Book Title: Adarsh Kelavaninu Upnishad
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 50
________________ મુદ્દાઓની યાદી એટલે અભ્યાસક્રમ. ટૂંકમાં, જુદા-જુદા વિષયોના વિષયવસ્તુની રૂપરેખાને માટે ‘અભ્યાસક્રમ' શબ્દનો ઉપયોગ થતો હતો. આ એક પરંપરાગત ખ્યાલ છે. ખરેખર આ ખ્યાલ પાઠ્યક્રમ પૂરતો જ મર્યાદિત છે. પાઠ્યક્રમ એટલે વિષયોનાં વિષયાંગની સૂચિ કેટલાક પાઠ્યક્રમોમાં હેતુઓ અને સંદર્ભસૂચિનો પણ ઉલ્લેખ હોય છે. આધુનિક પાઠ્યક્રમમાં જેતે વિષયના હેતુઓ માટેના ગુણભારનો પણ સમાવેશ કરવામાં આવે છે. - ટૂંકમાં, પાઠ્યક્રમ એ અભ્યાસક્રમનો એક ભાગ છે. જુદા-જુદા વિષયો એ અભ્યાસક્રમનો એક ભાગ છે. પુસ્તકો, શૈક્ષણિક સાધનો એ અભ્યાસક્રમ નથી, પણ તેનાં સાધનો છે. શાળા કે કૉલેજનું મકાન અને શિક્ષકો એ અભ્યાસક્રમના ભાગરૂપે છે. અભ્યાસક્રમ એ અધ્યયન માટેની યોજના છે. જેમાં સમાજની અપેક્ષાઓનો પડઘો પડવો જોઈએ. સમાજ શિક્ષણ પાસેથી કઈ અપેક્ષા રાખે છે. ને અભ્યાસક્રમ માટે તે ખૂબ જ મહત્ત્વની બાબત છે; એટલે કે નિર્ધારિત હેતુઓની સિદ્ધિ માટે આયોજનબદ્ધ યોજના તૈયાર કરવાની જરૂરિયાત પર અભ્યાસક્રમ ભાર મૂકે છે. શાળા અને કૉલેજોએ અધ્યેતાના વિકાસ માટે અનેકવિધ અનુભવો પૂરા પાડવા જોઈએ વ્યક્તિ અને સમાજનાં સવાંગી ઘડતર માટે જે શૈક્ષણિક-અનુભવો કે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપયોગી બને તેનો અભ્યાસક્રમમાં સમાવેશ થવો જોઈએ. વિદ્યાર્થી પુસ્તકાલય, પ્રયોગશાળા અને રમતનાં મેદાન પર જે અનુભવો મેળવે છે, તે પણ અભ્યાસક્રમનો એક ભાગ બને છે. શાળા - કૉલેજોમાં ચાલતી અનેકવિધ સહઅભ્યાસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ તેમાં સમાવેશ થાય છે. પ્રવાસ સંસ્થા કે વ્યક્તિઓની મુલાકાત જેવા અનુભવો પણ અભ્યાસક્રમના ભાગ બને છે. ટૂંકમાં, અનેકવિધ આયોજિત અધ્યયન અનુભવોનો સરવાળો એટલે અભ્યાસક્રમ. ૧. જેમાં વિષય સંકલિત પ્રવૃત્તિઓ ૨. અભ્યાસ વર્તુળો ૩. સેમિનાર ૪. ચર્ચાસભા ૫. વિદ્યાર્થી મંડળીની પ્રવૃત્તિઓ ૬. N.C.C - N.S.Sની પ્રવૃત્તિઓ ૭. સામાજિક - સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરે પણ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ થતી પ્રવૃત્તિઓ છે. -૬ VIII) આદર્શ કેળવણીને ઉપનિષદ] અભ્યાસક્રમની રચના કરતી વખતે હેતુઓની સિદ્ધિ માટે અધ્યયનઅનુભવોનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીના સર્વાગી વિકાસ માટે શાળાશિક્ષણમાં કે વર્ગશિક્ષણમાં અનેકવિધ અભિગમ દ્વારા શિક્ષણની પ્રવૃત્તિ વિકાસ પામે, જેમાં ક્યારેક શિક્ષકકેન્દ્રી, બાળકેન્દ્રી કે પાઠ્યપુસ્તકકેન્દ્રી હોય છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ભારતમાં શિક્ષણ માટે પછી પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચશિક્ષણ માટેના વિવિધ પંચોની રચના કરવામાં આવી છે, અને શિક્ષણના સાર્વત્રીકરણ માટે વિદ્યાર્થીની વયકક્ષા મુજબ યોગ્ય રીતે અભ્યાસક્રમ રચાવો જોઈએ, તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. અભ્યાસક્રમ રચના વખતે તેના હાર્દરૂપ તત્ત્વોનો સમાવેશ થાય તે ખૂબ જ જરૂરી છે તેનાં હાર્દરૂપ તત્ત્વો આ મુજબ છે. પ્રાચીન સમયમાં પણ તે બાબત પર ખાસ ભાર મુકાતો હતો : (૧) ભારતની સ્વાતંત્ર્ય ચળવળનો ઇતિહાસ (૨) બંધારણીય જવાબદારીઓ (૩) રાષ્ટ્રીય ઐક્ય માટેની આવશ્યક વિષયવસ્તુ (૪) ભારતનો સામાન્ય સાંસ્કૃતિક વારસો (૫) સર્વસમાનતા લોકશાહી અને બિનસાંપ્રદાયિકતા (૬) જાતીય સમાનતા (૭) પર્યાવરણ સુરક્ષા (૮) સામાજિક અવરોધો દૂર કરવા (૯) “નાનું કુટુંબ” એ ધોરણનું પાલન (૧૦) વૈજ્ઞાનિક વલણની કેળવણી આદર્શ અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ: સમાનતા અને ગુણવત્તા સાથેનું શિક્ષણ. તે અભ્યાસક્રમ ઉદ્યોગોની જરૂરિયાતને અનુરૂપ અને યુવાનોની આકાંક્ષા ઓને સંતોષે તે પ્રકારનો હોવો જોઈએ. વિજ્ઞાન અને ટેકનોલૉજીની પ્રયોગશાળામાં નૂતન જ્ઞાનના સર્જનને પ્રોત્સાહન આપે તેવો. આદર્શ કેળવણીનું ઉપનિષદ , ૯o |

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93