________________
જાણીતા કેળવણીકાર રવીન્દ્ર દવે માતાનો અને માતૃભાષાનો મહિમા સમજાવવા માટે “રામાયણ'નો એક પ્રસિદ્ધ શ્લોક ટાંકતા હોય છે. રાવણના વધ પછી રામે વિભીષણને લંકાની ગાદી સોપી. પણ રાજા જ લંકાની ગાદી સંભાળે એવો ભાવ વિભીષણે વ્યક્ત કર્યો. વિભીષણની વાત સાંભળીને લક્ષ્મણજી લોભાઈ જાય છે; પરંતુ, રામ લક્ષ્મણને કહે છે -
“અપિ સ્વર્ણમયી લંકા ન મે લક્ષ્મણ રોચતે,
જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી.” એટલે મનુષ્યની પાયાની કેળવણી માતા દ્વારા થાય છે. અને એટલે જ માની ભાષા તે માતૃભાષા. જનનીની જેમ જ જનનીની ભાષા એટલે કે માતૃભાષા પણ સ્વર્ગ કરતા ચઢિયાતી છે.
શિક્ષણનો હેતુ વિદ્યાર્થીને ઉત્તમ મનુષ્ય બનાવવાનો છે. કેળવણીનો અર્થ જ મનુષ્યતાની કેળવણી એવો છે. બાળકને મનુષ્ય બનાવનારા શિક્ષણનો પ્રારંભ માતાના ગર્ભમાંથી શરૂ થાય છે, અને બાળકના જન્મ પછી એના જીવનઘડતરની આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. એમ કહેવાય છે કે - “બાળકના જીવનનું ઘડતર એના પ્રથમ સાત વર્ષમાં પૂરું થઈ જાય છે અને પછીનાં વર્ષોમાં શિક્ષણ દ્વારા આનો સતત વિકાસ થતો રહે છે. બાળકનું આ ઘડતર માની ભાષા દ્વારા જ થઈ શકે છે, અને બાળકના આગળ પણ પછી એનો વિકાસ થવામાં માતૃભાષાનો બહુ મોટો ફાળો હોય છે.”
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું “કસુંબીનો રંગ” બહુ જ જાણીતું છે. પાઠ્યપુસ્તકો દ્વારા અને આપણા લોકગાયકો દ્વારા એ ઘેર-ઘેર પહોંચ્યું છે. કસુંબીનો રંગ એટલે હૃદયના સર્વ ભાવો જેમાં નિચોવાયા હોય તેવો રંગ. આવા કસુંબીના રંગે રંગાવાનો પ્રારંભ માતાના ગર્ભમાંથી જ થાય છે -
જનની હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ.'
માના ધાવણથી કેવળ બાળકના શરીરને જ પોષણ નથી મળતું; પરંતુ, બાળકનું હૃદય પણ માના ધાવણથી પોષાય છે. બાળક ગર્ભમાં હોય છે ત્યારથી એ માના હૃદયના ભાવો ઝીલતું થઈ જાય છે. ‘શિવાજીનું હાલરડું' પણ મેઘાણીનું બહુ પ્રસિદ્ધ કાવ્ય છે. ભાવકના હૃદયના તાર ઝણઝણાવી મૂકે એવું એ કાવ્ય છે . ( ૧૧૮ છે.
VA આદર્શ કેળવણીનું ઉપનિષદ
પેટમાં પોઢીને સાંભળેલી બાળે
રામ - લખમણની વાત માતાજીએ મુખ જે દિ'થી
ઊડી એની ઊંઘ તે દિ’થી. ઘૂઘરા, ધાવણી, પોપટલાકડી
ફેરવી લેજો આજ ! તે દિ’ તારે હાથ રે'વાની
રાતી બંબોળ ભવાની ! આજ માતા દેતી પાથરી રે,
કૂણાં ફૂલડાં કેરી સેજ તે દિ' તારી વીર-પથારી
પાથરશે વીશ - ભુજાળી.” જીજાબાઈની જેમ જ પારણામાં પોઢેલા બાળકને હિંચોળતી વખતે મા જે હાલરડાં ગાતી. તેનાથી પણ ભલે અજાણપણે પણ બાળકના જીવનનું ઘડતર થતું હતું. એક બહું જાણીતું હાલરડું છે -
વીરો મારો ડાહ્યો,
પાટલે બેસી નાહ્યો; પાટલો ગયો ખસી,
મારો વારો આવ્યો હસી.” તમે જુઓ કે સાવ સાદા શબ્દોમાં બાળકનાં જીવનઘડતરની કેવી ઉમદા સામગ્રી સચવાયેલી છે ! જીવનનો આધાર ક્યારેક-ક્યારેક ખસી ગયાનો અનુભવ કોને નહિ થતો હોય ? આવે વખતે હસીને જે-તે સમયની આપત્તિનો સામનો કરવાનો સંદેશ આ હાલરડામાં છે. આવું જ એક બીજું હાલરડું છે - ભાઈ તો અટાદાર
મોજડી પે'રે પટાદાર, મોજડીઓ ઉપર મોગરા
ભાઈને રમાડે રાજાના છોકરા; ભાઈ તો રાજાભોજ
ભાઈને બારણે હાથીઘોડાની ફોજ.’ આદર્શ કેળવણીને ઉપનિષદ