Book Title: Adarsh Kelavaninu Upnishad
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 75
________________ રમતગમત - ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ : બાંધકામ સદર નીચે વિવિધ રમત-સંકુલોમાં રમતગમતના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ૧૯૯૮-૯૯ના વર્ષથી દુલીપ સ્કૂલ ઑફ ક્રિકેટ માટે ક્રિકેટની હૉસ્ટેલના મકાનના સુધારાવધારા કરવા માટે રૂપિયા ૫ લાખ, જિલ્લા કક્ષાએ રમતગમત સંકુલો તૈયાર કરવા રૂપિયા ૩ લાખ, તાલુકા કક્ષાએ રમતગમત સંકુલો તૈયાર કરવા માટે રૂપિયા ૩ લાખ, સરહદી વિસ્તાર વિકાસયોજના હેઠળ ભૂજ તથા પાલનપુર રમત-સંકુલોના બાંધકામ માટે રૂપિયા ૫ લાખ, ટ્રાયબલ એરિયા સબપ્લાન હેઠળ રાજપીપળા રમતગમત સંકુલના બાંધકામ માટે રૂપિયા ૧ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. દરેક બાબતોની કાર્યવાહી સુપેરે ચાલુ છે. (તેજસ્વી અને ઓજસ્વી શિક્ષણકાર તરીકે જાણીતા પ્રા. ડૉ. ભદ્રાયુ ત્રણ દાયકાથી વધુ શાળા, કૉલેજ અને યુનિવર્સિટી એમ વિવિધ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલ છે, તેમનાં એકવીસ પુસ્તકો પ્રગટ થયાં છે અને તેઓ ખ્યાત કટારલેખક છે) ૧૪૬ “કેળવણીના સર્વ પ્રકારોમાં પ્રાણની કેળવણી સૌથી વધુ મહત્ત્વની અને સૌથી વધુ અનિવાર્ય છે.” - માતાજી આદર્શ કેળવણીનું ઉપનિષદ જૈન દર્શનમાં શિક્ષણ : કેળવણી તરફના માર્ગે ડૉ. સેજલ શાહ ‘કેળવણી’ શબ્દનો અર્થ જોડણીકોશ અનુસાર શિક્ષણ, તાલીમ સાથે ખિલવણી વગેરે થાય છે. સાચી કેળવણી મનુષ્યને જીવનના વિશાળ પરિપ્રેક્ષ્યમાં ઝંપલાવવા માટે તૈયાર કરે છે. શિક્ષણ વ્યક્તિ, સમષ્ટિ અને સૃષ્ટિને આવરીને મનુષ્યને તૈયાર કરે છે. Russeh writes “children are not the means but the purpose. Educators must love children more than the nation or the church. What is required of the educators and what the children should acquire is 'Knowledge dominated by love."" The problem of bullying that is a major problem nowadays cannot occur if the children are taught 'Knowledge dominated by love as Russell proposes.' પ્રખ્યાત વિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી બર્ટ્રાન્ડ રસેલે લખ્યું છે કે - ‘બાળકો એ સાધન નથી, પરંતુ હેતુ - ધ્યેય છે. શિક્ષણવિદ્દએ દેશ અને ધાર્મિક સંસ્થાનો કરતાં વધુ કોને ચાહવા જોઈએ. શિક્ષણવિદ્દો પ્રેમ અને જ્ઞાન પણ પ્રેમ દ્વારા પ્રાપ્ત થાય તે જરૂરી છે, તેમ જો થાય તો મોટા ભાગના પ્રશ્નો દૂર થઈ જાય.' આખી શિક્ષણ-વ્યવસ્થામાં પ્રેમભરેલી તાલીમનું માધ્યમ ઉમેરવામાં આવવું જોઈએ. માહિતી અને શાન વચ્ચેનો ભેદ સમજી ઠાંસી-ઠાંસીને માહિતીભરેલું શિક્ષણ નહિ પરંતુ આંતરિક ખિલવણીના માર્ગે દોરનારું શિક્ષણ હોવું જોઈએ. મનુષ્યના સર્વાંગી વિકાસની દૃષ્ટિએ શિક્ષણના સિદ્ધાંત સ્થાપિત થવા જોઈએ. ભારતદેશ પાસે એક સમયે પાઠશાળાની પરંપરા હતી. બાળકો વનમાં જઈ ગુરુ પાસે રહેતા અને જ્ઞાન મેળવતા. આ જ્ઞાન સમગ્ર જીવનને આવરી લેતું, પાકશાસ્ત્ર, શારીરિક મહેનત, હથિયારની તાલીમ વગેરે જેવી અનેક બાબતો આમાં સમાવિષ્ટ રહેતી. પ્રજાના એક ચોક્કસ વર્ગ માટે આ વ્યવસ્થા હતી. અન્ય પ્રજાજનો ધાર્મિક સંસ્થાનોમાં તાલીમ મેળવતા. આપણે જાણીએ છીએ કે શિક્ષણમાં કુટુંબ, ધાર્મિક સંસ્થાન, સ્કૂલ, રાજકીય સંસ્થાન અને વ્યાપારી સત્તા મહત્ત્વનો ભાગ ભજવે છે. વૈદિકના સમયથી શિક્ષણવ્યવસ્થા કાર્યરત છે. જૈનસાહિત્યમાં અનેક આદર્શ કેળવણીનું ઉપનિષદ ૧૪૭

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93