોને આત્મહત્યા તરફ દોરે તેવું શિક્ષણ તો હરગિજ ન જોઈએ.
ચાલો, સાથે મળી સહુ વિચારીએ કે - “આપણાં બાળકોને ભાર વિનાનું ભણતર, આનંદલક્ષી શિક્ષણ (Joy of learning) કુદરતના સાંનિધ્યમાંથી, સમાજમાંથી, પડોશમાંથી મળતું શિક્ષણ આપીને તેમને આવતી કાલના જવાબદાર અને રુઆબદાર નાગરિક બનાવવા પ્રયત્ન કરીએ. સહુ વિચારશીલ વ્યક્તિઓનાં આ અંગેનાં સૂચનો આવકાર્ય છે.
(શિક્ષણશાસ્ત્રી ગુલાબભાઈ સિસ્ટર નિવેદિતા સ્કૂલ - રાજકોટ સહિત નવ જેટલી શિક્ષણ સંસ્થામાં સાથે સંકળાયેલા છે. તેઓએ ૨૮ પુસ્તકોનું સર્જન-સંપાદન કરેલું છે. તેમને અનેક એવોર્ડ-પુરસ્કાર પ્રાપ્ત થયા છે)
પર્યાવરણીય શિક્ષણ - નવી સદીની માંગ
પ્રા. રામલાલ પરીખ છેલ્લા બે દાયકાથી, પર્યાવરણક્ષેત્રે સામાજિક આંદોલનોમાં સ્વૈચ્છિક સંસ્થાઓનું પ્રદાન ધીરે-ધીરે પણ સ્થિરપણે વધતું જાય છે. આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ, આપણે જે પાણી પીએ છીએ, આપણે જે ધરતી પર રહીએ છીએ અને કામ કરીએ છીએ, તેની ગુણવત્તા વિશે આ સંસ્થાઓ વિચારતી થઈ છે. વિશ્વભરમાં સ્વૈચ્છિક સંસ્થાઓ વૈશ્વિક સંસાધનોના યોગ્ય ઉપયોગ, કુદરતી સંપત્તિના બચાવ અને તંદુરસ્ત વિશ્વ અર્થતંત્ર માટેનાં અભિયાન કરી રહી છે. વિશ્વ એમને પર્યાવરણવાદીઓ તરીકે ઓળખે છે. આ પર્યાવરણવાદીઓનો ઉદ્દેશ આપણા દેશમાં અને સમગ્ર વિશ્વમાં જીવનનાં સ્તરને સુધારવાનો છે, એમના પ્રયાસોથી ચારે બાજુ પર્યાવરણ બાબતે જાગ્રતિ પણ વધી છે. પર્યાવરણની સુરક્ષા અને માનવજાતને અનુકૂળ એવું પર્યાવરણ સર્જવાની મહત્તા આજે બધા સમજે છે.
સન ૧૯૭૦ના દાયકામાં, સ્વૈચ્છિક સંસ્થાઓનું ધ્યાન સીધી રીતે પ્રદૂષણ ફેલાવતા પ્રદૂષકો અને મોટરકાર કે અન્ય વાહનો તથા સુધરાઈ અને ઔદ્યોગિક કચરો જેવાં કેટલાંક પ્રદૂષણ ફેલાવનાર સાધનો, વસ્તુઓ પર હતું. થોડા ઘણા અંશે આવા પ્રદૂષકોને નાથવામાં આ સંસ્થાઓને સફળતા મળી છે. પણ આ ક્ષેત્રમાં હજી ઘણું કરવાનું બાકી છે. દરમિયાનમાં ઘણા નવા મુદ્દાઓ પણ ઉપસ્થિત થયા છે, જેવા કે - ઝેરી વાયુઓના પ્રસારણનો પ્રશ્ન, વૈશ્વિક તાપમાનના ફેરફારો, ઓઝોનમાં છિદ્રો, ઍસિડ, વર્ષો વગેરે. એનાથી હજી થોડાં વર્ષ પહેલાં જ આપણે સાવ અજાણ હતા.
પર્યાવરણનાં આ ધ્યાનપાત્ર અને વિનાશકારી વલણોને સમગ્ર સૃષ્ટિના સંદર્ભમાં આપણે મૂલવવાં પડશે. આખી કુદરતી વ્યવસ્થામાં અસ્થિરતાનો ખતરો એનાથી ઊભો થયો છે. ઓઝોનને લગતા સવાલો આ સંદર્ભમાં આપણા માટે મોટી ચિંતાનો વિષય બન્યા છે. જૈવિકસૃષ્ટિનું પતન અને એની વિવિધતામાં ઘટાડો પણ એટલો જ મહત્ત્વનો પ્રશ્ન છે. આપણા જેવા દેશોમાં ગરીબી અને ગરીબો દ્વારા થતા પર્યાવરણનાં નુકસાનનો પ્રશ્ન પણ સંવેદનશીલ છે. આપણાં શહેરોમાં, હવામાં, પાણીમાં અને જમીનમાં જે આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
Uી ૧૦૯ |
શિક્ષણ સંસ્થાઓને પૂરી સ્વાયત્તતા આપવી જોઈએ. શિક્ષણમાં નવપ્રયોગ કરવાની તક શિક્ષકોને અને સંસ્થાને આપવી જોઈએ. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે આત્મીય સંબંધ હોવો જોઈએ. નિષ્ઠાવાન શિક્ષકને બિરદાવવાની યોજના હોવી જોઈએ. શિક્ષકોને વધુ પડતી સલામતી મળી છે તે દૂર કરવી જોઈએ. પરીક્ષા પદ્ધતિ બદલવી જોઈએ. સતત સર્વગ્રાહી મૂલ્યાંકન થવું જોઈએ. વિદ્યાર્થીમાં મૌલિક વિચારશક્તિ ખીલે તેવી શિક્ષણપ્રથા ગોઠવવી જોઈએ. શિક્ષણનું ધ્યેય તો “સારો માણસ બને’ (to produce a good person) તે છે. આથી મૂલ્યશિક્ષણ પર વિશેષ ભાર મુકાવો જોઈએ
- ઉષાબહેન જાની
[ ૧૦૮
////////////// આદર્શ કેળવણીને ઉપનિષદ)
Page #57
--------------------------------------------------------------------------
________________
ઝેરી વાયુનું પ્રસરણ થાય છે, એને કેમ નાથવું એ પ્રશ્ન વિકરાળ બનતો જાય છે. પર્યાવરણને લીધે અકુદરતી મોતને ભેટવાના ઘણા કિસ્સા આજ સુધીમાં નોંધાયા છે. નદીઓ ઘણી જગ્યાએ પાણીને બદલે રસાયણો વહેવડાવતી થઈ ગઈ છે. જંતુનાશક દવાની અસરો આપણા અનાજમાં વધુ ને વધુ દેખાવા માંડી છે. મોટા ભાગની જમીનો ઝેરી તત્ત્વોથી દૂષિત થઈ ગઈ છે. ભૂતળનાં પાણી ઘટતાં જાય છે અને નદીઓનાં જે પાણી દૂષિત થયેલાં છે તેને પીવાલાયક બનાવવાનું હજી શક્ય બન્યું નથી.
આવી ગંભીર પરિસ્થિતિમાં, જનસમુદાયમાં પર્યાવરણીય જોખમો વિશે સ્પષ્ટ સમજ ઊભી થાય, અને આ જોખમને નાથવા કે જોખમોથી બચવા માટે કામ કરી શકે તેવા કાર્યકર્તાઓની એક જમાત ઊભી થાય, એ અત્યંત જરૂરનું છે. પર્યાવરણીય જોખમો સામે અસરકારક રીતે કામ કરવા માટે આપણે આપણાં મૂલ્યો, વલણો, નિષ્ઠા, કૌશલ્યો બધામાં જ બદલાવ લાવવો પડશે. આપણે આપણા ઘરમાં જે કરીએ છીએ, આપણે જે ખરીદીએ છીએ, આપણો થાક જે રીતે ઉતારીએ છીએ. આ બધાંની અસર પર્યાવરણ પર પડે છે, અને એટલે એની બરાબર છણાવટ કરવાનો સમય પાકી ગયો છે. પર્યાવરણીય સમસ્યાનો ઉકેલ કદાચ એમાંથી જ મળશે.
ઝડપથી ઘટતા જતાં આપણાં કુદરતી સંસાધનોને બચાવવાં માટે કેન્દ્ર સરકાર વિવિધ કાર્યક્રમો દ્વારા જે રીતે સઘન પ્રયાસો આદરી રહી છે, તે જ રીતે સમાજના બધા વર્ગોમાં પર્યાવરણના સંરક્ષણ સંદર્ભે જાગૃતિ લાવવાનું કામ કરવાની જરૂર છે. સત્તાવાર ને બિનસત્તાવાર જે સંસ્થાઓ પર્યાવરણનાં રક્ષણ માટે કામ કરે છે, તેમણે પર્યાવરણીય પડકારોના વિસ્તાર ગંભીરતા અને એના ઉકેલ વિશેના બધાં ઉપલબ્ધ જ્ઞાનને જનસમુદાયમાં પહોંચાડવું પડશે. પર્યાવરણીય જોખમો એ જનસમુદાયે ફેલાવેલાં પ્રદૂષણનું પરિણામ છે અને આથી જ એનો ઉકેલ પણ જનસમુદાયના હાથમાં જ છે. લોકો જો આ વાત સમજશે અને આપણે જો પર્યાવરણીય જોખમો પર કામ કરવાયોગ્ય માનવશ્રમ તૈયાર કર્યો હશે, તો આપણે આપણી રોજબરોજની જિંદગીમાં આ સંભવિત જોખમો સામે લડી શકીશું.
આ માટે પર્યાવરણીય શિક્ષણમાં આપણે મોટું મૂડીરોકાણ કરવું પડશે. સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે રોજબરોજનાં જીવનને અસર કરનાર પર્યાવરણીય સમસ્યાઓને માત્ર શિક્ષણના માધ્યમથી જ આપણે ઉકેલી શકીશું.
૧૧૦
આદર્શ કેળવણીનું ઉપનિષદ
યુનેસ્કો અને સંયુક્ત રાષ્ટ્રસંઘના પર્યાવરણ કાર્યક્રમ અન્વયે પર્યાવરણીય શિક્ષણની એક સર્વસામાન્ય વ્યાખ્યા આપવાનો પ્રયાસ થયો છે. એ પ્રમાણે પર્યાવરણીય શિક્ષણ એ સતત ચાલતું કાયમી શિક્ષણ છે. એનો ઉદ્દેશ આ શિક્ષણ લેનારને એના પર્યાવરણ બાબતે જાગૃત કરવાનો છે અને જરૂરી માહિતી, મૂલ્યો, કૌશલ્યો, અનુભવો અને નિર્ણયશક્તિ આપવાનો છે. એટલે વ્યક્તિગત ધોરણે કે સામુદાયિક ધોરણે પ્રવર્તમાન અને ભવિષ્યમાં ઊભા થનારા પર્યાવરણીય પ્રશ્નો પર તે કામ કરી શકે અને એમાં નેતાગીરી લઈ શકે.
આવું શિક્ષણ આપવા માટે આમ તો આપણી પાસે જે શિક્ષણ સંસ્થાઓ છે, તેનો જ ઉપયોગ કરવાની નીતિ ઉત્તમ સાબિત થઈ શકે. બાળકોમાં આતુરતા વધારે હોય છે અને વૃદ્ધો કરતાં પર્યાવરણ પ્રેરિત જીવનપદ્ધતિને અપનાવવાનું એમને માટે વધારે સરળ હોય છે.
જેમ આપણે ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભાષા વગેરે શીખીએ છીએ, તે જ રીતે પર્યાવરણનું શિક્ષણ દસ ધોરણથી માંડીને કૉલેજ સુધીની શિક્ષણ સંસ્થાઓમાં અપાવું જોઈએ. શિક્ષકોએ એમના યુવાન વિદ્યાર્થીઓને કચરો ઘટાડવાના, કચરાને રીસાઇકલ કરવા બાબતના, સંસાધનનો બચાવવાના રસ્તાઓ અપનાવવા પ્રેરવા જોઈએ. આ જ પર્યાવરણનું સાચું શિક્ષણ છે.
પર્યાવરણીય શિક્ષણ એ કોઈ નવો વિચાર નથી, પણ આ દેશમાં એ વિશેનું કોઈ ઔપચારિક શિક્ષણ શરૂ થયું નથી. ગૂજરાત વિદ્યાપીઠે આ બાબતે એક નાનકડી શરૂઆત કરી છે અને સમાજ માનવશાસ્ત્રના અને ગ્રામીણ અર્થશાસ્ત્રના અનુસ્નાતક અભ્યાસક્રમમાં Ecology and Environment પર એક આખો કોર્સ દાખલ કર્યો છે. આ જ વિષયમાં અનુપારંગતનો અભ્યાસક્રમ પણ વિદ્યાપીઠમાં શરૂ થયો છે. ‘હાલમાં ગૂજરાત વિદ્યાપીઠમાં પર્યાવરણીય શિક્ષણનું એક વિશેષ કેન્દ્ર ઊભું કરવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે.'
આપણે પર્યાવરણને સુધારવા અને રક્ષણ કરવા માટે જરૂરી એવું જ્ઞાન મૂલ્યો, વલણો, નિષ્ઠા, સામાજિક કૌશલ્યો મેળવવાની તક દેશના દરેક નાગરિકને મળે એવું કરવું પડશે. નવી સદીમાં આપણા સૌનું એ દાયિત્વ બની રહેશે. સમુદાય શિક્ષણ માટે આ આવનાર સદીનો પડકાર છે.
(આ લેખ ૧૯૯૦ના પ્રારંભમાં નવી સદીની શિક્ષણની આવશ્યકતા સંદર્ભમાં થયેલ પ્રવચનનો સાર છે.)
આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧૧૧
Page #58
--------------------------------------------------------------------------
________________
નિરીક્ષણ કરતા શીખવે તે શિક્ષણ
{ પૂ. શ્રી. મોરારિબાપુ હું શિક્ષક હતો એમ નહિ કહું, પરંતુ આજે પણ શિક્ષક છું, કારણ શિક્ષક ક્યારેય ટાયર્ડ કે રિટાયર્ડ થતો નથી. મારી દૃષ્ટિએ ઉત્તમ શિક્ષણનાં સાત લક્ષણો છો.
રક્ષણ : શિક્ષણ એવું હોય કે જે શિક્ષણ સૌ પહેલાં તો વ્યક્તિને, પરિવારને, સમાજને, રાષ્ટ્રને સંરક્ષણ આપે. જે સંરક્ષણ ન આપી શકે એ શિક્ષણ શું ? જે સંરક્ષણ આપે અને સંરક્ષણની સાથે મને ને તમને સમર્પણ કરતા શીખવે. ત્યાગના, બલિદાનના પાઠ શીખવે, આપણા અંદર રહેલા સગુણોને વિકસાવવાનો મોકો આપે એનું નામ શિક્ષણ. જે શિક્ષણ આપણી સલામતીનો ભંગ કરે અથવા આપણી સ્વતંત્રતાને અખંડ ન રાખી શકે તે શિક્ષણનો કોઈ અર્થ નથી. શિક્ષણ એટલે માણસ કેટલી ડિગ્રીઓ ભેગી કરે છે એવો સંકુચિત અર્થ નથી. શિક્ષણ એ તો અનુભવનો અને પરિવર્તનનો વિષય છે. સાચું શિક્ષણ માણસને અભય બનાવે છે. આજે તો શિક્ષણ અને શિક્ષક વિદ્યાર્થીને ક્ષણે-ક્ષણે ભયભીત બનાવે છે. જે શિક્ષા સુરક્ષા ન આપી શકે તે શિક્ષા પછી ન્યાયાલયમાં શોભે, વિદ્યાલયમાં નહિ.
નિરીક્ષણ : શિક્ષણ અંગે મારું બીજું દૃષ્ટિબિંદુ એ છે કે આપણે ગમે તેટલા મોટા થઈ ગયા હોઈએ તો પણ આપણને સતત નિરીક્ષણ કરતાં શિખવાડે એ જ સાચું શિક્ષણ. આપણી કરુણતા એ છે કે આપણે ત્યાં નિરીક્ષકો છે, પણ નિરીક્ષણો ઓછાં છે. જેને નિર્ભીક નિરીક્ષણ કરતાં આવડશે એને તો નદીનો વહેતો પ્રવાહ પણ કંઈક ને કંઈક શિખવાડતો રહેતો હશે.
પોષણ : શ્રેષ્ઠ શિક્ષણનું ત્રીજું લક્ષણ છે પોષણ શિક્ષણ પોષણ આપતું હોવું જોઈએ. શિક્ષણ પ્રકાશ આપતું હોવું જોઈએ. ઘણી વાર શિક્ષણક્ષેત્રમાં એવી ઘટનાઓ વિશે સાંભળવા મળે છે ત્યારે એમ થાય કે શિક્ષણ રક્ષણ આપવામાં નિષ્ફળ ગયું છે અને ભક્ષણ કરવામાં સફળ થયું છે. વિદ્યાર્થીનાં તન, મન, બળ, બુદ્ધિ, વિદ્યા અને શીલની રક્ષા કરે તે ઉત્તમ પ્રકારનું શિક્ષણ છે. | ૧૧૨ //
A આદર્શ કેળવણીનું ઉપનિષદ
પ્રકાશ : શિક્ષણનું ચોથું કામ પ્રકાશ એટલે કે અજવાળું આપવાનું છે. દરેક માનવના માનસમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ પ્રગટે, અશ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો તમસ દૂર કરી સાત્ત્વિક શ્રદ્ધાનો અજવાશ પ્રગટે તે શિક્ષકની ફળશ્રુતિ છે. આ ત્રણે ત્રણ કાર્ય રક્ષણ, પોષણ અને પ્રકાશ મળે તે પ્રેમશિક્ષણ દ્વારા મળે તે ખાસ જરૂરી છે. જો એમ થશે તો શિક્ષણ શિક્ષા મટીને વિદ્યાનો દરજ્જો પ્રાપ્ત કરશે. શિક્ષક એક પગારદાર મટીને ગુરુનો દરજ્જો પ્રાપ્ત કરશે.
તત્ત્વશિક્ષણ : તત્ત્વશિક્ષણ એ ઉત્તમ શિક્ષણનું છઠ્ઠું લક્ષણ છે. નરસિંહ મહેતાએ કહ્યું છે કે - “જ્યાં લગી આત્મતત્ત્વ ચીત્યો નહિ,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી,’ માટે શિક્ષક જીવનદર્શન કરે અને તત્ત્વદર્શન એટલે અણુ-અણુમાં રહેલા પરમતત્ત્વનો પણ પરિચય કરે અને કરાવે તે સાચું શિક્ષણ છે. ટૂંકમાં, શિક્ષણનો સાર કેવળ ડિગ્રી હોય એ ખ્યાલ ખોટો છે. શિક્ષણ જીવનદર્શન કરાવે અને તત્ત્વદર્શન એટલે કે જીવનના અણુએ અણુમાં રહેલા પરમતત્ત્વનો પરિચય કરાવે એ સાચું શિક્ષણ.
પ્રેમવિક્ષણ : પ્રેમવિક્ષણ એ શ્રેષ્ઠ શિક્ષણનું છેલ્લું અને અનિવાર્ય લક્ષણ છે. શિક્ષણ વિદ્યાર્થીને રક્ષણ આપે, નિરીક્ષણ માટેની દૃષ્ટિ આપે, કર્મકુશળતા આપે, તત્ત્વદર્શનનો બોધ આપે, પણ જો શિક્ષણ પ્રેમવિક્ષણ ન બને તો શિક્ષણ અધૂરું છે. જો વિદ્યાર્થીમાં પ્રેમ, સંવેદના, કરુણા જેવી પવિત્ર લાગણી પ્રગટ ન થાય તો શિક્ષણ અધૂરું ગણાય. પણ જો આ બધું શક્ય બને તો એ શિક્ષણ પ્રેમવિક્ષણ બની શકે.
શિક્ષકનો ધર્મ શું છે ? : શિક્ષકનો પ્રથમ ધર્મ એનું સત્યનિષ્ઠાણું છે. શિક્ષક સત્યવાન હોવો જોઈએ. શિક્ષકની વાણી, વર્તન અને વિચારમાં ક્યાંક અસત્યનો રણકાર ન હોવો જોઈએ. શિક્ષક અને સેનાપતિ બંનેનું કાર્ય સરખું છે, બંને રખોપા કરે છે અને રક્ષક ક્યારેય અસત્યનો આશ્રિત ન હોઈ શકે. બીજો ધર્મ સેવા છે; કારણ કે શિક્ષણ ધંધો નથી પણ ધર્મ છે અને ધર્મમાં સેવાની ગાંસડી ઉપાડવી જોઈએ. શિક્ષકનો ત્રીજો ધર્મ અહિંસા છે. મન, વચન અને કર્મથી ક્યારેય કોઈને પીડે નહિ તે સાચી અહિંસા છે અને અહિંસાને આપણે ત્યાં પરમ ધર્મ કહેવામાં આવી છે. આદર્શ કેળવણીને ઉપનિષદ
M ૧૧૩]
Page #59
--------------------------------------------------------------------------
________________
માતૃભાષા દ્વારા શિક્ષણ : ભાવાત્મક દૃષ્ટિકોણ
ન રતિલાલ બોરીસાગર - આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીના સુપ્રસિદ્ધ કાવ્ય “ગાંધી-ગિરા'નું પઠન કરીને મારા વક્તવ્યનો પ્રારંભ કરું છું -
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. રમે અન્ય સખીઓ થકી દઈ તાળી, સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી. કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી. મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં, થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા. પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે, સજી હાનલે કલ્પનાભવ્ય તેજે. ધુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી,
નમાં ધન્ય ગાંધીગિરા ગુજરાતી.' આ ‘ગાંધીગિરા'ની આજે શી સ્થિતિ છે ? પ્રાથમિક શિક્ષણથી જ શિક્ષણના માધ્યમ તરીકે આપણી માતૃભાષાનો છેદ ઊડતો જાય છે. અંગ્રેજી માધ્યમની કેટલીક શાળાઓમાં તો વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષા બોલવા પર પણ પ્રતિબંધ છે. શાળા સમય દરમિયાન વિદ્યાર્થી ગુજરાતી બોલતો માલુમ પડે તો અંગ્રેજી માધ્યમની કેટલીક શાળાઓમાં દંડ પણ ફટકારવામાં આવે છે. અમદાવાદના એક ઉત્તમ બાલમંદિરના સંચાલક મારા મિત્ર છે, એમની પાસે આવીને એક વાર એક વાલીએ એવું પૂછેલું કે - “મારા બાળકને તમે ગુજરાતી માધ્યમનાં બાળકો સાથે ક્યારેય બેસાડશો નહિ ને ?” આ પ્રશ્નથી સંચાલકને ઘણી નવાઈ લાગી. એમણે કહ્યું કે : “પ્રાર્થનામાં ને રમવાના સમયમાં તો બધાં બાળકોને સાથે જ રાખીએ છીએ, અને એમાં તો તમને શો વાંધો હોય ?” વાલીએ કહ્યું : “તો-તો મારા બાળકને અંગ્રેજી બરાબર બોલતાં આવડે જ નહિ ને !” અને એમણે પોતાના બાળકને એ બાલમંદિરમાં દાખલ કરવાનું ૧૧૪ /
A આદર્શ કેળવણીનું ઉપનિષદ
માંડી વાળ્યું. અંગ્રેજી માધ્યમની શાળાના ગુજરાતી વિષયના શિક્ષકે એક પરિસંવાદ દરમિયાન ડરતાં-ડરતાં મને કહેલું કે - “મને એવી સૂચના આપવામાં આવે છે કે - “મારે મારા વર્ગમાં જેટલું ગુજરાતી બોલવાનું અનિવાર્ય હોય એટલું જ ગુજરાતી મારે બોલવાનું. ભણાવવા સિવાયની બાબતો કે સૂચનાઓ માટે મારે ફરજિયાત રીતે અંગ્રેજીમાં બોલવાનું છે.'' પોતાના બાળકને ગુજરાતી બરાબર બોલતાં નથી આવડતું એમાં ગૌરવ લેનારાં શિક્ષિત વાલીઓ ગુજરાતમાં છે. હાસ્યરસની તેમજ ગંભીર પ્રકારની કાવ્યરચનાઓ કરવા માટે જાણીતા ડૉક્ટર રઇશ મનીઆરના એક નિબંધનું શીર્ષક છે. “ગુજરાતી લેંગવેંજમાં થૉટ્સ એક્સપ્રેસ કરવાનું થોડું ઓડ લાગે છે.’ આ નિંબધમાં આજકાલના આપણા ગુજરાતી યુવાનો કેવું ગુજરાતી બોલે છે એનો એક નમૂનો આપ્યો છે -
“યુ નો. ધેર ઇજ અ સિક્રેટ - અબાઉટ હું કેવી રીતના બોલું છું. એક્યુલી વ્હેન આઇ સ્ટાર્ટ સ્પીકિંગ અ સેંટેન્સ ઇન ઇંગ્લિશ હાફ વે વોટ હેપન્સ, યુ નો... મારે બાકીનું વાકય ગુજરાતીમાં પૂરું કરવું પડે છે. આવું ઇંગ્લિશ બોલવા કરતાં તો ગુજરાતી બોલવું ઇઝ મચ મચ બેટર' એમ વિચારી ગુજરાતી બોલવા જાઉં છું તો આઇ ડોન્ટ ફાઇન્ડ પ્રોપર... શું કહેવાય ? ગુજરાતી વર્ઝા ના મળે યાર.. સો આઇ મિક્ષ અપ. સમ ટાઇમ્સ કોઈ પર્ટિક્યુલર વસ્તુ માટે મને ગુજરાતી વર્ડ ખબર નથી હોતો અને એટ ધ સેઇમ ટાઇમ એને ઇંગ્લિશમાં શું કહેવાય તે પણ યાદ આવતું નથી. મેની ટાઇમ્સ મારી બોથ ધ લેંગવેજની વોકેબલરી મને દગો આપે ત્યારે મારા હેન્ડ્રસ અને મારા શોલ્ડર્સ મારી મદદે આવે. મોસ્ટ ઑફ ધ ટાઇમ આઇ એન્ડ અપ ટૉકિંગ વિથ માય હેન્સ. યૂ સી... પીપલ અંડરસ્ટેન્ડ. નાવ ઇમેજીન કે હું ઠૂંઠો હતે તો મારું શું થતે ? કોઈ વાર શોચવા જાઉં ને તો, પેલું શું કહેવાય ? બહુ... શરમ... ના. ના... એનાથી બેટર વર્ડ છે... હું “ક્ષોભ' જો કેવું યાદ આવી ગયું ? હવે એ ના પૂછશો કે ઇંગ્લિશમાં એને શું કહેવાય ? કોઈ પૂછે ને - ના આવડે તો બહુ એમ્બેરેસિંગ લાગે.' ગુજરાતની યુવાપેઢી કેવું ગુજરાતી જાણે છે એનું આ ઉદાહરણ છે. આ નિબંધમાં ઉપરનું પડ તો હાસ્યરસનું છે, પણ હસી લીધા પછી માતૃભાષાની સ્થિતિનો વિચાર કરીએ છીએ ત્યારે હૃદય વિષાદથી ભરાઈ જાય છે. ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો. આપણા વિદ્યાર્થીઓની સ્થિતિ અત્યારે આવી છે. ન તો આદર્શ કેળવણીનું ઉપનિષદ /
A ૧૧૫ ]
Page #60
--------------------------------------------------------------------------
________________
એમને ગુજરાતી બરાબર આવડે છે ન તો અંગ્રેજી બરાબર આવડે છે. વિદ્યાર્થીઓને જો માતૃભાષા બરાબર આત્મસાત્ ન થાય તો બીજી ભાષાઓમાં પણ એ ખાસ ઉકાળી ન શકે એ ભાષાશિક્ષણનું અફર સત્ય છે.
પણ નવમાતાપિતા આ જાણતાં-સમજતાં નથી. પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં દાખલ કરવાના વ્યામોહમાં તેઓ એવાં ફસાયાં છે કે કોઈની વાત સાંભળવા પણ તૈયાર નથી. આપણા જાણીતા વિચારક ગુણવંત શાહે માતૃભાષા વિશેના ૯મી ફેબ્રુઆરી - ૨૦૧૪ના ‘દિવ્યભાસ્કર'માં સોઈ ઝાટકીને કહી દીધું કે - જે માણસ અંગ્રેજી ભાષાનો વિરોધ કરે તે મૂર્ખ છે, અને જે માણસ માતૃભાષાના માધ્યમનો વિરોધ કરે તે મહામૂર્ખ છે.' ગુણવંતભાઈની ભાષા અવશ્ય આકરી છે, પણ એક માતૃભાષાપ્રેમીના બળબળતા હૃદયનો આ ઉદ્ગાર છે, એમ આપણે સમજવું જોઈએ. માતૃભાષાનો મહિમા કરવો એનો અર્થ અંગ્રેજીનો વિરોધ કરવો એવો નથી જ નથી. આપણા મૂર્ધન્ય કવિ નિરંજન ભગતે આપેલું સૂત્ર ‘ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી' એ જ આ આખી સમસ્યાનો શૈક્ષણિક ઉકેલ છે.
એક બીજું સત્ય પણ આપણે સમજી લેવું જોઈશે. આપણી માતૃભાષા જશે તો સાથે-સાથે આપણી મહાન સંસ્કૃતિ પણ ક્ષીણ થતી જશે અને કાળે કરીને વિલાઈ જશે. ફાધર વાલેસના એક નિબંધનું શીર્ષક છે - ‘ભાષા જાય તો સંસ્કૃતિ જાય' ફાધરની આ ચેતવણી આપણે ગંભીરતાપૂર્વક કાને ધરવી જોઈશે.
‘શ્રીમદ્ ભગવદ્ ગીતા' માત્ર હિંદુઓનો ગ્રંથ નથી, ભારતીયોનો ગ્રંથ નથી - એ તો સમગ્ર માનવજાતનો ગ્રંથ છે. ગીતા જીવનવિદ્યાનું પાઠ્યપુસ્તક છે. ગીતાના દેશમાં અધ્યાયના ‘વિભૂતિયોગ’નો ૩૪મો શ્લોક નીચે પ્રમાણે છે :
મૃત્યુઃ સર્વહર: ચ અહમ્ ઉદ્ધવઃ ચ ભવિષ્યતામ્ । કીર્તિ: શ્રી: વાક્ ચ નારીણામ્ સ્મૃતિઃ મેધા ધૃતિઃ ક્ષમા II આ શ્લોકનો અર્થ એવો છે કે - ‘હું સૌનો સંહાર કરનાર છું તેમજ મૃત્યુ પામનારાંઓ અને જન્મ લેનારાઓનું કારણ હું છું તથા સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા હું છું.'
આ શ્લોકના બીજા ચરણમાં જીવનનું અદ્ભુત રહસ્ય સમાયેલું છે. માનવજીવના પાયાનાં ગુણો અને શક્તિઓની સૂચિ આપીને એમ કહેવાયું છે કે - ‘આ પાયાનાં ગુણો અને શક્તિઓ રૂપે ઈશ્વર સ્ત્રીઓમાં વસે છે. આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧૧૬
આ ગુણો સ્ત્રીના લોહીના લયમાં ધબકતા ગુણો છે. પરમતત્ત્વનું આવું આયોજન શા માટે છે ? આવું આયોજન એટલા માટે છે કે સ્ત્રી મનુષ્યની જન્મદાત્રી છે. ‘બાળકનું શિક્ષણ ગર્ભાધાનનાં છ અઠવાડિયાં પછી શરૂ થઈ જાય છે.’ એવું હવે આધુનિક મનોવિજ્ઞાન સ્વીકારે છે. એટલે મનુષ્યજીવનના પાયાના ગુણોના સંસ્કાર બાળક પર દૃઢપણે અંકિત થાય એટલા માટે સર્જનહારે આ પાયાના ગુણો સ્રીમાં મૂક્યા છે. મનુષ્યમાત્રને આ પાયાના ગુણો સ્ત્રી દ્વારા મળે છે, એ જગતનું એક અફર સત્ય છે. એટલે માનવજાતિનાં મુખ્ય ગુણો અને શક્તિઓની બાબતમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેનો તફાવત સાહિત્યની કોઈ મૂળકૃતિ અને એ જ કૃતિની અનુવાદિત કૃતિ વચ્ચે હોય એવો અને એટલો છે.'
આનો અર્થ એ થયો કે પુરુષમાત્રને જે ગુણો મળે છે, તે માતા તરફથી મળે છે - માતા ઉપરાંત ભગિની, જીવનસખી સર્વ તરફથી. શિક્ષક તરફથી મળે છે, તે પણ શિક્ષકમાં રહેલા માતૃસદેશ પ્રેમતત્ત્વને કારણે.
આ દેશમાં સ્ત્રીઓનું સ્થાન કેટલું મહત્ત્વનું હતું ! વેદઃ આધુનિક નજરે' પુસ્તકમાં વિનોબાજીએ સ્ત્રીઓના વેદકાલીન ગૌરવ વિશે બહુ ભાવપૂર્વક લખ્યું છે. વિનોબાજી કહે છે કે - ‘એક જમાનામાં આપણે ત્યાં સ્ત્રીઓને સંપૂર્ણ સ્વતંત્રતા હતી, સ્ત્રીઓ માટે ભારે આદર-ઇજ્જત હતાં. જે રીતે બ્રહ્મવાદી પુરુષો થઈ ગયા, તે જ રીતે બ્રહ્મવાદિની સ્ત્રીઓ પણ થઈ ગઈ. સ્ત્રીઓનાં કેટલાંક સૂક્ત પણ વેદમાં આવે છે. તે જમાનામાં સ્ત્રીઓને વેદઅભ્યાસનો અધિકાર હતો. ઋગ્વેદમાં અનેક સ્ત્રી-દેવતા છે અને અનેક સ્ત્રીઓ ઋષિ પણ છે... ‘ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ'માં પણ પ્રથમ માતાનું નામ આવ્યું છે. ઉપનિષદોમાં આજ્ઞા આપી. તેમાંયે નંબર એકમાં કહ્યું - ‘માતૃદેવો ભવ.' તેના પછી જ ‘પિતૃદેવો ભવ'. ‘આચાર્યદેવો ભવ' કહ્યું. એટલે પહેલો દેવ તો માતા જ. પ્રાચીનકાળમાં સ્ત્રીઓ બહુ જ જ્ઞાનવતી પણ હતી. વિનોબાજી એક પ્રસંગ વર્ણવે છેયાજ્ઞવલ્ક્યની સભામાં ચર્ચા ચાલી રહી હતી, ત્યાં ગાર્ગી ઊભી થઈ અને તેણે યાજ્ઞવલ્ક્યને કહ્યું : ‘જેમ કાશી કે વિદેહનો ક્ષત્રિય વીર બાણ મારે છે, તેમજ હું તમને પ્રશ્નરૂપી બાણ મારું છું. તમે તમારી છાતી સામે કરો, હું મારા પ્રશ્નોથી પ્રહાર કરીશ' યાજ્ઞવલ્ક્ય જેવા ઋષિને પડકારનારી ગાર્ગી જેવી આત્મવિશ્વાસથી ભરી-ભરી સ્ત્રીઓ પ્રાચીનકાળમાં હતી.
આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧૧૭
Page #61
--------------------------------------------------------------------------
________________
જાણીતા કેળવણીકાર રવીન્દ્ર દવે માતાનો અને માતૃભાષાનો મહિમા સમજાવવા માટે “રામાયણ'નો એક પ્રસિદ્ધ શ્લોક ટાંકતા હોય છે. રાવણના વધ પછી રામે વિભીષણને લંકાની ગાદી સોપી. પણ રાજા જ લંકાની ગાદી સંભાળે એવો ભાવ વિભીષણે વ્યક્ત કર્યો. વિભીષણની વાત સાંભળીને લક્ષ્મણજી લોભાઈ જાય છે; પરંતુ, રામ લક્ષ્મણને કહે છે -
“અપિ સ્વર્ણમયી લંકા ન મે લક્ષ્મણ રોચતે,
જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી.” એટલે મનુષ્યની પાયાની કેળવણી માતા દ્વારા થાય છે. અને એટલે જ માની ભાષા તે માતૃભાષા. જનનીની જેમ જ જનનીની ભાષા એટલે કે માતૃભાષા પણ સ્વર્ગ કરતા ચઢિયાતી છે.
શિક્ષણનો હેતુ વિદ્યાર્થીને ઉત્તમ મનુષ્ય બનાવવાનો છે. કેળવણીનો અર્થ જ મનુષ્યતાની કેળવણી એવો છે. બાળકને મનુષ્ય બનાવનારા શિક્ષણનો પ્રારંભ માતાના ગર્ભમાંથી શરૂ થાય છે, અને બાળકના જન્મ પછી એના જીવનઘડતરની આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. એમ કહેવાય છે કે - “બાળકના જીવનનું ઘડતર એના પ્રથમ સાત વર્ષમાં પૂરું થઈ જાય છે અને પછીનાં વર્ષોમાં શિક્ષણ દ્વારા આનો સતત વિકાસ થતો રહે છે. બાળકનું આ ઘડતર માની ભાષા દ્વારા જ થઈ શકે છે, અને બાળકના આગળ પણ પછી એનો વિકાસ થવામાં માતૃભાષાનો બહુ મોટો ફાળો હોય છે.”
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું “કસુંબીનો રંગ” બહુ જ જાણીતું છે. પાઠ્યપુસ્તકો દ્વારા અને આપણા લોકગાયકો દ્વારા એ ઘેર-ઘેર પહોંચ્યું છે. કસુંબીનો રંગ એટલે હૃદયના સર્વ ભાવો જેમાં નિચોવાયા હોય તેવો રંગ. આવા કસુંબીના રંગે રંગાવાનો પ્રારંભ માતાના ગર્ભમાંથી જ થાય છે -
જનની હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ.'
માના ધાવણથી કેવળ બાળકના શરીરને જ પોષણ નથી મળતું; પરંતુ, બાળકનું હૃદય પણ માના ધાવણથી પોષાય છે. બાળક ગર્ભમાં હોય છે ત્યારથી એ માના હૃદયના ભાવો ઝીલતું થઈ જાય છે. ‘શિવાજીનું હાલરડું' પણ મેઘાણીનું બહુ પ્રસિદ્ધ કાવ્ય છે. ભાવકના હૃદયના તાર ઝણઝણાવી મૂકે એવું એ કાવ્ય છે . ( ૧૧૮ છે.
VA આદર્શ કેળવણીનું ઉપનિષદ
પેટમાં પોઢીને સાંભળેલી બાળે
રામ - લખમણની વાત માતાજીએ મુખ જે દિ'થી
ઊડી એની ઊંઘ તે દિ’થી. ઘૂઘરા, ધાવણી, પોપટલાકડી
ફેરવી લેજો આજ ! તે દિ’ તારે હાથ રે'વાની
રાતી બંબોળ ભવાની ! આજ માતા દેતી પાથરી રે,
કૂણાં ફૂલડાં કેરી સેજ તે દિ' તારી વીર-પથારી
પાથરશે વીશ - ભુજાળી.” જીજાબાઈની જેમ જ પારણામાં પોઢેલા બાળકને હિંચોળતી વખતે મા જે હાલરડાં ગાતી. તેનાથી પણ ભલે અજાણપણે પણ બાળકના જીવનનું ઘડતર થતું હતું. એક બહું જાણીતું હાલરડું છે -
વીરો મારો ડાહ્યો,
પાટલે બેસી નાહ્યો; પાટલો ગયો ખસી,
મારો વારો આવ્યો હસી.” તમે જુઓ કે સાવ સાદા શબ્દોમાં બાળકનાં જીવનઘડતરની કેવી ઉમદા સામગ્રી સચવાયેલી છે ! જીવનનો આધાર ક્યારેક-ક્યારેક ખસી ગયાનો અનુભવ કોને નહિ થતો હોય ? આવે વખતે હસીને જે-તે સમયની આપત્તિનો સામનો કરવાનો સંદેશ આ હાલરડામાં છે. આવું જ એક બીજું હાલરડું છે - ભાઈ તો અટાદાર
મોજડી પે'રે પટાદાર, મોજડીઓ ઉપર મોગરા
ભાઈને રમાડે રાજાના છોકરા; ભાઈ તો રાજાભોજ
ભાઈને બારણે હાથીઘોડાની ફોજ.’ આદર્શ કેળવણીને ઉપનિષદ
Page #62
--------------------------------------------------------------------------
________________
આજે વ્યક્તિત્વ-વિકાસ માટે પૉઝિટિવ થિન્કિંગનો ઘણો મહિમા થાય છે. “થિન્ક બિગ - હંમેશાં ઊંચું લક્ષ્ય રાખો' એવી શિખામણ આજની યુવાપેઢીને સતત આપવામાં આવી રહી છે. “નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન.” એવી આપણી ભાષાના એક મોટા કવિ બલવંતરાય ઠાકોરની પંક્તિ છે. કારકિર્દી માર્ગદર્શકો જે વાત આજે કરે છે, એ વાત એક સમયે એક નિરક્ષર માતા આવાં હાલરડાં દ્વારા કરતી હતી. બાળક ભલે ગરીબ ખોરડે જમ્યો હોય, પણ મા બાળકની કલ્પના રાજા ભોજ તરીકે કરે છે, અને એ રીતે જીવનમાં ઊંચું લક્ષ્ય સેવવાની શિખામણ આપે છે.
નાનું બાળક આમાં શું સમજે? એવો પ્રશ્ન ઘણો અણસમજભર્યો છે. આપણું મગજ વિશ્વનિયતાનું રચેલું એક અદ્ભુત કૉપ્યુટર છે. એમાં નાખેલું સૉફટવેર એની રીતે વિકસીને એક દિવસ જરૂર જવાબ દેશે. દરેક મનુષ્ય દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ લઈને જન્મે છે. આસુરીસંપત્તિ એ મનુષ્યચેતનાને લાગેલા વાયરસ છે. શિક્ષણે આ વાયરસ નાબૂદ કરીને દૈવી સંપત્તિનો વિકાસ કરવાનો છે. આવા શિક્ષણનો પ્રારંભ માતાના ગર્ભમાંથી થાય છે.
માતા દ્વારા થયેલા મારા પોતાના ભાવજગતના ઘડતરની કેટલીક વાતો મારે તમને કહેવી છે :
મારાં બા નિરીક્ષર હતાં. બહુ મોટી ઉંમરે વાંચતાં શીખેલાં. પણ એમનું ભાષાપ્રભુત્વ અસાધારણ હતું. એમના ભાષાપ્રભુત્વ વિશે મેં લખ્યું છે કે - મેઘાણીની પાત્રસૃષ્ટિનું કોઈ પાત્ર - કોઈ કાઠિયાણી કે ચારણ્યનું પાત્ર બોલતું હોય એવી મારાં બાની ભાષા હતી. કહેવતો અને રૂઢિપ્રયોગો એમને સહજસિદ્ધ હતાં. હાસ્યનો તો જાણે એ જીવતોજાગતો અવતાર હતાં. મેં ઉમાશંકર જોષીનો હવાલો આપીને “બા” વિશે લખ્યું છે કે - ‘હાસ્ય નિષ્પન્ન કરવાની સો યુક્તિઓ હોય તો પ્રેમાનંદની જેમ જ બાને પણ એકસો-એક યુક્તિઓની ખબર હતી. એ હાસ્યનું શાસ્ત્ર જાણતાં ન હતાં ને છતાં અનેક પ્રકારની આર્થિક, સામાજિક કે આરોગ્ય વિષયક વિટંબણાઓમાં એ જીવ્યાં ત્યાં સુધી હસતાં જ રહ્યાં. મારી ભાષા ઉપર અને મારા ભાવજગત પર આની ઊંડી અસર પડી છે. એમણે જે રીતે સંતાનોનું ઘડતર કર્યું, એનો આજે વિચાર કરું છું ત્યારે પરમાત્માએ આપેલાં ગુણો અને શક્તિઓ કેવાં હોય એ વિચારે તાજુબ ૧૨૦ .
C A આદર્શ કેળવણીનું ઉપનિષદ |
થવાય છે. અમે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ. મારા દાદા અને પરદાદા મરજાદી. અમારા કેટલાંક વડીલો ‘કપડાં શિવડાવ્યાં’ એમ પણ ન બોલે; કારણ કે એમાં શિવનું નામ આવી જાય. આવા વાતાવરણમાં બાનું મંદિર બિલકુલ બહુરંગી વસ્તીવાળા શહેર જેવું. વૈષ્ણવ હોવાના કારણે હાથમાં માખણનો ગોળો ધારણ કરેલાં બાલકૃષ્ણ તો હોય જ, પણ સાથે-સાથે ત્રિશૂળધારી શિવ પણ હોય અને ચામુંડામાતા તેમજ અંબામાતા પણ હોય. મારા બાળપણમાં અમે જૈનોના પડોશમાં રહેતાં હતાં એ વખતે બાલમિત્રો સાથે ઉપાશ્રયમાં જવાની રજા બા પાસે હું માંગુ, તો બા રાજીખુશીથી રજા આપે અને કહે - દરેક વખતે કહે : “ભગવાન તો સૌનાં સરખા’ ‘એકમ્ સત્ વિપ્રા બધા વદંતિ' એવા વેદના સૂત્રની બાને ખબર નહોતી. પણ “ઘાટઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.' આ નરસિહવાણી બાને આત્મસાત્ થઈ ગઈ હતી. ‘ભગવાન તો સૌના સરખા” એવું બાનું સૂત્ર મારા હૃદયમાં વજલેપ થઈ ગયું છે. આજે હું ‘અલ્લાહ એક છે” એ સત્ય અત્યંત સહજ રીતે સ્વીકારી શકું છું, એનાં મૂળ બાના સૂત્રમાં રહેલાં છે. બાએ જીવનઘડતરનાં આવાં અનેક સૂત્રો મારા હૃદયમાં છાપી દીધાં છે. જેમ કે - “ગળ્યું ખાવામાં કાયમ તૈયાર અને દવા પીવામાં અખાડા કરતો હોઉં ત્યારે બા કહેતાં - ‘ગોળ ખાય એ ચોકડાં ખમે” આ સૂત્રનો ઊંડો અર્થ આજે સમજાય છે. ઘોડાને ગોળ ભાવે - પણ એને મોઢે ચોકડું નખાય, ત્યારે એ ધમપછાડા કરે તે ન ચાલી શકે. જીવનમાં ગમતું મળે તો રાજી અને અણગમતું મળે તો દુઃખી-દુ:ખી એવું જીવનમાં ચાલતું નથી. જીવનમાં ગમતું અને અણગમતું એકસાથે ચાલતાં રહે છે. બંનેનો સમભાવે સ્વીકાર કરી શકે છે, એ જ જીવનને માણી શકે છે. બાએ શીખવેલાં બીજાં આવાં સૂત્રો વિશે મેં મારા લેખમાં વિગતથી લખ્યું છે.
કોઈ માંગવા આવે ત્યારે બાએ ક્યારેય કટાણું મોટું કર્યું નહોતું. અમારી આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી, તોય આંગણે આવનારને બા ક્યારેય નિરાશ કરતાં નહિ. અમને હંમેશાં કહેતાં - “ભગવાને આપેલા રોટલામાં સૌનો ભાગ.” આ શિખામણે અમને કરુણાના પાઠ શીખવ્યા. અમારે સામાન્ય પ્રકારની ખેતી પણ હતી. ઘેર કામ કરનારા સાથીને પણ બા ઘરના સભ્યની જેમ જ સાચવતાં. અમે જન્મે બ્રાહ્મણ, પણ બા દલિતવર્ગના વડીલો સાથે પણ વિવેકથી વર્તતાં અમને શીખવતાં. આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
A ૧૨૧]
Page #63
--------------------------------------------------------------------------
________________
દલિતવર્ગના વડીલ બાપુજીથી મોટા હોય, તો અમારે એમને “બાપા” કહીને બોલાવાના; બા એમની લાજ પણ કાઢે. બાપુજીથી નાના વડીલને ‘કાકા’ કહેવાના. હું માધ્યમિક શાળાના આઠમા કે નવમા ધોરણમાં ભણતો હતો ત્યારે બાને વાંચી સંભળાવા માટે મારા મોટા ભાઈ ‘કાગવાણી'ના આઠ ભાગ લઈ આવેલા. “કાગવાણી'માં કાગબાપુની એક કવિતામાં જે પંક્તિઓ વાંચી હતી એ પંક્તિઓ તમને કહું - મધ અસુરને સુરને અગ્રત
પંક્તિભેદ પ્રભુ કરશે. એ ફળનું પરિણામ હરિને
યુગ યુગ અવતરવું પડશે.' આ પંક્તિઓ મેં બાને વાંચી સંભળાવી. એનો અર્થ કર્યો : “સાચી વાત છે. ભગવાન ઊઠીને દેવ-દાનવના ભેદ કરે તે કેમ હાલે ?” આ સંસ્કારે મારી સામેની ભેદની ભીંત્યું ભાંગવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. આ બધું ઘડતર માતૃભાષા દ્વારા જ થયું હતું.
બાળક ઘરનો ઊંબરો છોડીને શાળામાં જતું થાય છે, ત્યારે માતૃભાષા દ્વારા જો એનું ભણતર થાય તો માતૃભાષાની કૃતિઓ એના ભાવજગતને ઘડવામાં બહુ કામ આવે. શિક્ષણમાં પણ પ્રાથમિક શિક્ષણનો - એટલે કે ધોરણ ૧ થી ૮નો તબક્કો બહુ જ મહત્ત્વનો છે. માતાએ સંસ્કારનાં જે બીજ બાળકનાં હૃદયમાં રોપ્યાં હોય, એના સંવર્ધનનો આ તબક્કો છે. પાયાની કેળવણીનું મુખ્ય કામ આ તબક્કામાં થાય છે. શિક્ષકો અને કેળવણીકારોએ આ તબક્કો સાચવી લેવો જોઈએ. ‘દર્શક’ એક બહુ મૌલિક અને મહત્ત્વની વાત કહી છે - જમાનાઓથી સાધુ-સંતો શાંતિનો ઉપદેશ દેતા આવ્યા છે, તેનું પરિણામ શા સારું આટલું ઓછું આવ્યું છે ? ઈસુ કે ભગવાન તથાગત, સંત ફ્રાંસિસ, એકનાથ કે તુકારામનાં ચારિત્ર્ય, જ્ઞાન અને કરુણા અપરિમેય હતાં. પણ તેમના સંસર્ગમાં આવેલાંમાંથી મોટા ભાગનાને તેઓ ચિત્તશાંતિ આપી શક્યા ?' ને તેમના ગયા પછી પણ તેમના ઉપદેશનાં શ્રવણમનનથી કેટલાનાં જીવતરનું પરિવર્તન થયું ? એમની મહત્તા અને ગુણવત્તા બંનેના પ્રમાણમાં પરિણામ કેટલું ?' પ્રશ્ન સહેજે શાંતિથી વિચારવા જેવો છે... જ્ઞાન પછીથી આવે છે, જ્યારે આદતો, લાગણીઓનાં ૧૨૨ T
A આદર્શ કેળવણીને ઉપનિષદ |
વલણ બાળપણમાં પડી ચૂક્યાં હોય છે. આથી ઉપદેશ આપણને એક બાજુ ખેંચે છે અને આદતો, લાગણીઓ બીજી બાજુ. આ ગજગ્રાહમાં થોડાક સદ્ભાગીઓને બાદ કરીએ તો બાળપણની આદતો અને લાગણીઓ જીતે છે. આ પૂજ્ય અને પ્રણમ્ય મહાપુરુષો પ્રત્યે પૂરો આદર રાખીને પણ કહી શકાય કે - “એમણે આની શરૂઆત કરવી જોઈએ. ત્યાંથી (બાળકોથી) નહોતી કરી. એટલે તેમના પ્રયત્નોનું પરિણામ ઓછું આવ્યું છે, ને ધર્મસંસ્થા જ્યાં સુધી માત્ર પ્રૌઢોમાં કામ કરશે ત્યાં સુધી ધર્મ દેઢમૂળ અને સ્વાભાવિક થવાનો નથી.'
મને યાદ છે - “હું પાંચમા ધોરણમાં હતો. જયંતિલાલ આચાર્યની કવિતા ‘મંદિર તારું વિશ્વ રૂપાળું” અમારા માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં આવતી હતી. એ કાવ્યની સૂક્ષ્મતા સમજવાની ત્યારે ઉંમર નહોતી. પણ એ કાવ્યની પંક્તિઓ કાયમ માટે મનમાં છપાઈ ગઈ.” “મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સર્જનહારા રે. નહિ પૂજારી, નહિ કોઈ દેવા,
નહિ મંદિરને તાળાં રે. મંદિરમાં તું ક્યાં છુપાયો?
શોધે શોધણહારા રે...' ઈશ્વર વિશેની સંકુચિત કે સાંપ્રદાયિક માન્યતામાં હું ક્યારેય ગૂંચવાયો નહિ એનું શ્રેય હું બાના શિક્ષણને અને માતૃભાષાની આવી કૃતિઓને આપું છું. માતૃભાષા દ્વારા શિખાતી આવી કૃતિઓ વિદ્યાર્થીના ભાવજગતને ઘડવામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. ધૂમકેતુની એક બહુ જાણીતી વાત છે - “પોસ્ટઑફિસ.” પોતાની પુત્રી મરિયમનો પત્ર લેવા રોજ પોસ્ટઑફિસે ધક્કો ખાતા અલીડોસાની લાગણી કોઈ સમજી શકતું નથી. ઊલટું સૌ અલીડોસાની મશ્કરી કરે છે. પણ પોસ્ટમાસ્તર પોતે પોતાની પુત્રીના સમાચારની રાહ જોતા બેઠા હોય છે, એ વખતે એને અલીડોસાની લાગણી સમજાય છે. વાત બહુ જાણીતી છે. અને એ વાત કહેવાનો અહીં સમય પણ નથી. પણ એ વાર્તામાં એક વાક્ય આવે છે : “માણસ પોતાની દૃષ્ટિ છોડીને બીજાની દૃષ્ટિએ વિચારે તો અધું જગત શાંત થઈ જાય.” આ વાક્ય વાર્તા ભણતી વખતે વિદ્યાર્થીના અને આદર્શ કેળવણીને ઉપનિષદ M
A
૧૨૩]
Page #64
--------------------------------------------------------------------------
________________
ભણાવતી વખતે શિક્ષકના મનમાં કાયમ માટે ચોંટી જાય છે. મેઘાણીની એક વાર્તા છે - શેત્રુંજીને કાંઠે.' આર્થિક અસમાનતાને કારણે દેવરો - આણલદે પરણી શકતાં નથી. આણલદેનાં લગ્ન ઢોલરા સાથે થાય છે. આણલદે તો મનથી દેવરાને વરી ચૂકી છે એવું જાણ્યા પછી ઢોલરો આણલદેને બહેન માની દેવરાને સોંપે છે. આજે પણ જે ઉદારતા ઘણી વિરલ ગણાય, તેવી ઉદારતા એ સમયે જાણે સહજ હતી. ઢોલરાની ઉદારતાથી ગદ્દગદિત થઈ ગયેલો દેવરો પોતાની બેય બહેનોને દેવરા સાથે પરણાવે છે. આટલું કર્યા પછી પણ ‘ઢોલરાના ઋણમાંથી પોતે મુક્ત નહિ થાય' એમ દેવરો માને છે. વાર્તાનો બહુ જાણીતો દુહો છે : દીકરિયું દેવાય, વઉવું દેવાય નહિ, એક સાટે બે જાય, ઢાલ માગે તોય ઢોલરો.
ગુજરાતી ભાષાની તળપદી તાકાતનો પરચો તો માતૃભાષા દ્વારા ભણનારા વિદ્યાર્થીઓને જ મળી શકે. માતૃભાષાની શક્તિ અને એના સૌંદર્યથી અજાણ રહેનાર ગુજરાતીભાષી વિદ્યાર્થીઓ શું ગુમાવે છે એનો અંદાજ ન તો એ વિદ્યાર્થીઓને કદી આવવાનો કે ન એમનાં માતા-પિતાઓને.
શ્રવણ-કૌશલ્ય અને વાક્-કૌશલ્ય ભાષાશિક્ષણનાં અગત્યનાં કૌશલ્યો છે. ‘શ્રવણ’ એટલે માત્ર સાંભળવું તે નહિ; પણ એકાગ્રતાથી સાંભળવું. બોલનાર કહે તે જ સાંભળવું - એવો થાય. બાપુ ઘણી વાર કહે છે કે - જે સારો શ્રોતા હોય એ જ સારો વક્તા બની શકે.' આજે એકાગ્રતાપૂર્વક સાંભળનારાં કેટલાં ? બોલનારના મનમાં જે અર્થ હોય તે જ અર્થ ગ્રહણ કરનારાં કેટલાં ? સામેની વ્યક્તિની પ્રતિકૂળ વાત ધીરજપૂર્વક સાંભળનારાં કેટલાં ? વૉલ્ટેરે કહ્યું છે - ‘તમારી વાત સાથે હું સંમત નથી, પણ વાત કહેવાની તમારી સ્વતંત્રતા માટે હું મારો જીવ આપી દેવા તૈયાર છું.' આવી સહિષ્ણુતા આજે કેટલા માણસોમાં હોય છે ? ‘વાક્-કૌશલ્ય' એટલે વાણીની કુશળતા એવો સાદો અર્થ નથી. ‘વાક્-કૌશલ્ય’ એટલે ‘વાક્પટુતા’ પણ નહિ. ‘વાક્-કૌશલ્ય’ એટલે હૃદય અને વાણીની એકતા. આજના સમયની આ સૌથી મોટી સમસ્યા છે. માણસનું હૃદય અને એની વાણી છૂટા પડી ગયા છે. બાપુ કહે છે કે - શબ્દ જો હૃદયમાંથી ન નીકળે તો મા સરસ્વતી શાપ આપે.' પણ આવા | ૧૨૪ આદર્શ કેળવણીનું ઉપનિષદ
શાપનો ડર બહુ ઓછાંને લાગે છે. ઉમાશંકર જોશીનું જે કાવ્ય મેં પ્રારંભમાં વાચ્યું, એમાં પણ -
“સુધા કર્ણ સીચે ગુણાળી રસાળી કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી.’
એવી પંક્તિઓ આવે છે. હૃદયમાંથી નીકળેલી વાણી સાંભળવા માટે અને હૃદયના ભાવો પ્રગટ કરવા માટે માતૃભાષા જેવી કોઈ બીજી ભાષા કામ આવતી નથી.
આજે કમ્યુનિકેશનનાં સાધનોમાં ક્રાંતિ આવી છે. મોબાઈલનું બટન દાબવાથી થોડી મિનિટોમાં સાત સમંદરની પાર સંદેશો પહોંચાડી શકાય છે કે રૂબરૂ વાત પણ થઈ શકે છે. હા-રૂ-બ-રૂ જ; કારણ કે એકબીજાનાં ચહેરાઓ પણ જોઈ શકાય છે. એ જ રીતે મ્પ્યુટરની કળ દબાવવાથી દૂર-સુદૂર સંદેશાઓ પહોંચી શકે છે. આપણી અભિનયશક્તિ ઘણી વિકસી છે, એટલે બોલતી વખતે બોલનારના કે સાંભળતી વખતે સાંભળનારના હૃદયના ખરેખરા ભાવો જાણી શકાતા નથી. ભાષાનાં કૌશલ્યના શિક્ષણનો પ્રારંભ જો માતૃભાષા દ્વારા ન થાય તો માતૃભાષા ક્યારેય આત્મસાત્ ન થાય. અને જો માતૃભાષાનો હ્રાસ થાય તો માણસાઈનો પણ હ્રાસ થાય છે એ સત્ય જો વેળાસર નહિ સમજીએ તો આપણે ક્યાં જઈને ઊભા રહીશું એની કલ્પના પણ થઈ શકતી નથી.
માતૃભાષાના માધ્યમ દ્વારા નહિ ભણેલા વિદ્યાર્થીની કારકિર્દી ગમે તેટલી ઉજ્જવળ હોય, તોયે - એ ગમે એટલો શ્રીમંત થાય તોયે - વાડીવજીફા, નોકરચાકરની દોમદોમ સાહ્યબી એ ભોગવતો હોય તોપણ એ અંદરથી સાવ ગરીબ હોવાનો. માતૃભાષા વિશેના પોતાના લેખમાં ગુણવંત શાહે વિજયદાન દેથાની પંક્તિઓ ટાંકી છે -
મનુષ્ય ચાહે જિતના બડા પદ પ્રાપ્ત કર લે, અસીમ દૌલત સંચિત કર લે;
યા
યદિ વહ ભીતર સે મનુષ્ય નહીં હૈ, તો વહ એકદમ તુચ્છ હૈ !'
દુનિયામાં નાનો કે મોટો કોઈ દેશ એવો નથી જ્યાં માતૃભાષા સિવાયના માધ્યમ દ્વારા શિક્ષણ અપાતું હોય. જે માતૃભાષાના સાહિત્યનું આકલન કરી શકે છે, તે જ બીજી ભાષાના સાહિત્યનું આકલન કરી શકે છે. અને હ્રદયને સમૃદ્ધ બનાવી શકે છે. આજે અંગ્રેજી માધ્યમ દ્વારા આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧૨૫
Page #65
--------------------------------------------------------------------------
________________
ભણતા બધા જ વિદ્યાર્થીઓ મનુષ્યતામાં ઊણા ઊતરશે એવી ભવિષ્યવાણી મારે ભાખવાની નથી. કુટુંબના સંસ્કારો આજે એનો ભાગ ભજવવાના છે. પરંતુ, જો આમ જ ચાલ્યું તો કાળે કરીને મનુષ્યતાનું ધોવાણ થઈ જવાનું છે.
આજે માતૃભાષાના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટેના પ્રયાસો થઈ રહ્યાં છે. ૨૧મી ફેબ્રુઆરીનો દિવસ ‘વિશ્વ માતૃભાષા દિવસ' તરીકે ઊજવાય છે. આ બધા પ્રયાસો આવકાર્ય છે; પણ, ફાટેલા આભને માત્ર થીગડાં નથી મારવાનાં - આભને નવેસરથી સીવવાનું છે. આ અશક્ય લાગે એવું કામ છે, પણ આપણે એ કરવાનું છે - સમયસર કરવાનું છે. ઉમાશંકર જોશીનું ‘બળતાં પાણી’ શીર્ષકવાળું એક કાવ્ય છે. આમ તો એ નવલોહિયા સ્વાતંત્ર્યવીરો અને એમનાં સ્વજનોના સંદર્ભમાં લખાયેલું છે, પરંતુ, માતૃભાષા માટે પણ આજે એ કાવ્ય એટલું જ પ્રસ્તુત છે -
‘નદી પર્વતમાંથી નીકળી છે, પર્વત પરનાં વૃક્ષો દાવાનળથી સળગી રહ્યાં છે; પણ, નદી પોતાના પાણીથી એને ઓલવી શકતી નથી. સમૃદ્રના પેટાળમાં રહેલા અદીઠ વડવાગ્નિને ઓલવવા એ સમુદ્રમાં સમાવાની છે, પરંતુ, પર્વત પર લાગેલા દાવાનળનું શું ?’
કવિ કહે છે કે - ‘સમુદ્રમાં સમાયેલા નદીનાં પાણીનાં વાદળાં થશે, વાદળાં ફરતાં-ફરતાં પર્વત પર આવશે અને અગ્નિને ઓલવશે.' આવું બનશે ખરું, પણ ક્યારે બનશે ?' કવિ કાવ્યને અંતે વેધક પ્રશ્ન પૂછે છે - અરે એ તે ક્યારે - ભસમ સૌ થઈ જાય પછીથી ?’ આપણે પણ ‘ભસમ સૌ થઈ જાય' એ પહેલાં માતૃભાષાના સંરક્ષણ અને સંવર્ધનનું કામ પૂરું કરવાનું છે.
‘સબ કો સન્મતિ દે ભગવાન' એવી પ્રાર્થના સાથે વિરમું છું.
(અમદાવાદસ્થિત રતિલાલભાઈએ ‘ગુજરાતી ભાષામાં સંપાદનની પ્રવૃત્તિ' વિષય પર શોધ પ્રબંધ લખી પીએચ.ડી. કરેલ છે. તેમના હાસ્યરસનાં અગિયાર પુસ્તકો ઉપરાંત વિવેચન અને સંપાદનનાં પુસ્તકો પ્રગટ થયાં છે.)
૧૨૬
આદર્શ કેળવણીનું ઉપનિષદ
જૈનદર્શનમાં કેળવણી વિચાર
ડૉ. રતનબહેન ખીમજી છાડવા
ચીની ભાષામાં એક કહેવત છે કે - જો એક વર્ષનો વિચાર કરવો હોય તો દાણા વાવો, જો દાયકાનો વિચાર કરવો હોય તો વૃક્ષ વાવો અને જો સદીનો વિચાર કરવો હોય તો શિક્ષણ આપો - કેળવણી આપો.'
ખેતરમાં ઊગેલ કપાસ સીધેસીધું આપણી મર્યાદા જાળવવાનું કામ કરી શકતો નથી, તેમ જ ઠંડીથી પણ એ આપણને રક્ષણ આપી શકતો નથી. પરંતુ જ્યારે વણકર દોરારૂપે ફેરવી કાપડનું રૂપ આપે છે, ત્યારે તે આપણા કામમાં આવે છે. આપણું જીવન પણ પેલા ખેતરમાં ઊગેલાં કપાસ જેવું છે. એમાંથી આપણને કાપડ બનાવવું પડે છે. કાપડ બનાવવાનું કામ કેળવણીરૂપે શિક્ષણ કરે છે. એ જ આપણને અને સમાજને ઉપયોગી બનાવે છે. એટલે જ જીવન માટે ખોરાક જેટલો અનિવાર્ય છે, તેટલું જ મહત્ત્વ કેળવણીનું છે. મનુષ્યની સુષુપ્તશક્તિને જગાડનાર કેળવણી જ છે. કેળવણીનું આખરી અને સાચું લક્ષ્ય તો માનવને સાચો માનવ બનાવવાનું જ છે.
કેળવણીનો ઉદ્ભવ ઃ
કેળવણીના ‘ક’નો ઉદ્ભવ કેવી રીતે થયો તે જાણવું પણ જરૂરી છે. જૈન સંસ્કૃતિ આદિ સંસ્કૃતિ ગણાય છે. તેના આદ્યસ્થાપક વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ હતા. તેમણે લોકોને પ્રથમ કેળવણીરૂપે અસ, મિસ અને કૃષિનું જ્ઞાન આપ્યું. ‘અસિ’ એટલે શસ્ત્રનું જ્ઞાન, ‘મસિ’ એટલે લેખનકળાનું જ્ઞાન તેમ જ ‘કૃષિ’ એટલે ખેતીવાડીનું જ્ઞાન. તેમણે પોતાની પુત્રી બ્રાહ્મીને લિપિજ્ઞાન આપ્યું અને સુંદરીને અંકજ્ઞાન આપ્યું. સાથે-સાથે સ્ત્રીઓ માટે ચોસઠ કળાઓ અને પુરુષો માટે બોતેર કળાઓનું જ્ઞાન વિકસાવ્યું. આમ, બ્રાહ્મી - સુંદરી કલા, શિલ્પ અને અંકગણિતની પ્રવર્તિકા બની. અબજો વર્ષ પહેલાં આ જ્ઞાનની ગંગોત્રી પ્રથમ ઋષભદેવથી શરૂ થઈ અને આજે એ વીસમી સદીમાં આવતાં - આવતાં વટવૃક્ષ બની ફૂલીફાલી છે. આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧૨૭
Page #66
--------------------------------------------------------------------------
________________
કેળવણીની પ્રાચીન પદ્ધતિ :
પ્રાચીનયુગમાં આજના યુગની જેમ ખર્ચીલી કેળવણી ન હતી. ત્યારે આજની માફક ન તો ફી આપવી પડતી હતી, કે ન તો પુસ્તકોનો ભાર ઉપાડવો પડતો હતો. કુદરતના ખોળે નદીના તટે આવેલ આશ્રમમાં - ગુરુકુળમાં વિદ્યાર્થીઓ ભણતા નાના - મોટા દરેક વિદ્યાર્થીઓને ગુરુ સમાનભાવે ભણાવતા, પછી ભલે એ વિદ્યાર્થી કોઈ રાજાનો પુત્ર હોય કે શ્રેષ્ઠીપુત્ર કે પછી ગરીબનો પુત્ર હોય, ગુરુ બધા પ્રત્યે સમભાવ રાખતા; તેમ વિદ્યાર્થીઓ પણ ગુરુ પ્રત્યે પ્રગાઢશ્રદ્ધા ધરાવતા. ગુરુકુળમાં વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે શ્રમ અને સ્વાવલંબનના પાઠ પણ ભણતા તેમજ આધ્યાત્મિક જ્ઞાન સહેજે મળી રહેતું. આમ બૌદ્ધિક જ્ઞાન સાથે-સાથે શારીરિક, નૈતિક અને ધાર્મિક જ્ઞાન પણ મળતું. તેથી તેમનો સવગીય વિકાસ થતો હતો, જેથી તેમનામાં સુસંસ્કારોનું ઘડતર થતું. કેળવણીની અર્વાચીન પદ્ધતિ :
સમયના વહેણ વહેતાં ગયાં તેમ-તેમ કેળવણી પદ્ધતિમાં પણ ફેરફાર થવા લાગ્યા. ગુરુકુળના સ્થાને પ્રાથમિક શાળાઓ આવી ગઈ અને વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચશિક્ષણ માટે વિદ્યાલયોની સ્થાપના થઈ. કેળવણીના પ્રાચીન આદર્શમાં વધતા જતા વિકાસમાં એવી રીતે ફેરફાર થવા લાગ્યો કે નિત્યનો ગુરુ-શિષ્યનો સંસર્ગ ઘટવા લાગ્યો. ભારતીય સંસ્કૃતિની છાયા ધીરે-ધીરે ઝાંખી થવા લાગી. અને પાશ્ચાત્યશિક્ષણનો પ્રભાવ પડ્યો. આજનું શિક્ષણ માણસને વકીલ, ડૉક્ટર, શિક્ષક વગેરે બનાવે છે, પણ દુઃખની વાત એ છે કે તે માણસને માણસ બનાવી શકતો નથી. આજની કેળવણી મનુષ્યને ફકત પેટપૂર્તિ સુધી જ સીમિત બનાવી દે છે. વધુમાં વધુ પૈસા એકઠા કરવા અને વૈભવ-વિલાસમાં વૃદ્ધિ કરવી એ જ એકમાત્ર જીવનનો ઉદ્દેશ્ય બની ગયો છે. કેળવણીનો ધ્યેય પણ આ જ બની ગયો છે. આજનો વિદ્યાર્થી વિચારે છે કે - ‘તે જ કેળવણી ઉત્તમ છે, જે સારામાં સારો અર્થોપાર્જન કરાવે.” પૈસાનું આકર્ષણ જ્ઞાનમાં ઊંડા ઊતરવા દેતું નથી, એટલે જ આજનો કેળવાયેલો વર્ગ થોડા પૈસા મેળવી લે છે, પણ માનસિક શાંતિ પામી શકતો નથી.
વર્તમાન શિક્ષણ પરીક્ષાલક્ષી છે, જીવનલક્ષી નથી. પરીક્ષામાં ઉત્તીર્ણ થવું એ જ જાણે શિક્ષણનું આખરી ધ્યેય છે. જેના કારણે શિક્ષણ [ ૧૨૮ છે
A આદર્શ કેળવણીનું ઉપનિષદ 1
વિદ્યાર્થીના જીવનમાં ઊંડે ઊતરતું નથી, સંસ્કારોનું સિંચન થતું નથી. એટલે જ શૈક્ષણિક પરીક્ષાઓમાં ઊંચા ગુણાંક સાથે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ પણ જગત અને જીવનની પાઠશાળામાં નિષ્ફળ પુરવાર થાય છે. વળી ઉચ્ચશિક્ષણ પણ મોટે ભાગે બેકારો અને સામાન્ય કારકુનો સર્જે છે. એ હકીકત શિક્ષણના આખા માળખાનો પાયાનો કચાશનો બોલતો પુરાવો છે. શિક્ષણ પૂરું કર્યા પછી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે' એ વિચારે આજનો વિદ્યાર્થી ઊંડી હતાશામાં ડૂબી જાય છે. અંધકારમય ભાવિ એ આજના વિદ્યાર્થીની સૌથી ગંભીર સમસ્યા છે.
વિદ્યાર્થીની આ સમસ્યાઓનો ઉકેલ વિદ્યાર્થીના હાથમાં નથી, પરંતુ સમાજ અને સરકારના હાથમાં છે. આપણી સમગ્ર શિક્ષણ-વ્યવસ્થા વધુ સધ્ધર અને સ્થિર બને, વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ થાય એવી શિક્ષણપ્રણાલી જૈનદર્શનમાં જોવા મળે છે. “જૈનદર્શન’ની મૂલ્યપરક કેળવણી :
વર્તમાન યુગમાં મનુષ્યને પ્રતિદિન અનેક વિષમતાઓનો સામનો કરવો પડે છે. એના જીવનમાં અનેક વિકટ પરિસ્થિતિઓ પણ આવ્યા જ કરે છે. જે મનુષ્યના મગજમાં નિરંતર તણાવ (સ્ટ્રેસ) પેદા કરે છે. મનુષ્યમાં આ તણાવને સહન કરવાની શક્તિ નથી. આવી પરિસ્થિતિમાં શું એ સંભવ છે કે શિક્ષણ એને મદદ કરી શકશે ? જવાબ ‘ના’માં જ હશે એટલા માટે આજના દક્ષિણ સાથે એવું શિક્ષણ જોડવું જોઈએ કે - જેનાથી મનુષ્યમાં મનોબળ વિકસિત થાય. સહિષ્ણુતા વધે, માનસિક સંતુલન બની રહે અને ચિંતનમાં વિધાયક દૃષ્ટિ તેમજ સમ્યકર્દષ્ટિ હોય.'
શિક્ષણ પ્રત્યેક ક્ષેત્રના વિકાસનો આધાર છે. સંતુલિત શિક્ષાપ્રણાલી એટલે કે વ્યક્તિનો સર્વાગી વિકાસ. જેમાં વ્યક્તિત્વના ચાર પાસાનો જેમ કે - “શારીરિક, માનસિક, બૌદ્ધિક અને ભાવાત્મક સંતુલિતરૂપમાં વિકાસ થાય. આજનાં શિક્ષણમાં આ ચાર પાસામાંથી બે જ પર ધ્યાન આપવામાં આવે છે - તે છે શારીરિક અને બૌદ્ધિક વિકાસ બાકીના બે પાસા ઉપેક્ષિત છે. આજે શારીરિક - વિકાસ ખૂબ થયો છે અને બૌદ્ધિકવિકાસ પણ પ્રતિદિન આગળ ને આગળ વધી રહ્યો છે પરંતુ માનસિક અને ભાવાત્મક વિકાસ સંપૂર્ણપણે થતો નથી. એટલે જ શિક્ષણપદ્ધતિનો આ અસંતુલન દૂર કરવાની જરૂર છે; કારણ કે આ અસંતુલન પોતાનો | આદર્શ કેળવણીને ઉપનિષદ
IIM ૧૨૯]
Page #67
--------------------------------------------------------------------------
________________
પ્રભાવ લગભગ બધાં જ ક્ષેત્રો જેમ કે - ચિકિત્સા, પ્રશાસનિક, રાજનૈતિક, ઔદ્યોગિક, ન્યાયતંત્ર વગેરેમાં દેખાડી રહ્યો છે.’
આપણે અપેક્ષા કરીએ છીએ કે - ‘શિક્ષણથી સારી પેઢીનું નિર્માણ થાય. સ્વસ્થ અને સારો સમાજ બને.' શિક્ષણશાસ્ત્રી પણ એ જ ઇચ્છે છે કે - ‘આજનો વિદ્યાર્થી સુસંસ્કારી બને, સારો નાગરિક બને, પરંતુ આ ધારણા સફળ થતી નથી; કારણ કે આજની શિક્ષણપદ્ધતિનો માર્ગ સાચો નથી. સાથે-સાથે દરેકના મોઢે પણ સાંભળવા મળે છે કે ‘આજની શિક્ષણ પદ્ધતિ' સંપૂર્ણ અને અપર્યાપ્ત છે. જૈનદર્શનના જીવનવિજ્ઞાનના પરિપેક્ષ્યમાં આજના શિક્ષણમાં ક્યાં-ક્યાં તૂટીઓ છે તેનું સ્પષ્ટતાથી વિવરણ કરવામાં આવ્યું છે. જેમ કે -
૧. પ્રવૃત્તિ અને નિવૃત્તિ :
મનુષ્ય પોતાની ભૌતિક ક્રિયાઓ જેવી કે ખાવું, પીવું, સંપત્તિ વગેરે પ્રત્યેક વ્યક્તિના જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિનું સંતુલન હોવું જરૂરી છે. જ્યાં આ સંતુલન બગડે છે, ત્યાં સમસ્યાઓ ઊભી થાય છે. જેમ કે - ફક્ત પ્રવૃત્તિ માણસને પાગલપણાની તરફ લઈ જાય છે. જ્યારે ફક્ત નિવૃત્તિ માણસને નકામો બનાવી દે છે, એટલે જ સક્રિયતા અને નિષ્ક્રિયતાનું સંતુલન હોવું જરૂરી છે.
૨. જીવનની ઉપેક્ષા :
મનુષ્ય પોતાની ભૌતિકક્રિયાઓ જેવી કે ખાવું, પીવું, સંપત્તિ વગેરે જીવનજરૂરિયાતો પૂરી કરવામાં સહાયક થવાવાળું શિક્ષણ પ્રાપ્ત કરે છે અને એ જ શિક્ષિત કહેવાય છે. આ બધી જ વાતો શિક્ષણની સીમામાં આવી ગઈ છે. પરંતુ સ્વયંના વિષયમાં પણ જાણવું જરૂરી છે, પોતાના જીવનનું મૂલ્ય શું છે ? એવી ધારણા સામાજિક શિક્ષણમાં થઈ નથી. ૩. મન અને પ્રાણશક્તિની ઉપેક્ષા :
આજની શિક્ષણપદ્ધતિમાં બૌદ્ધિકવિકાસને જ શિક્ષણનું અંગ માનવામાં આવ્યું છે. પરંતુ મનને શિક્ષણનો વિષય બનાવ્યો નથી. આજના શિક્ષણથી બુદ્ધિ ભલે તેજ થઈ છે, પરંતુ વિકૃતિઓને, દોષોને દૂર કરી શકાતા નથી. મનની ચંચળતાના કારણે જ આ વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. જેના કારણે મનુષ્યમાં સંસ્કારિકતા આવતી નથી. મનને આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧૩૦
પ્રશિક્ષિત કર્યા વગર વિકારો દૂર થશે નહિ. પરંતુ આજના શિક્ષણમાં બધા જ વિષયો આવે છે, પરંતુ મનને પ્રશિક્ષિત કરવાનો કોઈ ઉપક્રમ આવ્યો નથી. એવી જ રીતે પ્રાણશક્તિના વિષયમાં પણ કોઈ ચિંતન કરવામાં આવ્યું નથી. કોઈ પણ વિદ્યાર્થી જાણતો નથી કે તેની અંદર અસીમ શક્તિઓ છુપાયેલી છે. જે એવા સમયે કામ આવે છે કે જ્યારે શરીરની શક્તિ કામ ન આવે, અર્થાત્ કમજોર વ્યક્તિ પણ પ્રાણશક્તિના આધારે બળવાન વ્યક્તિથી વધારે કામ કરી શકે છે. આજનો વિદ્યાર્થી પ્રાણશક્તિથી અજાણ હોવાથી તેને એના પર ભરોસો નથી; કારણ કે આજના શિક્ષણમાં પ્રાણશક્તિનું કોઈ પ્રશિક્ષણ આપવામાં આવતું નથી.
૪. પ્રાણશક્તિનું અસંરક્ષણ :
ચિત્તની જેટલી ચંચળતા, અસંતુલન એટલી વિષમતા. જેના કારણે પ્રાણશક્તિનો વ્યય પણ વધુ થશે. આજે હિંસા-અહિંસા, પરિગ્રહઅપરિગ્રહ, બ્રહ્મચર્ય-અબ્રહ્મચર્ય વગેરેની ચર્ચા વધારે થાય છે; પણ એનું મૂળ કારણ છે પ્રાણશક્તિનું સંરક્ષણ એ વાત આજે ભુલાઈ ગઈ. પ્રાણશક્તિના સંવર્ધન માટે જરૂર છે સમભાવની અર્થાત્ પ્રિય-અપ્રિય, અનુકૂળ-પ્રતિકૂળ વગેરે દરેક પરિસ્થિતિમાં મનનું સંતુલન બગડે નહિ, સમભાવ રહે, સમતાથી જ પ્રાણશક્તિનું સંવર્ધન થાય છે. પ્રાણશક્તિના
અભાવમાં ધ્યાન સાધનો તેમજ બીજી શક્તિઓ પણ વિકસી શકતી નથી, માટે પ્રાણશક્તિનું રક્ષણ પણ જરૂરી છે.
૫. અસંતુલનનું દુષ્પરિણામ :
આજે વ્યક્તિ ભણીને વૈજ્ઞાનિક, ડૉક્ટર, વકીલ વગે૨ે બની જાય છે; તેમ છતાં તે ઝગડા કરે છે, ઈર્ષા કરે છે, નિંદા કરે છે. અરે ! આત્મહત્યા કરવા પણ તૈયાર થઈ જાય છે; કારણ કે આજનું શિક્ષણ તેને અનુકૂળ - પ્રતિકૂળ પરિસ્થિતિમાં કેમ જીવવું તે શીખવી શકતું નથી. આજની શિક્ષાનો ઉદ્દેશ્ય ફક્ત બૌદ્ધિક પ્રશ્નોનો સમાધાન કરવાનું હોય છે, શાંતિ નહિ. ૬. સહિષ્ણુતા :
આજના શિક્ષણમાં સહિષ્ણુતાના વિકાસ સંબંધિત સામગ્રીનો અભાવ જોવા મળે છે. જે કષ્ટ સહન કરે છે, દરેક પરિસ્થિતિનો સામનો કરે છે તે જ સહિષ્ણુતાનો વિકાસ કરી શકે છે. જેટલી પણ વિદ્યાઓની આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧૩૧
Page #68
--------------------------------------------------------------------------
________________
શાખાઓ છે, તે બધી ભણો છતાં પણ તેનાથી સહિષ્ણુતાની શક્તિ જાગૃત કરી શકાતી નથી. ૭. જ્ઞાતાથી અજ્ઞાત :
આજે શિક્ષણમાં દુનિયાભરની જાણકારી પ્રાપ્ત થાય છે, પરંતુ સ્વયંની શક્તિ વિશે તે અજાણ રહે છે. વાસ્તવમાં સ્વયંમાં છુપાયેલી શક્તિની ઉપેક્ષા કરવામાં આવી છે. ૮. અનુશાસનનો અભાવ :
આજના વિદ્યાર્થીમાં અનુશાસનનો અભાવ જોવા મળે છે; કારણ કે અનુશાસન બૌદ્ધિકતાનો વિષય નથી. અને શિક્ષણ બુદ્ધિના દાયરામાં જ બંધાયેલો છે. તેથી વ્યક્તિ ઇચ્છે તો પણ અનુશાસન સુધી પહોંચી શકતો નથી. ૯. બુદ્ધિનું પરિણામ :
આશ્ચર્યની વાત એ છે કે આજના ભણેલગણેલ આદમી પણ સ્મગલિંગ (ચોરી) કરતાં જરા પણ અચકાતો નથી, લાંચ લેતા પણ તે શરમાતો નથી; કારણ કે એમાં બુદ્ધિનો વિકાસ થયેલ હોવાથી બુદ્ધિ તેને તર્ક કરતાં શીખવાડે છે. અને જે તર્ક શીખે છે તે પોતાનું ઘર ભરે છે અને બીજાને દગો આપવો તેના માટે સાહજિક હોય છે.
ઉપર્યુક્ત આ બધી જ ત્રુટિઓ આજની શિક્ષણપદ્ધતિમાં જોવા મળે છે, અને એનું સમાધાન પણ “જૈનદર્શન'ના જીવનવિજ્ઞાનની અંતર્ગત મૂલ્યપરક શિક્ષાનું વર્ગીકરણ કરી સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે જેમ કે - મૂલ્યપરક શિક્ષા અને તેનું વર્ગીકરણ :
(૧) સામાજિક મૂલ્ય : કર્તવ્યનિષ્ઠા, સ્વાવલંબન (શ્રમ).
(૨) બૌદ્ધિક - આધ્યાત્મિક મૂલ્ય : સત્ય, સમન્વય, નિરપેક્ષતા, માનવીય એકતા.
(૩) માનસિક મૂલ્ય : માનસિક સંતુલન, ધર્ય. (૪) નૈતિક મૂલ્ય : પ્રામાણિકતા, કરુણા, સહઅસ્તિત્વ.
(૫) આધ્યાત્મિક મૂલ્ય : અનાસક્તિ, સહિષ્ણુતા, મૃદુતા, અભય અને આત્માનુશાસન.
A આદર્શ કેળવણીનું ઉપનિષદ 1
આ પાંચ વર્ગોનાં સોળ મૂલ્યો(ગુણો)નો વિકાસ કરવો એ જ “જૈનદર્શન’નો ધ્યેય છે. સામાજિક અને નૈતિકતાની દૃષ્ટિથી પણ એનો વિકાસ થવો જરૂરી છે; ત્યારે જ વિદ્યાર્થી સાચી કેળવણી મેળવી શકે છે. તેવી જ રીતે અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કરવો પણ એટલો જ જરૂરી છે. અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય :
ફક્ત આધ્યાત્મિક વ્યક્તિત્વ કે ફક્ત વૈજ્ઞાનિક વ્યક્તિત્વ લાભદાયી બની શકતું નથી. પરંતુ બંનેથી સંયુક્ત વ્યક્તિત્વ વધારે લાભદાયી બની શકે છે. જેમ કે - “એક વૈજ્ઞાનિકને પિનિયલના શારીરિક ફંકશનની ખબર છે, પરંતુ તેના પર ધ્યાન - એકાગ્રતા કરીને ક્રોધ શાંત કરી શકાય છે એ વાતની ખબર હોતી નથી. પરંતુ એમાં આધ્યાત્મિક મૂલ્ય પરકશિક્ષાનું જ્ઞાન એમાં જોડાય, તો ચોક્કસ ભાવ-પરિવર્તન થઈ શકે છે. અને એનાથી વ્યવહાર અવશ્ય બદલાવી શકાય છે.”
ગુણોનો વિકાસ બે પદ્ધતિ દ્વારા થઈ શકે છે - વ્યવહાર દ્વારા ભાવ બદલાવી શકાય છે, અથવા તો તે ભાવ દ્વારા વ્યવહાર બદલાવી શકાય છે. વિજ્ઞાન બંનેને જોડતી કડીરૂપે છે. ભાવ દ્વારા રસાયણ બદલાય છે અને રસાયણ દ્વારા વ્યવહાર બદલાય છે. આમ સિદ્ધાંત અને પ્રયોગના સમન્વયથી વિદ્યાર્થીઓમાં પરિવર્તન લાવી શકાય છે. આદતો બદલાવી શકાય છે. ભાવપરિવર્તન માટે અનુપ્રેક્ષાના પ્રયોગ અને વ્યવહારપરિવર્તન માટે વ્યાવહારિક-પ્રયોગ કરવાથી કેળવણીનું ક્ષેત્ર વધુ તેજસ્વી બનશે, અને સારા વ્યક્તિત્વનું નિર્માણ થશે. સત્ય એ છે કે - “વિજ્ઞાનનો ઇતિહાસ ૮૦૦ વર્ષ પુરાણો છે, જ્યારે આધ્યાત્મિકનો ઇતિહાસ અબજો વર્ષ પુરાણો છે. તેમ છતાં બંનેનો અધ્યયન અને અધ્યાપન આવશ્યક જ નહિ પણ અનિવાર્ય છે. અધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વયથી જ એક અભિનવ સંસ્કૃતિનો અભ્યદય થઈ શકશે.’
આજે “જૈનદર્શન'ની આ પ્રાચીન પણ અભિનવ મૂલ્યપરક કેળવણી ઉપર ચિંતન જરૂર થયું છે, અને કોઈ-કોઈ વિશ્વવિદ્યાલયમાં આ કેળવણીને પાઠ્યક્રમના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવી છે. આ પાઠ્યક્રમ નાત-જાતના કોઈ ભેદભાવ વગર બધા માટે ખુલ્લો મૂકી ભારતીય શિક્ષાજગતમાં એક સ્તુત્ય કાર્ય કરવામાં આવ્યું છે. આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧૩૩.
[ ૧૩૨
%
Page #69
--------------------------------------------------------------------------
________________
‘જૈનદર્શન’માં નારી કેળવણી ઉપર પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે, કેમ કે - ‘કેળવણીની પ્રવર્તિકા જ બ્રાહ્મી અને સુંદરી હતી કે - ‘જેઓ ચોસઠ કલામાં નિપુણ હતી. વૈદિકયુગમાં પણ સ્ત્રીકેળવણીનો ઉચિત અવકાશ હતો. લોપામુદ્રા, મૈત્રેયી, ગાર્ગી જેવી અનેક વિદુષીઓએ સમયના પ્રચલિત નારીકેળવણીના ઉત્તમ ઉદારણો છે. રામાયણકાળમાં સ્ત્રીઓ માટે ચાર પ્રકારની શિક્ષાનું વિધાન હતું - નાનપણમાં જ એમને આયુધસંચાલન, રથચાલન વગેરે વિદ્યાઓ શીખવવામાં આવતી. પ્રાથમિક ચિકિત્સાનો પણ અભ્યાસ કરાવવામાં આવતો હતો. આમ જૈન-સંસ્કૃતિમાં જેટલું યોગદાન પુરુષોનું રહ્યું છે, એટલું યોગદાન નારીઓનું હતું. પરંતુ વિદેશી આક્રમણો થતાં ધીમે-ધીમે પરિસ્થિતિમાં બદલાવ આવવા લાગ્યો, તેમ છતાં સ્ત્રીકેળવણીનું મહત્ત્વ જળવાઈ રહ્યું અને આજે આધુનિક યુગમાં પ્રવેશતાં સ્રીએ પુરુષ સમોવડીનું પદ પણ પ્રાપ્ત કરી લીધું છે. આમ સ્ત્રીકેળવણીનો વિકાસક્રમ સદા પરિવર્તનશીલ રહ્યો છે અને પરિવર્તન એ જ જીવનનો પરાક્રમ છે. આવી રીતે આજની શિક્ષણપદ્ધતિમાં પણ પરિવર્તન આવે અને વિદ્યાર્થીઓનો સર્વાંગીય વિકાસ થાય એ જ જીવનનો શાશ્વત વૈભવ છે.’
અસ્તુ
(લેખિકા જૈનપ્રકાશ'ના તંત્રી છે, શ્રાવક કવિ ઋષભદાસના રાસ પર સંશોધન કરી પીએચ.ડી. કરેલ છે અને જૈનશિક્ષણમાં ખૂબ જ રસ ધરાવે છે.)
૧૩૪
“માનવમાત્રમાં દિવ્યતા રહેલી છે. એને પ્રગટાવવા મથવું એ શિક્ષકજીવનનો મહાન અધિકાર અને ધર્મ છે. શિક્ષણનો એ એક મોટો આદર્શ છે.”
- જે. કૃષ્ણમૂર્તિ
આદર્શ કેળવણીનું ઉપનિષદ
કેળવણીની બુનિયાદ : શિક્ષક-વિધાર્થી સંબંધ
મનસુખ સલ્લા
કેળવણીના ક્ષેત્રમાં સમયે-સમયે નવા ખ્યાલો અને સિદ્ધાંતો પ્રચલિત
થતા રહ્યા છે. એ સ્વાભાવિક પણ છે, પરંતુ કેળવણીનાં બુનિયાદી તત્ત્વો સ્થિર રહ્યાં છે, એટલે મૂળતત્ત્વો અને પ્રાસંગિકતત્ત્વો વચ્ચે વિવેક કરતા રહેવો જોઈએ. કેળવણીમાં જીવનનિર્વાહ માટેનાં કૌશલ્યોની (એનું સ્વરૂપ ગમે તે હોય) ખિલવણી ખૂબ જરૂરી છે. પરંતુ કૌશલ્યોનું સ્વરૂપ યુગે-યુગે બદલાયાં કરવાનું. નવાં સંશોધનો અને ટેક્નોલૉજીએ પૂરાં પાડેલાં સાધનોને કારણે નવાં-નવાં ક્ષેત્રો ખુલવાનાં; પરંતુ કેળવણીની ચરિતાર્થતા છે કે એ માણસને નવો મનુષ્ય બનાવે. એની માણસાઈનો વિકાસ કરાવે. માણસાઈના વિકાસ માટે અનેક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ છે. એ સાર્થક તો જ થાય જો એના મૂળને પોષણ મળતું હોય. જેમ વૃક્ષના મૂળને પાણી મળે તો વૃક્ષની પ્રત્યેક ડાળી અને તમામ પ સુધી પોષણ પહોંચી જાય છે, એમ કેળવણીની સમગ્ર પ્રક્રિયામાં શિક્ષક - વિદ્યાર્થી સંબંધ મૂળતત્ત્વ રૂપ છે.
કેવળ આ સમય કે અમુક કાળ માટે જ નહિ, પરંતુ આપણી પાંચ હજાર વર્ષ જૂની પરંપરા તપાસીએ કે - ‘જગતની ચાર પ્રાચીન સંસ્કૃતિઓને તપાસીએ તો તમામમાં પદ્ધતિ, પ્રક્રિયા અને ટેક્નિકની ભિન્નતા જોવા મળશે, પરંતુ શિક્ષક-વિદ્યાર્થી સંબંધનું મહત્ત્વ બધે જ જોવા મળશે.' આ કાંઈ મુગ્ધ ભ્રમણા કે માની લીધેલો ખ્યાલ નથી, પરંતુ કેળવણીપ્રક્રિયાનું હાર્દ છે. ગમે તેટલાં સાધનો, નવી-નવી પદ્ધતિઓ, અવનવી ટેનિક્સ પછી પણ એને સાર્થક કરનાર તો શિક્ષક જ છે. એટલે વિદ્યાર્થી શિક્ષક સાથેના સંબંધમાંથી શીખે છે. એ સંબંધને વિકલ્પે સાધનો, પદ્ધતિ કે ટેક્નિકને મૂકી નહિ શકાય. આજે આપણે આ ભૂલ કરી છે, શિક્ષકને ગૌણ ગણ્યો, તેમાંથી આજના કોયડા સર્જાયા છે. અન્ય સઘળાનો મહિમા કરવામાં આપણે મૂળને બદલે પાંદડે પાણી પાવાની ભૂલ કરી રહ્યા છીએ. એ સ્પષ્ટ થઈ જવાની જરૂર છે કે - ‘શિક્ષકનું સ્થાન કોઈ સાધન, પદ્ધતિ કે ટેનિક લઈ શકે નહિ. એ સઘળું ઉપયોગી છે. આવશ્યક છે, પરંતુ કેળવણીપ્રક્રિયામાં એકડો તો શિક્ષક જ છે.' એકડો હોય તો પછી આ સઘળાં મીંડાં તેની કિંમત અનેકગણી વધારી શકે છે. આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧૩૫
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રાચીનકાળથી આજ સુધી શિક્ષક-વિદ્યાર્થી સંબંધને મહત્ત્વ અપાયું છે. તેમાં જીવન વિશેની ઊંડી સમજણ છે, સ્પષ્ટતા છે. જો માણસ જીવનનિર્વાહ માટે કમાણી કરવાની આવડત ધરાવે, એટલો જ ઉદ્દેશ હોય તો સાધનો અને પદ્ધતિઓ પૂરતાં થાય. પરંતુ એ ખંડિત-દર્શન છે. એને પરિણામે ખંડિત-માનવ અને ખંડિત-વ્યક્તિત્વ જન્મે છે. એમાંથી સ્વાર્થી, એકલપેટો, અસંવેદનશીલ માણસ જન્મે છે. સમાજ અને રાષ્ટ્ર માટે એ ગંભીર જોખમ છે.
આપણે જેટલો ભાર કૌશલ્યવિકાસ ઉપર આપીએ છીએ, તેટલો, જ ભાર મનુષ્યત્વના વિકાસ ઉપર આપવો જોઈએ. મનુષ્યત્વનો વિકાસ એટલે નાગરિકધર્મનો વિકાસ - સમાજ પ્રત્યે ફરજનો ભાવ, પ્રકૃતિનાં તમામ તત્ત્વો માટે પ્રેમ અને કાળજી, પોતાનાથી પાછળ રહેલાં માટે સંવેદનશીલતા અને પોતાને માત્ર શરીરરૂપે જ ન જોતાં એનાથી આગળ વધીને, પ્રાણમયકોશથી આગળ વધીને, વિજ્ઞાનમય અને આનંદમય કોશ સુધીની યાત્રા કરવા માટેની ક્ષમતાનો વિકાસ. એ માટેના જ્ઞાનની ઉપાસના અને એના આચરણની આકાંક્ષા. જો કેળવણીનો ઉદ્દેશ આ હોય તો શિક્ષક અનિવાર્ય ગણાશે. અહીં એ તો સ્પષ્ટ જ હોય કે - નાદાર, કામચોર અને પગારખાઉ નોકરિયાત એ શિક્ષકની છાયા છે, સાચો શિક્ષક નથી. સાચો શિક્ષક એ ગણાય, જેને વિદ્યાર્થી માટે પ્રેમ હોય, જ્ઞાનની સતત ઉપાસના કરતો હોય અને જીવનનાં ધારક તત્ત્વો વિશે શ્રદ્ધા હોય. એવો શિક્ષક વિદ્યાર્થીને સાચા જીવનનો રાહ દર્શાવી શકે છે, એના પર ચાલવાની ઝંખના જગાડે છે અને એવું જીવન સાચું જીવન છે એની સ્પષ્ટતા આપે છે. આ કાર્ય કોઈ સાધન કે ટેકનિક કરી શકતાં નથી, સાચો શિક્ષક જ કરી શકે છે.'
| શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ અત્યંત વિશિષ્ટ છે. મા-બાપ પ્રેમ આપે છે, પરંતુ દરેક મા-બાપ જ્ઞાનવાન નથી હોતાં. શિક્ષક જ્ઞાનવાનપ્રેમધારક હોય છે. શિક્ષક ઉચિત અને હેતુપૂર્ણ વાતાવરણ સર્જે છે, તેમાં મુકાયેલો વિદ્યાર્થી પરિસ્થિતિ અને જાતને તપાસતો થાય એવું આયોજન કરે છે. વિદ્યાર્થી રસ્તો ચૂકે ત્યાં શિક્ષક નિર્દેશ કરે છે, પણ આંગળી પકડીને ચલાવતો નથી. અનેક વાર એવું પણ બને કે વિદ્યાર્થી ભૂલો કરે અને એમાંથી જ શીખે. શિક્ષક ઇચ્છે છે કે – પોતાના વિદ્યાર્થીમાં [ ૧૩૬ .
A આદર્શ કેળવણીને ઉપનિષદ |
પરિવર્તન થાય. તે પોતાની મર્યાદામાંથી મુક્ત થાય અને ગુણવિકાસ કરે.’ પરંતુ એ માટે શિક્ષક ઉતાવળો થઈ જતો નથી કે અસ્વાભાવિક આગ્રહ રાખતો નથી. સાચો શિક્ષક જાણે છે કે - “દરેક પુષ્પ પોતાની રીતે અને પોતાના ક્રમે વિકસે છે, તેમાં સરખામણી કે ઉતાવળ નિરર્થક છે. આવું બૈર્ય એ શિક્ષકની પોતાની આંતરસંપત્તિ છે. એ પણ સ્પષ્ટ છે કે - શિક્ષક વિદ્યાર્થી માટે ઉદાર થશે, પરંતુ એની ખુશામત નહિ કરે કે એને પોપલાવશે નહિ. એટલે કે વિદ્યાર્થી અને તેની મર્યાદાને અલગ પાડીને ઓળખી શકશે. શિક્ષક વિદ્યાર્થીને ચાહશે, પરંતુ વિદ્યાર્થી પોતાની મર્યાદામાંથી મુક્ત થાય એ માટે તેને અનેક રીતે પ્રેરશે. ઉદારતા એ વેવલાઈ નથી, સમજપૂર્વકનું ધૈર્ય છે.”
ઉપરના ગુણો શિક્ષકમાં આરોપિત નથી હોતા, અંદરથી વિકસેલા હોય છે. એનું પ્રેરકબળ હોય છે. વિદ્યાર્થીઓ માટેનો પ્રેમ નિહેતુક પ્રેમ. કશાય બદલાની અપેક્ષા વિનાનો પ્રેમ. એ પ્રેમ જ શિક્ષકને ધૈર્ય આપે છે, ઉદારતા આપે છે, ક્યારેક કઠોરતા આપે છે અને દેઢતા આપે છે. એટલે એવો શિક્ષક નિર્ભય હોય છે, સ્વયં પ્રતિષ્ઠ હોય છે. સાચા શિક્ષકના અવાજમાં ખાસ પ્રકારની પ્રતીતિનો રણકો હોય છે. વિદ્યાર્થીઓ ઉપર તેના શબ્દો કરતાંય આ રણકાની અસર વધુ થતી હોય છે. એટલે કહી શકાય કે - “શિક્ષક-વિદ્યાર્થીનો સંબંધ અનેક રીતે નાજુક, વિશિષ્ટ અને સૂક્ષ્મ હોય છે.”
શિક્ષક-વિદ્યાર્થીનો આવો સંબંધ નિરામય અને ઉત્કૃષ્ટ હોય છે, જાણે જ્ઞાનની ખોજનો આકાશમાં ઊંચે ને ઊંચે ઊડતા બે હંસ હોય. એવી સ્થિતિમાં શિક્ષકના વ્યાપક જ્ઞાનથી, જીવન વિશેની સમજમાંથી જાગેલ સમતોલથી, વિકટ કે પ્રતિકૂળ સંજોગોમાં પણ જીવનનાં ધારક તત્ત્વો વિશેની અચળતામાંથી વિદ્યાર્થી સમજે છે કે - “સાચું જીવન એટલે કેવું જીવન ! ત્યારે શિક્ષક અને વિદ્યાર્થીનું ઉપનિષદ રચાય છે. તેમાં | શિક્ષકનું જીવન જ અસરકારક બને છે. એવા શિક્ષકનું મોં ન પણ પ્રેરક બનશે.” (ગુરોસ્તુ મૌનમ્ વ્યાખ્યાનમ્, શિષ્યાસ્તુ છિન્ન સંશયા.)
આવો સંબંધ એ કેળવણીનું સાચું વાતાવરણ છે, ઉચિત પ્રક્રિયા છે અને પ્રેમની ઉત્કૃષ્ટતા છે. આને પરિણામે વિવિધ વિષયો પરીક્ષા માટેના સ્મૃતિઆધારો ન રહેતાં સમજવિકાસના, આધારો બની જાય છે. જે આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
Wી ૧૩૦]
Page #71
--------------------------------------------------------------------------
________________
કૃષ્ણમૂર્તિ કહે છે તેમ - સાચો શિક્ષક શું વિચારવું એ નથી શીખવતો, પરંતુ કેમ વિચારવું એ શીખવે છે.' આજના શિક્ષકો કોળિયો ચાવીને વિદ્યાર્થીના મોંમાં મૂકતા હોય તેવી સ્થિતિ છે. જ્યારે વિદ્યાર્થી કેમ વિચારવું એ શીખે છે ત્યારે તેની સર્જનાત્મકતા અને મૌલિકતાનો વિકાસ થાય છે. તેમાંથી વિદ્યાર્થીની અવલોકનશક્તિ, તર્કશક્તિ, અસમાનને પડખોપડખ મૂકીને જોવાની ક્ષમતા, લઘુ ઉપરથી વ્યાપક એકમ ઉપર જવાની શક્તિ, પ્રસ્તુત વિષયનો જીવન સાથે અનુબંધ કરીને પામવાની શક્તિનો વિકાસ થાય છે. આ જ તો શિક્ષક-વિદ્યાર્થીની જ્ઞાનની ખોજ છે, ઉપનિષદ છે.
બાળક ઘર, શેરી અને સમાજમાંથી અનેક બાબતો ગ્રહણ કરે છે. એમાંથી એનાં ટેવો, માન્યતાઓ, વલણો, સ્થૂળતા કે સૂક્ષ્મતા, સંકુચિતતા કે વ્યાપકતા વિકસ્યાં હોય છે. સાચો શિક્ષક વિષયશિક્ષણ, પ્રવૃત્તિઓ કે કાર્યક્રમોને એવી રીતે દૃષ્ટિપૂર્વક યોજે છે કે વિદ્યાર્થી ક્રમશઃ સંકુચિતતા કે મર્યાદામાંથી મુક્ત થતો જાય છે. એ વ્યાપક હિતની દૃષ્ટિએ જોતો - વિચારતો થાય છે.
આપણે સંકુચિત અને આપરખા બનીએ છીએ; કારણ કે આપણી બુદ્ધિ નિરભ્ર નથી હોતી. જેમ આકાશમાંથી આવતાં સૂર્યનાં કિરણો આડે વાદળાં આવી જાય તો કિરણો પૃથ્વી ઉપર પૂરેપૂરાં આવી શકતાં નથી; એમ લાગણીપ્રેરિત આવેગો, જ્ઞાતિ - જાતિ - ધર્મની સાંકડી દીવાલોમાં આપણે બદ્ધ હોઈએ છીએ ત્યારે આપણે પારદર્શક રીતે જોઈ શકતા નથી, આપણું દર્શન ધૂંધળું બની જાય છે. નિરભ્ર બુદ્ધિથી પ્રશ્નોને સમજતા થઈએ છીએ, ત્યારે સાચું જીવન એટલે કેવું જીવન તે સમજાય છે. એમાં સૌથી વધારે નિર્ણાયક પ્રક્રિયા શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે થાય છે.
આજે શિક્ષક - વિદ્યાર્થી સંબંધ વિકૃત થયો છે, બજારનો (લેવડદેવડનો) સંબંધ થયો છે, એટલે શિક્ષણક્ષેત્રમાં સમસ્યાઓ સર્જાણી છે. આખી પ્રક્રિયા કૃત્રિમ અને સ્થૂલ બની ગઈ છે. એમાં સૌથી મોટો ભોગ લેવાય છે વિદ્યાર્થીની સર્જનાત્મકતાનો અને પારદર્શક બુદ્ધિનો. ઉત્તમ કેળવણીને પરિણામે રાષ્ટ્રને ઉત્તમ વૈજ્ઞાનિક, વ્યાપારી, ઉદ્યોગ સાહસિક, વહીવટદાર, શિક્ષક, ખેડૂત અને બીજાં કામો કરનાર મળે એવી અપેક્ષા હોય છે; પરંતુ આજની વિકૃત શિક્ષણપ્રક્રિયાને કારણે બેજવાબદાર સ્વાર્થી, આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧૩૮
ભ્રષ્ટ, ચાલાકીવાળા, નાદાર પ્રજાજનો મળે છે. આ ગંભીર ખોટનો મૂળભૂત ઉપાય છે શિક્ષક-વિદ્યાર્થી સંબંધની ગરિમાની સ્થાપના કરવી. સાધનો - પદ્ધતિઓ - ટેનિકને દ્વિતીય ક્રમે મૂકવાં, શિક્ષકને પ્રથમ ક્રમે મૂકવો.
આપણું શિક્ષણ જે ભયંકર ઝડપે અવનતિ પામી રહ્યું છે, એને અટકાવવું હોય તો શિક્ષકત્વનો સાચો મહિમા શો છે તે વિશે સ્પષ્ટ થવું પડશે. કહી તો એમ શકાય કે - જ્યારે કોઈ રાષ્ટ્ર નબળું પડે કે હારે ત્યારે એનો શિક્ષક નબળો પડ્યો હોય છે, હાર્યો હોય છે. કોઈ રાષ્ટ્ર ગૌરવપૂર્ણ અને સફળ થયું હોય છે ત્યારે એનો શિક્ષક ગૌરવપૂર્ણ અને સફળ થયો હોય છે.’
શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ એ કેળવણીનું બુનિયાદી તત્ત્વ છે. એનાં પોષણ, વિકાસ અને ઊંચાઈ એ સમગ્ર કેળવણીપ્રક્રિયાની સાર્થકતા હોય છે.
(લેખકના શિક્ષણ અને વિવિધ સાહિત્યનાં ૧૪ અને સંપાદનનાં ૬ પુસ્તકો પ્રગટ થયાં છે. લોક ભારતી - સણોસરામાં ૩૬ વર્ષ સેવા પ્રદાન. હાલ શિક્ષણ અને સાહિત્યની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.)
܀
સાચો શિક્ષક એ છે,
જે અવિરામ સ્વાધ્યાય કરે છે અને
જે જ્ઞાન મેળવ્યું છે તેને નિરંતર દાન કરતો રહે છે.
આદર્શ કેળવણીનું ઉપનિષદ
- ઉપનિષદ
૧૩૯
Page #72
--------------------------------------------------------------------------
________________
શિક્ષણ સાથે ખેલકૂદની તાલીમ
નડો. ભદ્રાયુ વચ્છરાજાની) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતઃ
ગુજરાતમાં રમતગમતના ક્ષેત્રે રાજ્યના યુવાનધનને આકર્ષણ થાય અને વધુ ને વધુ યુવાન-યુવતીઓ જુદી-જુદી રમતોમાં ભાગ લઈ શકે તે માટે તેમને તાલીમ મળી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવા ગુજરાત સરકાર સ્પોર્ટ્સ કૉપ્લેક્સમાં રાજ્ય, રાષ્ટ્રીય કક્ષાની રમતસ્પર્ધાઓનું આયોજન પણ કરે છે. કૉપ્લેક્સમાં જુદી-જુદી રમતો માટે તાલીમની વ્યવસ્થા અને અદ્યતન સાધનો રાખવામાં આવ્યાં છે.
ગુજરાત રાજ્યમાં રમતગમત ક્ષેત્રે વિશેષ લક્ષ આપવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી આ કામગીરી નિયામકશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા રમતગમતની કચેરી દ્વારા સંભાળવામાં આવતી હતી. તેમાંથી એક અલગ અને સ્વાયત્ત એકમ તરીકે સ્પોર્ટ્સ ઓથોટિરી ઓફ ગુજરાતની રચના કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઇન્ડિયા રચવામાં આવી છે. તેને મુખ્યત્વે આધાર રૂપે રાખીને રાજ્યકક્ષાએ આવી સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત રચવામાં આવી છે. હાલમાં આ સંસ્થાને મુખ્યત્વે રાજ્યના યુવાન અને આશાસ્પદ ખેલાડીઓને નિષ્ણાત કોચીઝ દ્વારા વૈજ્ઞાનિક ઢબે પ્રશિક્ષણ આપવાની તેમજ વિવિધ રમતો માટેની અદ્યતન સુવિદ્યાઓવાળું ઇન્ફાસ્ટ્રક્વર નિર્માણ કરવાની કામગીરી સોંપવામાં આવેલી છે. રમતગમતની સ્પર્ધાઓ યોજવાની તેમજ રમતગમતનાં એસોસિયેશનોને અનુદાન આપવાની કામગીરી હજુ કમિશનરશ્રી, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરની કચેરી સંભાળે છે. SAGની પ્રવૃત્તિઓ :
સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાતની અલગ રચના કરવામાં આવતાં તા. ૧૩-૨-૯૫થી વિધિસર એસ.એ.જી. કચેરી કામ કરતી થઈ છે. જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રોનું સંચાલન અને નવાં કેન્દ્રોની સ્થાપના :
રાજયના યુવાન અને આશાસ્પદ ખેલાડીઓની તેમની રમતોમાં નિષ્ણાત કોચીઝ દ્વારા વૈજ્ઞાનિક ઢબે પ્રશિક્ષણ મળી રહે તે માટે રાજ્યના [૧૪૦
/////ળ આદર્શ કેળવણીને ઉપનિષદ
દરેક જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રોની સ્થાપના કરવાની યોજના અન્વયે રાજયના ૨૫ જિલ્લાઓમાં આવાં કેન્દ્રો શરૂ કરવામાં આવેલાં છે. આ બધાં રમત- કેન્દ્રોમાં હાથ ધરવામાં આવેલ ૨મત પ્રશિક્ષણની વિગતો આગળ મુજબ છે. રમત પ્રશિક્ષણ શિબિર :
રાજ્યના તમામ જિલ્લાઓમાં રમતો માટેનાં ૭૬ જેટલાં રાજ્યની કોચીઝ અને એસ.એ.આઈ.ના ૩૦ જેટલા કોચીઝ આશાસ્પદ ખેલાડીઓને વૈજ્ઞાનિક ઢબે વિવિધ રમતો માટેનું પ્રશિક્ષણ આપી રહ્યા છે. ઘનિષ્ઠ પ્રશિક્ષણ શિબિર :
ગુજરાત રાજયના જે ખેલાડીઓને વર્ષ દરમિયાન રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ છે, તેવા ખેલાડીઓ માટે જુદાં-જુદાં સ્થળોએ એપ્રિલ - મે માસ દરમિયાન ઘનિષ્ઠ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે. પ્રિનેશનલ પ્રશિક્ષણ શિબિર :
રાજ્યકક્ષાની વિવિધ રમતોની આંતર જિલ્લાની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હોય અને રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં રાજ્યકક્ષાની ટીમમાં પસંદગી પામ્યા હોય તેવા ચુનંદા ખેલાડીઓને વૈજ્ઞાનિક ઢબે નિષ્ણાત કોચીઝ દ્વારા આધુનિક રમતનાં સાધનોથી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જતાં પહેલાં પ્રશિક્ષણ આપવામાં આવે છે. રાજ્યના દરેક જિલ્લામાં ટેલેન્ટ સ્કાઉટિંગ કોન્ટેસ્ટનું આયોજન :
ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં ૧૦ થી ૧૪ વર્ષની વયના ખેલાડીઓમાં છુપાયેલી સુષુપ્ત શકિતઓને પિછાણીને બહાર લાવવા અને તેઓને રમતક્ષેત્રે વાળીને ગુજરાત રાજ્યનું રાષ્ટ્રકક્ષાએ નામ ગુંજતું કરવાના આશયથી આવી કસોટીનું આયોજન દરેક જિલ્લાઓમાં કરવામાં આવે છે.
વર્ષ દરમિયાન એન.એસ.ટી.સી., એસ.પી.ડી.એ.ની તાલુકા-જિલ્લા તથા રાજ્ય કક્ષાએ જે પ્રતિભાશોધ કસોટીઓ યોજવામાં આવે છે તેમાં ઉત્તીર્ણ થયેલ ખેલાડીઓને રાજ્યની સ્પોર્ટસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવે છે. આદર્શ કેળવણીનું ઉપનિષદ
/////૧૪૧]
Page #73
--------------------------------------------------------------------------
________________
બ.
નડિયાદ, ભાવનગર, પોરબંદર અને લીંબડી ખાતેની સ્પોર્ટ્સ હોસ્ટેલનું સંચાલન :
એસ.એ.જી. દ્વારા ખેલકૂદ છાત્રાલયની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનામાં રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને લાંબાગાળાની તાલીમ આપીને તેઓને ઉચ્ચકક્ષાના ખેલાડીઓ બનાવી શકાય એ માટે આવા ખેલાડીઓને છાત્રાલયમાં પ્રવેશ આપીને તેમને નિવાસ, ભોજન, તાલીમ, મેદાન, સાધનો, ગણવેશ, ડૉક્ટરી સારવાર વગેરે વિનામૂલ્ય પૂરાં પાડવામાં આવે છે. તેમજ માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. હાલમાં નડિયાદ, ભાવનગર, પોરબંદર અને લીંબડી ખાતે સ્પોર્ટ્સ હૉસ્ટેલ કાર્યરત છે.
રાજ્યની હૉસ્ટેલમાં પ્રવેશ મેળવનાર ખેલાડીને દર વર્ષે ગણવેશ આપવામાં આવે છે. જેની એકની કિંમત આશરે રૂપિયા ૨૦૦૦/- જેટલી થાય છે. જિલ્લાકક્ષાનાં રમત-સંકુલો :
૪00 મીટરનો ટ્રેક, આંતરરાષ્ટ્રીય માપના સ્વિમિંગ પુલ, જિગ્નેશિયમ, મલ્ટીપર્પઝ હૉલ, ક્રિકેટ મેદાન (ટફ), સિમેન્ટ બાસ્કેટબૉલ મેદાન, વોલીબૉલ, ફૂટબૉલ, હેન્ડબૉલ, હોકી, કબડ્ડી, ખોખો તથા ટેનિસની રમતમાં વિવિધ મેદાનો બનાવવાની યોજના હેઠળ જિલ્લાકક્ષાનાં રમત સંકુલોમાં રમતગમતની ઉપર મુજબની વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવેલ છે. ગ્રામ્ય - વિસ્તારોમાં રમત-પ્રવૃત્તિઓનાં વિસ્તરણ અન્વયે : (અ) ગ્રામ્યશાળાઓને રમતનાં મેદાનો તથા સાધનો માટે આર્થિક સહાય
અને (બ) ગ્રામ પંચાયતો - રમતમંડળો - યુવકમંડળોને રમતગમતનાં સાધનો
પૂરાં પાડવાની યોજના. અ. એસ.એ.જી. દ્વારા ગુજરાતના અંતરિયાળ તથા ગ્રામ્ય અને
આદિવાસી વિસ્તારોમાં ખેલાડીઓને વિવિધ રકમોની સુવિધાઓ સંપન્ન થાય, રમત પ્રત્યે રુચિ કેળવાય તે હેતુસર ગ્રામ્ય-વિસ્તારની
શાળાઓને રમતનાં મેદાનો તથા રમતનાં સાધનો માટે આર્થિક | ૧૪૨ M.
CA આદર્શ કેળવણીનું ઉપનિષદ |
સહાય આપવાની યોજના અનુસાર સને ૧૯૯૮-૯૯ના વર્ષથી કુલ ૧૦ શાળાને રૂપિયા ૫૦,૦૦૦/- સુધીની ગ્રાન્ટ આપવામાં આવી હતી. રાજ્યની ગ્રામ પંચાયત - યુવકમંડળો - રમતમંડળોને રૂપિયા ૧૦૦૦/-ની મર્યાદામાં રમતનાં સાધનો આપવાની યોજના અન્વયે રૂપિયા ૩,૫૦ લાખની જોગવાઈ થયેલ છે. જેમાં ૩૯૮ ગ્રામ
પંચાયતને સાધનો આપવામાં આવેલ છે. રમતગમતનાં જરૂરી સાધનો :
વિવિધ રમતો જેવી કે એશ્લેટિક, હેન્ડબૉલ, જુડો, સ્વિમિંગ, બૉક્સિંગ, ટેનિસ, વોલીબોલ, જિમ્નાસ્ટિક્સ, બાસ્કેટબોલ, ટેબલટેનિસ, હોંકી, ક્રિકેટ, બેડમિન્ટન, કુસ્તી વગેરે માટેનાં અદ્યતન સાધનો રાજયનાં પ્રશિક્ષણ - કેન્દ્રોમાં પૂરાં પાડવાની યોજના હેઠળ યુવાન અને આશાસ્પદ ખેલાડીઓને જરૂરી આવાં સાધનો દરવર્ષે એસ.એ.જી. દ્વારા પૂરાં પાડવામાં આવે છે. રાજ્યના ખેલાડીઓને ટ્રેકફૂટ અને ગણવેશ આપવાની યોજના :
આ યોજના અંતર્ગત એસ.એ.જી. દ્વારા ઉનાળુ વેકેશનમાં વિવિધ રમતોના યોજવામાં આવતા ઘનિષ્ઠ પ્રશિક્ષણ શિબિરોમાં અને દિવાળી વૅકેશનમાં યોજવામાં આવતા ક્રિકેટ રમતના ઘનિષ્ઠ પ્રશિક્ષણ શિબિરોમાં ભાગ લેતા આશરે ૧૦૦૦ જેટલા ખેલાડીઓને ગણવેશ પૂરો પાડવામાં આવે છે.
સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત દ્વારા જુદી-જુદી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે તથા માર્ચપાસ્ટમાં ભાગ લેવા ગણવેશની એકસૂત્રતા જળવાય તે હેતુથી ટ્રેકશૂટ સાથે ગણવેશ આપવાની યોજના અંતર્ગત રાષ્ટ્રકક્ષાએ ભાગ લેવા જનારને ૧૦૦૦ જેટલા યુવકોને ગણવેશ આપવામાં આવે છે. રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાનું આયોજન :
એસ.એ.જી. હસ્તકના જુદા-જુદા જિલ્લાઓમાં આવેલ ૨મત-સંકુલોનો વિકાસ થાય તે હેતુસર પ્રતિવર્ષ એક રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધાનું આયોજન ગુજરાતમાં હાથ ધરાય તેવો અભિગમ અખત્યાર કરવામાં આવેલ છે. આદર્શ કેળવણીને ઉપનિષદ CM
A. ૧૪૩]
Page #74
--------------------------------------------------------------------------
________________
નોંધપાત્ર પ્રશિક્ષણ કામગીરી માટે કોચીઝને એવોર્ડ આપવાની યોજના :
કોચીઝને પુરસ્કાર આપી પ્રોત્સાહન આપવા માટે આ યોજના રજૂ કરવામાં આવેલ છે. જે કોચીઝ દ્વારા તાલીમ પામેલ ગુજરાતના ખેલાડીઓને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ હાંસલ કરેલ હોય તેવા કોચીઝને રૂપિયા ૨૫,૦૦૦/-નો રોકડો પુરસ્કાર આપવાની આ યોજના છે. જે અન્વયે ૪ કોચીઝને પુસસ્કાર આપવામાં આવે છે.
આદિવાસી વિસ્તારમાં ટેલેન્ટ સ્કાઉટિંગ કોન્ટેસ્ટનું આયોજન :
ગુજરાત રાજ્યમાં આદિવાસીઓમાં રમતપ્રવૃત્તિઓનો વિકાસ થાય, આદિવાસી વિસ્તારમાં ૨મતપ્રવૃત્તિનો વ્યાપ વધે અને ગુજરાતમાં વસતા આદિવાસીઓમાં રહેલી સુષુપ્તશક્તિ બહાર આવી શકે, તેઓ રમતક્ષેત્રમાં ઉજ્જ્વળ કારકિર્દી બનાવી શકે, અને વારસાગત રમતમાં સારાં પરિણામો પ્રાપ્ત કરી શકાય અને રાજ્યનું નામ રાષ્ટ્રકક્ષાએ રોશન થાય તે હેતુસર આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
આ યોજના ગુજરાતમાં વસતા આદિવાસી માટેની પ્રતિભા કસોટીઓ તરીકે મૂકવામાં આવેલ છે. આ યોજના હેઠળ વર્ષ ૧૯૯૮-૯૯થી પ્રતિભાશોધ કસોટીઓનું આયોજન ડિસેમ્બર-૧૯૯૮ થી જાન્યુઆરી૧૯૯૯ દરમિયાન કરવામાં આવેલ છે. તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષા સુધીની ખેલકૂદ અને ધનુર્વિદ્યા કસોટીઓમાં ૧૦ થી ૧૪ વર્ષની વયના ૧૫,૦૦૦ જેટલા ખેલાડીઓ ભાગ લેતા હોય છે. રાજ્યકક્ષાએ અંતિમ કસોટીમાં જુદી-જુદી ૨મતોનાં ભાઈઓ તથા બહેનો મળી પસંદગી પામેલ ખેલાડીઓને રાજ્યની સ્પોર્ટ્સ હૉસ્ટેલોમાં પ્રવેશ આપવામાં આવે છે. રમતગમતનાં સાધનો :
આદિવાસી વિસ્તારની ગ્રામ-પંચાયતો, રમતમંડળો, યુવકમંડળોને રમતગમતનાં સાધનો પૂરાં પાડવાની યોજના દ્વારા ૧૯૯૮-૯૯ના વર્ષથી આદિજાતિ વિસ્તારના લગભગ ૧૧૩ જેટલી ગ્રામ-પંચાયતોને રૂપિયા ૧,૦૦૦ની કિંમતનાં રમતનાં સાધનો પૂરાં પાડવામાં આવેલ છે. રમત-સંકુલોમાં વિવિધ રમતોમાં નવાં મેદાનોનો વિકાસ :
ઊભાં કરવામાં આવતાં નવાં રમત-સંકુલોમાં રમતનાં મેદાનો, ટ્રેક વગેરે સુવિધાઓ તૈયાર કરવા માટે ૧૯૯૮-૯૯ના વર્ષથી જરૂરી | ૧૪૪ આદર્શ કેળવણીનું ઉપનિષદ
જોગવાઈ કરવામાં આવી છે અને આ યોજના અન્વયે રાજ્યના રમતસંકુલોમાં વિવિધ સુવિધાઓ ઊભી કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ, જેમાં નીચેનાં સ્થળોએ રમતનાં મેદાન તથા ટ્રેક તૈયાર કરવા માટે નક્કી કરવામાં આવેલ છે : ૭ ગાંધીનગર રમત-સંકુલ.
ૐ સુરત ખાતે રમતનાં મેદાનો તૈયાર કરવાં. વડોદરા ખાતે રમતનું સંકુલ તૈયાર કરવું.
૦ સાપુતારા ખાતે હાઈ ઑલ્ટિટયૂટ સ્પોર્ટ્સ સેન્ટર તૈયાર કરવાં. આ ઉપરાંત નીચે મુજબની સુવિધાઓ તૈયાર કરવાની કાર્યવાહી ચાલે છે :
૦ લીંબડી ખાતે ૪૦૦ મી. ટ્રેક ફૂટબૉલ ગ્રાસ મેદાન, હૉકી ગ્રાસ મેદાન, કબડ્ડી-ખોખો મેદાન માટે રૂપિયા ૨૧ લાખ મંજૂર થયેલ. જામનગર અજિતસિંહ ક્રિકેટમેદાન ખાતે ક્રિકેટ ગ્રાસ મેદાન માટે રૂપિયા ૭ લાખ મંજૂર થયેલ છે.
છ ભૂજ રમત-સંકુલ ખાતે વોલીબૉલ, ફૂટબૉલ રમતનાં મેદાનો માટે રૂપિયા ૫ લાખ મંજૂર થયેલ છે.
સરહદી વિસ્તાર વિકાસ યોજનાઃ
આ યોજના અંતર્ગત ભૂજ અને પાલનપુર ખાતેનાં રમત-સંકુલોમાં સુવિધાઓ ઊભી કરવા માટે રૂપિયા ૫ લાખની જોગવાઈ કરવામાં
આવી છે.
ભૂજ રમત-સંકુલ ખાતે ફૂટબૉલ, હૉકી, હેન્ડબૉલ અને વોલીબૉલ રમતનાં મેદાનો તૈયાર કરવાની કાર્યવાહી થયેલ છે. આદિવાસી વિસ્તારનાં રમત-સંકુલોમાં નવાં મેદાનોનો વિકાસ :
રાજપીપળા અને હિંમતનગર ખાતેના રમત-સંકુલોમાં વિવિધ રમતોનાં મેદાનો અને ટ્રેક બનાવવાની યોજના અન્વયે રાજપીપળા અને હિંમતનગર ખાતે ફૂટબૉલ, હૉકી, હેન્ડબૉલ અને વોલીબૉલ રમતનાં મેદાન તૈયાર કરવાની કાર્યવાહી પૂર્ણ થવામાં છે.
રાજ્યમાં વિવિધ રમતોના આશાસ્પદ ખેલાડીઓને પ્રશિક્ષણ આપવાની એસ.એ.જી.ની યોજના અન્વયે દરેક જિલ્લામાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧૪૫
Page #75
--------------------------------------------------------------------------
________________
રમતગમત - ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ :
બાંધકામ સદર નીચે વિવિધ રમત-સંકુલોમાં રમતગમતના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
૧૯૯૮-૯૯ના વર્ષથી દુલીપ સ્કૂલ ઑફ ક્રિકેટ માટે ક્રિકેટની હૉસ્ટેલના મકાનના સુધારાવધારા કરવા માટે રૂપિયા ૫ લાખ, જિલ્લા કક્ષાએ રમતગમત સંકુલો તૈયાર કરવા રૂપિયા ૩ લાખ, તાલુકા કક્ષાએ રમતગમત સંકુલો તૈયાર કરવા માટે રૂપિયા ૩ લાખ, સરહદી વિસ્તાર વિકાસયોજના હેઠળ ભૂજ તથા પાલનપુર રમત-સંકુલોના બાંધકામ માટે રૂપિયા ૫ લાખ, ટ્રાયબલ એરિયા સબપ્લાન હેઠળ રાજપીપળા રમતગમત સંકુલના બાંધકામ માટે રૂપિયા ૧ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. દરેક બાબતોની કાર્યવાહી સુપેરે ચાલુ છે.
(તેજસ્વી અને ઓજસ્વી શિક્ષણકાર તરીકે જાણીતા પ્રા. ડૉ. ભદ્રાયુ ત્રણ દાયકાથી વધુ શાળા, કૉલેજ અને યુનિવર્સિટી એમ વિવિધ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલ છે, તેમનાં એકવીસ પુસ્તકો પ્રગટ થયાં છે અને તેઓ ખ્યાત કટારલેખક છે)
૧૪૬
“કેળવણીના સર્વ પ્રકારોમાં
પ્રાણની કેળવણી
સૌથી વધુ મહત્ત્વની અને
સૌથી વધુ અનિવાર્ય છે.”
- માતાજી
આદર્શ કેળવણીનું ઉપનિષદ
જૈન દર્શનમાં શિક્ષણ : કેળવણી તરફના માર્ગે ડૉ. સેજલ શાહ
‘કેળવણી’ શબ્દનો અર્થ જોડણીકોશ અનુસાર શિક્ષણ, તાલીમ સાથે ખિલવણી વગેરે થાય છે. સાચી કેળવણી મનુષ્યને જીવનના વિશાળ પરિપ્રેક્ષ્યમાં ઝંપલાવવા માટે તૈયાર કરે છે. શિક્ષણ વ્યક્તિ, સમષ્ટિ અને સૃષ્ટિને આવરીને મનુષ્યને તૈયાર કરે છે. Russeh writes “children are not the means but the purpose. Educators must love children more than the nation or the church. What is required of the educators and what the children should acquire is 'Knowledge dominated by love."" The problem of bullying that is a major problem nowadays cannot occur if the children are taught 'Knowledge dominated by love as Russell proposes.' પ્રખ્યાત વિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી બર્ટ્રાન્ડ રસેલે લખ્યું છે કે - ‘બાળકો એ સાધન નથી, પરંતુ હેતુ - ધ્યેય છે. શિક્ષણવિદ્દએ દેશ અને ધાર્મિક સંસ્થાનો કરતાં વધુ કોને ચાહવા જોઈએ. શિક્ષણવિદ્દો પ્રેમ અને જ્ઞાન પણ પ્રેમ દ્વારા પ્રાપ્ત થાય તે જરૂરી છે, તેમ જો થાય તો મોટા ભાગના પ્રશ્નો દૂર થઈ જાય.'
આખી શિક્ષણ-વ્યવસ્થામાં પ્રેમભરેલી તાલીમનું માધ્યમ ઉમેરવામાં આવવું જોઈએ. માહિતી અને શાન વચ્ચેનો ભેદ સમજી ઠાંસી-ઠાંસીને માહિતીભરેલું શિક્ષણ નહિ પરંતુ આંતરિક ખિલવણીના માર્ગે દોરનારું શિક્ષણ હોવું જોઈએ. મનુષ્યના સર્વાંગી વિકાસની દૃષ્ટિએ શિક્ષણના સિદ્ધાંત સ્થાપિત થવા જોઈએ. ભારતદેશ પાસે એક સમયે પાઠશાળાની પરંપરા હતી. બાળકો વનમાં જઈ ગુરુ પાસે રહેતા અને જ્ઞાન મેળવતા. આ જ્ઞાન સમગ્ર જીવનને આવરી લેતું, પાકશાસ્ત્ર, શારીરિક મહેનત, હથિયારની તાલીમ વગેરે જેવી અનેક બાબતો આમાં સમાવિષ્ટ રહેતી. પ્રજાના એક ચોક્કસ વર્ગ માટે આ વ્યવસ્થા હતી. અન્ય પ્રજાજનો ધાર્મિક સંસ્થાનોમાં તાલીમ મેળવતા. આપણે જાણીએ છીએ કે શિક્ષણમાં કુટુંબ, ધાર્મિક સંસ્થાન, સ્કૂલ, રાજકીય સંસ્થાન અને વ્યાપારી સત્તા મહત્ત્વનો ભાગ ભજવે છે. વૈદિકના સમયથી શિક્ષણવ્યવસ્થા કાર્યરત છે. જૈનસાહિત્યમાં અનેક આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧૪૭
Page #76
--------------------------------------------------------------------------
________________
ઉદાહરણો મળે છે, જેમાં જૈનકુટુંબમાં જ શિક્ષણની લેવાની પ્રવૃત્તિ મળે છે. બાળકોને નાનપણથી જ પાઠશાળામાં ભણવાની તાલીમ જૈનબાળકોને મળે છે અને બીજી તરફ જૈન-સાધુ-સાધ્વી રોજ ત્રણ કલાક જેટલો સમય સ્વાધ્યાયમાં ગાળે છે. આમ સંસારી અને સાધુ બંને માટે શિક્ષણ આવશ્યક છે. એક તરફ શિક્ષણ અંગે ગહન વિચાર કરનાર અનેક ચિંતકો આ દેશમાં થઈ ગયા. બીજી તરફ ધર્મમાં પણ શિક્ષણને આગવું માહાભ્ય પ્રાપ્ત થયું છે, છતાં આપણે અંગ્રેજ મૅકોલેનીએ આપેલી શિક્ષણ વ્યવસ્થાના ભાગ બની બેઠા છીએ, કારણ અંગ્રેજો જે ખોખું આપણે ત્યાં મૂકી ગયા તેનો આધાર આપણે છોડી શક્યા નહિ. જેમ તેમને બાંધેલાં સ્ટ્રકચર આપણને છોડી શક્યા નહિ તેમજ તેમને આપેલી વ્યવસ્થામાં પણ આપણે જકડાઈ ગયા હતાં. ભારતીય પરંપરામાં ધર્મ માત્ર ક્રિયાઓ પૂરતો મર્યાદિત નથી પરંતુ જીવનદર્શનનો પણ એ ભાગ બને છે. જૈનદર્શનમાં કેળવણી અંગે બહુ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. જે અંગે આજના સંદર્ભમાં ચર્ચા થવી જરૂરી છે. કોઈ દેશની રાષ્ટ્રીય શિક્ષણપ્રથાના મૂળમાં જોઈએ તો અમુક શ્રદ્ધા, અમુક દૃષ્ટિ અને તેને અનુરૂપ પ્રયોજન ને ઉદ્દેશ રહેલાં હોય છે. શિક્ષણ પ્રથા તે ઉપરથી ખીલે છે ને પોતાનો ઘાટ પકડે છે. પાયાની કેળવણી આત્માવિકાસ માટે છે. જૈનદર્શને એ પ્રત્યે પૂરતું ધ્યાન આપ્યું છે.
જૈન ધર્મમાં કેળવણીનું માહામ્ય પહેલેથી જ હતું. સ્વાધ્યાયને મહત્ત્વ આપનાર અને તાત્ત્વિક ચર્ચા કરવામાં આ ધર્મ કદી પાછળ પડ્યો નથી. એક તરફ ધાર્મિકશિક્ષણ આપતી પાઠશાળા અને બીજી તરફ સાધુઓ દ્વારા થતો ધર્મનો પ્રચાર, પરંતુ શિક્ષણ એટલે માત્ર ધર્મ એટલું જ નહિ, પરંતુ એથી વધુ જીવનલક્ષી હોય અને જીવનને યોગ્ય આકાર આપનારું હોય અને સક્ષમ સમાજ રચી શકે તેવું હોય, એ દૃષ્ટિકોણ વિચારાયો છે. જૈનચરિત્રોના ગ્રંથોમાં જોઈ શકાય છે કે તીર્થકરને નાનપણમાં કેળવણી અપાય છે. તીર્થકર અજિતકુમારને કળા અને શબ્દશાસ્ત્ર વગેરે વિશે જ્ઞાન આપતું. દરેક તીર્થકરોને જ્ઞાન અને કૌશલ આપવાની વાત ચરિત્રોમાં આવે છે, તીર્થકર જન્મથી ત્રણ જ્ઞાનવાળા હોય જ છે. એથી આ પ્રક્રિયાનો લાભ તેમની આજુબાજુનાં કુટુંબીજનોને મળે છે, જેમ કે – અજિતકુમારને જ્ઞાન હોવાથી સગરકુમાર ઉપાધ્યાય પાસે અધ્યયન એ કરે છે અને પોતાના સંશયો અજિતકુમારને પૂછી અંધકાર દૂર કરે છે. મોટાભાગે દરેક ઉત્તમ આત્માના જન્મ પછી મહોત્સવ સાથે ઉપાધ્યાય ૧૪૮
VIM) આદર્શ કેળવણીનું ઉપનિષદ
પાસે અધ્યયન કરાવવાનો આરંભ કરાવાય છે. ઉપાધ્યાય પાસે શબ્દશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર, કળા, ન્યાય વગેરે વિશે અભ્યાસ કરે છે. તીર્થંકર પ્રભુ ક્ષત્રિય હોવાને કારણે અસ્ત્ર-શસ્ત્રોનો અભ્યાસ પણ કરે છે. ત્રિષષ્ઠિ શલાકા પુરુષમાં આપણે જોઈ શકીએ છીએ કે તીર્થકર ભગવાનના અધ્યયનની વાત આવે છે. અભ્યાસનું વર્ણન જોઈએ તો ખ્યાલ આવે કે અધ્યયન અંગે કેટલી ઊંડી સમજ એ સમયે પણ હતી. ઔષધિ, રસ, વીર્ય અને તેના વિપાક સંબંધી જ્ઞાનના દીપક સમાન અષ્ટાંગ આયુર્વેદનું અધ્યયન કર્યું, વાદ્યશાસ્ત્ર ગ્રહણ કર્યું, વાહનવિધિ, ચિકિત્સા, અશ્વલક્ષણ શસ્ત્ર, ધનુર્વેદ વગેરેનું અધ્યયન કર્યું. અધ્યયનનું ક્ષેત્ર વિશાળ અને અનેક પ્રકારનાં કૌશલથી સભર જોવા મળે છે. અભ્યાસ ઉપરાંત બૌદ્ધિક પુરુષો માટે જ્ઞાનપ્રશ્નો ઉત્તરના રૂપે પણ ઉપલબ્ધ હોય છે, આગળ વર્ણન આવે છે કે - “પોતાના મનના સંચયો દૂર કરવા માટે સાગરકુમાર અજિત સ્વામીને પૂછે છે અને અજિતકુમાર મતિ, શ્રુતિ અને અવધિજ્ઞાન વડે તેના સંદેહને સૂર્યનાં કિરણોથી અંધકારની જેમ તત્કાળ છેદી નાખે છે. સગરકુમારને કળામાં જે કાંઈ ન્યૂન હતું તે અજિતકુમારે શિખવ્યું. તેવા પુરુષને તેવા જ શિક્ષક હોય છે. આપણે એમ વિચારી શકીએ કે જે તીર્થકર છે તે તો સર્વકાળથી પરિચિત છે તેમને આ જ્ઞાનની શું જરૂર ! પરંતુ એક મનુષ્યના જીવનમાં આ કાળનું મહત્ત્વ સાબિત કરતી વખતે જૈનદર્શન પોતાના ભગવાનને પણ મનુષ્યરૂપમાં શિક્ષણ આપવાનું ચૂકતા નથી. આ વિચાર જ એટલો મોટો છે કે આપણને અનુભૂતિ થાય છે. કે - “શિક્ષણને જૈનદર્શને આગવું સ્થાન આપ્યું છે. જૈનોના મહાપર્વ પર્યુષણની ઉજવણી વખતે પણ અધ્યયનનો મહિમા જોવા મળે છે. પર્યુષણ મહાપર્વમાં મોટાભાગે પાંચમાં દિવસે અર્થાત્ ભાદરવા સુદ-એકમના દિવસે મહાવીર જન્મ કલ્યાણક ઉજવવામાં આવે છે, ત્યાર પછીના દિવસે ભગવાનને સ્કૂલમાં બેસાડવામાં આવે છે અને એ નિમિત્તે જ્ઞાનની પૂજા કરાય છે. આ પ્રતીકાત્મક ઉત્સવ આપણી અંદર એ વિચારને રોપી દે છે. તીર્થકરને સ્કૂલે જવાનું હોય તો આપણે કેમ ન જઈએ ?
કોઈ એક પ્રથા માત્ર ઉપદેશ દ્વારા જ નહિ, પરંતુ અમલમાં મૂકીને જ ચલણી બનાવાનો આ ચીલો જૈન ધર્મની મહત્તા સ્થાપે છે. આ પરંપરા આજ કાલની નથી, પરંતુ વર્ષો જૂની છે. આપણે એક તરફ જોઈ શકીએ છીએ કે - તીર્થકરના ઉદાહરણ દ્વારા જ શિક્ષિત થવું કે સ્કૂલે જવું એવો સંદેશ મળે છે, તો બીજી તરફ કેટલાક ગ્રંથો પણ શિક્ષણનું મહત્ત્વ આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
VILLA ૧૪૯ ]
Page #77
--------------------------------------------------------------------------
________________
સમજી એ વિશે એમાં લખાયું છે. “સમણસુત્ત'માં શિક્ષણનું મહત્ત્વ અને એ અંગેની વિચારણા કરાઈ છે. મનુષ્યને સંપૂર્ણ બનાવવા અને એના વ્યક્તિગત વિકાસ માટે ધર્મનું શાસ્ત્ર સજાગ છે જ. આ ગ્રંથમાં શિક્ષણના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પક્ષને ઉજાગર કરાયા છે. કોઈ ગ્રંથ માત્ર શિક્ષણ પર હોય એવી શક્યતા ઓછી હોઈ શકે. પરંતુ એ ગ્રંથમાં શિક્ષણનું મહત્ત્વ સ્થાપ્યું હોય એવું જરૂરી બને. અહીં જે દર્શનની ચાર શાખાઓ કહી છે તે શિક્ષણવિદ્યોને પ્રભાવિત કરે તેવી છે. અહીં તત્ત્વમીમાંસાની શિક્ષા પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ, જ્ઞાનમીમાંસાથી પાઠ્યક્રમ અને પાક્યવિધિ નક્કી થાય છે. મૂલ્યમીમાંસાના આધાર પર ગુરુશિષ્યની આચારસંહિતા અને અનુશાસન અંગેનો નિર્ણય થાય. અને તર્કશાસ્ત્રના ઉપયોગથી પાઠ્યક્રમ નિર્ધારિત થાય છે. આમ “સમણસુત્ત'માં શિક્ષાના વિવિધ અંગો અર્થાતુ શિક્ષાનું સ્વરૂપ, શિક્ષાનો ઉદ્દેશ્ય, શિષ્યની આચાર સંહિતા, ગુરુનું સ્વરૂપ, પાક્યવિષય, પાક્યવિધિઓ વગેરે વિશે વિપુલ સામગ્રી મળે છે. આ ગ્રંથમાં જ્ઞાન, શિક્ષા, વિદ્યા અને અધ્યયન વગેરે શબ્દોનો પ્રયોગ સમાનાર્થી રૂપે કરાયો છે. શિક્ષા પ્રાપ્ત કરવાની યોગ્યતા એ જ પ્રાપ્ત કરે છે જેને વિનય વરેલો હોય. અહીં જે બહુ જ મહત્ત્વની અને આજના સંદર્ભમાં લાગુ પાડી શકાય એવી એ વાત કરી છે કે - જે પ્રકારની શિક્ષા છે જેમાં એક તો ગુરુમુખે સાંભળીને ગ્રહણ કરાય છે અને બીજી અભ્યાસને આચરણમાં ઉતારીને જે પ્રાપ્ત થાય છે. આજે પ્રયોગિક શિક્ષણનું મહત્ત્વ વધી રહ્યું છે, પુસ્તકના જ્ઞાનને અને અનુભવમાં રૂપાંતરિત કરે એની જરૂર છે. વ્યાસપીઠ પર બિરાજમાન ગુરુ સુધી પહોંચવું એટલે અંદરના રજભર્યા અજ્ઞાનને દૂર કરી આંતરિક પ્રકાશ પ્રાપ્ત કરવો. આવો હેતુ જો શિક્ષાનો ન હોય તો શિક્ષા કઈ રીતે ઉપયોગી કહી શકાય ? જંગલમાં રહેતા મોગલી અને શહેરમાં રહેતા ગલી વચ્ચે જો પાયાનો ભેદ હોય તો તે છે કે એ કને શિક્ષણનું અજવાળું પ્રાપ્ત થયું છે, તેથી તે ઉન્નતિના માર્ગે સરળતાથી પહોંચી શકે અને અન્ય જેને હજી બે ભેદને સમજવાની તક પ્રાપ્ત નથી થઈ તો તે કઈ રીતે પોતાની અવસ્થા સમજી શકશે. આપણે એક વાત બહુ સ્પષ્ટ પણ સમજી લેવી જોઈએ કે મનુષ્યનું ધ્યેય આંતરિક વિકાસ હોય કે ભૌતિક વિકાસ પરંતુ તેને તે મંજિલ સુધી એ જ લઈ જઈ શકશે, જેની અંદર સમજણ અને જ્ઞાનનો સુમેળ થયો હશે. જૈનદર્શન આ જ્ઞાનનો મહિમા સમજે છે. તેને અનેક પ્રકારની કુશળતા અને જ્ઞાનને શિક્ષણનો ભાગ બનાવ્યા છે. ૧૫૦
A આદર્શ કેળવણીનું ઉપનિષદ |
ગ્રંથોમાં અને જીવનચરિત્રોમાં આ શિક્ષણનું મહત્ત્વ આડકતરી કે સીધી રીતે સામેલ કરાયું જ છે. પોતાના ઈશ્વરને સ્કૂલે મૂકવાની ચેષ્ટા કરતો પામર મનુષ્ય એટલે દર્શાવ્યો છે કે જેમ તીર્થંકરપ્રભુ જે સર્વજ્ઞાનને પામેલ છે, તે પણ જો અધ્યયન કરે તો મનુષ્ય તારી શું વિસાત ? અધ્યયન અને સ્વાધ્યાય જ મનુષ્યને સંસ્કૃત માનવી બનાવશે, એ વાત અનેક વાર કહેવાઈ છે. જે ગ્રંથ જૈનદર્શનના સાર સમો છે તેમાં પણ શિક્ષણને બાકાત નથી રાખ્યું. “સમણસુત્ત'માં શિક્ષણના ઉદ્દેશ્ય પણ આવે છે, જે માત્ર ભૌતિક ઉપલબ્ધિ નહિ પરંતુ આંતરિક ઉપલબ્ધિ દર્શાવે છે. એમાં આવે છે કે જ્ઞાન જ ચિત્તને એકાગ્ર કરે છે, જીવનમાં ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે, હવે આ વિધાનને આપણે અભિધા અને લક્ષણા બંને સંદર્ભમાં લઈ શકીએ કે જે માત્ર બાહ્ય આનંદ ઝંખે છે, તેને જ્ઞાન દ્વારા સારી નોકરી, પગાર વગેરે પ્રાપ્ત થાય છે અને જે આંતરિક આનંદ ઝંખે છે તે જ્ઞાન દ્વારા અંધકારને ઓળખી દૂર કરી શકે છે. શિક્ષણ મનુષ્યને આદર્શ નાગરિક બનાવે છે, આળસ ખંખેરી કાર્યશીલ બનાવે છે, શારીરિક વિકાસ સધાય છે અને ઇન્દ્રિયો પણ શિક્ષિત બને છે અર્થાત્ સાચું જોવાની, યોગ્ય સમજવાની દૃષ્ટિ પ્રાપ્ત થાય છે.
સમણસુત્ત' ગ્રંથ ગુરુના સ્વરૂપ વિશે પણ સ્પષ્ટતા કરે છે. સાચા ગુરુની શોધને મહત્ત્વ મધ્યકાલીન કવિ અખાએ આપ્યું હતું અને મધ્યકાલીન પરંપરામાં ગુરુ વિશે અનેક પદો પણ લખ્યાં છે. જો ગુરુ યોગ્ય મળે તો શિષ્ય જીવન તરી જાય, અન્યથા માર્ગમાં અટવાઈ જાય. અહીં બે બાબત સમજવાની જરૂર છે - એક ગુરુનું મહત્ત્વ અને ગુરુની યોગ્યતા. જેનપરંપરામાં ગુરુને આચાર્ય, ઉપાધ્યાય વગેરે પદવી અપાય છે અને તેમની પાસેથી જ્ઞાન મેળવે છે. તીર્થકરોને ભણાવવા માટે ઉપાધ્યાય ઘરે આવતા. સમકાલીન જૈનસંતાનો પાઠશાળામાં ભણવા મંદિર જાય છે, જ્યાં તેમને માત્ર ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે, આ બેની વચ્ચેનો એક માર્ગ સ્વાધ્યાય છે જ્યાં કુતૂહલતાને આધારે શિષ્ય ગુરુ પાસે જઈ પોતાની શંકાનું નિવારણ કરે. પરંતુ આ બધી રીતો હજી સર્વાગપૂર્ણ નથી લાગતી. “સમણસુત્ત'માં ગુરુની જે વિશેષતા કહી છે. તેને આધારે આપણી સર્વાગપૂર્ણ શિક્ષા અંગેની મહેચ્છા પૂર્ણ થાય છે. ગુરુ સમતાવાન, નિષ્પરિગ્રહી, નિર્મમત્વ, નિસંગ, સ્વપરહિતકારી વકતા અને ભોગો પ્રત્યે ઉદાસીન હોવો જોઈએ. એક તરફ ગુરુ માટેની વિશેષતા કહ્યા બાદ શિષ્ય માટેની આવશ્યક બાબતો કહે છે કે આદર્શ કેળવણીને ઉપનિષદ /
A ૧૫૧ |
Page #78
--------------------------------------------------------------------------
________________
શિસ્તબદ્ધ હોય, સેવા કરનાર હોય, અજ્ઞાનીઓથી દૂર રહે અર્થાત્ સાચી સંગતમાં રહે, આજે દરેક માબાપ સતત એ ચિતા કરતાં જ હોય છે કે - “એના બાળકના મિત્રો કોણ છે ? સાચી સંગતમાં છે કે નહિ ?'
શિષ્ય ચિંતન-મનન કરનાર હોવો જોઈએ, આહાર અને નિંદ્રા જે શરીર સાથે જોડાયેલી બાબત છે, જે સ્વાશ્ય અનુકૂળ રાખે છે, તે અંગે પણ વિચારાયું છે. હવે આજે આપણે મધ્યાહ્ન ભોજનની વ્યવસ્થા જોઈએ છીએ. જેમાં આર્થિક પરિસ્થિતિને કારણે સ્કૂલમાં જ ભોજન અપાય છે અને જેથી બાળકો સ્કૂલ તરફ આકર્ષાય, એવો ઉદ્દેશ્ય પણ રહ્યો છે. પરંતુ આજે જે જરૂરિયાતના ભાગરૂપે અપાઈ રહ્યું છે, તે એક સમયે સ્વાથ્ય સંદર્ભોથી વિચારાતું હતું અને તેમાં એ કાર્યની ગરિમા હતી, જે આજે હોત તો એમાં ભ્રષ્ટાચારના પ્રશ્નો ન નડત. શિષ્યની લાક્ષણિકતાઓ વિશે વાત કરતી વખતે ઉત્તમ જ્ઞાન મેળવવાનું પાત્ર શિષ્ય બને તેવી જ અપેક્ષા છે. ખ્રિસ્તી ધર્મમાં જે “કન્ફસ'ની પરંપરા છે, તેમ અહી પણ કહેવાયું છે કે - “પોતાના ગુરુ પાસે પોતાના દોષો કબૂલ કરવા જોઈએ.” અને એથી એક પગલું આગળ વધી જૈનદર્શન એ ગુના માટે આલોચના લેવાનું કહે છે, જેનું કારણ એ છે કે ફરી એ રસ્તે ન જવાય નહિ. તો આજના સમય જેવી પરિસ્થિતિ થઈ જાય કે “સોરી’ કહી વિસરી જાઓ, ફરી “સોરી' કહી ભૂલો કરતાં રહો. શિક્ષણનો ઉદ્દેશ્ય જે મનુષ્યને આંતરિક રીતે નિર્મળ બનાવવાનો છે, તે હેતુ અહીં પાર પડે છે. ડિગ્રીનાં થોથાં લઈ બહાર પડતાં અનેકોની વચ્ચે આંતરિક ઉજાશ શોધવો અઘરો થઈ પડ્યો છે. બુદ્ધિના શિક્ષણનો વિચાર કરતાં એક ભ્રામક ખ્યાલ દૂર કરવો જરૂરી છે. આજે આપણે ત્યાં મોટેભાગે એમ માનીને ચલાય છે કે - “બાળકના મગજમાં જેટલી માહિતી ઠાંસીએ તેટલું તે વધુ પ્રશિક્ષિત થયું. આપણી પરીક્ષાઓ પણ જાણે કે સ્મરણશક્તિની કસોટી લેવાની હોય એવી જ હોય છે અને પાઠ્યક્રમ પણ એવો ગોઠવાય છે કે જેને લીધે બાળકો પોતાની પીઠ પર પુસ્તકો અને નોટબુકોનો ભાર ઉપાડતાં થાય છે. સહેજે પર્વતારોહક શ્રમિકોની યાદ આપે તેવા. અંગ્રેજોના સમયમાં ચાલતું હતું તે મેકોલેને તો એવું જ શિક્ષણ ખપતું હતું કે - “જેમાં એના વિદ્યાર્થીઓના મગજમાં ઠાંસીઠાંસીને માહિતી ભરી હોય. ગાંધીજીએ નયી તાલીમ અંગેના જે વિચારો વ્યક્ત કર્યા, તેમાં એમ કહ્યું કે - “બાળકનું શરીર, તેની બુદ્ધિ અને તેના આત્માનો જેમાં વિકાસ થાય તે જ સાચું શિક્ષણ. ડૉ. ઝાકીરહુસેને ૧૫૨
VIII) આદર્શ કેળવણીને ઉપનિષદ |
બુનિયાદી તાલીમ અંગે જે યોજના ઘડી, તેમાં ઉદ્યોગ, સમાજ અને પ્રકૃતિને શિક્ષણના માધ્યમો માન્યાં. વિનોબાજી એ એક નયી તાલીમ સંમેલનમાં યોગ સહયોગ અને ઉદ્યોગ એવા શબ્દપ્રયોગ કર્યો. આ તમામ મહાનુભાવોના વિચારોમાં આપણને એકસરખો પ્રવાહ જોવા મળશે. આપણે આપણા સમગ્ર શિક્ષણનો વિચાર આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરીએ. જૈનદર્શનમાં હવે “સમણસુત્ત' ગ્રંથની દૃષ્ટિએ વિચાર કરો તો સમજાશે કે - “આ બુનિયાદી તાલીમ કે કેળવણીની વાત આપણે ત્યાં થઈ ગઈ છે, પરંતુ આપણે અંગ્રેજોએ આપેલા વારસામાંથી મુક્ત થવામાં નબળા પડીએ છીએ. આ ગ્રંથમાં આગમજ્ઞાન, સૃષ્ટિજ્ઞાન, ભૂગોળ, પ્રાણીશાસ્ત્ર, તત્ત્વમીમાંસા, જ્ઞાનમીમાંસા, નીતિશાસ્ત્રવ્યાકરણ, સ્વાશ્યવિજ્ઞાન અને મનોવિજ્ઞાન જેવા અનેક વિષયોના શિક્ષણ પર ભાર મુકાયો છે. શિક્ષાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીના સર્વાગી વિકાસ તરફ હોવો જોઈએ, અને તે અંગે જૈનદર્શન જાગૃત હતું. નીતિ, રીતિ અને પ્રમાણનો સમન્વય એમાં સધાતો હતો. જેને કેળવણી કહી શકાય એ અર્થનું એ જ્ઞાન હતું. પરંતુ આજે આ દર્શન “ધાર્મિક’ શબ્દના આવરણ હેઠળ નકારવામાં આવે છે, આનો હાર્દ પકડવાને બદલે આપણને મશીનમાંથી તૈયાર થતાં એકસરખા ચેતનાવિહીન ઉત્પાદનમાં રસ છે. જેથી માત્ર સમાજવ્યવસ્થા જ નહિ, દેશ પર પણ અવળી અસર પડવાની સંભાવના છે. શિક્ષણને કેળવણીમાં ફેરવવાનો આ સમય છે, ઊપલબ્ધ માહિતીના અપાર ઢગલા વચ્ચેથી ખપની માહિતી મેળવવી, એ મેળવતાં શીખવું અને એ વચ્ચેનો ભેદ કરવો એ જ મોટું કામ છે. નારાયણ દેસાઈએ કહ્યું છે તે મુજબ - “આત્માનો વિકાસ એ કોઈ પાઠ્યપુસ્તક કે ઉપદેશથી કરી શકાશે નહિ. આત્માનો વિકાસ તો શિક્ષકના ચારિત્ર્ય પરથી જ થઈ શકશે.’ અને તેથી શિક્ષકે આ બાબતમાં પાઠ્યપુસ્તકોનો આધાર શોધવાને બદલે આત્મશોધનનો જ પ્રયાસ કરવો રહ્યો. આ બાબત આપણે બહારથી નહિ. આપણા મૂળમાંથી મળશે. આપણી પરંપરામાંથી મળશે. ધર્મનો સંબંધ મનુષ્યના જીવતાં જીવન સાથે સીધો છે, માટે એના દાર્શનિક ગ્રંથોમાં જે લખ્યું છે. તેને આપણે વાચતાં અને સમજતાં શીખી ગયા હોત તો આજે જે સહુથી મહત્ત્વનો સ્તંભ છે તે અંગે આપણે ચર્ચા ન કરતા હોત, આપણે તો આપણા જ સ્તંભને અવગણી આપની જાતને પોકળ બનાવી. અન્યનાં આકર્ષણમાં આપના મૂળ સિદ્ધાંતને ભૂલી ગયા. જૈનદર્શન એ માત્ર ધર્મદર્શન નથી, પરંતુ એ જીવનદર્શન છે, એટલું સમજયા પછી આદર્શ કેળવણીનું ઉપનિષદ 9
Page #79
--------------------------------------------------------------------------
________________
મોટા ભાગના પ્રશ્નો આપોઆપ ઉકેલાઈ જશે. આ પ્રકારની શિક્ષણ અંગેની વિચારણા અન્ય ધર્મમાંથી પણ હશે જ અને મૂળ સુધી સ્પર્શનારી હશે, હવે એ અંગે ચર્ચા થાય અને ધર્મનો એ રીતે સ્વીકાર કરતાં શીખીએ, એ સમય આવી ગયો છે. અંતે નારાયણ દેસાઈના શિક્ષણ અંગેના લેખમાં વાંચેલો એક પ્રસંગ મૂકી વાત પૂરી કરું છું.
દુનિયાના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ પર બે વ્યક્તિઓ એકસાથે ચઢી, બંનેએ નક્કી કર્યું હતું કે - “અમારામાંથી કોઈ પહેલો અને બીજો નહિ, બંને સાથે.' એ ખૂબ ડહાપણભરેલો નિર્ણય હતો, નહિ તો આ સ્પર્ધાત્મક દુનિયામાં હિલેરી અને તેનસિંગ વચ્ચે પણ લોકો સ્પર્ધા ખડી કરત ! પણ આ બંને વ્યક્તિઓએ પોતપોતાની મનોભાવનાઓ તે દિવસે જે રીતે પ્રદર્શિત કરી, તે પ્રકૃતિ અને મનુષ્યના સંબંધો વિશે બે વલણો દેખાડી આપે છે, એ ભૂલવું જોઈએ નહિ. હિલેરીએ માઉન્ટ એવરેસ્ટ પર ઝંડો ફરકાવ્યો. તેનસિંગે એવરેસ્ટની ચપટીક માટી ઉપાડી પોતાના મસ્તક પર ચઢાવી. આપણે એ નક્કી કરવાનો સમય આવી પહોંચ્યો છે કે મનુષ્ય પ્રકૃતિના સ્વામી બનવું છે કે સંતાન ?”
થોડા દિવસ પહેલાં છાપામાં આવ્યું હતું કે - “બારમાની પરીક્ષા ખૂબ સારા માર્ક્સ સાથે પાસ કરનાર વિદ્યાર્થી એન્જિનિઅરિંગ કૉલેજમાં ઘણી વાર સારું નથી કરી શકતો; કારણ મોટા ભાગના વિદ્યાર્થીઓને ગોખીને પાસ થવાની આદત પડી ગઈ હતી પરંતુ શીખવાની બાબતમાં તેઓ પાછળ પડતા હતા. કેળવણી એ શિક્ષણ માટે સાચો શબ્દ છે, જૈનદર્શને સગપૂર્ણ શિક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એ માટે તાલીમ, નૈતિકતા, મૂલ્યો આધારિત શિક્ષણની જરૂરિયાત પર ભાર મુકાયો છે, જેને જૈનચિંતનમાં વણી લેવાયું છે. હવે આ સમયે આ ચિંતનને કોઈ પૂર્વગ્રહ વગર હવે સ્વીકારવાનો સમય આવી ગયો છે !”
(ડૉ. સેજલ શાહ મણિબહેન નાણાવટી વિમેન્સ કૉલેજના ગુજરાતી ભાષાના અધ્યાપક અને વિભાગાધ્યક્ષ છે. “પ્રબુદ્ધજીવન'ના તંત્રી છે. એમને બે પુસ્તકો લખ્યાં છે - “મુકી ભીતરની આઝાદી અને “આંતરકૃતિત્વ અને ગુજરાતી કવિતામાં તેનો વિનિયોગ' ઉપરાંત ગુજરાતી પદ્યવિમર્શ : ફાગુ, બારમાસીનું સંપાદનકાર્ય કર્યું છે.)
શ્રી સ્વામિનારાયણ ધર્મમાં કેળવણી વિચાર
ન ડો. દેવવલ્લભ સ્વામી ; કેળવણી એટલે જીવનઘડતર, માત્ર શાબ્દિક જ્ઞાન નહિ. વિશ્વના દરેક ધર્મસંપ્રદાયોએ કેળવણી ઉપર ભાર મૂક્યો છે અને કેળવણી કેવા પ્રકારની હોવી જોઈએ તે અંગે ધર્માદેશો આપ્યા છે. કેળવણી જ માણસને સાચા અર્થમાં માણસ બનાવે છે. કેળવણી એટલે તન, મન, બુદ્ધિ અને સંવેદનાનુ સમ્યગુ ઘડતર. વ્યાપક અર્થમાં કેળવણી એટલે જીવન જીવવાની કળા.
અત્રે શ્રી સ્વામિનારાયણ ધર્મસંપ્રદાયની કેળવણીવિષયક વિભાવના - સંકલ્પના સંક્ષેપમાં જોઈએ.
શ્રી સ્વામિનાનારાયણ સંપ્રદાયના પ્રવર્તકશ્રી સહજાનંદ સ્વામી (શ્રી સ્વામિનારાયણ ભગવાન)એ કેળવણીને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. તેમનાં જીવનમાંથી જ કેળવણીના ઉચ્ચ આદર્શો દૃષ્ટિગોચર થાય છે.
સહજાનંદ સ્વામીએ સંસ્કૃત વેદવેદાંગ વગેરેનો અભ્યાસ તેમના પિતાશ્રી ધર્મદેવ પાસેથી કર્યો હતો. નાની વયમાં કાશી, પ્રયાગ વગેરેમાં વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરીને ધર્મનો સમન્વયાત્મક દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો.
ધર્મદેવ પ્રકાંડ પંડિત હતા. તેમણે જ પોતાના નાના પુત્ર ઘનશ્યામ(સહજાનંદ સ્વામીનું બાળપણનું હુલામણું નામ)ને ધર્મની સમગ્ર શિક્ષાદીક્ષા આપી હતી. એ બતાવે છે કે - “બાળકની કેળવણીના શ્રીગણેશ પોતાના ઘરેથી જ થાય છે. જો માતાપિતા શિક્ષિત અને સંસ્કારી હોય તો તે પોતાના બાળકના જીવનઘડતરમાં કોઈ કચાશ રાખતા નથી. સવેતન શિક્ષાશાસ્ત્રીઓ બાળકને અક્ષરજ્ઞાન આપી શકે, પરંતુ તેના જીવનનો સર્વાગી વિકાસ કરી શકે નહિ. માટે દરેક માતાપિતાએ પોતાના બાળકના ઉછેરની સાથે તેના શિક્ષણ અને સંસ્કારસિંચનમાં સ્વજાગૃતિ રાખવી જોઈએ અને તે માટે જાતે સંનિષ્ઠ પ્રયત્ન કરવો જોઈએ.’
વ્યક્તિએ પોતાના જ્ઞાનનો સદુપયોગ કરીને વિવાદો શમાવવા પ્રયાસ કરવો જોઈએ, નહિ કે નવા વિવાદો ઊભા કરવા. સહજાનંદ સ્વામીએ તે કરી બતાવ્યું અને દિશાસૂચન કર્યું. | સહજાનંદ સ્વામીએ પોતાનાં માતાપિતાના દેહાવસાન પછી ગૃહત્યાગ કરીને નાનીવયમાં વર્ણવેશે સમગ્ર ભારતની યાત્રા કરીને સમાજની આદર્શ કેળવણીનું ઉપનિષદ /
KB) ૧૫૫ |
| ૧૫૪
)
CA આદર્શ કેળવણીનું ઉપનિષદ
Page #80
--------------------------------------------------------------------------
________________
સાચી સ્થિતિનો ચિતાર મેળવ્યો. અનેક તીર્થસ્થાનોમાં ફર્યા. પુલહાશ્રમમાં ગોપાળયોગી પાસેથી અષ્ટાંગ યોગ શીખ્યા.
કેળવણીમાં પ્રવાસનું ખૂબ મહત્ત્વ છે. તેનાથી વ્યક્તિ અનેક લોકોના સંપર્કમાં આવે છે. વિવિધ જાતિ, ધર્મ, પ્રાંત વગેરેના લોકોના રીતરિવાજો, સ્વભાવ, ભૌગોલિક સ્થિતિ, પર્યાવરણ વગેરેનો પ્રત્યક્ષ અનુભવ મળે છે. સારા-નરસા અનુભવોનું પાથેય લાધે છે. શાબ્દિક-જ્ઞાન કરતાં આનુભવિક જ્ઞાન ચડિયાતું છે.
સહજાનંદ સ્વામીએ જાતે જ પોતાના ત્યાગી સાધુઓ અને ગૃહસ્થ ભક્તોને યોગની શિક્ષા આપી અને યોગનું મહત્ત્વ સમજાવ્યું. સહજાનંદ સ્વામીના સમકાલીન સંતો, ભક્તોમાં અનેક લોકો અષ્ટાંગયોગમાં પારંગત હતા. તેઓ સ્વેચ્છાથી સમાધિમાં જઈ શકતા અને બીજાને પણ મોકલી શકતા.
કેળવણીમાં યોગવિદ્યા એક મહત્ત્વનું અંગ છે. તેનાથી આંતરિક અને બાહ્ય શક્તિઓનો વિકાસ થાય છે. શરીર સુદઢ બને છે, મનોબળ વધે છે, તેથી સ્વામિનારાયણ ધર્મમાં યોગના શિક્ષણને સવિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
સહજાનંદ સ્વામીએ કેળવણીમાં સંગીત અને નૃત્યને અદકેરું મહત્ત્વ આપ્યું હતું. તેમની પાસે સંગીતજ્ઞોની એક મોટી ફોજ હતી. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી, સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી વગેરે ઉચ્ચ કોટિના સંગીતજ્ઞો તથા નૃત્યકળા વિશારદ હતા. શ્રી મુક્તાનંદ સ્વામીએ તો તે સમયના ખ્યાતનામ ગ્વાલિયરના ગવૈયાઓને પણ સંગીત અને નૃત્યકળામાં માત કરેલા તથા અનેક સભાઓ જીતેલી તેના પુરાવાઓ મળે છે. દીપકરાગ ગાવાથી દીવડાઓ પ્રગટે છે અને મેઘ મલાર ગાવાથી વૃષ્ટિ થાય છે, તે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ સિદ્ધ કરી બતાવેલુ. - શ્રી સહજાનંદ સ્વામીના મતે સંગીત અને નૃત્યકળા એ કેળવણીના અનિવાર્ય અંગ છે. આજે પણ કિલ્લા પારડીમાં સ્વા. ધર્મનો - વલ્લભ સંગીત આશ્રમ છે. તેના સ્થાપક પૂ. ચૈતન્ય સ્વામી સંગીતના બેતાજ બાદશાહ છે. સંગીત અને નૃત્યથી માણસનું જીવન લયબદ્ધ બને છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ તનાવમુક્ત જીવન રાખવામાં આ કળાઓ જડીબુટ્ટીનું કામ કરે છે. તેનાથી માણસની આંતરિક ચેતના સમૃદ્ધ બને છે. અને ભાવાત્મક વિકાસ થાય છે. [ ૧૫૬ .
MLA આદર્શ કેળવણીનું ઉપનિષદ |
સહજાનંદ સ્વામીએ કેળવણીમાં ચિત્રકળાને પણ મહત્ત્વ આપ્યું છે. સ્વા. સંપ્રદાયમાં સદ્દગુરુ આધારાનંદ સ્વામી, નારણભાઈ વગેરે અનેક સિદ્ધહસ્ત ચિત્રકારો થયા છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીકેળવણીને પણ ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. સહજાનંદ સ્વામીએ તે માટે સંપ્રદાયમાં સ્ત્રી-પુરુષોની અલગ ધર્મસભા, મંદિરો વગેરેની વ્યવસ્થા કરી, તે આજપર્યત જોવા મળે છે. બહેનોનાં મંદિરો, સભાઓ વગેરેનું સમગ્ર સંચાલન બહેનો જ સંભાળે છે, તેથી સ્ત્રીશિક્ષણને ઉત્તેજન મળે છે. ભણેલો દીકરો એક કુળને તારે છે. જ્યારે ભણેલી દીકરી પિતૃકુળ અને સ્વસુરકુળ એમ બે કુળને ઉજાળે છે. એક માતા સો શિક્ષકની ગરજ સારે છે.” એ સર્વવિદિત છે. જો સ્ત્રી ભણેલી હોય તો ઘરની વ્યવસ્થા સુચારુ રૂપે કરી શકે છે અને બાળકોના ઉછેર, શિક્ષણ, સંસ્કાર સિંચન વગેરે સારી રીતે કરી શકે છે. એટલું જ નહિ, પુરુષને માર્ગદર્શક અને મદદરૂપ પણ થઈ શકે છે.'
સહજાનંદ સ્વામીએ સ્ત્રીશિક્ષણ - કન્યાકેળવણી માટે કવિ નર્મદના જેવું ઉગ્ર આંદોલન નથી ચલાવ્યું, પરંતુ કન્યાકેળવણીને ઉત્તેજન મળે તે માટે તેને ધર્મનું એક મહત્ત્વનું અંગ ગયું છે. આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક ત્યાગી-સાધ્વી વિદુષીઓ છે.
સહજાનંદ સ્વામીએ પ્રૌઢશિક્ષણને પણ મહત્ત્વ આપ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક ત્યાગી સંતોને ૪૫ વર્ષ પછીની ઉમરે પણ ભણવા માટે મોકલ્યાના અનેક દાખલાઓ નોંધાયા છે. કેળવણી માટે ઉંમરનો કોઈ બાધ નથી.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષણ સાથે શ્રમને સાંકળી લેવામાં આવ્યો છે. આ શ્રમની સંકલ્પનાને “સેવા” કહેવામાં આવે છે. આજના શિક્ષણમાં શ્રમ પ્રત્યેની સુગ જોવા મળે છે. બૌદ્ધિક-કાર્યો સાથે શારીરિકશ્રમ પણ જરૂરી છે, તો જ તન, મન, તંદુરસ્ત રહી શકે. સ્વામિનારાયણ ધર્મની કેળવણીની શ્રમયુક્ત શિક્ષણની પરંપરા વ્યકિતને સ્વનિર્ભર બનવામાં મદદરૂપ થાય છે. - ટૂંકમાં, શ્રી સ્વામિનારાયણ ધર્મની કેળવણીની વિભાવનામાં માતાપિતાની સક્રિય ભૂમિકા, સકારાત્મક દૃષ્ટિકોણ, પ્રવાસ પર્યટન દ્વારા જીવંત શિક્ષણ, યોગ, સંગીત, નૃત્યકળા, ચિત્રકળા, સ્ત્રીશિક્ષણ, પ્રૌઢશિક્ષણ આદર્શ કેળવણીનું ઉપનિષદ
I ૧૫o.
Page #81
--------------------------------------------------------------------------
________________
વગેરેને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ બધી કળાઓને સહજાનંદ
સ્વામી શિક્ષણનાં અભિન્ન અંગો માને છે.
સહજાનંદ સ્વામીએ ‘શિક્ષાપત્રી'માં એક મહત્ત્વનો ધર્માદેશ આપતા કહ્યું છે કે -
संस्थाप्य विप्रं विद्वांसं पाठशाला विधाप्य च । प्रवर्तनीया सद्विद्या भुवि यत्सुकृतं महत् ॥ (fશક્ષાપત્રી ો - ૨૩૨) સહજાનંદ સ્વામી કહે છે કે - “અમારા આશ્રિતોએ શિક્ષણના પ્રસાર-પ્રચાર માટે પાઠશાળા (શાળા - મહાશાળાઓ) સ્થાપવી અને તેમાં વિદ્વાન પ્રાધ્યાપકોને રાખીને સદ્વિઘા(જીવપ્રાણીમાત્રનું ભલું થાય તેવી વિદ્યા)નું પ્રવર્તન કરવું; કારણ કે સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે.”
ભારતીય પ્રાચીન શાસ્ત્રો કહે છે કે -
'अन्नेन क्षणिका तृप्ति, यावद् जीवम् च विद्याया ।' અર્થાત્ અશથી વ્યક્તિને થોડી વાર માટે તૃપ્તિ મળે છે, જ્યારે વિદ્યાજ્ઞાનદાનથી આજીવન તૃપ્તિ મળે છે.' ભારતની આ વિદ્યાદાનની પ્રાચીન પરંપરાને જીવંત રાખવા અને તેનો વ્યાપ વધારવામાં સ્વામિનારાયણ સંપ્રદાયનુ ખૂબ મોટું યોગદાન છે.
આજે પણ સ્વામિનારાયણ ધર્મના ૧૧ જેટલા નાના-મોટા ફિરકાઓ વચ્ચે આંતરિક મતભેદો હોવા છતાં શિક્ષણ બાબતે સૌ એકમત છે. સમાજનું ઉત્થાન શિક્ષણ વિના શક્ય નથી. બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાગી સાધુઓ દ્વારા ૨૦૦ જેટલી ગુરુકુળ શિક્ષણ સંસ્થાઓ ચાલે છે. તેમાં વર્તમાન શિક્ષણના અનેકવિધ પ્રવાહો સાથે સહજાનંદ સ્વામીએ બતાવેલા આદર્શો પ્રમાણેની કેળવણી આપવામાં આવે છે.
(લેખક : એમ.એ., બી.એડ્., પી.એચ. ડી., વેદાંતદર્શન, સાહિત્યાચાર્ય ‘સ્વામિનારાયણ દર્શન' માસિકના તંત્રી તથા શ્રી સહજાનંદ ગુરુકુળ, ખાંભાના સંચાલક અને વિદ્યાલય, ખાંભામાં આચાર્ય તરીકે માનસેવા બજાવે છે. ૪૦ જેટલાં ધર્મ, શિક્ષણ વગેરેને લગતાં પુસ્તકોનું લેખન અને પ્રકાશન કરેલ છે.)
૧૫૮
આદર્શ કેળવણીનું ઉપનિષદ
આદર્શ કેળવણી સ્વાતિબહેન નવલકાન્ત જોષી
'True knowledge is not offained by Ehinking.' It is what you are; it is what you become. Sri Aurobinds. મારો આ લેખ સૌપ્રથમ તો શ્રીમાતાજી તથા મહર્ષિ અરવિંદને શ્રદ્ધાપૂર્વક સમર્પિત કરું છું જેમણે પોંડિચેરી આશ્રમ તથા ‘ઓરોવિલે’માં આદર્શ કેળવણીને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે.
‘ગુરુાં ગુરુ' એવા મારાં માતા-પિતાને કોટિ-કોટિ વંદન કરું છું. જેમણે ૫૦ વર્ષની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન નિઃસ્વાર્થભાવે અસંખ્ય વિદ્યાર્થીઓનું જીવનઘડતર કર્યું છે. પ્રેમ અને વાત્સલ્યનાં અમૃત પાયાં છે.
આદર્શ કેળવણી અને વાસ્તવિકતા વચ્ચેની ખાઈ એટલી પહોળી અને ઊંડી છે કે ‘શિક્ષણમાં ક્રાંતિ'ની ફક્ત વાતો ઘણી થાય છે પરંતુ તેનો અમલ થતાં પહેલાં જ ક્રાંતિની મશાલો બુઝાઈ જાય છે. શિક્ષણક્ષેત્રમાં મારા ૩૦ વર્ષના અનુભવ પછી કેટલાંક તારણો અહીં રજૂ કરું છું. આદર્શ કેળવણી
૧. આદર્શ કેળવણીનું અંતિમ લક્ષ્ય તો છે આત્મસાક્ષાત્કાર અને પરમાત્માની પ્રાપ્તિ. અર્થાત્ પરમાત્મા સ્વયં ક્ષણેક્ષણ મનુષ્યમાં અભિવ્યક્તિ પામે.
૨. આદર્શ કેળવણી એટલે દિવ્ય પ્રકાશની પ્રાપ્તિ. દિવ્ય પ્રેમ અને આનંદની ઉપલબ્ધિ. અર્થાત્ વીપમે ટ્રીપ નભે - જ્યોત થકી જ્યોત પ્રગટે. ૩. આદર્શ કેળવણી એટલે શક્તિસંક્રમણ દ્વારા સંબોધી. પ્રાચીન અવતારો જેમ કે - શ્રીરામ અને શ્રીકૃષ્ણ ધર્મજ્યોતિર્ધરો. જેમ કે - મહાવીર પ્રભુ, ભગવાન બુદ્ધ, સત્યવીર સોક્રેટિસ, જિસસ ક્રાઇસ્ટ, અશો જરથ્રુસ્ટ્ર, હઝરત મહંમદ પેગંબર, મધ્યયુગમાં ગુરુ નાનકદેવ, પ્રેમદીવાની મીરાં, સંત કબીર, સંત તુલસીદાસ, સંત જ્ઞાનેશ્વર આદિ શંકરાચાર્ય અને સ્વામી સહજાનંદ. પુષ્ટિમાર્ગના પ્રણેતા શ્રી વલ્લભાચાર્યને શી રીતે ભૂલી શકાય ? આધુનિક યુગમાં શ્રીરામકૃષ્ણ પરમહંસ, મહર્ષિ રમણ, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, ઓશો રજનીશ તથા જે. કૃષ્ણમૂર્તિના સ્પર્શ, આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧૫૯
Page #82
--------------------------------------------------------------------------
________________
સંપર્ક, શ્રવણ અને વાંચનમાત્રથી થતી આત્માનુભૂતિ. ઉપર્યુક્ત દિવ્ય
ચેતનાઓ આજે પણ સક્રિય છે. ૪. આદર્શ કેળવણી એટલે Education for 3 *H' - Head, Hands
and Heart. આદર્શ કેળવણી એ મસ્તિષ્ક, હાથ અને હૃદય ત્રણેયને
સ્પર્શવી જોઈએ. અર્થાતુ વિદ્યાર્થીમાં બુદ્ધિપ્રતિભા વિકસે, તે આત્મનિર્ભર બને, બીજાને સહાય કરવા હંમેશાં તત્પર હોય અને ખુલ્લા
દિલથી ખડખડાટ હસી શકે; જીવનનો સંપૂર્ણ આનંદ માણી શકે. ૫. આદર્શ કેળવણી એટલે વ્યક્તિત્વઘડતર. પરંતુ તેથીય વિશેષ તો
ચારિત્ર્ય ઘડતર. શિક્ષણ એટલે વ્યકિતત્વમાં વણાઈ ગયેલા એવા કેટલાક આદર્શો અને જીવનમૂલ્યો કે ગમે તેવી વિપત્તિઓ આવે તો પણ તેમાં બાંધછોડ કે Compromise કરવાનો સવાલ
જ ઊભો ન થાય. ૬. આદર્શ કેળવણી એટલે કલાઓમાં નિપુણતા, કારીગરીનું કૌશલ્ય,
વિજ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ અને વ્યાપારવાણિજ્યમાં કુનેહ. દરેક વિષયમાં શિક્ષક તેમ જ વિદ્યાર્થીનું ઊંડાણ - સહજ પ્રભુત્વ એટલે કે
માસ્ટરી'. ૭. આદર્શ કેળવણી એટલે સદ્ગુરુના સાંનિધ્યમાં રચાતું ઉપનિષદ્.
ગુરુની આંખોમાંથી વરસતો અઢળક પ્રેમ અને વાત્સલ્ય, તેમાં
સતત ભીંજાતો શિષ્ય અને તેને અનુભવાતી ધન્યતા. આજની વાસ્તવિકતા : ૧. શિક્ષણ એટલે પરીક્ષાઓ પાસ કરવી, ડિગ્રીઓ મેળવવી, મહેનતથી ન
મળે તો ખરીદી લેવી. ડોનેશન પછી જ એડમિશન. પૈસાનો પ્રસાદ ધરો તો જ ખાનગી કે સરકારી નોકરી. સેલ્ફ ફાઈનાન્સ સંસ્થાઓ અને પ્રાઇવેટ કોચિંગ ક્લાસીઝ વાલીઓનાં ખિસ્સાં ખંખેરી લે છે.
શિક્ષણનું અધધધ વ્યાવસાયીકરણ ! ૨. શિક્ષણ એટલે પરીક્ષામાં ગેરરીતિ, પેપરો ફૂટી જવા, માસ કૉપી, CCTV
કૅમેરા તોડીફોડી નાખવા અથવા તેના પર મ્યુઇંગ ગમ ચોંટાડી દેવી, માન્યામાં ન આવે તેવી રકમ આપી પરીક્ષા બોર્ડ ટોપટેન લિસ્ટમાં નંબર લાવવા, ડૉક્ટર કે ઇન્જિનિયર બની વહેલી તકે દેશ
છોડી વિદેશ જતા રહેવું. વિદેશી જીવનશૈલી તરફ આંધળી દોટ. | ૧૬૦ .
A આદર્શ કેળવણીનું ઉપનિષદ
૩. મોટા ભાગના શિક્ષકોને કામ કર્યા વગર પગાર લેવો છે. મસ્ટરમાં
સહી કરી વહેલી તકે ઘરે જવું છે. શાળા-કોલેજોમાં સ્ટાફરૂમની અંદર પાનમાવા ખાતા-ખાતાં પરનિંદા કરવી છે. પેપર તપાસ્યા વગર માર્કશીટ ભરવી છે. નછૂટકે બસ, જેમતેમ કોર્સ પૂરા કરવા છે. સ્કૂલે આવનાર વિદ્યાર્થીને, “શું કરવા આવ્યા છો ? કંઈ કામધંધો નથી ? ઘરે બેસી પરીક્ષાની તૈયારી કરો.” એવું કહેનારા શિક્ષકોની બહુમતી છે. બધા શિક્ષકો (?) ભેગા મળી કોઈ એકલદોકલ નિષ્ઠાવાન શિક્ષકનું “મોરલ’ તોડી નાંખે છે. ઠંડા - કલેજે મા સરસ્વતીની હત્યા કરે છે. જાણે કે કોઈ સમજદાર શિક્ષકને પાગલખાનામાં પૂરી દેવામાં આવ્યો હોય એવી તેની દુર્દશા થાય છે. વાલીઓ કહે છે.
યૂશનવાળા શિક્ષક પ્રશ્નપત્ર સોલ્વ કરીને પરીક્ષાખંડમાં મોકલે છે. એણે ! કેટલા સારા શિક્ષક છે ! ટ્યૂશન ફી વસૂલ થઈ ગઈ !
આ વાંચીને કદાચ આપને એવો પ્રશ્ન થાય કે - “બધા મળીને વિદ્યાર્થીઓનું લોહી પીએ છે?” ના, એવું નથી. વિદ્યાર્થીઓ પણ નીચે
લખ્યા પ્રમાણે “પપ્પાના પૈસે જલસા કરે છે. ૪. શિક્ષણ તો ઠીક હવે... પણ કૉપ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટ ફોન, સ્માર્ટ
ટી.વી., ફિલ્મો વગેરેમાં આજનો વિદ્યાર્થી વાલી અને શિક્ષક કરતાં અનેક ડગલાં આગળ હોય છે. હાઇટ - બોડી - પર્સનાલિટીની કાળજી લે છે. જીમમાં જાય છે. બ્રાંડેડ કપડાં, ગોગલ્સ, સેલફોન અને મોટરબાઇક લઈ કૉલેજે જાય છે. મસ્ત ગર્લફ્રેન્ડ મળે તેનો આધાર પોકેટમની’ પર હોય છે. પાર્ટી - પિકનિક - નાઇટ ક્લબની મજા માણે છે. સિગરેટ - શરાબ - નોનવેજ ફૂડનો કોઈ બાધ નથી. ફેઇસબુક - ટ્વીટર - વોટ્સ એપનો વ્યસની છે. આજનો વિદ્યાર્થી શું બનવા માંગે છે ? સલમાન, સચિન, ધોની કે વિરાટ કોહલી બનવું છે. એકમાત્ર ખાનગી મહત્ત્વાકાંક્ષા છે. ગાડી, બંગલો, બૅન્ક બેલેન્સ અને વિદેશપ્રવાસ. એમાં કશું અયોગ્ય પણ નથી. પરંતુ એકસાથે ઘણી છોકરીઓને લવ-મેસેજ મોકલે છે. લાગે તો તીર, નહિતર તુક્કો ! ટ્રાય કરવામાં શું વાંધો ? લવ અફેર્સ અને બ્રેકઅપ એ સામાન્ય રુટિન છે. કેટલાક તો કપડાંની જેમ ગર્લફ્રેન્ડ બદલે છે. અશ્લીલ વેબસાઇટો ખોલે છે. અશ્લીલ ફિલ્મો જુએ છે. જીવનમૂલ્યો ? એ વળી કઈ બલા ? શુદ્ધ ચારિત્ર્ય ?
Out of date. | આદર્શ કેળવણીને ઉપનિષદ
IIM ૧૧ |
Page #83
--------------------------------------------------------------------------
________________
૬. આજનો વિદ્યાર્થી ક્યારેક મંદિરે પણ જાય છે. માતાપિતાએ આપેલ
સંસ્કારોને જીવનમાં ઉતારે છે. પોતાની ફરજ પ્રત્યે સભાન છે. ફરજ નિભાવે પણ છે. બીજાને મદદ કરે છે. સમાજસેવા કરે છે. સલાહ બધાની સાંભળે પણ પોતાનું ધાર્યું કરે છે. મોટેભાગે ઘરમાં જ ન હોય.
મમ્મીએ પીરસેલ વાનગીઓ પ્રેમથી જમે છે, પરંતુ ફાસ્ટફૂડની શોખીન છે. ૭. પુસ્તકો વાંચવાનો સવાલ જ નથી; કારણ કે ઇન્ટરનેટ આંગળીના
ટેરવે છે. માહિતી તેમ જ મનોરંજનની દુનિયા એક જ ક્લીકમાં ખૂલી જાય છે. આજનો વિદ્યાર્થી પૂર્વગ્રહો, વહેમો અને અંધશ્રદ્ધાથી મુક્ત છે. ઈશ્વરને પામવાની તેને કોઈ ઉતાવળ નથી. ગળાકાપ સ્પર્ધાના જમાનામાં તે જીવે છે. સોમાં સોંસરવો નીકળે છે. સફળતા’નો પૂજારી છે. ગમે તે ભોગે સફળતા પ્રાપ્ત કરીને જ જંપે છે. ‘સા વિદ્યા યા વિમુવત' - વિદ્યા એ છે જે મુક્તિ આપે છે.” શાળામાં જયારે છેલ્લો બેલ વાગે ત્યારે જ સંસ્કૃતની આ ઉક્તિ સાર્થક થાય છે ! શિક્ષક અને વિદ્યાર્થી બંને રાહત અનુભવે છે.
વાસ્તવિકતા આટલી ભયાનક હોવા છતાં મારા વિદ્યાર્થીઓએ મને કદી નિરાશ કરી નથી. મારી અપેક્ષા કરતાં અનેકગણી સિદ્ધિઓ મેળવી છે. મારા વિદ્યાર્થીઓ માટે મને ખરેખર ગૌરવ છે. હજુ પણ વિશ્વમાં ઉત્તમ શિક્ષકો અને ઉત્તમ વિદ્યાર્થીઓ છે. તેઓ જ્યાં-જ્યાં છે, ત્યાં-ત્યાં ઉપનિષદ્ રચાય છે, નવી પેઢી ઘડાય છે. નવસર્જન તેમ જ યુગનિર્માણ થાય છે.
પરંતુ જો અવિવેક ન લાગે તો એક સવાલ પૂછું ? “શિક્ષણ સેમિનારમાં સારા - સારા માણસો, સારા - સારા વિષયો પર સારા-સારા વિચારોનું આદાનપ્રદાન કરી બે દિવસમાં છૂટ્ટા પડી જાય, તેથી શિક્ષણક્ષેત્રમાં ક્રાંતિ સર્જાય ખરી ? કોઈ નક્કર પરિવર્તન આવે ખરું ? કે પાછી એની એ ઘટમાળ ? એનું એ રુટિન ?
હા, એક આશા હૃદયમાં જાગે છે ખરી કે જો એક શિક્ષકના હૃદયને પણ આ વિચારો સ્પર્શી જાય તો અનેક વિદ્યાર્થીઓનું કલ્યાણ થાય.
One man's perfection can save the world. Sri Aurobindo.
(અમરેલીસ્થિત કુ. સ્વાતિબહેન નવલકાંત જોષી એમ. એ. (એન્ટાયર ઈગ્લિશ) બી.એ. ગોલ્ડ મેડાલિસ્ટ, ૨૫ વર્ષ સુધી ફોરવર્ડ ગર્લ્સસ્કૂલમાં સેવા પ્રદાન કરી અને પાંચ વર્ષથી એરોમા ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યરત છે. સંગીત અને દેશ્યક નૃત્યમાં નિષ્ણાત છે.) | ૧૬ર SM
A આદર્શ કેળવણીનું ઉપનિષદ]
ગુજરાતમાં નઈ તાલીમનો વિકાસ
જેિસંગભાઈ ડાભી ભૂમિકા : ભારતમાં અંગ્રેજી શિક્ષણ દ્વારા અંગ્રેજ સરકાર એક એવો વર્ગ તૈયાર કરવા માંગતી હતી કે જે “કેવળ લોહી અને રંગની દૃષ્ટિએ જ ભારતીય હોય, પણ રુચિ, ભાષા, વિચારો અને ભાવનાની દૃષ્ટિએ અંગ્રેજ બની ચૂક્યો હોય.' માટે તો મહાત્મા ગાંધીએ એ કેળવણીને ગુલામીના પાયા તરીકે ઓળખાવી હતી.
૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા પછી તેમણે ભારતની આઝાદીને માટે એક પછી એક જે વિવિધ કાર્યક્રમો દેશની સામે મૂક્યા, તેમાં ભારતની તત્કાલીન કેળવણીની કાયાપલટને મુખ્ય ગણી શકાય. તેમણે કેળવણીનું જ સ્વરૂપ કહ્યું હતું તેમાં ચારિત્ર્ય ઘડતર, ગુણવિકાસ, ઉદ્યોગ દ્વારા બુદ્ધિવિકાસ તથા ભેદભાવમુક્ત સમાજરચના એ મુખ્ય ઉદ્દેશ્યો હતા. દક્ષિણ આફ્રિકામાં તેમણે પોતે તેના કેટલાક પ્રયોગો કર્યા હતા.
ભારતમાં તેના છૂટાછવાયા જે પ્રયોગો લગભગ ૨૦ વર્ષ સુધી થયા, તેના પરિપાકરૂપે તેમણે ૧૯૩૭માં દેશની સામે કેળવણીની પોતાની યોજના રજૂ કરી. તે વધશિક્ષણ યોજનાના નામે જાણીતી થઈ. એનું જ બીજું નામ તે નઈ તાલીમ. નઈ તાલીમનાં ધરુવાડિયાં : (૧) ગાંધીજીની કલ્પનાની કેળવણીનો સૌપ્રથમ પ્રયોગ સાબરમતી
આશ્રમમાં તેમના માર્ગદર્શન પ્રમાણે થયો. તેના આચાર્યો શ્રી કાકાસાહેબ કાલેલકર, શ્રી વિનોબા ભાવે, શ્રી જુગતરામ દવે, શ્રી નરહરિભાઈ પરીખ જેવા દિગ્ગજો હતા. ૧૯૨૦માં અસહકારના આંદોલન વખતે ગાંધીજીએ પોતે અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. તેમાં કૉલેજકક્ષાનું શિક્ષણ અપાતું હતું. ગૂજરાત વિદ્યાપીઠ પ્રાથમિક શિક્ષણ માટે
પોતાની પ્રાથમિક શાળા પણ ચલાવતી હતી. આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
૧૬૩]
Page #84
--------------------------------------------------------------------------
________________
(૩) શ્રી જુગતરામ દવેએ ૧૯૨૮માં સુરત જિલ્લાના વેડછીમાં એક
ઉદ્યોગ શાળા શરૂ કરી હતી. (૪) નમક સત્યાગ્રહના અંતે, ઈ.સ. ૧૯૩૦માં ખેડા જિલ્લાના બોચાસણ
ગામે વલ્લભ વિદ્યાલય નામની નઈ તાલીમની શાળા ગાંધીજીના વરદ્ હસ્તે શરૂ થઈ હતી. પ્રાંતિક સ્વરાજની સરકારો ૧૯૩૭માં બની, ત્યારે તત્કાલીન મુંબઈ સરકારની મંજૂરીથી ખેડા જિલ્લાના થામણા ગામમાં સ્વ. શ્રી બબલભાઈ મહેતાએ ત્યાંની ચાલ પ્રાથમિક શાળાનું નઈ તાલીમની શાળામાં રૂપાંતર કરવાનો એક વિશિષ્ટ પ્રયોગ કર્યો હતો. સૌરાષ્ટ્રમાં સ્વ. શ્રી નાનાભાઈ ભટ્ટ ૧૯૩૮માં ભાવનગર જિલ્લાના આંબલા ગામે ગ્રામ દક્ષિણામૂર્તિ નામે નઈ તાલીમની શાળા શરૂ
કરી હતી, તેમાં સૌરાષ્ટ્રની લોકશાળાઓનું બીજ હતું. (૭) માધ્યમિક શિક્ષણ માટે ૧૯૨૭માં ગૂજરાત વિદ્યાપીઠે પોતાનું
વિનય મંદિર શરૂ કર્યું હતું. માધ્યમિક શિક્ષણની કક્ષાનું આ પ્રથમ
ઉત્તર બુનિયાદી વિધાલય હતું. સાબરમતી આશ્રમ પરિષદ :
ગુજરાતમાં બુનિયાદી શિક્ષણનું કામ કરનારા કેળવણીકારોની એક નાની પરિષદ તા. ૨૦-૫-૧૯૪૭ના રોજ શ્રી નાનાભાઈ ભટ્ટની અધ્યક્ષતામાં મળી હતી. એમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે જ્યાં-જ્યાં શક્ય હોય ત્યાં નઈ તાલીમની સ્વતંત્ર શાળાઓ અને અધ્યાપન મંદિરો શરૂ કરવાં. તદનુસાર આંબલા, વેડછી, બોચાસણ, કરાડી, નડિયાદ વગેરે સંસ્થાઓના સંચાલકોએ પોતપોતાની સંસ્થાઓને નઈ તાલીમની સંસ્થાઓમાં પરિવર્તિત કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત નઈ તાલીમ સંઘની સ્થાપના :
આઝાદી આવી તે પહેલાંથી જે થોડીક સંસ્થાઓ નઈ તાલીમનું કામ કરતી હતી. તેમના અભ્યાસક્રમોને નિશ્ચિત સ્વરૂપ આપવા, પરીક્ષા પદ્ધતિની યોજના કરવા, નવી શરૂ થતી સંસ્થાઓને માર્ગદર્શન આપવા વગેરે વિવિધ હેતુસર તા. ૨૮મી ઓગસ્ટ, ૧૯૪૮ના રોજ, કરાડી ૧૬૪ ઈ.
VIII) આદર્શ કેળવણીને ઉપનિષદ |
મુકામે યોજવામાં આવેલા પ્રથમ ગુજરાત નઈ તાલીમ સંમેલનમાં ગુજરાત નઈ તાલીમ સંઘની સ્થાપના કરવામાં આવી. તે જ સંમેલનમાં તેનું બંધારણ ઘડીને મંજૂર કરવામાં આવ્યું હતું. નીચેના કેળવણીકારો તેના સ્થાપક સભ્યો તથા ટ્રસ્ટીઓ હતા ?
૧. શ્રી જુગતરામ દવે ૨. શ્રી દિલખુશભાઈ દીવાનજી ૩. શ્રી મનુભાઈ પંચોળી ૪. શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ ૫. શ્રી મોહનભાઈ પરીખ
સંઘમાં સંસ્થા-સભ્યો તથા વ્યક્તિ-સભ્યો એમ બે પ્રકારના સભ્યો હતા. સંઘની પ્રવૃત્તિઓ :
પોતાના બંધારણીય હેતુઓને પાર પાડવા માટે સંઘનું દર બે વર્ષે વાર્ષિક અધિવેશન મળતું હતું. તેમાં સંઘનાં કાર્યો અને પ્રવૃત્તિઓની ચર્ચા કરીને આયોજન કરવામાં આવતું હતું. એ અરસામાં સંઘની મુખ્યત્વે નીચેની પ્રવૃત્તિઓ હતી : ૧. વિષય સંમેલનો : બુનિયાદી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરે,
વિદ્યાર્થી ઓની શક્તિઓનો સમુચિત વિકાસ થાય અને શિક્ષકોની ભણાવવાની ક્ષમતા વધે તેવા વિવિધ હેતુસર જુદી-જુદી સંસ્થાઓના વિષયશિક્ષકોના વર્ગો યોજાતા હતા. યાદ રહે, તે કાળે શાળાઓમાં
ક્યાંય તાલીમ પામેલા શિક્ષકો ન હતા. ૨. સંસ્થાઓને માર્ગદર્શન : આ કામ સ્વ. બબલભાઈ મહેતા કરતા
હતા. તેઓ નઈ તાલીમના શાસ્ત્રીય જ્ઞાતા અને ગાંધીવિચારના પરિવ્રાજક હતા. તેઓ જુદી-જુદી સંસ્થાઓમાં જતા. ત્યાં બે-ત્રણ દિવસ રોકાતા. શિક્ષકોને નઈ તાલીમના શિક્ષણની સમજ આપતા. ઉદ્યોગશિક્ષણ કેવી રીતે આપવું તે સમજાવતા. વિદ્યાર્થીઓને જીવન
ઘડતરની વાતો કરતા. ૩. માર્ગદર્શક શિક્ષકો : વર્ષોનાં વીતવા સાથે સંસ્થાઓની સંખ્યા
વધતી ગઈ; એટલે નઈ તાલીમ સંઘે દાંડીના વતની શ્રી સોમભાઈ આદર્શ કેળવણીને ઉપનિષદ ,
Cળ ૧૬૫]
Page #85
--------------------------------------------------------------------------
________________
પટેલને માર્ગદર્શકશિક્ષક બનાવ્યા અને તેમને નઈ તાલીમ વિદ્યાલયોમાં જઈને સ્થળ ઉપર જ માર્ગદર્શન આપવાની કામગીરી સોંપી. તેમણે ૧૯૫૯ સુધી સેવા આપી. ત્યાર પછી એવા જ બીજા માર્ગદર્શકશિક્ષક શ્રી શશીકાન્ત ત્રિવેદી ૧૯૬૧-૬૨માં હતા. તેમના પછી વિજ્ઞાનના ગ્રેજ્યુએટ નવસારીના વતની શ્રી ચીનુભાઈ કકલિયા માર્ગદર્શક શિક્ષક બન્યા હતા. તેમણે કૃષિઉદ્યોગ, અંબરઉદ્યોગ, છાત્રાલયસંચાલન, વિષયશિક્ષણ વગેરે બાબતે ઉત્તર બુનિયાદી વિદ્યાલયોને ઘણું જ અસરકારક માર્ગદર્શન આપ્યું હતું. ઉત્તર બુનિયાદી વિદ્યાલયોમાં જાપાની પદ્ધતિએ ડાંગરની ખેતી તેમણે
દાખલ કરાવી હતી. ૪. અધ્યયન શિબિરો : નઈ તાલીમના શિક્ષકો અને કાર્યકરો નઈ
તાલીમના સિદ્ધાંતો અને તેની શિક્ષણ પદ્ધતિને સારી રીતે સમજે તે હેતુથી વસ્ત્રવિદ્યા, કૃષિવિદ્યા, સમાજશિક્ષણ, બાલવાડી, સ્વચ્છતા અને સફાઈ જેવા વિષયોના શિબિરો યોજાતા હતા. બાલવાડી શિબિરોની શરૂઆત ૧૯૫૪માં થઈ હતી. ઉત્તર બુનિયાદી શાળાઓને સંઘ સાથે સંયોજિત કરવા માટેના નિયમો : સંઘે તા. ૨૦-૬-૧૯૬૦ની કારોબારી સભામાં નિયમો ઘડી કાઢ્યા હતા. તેમાં શાળામાં શિક્ષકોને તેમની લાયકાત, ઉદ્યોગ માટે જમીન અને સાધનોની જરૂરિયાત, છાત્રાલય માટે મકાન અને અન્ય સગવડો, શાળામાં વર્ગદીઠ વિદ્યાર્થી સંખ્યા વગેરે ઘણી બાબતો નિયત કરવામાં આવી હતી. તેનાથી નવી શરૂ થનાર ઉત્તર બુનિયાદી શાળાઓને ઘણું માર્ગદર્શન મળતું થયું હતું. વેડછીનું છાત્રાલય સંમેલન - ૧૯૬૧ : ઉત્તર બુનિયાદી વિદ્યાલય સામાન્ય હાઈસ્કૂલોથી બે બાબતે અલગ પડે છે. (૧) ઉદ્યોગ અને (૨) અનિવાર્ય છાત્રાલય જીવન. નઈ તાલીમ સર્વોદય સમાજની રચના કરવા માટેની કેળવણી છે, તેથી નઈ તાલીમ દ્વારા ભારતના સમાજજીવનમાં હજારો વર્ષોથી ચાલ્યા આવેલા જ્ઞાતિ, જાતિ, ધર્મ, ઉચ્ચ-નીચના અનેક ભેદભાવોને નાબૂદ કરીને સર્વ નાગરિકોની
સમાનતાના પાયા ઉપર સમાજની નવરચનાનું નઈ તાલીમનું ધ્યેય ૧૬૬ /
A આદર્શ કેળવણીને ઉપનિષદ |
છાત્રાલય જીવન દ્વારા જ સિદ્ધ થઈ શકે. તે માટે છાત્રાલયો કેવાં હોય, ગૃહપતિ કેવા હોય, સંચાલન કેવું હોય, ભોજન - નિવાસની વ્યવસ્થા કેવી હોય વગેરે સંખ્યાબંધ મુદ્દાઓની તાલીમ ચાલુ
ગૃહપતિઓને આપવાના હેતુથી આ સંમેલન યોજવામાં આવ્યું હતું. ૭. બાલવાડી શિબિરો : ૧૯૫૪થી શરૂ થયેલી બાલવાડી શિબિરો
બાલવાડી ચલાવનારાં શિક્ષક-શિક્ષિકાઓને તાલીમ આપીને તૈયાર કરવાં માટે દરવર્ષે એપ્રિલ-મે માસમાં ચલાવવામાં આવે છે. આ શિબિરો શરૂ થયા પછી અતૂટપણે આજપર્યંત ચાલુ છે, એ એક સિદ્ધિ ગણાય. અત્યાર સુધીમાં ૬૧ બાલવાડી શિબિરો
યોજાઈ ગયાં છે. ૮. શાંતિસેના : જાન્યુઆરી, ૧૯૬૬માં વિશ્વમંગલમ્, અનેરા મુકામે
યોજાયેલા સંઘના સંમેલનમાં ઉત્તર બુનિયાદી શાળાઓમાં શાંતિસેનાની પ્રવૃત્તિ શરૂ કરવાનો ઠરાવ થયો. એના અનુસંધાનમાં અનેક વિદ્યાલયોમાં આ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાત ઉત્તર બુનિયાદી વિદ્યાલય સંઘ તો દરવર્ષે ગ્રીષ્મ રજાઓમાં એક અઠવાડિયાનો તરુણ શાંતિસેના તાલીમ શિબિર યોજે છે. છેલ્લાં થોડાં વર્ષોથી ઉત્તર બુનિયાદી વિદ્યાલયોમાં વ્યાયામનો વિષય દાખલ થયો હોવાથી અને એ વિદ્યાલયોમાં સી.પી.એડ. જેવા વ્યાયામના તાલીમ પામેલા શિક્ષકો ન હોવાથી સંઘ તરફથી વ્યાયામ, યોગ અને શાંતિસેનાની તાલીમના શિબિર શિક્ષકો માટે યોજવાની શરૂઆત
થઈ છે. અત્યાર સુધીમાં ૧૧ શિબિર થયા છે. ૯. ઉત્તર બુનિયાદી વિધાલયોને સરકારી માન્યતા : ૧૯૬૦માં
ગુજરાતનું અલગ રાજ્ય બન્યું. ગુજરાતમાં કોંગ્રેસની નવી સરકાર આવી. એ સરકારે ગુજરાતને વિવિધ ક્ષેત્રે પ્રગતિશીલ રાજ્ય બનાવવા માટે અનેક કાર્યક્રમો હાથ ધર્યા. શિક્ષણક્ષેત્રે પણ નઈ તાલીમની શાળાઓને સરકારી માન્યતા મળે અને એ શાળાઓ અન્ય માધ્યમિક શાળાઓની સાથે સર્વ રીતે સમકક્ષ બને તેવો અભિગમ અપનાવ્યો. નઈ તાલીમ સંઘના સંવાહકોની રજૂઆત
સ્વીકારીને સરકારે શ્રી વી. એચ. ભણતના અધ્યક્ષપદે, ગુજરાત આદર્શ કેળવણીને ઉપનિષદ
A ૧૬o |
Page #86
--------------------------------------------------------------------------
________________
નઈ તાલીમ સંઘના હોદ્દેદારોને લઈને એક સમિતિ બનાવી હતી. તે સમિતિની બધી ભલામણોને સરકારે સ્વીકારી અને તેનો અમલ કર્યો. ત્યારથી ઉત્તર બુનિયાદી વિદ્યાલયોને સરકારી માન્યતા મળી, તેમને સરકારી ગ્રાન્ટ મળવાની શરૂઆત થઈ. સ્ટાફ પેટર્ન અને વેતનધોરણો લાગુ થયાં. વિદ્યાર્થીઓ માધ્યમિક શાળાંત પરીક્ષા (એસ. એસ. સી. પરીક્ષા) આપવા લાગ્યા. આમ નઈ તાલીમનાં વિદ્યાલયોના ઘણા પ્રશ્નો ઉકલ્યા. સમિતિએ નોંધ્યા પ્રમાણે ૧૯૬૧માં ૧૨ ઉત્તર બુનિયાદી શાળાઓ હતી. સૌરાષ્ટ્રમાં ચાલતી લોકશાળાઓને પણ
આ નવી વ્યવસ્થામાં સમાવી લેવામાં આવી હતી. નઈ તાલીમ સંઘનાં વાર્ષિક આચાર્ય, શિક્ષક, ગૃહપતિ સંમેલનો :
ગુજરાત નઈ તાલીમ સંઘની સ્થાપનાથી જ તેનું દર બે વર્ષે અધિવેશન યોજાતું હતું. તેમાં હિસાબો મંજૂર થતા. હોદ્દેદારોની વરણી થતી. નવા વર્ષમાં કરવામાં આવનાર પ્રવૃત્તિઓનું આયોજન થતું હતું. આ સંમેલનમાં સંઘના હોદ્દેદારો અને સંઘના માન્ય સભ્યો ભાગ લઈ શકતા હતા.
કાળક્રમે ગુજરાતમાં નઈ તાલીમની વિવિધ સ્તરની સંસ્થાઓની સંખ્યા ઘણી વધી, એટલે એ બધી સંસ્થાઓમાં કામ કરનારા આચાર્યો, શિક્ષકો, ગૃહપતિઓ, સંસ્થા સંચાલકો વગેરે પણ નઈ તાલીમ સંઘ સાથે જોડાયેલા રહે એ આવશ્યક લાગ્યું. એમ કરવાથી નઈ તાલીમની વિભાવનાની સમજ કેળવાતી રહે ને સૌને સંઘ સાથેના પોતાના સંબંધનો ભાવ કેળવાય; એટલે ૧૯૪૮થી આવા સંમેલન યોજવાની શરૂઆત થઈ ત્યારથી એ સંમેલનો દર બે વર્ષે નિયમિત રીતે યોજાતાં રહ્યાં છે. અત્યાર સુધી આવાં કુલ ૩૧ દ્વિવાર્ષિક સંમેલન થયાં છે.
છેલ્લે છેલ્લે તો સંઘનો સંબંધ આચાર્યો, શિક્ષકો, ગૃહપતિઓ, સંચાલકો અને અન્ય કાર્યકરો સાથે એવો ભાવનામય બન્યો છે કે હવેનાં સંમેલનોમાં ૭૦૦-૮૦૦ જેટલી સંખ્યા ઊમટી પડે છે. ત્યાં અનેકના નોંધપાત્ર અનુભવોની આપલે થાય છે ને સૌની જાણકારી તાજી રહે છે. ગૃહપતિ-ગૃહમાતા તાલીમ શિબિર :
નઈ તાલીમ વિદ્યાલય સાથે છાત્રાલય તો જોડાયેલું હોય જ. એ છાત્રાલય સારી રીતે ચાલે, વિદ્યાર્થીઓના સંસ્કારનું ઘડતર થાય તેનો [ ૧૬૮
A આદર્શ કેળવણીનું ઉપનિષદ
આધાર ગૃહપતિ કે ગૃહમાતા ઉપર રહેલો છે. છાત્રાલય સરકારમાન્ય હોય, પણ ગૃહપતિની લાયકાતનું કોઈ ધોરણ નહિ. તેમને યોગ્ય તાલીમ મળે તેની આવશ્યકતા વર્તાતી હતી, એટલે નઈ તાલીમ સંધે ૧૯૯૫ના વર્ષથી આવા ગુહપતિ - ગૃહમાતાઓને તાલીમ આપવા માટે પાંચ દિવસની શિબિરોની શરૂઆત કરી. શિબિરનું સંચાલન સુરેન્દ્રનગર બાલાશ્રમનાં સંચાલક દંપતી શ્રી નાગજીભાઈ દેસાઈ અને તેમનાં ધર્મપત્ની સુશ્રી શાંતાતાઈ દેસાઈ કરતાં હતાં. તેઓના બાલાશ્રમમાં નિરાધાર, અનાથ બાળકોના શિક્ષણમાં આ દંપતીએ પોતાનું જીવન અર્પણ કરી દીધું છે. શ્રી નાગજીભાઈ એક સારા કેળવણીદાર અને નઈ તાલીમના તજજ્ઞ છે, એટલે તેમના સંચાલનમાં આ શિબિરોની એક પરંપરા ઊભી થઈ છે. અત્યાર સુધીમાં ૧૮ શિબિરો યોજાઈ ગઈ છે. સંગીત શિબિર :
ગુજરાત નઈ તાલીમ સંઘ અને અદ્વિતીય શૈક્ષણિક સંઘ છે. તે સંગીત શિબિર પણ યોજે છે. સંગીતનો શોખ કે રસ દરેકને હોય છે. કોઈને ગાવાનો, કોઈને સાંભળવાનો, કોઈને બજાવવાનો તો કોઈને એકલાએકલા ગુંજન કરવાનો. વર્તમાનમાં સંગીત હાઈટેક થવાથી અને તેમાં મુખ્યત્વે સીને - સંગીતની બહુલતા હોવાથી સારાં ભાવવાહી ગીતો સાંભળવા મળતાં નથી; એ સંજોગોમાં નઈ તાલીમ સંઘનો સંગીત શિબિરનો પ્રયોગ ઘોર અંધકારમાં પ્રકાશનાં તેજલીસોટા સમાન છે. આ શિબિરમાં વિવિધ પ્રકારનાં ગીતો, ઉષાગીતો, ઉત્સવગીતો, ઊર્મિગીતો, ગાંધીગીતો, શૌર્યગીતો, દેશભક્તિના ગીતો, રાષ્ટ્રીય-ભાવનાનાં ગીતો, કૂચગીતો અને ભજનોનો રસથાળ પીરસાય છે. અભિગમ બધાં ગીતો સમૂહમાં મધુર રાગે ગવાય ને યુવાનો-યુવતીઓનાં કંઠે એ ગીતો રમતાં થઈ જાય એવો છે. સંગીતની કળાને સામાજિક સ્વસ્થ ઉલ્લાસનું સ્વરૂપ તો સમૂહગીતો દ્વારા જ મળી શકે. ઢોલના તાલે ને મંજીરાના મીઠા રણકારે સો - બસો - પાંચસોનાં મધુર કંઠે હલકભેર ગવાતાં ગીતો જેણે સાભળ્યાં હોય એને એના દિવ્ય આનંદની અનુભૂતિ થાય. આવી સંગીત શિબિરો યોજાઈ છે. એ સિવાય સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ, બુનિયાદી શિક્ષણ રચનાત્મક સંઘ, સુરત જિલ્લો અને ઉત્તર ગુજરાત ઉત્તર બુનિયાદી વિદ્યાલય સંઘ પણ પોતપોતાના વિસ્તારમાં સંગીત શિબિરો યોજે છે. આદર્શ કેળવણીનું ઉપનિષદ છે
TINA ૧૬૯ ]
Page #87
--------------------------------------------------------------------------
________________
૮૩
= 6 0
2 mm Wim
1
ગુજરાતની બુનિયાદી શિક્ષણ સંસ્થાઓ : (૧) આશ્રમશાળાઓ ધો. ૧ થી ૭ સુધીની
૬૧૦ (૨) ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓ ધો. ૮ થી ૧૦ (૩) ઉત્તર બુનિયાદી વિદ્યાલયો ધો. ૮ થી ૧૦ સુધી (૪) ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલયો ધો. ૧૧-૧૨ (૫) બુનિયાદી અધ્યાપન મંદિરો (પી.ટી.સી. કૉલેજો) ૨૪ (૬) ગ્રામસેવા મહાવિદ્યાલયો
૧૬ (૭) સ્નાતક બુનિયાદી અધ્યાપન મંદિરો (જીબીટીસી) (૮) ઉત્તર બુનિયાદી વિદ્યાલય સંલગ્ન છાત્રાલયો ૨૫૬
કુલ બુનિયાદી શિક્ષણ સંસ્થાઓ ૧૬ ૨૩ ગુજરાત સરકાર અને નઈ તાલીમની સંસ્થાઓ :
ગુજરાતમાં ઉપર જણાવેલી નઈ તાલીમની સર્વ સંસ્થાઓને સરકારી માન્યતા મળેલી છે અને તેમને સરકારનાં ધારાધોરણો પ્રમાણે ગ્રાન્ટ પણ મેળે છે.
ઉત્તર બુનિયાદી અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી સંસ્થાઓના અભ્યાસક્રમો માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવે છે, ત્યારે બુનિયાદીના વિષયોના અભ્યાસક્રમો તૈયાર કરવામાં નઈ તાલીમ સંઘ સાથે પરામશ થાય છે. એ વિષયનાં પાઠ્યપુસ્તકો નઈ તાલીમ સંઘના જે તે વિષયના તજ્જ્ઞો દ્વારા લખાવાય છે. ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા, માધ્યમિક શાળાનાં તમામ પુસ્તકોની જેમ જ બુનિયાદી વિષયોનાં પાઠ્યપુસ્તકો પણ પ્રકાશિત કરવામાં આવે છે. નઈ તાલીમની શિક્ષણ સંસ્થાઓના શિક્ષકો તથા અન્ય કર્મચારીઓનાં લાયકાતનાં ધોરણો અને ભરતીના નિયમો પણ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓમાં બેસે છે અને તેનાં પ્રમાણપત્રો પણ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જ આપવામાં આવે છે. આમ એકંદરે ગુજરાતમાં નઈ તાલીમના શિક્ષણ અને તેની સંસ્થાઓને સરકારશ્રીનો સંપૂર્ણ સહકાર મળી રહે છે એ ખૂબ સરાહનીય બાબત છે. | ૧૦૦ ઈ.
A આદર્શ કેળવણીનું ઉપનિષદ |
ગુજરાતની બુનિયાદી આઠ શૈક્ષણિક શાખાઓના નીચે પ્રમાણે મહત્ત્વના પ્રશ્નો : (૧) બુનિયાદી બોર્ડને સ્વાયત્ત (કાયદાકીય) બોર્ડ બનાવવું જોઈએ. (૨) બુનિયાદી સંસ્થાઓ માટે ભરતી બોર્ડ અલગ કરવું જોઈએ. બુનિયાદી
પ્રવાહમાં શિક્ષણ લીધું હોય તેને અગ્રિમતા આપવી જોઈએ. (૩) ધોરણ ૯ થી ૧૨નું સળંગ એકમ કરવું જોઈએ. (૪) વર્ગમાં વિદ્યાર્થી સંખ્યા ૪૫ અને સરેરાશ હાજરી ૨૩ રાખવી જોઈએ. (૫) ઉચ્ચતર ઉત્તર બુનિયાદીનાં વિદ્યાર્થીને નર્સિગ કોર્સમાં પ્રવેશ
આપવો જોઈએ. (૬) ઉચ્ચતર ઉત્તર બુનિયાદી અને ઉત્તર બુનિયાદી વિદ્યાલય આશ્રમ
શાળાને ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં ખાલી જગ્યાઓ પર ભરતી કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીને અભ્યાસમાં સહન ન કરવું પડે. અને સંસ્થાઓને આર્થિક બોજ સહન ન કરવો પડે. છાત્રાલય તો સાર્વજનિક હોવાં જોઈએ. એક જ જ્ઞાતિનાં છાત્રાલય
ન ચલાવવાં જોઈએ. (૮) છાત્રાલયનાં કર્મચારીઓને પગારધોરણમાં મૂકવો જોઈએ.
ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને કૉપ્યુટરનાં વિશેષ વર્ગો ચલાવવાને
આર્થિક સહયોગ આપવો જોઈએ. (૧૦) ઉચ્ચતર ઉત્તર બુનિયાદીનાં વિદ્યાર્થીઓને અધ્યાપન મંદિર
(પી.ટી.સી કૉલેજ)માં પ્રપોર્શનેટ (Proportionate.) પ્રમાણસર
રાખ્યું છે, તે કાઢી સમાન તક આપવી જોઈએ. (૧૧) પ્રાથમિક ધોરણ ૧ થી પમાં ભરતી કરવી જોઈએ. ધોરણ ૬ થી
૮માં ભરતી કરવી જોઈએ અને પીરિયડ પદ્ધતિનો અમલ કરવો
જોઈએ. (૧૨) દરેક ધોરણમાં કક્ષા અનુસાર પરીક્ષા લેવી જોઈએ. વારંવાર
મૂલ્યાંકન થવું જોઈએ. (૧૩) રૂલર (ગ્રામ) યુનિવર્સિટી, ગ્રામ વિદ્યાપીઠો માટે રચના કરવી જોઈએ. આદર્શ કેળવણીનું ઉપનિષદ ML
A ૧૦૧ |
Page #88
--------------------------------------------------------------------------
________________
(૧૪) શિક્ષણનાં અભ્યાસક્રમ, વિષયમાળખું, પાઠ્યપુસ્તકોની રચના અને
નીતિ-વિષયક ચર્ચામાં નઈ તાલીમ સંઘના પ્રમુખ, મહામંત્રીશ્રીને
આમંત્રણ આપવું જોઈએ. (૧૫) રાજ્યમાં બુનિયાદી શિક્ષણ તેનાં તત્ત્વો અનુસાર ચાલે તે પ્રમાણે
વ્યવસ્થા કરવી જોઈએ અને સહયોગ આપવો જોઈએ. (૧૬) ધોરણ ૧ થી ૭ની આશ્રમશાળામાં ધોરણ ૮ આપવું જોઈએ.
આશ્રમશાળાની સળંગ સંખ્યા ૧૫૦ કરવી જોઈએ. (૧૭) ધોરણ ૯ થી ૧૦ની ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં ધોરણ ૧૧
આપવું જોઈએ. સળંગ સંખ્યા ૧૫૦ કરવી જોઈએ. (૧૮) બુનિયાદી પ્રવાહ ઉદ્યોગના વિષયની ટાટની પરીક્ષા લેવી જોઈએ
અને ઉદ્યોગ વિષયના શિક્ષકની ભરતી કરવી જોઈએ. (૧૯) માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં
ઉત્તર બુનિયાદી અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી ચલાવનાર સંચાલકને
પ્રતિનિધિત્વ આપવું જોઈએ. (૨૦) બુનિયાદી પ્રવાહની શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે વિષય
માળખું, અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકની સંરચના, પરીક્ષણ અને મૂલ્યાંકનની યોજના નઈ તાલીમ સંઘનાં પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા-વિચારણા કરી કરવી જોઈએ. અગત્યના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. વહીવટી અનેક પ્રશ્નો છે. તેને અહીં રજૂ કરવામાં આવ્યા નથી. બુનિયાદી પ્રવાહની તરાહ દ્વારા નાગરિકનું ચારિત્ર્ય-નિર્માણ અને કૌશલ્ય વિકસી શકે છે. જીવન જીવવાની પદ્ધતિ મળી શકે છે; તેથી આ તરાહને સરકારે મહત્ત્વ આપી વિકસાવવા જેવી છે.
(અમદાવાદસ્થિત જેસંગભાઈ ડાભી ગુજરાત નઈ તાલીમ સંઘના મહામંત્રી તરીકે સેવા આપે છે તથા મુનિશ્રી સંતબાલપ્રેરિત ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘના મંત્રી તરીકે સેવા આપે છે.)
કિ અત્ર લુપ્તા સરસ્વતી ?
ડો. વસંતભાઈ પરીખ વિશ્વ આજે અનેકવિધ નાની, મધ્યમ અને ભારે વિટંબણાઓમાં ઘેરાયું છે, ત્યારે એમનાથી મુક્ત થવાના અનેક ઉકેલ શોધવાના સતત પ્રયત્નો ભિન્ન-ભિન્ન દેશોમાં, સમાજમાં અને ક્યારેક તો વ્યક્તિએ - વ્યકિતમાં થઈ રહ્યા છે, તેમાં વૈવિધ્ય છે અને કવચિત્ મતભેદ પણ હશે, પણ સહુ કોઈ એક બાબતમાં સંમત છે. એટલું જ નહિ પણ અભિનિવેશપૂર્વક માને છે કે - ‘વિશ્વનો વિકાસ અને તેને ઘેરતાં દુરિત પરિબળોનો પરિહાર માત્ર ને માત્ર શિક્ષણથી જ થઈ શકે છે.'
આ પરિપ્રેક્ષ્યમાં ભારતમાં પણ ઘણું જ મંથન થયું છે અને થઈ રહ્યું છે. પણ એની ચર્ચા કરવાના બદલે કેટલીક મહત્ત્વની વિગતો જ નોંધી લઈએ. સર્વનું આંકલન કરવાથી શો નિષ્કર્ષ આવશે તે સાચે જ કુતૂહલનો વિષય બની રહેશે; તો ચાલો હવે તે વિગતો જોઈએ.
(૧) વર્ષ ૨૦૧૫માં ભારતનો શિક્ષણક્ષેત્રે વ્યાપ આ પ્રમાણે છે - પ્રાથમિક શાળાઓ ૧૦ લાખ, વિદ્યાર્થીઓ ૨૨ કરોડ અને શિક્ષકો પ૩ લાખ, માધ્યમિક શાળાઓ ૫૫ હજાર, વિદ્યાર્થીઓ ૧૦ કરોડ અને શિક્ષકો ૧૪ લાખ તથા ઉચ્ચતમ શિક્ષણક્ષેત્ર ૭૮૦ યુનિવર્સિટીઓ, ૩૮ હજાર કૉલેજો, વિદ્યાર્થીઓ ૧ કરોડ ૨૦ લાખ અને અધ્યાપકો ૯ લાખ.
આમ સ્વતંત્રતા પછી ભારતમાં શિક્ષણનો વ્યાપ ઘણો વધ્યો છે, તો પણ એ સંતુલિત નથી. હજુ પણ એવા પ્રદેશો કે ગામો છે કે જ્યાં સાક્ષરતાનું પ્રમાણ નહિવત્ છે. પરંતુ સ્વાતંત્ર્ય પછી શિક્ષણનું મહત્ત્વ સમજી પ્રાથમિક ભૂમિકાએ તો નિરક્ષરતા નિવારણને જ અગ્રતા આપવી જરૂરી લાગવાથી શાળાઓની સંખ્યા વધારવાનું શરૂ થયું. તે જ ક્રમમાં કૉલેજો અને યુનિવર્સિટીઓ પણ વધી. કેટલીક શાળાઓ સરકારે જ શરૂ કરી તો મોટા ભાગની શાળાનાં મકાનો દાતાઓના દાનથી તેમજ ખાનગી ટ્રસ્ટો દ્વારા બંધાયાં. ત્યારે સરકાર અનુદાન આપતી હતી અને બાકીનો વહીવટ ટ્રસ્ટો કરતા હતા. પણ શિક્ષણનો ઢાંચો તો અંગ્રેજો સ્થાપી ગયા હતા એ જ રહ્યો. એ જ ચીલાચાલુ પદ્ધતિ, પાઠ્યપુસ્તકો - વર્ગખંડો - લેકચરો - ગોખણપટ્ટીને જ કેન્દ્રમાં રાખી લેવાતી પરીક્ષાઓ અને જેને આધારે કારકુન કે શિક્ષકની નોકરી પછી બીજી કોઈ નોકરી મળે તેવાં પ્રમાણપત્રો ! શિક્ષણનો હેતુ બંધારણમાં અને દેશના વિચારવંતોએ ઘણો ઉમદા કપ્યો હતો તેમાં શંકા નથી, પણ તેને ચરિતાર્થ કેમ કરવો તે ચિંતાનો વિષય બની રહ્યો. આદર્શ કેળવણીને ઉપનિષદ છે
૧e3
૧૦૨
/
આદર્શ કેળવણીને ઉપનિષદ 1
Page #89
--------------------------------------------------------------------------
________________
(૨) આવી સ્થિતિમાં જે રીતે વર્તવું જોઈ, તે જ રીતે સરકાર વર્તી અને શિક્ષણનું આમૂલ પરિવર્તન કરી તેને મૂલ્યનિષ્ઠ કેમ બનાવવું તેના માટે શરૂ થયા વિવિધ કમિશનો, કાઉન્સિલો અને પંચોની હારમાળા, જેમ કે - ડૉ. રાધાકૃષ્ણ (૧૯૪૮-૪૯) કમિશન, ડૉ. મુદલિપાર કમિશન (૧૯૫૨-૫૩), યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન U.A.E. (૧૯૫૩), ડૉ. કોઠારી કમિશન (૧૯૬૪-૬૫) વગેરે. આ ઉપરાંત NCERT, NAAC, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (RMSA) (૨૦૦૯) તથા રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન RUSA (૨૦૧૩) વગેરેનો પણ ઉલ્લેખ કરવો ઘટે.
| (૩) વળી સર્વ શિક્ષા અભિયાન અને રાઇટ ટુ એજ્યુકેશન જેવા પ્રકલ્પો પણ ખરા જ અને હવે નવી શિક્ષણનીતિ (૨૦-૧૫-૧૬) ઘડાઈ રહી છે તે જુદું.
(૪) આટલાં બધાં કમિશનો, કાયદાઓ અને પંચોના અહેવાલો વાંચીએ છીએ ત્યારે એમણે કરેલાં સર્વેક્ષણો અને સૂચનો ખરેખર અત્યંત ઉપયોગી લાગે જ છે. પણ આ બધા ઇંગિતો કોઈએ કાંઈક કરવું જોઈએ એમ કહીને ચૂપ થઈ ગયા છે. સરકારે શું કરવું, શાળા-કૉલેજ કે યુનિ.ના સંચાલકોએ શું કરવું, શિક્ષકો અને આચાર્યોએ શું કરવું, સમાજે શું કરવું અને વાલીઓ એ શું કરવું એ માટેના ઢગલાબંધ સૂચનોની ચારે તરફથી વર્ષા થઈ રહી છે.
(૫) પણ, પણ જેના માટે આ બધું છે, તે વિદ્યાર્થીએ શું કરવું ? આ પ્રશ્નનો સીધો સાદો ઉત્તર એક જ રહ્યો છે. તેણે ઉપરના બધા કહે તેમ કરવું ! એનામાં જો હજુ પણ ઊડવાની શક્તિ રહી હોય તો. તેમણે આ બધાએ આપેલી ઉછીની ભારેખમ પાંખોએ ઊડવાનું રહ્યું.
(૬) પરિણામે બાળક જેમ-જેમ મોટો થતો જાય છે તેમ-તેમ તે કલ્પનાશૂન્ય પરચાલિત યંત્ર જેવો થતો જાય છે, અથવા તો વિદ્રોહી બની સ્વચ્છંદી બની જાય છે. આપણી શિક્ષણ વિચારણા માત્ર વિચારણા જ રહી છે. અધૂરામાં પૂરું, વળી તેમાં અનિયંત્રિત જાત-જાતના પ્રયોગો થયા કરે છે. વ્યાવહારિક રીતે શક્ય છે કે નહિ તેનો ખ્યાલ કર્યા વગર - રમતગમત - કલા - સાહિત્ય - જીવનઘડતર, સમાજ સેવા અને એવી કેટલીય ધારાઓમાં પૂરક પ્રવૃત્તિઓ કરવાના ફતવાઓ સરકાર બહાર પાડ્યા જ કરે છે; કારણ કે શિક્ષણની આ અંધાધુંધીનો લાભ લઈ સરકારે તેનું નિયંત્રણ ક્યારે પોતાના હાથમાં લઈ લેવું તેની ખબર તો હવે બહુ જ મોડી મોડી પણ પડવા લાગી છે. તેનું તાજું ઉદાહરણ ગુજરાત સરકારે ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદ ૨૦૧૬નું બિલ જે વિધાનસભામાં વિપક્ષોનો ૧૦૪ /
A આદર્શ કેળવણીને ઉપનિષદ |
બહિષ્કાર સાથે પસાર થયું તે છે. તેના ઉદ્દેશો અલબત્ત આવકાર્ય છે, પણ તેમાં સ્થળે - સ્થળે આ બધું સરકારની અસરકારક દેખરેખ કે તેના નિયંત્રણ નીચે જ રહેશે તેમ સ્પષ્ટ કર્યું છે. વળી જેનો પ્રબળ વિરોધ થઈ રહ્યા છે તે. કલમ ૧૫મી તદ્દન સરમુખત્યારશાહીનો જ આદેશ છે. તેમાં કોઈનેય પૂછડ્યા વિના સરકાર ફાવે તેવો ફેરફાર કરી શકશે અને સંબંધિત સંસ્થાએ એનો સ્વીકાર કરવો ફરજિયાત છે એવો આદેશ છે.
આવી સ્થિતિમાં શિક્ષણનું આકાશ અનેક વાદળોથી ઘેરાઈ ગયું છે. તેમાં મૂલ્યનિષ્ઠ, સદ્વ્યવહારી, વિવેકી, રાષ્ટ્રપ્રેમી, સંવેદનશીલ અને કલ્પના અને વિચારમાં મુક્ત રહી. ઉત્તમ મનુષ્ય બનવાની બાળકની ઝંખનાને ભાગ્યે જ અવકાશ રહ્યો છે, વિજ્ઞાન, લેપટોપ, વીડિયો, ટી.વી., મોબાઈલ અને અનેક ઉપકરણો આપ્યાં તેનો પ્રવેશતો શાળાઓમાં જરૂર થયો છે, પણ વિજ્ઞાન અને ટેકનોલૉજીનો જે ફળદ્રુપ આયોજનપૂર્વક ઉપયોગ થવો જોઈએ તે તો ભાગ્યે જ થાય છે.
આ સંજોગોનો લાભ લઈ એક નવી જ દિશાથી સ્વનિર્ભર - સેલ્ફફાઈનાન્સ શાળા-કૉલેજોનું આક્રમણ થઈ ગયું છે. તેનો પ્રવાહ અને તેમની પ્રચારપટુતા એવી તો જબર છે કે વર્ષોથી નિષ્ઠાપૂર્વક શિક્ષણને નિર્મળ રાખી મજાનાં બાળકો સમાજને ભેટ આપનાર કેટલીક માન્ય શાળાઓની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. આ સેલ્ફ-ફાઈનાન્સ સંસ્થાનું એક જ ધ્યેય છે અને તે છે ઊંચામાં ઊંચા ટકા સાથે પરીક્ષા પાસ કરવી અને સારા પગારની નોકરી મેળવી લેવી. આના પરિણામે આજનો યુવાન સ્વાર્થી, સાધનશુદ્ધિનો છેદ ઉડાડી બીજાને પાછળ પાડી નિર્દય રીતે ભૌતિક વિલાસનાં શિખરો સર કરવાની આંધળી દોડમાં મચી પડ્યો છે. તેના કુટુંબની જ પરવા નથી, તો દેશ અને વિશ્વ પ્રત્યેના પ્રેમની તો વાત જ ક્યાં રહી. તે ચતુર બન્યો છે, તેથી સ્વચ્છતા, પર્યાવરણ, લોકશાહી સમાજસેવા વગેરે વિશે ચર્ચાઓ કરી શકે છે. પણ તેની દૃષ્ટિ તો સ્વાર્થ સાધવામાં જ મગ્ન છે.'
કેવા હાલ કરી નાખ્યા છે આપણે શિક્ષણના ! અને છતાંય હજુ પણ આવી અરાજકતા વચ્ચે પણ સાચા અર્થમાં તીર્થ કઈ શકાય તેવાં વિદ્યાધામો બચ્યાં છે. ગુજરાતની જ વાત કરીએ તો અનેક સન્નિષ્ઠ માનવતાના પૂજારીઓએ દૂર-દૂરના વિસ્તારોમાં જાતે શ્રમ વેઠીને, કોઈની સહાયની અપેક્ષા રાખ્યા વિના, દરિદ્રોનાં, દલિતોનાં આદિવાસીઓનાં, શ્રમજીવીઓનાં બાળકોના જીવનમાં વિદ્યાનાં અજવાળાં પાથર્યા જ છે. દિવ્યાંગોને અપનાવ્યા છે, માત્ર અક્ષરજ્ઞાન નહિ, પણ પોતાની પગ પર ઊભા રહેવાની યોજના આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
A ૧૦૫ |
Page #90
--------------------------------------------------------------------------
________________
પૂરી પાડી છે. ગામડાંઓને સ્વશક્તિથી જ સ્વચ્છ, નીરોગી અને અદ્યતન બનાવ્યા જ છે. આંધીમાં પણ ઝળહળતા આ દીપકોને પ્રણામ છે.
આશ્ચર્યની વાત તો એ છે કે યુનેસ્કોના કેળવણી વિશેના એક ગ્રંથમાં પ્રાચીન ભારતીય શિક્ષણપ્રથાના ભારોભાર વખાણ કર્યા છે. આઝાદી મળ્યાના ઉત્સાહમાં આપણે આપણા આ પ્રાચીન છતાં સનાતન વારસાને જ ભૂલી ગયા. પ્રકૃતિના નયનરમ્ય, તંદુરસ્ત વાતાવરણમાં નિઃસ્પૃહી ગુરુઓ દ્વારા છાત્રોમાં રહેલી અપાર શક્યતાઓનો પુષ્પકળી માફક સહજતાથી ઉઘાડ કરનારા એ આશ્રમોમાં સાધનોની ઝાકમઝોળ ન હતો. ત્યાં તો પોતાની જ ઓળખાણ કરીને જ વિશ્વનો પરિચય પામવાની એક આધ્યાત્મિક અને છતાંયે સ્વાભાવિક જીવનરિતી હતી. શિક્ષણનું ક્લેવર બદલવા માંગનારાઓ શું એ દિશામાં હવે તો જોશે ?
નહિતર એક સમયે વિનોબાએ અકળાઈને કહેલું કે , “થોડા સમય માટે હોલી-ડે ઇન એજ્યુકેશન પાળીએ. એક બે વર્ષ શિક્ષણ વિશેનો ઊહાપોહ બંધ કરીએ. તેના ઉકળાટને શાંત કરી આત્મમંથન કરીએ.”
તો આશ્ચર્ય લાગશે કે આપણને સાચું શિક્ષણ કેમ અપાય એની કૂચી આપણા પૂર્વજો એ આપી હતી. તેને આપણી ભાષામાં મહાત્મા ગાંધીએ આપી જ રાખી છે. એમણે પ્રયોગથી એમની વાત સિદ્ધ પણ કરી છે. આ આપણને યાદ છે, તો પણ એનો અમલ કેમ કરતા નથી ?
આવો હિન્દ સ્વરાજના તેમના આ ટકોરાબંધ વિધાનથી આપણી વાત પૂરી કરીએ -
તે માણસે જ સાચું શિક્ષણ મેળવ્યું છે, જેનું શરીર તેના પોતાના વશમાં છે, જેનું શરીર શાંતિથી અને સરળતાપૂર્વક પોતાનું કામ કરી શકે છે, તે માણસે જ સાચી કેળવણી મેળવી છે, જેની બુદ્ધિ શુદ્ધ, શાંત અને ન્યાયી છે તેણે જ સાચું શિક્ષણ મેળવ્યું છે. જેનું મન કુદરતના કાયદાને સ્વીકારે છે અને જેની ઇન્દ્રિયો જેના પોતાના વશમાં છે, જેના મનમાં શુદ્ધ ભાવનાઓ છે, જેને નીચકાર્યો પ્રત્યે ઘણા છે અને જે બીજાને પોતાના સમાન માને છે, એવો માણસ જ ખરા અર્થમાં શિક્ષિત છે, તે જ કુદરતનો શ્રેષ્ઠ ઉપયોગ કરશે અને કુદરત તેના વડે તેનાં ઉત્તમ કાર્યો પાર પાડશે.”
આ લેખની કેટલીક માહિતી - સર્વ વિશ્વવિદ્યાલય - વૃત્ત, ગાંધીનગરના અંક - ૩૨માંથી લીધી છે. તેનો આભાર માનું છું.
(અમરેલી સ્થિત શ્રી વસંતભાઈ સંસ્કૃત સારસ્વત, પ્રખર વિદ્વાન, ભારતીય દર્શનો અને સંસ્કૃતિના મર્મજ્ઞ, શિક્ષણ શાસ્ત્રી છે.) ૧૦૬ .
C A આદર્શ કેળવણીનું ઉપનિષદ |
[શું પરીક્ષા અનિવાર્ય દૂષણ’ જ બની રહેશે ? |
- એક સામૂહિક ચિંતન આઝાદ ભારતમાં અંગ્રેજોના ગયા પછી શિક્ષણ સુધારણા માટે વિવિધ પંચ રચાયાં, અહેવાલ આવ્યા. પંચના અહેવાલના આધારે પાયાના શિક્ષણ ગુણવત્તાયુક્ત અને સાર્વત્રિક બંને શિક્ષણનો વ્યાપ વધે, યુવાનોને વ્યવસાય પ્રાપ્ત વગેરે દિશામાં પ્રયત્ન થાય છે. શિક્ષણક્ષેત્રે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં - પ્રાથમિકથી યુનિવર્સિટી કક્ષાએ સમસ્યાઓ વધતી જાય છે.
આ સર્વેમાં જાહેર પરીક્ષાઓ જે રીતે ઘાતક બની રહી છે તે મોટી ચિંતાનો વિષય છે. આ ૨૦૧૫-૧૬ના શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક બની રહ્યું છે. જાહેર પરીક્ષાના પરિણામ તો હજુ બાકી છે. શિક્ષણજગતનું આ મોટું કલંક છે. વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચિંતાજનક રીતે ખલેલ પામેલ અવસ્થામાં છે.
મુદલિયાર કમિશનના અહેવાલમાં પરીક્ષાને “અનિવાર્ય દૂષણ' કહેવામાં આવ્યું. તેના અનુસંધાને રાષ્ટ્રવ્યાપી પરીક્ષા સુધારણાના કાર્યક્રમ ચાલ્યા. પ્રશ્નમય સ્વરૂપ સુધારણા થઈ, ‘પરીક્ષા'ને બદલે મૂલ્યાંકન'ની સંકલ્પનાનું અમલીકરણ થયું. આજે તે બાબત વધારે વિકરાળ રીતે આપણી સામે ઊભી છે. પરીક્ષા “દુષણ’ હોય તો તેને ‘આભૂષણ'ની માફક ‘અનિવાર્ય’ કેમ બનાવવામાં આવે છે ?
પરીક્ષાને અનિવાર્ય બનાવવાનું કેટલું વાજબી છે ? જે તે સંસ્થા પોતાની પ્રવેશ યોજનાથી ન ચલાવી શકાય ? પ્રમાણપત્ર વગર ભણવાનો અધિકાર ન અપાય ? લાખોની સંખ્યામાં જાહેર પરીક્ષામાં નાપાસ થનારનું શું થાય છે તેની કોઈ ચિંતા કરે છે ? વિશ્વના ઘણા દેશોમાં વિદ્યાર્થીને ‘નાપાસ'નું લેબલ અપાતું નથી, કોઈને રોકી રાખવામાં આવતા નથી, તો તેમ કરવાથી શું આકાશ હેઠું પડી જાય છે ! સંસ્થાના અનુશાસનના પાલન સાથે વિદ્યાર્થી પોતાના રસ - રુચિના વિષયોનું કોઈ પણ ઉંમરે આવડતના સંવર્ધન માટે ભણે તો કોના બાપની ગાદી ઝુંટવાઈ જાય ? આદર્શ કેળવણીનું ઉપનિષદ
Page #91
--------------------------------------------------------------------------
________________
ચોરી, અપ્રામાણિકતા, ટ્યુશન બદી, વિદ્યાર્થી રમત - સંગીત - ચિત્ર - પ્રવાસ વગેરેથી વંચિત ગોખણિયા પ્રવૃત્તિ જ કરે, આ બધું હાનિકારક નથી લાગતું ? ખાનગી શિક્ષણ સંસ્થાઓ ઉદ્યોગગૃપ બની જાય તે ઉચિત છે ?
એક પણ વિદ્યાર્થી આત્મહત્યા કરે તે શું સમાજનું કલંક નથી ? એકનાં એક દીકરા-દીકરીની આત્મહત્યા જે તે સમાજ - કુટુંબમાં કેવો ધરતીકંપ સર્જે છે ?
શું આ બધું મૂક બની જોઈ રહીશું?
અમારી ચિંતા - વ્યથા રાસુ વકીલ અમે અને સ્વજન સમાન અમારા મિત્રો ખૂબ જ આગ્રહપૂર્વક કંઈક નક્કર કાર્યક્રમની દિશામાં વિચારણા માટે નિમંત્રિત કરીએ છીએ.
ચારે બાજુ હાહાકાર છે. વર્તમાનપત્ર, ટી.વી., કાઉન્સેલિંગના સ્વરૂપ અને જરૂર અંગે રજૂઆત થાય છે. કાઉન્સેલિંગ વગેરે બાબતો ક્યારેક તો વધારે ચિંતા પેદા કરે છે.
૧. ધોરણ - ૧૦ ને ૧૨ની પરીક્ષા દૂર થાય તો ન ચાલે ? મરજિયાત તો એક જ ધડાકે થઈ જાય. પ્રવેશ આપતી સંસ્થા પ્રવેશ પરીક્ષા, અભિયોગ્યતા કસોટીને સ્થાન આપી શકે.
૨. ધોરણ - ૮ સુધી તો અધ્યયન-અધ્યાપનના અંગભૂત રીતે મૂલ્યાંકન ગોઠવાયેલું છે. ભણાવનાર જ પરીક્ષક હોય. તે જ જવાબદાર બને. પણ ‘પરીક્ષા” એક વિદ્યાર્થીને આત્મહત્યા કરવા ન જ પ્રેરે.
(સૌજન્ય : પ્રગતિશીલ શિક્ષણ)
ગુણવંત બરવાળિયાનાં પુસ્તકો.
| સર્જન તથા સંપાદન | ખાંભા(અમરેલી)ના વતની ગુણવંતભાઈએ C.A. સુધી અભ્યાસ કર્યા બાદ, હાલ ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. જેન કોન્ફરન્સના મંત્રી, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ - ચીંચણી, કલ્પતરુ સાધના કેન્દ્રદેવલાલી, પારસધામ સંઘ - ઘાટકોપર, પ્રાણગુરુ જૈન સેન્ટર, એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશનની સ્પંદન હોલીસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ વગેરેમાં ટ્રસ્ટી છે. ઘણી સંસ્થાઓનાં મુખપત્રમાં તંત્રી તરીકે સેવા આપેલ છે. અમેરિકા, સિંગાપોર વગેરેમાં તેમનાં સફળ પ્રવચનો યોજાયાં છે. તેમનાં ધર્મપત્ની મધુબહેને હિન્દી સાહિત્યમાં ડોક્ટરેટ કરેલ છે. જૈન વિશ્વકોશ તથા જૈન આગમ મિશન સાથે સંકળાયેલા છે. • હૃદયસંદેશ પ્રીત-ગુંજન , શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન : અમૃતધારા કે કામધેનુ • સમરસેન વયરસેન કથા - સંકલ્પ સિદ્ધિનાં સોપાન - Glimpsis of world Religion • Introduction to Jainisim Commentray on non-violence • Kamdhenu (wish cow) • Glorry of detechment - ઉપસર્ગ અને પરીષદ પ્રધાન જૈનકથાઓ
ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના - ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા : આગમ અવગાહન - જ્ઞાનધારા (ભાગ - ૧ થી ૧૨) (જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિવિધ વિદ્વાનોના પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રોના સંગ્રહ) : કલાપીદર્શન (ડૉ. ધનવંત શાહ સાથે) અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) વિચારમંથન દાર્શનિક દ્રષ્ટા જૈન ધર્મ (પરિચય પુસ્તિકા) - અહિંસા મીમાંસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) ચંદ્રસેન કથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) અમરતાના આરાધક જૈનદર્શન અને ગાંધીવિચારધારા અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી છે આપની સન્મુખ મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) - વીતરાગ વૈભવ આગમદર્શન
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના વિશ્વવાત્સલ્યનો સંકલ્પ • વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપો) સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય ધર્મોનો પરિચય) ૪ આદર્શ કેળવણીને ઉપનિષદ. અણગારનાં અજવાળાં (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે) - ઉરનિઝરા (કાવ્યસંગ્રહ) તપાધિરાજ વર્ષીતપ , દામ્પત્યવૈભવ (દામ્પત્યજીવનને લગતા લેખોનો સંચય) ઉત્તમ શ્રાવકો , ભવગાન મહાવીર અને સંયમજીવન મૃત્યુનું સ્મરણ (મૃત્યુચિંતન) • Aagam An Introduction Development & Impact of Jainism is India & abroad. જૈન પત્રકારિત્વ + અધ્યાત્મ આભા જ શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર : એક અધ્યયન * શ્રુતજ્ઞાનનાં અજવાળાં શૈલેષી (આલોચના અને ઉપાસના) છે જેન ધર્મના ચોવીસ તીર્થકરો
E-mail : Gunvant.barvalia @Gmail.com આદર્શ કેળવણીને ઉપનિષદ
| ૧૦૮
CA આદર્શ કેળવણીનું ઉપનિષદ
///
૧૯
Page #92
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જેન ફિલોસોફિકલ એન્ડ
લિટરરી રિચર્સ સેન્ટર મુંબઈ - ઘાટકોપર સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણલાલજી મહારાજસાહેબની શ્રુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું.
આ સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ. લલિતબાઈ મ.સ.નાં વિદ્વાન પૂ. ડૉ. તરુલતાજીની પ્રેરણાથી સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણગુરુ જન્મશતાબ્દી સમિતિ, મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલૉસૉફી ઍન્ડ લિટરરી રિચર્સ સેન્ટરની સ્થાપના કરી છે. સેન્ટરનો ઉદ્દેશ આ પ્રમાણે છે : • જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. • સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મનાં સાહિત્યનું પ્રકાશન કરવું. • જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી.
પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. • જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો.
જૈન સાહિત્યનાં અધ્યયન અને સંશોધનના માટે Work-shop કાર્યશાળાનું આયોજન કરવું. જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું. વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. ધર્મ અને સંસ્કારનો વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું, સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. અભ્યાસ નિબંધ વાંચન (Paper Reading), લિપિ - વાંચન અને પ્રાચીન જૈન
ગ્રંથો (Old Jain Manuscript)નું વાંચન. • જૈન ધર્મ પર સંશોધન M.A., Ph.D. M.Phill કરનારાં જિજ્ઞાસુ, શ્રાવક,
સંત-સતીજીઓને સહયોગ અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન.
જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરે સી.ડી. તૈયાર કરાવવી. • દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન - આયોજન, ઇન્ટરનેટ પર
‘વેબસાઇટ' દ્વારા જેન તત્ત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો. સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ
આપના સહયોગની અપેક્ષા સાથે જૈન ફ્લિોસોફિકલ એન્ડ
ટ્રસ્ટી અને માનદ્ સંયોજક લિટરરી રિચર્સ સેન્ટર,
ગુણવંત બરવાળિયા અહમ્ સ્પિરિટ્યુઅલ સેન્ટર
મો. ૦૯૮૨૦૨૧૫૫૪૨ E-mail : Gunvant.barvalia @Gmail.com ૧૮૦ %
માં આદર્શ કેળવણીને ઉપનિષદ |
Page #93
--------------------------------------------------------------------------
________________ કેળવણી કહે છે : “હું સત્તાની દાસી નથી, કાયદાની કિંકરી નથી, વિજ્ઞાનની સખી નથી, કળાની પ્રતિહારી નથી, અર્થશાસ્ત્રની બાંદી નથી, હું તો ધર્મનું પુનરાગમન છું. મનુષ્યના હૃદય, બુદ્ધિ તેમ જ તમામ ઈન્દ્રિયોની સ્વામિની છું. માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર એ બે મારા પગ છે. કળા અને હુન્નર મારા હાથ છે, વિજ્ઞાન મારુ મસ્તિષ્ક છે, ધર્મમારુ હૃદય છે, નિરીક્ષણ અને તર્ક મારી આંખો છે, ઈતિહાસ મારા કાન છે, સ્વાતંત્ર્ય મારો શ્વાસ છે, ઉત્સાહ અને ઉદ્યોગ મારા. ફેફસાં છે, ધીરજ મારું વ્રત છે, શ્રદ્ધા મારું ચૈતન્ય છે. મારી ઉપાસના કરનાર બીજા કોઈનો ઓશિયાળો નહીં રહે.” -કાકા કાલેલકર શિક્ષણની પ્રક્રિયા | શિક્ષકે દિવ્ય ચેતનાના વાહક બનવાનું છે. પોતાના વર્તનથી પોતાની પ્રભાવક હાજરીથી બાળકોમાં રહેલી સુપ્ત ચેતનાને - દિવ્યશક્તિઓને જગાડવાની છે, એ જ શિક્ષકનું મુખ્ય કર્તવ્ય છે. બાકી કેળવણીનું કામ આપોઆપ થતું હોય છે. શિક્ષણની પ્રક્રિયા તો આજીવન ચાલતી રહેતી સ્વયંભૂપ્રક્રિયા છે. " - શ્રી માતાજી