________________
શિક્ષણમાં સંશોધન : દશા અને દિશા
મણિલાલ પ્રજાપતિ
ઉચ્ચ શિક્ષણનું ધ્યેય સમાજનો બૌદ્ધિક, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સાધવાનું રહ્યું છે. ઉચ્ચ શિક્ષણની વિવિધ સંસ્થાઓ અધ્યયનઅધ્યાપન, સંશોધન અને પ્રકાશનના ત્રિવેણી સંગમના માધ્યમથી જ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરી પોતાનાં ધ્યેયો હાંસલ કરવા માટે પ્રયત્નશીલ રહેતી હોય છે. આ પ્રયાસો કેટલા અંશે સાર્થક નીવડ્યા, તેનો આધાર તેમનાં ઉચ્ચ ગુણવત્તાપૂર્ણ સંશોધનો, પ્રકાશનો વગેરે ઉપર આધારિત છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના વર્ષ ૨૦૧૧-૧૨ના વાર્ષિક અહેવાલ અનુસાર દેશમાં ૫૭૪ યુનિવર્સિટીઓ અને તેની સાથે ૩૫૫૩૯ કૉલેજો સંલગ્ન છે. ઉચ્ચ શિક્ષણની આ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના એનરોલમેન્ટનું પ્રમાણ ઃ સ્નાતક અભ્યાસક્રમ ૮૫.૮૭%, અનુસ્નાતક અભ્યાસક્રમ ૧૨.૨૬%, ડિપ્લોમા - સર્ટિફિકેટ્સ કોર્સિસ ૧.૦૮% અને સંશોધન ૦.૭૯% જેટલું રહ્યું હતું. વર્ષ ૨૦૧૦-૧૧માં દેશની વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા ૧૬૦૯૩ વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં વિજ્ઞાન વિદ્યાશાખાના સૌથી વધુ અર્થાત્ ૫૨૩૨ અને આર્ટ્સ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ બીજા ક્રમે અર્થાત્ ૫૦૩૭ હતા. સ્વીકૃત શોધપ્રબંધો પૈકી ભાગ્યે જ ૧% - ૨% પ્રકાશિત થતા હશે અને શોધપ્રબંધો પ્રકાશિત ન કરવા પાછળનાં કારણો સ્પષ્ટ અનુમાનિત થઈ શકે તેવાં છે. આ પ્રશ્ન કોઈ એક યુનિવર્સિટી કે કોઈ પ્રદેશની યુનિવર્સિટીઓનો નથી, પરંતુ પ્રાયઃ વત્તા-ઓછા અંશે મોટા ભાગની યુનિવર્સિટીઓને લાગુ પડે છે.
અનુભવે જણાયું છે કે - ‘આપણી યુનિવર્સિટીઓનાં સંશોધનો પ્રાયઃ પીએચ.ડી. ડિગ્રી પ્રેરિત રહ્યાં છે. આ સંશોધકોના ત્રણ પ્રકારો જોવા મળે છે - (૧) ચાલુ નોકરીમાં પીએચ.ડી. ડિગ્રીની પ્રમોશન ઇત્યાદિ માટે અનિવાર્ય આવશ્યકતા હોય, વધુ ઇજાફા મળવાના હોય. અથવા ભવિષ્યમાં ચાલુ હોદ્દા માટે પીએચ.ડી. ડિગ્રીની અનિવાર્ય આવશ્યક થવાની દહેશત હોય, (૨) કોઈ પણ પ્રકારની નોકરી-વ્યવસાયના અભાવે ધ્યેય વગર જોડાયેલો વર્ગ અને (૩) ઉચ્ચ સંશોધનમાં રસ હોવાના કારણે સ્વેચ્છાએ આદર્શ કેળવણીનું ઉપનિષદ
૮૪
જોડાયેલો વર્ગ. આ વર્ગો પૈકી ડિગ્રી ખાતર સંશોધન કરનારનો વર્ગ ઘણો મોટો છે. આ ઉપરાંત એક યા બીજાં કારણોસર યુનિવર્સિટીઓનાં દિન
પ્રતિદિન ઊતરતાં જતાં ધોરણોના કારણે અલ્પમાત્રામાં સત્ત્વશીલ શોધપ્રબંધો તૈયાર થાય છે. ગુણવત્તાપૂર્ણ સંશોધનો માટે અધ્યાપકોએ સ્વયં ઉત્તરદાયિત્વ નિભાવવું પડશે અને આ માટે મૂલ્યનિષ્ઠ શિક્ષણના પાઠો પણ સ્વયં આત્મસાત્ કરવા પડશે.
કોઈ પણ યુનિવર્સિટીએ કેટલા પીએચ.ડી. પ્રોડ્યુસ કર્યા કે કેટલા પીએચ.ડી. માટે રજિસ્ટર્ડ કર્યા છે તે કોઈ યુનિવર્સિટીની ગુણવત્તા કે પ્રતિષ્ઠા માટેનો માપદંડ ન બની શકે. પરંતુ ડિગ્રી એનાયત કરવામાં આવેલા શોધપ્રબંધો પૈકી યુનિવર્સિટીને ગૌરવ અપાવે તેવા કેટલા ઓજસ્વી અને ઉપયોગી છે ? આ પૈકી પ્રકાશનની ક્ષમતાવાળા કેટલા પ્રકાશિત થયા ? આ જ રીતે કેટલાં પેટન્ટ્સ રજિસ્ટર્ડ થયાં તેની તુલનાએ રજિસ્ટર્ડ થયેલાં પેટન્ટ્સ કેટલું રેવન્યુ રળી આપે છે અર્થાત્ તેની ઉપયોગિતા કેટલી બધી છે, તેની સાબિતિ આપે તે મહત્ત્વનું છે. બીજું, કોઈ યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા સંશોધન લેખો અને પુસ્તકોનો કેટલો બહોળો ઉપભોક્તા વર્ગ છે અને આ લેખોનો પરવર્તી સંશોધકોએ પોતાનાં સંશોધનોમાં તેનો આધાર લઈ કેટલા ઉલ્લેખો કર્યા છે. અર્થાત્ તેમના સંશોધનોનું પ્રભાવ પરિબળ કેવું રહ્યું છે તે મહત્ત્વનું છે. અને છેલ્લે ત્રીજી મહત્ત્વની બાબત એ છે કે યુનિવર્સિટીએ બહાર પાડેલા સ્નાતકો ઉદ્યોગગૃહો અને રોજગારી આપતાં વિવિધ ક્ષેત્રોની કેટલા પ્રમાણમાં માંગ છે, આ સ્નાતકો પોતાની સામેના પડકારોને કઈ રીતે તકમાં ફેરવી શકે છે અને પોતાની ઉપસ્થિતિને અનિવાર્ય બનાવે છે તે મહત્ત્વનું છે. આવી બધી બાબતોને કોઈ યુનિવર્સિટીની ઊંચાઈ માપવાના ગજ બનાવવા જોઈએ. અહીં આપણે વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીની વાત કરતા નથી, પરંતુ આ તો યુનિવર્સિટીના અસ્તિત્વ માટેની, તેની ઓળખ માટેની અને યુનિવર્સિટી તરીકે ઓળખાવવા - કહેવડાવવા માટેની નિમ્નતમ અપેક્ષાઓ છે.
યુનિવર્સિટીઓ અને કૉલેજોના નેક એક્રિડિટેશનની યોજના ખરેખર ઉત્તમ છે. નેક કાઉન્સિલે સૂચવેલ માપદંડો અનુસાર ધ્યેયનિષ્ઠ કાર્ય કરવામાં આવે તો કોઈ પણ સંસ્થાને ઉત્તમ બનાવી શકીએ તેમાં કોઈ શંકા
નથી. પરંતુ આજે નેકના નામે આયોજન કરવામાં આવતા નેશનલઆદર્શ કેળવણીનું ઉપનિષદ
૫