Book Title: Adarsh Kelavaninu Upnishad
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 58
________________ નિરીક્ષણ કરતા શીખવે તે શિક્ષણ { પૂ. શ્રી. મોરારિબાપુ હું શિક્ષક હતો એમ નહિ કહું, પરંતુ આજે પણ શિક્ષક છું, કારણ શિક્ષક ક્યારેય ટાયર્ડ કે રિટાયર્ડ થતો નથી. મારી દૃષ્ટિએ ઉત્તમ શિક્ષણનાં સાત લક્ષણો છો. રક્ષણ : શિક્ષણ એવું હોય કે જે શિક્ષણ સૌ પહેલાં તો વ્યક્તિને, પરિવારને, સમાજને, રાષ્ટ્રને સંરક્ષણ આપે. જે સંરક્ષણ ન આપી શકે એ શિક્ષણ શું ? જે સંરક્ષણ આપે અને સંરક્ષણની સાથે મને ને તમને સમર્પણ કરતા શીખવે. ત્યાગના, બલિદાનના પાઠ શીખવે, આપણા અંદર રહેલા સગુણોને વિકસાવવાનો મોકો આપે એનું નામ શિક્ષણ. જે શિક્ષણ આપણી સલામતીનો ભંગ કરે અથવા આપણી સ્વતંત્રતાને અખંડ ન રાખી શકે તે શિક્ષણનો કોઈ અર્થ નથી. શિક્ષણ એટલે માણસ કેટલી ડિગ્રીઓ ભેગી કરે છે એવો સંકુચિત અર્થ નથી. શિક્ષણ એ તો અનુભવનો અને પરિવર્તનનો વિષય છે. સાચું શિક્ષણ માણસને અભય બનાવે છે. આજે તો શિક્ષણ અને શિક્ષક વિદ્યાર્થીને ક્ષણે-ક્ષણે ભયભીત બનાવે છે. જે શિક્ષા સુરક્ષા ન આપી શકે તે શિક્ષા પછી ન્યાયાલયમાં શોભે, વિદ્યાલયમાં નહિ. નિરીક્ષણ : શિક્ષણ અંગે મારું બીજું દૃષ્ટિબિંદુ એ છે કે આપણે ગમે તેટલા મોટા થઈ ગયા હોઈએ તો પણ આપણને સતત નિરીક્ષણ કરતાં શિખવાડે એ જ સાચું શિક્ષણ. આપણી કરુણતા એ છે કે આપણે ત્યાં નિરીક્ષકો છે, પણ નિરીક્ષણો ઓછાં છે. જેને નિર્ભીક નિરીક્ષણ કરતાં આવડશે એને તો નદીનો વહેતો પ્રવાહ પણ કંઈક ને કંઈક શિખવાડતો રહેતો હશે. પોષણ : શ્રેષ્ઠ શિક્ષણનું ત્રીજું લક્ષણ છે પોષણ શિક્ષણ પોષણ આપતું હોવું જોઈએ. શિક્ષણ પ્રકાશ આપતું હોવું જોઈએ. ઘણી વાર શિક્ષણક્ષેત્રમાં એવી ઘટનાઓ વિશે સાંભળવા મળે છે ત્યારે એમ થાય કે શિક્ષણ રક્ષણ આપવામાં નિષ્ફળ ગયું છે અને ભક્ષણ કરવામાં સફળ થયું છે. વિદ્યાર્થીનાં તન, મન, બળ, બુદ્ધિ, વિદ્યા અને શીલની રક્ષા કરે તે ઉત્તમ પ્રકારનું શિક્ષણ છે. | ૧૧૨ // A આદર્શ કેળવણીનું ઉપનિષદ પ્રકાશ : શિક્ષણનું ચોથું કામ પ્રકાશ એટલે કે અજવાળું આપવાનું છે. દરેક માનવના માનસમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ પ્રગટે, અશ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો તમસ દૂર કરી સાત્ત્વિક શ્રદ્ધાનો અજવાશ પ્રગટે તે શિક્ષકની ફળશ્રુતિ છે. આ ત્રણે ત્રણ કાર્ય રક્ષણ, પોષણ અને પ્રકાશ મળે તે પ્રેમશિક્ષણ દ્વારા મળે તે ખાસ જરૂરી છે. જો એમ થશે તો શિક્ષણ શિક્ષા મટીને વિદ્યાનો દરજ્જો પ્રાપ્ત કરશે. શિક્ષક એક પગારદાર મટીને ગુરુનો દરજ્જો પ્રાપ્ત કરશે. તત્ત્વશિક્ષણ : તત્ત્વશિક્ષણ એ ઉત્તમ શિક્ષણનું છઠ્ઠું લક્ષણ છે. નરસિંહ મહેતાએ કહ્યું છે કે - “જ્યાં લગી આત્મતત્ત્વ ચીત્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી,’ માટે શિક્ષક જીવનદર્શન કરે અને તત્ત્વદર્શન એટલે અણુ-અણુમાં રહેલા પરમતત્ત્વનો પણ પરિચય કરે અને કરાવે તે સાચું શિક્ષણ છે. ટૂંકમાં, શિક્ષણનો સાર કેવળ ડિગ્રી હોય એ ખ્યાલ ખોટો છે. શિક્ષણ જીવનદર્શન કરાવે અને તત્ત્વદર્શન એટલે કે જીવનના અણુએ અણુમાં રહેલા પરમતત્ત્વનો પરિચય કરાવે એ સાચું શિક્ષણ. પ્રેમવિક્ષણ : પ્રેમવિક્ષણ એ શ્રેષ્ઠ શિક્ષણનું છેલ્લું અને અનિવાર્ય લક્ષણ છે. શિક્ષણ વિદ્યાર્થીને રક્ષણ આપે, નિરીક્ષણ માટેની દૃષ્ટિ આપે, કર્મકુશળતા આપે, તત્ત્વદર્શનનો બોધ આપે, પણ જો શિક્ષણ પ્રેમવિક્ષણ ન બને તો શિક્ષણ અધૂરું છે. જો વિદ્યાર્થીમાં પ્રેમ, સંવેદના, કરુણા જેવી પવિત્ર લાગણી પ્રગટ ન થાય તો શિક્ષણ અધૂરું ગણાય. પણ જો આ બધું શક્ય બને તો એ શિક્ષણ પ્રેમવિક્ષણ બની શકે. શિક્ષકનો ધર્મ શું છે ? : શિક્ષકનો પ્રથમ ધર્મ એનું સત્યનિષ્ઠાણું છે. શિક્ષક સત્યવાન હોવો જોઈએ. શિક્ષકની વાણી, વર્તન અને વિચારમાં ક્યાંક અસત્યનો રણકાર ન હોવો જોઈએ. શિક્ષક અને સેનાપતિ બંનેનું કાર્ય સરખું છે, બંને રખોપા કરે છે અને રક્ષક ક્યારેય અસત્યનો આશ્રિત ન હોઈ શકે. બીજો ધર્મ સેવા છે; કારણ કે શિક્ષણ ધંધો નથી પણ ધર્મ છે અને ધર્મમાં સેવાની ગાંસડી ઉપાડવી જોઈએ. શિક્ષકનો ત્રીજો ધર્મ અહિંસા છે. મન, વચન અને કર્મથી ક્યારેય કોઈને પીડે નહિ તે સાચી અહિંસા છે અને અહિંસાને આપણે ત્યાં પરમ ધર્મ કહેવામાં આવી છે. આદર્શ કેળવણીને ઉપનિષદ M ૧૧૩]

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93