Book Title: Adarsh Kelavaninu Upnishad
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 47
________________ | શૈક્ષણિક સંસ્થાઓના સંચાલનના પ્રશ્નો | કિશોરભાઈ મહેતા | સંસ્થા સંચાલન એ એક આગવું વિજ્ઞાન છે. કોઈ એક સંસ્થામાં સફળતાપૂર્વક પાર પાડેલી પદ્ધતિ બીજી સંસ્થામાં સફળતા ન પણ અપાવે; કારણ કે દરેક સંસ્થાને પોતાનું આગવું પર્યાવરણ હોય છે. સંસ્થાને પોતાનો ઇતિહાસ હોય છે. સંસ્થાપકોએ ઊભી કરેલી પરંપરાઓ હોય છે, પરિણામે દરેક સંસ્થાને પોતાના વિશિષ્ટ સ્થાન અને પ્રભાવ હોય છે. વીસમી સદીમાં ગુજરાતમાં મોટા પ્રમાણમાં શૈક્ષણિક સંસ્થાઓ વિકસી. કવિ દલપતરામના પ્રયત્નોથી અંગ્રેજ અધિકારી ફાર્બસે સ્થાપેલી ગુજરાત વિદ્યાસભાથી ક્રમશઃ વિકસતા-વિકસતા ગામે ગામ સંસ્થાઓનો વિકાસ થયો. વીસમી સદીમાં પ્રથમ છ-સાત દાયકા સુધી ગાંધી-મૂલ્યોનું આગવું સ્થાન હતું. ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠ અને ત્યાંથી બહાર પડેલા કસાયેલા કાર્યકરોએ અનેક સંસ્થાઓ સ્થાપી. સૌરાષ્ટ્રમાં નાનાભાઈ ભટ્ટ દ્વારા દક્ષિણામૂર્તિનો પ્રારંભ એ એક ઐતિહાસિક ઘટના છે. પછી ગ્રામદક્ષિણા મૂર્તિ અને લોકભારતી જેવી સંસ્થાઓ વિકસી. આ પ્રકારની સંસ્થાઓ સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં વિકસી છે. દરેકની પાછળ કેટલાક મૂલ્યનિષ્ઠ કાર્યકરોની જમાત હતી, પરિણામે સંસ્થાઓમાં એક તંદુરસ્ત વાતાવરણ હતું અને રાષ્ટ્રઘડતરનું પાયાનું કામ ત્યાં થતું. એકવીસમી સદીના બીજા દાયકામાં આપણે છીએ. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ભૌતિક સુખ, સંપત્તિ અને આર્થિક લાભની દોડ જોવા મળે છે. ‘ત્યાગીને ભોગવી જાણો'નો મંત્ર વિસરાતો જાય છે અને વધુ ને વધુ સંગ્રહ કરવા, મેળવવા તરફ આગળ દોટ રહી છે. આ વાતાવરણની સીધી અસર સંસ્થાઓ પર પડી છે, પરિણામે અનેક નવી સમસ્યાઓ સામે આવી છે. અને સંસ્થાઓનું સંચાલન દિનપ્રતિદિન વિકટ થતું જાય છે. આ નોંધમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રના અમરેલી જેવા નાનકડા કેન્દ્રને ધ્યાનમાં રાખી આ પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારના મુખ્ય પ્રશ્નો નીચે મુજબ છે. સ્વનિર્ભર શાળાઓનું આકર્ષણ : ૧૯૬૦ સુધી મુંબઈ રાજયના ભાગ તરીકે રહેલા અમરેલી જિલ્લાને સયાજીરાવ ગાયકવાડના સમયથી મફત અને ફરજિયાત પ્રાથમિક VA આદર્શ કેળવણીનું ઉપનિષદ | શિક્ષણનો લાભ મળેલો. પ્રજાકીય સરકારોએ લોકભાગીદારીની ભાવના કેળવાય એટલા માટે જાહેર ટ્રસ્ટોને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા પ્રોત્સાહિત કર્યા. આવી સંસ્થાઓના સંચાલનમાં સરકારે ગ્રાંટ આપવાની નીતિ રાખી. ગુજરાતમાં પ્રારંભનાં વર્ષોમાં ૫૦% ગ્રાંટ અને બાકીની રકમ ફીમાંથી ઊભી કરવાની પ્રથા હતી. આ નીતિ ઉદાર બનાવતા - બનાવતા સરકારે સિત્તેરના દાયકામાં ૧૦૦% ગ્રાંટની નીતિ સ્વીકારી અને માધ્યમિક શિક્ષણ નિઃશુલ્ક કર્યું. કન્યાકેળવણી ઉચ્ચ શિક્ષણ સુધી નિઃશુલ્ક બનાવી. આટલી પ્રગતિશીલ નીતિ ભારતમાં સૌપ્રથમ ગુજરાત રાજ્ય સ્વીકારી. શિક્ષકોને નોકરીમાં સલામતી અને પેન્શન સુધીના હક્ક પણ મળ્યા. આ વ્યવસ્થા અત્યંત સુચારુ રૂપે ચાલી રહી હતી અને ગૌરવવંતુ કાર્ય કરતી સંસ્થાઓ વિકસી હતી; પણ શિક્ષણમાં વ્યાપારીકરણ એવી રીતે પ્રવેશી ગયું કે કોઈને તેની ખબર પણ ન પડી, અને અચાનક સ્વર્નિભર શાળાઓ ફૂટી નીકળી. સમાજનો આર્થિક રીતે સંપન્નવર્ગ પોતાનાં બાળકોને આવી સંસ્થાઓમાં ભણાવવાનું ગૌરવ સમજવા માંડ્યો અને મોભો જમાવવા દેખાદેખીના કારણે મધ્યમવર્ગ પણ તેમાં દોરવાયો. સરકાર જે ગ્રાંટ આપે છે, તે પ્રજાના કરવેરાના પૈસામાંથી આપે છે. આમ છતાં કરવેરા ઉપરાંત રકમ ખર્ચવામાં ગૌરવ અનુભવતો એક એવો વર્ગ ઊભો થયો કે જે સમાજના અકિંચન વર્ગથી અલગ પડી ગયો. એક નવી અસ્પૃશ્યતા શરૂ થઈ, પરિણામે જૂની સરકારી સહાયથી ચાલતી સંસ્થાઓ ભાંગવા માંડી. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા કેટલીક આવી સંસ્થાઓ પણ સ્વનિર્ભર સંસ્થાઓના પ્રવાહમાં જોડાઈ ગઈ; પરિણામે પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચે ચાલતી જ્યાં ઉચ્ચ લાયકાતવાળા અનુભવી શિક્ષકો છે તે સંસ્થાઓ માંદગીને બિછાને પડી. સ્વનિર્ભર સંસ્થાઓમાં રોકાણકર્તાઓ રોકાણ કરે છે. જૂની સંસ્થાઓ દાનથી ચાલતી આ નવી પરિપાટીની શરૂ થયેલી સંસ્થાઓમાં ધનવાનો - સંપન્નવર્ગના લોકો રોકાણનું ક્ષેત્ર સમજી તેમાં ઝંપલાવ્યું અને ઠીક-ઠીક લાભ પણ મેળવ્યો. આ ક્ષેત્ર રોકાણકારને અવશ્ય ફાયદારૂપ હતું; કારણ કે પોતાની મૂડીનું ઓછામાં ઓછું જોખમ અને વધુમાં વધુ વળતર મળતું થયું. તેમાં ભોગ લેવાયો શિક્ષણનો, શિક્ષણમાત્ર માહિતી આધારિત અને પરીક્ષામાં ઉચ્ચ ટકાવારી મેળવવા માટેનું માધ્યમ બની ગયું ! શિક્ષકોની આદર્શ કેળવણીનું ઉપનિષદ , A ૯૧ | [ ૯૦ .

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93