________________
ઘાતક પરીક્ષાઓ હટાવો
ડો. પી. જી. પટેલ
૧. દર વર્ષે બોર્ડ દ્વારા જાહેર પરીક્ષાઓ યોજાય છે, ત્યારે તણાવયુક્ત વાતાવરણ સર્જાય છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું દબાણયુક્ત વાતાવરણ, પરિણામમાં સ્પર્ધાત્મક હરીફાઈથી ભારે તણાવ, વાલીઓની વિદ્યાર્થીની ટકાવારી માટે અપેક્ષાઓથી સર્જાતું તણાવપૂર્ણ વાતાવરણ આથી સર્જાય છે. વિદ્યાર્થી માટે આત્મહત્યા કરવા પ્રેરતું ઘાતક વાતાવરણ, આવી આત્મહત્યાની ઘટનાઓનું પ્રમાણ ક્રમિક રીતે વર્ષોવર્ષ વધી રહ્યું છે. જાહેર પરીક્ષાઓ ઘાતક બની રહી છે.
૨. આત્મહત્યા કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. આ સંખ્યા તો આજે ભારે ચિંતાજનક બાબત છે જ, પણ મનોચિકિત્સકના નિરીક્ષણની રીતે પરીક્ષાનો ભય મનોવેદનાથી પિડાતા વિદ્યાર્થીઓની મોટી સંખ્યા તેથી પણ વધારે ચિંતાજનક બાબત છે. સમાજમાં મનોગત રુગ્ણતા ફેલાય છે. વાલીઓ પણ હતાશાના ભોગ બને છે. તેમને પણ દવાખાનામાં દાખલ કરવા પડે છે. ક્યારેક પરીક્ષાને લગતા કોઈ કારણથી વાલી પણ આત્મહત્યા કરી લે છે.
માતા-પિતા પોતાના બાળકના પ્રવેશ અને કારકિર્દીના આધારરૂપ બનેલી જાહેર પરીક્ષાના પરિણામના કારણે તણાવ અનુભવે છે.
પોતાના બાળકની શક્તિ-મર્યાદાને યોગ્ય રીતે સમજીને સ્વીકારતા નથી અને ઊંચાં પરિણામોની અપેક્ષામાં રાચતા રહી, પોતાનાં સ્વપ્ન બાળકો ઉપર થોપતા હોય છે અને બાળકોને માથે વધારે તણાવ ઊભો કરે છે.
આ બધાથી મનોરોગથી પિડાતા સમાજનું સર્જન થાય છે. સમાજની સર્જનશીલતા - મૌલિક્તા ઉપર ઘાતક અસર થાય છે. ઉત્સાહ - આનંદ - જોશ જેવી ફળદાયી માનસિકશક્તિઓ ક્ષીણ પડી જાય છે. ૩. આજની પરીક્ષા પદ્ધતિ કેળવણી-જગત માટે હાસ્યાસ્પદ - મશ્કરી સ્વરૂપ બની રહી છે. સી.સી.ટી.વી.થી નિરીક્ષણ વિદ્યાર્થી ઉપર કેદી જેવી બાજ નજર, ચોરી, કાપલીઓ, વિદ્યાર્થીની તપાસ વાલીઓની દોડધામ વગેરે કેવાં દૃશ્યો ઊભાં કરે છે. શિક્ષણ બોર્ડ માત્ર પરીક્ષા બોર્ડ' બની રાષ્ટ્ર માટે આ ચિંતાનો વિષય બન્યો છે. એકવીસમી સદી આદર્શ કેળવણીનું ઉપનિષદ
o
૪. વિદ્યાર્થીને પ્રશ્નપત્રના આધારે જ પાસ - નાપાસ કરવો, તેના માટેનું ધોરણ ૩૩% હોય, એટલે ૬૭% ન આવડે તો ચાલે ? આવું તોલમાપ ક્યા ખ્યાલથી, સંશોધનમૂલક નિર્ણયથી રખાયું છે તે સમજાતું નથી. ધોરણ-૧૦ની ગુજરાત માધ્યમિક બોર્ડની જાહેર પરીક્ષામાં સાત વિષયોમાં પાસ થવાનું જરૂરી છે જેમાં છ વિષયોની પરીક્ષા બોર્ડ દ્વારા લેવાય છે. આ સાત વિષયોનું જૂથ કયા વ્યક્તિત્વના પાસાઓને આધારે લેવાયું તેની તર્કસંગત વિચારણા જરૂરી છે. આ વિષયો એકસાથે પાસ કરવા કે એક-એક વિષય જુદા-જુદા તબક્કે પાસ
કરવા. જાહેર પરીક્ષાના કારણે કેટલીક વિસંગતતાઓ ઊભી થાય છે. પરીક્ષા' એ ‘અધ્યયન' પ્રક્રિયાના આધારે વિદ્યાર્થીમાં આવતા વિધાયક પરિવર્તન - સુધારાત્મક વિકાસની સાબિતી (Evidence) મેળવવાની પ્રક્રિયા છે. વિદ્યાર્થીનું અધ્યયન (Learning) થાય એ પાયાની બાબત છે, તેને સ્થાને ‘પરીક્ષા' જ તેના ઉપર પકડ જમાવી બેઠી છે.
૫.
‘જ્ઞાનની સદી’ છે. વિદ્યાર્થી ‘સમસ્યા ઉકેલ'ની સમજણ કેળવે તે જરૂરી છે. આ માટે બે કે ત્રણ કલાકની લિખિત પરીક્ષા, જેમાં આઠદસ પ્રશ્ન હોય, જે-તે વિષયના સમગ્ર અભ્યાસક્રમની ચકાસણી
માટે વપરાય તે સ્મૃતિશક્તિની(ગોખણપટ્ટી)ની પરીક્ષા બની રહે છે. આ એક મશ્કરી પાત્ર, હાસ્યાસ્પદ બાબત છે.
૬.
અભ્યાસક્રમની રચના, પાઠ્યપુસ્તક સર્જન, અધ્યાપન પદ્ધતિઓ, સાધનો, વર્ગખંડ, મેદાન વગેરે ઉપર પણ અધ્યયનની ફળશ્રુતિઓ (Learning & Out-comes) જે બાળકના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને પ્રયોજાવા જોઈએ, તેના બદલે ‘પરીક્ષા’ તેમાં પણ ‘લેખિત પરીક્ષા’ જ પ્રભુત્વ ધરાવતી થઈ છે; તેથી વિદ્યાર્થી ગોખણપટ્ટી કરતો થાય તેવું વાતાવરણ સર્જાયું છે. આના કારણે ઉત્તેજના અને તણાવભર્યું વાતાવરણ સર્જાય છે. સ્પર્ધાત્મક પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. એક-એક માર્કની રીતે ‘તણાવ' ઉત્પન્ન થાય છે. આ કારણથી ‘આત્મહત્યા’નું પ્રમાણ વધ્યું છે.
૭. લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રની એક આશ્ચર્યની ઘટના ક્યારેક એવી જોવા મળે છે કે શિક્ષક જે વિષય પોતે ભણાવે છે, તે વિષયના પ્રશ્નપત્રના પરિણામમાં જ નબળા હોય છે.
આદર્શ કેળવણીનું ઉપનિષદ
૮૧