________________
તેઓ ફરી-ફરીને પેલા બાળકને ધૂન વગાડવાનું શીખવતા હતા. પછી બંને એકસાથે ધૂન વગાડવા લાગ્યા. બે નાનાં બાળકો તેમની સાથે ડ્રમ વગાડવા લાગ્યાં. તેઓ જરા ય તાલમાં નહોતાં વગાડતાં, પણ શિક્ષકે તેમની સામે ગુસ્સાથી જોયું નહિ કે તેમને તેમ કરતાં રોક્યાં પણ નહિ. બે-ત્રણ વિદ્યાર્થીઓ ઓરડામાં બેસીને આ બધું માત્ર જોઈ રહ્યા હતા.
જાણીતા શિક્ષણશાસ્ત્રી શ્રીમતી સ્ટેલી બ્રસે લખ્યું છે કે - “ધ્યાનથી જોવું એ પણ શિક્ષણની એક મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે. બાળકોની આ ધ્યાનથી જોવાની પ્રક્રિયાનું આપણે સન્માન કરવું જોઈએ. જો કોઈ બાળક ધ્યાનથી કોઈ પ્રવૃત્તિનું નિરીક્ષણ કરી રહ્યું હોય તો તેને ધ્યાનભંગ ન કરવું જોઈએ. કેટલાંક બાળકો પોતે કામ કરતાં પહેલાં બીજાં બાળકોને તે કામ કરતાં જોવા ઇચ્છે અને પોતે શું કરશે તેનો વિચાર કરવા માંગે છે.’ ન્યૂ લિટલ સ્કૂલમાં આ વાત બધા સમજતા હતા.
ડેન્માર્કની આ શાળા ચાર દીવાલો વચ્ચે બંધ શાળા નથી, પણ હરતીફરતી શાળા છે. હરતીફરતી એટલા માટે કે તેમાં બાળકોને પ્રવાસ અને મુલાકાતોની ભરપૂર તકો આપવામાં આવે છે. સ્કૂલના બાળકો માટે કોપનહેગન અને તેની આસપાસના વિસ્તારોમાં નિયમિત પ્રવાસો ગોઠવવામાં આવે છે - એટલે સુધી કે વિદ્યાર્થીઓના એક જૂથે તો સ્વીડનના એક છેડાથી બીજા છેડા સુધી પદયાત્રા કરી હતી. આ પ્રવાસો દ્વારા જ દેશ, દુનિયા, સમાજ, ઇતિહાસ અને ભૂગોળનું પ્રત્યક્ષ જ્ઞાન તેઓ મેળવે છે.
ન્યૂ લિટલ સ્કૂલમાં ભણીને વિદાય લેનારાં મોટા ભાગનાં બાળકો એવી પરંપરાગત હાઈસ્કૂલોમાં ગયાં છે, જેનો અભ્યાસક્રમ અત્યંત કઠિન હોય. આવી સ્કૂલોમાં પણ ન્યૂ લિટલ સ્કૂલના વિદ્યાર્થીઓ હંમેશાં મોખરે રહ્યા છે અને જેઓ મોટા થયા છે, તેમણે પોતાના વ્યવસાયમાં નામ કાઢવું છે અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ બાળકો જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે, તેનું કારણ એ છે કે તેઓ દુનિયા વિશે જાણવા ઉત્સુક હોય છે અને તેના વિશે જાણવાનું કૌશલ્ય અને આત્મવિશ્વાસ તેમનામાં હોય છે. તેઓ જીવનના કોઈ પણ પડકારોને આસાનીથી હલ કરી શકે છે. આ શાળા પરથી પ્રેરણા લઈને ડેન્માર્કમાં ૪૦ જેટલી ન્યૂ લિટલ સ્કૂલો ચાલુ થઈ છે અને સફળ પણ થઈ છે. ૧૦૬
VA આદર્શ કેળવણીનું ઉપનિષદ |
તોત્તો-ચાનને ‘તોમોએ' નામની સ્કૂલમાં પોતાના સાથી-મિત્રો સાથે ખૂબ જ મનપસંદ વાતાવરણમાં શિક્ષણ મળ્યું હતું. આ સ્કૂલના હેડમાસ્ટર કોબાયાશી ખૂબ જ સ્નેહાળ ને કલ્પનાશીલ હતા. બાળકોને ભણતરની સાથોસાથ મુક્ત વાતાવરણ અને સમતોલ આહાર પણ મળે એની તેઓ ખાસ કાળજી લેતા હતા.
આ પુસ્તકની નાયિકા તોત્તો-ચાન, ગઈકાલની એ નાનકડી બાલિકા આજે તેત્સુકો કુરોયાનાગી નામે આખા જાપાનમાં વિખ્યાત ટી.વી. કલાકાર તરીકે જાણીતી છે. પોતાના શાળાજીવનનાં કેટલાં બધાં સંસ્મરણો, વાતો અને સત્ય ઘટનાઓ તેણે અહીં નાની-નાની પ્રસંગકથાઓ રૂપે રજૂ કરી છે. યુનિસેફમાં જાપાનની સંભાવના-દૂત નિમાયેલી આ લેખિકા પાસે બાળકોને ચાહનાર શિક્ષકોને અને માબાપો - વાલીઓને ઘણું કહેવાનું છે. મૂળ જાપાની ભાષામાં લખાયેલું - પ્રકાશિત થતાંની સાથે જ અપાર લોકપ્રિયતા સાથે વિક્રમસર્જક “બેસ્ટ સેલર’ બનેલું આ પુસ્તક એક શક્તિમંત સંદેશો આપી જાય છે. નાના-મોટા દરેક વયજૂથના જુદા-જુદા દૃષ્ટિકોણવાળા બધા લોકો માટે પુસ્તક સમાન રીતે રસપ્રદ છે.
આ પુસ્તકમાં શ્રી કોબાયાશીની શિક્ષણ-પ્રવૃત્તિઓ કેવી અરૂઢ ને કલ્પનાશીલ હતી એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એ માનતા હતા કે - ‘બધાં જ બાળકો મૂળે તો સારા સ્વભાવનાં હોય છે, પણ પછી બહારનું વાતાવરણ અને મોટેરાંની અસરો ખરાબ હોય તો એ સારાપણાને નુકસાન થઈ શકે છે.” એટલે એમનું ધ્યેય હતું કે - “આ સારા સ્વભાવને કાળજીથી ખીલવવો, જેથી બાળક બધાંની વચ્ચે પોતાના આગવા વ્યક્તિત્વ સાથે વિકસતું રહે.’ | શ્રી કોબાયાશીને મન સ્વાભાવિકતાનું મૂલ્ય મોટું હતું, એટલે એ ઇચ્છતા કે બાળકનું વ્યક્તિત્વ બને એટલી સહજતાથી વિકાસ પામે. પ્રકૃતિ માટે પણ એમને ચાહના હતી.
જો આજે પણ તોમોએ જેવી શાળાઓ હોય તો ચારેબાજુ વ્યાપેલી હિસાવૃત્તિ ઓછી થાય ને બાળકો અધવચ્ચે સ્કૂલમાંથી ઊઠી જાય છે તેનું પ્રમાણ ઘટે. તો મો એમાં તો શાળાનો સમય પૂરો થયા પછી પણ છોકરાંઓ ઘરે જવાનું નામ નહોતાં લેતાં, અને રોજ સવારે નિશાળે દોડવાની એમને તાલાવેલી હતી, એવી હતી એ સ્કૂલ. આદર્શ કેળવણીનું ઉપનિષદ 9
૧૦o |