Book Title: Adarsh Kelavaninu Upnishad
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 86
________________ નઈ તાલીમ સંઘના હોદ્દેદારોને લઈને એક સમિતિ બનાવી હતી. તે સમિતિની બધી ભલામણોને સરકારે સ્વીકારી અને તેનો અમલ કર્યો. ત્યારથી ઉત્તર બુનિયાદી વિદ્યાલયોને સરકારી માન્યતા મળી, તેમને સરકારી ગ્રાન્ટ મળવાની શરૂઆત થઈ. સ્ટાફ પેટર્ન અને વેતનધોરણો લાગુ થયાં. વિદ્યાર્થીઓ માધ્યમિક શાળાંત પરીક્ષા (એસ. એસ. સી. પરીક્ષા) આપવા લાગ્યા. આમ નઈ તાલીમનાં વિદ્યાલયોના ઘણા પ્રશ્નો ઉકલ્યા. સમિતિએ નોંધ્યા પ્રમાણે ૧૯૬૧માં ૧૨ ઉત્તર બુનિયાદી શાળાઓ હતી. સૌરાષ્ટ્રમાં ચાલતી લોકશાળાઓને પણ આ નવી વ્યવસ્થામાં સમાવી લેવામાં આવી હતી. નઈ તાલીમ સંઘનાં વાર્ષિક આચાર્ય, શિક્ષક, ગૃહપતિ સંમેલનો : ગુજરાત નઈ તાલીમ સંઘની સ્થાપનાથી જ તેનું દર બે વર્ષે અધિવેશન યોજાતું હતું. તેમાં હિસાબો મંજૂર થતા. હોદ્દેદારોની વરણી થતી. નવા વર્ષમાં કરવામાં આવનાર પ્રવૃત્તિઓનું આયોજન થતું હતું. આ સંમેલનમાં સંઘના હોદ્દેદારો અને સંઘના માન્ય સભ્યો ભાગ લઈ શકતા હતા. કાળક્રમે ગુજરાતમાં નઈ તાલીમની વિવિધ સ્તરની સંસ્થાઓની સંખ્યા ઘણી વધી, એટલે એ બધી સંસ્થાઓમાં કામ કરનારા આચાર્યો, શિક્ષકો, ગૃહપતિઓ, સંસ્થા સંચાલકો વગેરે પણ નઈ તાલીમ સંઘ સાથે જોડાયેલા રહે એ આવશ્યક લાગ્યું. એમ કરવાથી નઈ તાલીમની વિભાવનાની સમજ કેળવાતી રહે ને સૌને સંઘ સાથેના પોતાના સંબંધનો ભાવ કેળવાય; એટલે ૧૯૪૮થી આવા સંમેલન યોજવાની શરૂઆત થઈ ત્યારથી એ સંમેલનો દર બે વર્ષે નિયમિત રીતે યોજાતાં રહ્યાં છે. અત્યાર સુધી આવાં કુલ ૩૧ દ્વિવાર્ષિક સંમેલન થયાં છે. છેલ્લે છેલ્લે તો સંઘનો સંબંધ આચાર્યો, શિક્ષકો, ગૃહપતિઓ, સંચાલકો અને અન્ય કાર્યકરો સાથે એવો ભાવનામય બન્યો છે કે હવેનાં સંમેલનોમાં ૭૦૦-૮૦૦ જેટલી સંખ્યા ઊમટી પડે છે. ત્યાં અનેકના નોંધપાત્ર અનુભવોની આપલે થાય છે ને સૌની જાણકારી તાજી રહે છે. ગૃહપતિ-ગૃહમાતા તાલીમ શિબિર : નઈ તાલીમ વિદ્યાલય સાથે છાત્રાલય તો જોડાયેલું હોય જ. એ છાત્રાલય સારી રીતે ચાલે, વિદ્યાર્થીઓના સંસ્કારનું ઘડતર થાય તેનો [ ૧૬૮ A આદર્શ કેળવણીનું ઉપનિષદ આધાર ગૃહપતિ કે ગૃહમાતા ઉપર રહેલો છે. છાત્રાલય સરકારમાન્ય હોય, પણ ગૃહપતિની લાયકાતનું કોઈ ધોરણ નહિ. તેમને યોગ્ય તાલીમ મળે તેની આવશ્યકતા વર્તાતી હતી, એટલે નઈ તાલીમ સંધે ૧૯૯૫ના વર્ષથી આવા ગુહપતિ - ગૃહમાતાઓને તાલીમ આપવા માટે પાંચ દિવસની શિબિરોની શરૂઆત કરી. શિબિરનું સંચાલન સુરેન્દ્રનગર બાલાશ્રમનાં સંચાલક દંપતી શ્રી નાગજીભાઈ દેસાઈ અને તેમનાં ધર્મપત્ની સુશ્રી શાંતાતાઈ દેસાઈ કરતાં હતાં. તેઓના બાલાશ્રમમાં નિરાધાર, અનાથ બાળકોના શિક્ષણમાં આ દંપતીએ પોતાનું જીવન અર્પણ કરી દીધું છે. શ્રી નાગજીભાઈ એક સારા કેળવણીદાર અને નઈ તાલીમના તજજ્ઞ છે, એટલે તેમના સંચાલનમાં આ શિબિરોની એક પરંપરા ઊભી થઈ છે. અત્યાર સુધીમાં ૧૮ શિબિરો યોજાઈ ગઈ છે. સંગીત શિબિર : ગુજરાત નઈ તાલીમ સંઘ અને અદ્વિતીય શૈક્ષણિક સંઘ છે. તે સંગીત શિબિર પણ યોજે છે. સંગીતનો શોખ કે રસ દરેકને હોય છે. કોઈને ગાવાનો, કોઈને સાંભળવાનો, કોઈને બજાવવાનો તો કોઈને એકલાએકલા ગુંજન કરવાનો. વર્તમાનમાં સંગીત હાઈટેક થવાથી અને તેમાં મુખ્યત્વે સીને - સંગીતની બહુલતા હોવાથી સારાં ભાવવાહી ગીતો સાંભળવા મળતાં નથી; એ સંજોગોમાં નઈ તાલીમ સંઘનો સંગીત શિબિરનો પ્રયોગ ઘોર અંધકારમાં પ્રકાશનાં તેજલીસોટા સમાન છે. આ શિબિરમાં વિવિધ પ્રકારનાં ગીતો, ઉષાગીતો, ઉત્સવગીતો, ઊર્મિગીતો, ગાંધીગીતો, શૌર્યગીતો, દેશભક્તિના ગીતો, રાષ્ટ્રીય-ભાવનાનાં ગીતો, કૂચગીતો અને ભજનોનો રસથાળ પીરસાય છે. અભિગમ બધાં ગીતો સમૂહમાં મધુર રાગે ગવાય ને યુવાનો-યુવતીઓનાં કંઠે એ ગીતો રમતાં થઈ જાય એવો છે. સંગીતની કળાને સામાજિક સ્વસ્થ ઉલ્લાસનું સ્વરૂપ તો સમૂહગીતો દ્વારા જ મળી શકે. ઢોલના તાલે ને મંજીરાના મીઠા રણકારે સો - બસો - પાંચસોનાં મધુર કંઠે હલકભેર ગવાતાં ગીતો જેણે સાભળ્યાં હોય એને એના દિવ્ય આનંદની અનુભૂતિ થાય. આવી સંગીત શિબિરો યોજાઈ છે. એ સિવાય સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ, બુનિયાદી શિક્ષણ રચનાત્મક સંઘ, સુરત જિલ્લો અને ઉત્તર ગુજરાત ઉત્તર બુનિયાદી વિદ્યાલય સંઘ પણ પોતપોતાના વિસ્તારમાં સંગીત શિબિરો યોજે છે. આદર્શ કેળવણીનું ઉપનિષદ છે TINA ૧૬૯ ]

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93