________________
આશ્રમકન્યા શકુંતલાનો પુણ્યપ્રકોપ જાગ્રત થાય છે ને તે દુષ્યન્તને “અનાર્ય' કહીને સંબોધે છે ને પછી ચાલી જાય છે. તે વખતે દુષ્યન્ત સ્વગત આટલું કહે છે - ‘આનો આ પ્રકોપ જોઈને મને પણ ઘડીક શંકા થાય છે કે - “કદાચ આ શકુંતલા તો ન હોય !” પણ પછી શકુંતલાને તો તેની માતા મેનકા ઉપાડી જાય છે. પછી આ તોફાન ઊભું કરનાર એવી વીંટી તેના હાથમાં આવે છે, એટલે શકુંતલા સાથેના બધાય પ્રસંગો તાજા થાય છે, ને તેને ખાતરી થાય છે કે - “આ શકુંતલા જ હતી. આ વાત આ શ્લોકમાં તેણે આ રીતે રજૂ કરી છે.
“જેવી રીતે સામે જ ઊભેલો હાથી જોઈને ખાતરી થાય કે - “આ હાથી નથી,” તે ચાલવા માંડે ત્યારે થાય કે - “કદાચ આ હાથી જેવું કાંઈક હોય. પણ એ ચાલ્યા ગયેલા હાથીનાં પગલાં જોયાં પછી ખાતરી થાય કે - ‘એ હાથી જ હોય.’ આવા પ્રકારનો મારો મનોવિકાર શકુંતલા વિશે થયો.”
મારી માતા અને નાનાભાઈ વિશે મારા મનોવિકારો કંઈક આવા જ રહ્યા, ને તેમનાં એક પછી એક જીવનકાર્યો ને પગલાંઓ જોયા પછી, તેનું અવલોકન કર્યા પછી, મને પ્રતીતિ થઈ કે - “આવી હતી મારી માતા, ને આવા હતા નાનાભાઈ.” ગાંધીજી વિશેય આવું બન્યું છે, પણ તેમાં તો મારાથી ઘણા ચડી જાય તેવા લોકો હજુપણ પગલાંનું નિરીક્ષણ કર્યા કરે છે ને ખાતરી કરવા મથે છે કે આ લાગે છે તો ગાંધી. એટલે એમાં હું પાછળ રહી ગયાનો અફસોસ નહિ કરું.
જ્યારથી હું સમજણો થયો ને પગભર થવા લાગ્યો, ત્યારથી મારી માતા ને મારી વચ્ચે વિચારો, વર્તન વગેરેમાં માત્ર ભિન્નતા જ નહિ, વિરોધ પણ સતત પ્રગટ થયા કરતો હતો. હું ગાંધીની હવામાં ભણ્યો, મારી મા તે કાળમાં સદેહે હોવા છતાં તે સંપૂર્ણપણે ચુસ્ત જ્ઞાતિબદ્ધ બ્રાહ્મણજીવનપદ્ધતિમાં જ જીવતી હતી. વળી કુટુંબના વડીલ તરીકેનો રોલ ભજવવાનું તેને પરંપરામાં જ મળેલું હતું. મારી માતાએ પોતાના પૂર્વજીવનમાં કષ્ટો, યાતનાઓ વેઠીને અમને ઉછેર્યા હતાં. તેનું મને નિરંતર ભાન રહેતું. એથી તેને લેશમાત્ર પણ આઘાત થાય તેવું કંઈ પણ ન કરવા હું જાગ્રત રહેતો. તોપણ જીવનપદ્ધતિમાં જ મોટું અંતર, તેથી કેટલાએક સંઘર્ષો અનિવાર્ય બન્યા. તેને લીધે મનદુઃખના પ્રસંગો આવ્યા જ કરે. આથી મારી માતાનું અસલ સ્વરૂપ સમજવા માટેની જરૂરી સ્વસ્થતા ને ૬૪ /
A આદર્શ કેળવણીનું ઉપનિષદ)
તટસ્થતા મારામાં ઊભી ન થઈ. મને તે મારા નવા જીવનમાં અંતરાયરૂપ વધુ લાગતી. પણ મારી માતા અવારનવાર કોઈક પ્રસંગ નિમિત્તે પોતાના જૂના જીવનપ્રસંગો સહજ રીતે રજૂ કરતી ત્યારે ઘડીભર હૃદય હચમચી ઊઠતું. તે પ્રસંગોમાં તેના વર્તમાનની બધી આચારવિચારની બંધિયાર લાગતી મર્યાદાથી ઊંચે ચડીને એક તેજસ્વી મૂર્તિરૂપે તે પ્રગટ થતી. પણ વળી પાછું એ જ રોજબરોજના નાના-મોટા સંઘર્ષો ચાલ્યા કરતા. પણ જેમ-જેમ મારી માતાના અંતિમ દિવસો પાસે આવતા ગયા ને મારું જીવન ઉત્તરાર્ધમાં પ્રવેશ્ય ત્યારે તેના સમગ્ર જીવન પર એક લાંબી નજર નાખીને જોયું તો એક એવી માનવમૂર્તિ મારી નજર સમક્ષ ખડી થઈ કે જેણે મને માનવીય મૂલ્યોને સમજવાની ને તેને આત્મસાત્ કરવા માટેના પુરુષાર્થ માટેની ચાવીઓ આપી -
ગયો તે યુગ મસ્તીનો, ઝંઝાવાતો ગયા બધા; આપના મૃત્યુએ, માતા, આછાં નીર ઊંડાં કીધાં.
(ન્હાનાલાલ - થોડા ફેરફાર સાથે) નાનાભાઈની બાબતમાં પણ કંઈક આવું જ થયું છે. જે કાળે મારે નાનાભાઈ સાથે ખૂબ જ નિકટમાં રહેવાનું હતું, તે કાળે મારી ઉંમર સાવ કાચી હતી. છાત્રાલયમાં મારા મિત્રો, ભોજન-નાસ્તો, નાના-નાના પ્રવાસો, શિક્ષણના વર્ગો, નાનાભાઈના મોઢેથી વાર્તા-શ્રવણ - આવી પ્રવૃત્તિમાં જ મને રસ હતો. નાનાભાઈ અમને સમૂહમાં સંધ્યા કરાવતા, સ્તોત્રો મોઢે કરાવતા, કોઈ-કોઈ વાર નાટકો પણ કરાવતાં, પણ તે બધાંમાં મને કૌતુક, થોડીઘણી જિજ્ઞાસા અને સહેજે મળતો આનંદ એ જ ભાવો રહેતા. આ બધાંનું પ્રેરણાબિંદુ નાનાભાઈ છે એવું સમજવા માટેની મારી માનસિક ભૂમિકા ન હતી. દક્ષિણામૂર્તિમાં વિનીત થયા પછી વિદ્યાપીઠમાં આગળ ભણવા માટેના ખર્ચની જોગવાઈ બધી નાનાભાઈએ જ કરી હતી, તેમાં તેમને કેટલાં આંટાફેરા ને વાટાઘાટો પટણીસાહેબની સાથે કરવાં પડ્યાં હશે, તેનો તે વખતે મને કંઈ જ ખ્યાલ ન હતો. વિદ્યાપીઠનાં વરસો દરમિયાન આર્થિક ભીંસ તો વારે-વારે ઊભી થતી, ને તે વખતે રજાઓમાં નાનાભાઈ પાસેથી જેઠાલાલ માસ્તર પર તેમના અંગત ખાતામાંથી પૈસા આપવાની ચિઠ્ઠી મને મળતી. મને વિદ્યાપીઠમાં કંઈક કામ મળે, તે માટે પણ નાનાભાઈ સ્વ. રામનારાયણ પાઠક પર ભલામણો મોકલતા, ને પાઠકસાહેબ મને આદર્શ કેળવણીનું ઉપનિષદ
Wળ ૫]