________________
સાચી સ્થિતિનો ચિતાર મેળવ્યો. અનેક તીર્થસ્થાનોમાં ફર્યા. પુલહાશ્રમમાં ગોપાળયોગી પાસેથી અષ્ટાંગ યોગ શીખ્યા.
કેળવણીમાં પ્રવાસનું ખૂબ મહત્ત્વ છે. તેનાથી વ્યક્તિ અનેક લોકોના સંપર્કમાં આવે છે. વિવિધ જાતિ, ધર્મ, પ્રાંત વગેરેના લોકોના રીતરિવાજો, સ્વભાવ, ભૌગોલિક સ્થિતિ, પર્યાવરણ વગેરેનો પ્રત્યક્ષ અનુભવ મળે છે. સારા-નરસા અનુભવોનું પાથેય લાધે છે. શાબ્દિક-જ્ઞાન કરતાં આનુભવિક જ્ઞાન ચડિયાતું છે.
સહજાનંદ સ્વામીએ જાતે જ પોતાના ત્યાગી સાધુઓ અને ગૃહસ્થ ભક્તોને યોગની શિક્ષા આપી અને યોગનું મહત્ત્વ સમજાવ્યું. સહજાનંદ સ્વામીના સમકાલીન સંતો, ભક્તોમાં અનેક લોકો અષ્ટાંગયોગમાં પારંગત હતા. તેઓ સ્વેચ્છાથી સમાધિમાં જઈ શકતા અને બીજાને પણ મોકલી શકતા.
કેળવણીમાં યોગવિદ્યા એક મહત્ત્વનું અંગ છે. તેનાથી આંતરિક અને બાહ્ય શક્તિઓનો વિકાસ થાય છે. શરીર સુદઢ બને છે, મનોબળ વધે છે, તેથી સ્વામિનારાયણ ધર્મમાં યોગના શિક્ષણને સવિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
સહજાનંદ સ્વામીએ કેળવણીમાં સંગીત અને નૃત્યને અદકેરું મહત્ત્વ આપ્યું હતું. તેમની પાસે સંગીતજ્ઞોની એક મોટી ફોજ હતી. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી, સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી વગેરે ઉચ્ચ કોટિના સંગીતજ્ઞો તથા નૃત્યકળા વિશારદ હતા. શ્રી મુક્તાનંદ સ્વામીએ તો તે સમયના ખ્યાતનામ ગ્વાલિયરના ગવૈયાઓને પણ સંગીત અને નૃત્યકળામાં માત કરેલા તથા અનેક સભાઓ જીતેલી તેના પુરાવાઓ મળે છે. દીપકરાગ ગાવાથી દીવડાઓ પ્રગટે છે અને મેઘ મલાર ગાવાથી વૃષ્ટિ થાય છે, તે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ સિદ્ધ કરી બતાવેલુ. - શ્રી સહજાનંદ સ્વામીના મતે સંગીત અને નૃત્યકળા એ કેળવણીના અનિવાર્ય અંગ છે. આજે પણ કિલ્લા પારડીમાં સ્વા. ધર્મનો - વલ્લભ સંગીત આશ્રમ છે. તેના સ્થાપક પૂ. ચૈતન્ય સ્વામી સંગીતના બેતાજ બાદશાહ છે. સંગીત અને નૃત્યથી માણસનું જીવન લયબદ્ધ બને છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ તનાવમુક્ત જીવન રાખવામાં આ કળાઓ જડીબુટ્ટીનું કામ કરે છે. તેનાથી માણસની આંતરિક ચેતના સમૃદ્ધ બને છે. અને ભાવાત્મક વિકાસ થાય છે. [ ૧૫૬ .
MLA આદર્શ કેળવણીનું ઉપનિષદ |
સહજાનંદ સ્વામીએ કેળવણીમાં ચિત્રકળાને પણ મહત્ત્વ આપ્યું છે. સ્વા. સંપ્રદાયમાં સદ્દગુરુ આધારાનંદ સ્વામી, નારણભાઈ વગેરે અનેક સિદ્ધહસ્ત ચિત્રકારો થયા છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીકેળવણીને પણ ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. સહજાનંદ સ્વામીએ તે માટે સંપ્રદાયમાં સ્ત્રી-પુરુષોની અલગ ધર્મસભા, મંદિરો વગેરેની વ્યવસ્થા કરી, તે આજપર્યત જોવા મળે છે. બહેનોનાં મંદિરો, સભાઓ વગેરેનું સમગ્ર સંચાલન બહેનો જ સંભાળે છે, તેથી સ્ત્રીશિક્ષણને ઉત્તેજન મળે છે. ભણેલો દીકરો એક કુળને તારે છે. જ્યારે ભણેલી દીકરી પિતૃકુળ અને સ્વસુરકુળ એમ બે કુળને ઉજાળે છે. એક માતા સો શિક્ષકની ગરજ સારે છે.” એ સર્વવિદિત છે. જો સ્ત્રી ભણેલી હોય તો ઘરની વ્યવસ્થા સુચારુ રૂપે કરી શકે છે અને બાળકોના ઉછેર, શિક્ષણ, સંસ્કાર સિંચન વગેરે સારી રીતે કરી શકે છે. એટલું જ નહિ, પુરુષને માર્ગદર્શક અને મદદરૂપ પણ થઈ શકે છે.'
સહજાનંદ સ્વામીએ સ્ત્રીશિક્ષણ - કન્યાકેળવણી માટે કવિ નર્મદના જેવું ઉગ્ર આંદોલન નથી ચલાવ્યું, પરંતુ કન્યાકેળવણીને ઉત્તેજન મળે તે માટે તેને ધર્મનું એક મહત્ત્વનું અંગ ગયું છે. આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક ત્યાગી-સાધ્વી વિદુષીઓ છે.
સહજાનંદ સ્વામીએ પ્રૌઢશિક્ષણને પણ મહત્ત્વ આપ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક ત્યાગી સંતોને ૪૫ વર્ષ પછીની ઉમરે પણ ભણવા માટે મોકલ્યાના અનેક દાખલાઓ નોંધાયા છે. કેળવણી માટે ઉંમરનો કોઈ બાધ નથી.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષણ સાથે શ્રમને સાંકળી લેવામાં આવ્યો છે. આ શ્રમની સંકલ્પનાને “સેવા” કહેવામાં આવે છે. આજના શિક્ષણમાં શ્રમ પ્રત્યેની સુગ જોવા મળે છે. બૌદ્ધિક-કાર્યો સાથે શારીરિકશ્રમ પણ જરૂરી છે, તો જ તન, મન, તંદુરસ્ત રહી શકે. સ્વામિનારાયણ ધર્મની કેળવણીની શ્રમયુક્ત શિક્ષણની પરંપરા વ્યકિતને સ્વનિર્ભર બનવામાં મદદરૂપ થાય છે. - ટૂંકમાં, શ્રી સ્વામિનારાયણ ધર્મની કેળવણીની વિભાવનામાં માતાપિતાની સક્રિય ભૂમિકા, સકારાત્મક દૃષ્ટિકોણ, પ્રવાસ પર્યટન દ્વારા જીવંત શિક્ષણ, યોગ, સંગીત, નૃત્યકળા, ચિત્રકળા, સ્ત્રીશિક્ષણ, પ્રૌઢશિક્ષણ આદર્શ કેળવણીનું ઉપનિષદ
I ૧૫o.