Book Title: Adarsh Kelavaninu Upnishad
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 85
________________ પટેલને માર્ગદર્શકશિક્ષક બનાવ્યા અને તેમને નઈ તાલીમ વિદ્યાલયોમાં જઈને સ્થળ ઉપર જ માર્ગદર્શન આપવાની કામગીરી સોંપી. તેમણે ૧૯૫૯ સુધી સેવા આપી. ત્યાર પછી એવા જ બીજા માર્ગદર્શકશિક્ષક શ્રી શશીકાન્ત ત્રિવેદી ૧૯૬૧-૬૨માં હતા. તેમના પછી વિજ્ઞાનના ગ્રેજ્યુએટ નવસારીના વતની શ્રી ચીનુભાઈ કકલિયા માર્ગદર્શક શિક્ષક બન્યા હતા. તેમણે કૃષિઉદ્યોગ, અંબરઉદ્યોગ, છાત્રાલયસંચાલન, વિષયશિક્ષણ વગેરે બાબતે ઉત્તર બુનિયાદી વિદ્યાલયોને ઘણું જ અસરકારક માર્ગદર્શન આપ્યું હતું. ઉત્તર બુનિયાદી વિદ્યાલયોમાં જાપાની પદ્ધતિએ ડાંગરની ખેતી તેમણે દાખલ કરાવી હતી. ૪. અધ્યયન શિબિરો : નઈ તાલીમના શિક્ષકો અને કાર્યકરો નઈ તાલીમના સિદ્ધાંતો અને તેની શિક્ષણ પદ્ધતિને સારી રીતે સમજે તે હેતુથી વસ્ત્રવિદ્યા, કૃષિવિદ્યા, સમાજશિક્ષણ, બાલવાડી, સ્વચ્છતા અને સફાઈ જેવા વિષયોના શિબિરો યોજાતા હતા. બાલવાડી શિબિરોની શરૂઆત ૧૯૫૪માં થઈ હતી. ઉત્તર બુનિયાદી શાળાઓને સંઘ સાથે સંયોજિત કરવા માટેના નિયમો : સંઘે તા. ૨૦-૬-૧૯૬૦ની કારોબારી સભામાં નિયમો ઘડી કાઢ્યા હતા. તેમાં શાળામાં શિક્ષકોને તેમની લાયકાત, ઉદ્યોગ માટે જમીન અને સાધનોની જરૂરિયાત, છાત્રાલય માટે મકાન અને અન્ય સગવડો, શાળામાં વર્ગદીઠ વિદ્યાર્થી સંખ્યા વગેરે ઘણી બાબતો નિયત કરવામાં આવી હતી. તેનાથી નવી શરૂ થનાર ઉત્તર બુનિયાદી શાળાઓને ઘણું માર્ગદર્શન મળતું થયું હતું. વેડછીનું છાત્રાલય સંમેલન - ૧૯૬૧ : ઉત્તર બુનિયાદી વિદ્યાલય સામાન્ય હાઈસ્કૂલોથી બે બાબતે અલગ પડે છે. (૧) ઉદ્યોગ અને (૨) અનિવાર્ય છાત્રાલય જીવન. નઈ તાલીમ સર્વોદય સમાજની રચના કરવા માટેની કેળવણી છે, તેથી નઈ તાલીમ દ્વારા ભારતના સમાજજીવનમાં હજારો વર્ષોથી ચાલ્યા આવેલા જ્ઞાતિ, જાતિ, ધર્મ, ઉચ્ચ-નીચના અનેક ભેદભાવોને નાબૂદ કરીને સર્વ નાગરિકોની સમાનતાના પાયા ઉપર સમાજની નવરચનાનું નઈ તાલીમનું ધ્યેય ૧૬૬ / A આદર્શ કેળવણીને ઉપનિષદ | છાત્રાલય જીવન દ્વારા જ સિદ્ધ થઈ શકે. તે માટે છાત્રાલયો કેવાં હોય, ગૃહપતિ કેવા હોય, સંચાલન કેવું હોય, ભોજન - નિવાસની વ્યવસ્થા કેવી હોય વગેરે સંખ્યાબંધ મુદ્દાઓની તાલીમ ચાલુ ગૃહપતિઓને આપવાના હેતુથી આ સંમેલન યોજવામાં આવ્યું હતું. ૭. બાલવાડી શિબિરો : ૧૯૫૪થી શરૂ થયેલી બાલવાડી શિબિરો બાલવાડી ચલાવનારાં શિક્ષક-શિક્ષિકાઓને તાલીમ આપીને તૈયાર કરવાં માટે દરવર્ષે એપ્રિલ-મે માસમાં ચલાવવામાં આવે છે. આ શિબિરો શરૂ થયા પછી અતૂટપણે આજપર્યંત ચાલુ છે, એ એક સિદ્ધિ ગણાય. અત્યાર સુધીમાં ૬૧ બાલવાડી શિબિરો યોજાઈ ગયાં છે. ૮. શાંતિસેના : જાન્યુઆરી, ૧૯૬૬માં વિશ્વમંગલમ્, અનેરા મુકામે યોજાયેલા સંઘના સંમેલનમાં ઉત્તર બુનિયાદી શાળાઓમાં શાંતિસેનાની પ્રવૃત્તિ શરૂ કરવાનો ઠરાવ થયો. એના અનુસંધાનમાં અનેક વિદ્યાલયોમાં આ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાત ઉત્તર બુનિયાદી વિદ્યાલય સંઘ તો દરવર્ષે ગ્રીષ્મ રજાઓમાં એક અઠવાડિયાનો તરુણ શાંતિસેના તાલીમ શિબિર યોજે છે. છેલ્લાં થોડાં વર્ષોથી ઉત્તર બુનિયાદી વિદ્યાલયોમાં વ્યાયામનો વિષય દાખલ થયો હોવાથી અને એ વિદ્યાલયોમાં સી.પી.એડ. જેવા વ્યાયામના તાલીમ પામેલા શિક્ષકો ન હોવાથી સંઘ તરફથી વ્યાયામ, યોગ અને શાંતિસેનાની તાલીમના શિબિર શિક્ષકો માટે યોજવાની શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં ૧૧ શિબિર થયા છે. ૯. ઉત્તર બુનિયાદી વિધાલયોને સરકારી માન્યતા : ૧૯૬૦માં ગુજરાતનું અલગ રાજ્ય બન્યું. ગુજરાતમાં કોંગ્રેસની નવી સરકાર આવી. એ સરકારે ગુજરાતને વિવિધ ક્ષેત્રે પ્રગતિશીલ રાજ્ય બનાવવા માટે અનેક કાર્યક્રમો હાથ ધર્યા. શિક્ષણક્ષેત્રે પણ નઈ તાલીમની શાળાઓને સરકારી માન્યતા મળે અને એ શાળાઓ અન્ય માધ્યમિક શાળાઓની સાથે સર્વ રીતે સમકક્ષ બને તેવો અભિગમ અપનાવ્યો. નઈ તાલીમ સંઘના સંવાહકોની રજૂઆત સ્વીકારીને સરકારે શ્રી વી. એચ. ભણતના અધ્યક્ષપદે, ગુજરાત આદર્શ કેળવણીને ઉપનિષદ A ૧૬o |

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93