Book Title: Adarsh Kelavaninu Upnishad
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 72
________________ શિક્ષણ સાથે ખેલકૂદની તાલીમ નડો. ભદ્રાયુ વચ્છરાજાની) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતઃ ગુજરાતમાં રમતગમતના ક્ષેત્રે રાજ્યના યુવાનધનને આકર્ષણ થાય અને વધુ ને વધુ યુવાન-યુવતીઓ જુદી-જુદી રમતોમાં ભાગ લઈ શકે તે માટે તેમને તાલીમ મળી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવા ગુજરાત સરકાર સ્પોર્ટ્સ કૉપ્લેક્સમાં રાજ્ય, રાષ્ટ્રીય કક્ષાની રમતસ્પર્ધાઓનું આયોજન પણ કરે છે. કૉપ્લેક્સમાં જુદી-જુદી રમતો માટે તાલીમની વ્યવસ્થા અને અદ્યતન સાધનો રાખવામાં આવ્યાં છે. ગુજરાત રાજ્યમાં રમતગમત ક્ષેત્રે વિશેષ લક્ષ આપવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી આ કામગીરી નિયામકશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા રમતગમતની કચેરી દ્વારા સંભાળવામાં આવતી હતી. તેમાંથી એક અલગ અને સ્વાયત્ત એકમ તરીકે સ્પોર્ટ્સ ઓથોટિરી ઓફ ગુજરાતની રચના કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઇન્ડિયા રચવામાં આવી છે. તેને મુખ્યત્વે આધાર રૂપે રાખીને રાજ્યકક્ષાએ આવી સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત રચવામાં આવી છે. હાલમાં આ સંસ્થાને મુખ્યત્વે રાજ્યના યુવાન અને આશાસ્પદ ખેલાડીઓને નિષ્ણાત કોચીઝ દ્વારા વૈજ્ઞાનિક ઢબે પ્રશિક્ષણ આપવાની તેમજ વિવિધ રમતો માટેની અદ્યતન સુવિદ્યાઓવાળું ઇન્ફાસ્ટ્રક્વર નિર્માણ કરવાની કામગીરી સોંપવામાં આવેલી છે. રમતગમતની સ્પર્ધાઓ યોજવાની તેમજ રમતગમતનાં એસોસિયેશનોને અનુદાન આપવાની કામગીરી હજુ કમિશનરશ્રી, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરની કચેરી સંભાળે છે. SAGની પ્રવૃત્તિઓ : સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાતની અલગ રચના કરવામાં આવતાં તા. ૧૩-૨-૯૫થી વિધિસર એસ.એ.જી. કચેરી કામ કરતી થઈ છે. જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રોનું સંચાલન અને નવાં કેન્દ્રોની સ્થાપના : રાજયના યુવાન અને આશાસ્પદ ખેલાડીઓની તેમની રમતોમાં નિષ્ણાત કોચીઝ દ્વારા વૈજ્ઞાનિક ઢબે પ્રશિક્ષણ મળી રહે તે માટે રાજ્યના [૧૪૦ /////ળ આદર્શ કેળવણીને ઉપનિષદ દરેક જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રોની સ્થાપના કરવાની યોજના અન્વયે રાજયના ૨૫ જિલ્લાઓમાં આવાં કેન્દ્રો શરૂ કરવામાં આવેલાં છે. આ બધાં રમત- કેન્દ્રોમાં હાથ ધરવામાં આવેલ ૨મત પ્રશિક્ષણની વિગતો આગળ મુજબ છે. રમત પ્રશિક્ષણ શિબિર : રાજ્યના તમામ જિલ્લાઓમાં રમતો માટેનાં ૭૬ જેટલાં રાજ્યની કોચીઝ અને એસ.એ.આઈ.ના ૩૦ જેટલા કોચીઝ આશાસ્પદ ખેલાડીઓને વૈજ્ઞાનિક ઢબે વિવિધ રમતો માટેનું પ્રશિક્ષણ આપી રહ્યા છે. ઘનિષ્ઠ પ્રશિક્ષણ શિબિર : ગુજરાત રાજયના જે ખેલાડીઓને વર્ષ દરમિયાન રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ છે, તેવા ખેલાડીઓ માટે જુદાં-જુદાં સ્થળોએ એપ્રિલ - મે માસ દરમિયાન ઘનિષ્ઠ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે. પ્રિનેશનલ પ્રશિક્ષણ શિબિર : રાજ્યકક્ષાની વિવિધ રમતોની આંતર જિલ્લાની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હોય અને રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં રાજ્યકક્ષાની ટીમમાં પસંદગી પામ્યા હોય તેવા ચુનંદા ખેલાડીઓને વૈજ્ઞાનિક ઢબે નિષ્ણાત કોચીઝ દ્વારા આધુનિક રમતનાં સાધનોથી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જતાં પહેલાં પ્રશિક્ષણ આપવામાં આવે છે. રાજ્યના દરેક જિલ્લામાં ટેલેન્ટ સ્કાઉટિંગ કોન્ટેસ્ટનું આયોજન : ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં ૧૦ થી ૧૪ વર્ષની વયના ખેલાડીઓમાં છુપાયેલી સુષુપ્ત શકિતઓને પિછાણીને બહાર લાવવા અને તેઓને રમતક્ષેત્રે વાળીને ગુજરાત રાજ્યનું રાષ્ટ્રકક્ષાએ નામ ગુંજતું કરવાના આશયથી આવી કસોટીનું આયોજન દરેક જિલ્લાઓમાં કરવામાં આવે છે. વર્ષ દરમિયાન એન.એસ.ટી.સી., એસ.પી.ડી.એ.ની તાલુકા-જિલ્લા તથા રાજ્ય કક્ષાએ જે પ્રતિભાશોધ કસોટીઓ યોજવામાં આવે છે તેમાં ઉત્તીર્ણ થયેલ ખેલાડીઓને રાજ્યની સ્પોર્ટસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવે છે. આદર્શ કેળવણીનું ઉપનિષદ /////૧૪૧]

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93