________________ કેળવણી કહે છે : “હું સત્તાની દાસી નથી, કાયદાની કિંકરી નથી, વિજ્ઞાનની સખી નથી, કળાની પ્રતિહારી નથી, અર્થશાસ્ત્રની બાંદી નથી, હું તો ધર્મનું પુનરાગમન છું. મનુષ્યના હૃદય, બુદ્ધિ તેમ જ તમામ ઈન્દ્રિયોની સ્વામિની છું. માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર એ બે મારા પગ છે. કળા અને હુન્નર મારા હાથ છે, વિજ્ઞાન મારુ મસ્તિષ્ક છે, ધર્મમારુ હૃદય છે, નિરીક્ષણ અને તર્ક મારી આંખો છે, ઈતિહાસ મારા કાન છે, સ્વાતંત્ર્ય મારો શ્વાસ છે, ઉત્સાહ અને ઉદ્યોગ મારા. ફેફસાં છે, ધીરજ મારું વ્રત છે, શ્રદ્ધા મારું ચૈતન્ય છે. મારી ઉપાસના કરનાર બીજા કોઈનો ઓશિયાળો નહીં રહે.” -કાકા કાલેલકર શિક્ષણની પ્રક્રિયા | શિક્ષકે દિવ્ય ચેતનાના વાહક બનવાનું છે. પોતાના વર્તનથી પોતાની પ્રભાવક હાજરીથી બાળકોમાં રહેલી સુપ્ત ચેતનાને - દિવ્યશક્તિઓને જગાડવાની છે, એ જ શિક્ષકનું મુખ્ય કર્તવ્ય છે. બાકી કેળવણીનું કામ આપોઆપ થતું હોય છે. શિક્ષણની પ્રક્રિયા તો આજીવન ચાલતી રહેતી સ્વયંભૂપ્રક્રિયા છે. " - શ્રી માતાજી