________________
પ્રાચીનકાળથી આજ સુધી શિક્ષક-વિદ્યાર્થી સંબંધને મહત્ત્વ અપાયું છે. તેમાં જીવન વિશેની ઊંડી સમજણ છે, સ્પષ્ટતા છે. જો માણસ જીવનનિર્વાહ માટે કમાણી કરવાની આવડત ધરાવે, એટલો જ ઉદ્દેશ હોય તો સાધનો અને પદ્ધતિઓ પૂરતાં થાય. પરંતુ એ ખંડિત-દર્શન છે. એને પરિણામે ખંડિત-માનવ અને ખંડિત-વ્યક્તિત્વ જન્મે છે. એમાંથી સ્વાર્થી, એકલપેટો, અસંવેદનશીલ માણસ જન્મે છે. સમાજ અને રાષ્ટ્ર માટે એ ગંભીર જોખમ છે.
આપણે જેટલો ભાર કૌશલ્યવિકાસ ઉપર આપીએ છીએ, તેટલો, જ ભાર મનુષ્યત્વના વિકાસ ઉપર આપવો જોઈએ. મનુષ્યત્વનો વિકાસ એટલે નાગરિકધર્મનો વિકાસ - સમાજ પ્રત્યે ફરજનો ભાવ, પ્રકૃતિનાં તમામ તત્ત્વો માટે પ્રેમ અને કાળજી, પોતાનાથી પાછળ રહેલાં માટે સંવેદનશીલતા અને પોતાને માત્ર શરીરરૂપે જ ન જોતાં એનાથી આગળ વધીને, પ્રાણમયકોશથી આગળ વધીને, વિજ્ઞાનમય અને આનંદમય કોશ સુધીની યાત્રા કરવા માટેની ક્ષમતાનો વિકાસ. એ માટેના જ્ઞાનની ઉપાસના અને એના આચરણની આકાંક્ષા. જો કેળવણીનો ઉદ્દેશ આ હોય તો શિક્ષક અનિવાર્ય ગણાશે. અહીં એ તો સ્પષ્ટ જ હોય કે - નાદાર, કામચોર અને પગારખાઉ નોકરિયાત એ શિક્ષકની છાયા છે, સાચો શિક્ષક નથી. સાચો શિક્ષક એ ગણાય, જેને વિદ્યાર્થી માટે પ્રેમ હોય, જ્ઞાનની સતત ઉપાસના કરતો હોય અને જીવનનાં ધારક તત્ત્વો વિશે શ્રદ્ધા હોય. એવો શિક્ષક વિદ્યાર્થીને સાચા જીવનનો રાહ દર્શાવી શકે છે, એના પર ચાલવાની ઝંખના જગાડે છે અને એવું જીવન સાચું જીવન છે એની સ્પષ્ટતા આપે છે. આ કાર્ય કોઈ સાધન કે ટેકનિક કરી શકતાં નથી, સાચો શિક્ષક જ કરી શકે છે.'
| શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ અત્યંત વિશિષ્ટ છે. મા-બાપ પ્રેમ આપે છે, પરંતુ દરેક મા-બાપ જ્ઞાનવાન નથી હોતાં. શિક્ષક જ્ઞાનવાનપ્રેમધારક હોય છે. શિક્ષક ઉચિત અને હેતુપૂર્ણ વાતાવરણ સર્જે છે, તેમાં મુકાયેલો વિદ્યાર્થી પરિસ્થિતિ અને જાતને તપાસતો થાય એવું આયોજન કરે છે. વિદ્યાર્થી રસ્તો ચૂકે ત્યાં શિક્ષક નિર્દેશ કરે છે, પણ આંગળી પકડીને ચલાવતો નથી. અનેક વાર એવું પણ બને કે વિદ્યાર્થી ભૂલો કરે અને એમાંથી જ શીખે. શિક્ષક ઇચ્છે છે કે – પોતાના વિદ્યાર્થીમાં [ ૧૩૬ .
A આદર્શ કેળવણીને ઉપનિષદ |
પરિવર્તન થાય. તે પોતાની મર્યાદામાંથી મુક્ત થાય અને ગુણવિકાસ કરે.’ પરંતુ એ માટે શિક્ષક ઉતાવળો થઈ જતો નથી કે અસ્વાભાવિક આગ્રહ રાખતો નથી. સાચો શિક્ષક જાણે છે કે - “દરેક પુષ્પ પોતાની રીતે અને પોતાના ક્રમે વિકસે છે, તેમાં સરખામણી કે ઉતાવળ નિરર્થક છે. આવું બૈર્ય એ શિક્ષકની પોતાની આંતરસંપત્તિ છે. એ પણ સ્પષ્ટ છે કે - શિક્ષક વિદ્યાર્થી માટે ઉદાર થશે, પરંતુ એની ખુશામત નહિ કરે કે એને પોપલાવશે નહિ. એટલે કે વિદ્યાર્થી અને તેની મર્યાદાને અલગ પાડીને ઓળખી શકશે. શિક્ષક વિદ્યાર્થીને ચાહશે, પરંતુ વિદ્યાર્થી પોતાની મર્યાદામાંથી મુક્ત થાય એ માટે તેને અનેક રીતે પ્રેરશે. ઉદારતા એ વેવલાઈ નથી, સમજપૂર્વકનું ધૈર્ય છે.”
ઉપરના ગુણો શિક્ષકમાં આરોપિત નથી હોતા, અંદરથી વિકસેલા હોય છે. એનું પ્રેરકબળ હોય છે. વિદ્યાર્થીઓ માટેનો પ્રેમ નિહેતુક પ્રેમ. કશાય બદલાની અપેક્ષા વિનાનો પ્રેમ. એ પ્રેમ જ શિક્ષકને ધૈર્ય આપે છે, ઉદારતા આપે છે, ક્યારેક કઠોરતા આપે છે અને દેઢતા આપે છે. એટલે એવો શિક્ષક નિર્ભય હોય છે, સ્વયં પ્રતિષ્ઠ હોય છે. સાચા શિક્ષકના અવાજમાં ખાસ પ્રકારની પ્રતીતિનો રણકો હોય છે. વિદ્યાર્થીઓ ઉપર તેના શબ્દો કરતાંય આ રણકાની અસર વધુ થતી હોય છે. એટલે કહી શકાય કે - “શિક્ષક-વિદ્યાર્થીનો સંબંધ અનેક રીતે નાજુક, વિશિષ્ટ અને સૂક્ષ્મ હોય છે.”
શિક્ષક-વિદ્યાર્થીનો આવો સંબંધ નિરામય અને ઉત્કૃષ્ટ હોય છે, જાણે જ્ઞાનની ખોજનો આકાશમાં ઊંચે ને ઊંચે ઊડતા બે હંસ હોય. એવી સ્થિતિમાં શિક્ષકના વ્યાપક જ્ઞાનથી, જીવન વિશેની સમજમાંથી જાગેલ સમતોલથી, વિકટ કે પ્રતિકૂળ સંજોગોમાં પણ જીવનનાં ધારક તત્ત્વો વિશેની અચળતામાંથી વિદ્યાર્થી સમજે છે કે - “સાચું જીવન એટલે કેવું જીવન ! ત્યારે શિક્ષક અને વિદ્યાર્થીનું ઉપનિષદ રચાય છે. તેમાં | શિક્ષકનું જીવન જ અસરકારક બને છે. એવા શિક્ષકનું મોં ન પણ પ્રેરક બનશે.” (ગુરોસ્તુ મૌનમ્ વ્યાખ્યાનમ્, શિષ્યાસ્તુ છિન્ન સંશયા.)
આવો સંબંધ એ કેળવણીનું સાચું વાતાવરણ છે, ઉચિત પ્રક્રિયા છે અને પ્રેમની ઉત્કૃષ્ટતા છે. આને પરિણામે વિવિધ વિષયો પરીક્ષા માટેના સ્મૃતિઆધારો ન રહેતાં સમજવિકાસના, આધારો બની જાય છે. જે આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
Wી ૧૩૦]