SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) શ્રી જુગતરામ દવેએ ૧૯૨૮માં સુરત જિલ્લાના વેડછીમાં એક ઉદ્યોગ શાળા શરૂ કરી હતી. (૪) નમક સત્યાગ્રહના અંતે, ઈ.સ. ૧૯૩૦માં ખેડા જિલ્લાના બોચાસણ ગામે વલ્લભ વિદ્યાલય નામની નઈ તાલીમની શાળા ગાંધીજીના વરદ્ હસ્તે શરૂ થઈ હતી. પ્રાંતિક સ્વરાજની સરકારો ૧૯૩૭માં બની, ત્યારે તત્કાલીન મુંબઈ સરકારની મંજૂરીથી ખેડા જિલ્લાના થામણા ગામમાં સ્વ. શ્રી બબલભાઈ મહેતાએ ત્યાંની ચાલ પ્રાથમિક શાળાનું નઈ તાલીમની શાળામાં રૂપાંતર કરવાનો એક વિશિષ્ટ પ્રયોગ કર્યો હતો. સૌરાષ્ટ્રમાં સ્વ. શ્રી નાનાભાઈ ભટ્ટ ૧૯૩૮માં ભાવનગર જિલ્લાના આંબલા ગામે ગ્રામ દક્ષિણામૂર્તિ નામે નઈ તાલીમની શાળા શરૂ કરી હતી, તેમાં સૌરાષ્ટ્રની લોકશાળાઓનું બીજ હતું. (૭) માધ્યમિક શિક્ષણ માટે ૧૯૨૭માં ગૂજરાત વિદ્યાપીઠે પોતાનું વિનય મંદિર શરૂ કર્યું હતું. માધ્યમિક શિક્ષણની કક્ષાનું આ પ્રથમ ઉત્તર બુનિયાદી વિધાલય હતું. સાબરમતી આશ્રમ પરિષદ : ગુજરાતમાં બુનિયાદી શિક્ષણનું કામ કરનારા કેળવણીકારોની એક નાની પરિષદ તા. ૨૦-૫-૧૯૪૭ના રોજ શ્રી નાનાભાઈ ભટ્ટની અધ્યક્ષતામાં મળી હતી. એમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે જ્યાં-જ્યાં શક્ય હોય ત્યાં નઈ તાલીમની સ્વતંત્ર શાળાઓ અને અધ્યાપન મંદિરો શરૂ કરવાં. તદનુસાર આંબલા, વેડછી, બોચાસણ, કરાડી, નડિયાદ વગેરે સંસ્થાઓના સંચાલકોએ પોતપોતાની સંસ્થાઓને નઈ તાલીમની સંસ્થાઓમાં પરિવર્તિત કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત નઈ તાલીમ સંઘની સ્થાપના : આઝાદી આવી તે પહેલાંથી જે થોડીક સંસ્થાઓ નઈ તાલીમનું કામ કરતી હતી. તેમના અભ્યાસક્રમોને નિશ્ચિત સ્વરૂપ આપવા, પરીક્ષા પદ્ધતિની યોજના કરવા, નવી શરૂ થતી સંસ્થાઓને માર્ગદર્શન આપવા વગેરે વિવિધ હેતુસર તા. ૨૮મી ઓગસ્ટ, ૧૯૪૮ના રોજ, કરાડી ૧૬૪ ઈ. VIII) આદર્શ કેળવણીને ઉપનિષદ | મુકામે યોજવામાં આવેલા પ્રથમ ગુજરાત નઈ તાલીમ સંમેલનમાં ગુજરાત નઈ તાલીમ સંઘની સ્થાપના કરવામાં આવી. તે જ સંમેલનમાં તેનું બંધારણ ઘડીને મંજૂર કરવામાં આવ્યું હતું. નીચેના કેળવણીકારો તેના સ્થાપક સભ્યો તથા ટ્રસ્ટીઓ હતા ? ૧. શ્રી જુગતરામ દવે ૨. શ્રી દિલખુશભાઈ દીવાનજી ૩. શ્રી મનુભાઈ પંચોળી ૪. શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ ૫. શ્રી મોહનભાઈ પરીખ સંઘમાં સંસ્થા-સભ્યો તથા વ્યક્તિ-સભ્યો એમ બે પ્રકારના સભ્યો હતા. સંઘની પ્રવૃત્તિઓ : પોતાના બંધારણીય હેતુઓને પાર પાડવા માટે સંઘનું દર બે વર્ષે વાર્ષિક અધિવેશન મળતું હતું. તેમાં સંઘનાં કાર્યો અને પ્રવૃત્તિઓની ચર્ચા કરીને આયોજન કરવામાં આવતું હતું. એ અરસામાં સંઘની મુખ્યત્વે નીચેની પ્રવૃત્તિઓ હતી : ૧. વિષય સંમેલનો : બુનિયાદી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરે, વિદ્યાર્થી ઓની શક્તિઓનો સમુચિત વિકાસ થાય અને શિક્ષકોની ભણાવવાની ક્ષમતા વધે તેવા વિવિધ હેતુસર જુદી-જુદી સંસ્થાઓના વિષયશિક્ષકોના વર્ગો યોજાતા હતા. યાદ રહે, તે કાળે શાળાઓમાં ક્યાંય તાલીમ પામેલા શિક્ષકો ન હતા. ૨. સંસ્થાઓને માર્ગદર્શન : આ કામ સ્વ. બબલભાઈ મહેતા કરતા હતા. તેઓ નઈ તાલીમના શાસ્ત્રીય જ્ઞાતા અને ગાંધીવિચારના પરિવ્રાજક હતા. તેઓ જુદી-જુદી સંસ્થાઓમાં જતા. ત્યાં બે-ત્રણ દિવસ રોકાતા. શિક્ષકોને નઈ તાલીમના શિક્ષણની સમજ આપતા. ઉદ્યોગશિક્ષણ કેવી રીતે આપવું તે સમજાવતા. વિદ્યાર્થીઓને જીવન ઘડતરની વાતો કરતા. ૩. માર્ગદર્શક શિક્ષકો : વર્ષોનાં વીતવા સાથે સંસ્થાઓની સંખ્યા વધતી ગઈ; એટલે નઈ તાલીમ સંઘે દાંડીના વતની શ્રી સોમભાઈ આદર્શ કેળવણીને ઉપનિષદ , Cળ ૧૬૫]
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy