________________
*મૂલ્ય અને વ્યક્તિ પરસ્પર સંકળાયેલા છે. વ્યક્તિ જ મૂલ્યનું કેન્દ્રસ્થાન અને માપદંડ છે.
જેના દ્વારા વ્યક્તિને અનુકૂલન પ્રાપ્ત થાય છે, તેનો વ્યક્તિ મૂલ્ય તરીકે સ્વીકાર કરે છે.
જ્યારે વ્યક્તિને સંપૂર્ણતાનો પરિચય થાય છે, ત્યારે શક્ય તેટલાં હકારાત્મક મૂલ્યોને તે સ્વીકારે છે.
મૂલ્યો દ્વારા વ્યક્તિ, સમાજસુધારકો, કેળવણીકારો, સંસ્થાઓ માર્ગ
દર્શન મેળવે છે.
* મૂલ્યો સાંસ્કૃતિક, જ્ઞાન અને કૌશલ્યો કરતાં કંઈક વિશેષ પ્રદાન કરે છે, જેમાં વ્યક્તિની માન્યતા, ઇચ્છાઓ, અપેક્ષાઓ, વલણો અને વિચારસરણીઓનો સમાવેશ થાય છે.
ૐ ખરેખર મૂલ્યનું હોવું એ એક મૂલ્ય છે.
* મૂલ્યથી આનંદની અનુભૂતિ થાય છે, જીવવા માટેની પ્રેરણા અને બળ પ્રાપ્ત થાય છે.
જેનામાં કામનાઓ હોય અને કામનાઓ પૂરી પાડવાની ગુંજાશ હોય, તેને મૂલ્ય કહેવાય.
*મૂલ્ય એ મનુષ્યના અસ્તિત્વને અર્થપૂર્ણતા બતાવવાની પ્રક્રિયા છે. *મૂલ્ય એ જીવનનું પ્રજીવક (વિટામિન) પોષકતત્ત્વ છે.
* મૂલ્ય માનવને જીવન જીવવાની ઝંખના પૂરી પાડે છે. જે શાશ્વત ઝંખના છે.
* માનવ જ્યારથી જન્મ્યો ત્યારથી મૂલ્યનો ઉદ્ભવ થયો.
* માનવીના અસ્તિત્વને અસ્મિતા તરફ દોરી જનાર મૂલ્ય છે. * મૂલ્યથી સમર્પણનો ભાવ જન્મે છે.
*મૂલ્ય એ માનવના જીવનમાં ઈશ્વરનું આગમન છે.
મૂલ્યો જ્યારે કાર્યાન્વિત બને ત્યારે તેમાંથી આદર્શ જન્મે છે. *મૂલ્યો ખરેખર અમૂલ્ય છે.
છેવટે તો માનવ અસ્તિત્વ અને માનવના વિકાસ સાથે મૂલ્યનો પ્રશ્ન પણ સંકળાયેલો છે. મૂલ્યનું સર્જન કે વિસર્જન એ માનવ-મનના વ્યાપાર આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧૬
પર આધારિત છે, તેથી કવિ સુન્દરમ્ કહે છે : ‘માણસની આસપાસ આખું જગત અને તેના અનંત પદાર્થો પડેલા છે. એ પદાર્થોને માણસ પોતાના જીવન સાથે કેવી રીતે સાંકળે છે તે પ્રમાણે પદાર્થનું મૂલ્ય બંધાય છે. આ રીતે મૂલ્ય એ માણસની દુનિયાનો શબ્દ અને વ્યાપાર છે.
એ સભાન બનેલ ચેતનાની ગતિ છે.’
કેળવણીનું ક્ષેત્ર જેવું ધ્યેયોનું ગણાય એવું મૂલ્યોનું પણ ગણાય. દિક્કાળ મુજબ કેળવણીનાં ધ્યેયો ફરતાં રહે છે, ફરતાં રહેવાં જોઈએ. જો પરિવર્તનશીલ ન હોય તો કેળવણીનું ક્ષેત્ર બંધિયાર થઈ જાય. પ્રગતિ જ ન કરી શકે. એ રીતે જમાના પ્રમાણે મૂલ્યોમાં પરિવર્તન આવતું હોય છે. કાકાસાહેબ કાલેલકર કહે છે : “સમાજે પણ વાર્ધક્ય ટાળવા મૂલ્યોનું રૂપાંતર કરવું જોઈએ. સાપની કાંચળી જૂની થાય છે ત્યારે એને ગૂંગળાવે છે, ઘરડો બનાવે છે. સાપ પોતાની કાંચળી ઉતારી નવજવાન થાય છે.” અહીં એ વાત ધ્યાનમાં રાખીએ કે કાંચળી દૂર થાય છે, સાપ દૂર થતો નથી, મરતો પણ નથી. આત્મા તો એનો એ જ રહેશે, બાહ્ય દૃષ્ટિએ જ ફેરફાર થાય છે. દેશના પ્રવર્તમાન સમયની અસર મૂલ્યો પર અવશ્ય થાય છે. જીવનમૂલ્યોની શોધ અને સંશોધન આધુનિક છે. જીવન બે વિશ્વયુદ્ધોમાંથી ઊભી થયેલી પ્રશ્નાવલિ છે. છેક ઓગણીસમી સદીના અંત સુધી જીવનમૂલ્યોની આ રીતે શોધ કરવી પડતી ન હતી. દરેક માણસને પોતાનો ધર્મ એ મૂલ્યો જ આપતાં હતાં. માનવ નીતિપરાયણ જીવન જીવતો અને સંતોષથી રહેતો. ઔદ્યોગિક ક્રાન્તિ, વિશ્વયુદ્ધો, સામ્યવાદનો ઉદય, ત્રાસવાદ, વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વિકાસ આ બધાં પરિબળોએ મૂલ્યો પર કુઠારાઘાત કર્યો છે; પરિણામે આજે માનવ પુનઃ મૂલ્યની શોધમાં ભટકી રહ્યો છે.
૨. મૂલ્યનો અર્થ:
ભારતીય દર્શનશાસ્ત્રના અધ્યાપક પ્રો. ડબલ્યુ એમ. અર્બન પોતાના Fundamental of Ethics' પુસ્તકમાં મૂલ્યનાં ત્રણ લક્ષણો દર્શાવે છે ઃ (૧) મૂલ્ય તેને કહેવાય, જે માનવ ઇચ્છાઓને સંતોષે છે. (૨) મૂલ્ય એ મનોવૈજ્ઞાનિક સ્વરૂપે પ્રગટ થતું જૈવિક પરિબળ છે.
(૩) જે આત્મા કે આત્મસાક્ષાત્કારના વિકાસ પ્રત્યે દોરે તે સ્વતઃ મૂલ્ય છે.
આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧