________________
વગેરેને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ બધી કળાઓને સહજાનંદ
સ્વામી શિક્ષણનાં અભિન્ન અંગો માને છે.
સહજાનંદ સ્વામીએ ‘શિક્ષાપત્રી'માં એક મહત્ત્વનો ધર્માદેશ આપતા કહ્યું છે કે -
संस्थाप्य विप्रं विद्वांसं पाठशाला विधाप्य च । प्रवर्तनीया सद्विद्या भुवि यत्सुकृतं महत् ॥ (fશક્ષાપત્રી ો - ૨૩૨) સહજાનંદ સ્વામી કહે છે કે - “અમારા આશ્રિતોએ શિક્ષણના પ્રસાર-પ્રચાર માટે પાઠશાળા (શાળા - મહાશાળાઓ) સ્થાપવી અને તેમાં વિદ્વાન પ્રાધ્યાપકોને રાખીને સદ્વિઘા(જીવપ્રાણીમાત્રનું ભલું થાય તેવી વિદ્યા)નું પ્રવર્તન કરવું; કારણ કે સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે.”
ભારતીય પ્રાચીન શાસ્ત્રો કહે છે કે -
'अन्नेन क्षणिका तृप्ति, यावद् जीवम् च विद्याया ।' અર્થાત્ અશથી વ્યક્તિને થોડી વાર માટે તૃપ્તિ મળે છે, જ્યારે વિદ્યાજ્ઞાનદાનથી આજીવન તૃપ્તિ મળે છે.' ભારતની આ વિદ્યાદાનની પ્રાચીન પરંપરાને જીવંત રાખવા અને તેનો વ્યાપ વધારવામાં સ્વામિનારાયણ સંપ્રદાયનુ ખૂબ મોટું યોગદાન છે.
આજે પણ સ્વામિનારાયણ ધર્મના ૧૧ જેટલા નાના-મોટા ફિરકાઓ વચ્ચે આંતરિક મતભેદો હોવા છતાં શિક્ષણ બાબતે સૌ એકમત છે. સમાજનું ઉત્થાન શિક્ષણ વિના શક્ય નથી. બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાગી સાધુઓ દ્વારા ૨૦૦ જેટલી ગુરુકુળ શિક્ષણ સંસ્થાઓ ચાલે છે. તેમાં વર્તમાન શિક્ષણના અનેકવિધ પ્રવાહો સાથે સહજાનંદ સ્વામીએ બતાવેલા આદર્શો પ્રમાણેની કેળવણી આપવામાં આવે છે.
(લેખક : એમ.એ., બી.એડ્., પી.એચ. ડી., વેદાંતદર્શન, સાહિત્યાચાર્ય ‘સ્વામિનારાયણ દર્શન' માસિકના તંત્રી તથા શ્રી સહજાનંદ ગુરુકુળ, ખાંભાના સંચાલક અને વિદ્યાલય, ખાંભામાં આચાર્ય તરીકે માનસેવા બજાવે છે. ૪૦ જેટલાં ધર્મ, શિક્ષણ વગેરેને લગતાં પુસ્તકોનું લેખન અને પ્રકાશન કરેલ છે.)
૧૫૮
આદર્શ કેળવણીનું ઉપનિષદ
આદર્શ કેળવણી સ્વાતિબહેન નવલકાન્ત જોષી
'True knowledge is not offained by Ehinking.' It is what you are; it is what you become. Sri Aurobinds. મારો આ લેખ સૌપ્રથમ તો શ્રીમાતાજી તથા મહર્ષિ અરવિંદને શ્રદ્ધાપૂર્વક સમર્પિત કરું છું જેમણે પોંડિચેરી આશ્રમ તથા ‘ઓરોવિલે’માં આદર્શ કેળવણીને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે.
‘ગુરુાં ગુરુ' એવા મારાં માતા-પિતાને કોટિ-કોટિ વંદન કરું છું. જેમણે ૫૦ વર્ષની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન નિઃસ્વાર્થભાવે અસંખ્ય વિદ્યાર્થીઓનું જીવનઘડતર કર્યું છે. પ્રેમ અને વાત્સલ્યનાં અમૃત પાયાં છે.
આદર્શ કેળવણી અને વાસ્તવિકતા વચ્ચેની ખાઈ એટલી પહોળી અને ઊંડી છે કે ‘શિક્ષણમાં ક્રાંતિ'ની ફક્ત વાતો ઘણી થાય છે પરંતુ તેનો અમલ થતાં પહેલાં જ ક્રાંતિની મશાલો બુઝાઈ જાય છે. શિક્ષણક્ષેત્રમાં મારા ૩૦ વર્ષના અનુભવ પછી કેટલાંક તારણો અહીં રજૂ કરું છું. આદર્શ કેળવણી
૧. આદર્શ કેળવણીનું અંતિમ લક્ષ્ય તો છે આત્મસાક્ષાત્કાર અને પરમાત્માની પ્રાપ્તિ. અર્થાત્ પરમાત્મા સ્વયં ક્ષણેક્ષણ મનુષ્યમાં અભિવ્યક્તિ પામે.
૨. આદર્શ કેળવણી એટલે દિવ્ય પ્રકાશની પ્રાપ્તિ. દિવ્ય પ્રેમ અને આનંદની ઉપલબ્ધિ. અર્થાત્ વીપમે ટ્રીપ નભે - જ્યોત થકી જ્યોત પ્રગટે. ૩. આદર્શ કેળવણી એટલે શક્તિસંક્રમણ દ્વારા સંબોધી. પ્રાચીન અવતારો જેમ કે - શ્રીરામ અને શ્રીકૃષ્ણ ધર્મજ્યોતિર્ધરો. જેમ કે - મહાવીર પ્રભુ, ભગવાન બુદ્ધ, સત્યવીર સોક્રેટિસ, જિસસ ક્રાઇસ્ટ, અશો જરથ્રુસ્ટ્ર, હઝરત મહંમદ પેગંબર, મધ્યયુગમાં ગુરુ નાનકદેવ, પ્રેમદીવાની મીરાં, સંત કબીર, સંત તુલસીદાસ, સંત જ્ઞાનેશ્વર આદિ શંકરાચાર્ય અને સ્વામી સહજાનંદ. પુષ્ટિમાર્ગના પ્રણેતા શ્રી વલ્લભાચાર્યને શી રીતે ભૂલી શકાય ? આધુનિક યુગમાં શ્રીરામકૃષ્ણ પરમહંસ, મહર્ષિ રમણ, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, ઓશો રજનીશ તથા જે. કૃષ્ણમૂર્તિના સ્પર્શ, આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧૫૯