Book Title: Adarsh Kelavaninu Upnishad
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 66
________________ કેળવણીની પ્રાચીન પદ્ધતિ : પ્રાચીનયુગમાં આજના યુગની જેમ ખર્ચીલી કેળવણી ન હતી. ત્યારે આજની માફક ન તો ફી આપવી પડતી હતી, કે ન તો પુસ્તકોનો ભાર ઉપાડવો પડતો હતો. કુદરતના ખોળે નદીના તટે આવેલ આશ્રમમાં - ગુરુકુળમાં વિદ્યાર્થીઓ ભણતા નાના - મોટા દરેક વિદ્યાર્થીઓને ગુરુ સમાનભાવે ભણાવતા, પછી ભલે એ વિદ્યાર્થી કોઈ રાજાનો પુત્ર હોય કે શ્રેષ્ઠીપુત્ર કે પછી ગરીબનો પુત્ર હોય, ગુરુ બધા પ્રત્યે સમભાવ રાખતા; તેમ વિદ્યાર્થીઓ પણ ગુરુ પ્રત્યે પ્રગાઢશ્રદ્ધા ધરાવતા. ગુરુકુળમાં વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે શ્રમ અને સ્વાવલંબનના પાઠ પણ ભણતા તેમજ આધ્યાત્મિક જ્ઞાન સહેજે મળી રહેતું. આમ બૌદ્ધિક જ્ઞાન સાથે-સાથે શારીરિક, નૈતિક અને ધાર્મિક જ્ઞાન પણ મળતું. તેથી તેમનો સવગીય વિકાસ થતો હતો, જેથી તેમનામાં સુસંસ્કારોનું ઘડતર થતું. કેળવણીની અર્વાચીન પદ્ધતિ : સમયના વહેણ વહેતાં ગયાં તેમ-તેમ કેળવણી પદ્ધતિમાં પણ ફેરફાર થવા લાગ્યા. ગુરુકુળના સ્થાને પ્રાથમિક શાળાઓ આવી ગઈ અને વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચશિક્ષણ માટે વિદ્યાલયોની સ્થાપના થઈ. કેળવણીના પ્રાચીન આદર્શમાં વધતા જતા વિકાસમાં એવી રીતે ફેરફાર થવા લાગ્યો કે નિત્યનો ગુરુ-શિષ્યનો સંસર્ગ ઘટવા લાગ્યો. ભારતીય સંસ્કૃતિની છાયા ધીરે-ધીરે ઝાંખી થવા લાગી. અને પાશ્ચાત્યશિક્ષણનો પ્રભાવ પડ્યો. આજનું શિક્ષણ માણસને વકીલ, ડૉક્ટર, શિક્ષક વગેરે બનાવે છે, પણ દુઃખની વાત એ છે કે તે માણસને માણસ બનાવી શકતો નથી. આજની કેળવણી મનુષ્યને ફકત પેટપૂર્તિ સુધી જ સીમિત બનાવી દે છે. વધુમાં વધુ પૈસા એકઠા કરવા અને વૈભવ-વિલાસમાં વૃદ્ધિ કરવી એ જ એકમાત્ર જીવનનો ઉદ્દેશ્ય બની ગયો છે. કેળવણીનો ધ્યેય પણ આ જ બની ગયો છે. આજનો વિદ્યાર્થી વિચારે છે કે - ‘તે જ કેળવણી ઉત્તમ છે, જે સારામાં સારો અર્થોપાર્જન કરાવે.” પૈસાનું આકર્ષણ જ્ઞાનમાં ઊંડા ઊતરવા દેતું નથી, એટલે જ આજનો કેળવાયેલો વર્ગ થોડા પૈસા મેળવી લે છે, પણ માનસિક શાંતિ પામી શકતો નથી. વર્તમાન શિક્ષણ પરીક્ષાલક્ષી છે, જીવનલક્ષી નથી. પરીક્ષામાં ઉત્તીર્ણ થવું એ જ જાણે શિક્ષણનું આખરી ધ્યેય છે. જેના કારણે શિક્ષણ [ ૧૨૮ છે A આદર્શ કેળવણીનું ઉપનિષદ 1 વિદ્યાર્થીના જીવનમાં ઊંડે ઊતરતું નથી, સંસ્કારોનું સિંચન થતું નથી. એટલે જ શૈક્ષણિક પરીક્ષાઓમાં ઊંચા ગુણાંક સાથે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ પણ જગત અને જીવનની પાઠશાળામાં નિષ્ફળ પુરવાર થાય છે. વળી ઉચ્ચશિક્ષણ પણ મોટે ભાગે બેકારો અને સામાન્ય કારકુનો સર્જે છે. એ હકીકત શિક્ષણના આખા માળખાનો પાયાનો કચાશનો બોલતો પુરાવો છે. શિક્ષણ પૂરું કર્યા પછી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે' એ વિચારે આજનો વિદ્યાર્થી ઊંડી હતાશામાં ડૂબી જાય છે. અંધકારમય ભાવિ એ આજના વિદ્યાર્થીની સૌથી ગંભીર સમસ્યા છે. વિદ્યાર્થીની આ સમસ્યાઓનો ઉકેલ વિદ્યાર્થીના હાથમાં નથી, પરંતુ સમાજ અને સરકારના હાથમાં છે. આપણી સમગ્ર શિક્ષણ-વ્યવસ્થા વધુ સધ્ધર અને સ્થિર બને, વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ થાય એવી શિક્ષણપ્રણાલી જૈનદર્શનમાં જોવા મળે છે. “જૈનદર્શન’ની મૂલ્યપરક કેળવણી : વર્તમાન યુગમાં મનુષ્યને પ્રતિદિન અનેક વિષમતાઓનો સામનો કરવો પડે છે. એના જીવનમાં અનેક વિકટ પરિસ્થિતિઓ પણ આવ્યા જ કરે છે. જે મનુષ્યના મગજમાં નિરંતર તણાવ (સ્ટ્રેસ) પેદા કરે છે. મનુષ્યમાં આ તણાવને સહન કરવાની શક્તિ નથી. આવી પરિસ્થિતિમાં શું એ સંભવ છે કે શિક્ષણ એને મદદ કરી શકશે ? જવાબ ‘ના’માં જ હશે એટલા માટે આજના દક્ષિણ સાથે એવું શિક્ષણ જોડવું જોઈએ કે - જેનાથી મનુષ્યમાં મનોબળ વિકસિત થાય. સહિષ્ણુતા વધે, માનસિક સંતુલન બની રહે અને ચિંતનમાં વિધાયક દૃષ્ટિ તેમજ સમ્યકર્દષ્ટિ હોય.' શિક્ષણ પ્રત્યેક ક્ષેત્રના વિકાસનો આધાર છે. સંતુલિત શિક્ષાપ્રણાલી એટલે કે વ્યક્તિનો સર્વાગી વિકાસ. જેમાં વ્યક્તિત્વના ચાર પાસાનો જેમ કે - “શારીરિક, માનસિક, બૌદ્ધિક અને ભાવાત્મક સંતુલિતરૂપમાં વિકાસ થાય. આજનાં શિક્ષણમાં આ ચાર પાસામાંથી બે જ પર ધ્યાન આપવામાં આવે છે - તે છે શારીરિક અને બૌદ્ધિક વિકાસ બાકીના બે પાસા ઉપેક્ષિત છે. આજે શારીરિક - વિકાસ ખૂબ થયો છે અને બૌદ્ધિકવિકાસ પણ પ્રતિદિન આગળ ને આગળ વધી રહ્યો છે પરંતુ માનસિક અને ભાવાત્મક વિકાસ સંપૂર્ણપણે થતો નથી. એટલે જ શિક્ષણપદ્ધતિનો આ અસંતુલન દૂર કરવાની જરૂર છે; કારણ કે આ અસંતુલન પોતાનો | આદર્શ કેળવણીને ઉપનિષદ IIM ૧૨૯]

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93