________________
દલિતવર્ગના વડીલ બાપુજીથી મોટા હોય, તો અમારે એમને “બાપા” કહીને બોલાવાના; બા એમની લાજ પણ કાઢે. બાપુજીથી નાના વડીલને ‘કાકા’ કહેવાના. હું માધ્યમિક શાળાના આઠમા કે નવમા ધોરણમાં ભણતો હતો ત્યારે બાને વાંચી સંભળાવા માટે મારા મોટા ભાઈ ‘કાગવાણી'ના આઠ ભાગ લઈ આવેલા. “કાગવાણી'માં કાગબાપુની એક કવિતામાં જે પંક્તિઓ વાંચી હતી એ પંક્તિઓ તમને કહું - મધ અસુરને સુરને અગ્રત
પંક્તિભેદ પ્રભુ કરશે. એ ફળનું પરિણામ હરિને
યુગ યુગ અવતરવું પડશે.' આ પંક્તિઓ મેં બાને વાંચી સંભળાવી. એનો અર્થ કર્યો : “સાચી વાત છે. ભગવાન ઊઠીને દેવ-દાનવના ભેદ કરે તે કેમ હાલે ?” આ સંસ્કારે મારી સામેની ભેદની ભીંત્યું ભાંગવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. આ બધું ઘડતર માતૃભાષા દ્વારા જ થયું હતું.
બાળક ઘરનો ઊંબરો છોડીને શાળામાં જતું થાય છે, ત્યારે માતૃભાષા દ્વારા જો એનું ભણતર થાય તો માતૃભાષાની કૃતિઓ એના ભાવજગતને ઘડવામાં બહુ કામ આવે. શિક્ષણમાં પણ પ્રાથમિક શિક્ષણનો - એટલે કે ધોરણ ૧ થી ૮નો તબક્કો બહુ જ મહત્ત્વનો છે. માતાએ સંસ્કારનાં જે બીજ બાળકનાં હૃદયમાં રોપ્યાં હોય, એના સંવર્ધનનો આ તબક્કો છે. પાયાની કેળવણીનું મુખ્ય કામ આ તબક્કામાં થાય છે. શિક્ષકો અને કેળવણીકારોએ આ તબક્કો સાચવી લેવો જોઈએ. ‘દર્શક’ એક બહુ મૌલિક અને મહત્ત્વની વાત કહી છે - જમાનાઓથી સાધુ-સંતો શાંતિનો ઉપદેશ દેતા આવ્યા છે, તેનું પરિણામ શા સારું આટલું ઓછું આવ્યું છે ? ઈસુ કે ભગવાન તથાગત, સંત ફ્રાંસિસ, એકનાથ કે તુકારામનાં ચારિત્ર્ય, જ્ઞાન અને કરુણા અપરિમેય હતાં. પણ તેમના સંસર્ગમાં આવેલાંમાંથી મોટા ભાગનાને તેઓ ચિત્તશાંતિ આપી શક્યા ?' ને તેમના ગયા પછી પણ તેમના ઉપદેશનાં શ્રવણમનનથી કેટલાનાં જીવતરનું પરિવર્તન થયું ? એમની મહત્તા અને ગુણવત્તા બંનેના પ્રમાણમાં પરિણામ કેટલું ?' પ્રશ્ન સહેજે શાંતિથી વિચારવા જેવો છે... જ્ઞાન પછીથી આવે છે, જ્યારે આદતો, લાગણીઓનાં ૧૨૨ T
A આદર્શ કેળવણીને ઉપનિષદ |
વલણ બાળપણમાં પડી ચૂક્યાં હોય છે. આથી ઉપદેશ આપણને એક બાજુ ખેંચે છે અને આદતો, લાગણીઓ બીજી બાજુ. આ ગજગ્રાહમાં થોડાક સદ્ભાગીઓને બાદ કરીએ તો બાળપણની આદતો અને લાગણીઓ જીતે છે. આ પૂજ્ય અને પ્રણમ્ય મહાપુરુષો પ્રત્યે પૂરો આદર રાખીને પણ કહી શકાય કે - “એમણે આની શરૂઆત કરવી જોઈએ. ત્યાંથી (બાળકોથી) નહોતી કરી. એટલે તેમના પ્રયત્નોનું પરિણામ ઓછું આવ્યું છે, ને ધર્મસંસ્થા જ્યાં સુધી માત્ર પ્રૌઢોમાં કામ કરશે ત્યાં સુધી ધર્મ દેઢમૂળ અને સ્વાભાવિક થવાનો નથી.'
મને યાદ છે - “હું પાંચમા ધોરણમાં હતો. જયંતિલાલ આચાર્યની કવિતા ‘મંદિર તારું વિશ્વ રૂપાળું” અમારા માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં આવતી હતી. એ કાવ્યની સૂક્ષ્મતા સમજવાની ત્યારે ઉંમર નહોતી. પણ એ કાવ્યની પંક્તિઓ કાયમ માટે મનમાં છપાઈ ગઈ.” “મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સર્જનહારા રે. નહિ પૂજારી, નહિ કોઈ દેવા,
નહિ મંદિરને તાળાં રે. મંદિરમાં તું ક્યાં છુપાયો?
શોધે શોધણહારા રે...' ઈશ્વર વિશેની સંકુચિત કે સાંપ્રદાયિક માન્યતામાં હું ક્યારેય ગૂંચવાયો નહિ એનું શ્રેય હું બાના શિક્ષણને અને માતૃભાષાની આવી કૃતિઓને આપું છું. માતૃભાષા દ્વારા શિખાતી આવી કૃતિઓ વિદ્યાર્થીના ભાવજગતને ઘડવામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. ધૂમકેતુની એક બહુ જાણીતી વાત છે - “પોસ્ટઑફિસ.” પોતાની પુત્રી મરિયમનો પત્ર લેવા રોજ પોસ્ટઑફિસે ધક્કો ખાતા અલીડોસાની લાગણી કોઈ સમજી શકતું નથી. ઊલટું સૌ અલીડોસાની મશ્કરી કરે છે. પણ પોસ્ટમાસ્તર પોતે પોતાની પુત્રીના સમાચારની રાહ જોતા બેઠા હોય છે, એ વખતે એને અલીડોસાની લાગણી સમજાય છે. વાત બહુ જાણીતી છે. અને એ વાત કહેવાનો અહીં સમય પણ નથી. પણ એ વાર્તામાં એક વાક્ય આવે છે : “માણસ પોતાની દૃષ્ટિ છોડીને બીજાની દૃષ્ટિએ વિચારે તો અધું જગત શાંત થઈ જાય.” આ વાક્ય વાર્તા ભણતી વખતે વિદ્યાર્થીના અને આદર્શ કેળવણીને ઉપનિષદ M
A
૧૨૩]