________________
માતૃભાષા દ્વારા શિક્ષણ : ભાવાત્મક દૃષ્ટિકોણ
ન રતિલાલ બોરીસાગર - આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીના સુપ્રસિદ્ધ કાવ્ય “ગાંધી-ગિરા'નું પઠન કરીને મારા વક્તવ્યનો પ્રારંભ કરું છું -
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. રમે અન્ય સખીઓ થકી દઈ તાળી, સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી. કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી. મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં, થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા. પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે, સજી હાનલે કલ્પનાભવ્ય તેજે. ધુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી,
નમાં ધન્ય ગાંધીગિરા ગુજરાતી.' આ ‘ગાંધીગિરા'ની આજે શી સ્થિતિ છે ? પ્રાથમિક શિક્ષણથી જ શિક્ષણના માધ્યમ તરીકે આપણી માતૃભાષાનો છેદ ઊડતો જાય છે. અંગ્રેજી માધ્યમની કેટલીક શાળાઓમાં તો વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષા બોલવા પર પણ પ્રતિબંધ છે. શાળા સમય દરમિયાન વિદ્યાર્થી ગુજરાતી બોલતો માલુમ પડે તો અંગ્રેજી માધ્યમની કેટલીક શાળાઓમાં દંડ પણ ફટકારવામાં આવે છે. અમદાવાદના એક ઉત્તમ બાલમંદિરના સંચાલક મારા મિત્ર છે, એમની પાસે આવીને એક વાર એક વાલીએ એવું પૂછેલું કે - “મારા બાળકને તમે ગુજરાતી માધ્યમનાં બાળકો સાથે ક્યારેય બેસાડશો નહિ ને ?” આ પ્રશ્નથી સંચાલકને ઘણી નવાઈ લાગી. એમણે કહ્યું કે : “પ્રાર્થનામાં ને રમવાના સમયમાં તો બધાં બાળકોને સાથે જ રાખીએ છીએ, અને એમાં તો તમને શો વાંધો હોય ?” વાલીએ કહ્યું : “તો-તો મારા બાળકને અંગ્રેજી બરાબર બોલતાં આવડે જ નહિ ને !” અને એમણે પોતાના બાળકને એ બાલમંદિરમાં દાખલ કરવાનું ૧૧૪ /
A આદર્શ કેળવણીનું ઉપનિષદ
માંડી વાળ્યું. અંગ્રેજી માધ્યમની શાળાના ગુજરાતી વિષયના શિક્ષકે એક પરિસંવાદ દરમિયાન ડરતાં-ડરતાં મને કહેલું કે - “મને એવી સૂચના આપવામાં આવે છે કે - “મારે મારા વર્ગમાં જેટલું ગુજરાતી બોલવાનું અનિવાર્ય હોય એટલું જ ગુજરાતી મારે બોલવાનું. ભણાવવા સિવાયની બાબતો કે સૂચનાઓ માટે મારે ફરજિયાત રીતે અંગ્રેજીમાં બોલવાનું છે.'' પોતાના બાળકને ગુજરાતી બરાબર બોલતાં નથી આવડતું એમાં ગૌરવ લેનારાં શિક્ષિત વાલીઓ ગુજરાતમાં છે. હાસ્યરસની તેમજ ગંભીર પ્રકારની કાવ્યરચનાઓ કરવા માટે જાણીતા ડૉક્ટર રઇશ મનીઆરના એક નિબંધનું શીર્ષક છે. “ગુજરાતી લેંગવેંજમાં થૉટ્સ એક્સપ્રેસ કરવાનું થોડું ઓડ લાગે છે.’ આ નિંબધમાં આજકાલના આપણા ગુજરાતી યુવાનો કેવું ગુજરાતી બોલે છે એનો એક નમૂનો આપ્યો છે -
“યુ નો. ધેર ઇજ અ સિક્રેટ - અબાઉટ હું કેવી રીતના બોલું છું. એક્યુલી વ્હેન આઇ સ્ટાર્ટ સ્પીકિંગ અ સેંટેન્સ ઇન ઇંગ્લિશ હાફ વે વોટ હેપન્સ, યુ નો... મારે બાકીનું વાકય ગુજરાતીમાં પૂરું કરવું પડે છે. આવું ઇંગ્લિશ બોલવા કરતાં તો ગુજરાતી બોલવું ઇઝ મચ મચ બેટર' એમ વિચારી ગુજરાતી બોલવા જાઉં છું તો આઇ ડોન્ટ ફાઇન્ડ પ્રોપર... શું કહેવાય ? ગુજરાતી વર્ઝા ના મળે યાર.. સો આઇ મિક્ષ અપ. સમ ટાઇમ્સ કોઈ પર્ટિક્યુલર વસ્તુ માટે મને ગુજરાતી વર્ડ ખબર નથી હોતો અને એટ ધ સેઇમ ટાઇમ એને ઇંગ્લિશમાં શું કહેવાય તે પણ યાદ આવતું નથી. મેની ટાઇમ્સ મારી બોથ ધ લેંગવેજની વોકેબલરી મને દગો આપે ત્યારે મારા હેન્ડ્રસ અને મારા શોલ્ડર્સ મારી મદદે આવે. મોસ્ટ ઑફ ધ ટાઇમ આઇ એન્ડ અપ ટૉકિંગ વિથ માય હેન્સ. યૂ સી... પીપલ અંડરસ્ટેન્ડ. નાવ ઇમેજીન કે હું ઠૂંઠો હતે તો મારું શું થતે ? કોઈ વાર શોચવા જાઉં ને તો, પેલું શું કહેવાય ? બહુ... શરમ... ના. ના... એનાથી બેટર વર્ડ છે... હું “ક્ષોભ' જો કેવું યાદ આવી ગયું ? હવે એ ના પૂછશો કે ઇંગ્લિશમાં એને શું કહેવાય ? કોઈ પૂછે ને - ના આવડે તો બહુ એમ્બેરેસિંગ લાગે.' ગુજરાતની યુવાપેઢી કેવું ગુજરાતી જાણે છે એનું આ ઉદાહરણ છે. આ નિબંધમાં ઉપરનું પડ તો હાસ્યરસનું છે, પણ હસી લીધા પછી માતૃભાષાની સ્થિતિનો વિચાર કરીએ છીએ ત્યારે હૃદય વિષાદથી ભરાઈ જાય છે. ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો. આપણા વિદ્યાર્થીઓની સ્થિતિ અત્યારે આવી છે. ન તો આદર્શ કેળવણીનું ઉપનિષદ /
A ૧૧૫ ]