Book Title: Adarsh Kelavaninu Upnishad
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 79
________________ મોટા ભાગના પ્રશ્નો આપોઆપ ઉકેલાઈ જશે. આ પ્રકારની શિક્ષણ અંગેની વિચારણા અન્ય ધર્મમાંથી પણ હશે જ અને મૂળ સુધી સ્પર્શનારી હશે, હવે એ અંગે ચર્ચા થાય અને ધર્મનો એ રીતે સ્વીકાર કરતાં શીખીએ, એ સમય આવી ગયો છે. અંતે નારાયણ દેસાઈના શિક્ષણ અંગેના લેખમાં વાંચેલો એક પ્રસંગ મૂકી વાત પૂરી કરું છું. દુનિયાના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ પર બે વ્યક્તિઓ એકસાથે ચઢી, બંનેએ નક્કી કર્યું હતું કે - “અમારામાંથી કોઈ પહેલો અને બીજો નહિ, બંને સાથે.' એ ખૂબ ડહાપણભરેલો નિર્ણય હતો, નહિ તો આ સ્પર્ધાત્મક દુનિયામાં હિલેરી અને તેનસિંગ વચ્ચે પણ લોકો સ્પર્ધા ખડી કરત ! પણ આ બંને વ્યક્તિઓએ પોતપોતાની મનોભાવનાઓ તે દિવસે જે રીતે પ્રદર્શિત કરી, તે પ્રકૃતિ અને મનુષ્યના સંબંધો વિશે બે વલણો દેખાડી આપે છે, એ ભૂલવું જોઈએ નહિ. હિલેરીએ માઉન્ટ એવરેસ્ટ પર ઝંડો ફરકાવ્યો. તેનસિંગે એવરેસ્ટની ચપટીક માટી ઉપાડી પોતાના મસ્તક પર ચઢાવી. આપણે એ નક્કી કરવાનો સમય આવી પહોંચ્યો છે કે મનુષ્ય પ્રકૃતિના સ્વામી બનવું છે કે સંતાન ?” થોડા દિવસ પહેલાં છાપામાં આવ્યું હતું કે - “બારમાની પરીક્ષા ખૂબ સારા માર્ક્સ સાથે પાસ કરનાર વિદ્યાર્થી એન્જિનિઅરિંગ કૉલેજમાં ઘણી વાર સારું નથી કરી શકતો; કારણ મોટા ભાગના વિદ્યાર્થીઓને ગોખીને પાસ થવાની આદત પડી ગઈ હતી પરંતુ શીખવાની બાબતમાં તેઓ પાછળ પડતા હતા. કેળવણી એ શિક્ષણ માટે સાચો શબ્દ છે, જૈનદર્શને સગપૂર્ણ શિક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એ માટે તાલીમ, નૈતિકતા, મૂલ્યો આધારિત શિક્ષણની જરૂરિયાત પર ભાર મુકાયો છે, જેને જૈનચિંતનમાં વણી લેવાયું છે. હવે આ સમયે આ ચિંતનને કોઈ પૂર્વગ્રહ વગર હવે સ્વીકારવાનો સમય આવી ગયો છે !” (ડૉ. સેજલ શાહ મણિબહેન નાણાવટી વિમેન્સ કૉલેજના ગુજરાતી ભાષાના અધ્યાપક અને વિભાગાધ્યક્ષ છે. “પ્રબુદ્ધજીવન'ના તંત્રી છે. એમને બે પુસ્તકો લખ્યાં છે - “મુકી ભીતરની આઝાદી અને “આંતરકૃતિત્વ અને ગુજરાતી કવિતામાં તેનો વિનિયોગ' ઉપરાંત ગુજરાતી પદ્યવિમર્શ : ફાગુ, બારમાસીનું સંપાદનકાર્ય કર્યું છે.) શ્રી સ્વામિનારાયણ ધર્મમાં કેળવણી વિચાર ન ડો. દેવવલ્લભ સ્વામી ; કેળવણી એટલે જીવનઘડતર, માત્ર શાબ્દિક જ્ઞાન નહિ. વિશ્વના દરેક ધર્મસંપ્રદાયોએ કેળવણી ઉપર ભાર મૂક્યો છે અને કેળવણી કેવા પ્રકારની હોવી જોઈએ તે અંગે ધર્માદેશો આપ્યા છે. કેળવણી જ માણસને સાચા અર્થમાં માણસ બનાવે છે. કેળવણી એટલે તન, મન, બુદ્ધિ અને સંવેદનાનુ સમ્યગુ ઘડતર. વ્યાપક અર્થમાં કેળવણી એટલે જીવન જીવવાની કળા. અત્રે શ્રી સ્વામિનારાયણ ધર્મસંપ્રદાયની કેળવણીવિષયક વિભાવના - સંકલ્પના સંક્ષેપમાં જોઈએ. શ્રી સ્વામિનાનારાયણ સંપ્રદાયના પ્રવર્તકશ્રી સહજાનંદ સ્વામી (શ્રી સ્વામિનારાયણ ભગવાન)એ કેળવણીને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. તેમનાં જીવનમાંથી જ કેળવણીના ઉચ્ચ આદર્શો દૃષ્ટિગોચર થાય છે. સહજાનંદ સ્વામીએ સંસ્કૃત વેદવેદાંગ વગેરેનો અભ્યાસ તેમના પિતાશ્રી ધર્મદેવ પાસેથી કર્યો હતો. નાની વયમાં કાશી, પ્રયાગ વગેરેમાં વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરીને ધર્મનો સમન્વયાત્મક દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. ધર્મદેવ પ્રકાંડ પંડિત હતા. તેમણે જ પોતાના નાના પુત્ર ઘનશ્યામ(સહજાનંદ સ્વામીનું બાળપણનું હુલામણું નામ)ને ધર્મની સમગ્ર શિક્ષાદીક્ષા આપી હતી. એ બતાવે છે કે - “બાળકની કેળવણીના શ્રીગણેશ પોતાના ઘરેથી જ થાય છે. જો માતાપિતા શિક્ષિત અને સંસ્કારી હોય તો તે પોતાના બાળકના જીવનઘડતરમાં કોઈ કચાશ રાખતા નથી. સવેતન શિક્ષાશાસ્ત્રીઓ બાળકને અક્ષરજ્ઞાન આપી શકે, પરંતુ તેના જીવનનો સર્વાગી વિકાસ કરી શકે નહિ. માટે દરેક માતાપિતાએ પોતાના બાળકના ઉછેરની સાથે તેના શિક્ષણ અને સંસ્કારસિંચનમાં સ્વજાગૃતિ રાખવી જોઈએ અને તે માટે જાતે સંનિષ્ઠ પ્રયત્ન કરવો જોઈએ.’ વ્યક્તિએ પોતાના જ્ઞાનનો સદુપયોગ કરીને વિવાદો શમાવવા પ્રયાસ કરવો જોઈએ, નહિ કે નવા વિવાદો ઊભા કરવા. સહજાનંદ સ્વામીએ તે કરી બતાવ્યું અને દિશાસૂચન કર્યું. | સહજાનંદ સ્વામીએ પોતાનાં માતાપિતાના દેહાવસાન પછી ગૃહત્યાગ કરીને નાનીવયમાં વર્ણવેશે સમગ્ર ભારતની યાત્રા કરીને સમાજની આદર્શ કેળવણીનું ઉપનિષદ / KB) ૧૫૫ | | ૧૫૪ ) CA આદર્શ કેળવણીનું ઉપનિષદ

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93