________________
સમજી એ વિશે એમાં લખાયું છે. “સમણસુત્ત'માં શિક્ષણનું મહત્ત્વ અને એ અંગેની વિચારણા કરાઈ છે. મનુષ્યને સંપૂર્ણ બનાવવા અને એના વ્યક્તિગત વિકાસ માટે ધર્મનું શાસ્ત્ર સજાગ છે જ. આ ગ્રંથમાં શિક્ષણના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પક્ષને ઉજાગર કરાયા છે. કોઈ ગ્રંથ માત્ર શિક્ષણ પર હોય એવી શક્યતા ઓછી હોઈ શકે. પરંતુ એ ગ્રંથમાં શિક્ષણનું મહત્ત્વ સ્થાપ્યું હોય એવું જરૂરી બને. અહીં જે દર્શનની ચાર શાખાઓ કહી છે તે શિક્ષણવિદ્યોને પ્રભાવિત કરે તેવી છે. અહીં તત્ત્વમીમાંસાની શિક્ષા પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ, જ્ઞાનમીમાંસાથી પાઠ્યક્રમ અને પાક્યવિધિ નક્કી થાય છે. મૂલ્યમીમાંસાના આધાર પર ગુરુશિષ્યની આચારસંહિતા અને અનુશાસન અંગેનો નિર્ણય થાય. અને તર્કશાસ્ત્રના ઉપયોગથી પાઠ્યક્રમ નિર્ધારિત થાય છે. આમ “સમણસુત્ત'માં શિક્ષાના વિવિધ અંગો અર્થાતુ શિક્ષાનું સ્વરૂપ, શિક્ષાનો ઉદ્દેશ્ય, શિષ્યની આચાર સંહિતા, ગુરુનું સ્વરૂપ, પાક્યવિષય, પાક્યવિધિઓ વગેરે વિશે વિપુલ સામગ્રી મળે છે. આ ગ્રંથમાં જ્ઞાન, શિક્ષા, વિદ્યા અને અધ્યયન વગેરે શબ્દોનો પ્રયોગ સમાનાર્થી રૂપે કરાયો છે. શિક્ષા પ્રાપ્ત કરવાની યોગ્યતા એ જ પ્રાપ્ત કરે છે જેને વિનય વરેલો હોય. અહીં જે બહુ જ મહત્ત્વની અને આજના સંદર્ભમાં લાગુ પાડી શકાય એવી એ વાત કરી છે કે - જે પ્રકારની શિક્ષા છે જેમાં એક તો ગુરુમુખે સાંભળીને ગ્રહણ કરાય છે અને બીજી અભ્યાસને આચરણમાં ઉતારીને જે પ્રાપ્ત થાય છે. આજે પ્રયોગિક શિક્ષણનું મહત્ત્વ વધી રહ્યું છે, પુસ્તકના જ્ઞાનને અને અનુભવમાં રૂપાંતરિત કરે એની જરૂર છે. વ્યાસપીઠ પર બિરાજમાન ગુરુ સુધી પહોંચવું એટલે અંદરના રજભર્યા અજ્ઞાનને દૂર કરી આંતરિક પ્રકાશ પ્રાપ્ત કરવો. આવો હેતુ જો શિક્ષાનો ન હોય તો શિક્ષા કઈ રીતે ઉપયોગી કહી શકાય ? જંગલમાં રહેતા મોગલી અને શહેરમાં રહેતા ગલી વચ્ચે જો પાયાનો ભેદ હોય તો તે છે કે એ કને શિક્ષણનું અજવાળું પ્રાપ્ત થયું છે, તેથી તે ઉન્નતિના માર્ગે સરળતાથી પહોંચી શકે અને અન્ય જેને હજી બે ભેદને સમજવાની તક પ્રાપ્ત નથી થઈ તો તે કઈ રીતે પોતાની અવસ્થા સમજી શકશે. આપણે એક વાત બહુ સ્પષ્ટ પણ સમજી લેવી જોઈએ કે મનુષ્યનું ધ્યેય આંતરિક વિકાસ હોય કે ભૌતિક વિકાસ પરંતુ તેને તે મંજિલ સુધી એ જ લઈ જઈ શકશે, જેની અંદર સમજણ અને જ્ઞાનનો સુમેળ થયો હશે. જૈનદર્શન આ જ્ઞાનનો મહિમા સમજે છે. તેને અનેક પ્રકારની કુશળતા અને જ્ઞાનને શિક્ષણનો ભાગ બનાવ્યા છે. ૧૫૦
A આદર્શ કેળવણીનું ઉપનિષદ |
ગ્રંથોમાં અને જીવનચરિત્રોમાં આ શિક્ષણનું મહત્ત્વ આડકતરી કે સીધી રીતે સામેલ કરાયું જ છે. પોતાના ઈશ્વરને સ્કૂલે મૂકવાની ચેષ્ટા કરતો પામર મનુષ્ય એટલે દર્શાવ્યો છે કે જેમ તીર્થંકરપ્રભુ જે સર્વજ્ઞાનને પામેલ છે, તે પણ જો અધ્યયન કરે તો મનુષ્ય તારી શું વિસાત ? અધ્યયન અને સ્વાધ્યાય જ મનુષ્યને સંસ્કૃત માનવી બનાવશે, એ વાત અનેક વાર કહેવાઈ છે. જે ગ્રંથ જૈનદર્શનના સાર સમો છે તેમાં પણ શિક્ષણને બાકાત નથી રાખ્યું. “સમણસુત્ત'માં શિક્ષણના ઉદ્દેશ્ય પણ આવે છે, જે માત્ર ભૌતિક ઉપલબ્ધિ નહિ પરંતુ આંતરિક ઉપલબ્ધિ દર્શાવે છે. એમાં આવે છે કે જ્ઞાન જ ચિત્તને એકાગ્ર કરે છે, જીવનમાં ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે, હવે આ વિધાનને આપણે અભિધા અને લક્ષણા બંને સંદર્ભમાં લઈ શકીએ કે જે માત્ર બાહ્ય આનંદ ઝંખે છે, તેને જ્ઞાન દ્વારા સારી નોકરી, પગાર વગેરે પ્રાપ્ત થાય છે અને જે આંતરિક આનંદ ઝંખે છે તે જ્ઞાન દ્વારા અંધકારને ઓળખી દૂર કરી શકે છે. શિક્ષણ મનુષ્યને આદર્શ નાગરિક બનાવે છે, આળસ ખંખેરી કાર્યશીલ બનાવે છે, શારીરિક વિકાસ સધાય છે અને ઇન્દ્રિયો પણ શિક્ષિત બને છે અર્થાત્ સાચું જોવાની, યોગ્ય સમજવાની દૃષ્ટિ પ્રાપ્ત થાય છે.
સમણસુત્ત' ગ્રંથ ગુરુના સ્વરૂપ વિશે પણ સ્પષ્ટતા કરે છે. સાચા ગુરુની શોધને મહત્ત્વ મધ્યકાલીન કવિ અખાએ આપ્યું હતું અને મધ્યકાલીન પરંપરામાં ગુરુ વિશે અનેક પદો પણ લખ્યાં છે. જો ગુરુ યોગ્ય મળે તો શિષ્ય જીવન તરી જાય, અન્યથા માર્ગમાં અટવાઈ જાય. અહીં બે બાબત સમજવાની જરૂર છે - એક ગુરુનું મહત્ત્વ અને ગુરુની યોગ્યતા. જેનપરંપરામાં ગુરુને આચાર્ય, ઉપાધ્યાય વગેરે પદવી અપાય છે અને તેમની પાસેથી જ્ઞાન મેળવે છે. તીર્થકરોને ભણાવવા માટે ઉપાધ્યાય ઘરે આવતા. સમકાલીન જૈનસંતાનો પાઠશાળામાં ભણવા મંદિર જાય છે, જ્યાં તેમને માત્ર ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે, આ બેની વચ્ચેનો એક માર્ગ સ્વાધ્યાય છે જ્યાં કુતૂહલતાને આધારે શિષ્ય ગુરુ પાસે જઈ પોતાની શંકાનું નિવારણ કરે. પરંતુ આ બધી રીતો હજી સર્વાગપૂર્ણ નથી લાગતી. “સમણસુત્ત'માં ગુરુની જે વિશેષતા કહી છે. તેને આધારે આપણી સર્વાગપૂર્ણ શિક્ષા અંગેની મહેચ્છા પૂર્ણ થાય છે. ગુરુ સમતાવાન, નિષ્પરિગ્રહી, નિર્મમત્વ, નિસંગ, સ્વપરહિતકારી વકતા અને ભોગો પ્રત્યે ઉદાસીન હોવો જોઈએ. એક તરફ ગુરુ માટેની વિશેષતા કહ્યા બાદ શિષ્ય માટેની આવશ્યક બાબતો કહે છે કે આદર્શ કેળવણીને ઉપનિષદ /
A ૧૫૧ |