SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ‘જૈનદર્શન’માં નારી કેળવણી ઉપર પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે, કેમ કે - ‘કેળવણીની પ્રવર્તિકા જ બ્રાહ્મી અને સુંદરી હતી કે - ‘જેઓ ચોસઠ કલામાં નિપુણ હતી. વૈદિકયુગમાં પણ સ્ત્રીકેળવણીનો ઉચિત અવકાશ હતો. લોપામુદ્રા, મૈત્રેયી, ગાર્ગી જેવી અનેક વિદુષીઓએ સમયના પ્રચલિત નારીકેળવણીના ઉત્તમ ઉદારણો છે. રામાયણકાળમાં સ્ત્રીઓ માટે ચાર પ્રકારની શિક્ષાનું વિધાન હતું - નાનપણમાં જ એમને આયુધસંચાલન, રથચાલન વગેરે વિદ્યાઓ શીખવવામાં આવતી. પ્રાથમિક ચિકિત્સાનો પણ અભ્યાસ કરાવવામાં આવતો હતો. આમ જૈન-સંસ્કૃતિમાં જેટલું યોગદાન પુરુષોનું રહ્યું છે, એટલું યોગદાન નારીઓનું હતું. પરંતુ વિદેશી આક્રમણો થતાં ધીમે-ધીમે પરિસ્થિતિમાં બદલાવ આવવા લાગ્યો, તેમ છતાં સ્ત્રીકેળવણીનું મહત્ત્વ જળવાઈ રહ્યું અને આજે આધુનિક યુગમાં પ્રવેશતાં સ્રીએ પુરુષ સમોવડીનું પદ પણ પ્રાપ્ત કરી લીધું છે. આમ સ્ત્રીકેળવણીનો વિકાસક્રમ સદા પરિવર્તનશીલ રહ્યો છે અને પરિવર્તન એ જ જીવનનો પરાક્રમ છે. આવી રીતે આજની શિક્ષણપદ્ધતિમાં પણ પરિવર્તન આવે અને વિદ્યાર્થીઓનો સર્વાંગીય વિકાસ થાય એ જ જીવનનો શાશ્વત વૈભવ છે.’ અસ્તુ (લેખિકા જૈનપ્રકાશ'ના તંત્રી છે, શ્રાવક કવિ ઋષભદાસના રાસ પર સંશોધન કરી પીએચ.ડી. કરેલ છે અને જૈનશિક્ષણમાં ખૂબ જ રસ ધરાવે છે.) ૧૩૪ “માનવમાત્રમાં દિવ્યતા રહેલી છે. એને પ્રગટાવવા મથવું એ શિક્ષકજીવનનો મહાન અધિકાર અને ધર્મ છે. શિક્ષણનો એ એક મોટો આદર્શ છે.” - જે. કૃષ્ણમૂર્તિ આદર્શ કેળવણીનું ઉપનિષદ કેળવણીની બુનિયાદ : શિક્ષક-વિધાર્થી સંબંધ મનસુખ સલ્લા કેળવણીના ક્ષેત્રમાં સમયે-સમયે નવા ખ્યાલો અને સિદ્ધાંતો પ્રચલિત થતા રહ્યા છે. એ સ્વાભાવિક પણ છે, પરંતુ કેળવણીનાં બુનિયાદી તત્ત્વો સ્થિર રહ્યાં છે, એટલે મૂળતત્ત્વો અને પ્રાસંગિકતત્ત્વો વચ્ચે વિવેક કરતા રહેવો જોઈએ. કેળવણીમાં જીવનનિર્વાહ માટેનાં કૌશલ્યોની (એનું સ્વરૂપ ગમે તે હોય) ખિલવણી ખૂબ જરૂરી છે. પરંતુ કૌશલ્યોનું સ્વરૂપ યુગે-યુગે બદલાયાં કરવાનું. નવાં સંશોધનો અને ટેક્નોલૉજીએ પૂરાં પાડેલાં સાધનોને કારણે નવાં-નવાં ક્ષેત્રો ખુલવાનાં; પરંતુ કેળવણીની ચરિતાર્થતા છે કે એ માણસને નવો મનુષ્ય બનાવે. એની માણસાઈનો વિકાસ કરાવે. માણસાઈના વિકાસ માટે અનેક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ છે. એ સાર્થક તો જ થાય જો એના મૂળને પોષણ મળતું હોય. જેમ વૃક્ષના મૂળને પાણી મળે તો વૃક્ષની પ્રત્યેક ડાળી અને તમામ પ સુધી પોષણ પહોંચી જાય છે, એમ કેળવણીની સમગ્ર પ્રક્રિયામાં શિક્ષક - વિદ્યાર્થી સંબંધ મૂળતત્ત્વ રૂપ છે. કેવળ આ સમય કે અમુક કાળ માટે જ નહિ, પરંતુ આપણી પાંચ હજાર વર્ષ જૂની પરંપરા તપાસીએ કે - ‘જગતની ચાર પ્રાચીન સંસ્કૃતિઓને તપાસીએ તો તમામમાં પદ્ધતિ, પ્રક્રિયા અને ટેક્નિકની ભિન્નતા જોવા મળશે, પરંતુ શિક્ષક-વિદ્યાર્થી સંબંધનું મહત્ત્વ બધે જ જોવા મળશે.' આ કાંઈ મુગ્ધ ભ્રમણા કે માની લીધેલો ખ્યાલ નથી, પરંતુ કેળવણીપ્રક્રિયાનું હાર્દ છે. ગમે તેટલાં સાધનો, નવી-નવી પદ્ધતિઓ, અવનવી ટેનિક્સ પછી પણ એને સાર્થક કરનાર તો શિક્ષક જ છે. એટલે વિદ્યાર્થી શિક્ષક સાથેના સંબંધમાંથી શીખે છે. એ સંબંધને વિકલ્પે સાધનો, પદ્ધતિ કે ટેક્નિકને મૂકી નહિ શકાય. આજે આપણે આ ભૂલ કરી છે, શિક્ષકને ગૌણ ગણ્યો, તેમાંથી આજના કોયડા સર્જાયા છે. અન્ય સઘળાનો મહિમા કરવામાં આપણે મૂળને બદલે પાંદડે પાણી પાવાની ભૂલ કરી રહ્યા છીએ. એ સ્પષ્ટ થઈ જવાની જરૂર છે કે - ‘શિક્ષકનું સ્થાન કોઈ સાધન, પદ્ધતિ કે ટેનિક લઈ શકે નહિ. એ સઘળું ઉપયોગી છે. આવશ્યક છે, પરંતુ કેળવણીપ્રક્રિયામાં એકડો તો શિક્ષક જ છે.' એકડો હોય તો પછી આ સઘળાં મીંડાં તેની કિંમત અનેકગણી વધારી શકે છે. આદર્શ કેળવણીનું ઉપનિષદ ૧૩૫
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy