Book Title: Adarsh Kelavaninu Upnishad
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 36
________________ ગીતો, કથાઓ, ભયમુક્ત વાતાવરણ, કઠોર પરિસ્થિતિમાં પણ સ્નેહસિંચન થયા કરે, તેવી વડીલોની હૂંફ વગેરેથી ચિત્તનું ઘડતર એવું થાય છે કે તે એક સંસ્કારી, સમધારણ વ્યક્તિત્વ ઘડવામાં ખૂબ મદદગાર થાય છે. બાળક આ બધું તે કાળે બુદ્ધિપૂર્વક ન સમજે તો તે કોઈ અવરોધ નથી. તે બીજો પોતાનું કામ કરશે જ એ એક અનુભવસિદ્ધ સિદ્ધાંત છે. અલબત્ત, બાળકને જલદી-જલદી સુધારી દેવાના ઉત્સાહમાં ઠાંસી-ઠાંસીને સારી ગણાતી બાબતો ભરી દેવાનું પરિણામ વિપરીત જ આવે છે, આ વાત પણ એટલી જ સિદ્ધ છે. અત્યંત પ્રતિકૂળ અને વિપરીત પરિસ્થિતિમાં પણ હિરણ્યકશિપુને ત્યાં પ્રલાદના જેવું તેજ પ્રગટ કરે તેવા કિસ્સા તો વિરલ જ. પણ એવા બે કિસ્સાઓ પણ આપણી સમક્ષ હોય તો તેમાંથી આપણે એટલું તો જરૂર કહી શકીએ કે - “બાળકના ચિત્તમાં આવી શક્યતાઓ પણ પડેલી છે. આપણે તો તેની સદ્રવૃત્તિઓને સંકોરવાનું ને તેને તે માટેનો પ્રકાશ આપણા જીવનમાંથી મળ્યા કરે તેટલું કરવાનું કરી શકીએ તો તે ઘણું છે.” બાકીનું તો બાળક પોતે પોતાનામાંથી જ મેળવી લેશે. અસ્તુ. આ થોડી આડવાત પરથી હવે મારા મુખ્ય વિષય પર આવું. મિત્રો, હવે આપને સમયયાન પર બેસાડી ૬૫ વર્ષ પૂર્વેના ભૂતકાળમાંના એક દિવસ પર ઉતારું. મારું આ દેશ્યનિરૂપણ કંઈક અંશે અંગતસ્વરૂપનું હોવા છતાં મારાં વ્યાખ્યાનોના વિષયોનો આમાં કંઈક સંકેત મળે છે, માટે રજૂ કરું છું. દસ વરસની ઉંમર સુધીનો કાળ ભાલપ્રદેશના, ભંગાર ગણી શકાય તેવા એક ગામડામાં ને ભીંસી નાખે તેવી ગરીબાઈમાં ગાળ્યા પછી એકાએક ભાવનગરના ચૂનાબંધ ને વિશાળ એવાં મકાનોમાં મારો પ્રવેશ થયો. મારે માટે આ અનુભવ માતાના ગર્ભમાંથી નીકળેલ બાળક કે ઈંડાંમાંથી બહાર આવેલ પંખી જેવો હતો. ભયભાવ, કૌતુકભાવ, વાત્સલ્યના અભાવે ઊભો થતો ખાલીપો, આલંબનની ઝંખના, આવા અનેક મિશ્રભાવો તે કાળે પ્રગટ થયા જ હશે એમ હું કલ્પી શકું છું. નાનાભાઈની મૂર્તિ મને ઘણી દૂરની લાગતી. મારી માતાએ નાનાભાઈને સગપણના સંબંધે દબાણ કરીને મને વળગાડ્યો હતો. તે વાતની ખબર પણ મને ઘણી મોડી મળી. સદ્ભાગ્ય મને ભણવાનું એવું મળ્યું કે તેમાં મારો રસ ખૂબ જાગ્રત થયો, સાથે-સાથે મૈત્રીની શોધમાં ભટકતાં મને [ ૬૮ ///// A આદર્શ કેળવણીને ઉપનિષદ | એક મિત્રનું આલંબન પણ મળ્યું. આ મિત્રની આર્થિક સ્થિતિ ઘણી સારી, તેની પાસે ભાતભાતનાં કપડાં હતાં, જે મને તે ખૂબ જ પ્રેમથી બતાવતો. એટલું જ નહિ પણ એક વાર તો આગ્રહ કરીને તેણે મને એ પહેરાવ્યાં. મારા માટે તો એ રોમાંચક અનુભવ હતો. હજી એ આલ્પાકાનાં કોટ-પાટલૂન મારી નજર સમક્ષ તરે છે. તેનો સુંવાળો સ્પર્શ હજુ હું ભૂલ્યો નથી. આ મિત્રે આ પોશાક મને પહેરાવ્યો, એટલું જ નહિ, પણ પોતાની સાથે રેલગાડીમાં મને ભાવનગર બહાર સફર પણ લઈ ગયો. ક્યાં લઈ ગયો તે મને યાદ નથી. હું પાછો આવ્યો. પેલો પોશાક ઉતારીને મારી મૂળ પોતડીમાં ગોઠવાયો, ત્યારે તે જ સવારે નાનાભાઈનું તેડું આવ્યું. એ દેશ્ય અત્યારે પણ મારી આંખ સમક્ષ તાજેશ થાય છે. મને આશ્ચર્ય એ વાતનું છે કે એ દેશ્યની પહેલાંની કે પછીની કોઈ વિગત મને બિલકુલ યાદ નથી. માત્ર આ જ છબી અંકાઈ ગઈ છે. એક લાંબી ઓસરીવાળા છાત્રાલયને છેડે આવેલી નાનકડી ઓરડી. નાનાભાઈની ટટ્ટાર, ગંભીર ચહેરાવાળી મૂર્તિ. ‘અહીં એકલું ભણવામાં હોશિયાર થવાનું નથી. પ્રામાણિક પણ થવાનું છે' - નાનાભાઈના મુખમાંથી બહુ જ ચીપી ચીપીને બોલાયેલા આ શબ્દો હજી કાનમાં ગુંજે છે. આ જ વાક્યરચના હતી એમ નહિ, પણ ભાવ આ હતો. ‘ભણવામાં હોશિયાર' ને ‘પ્રામાણિક’ . આ બે શબ્દપ્રયોગો તો તીરની જેમ ચિત્તમાં ખેંચી ગયા હતા. મારા મિત્ર ચંપકલાલ સાથેના પ્રવાસમાં ટિકિટ તો શેની લીધી હોય ! નાનાભાઈએ વગરરજાએ મુસાફરી કરવા માટે ચંપકલાલને કે મને ઠપકો આપ્યાનું યાદ નથી. પણ ઉપર કહેલા શબ્દો મને યાદ રહી ગયા. પણ નાનાભાઈ આટલેથી ન અટક્યા. તેમણે મને ભાવનગરના સ્ટેશન માસ્તર પાસે ટિકિટના તથા દંડના પૈસા લઈને મોકલ્યો ને કહ્યું કે - “નગીનભાઈ સ્ટેશન માસ્તરને જઈને કહેજો કે મેં વગરટિકિટે મુસાફરી કરી હતી. નાનાભાઈએ મને આ પૈસા લઈને મોકલ્યો છે.” નગીનભાઈ માસ્તરે આખું સ્મિત કરીને પૈસા લીધા એ પણ મારી સ્મૃતિમાં તાજું છે. માત્ર ઉપદેશ નહિ પણ તેને આચરણમાં મૂકવા માટેની વિધિ પણ નાનાભાઈએ બતાવી. મારા જીવનની આથમતી સંધ્યાએ મારા જીવનના ઊગતા પ્રભાતકાળના આ પ્રસંગને હું સંભારું છું ત્યારે મને થાય છે કે મારા ચિત્તમાં ક્યાંક ભીનાશ પડી હશે, તેમાં જીવનનાં મૂલ્યનું આ બીજ પડયું ને તે પાંગર્યું. પણ આદર્શ કેળવણીને ઉપનિષદ , WWWળ દ૯ ]

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93