________________
મદદ પણ કરતા. આ બધા કાળ દરમિયાન નાનાભાઈના કોઈ વિશિષ્ટ વ્યક્તિત્વની છાપ મારા મન પર પડી હોય એવું મને યાદ નથી. આ વરસો દરમિયાન કોઈ વાર નાનાભાઈએ મને શિખામણના બે શબ્દો કહ્યાનું કે મારા પક્ષે મારા મનમાં ઊઠતા પ્રશ્નો તેમની પાસે રજૂ કરી તેના ઉકેલો માંગવાનું પણ બન્યું નથી.
આ પછી હું દક્ષિણામૂર્તિમાં શિક્ષક તરીકે જોડાયો. આ નિર્ણય પણ નાનાભાઈએ કરેલો. પણ તે અંગે મારે કોઈ દિવસ નાનાભાઈ પાસે મુલાકાત માટે જવું પડ્યું હોય એવું બન્યું નથી. તેમણે મને ગૃહપતિની કામગીરી સોંપી ત્યારે સૌથી પહેલાં મને કહ્યું કે - “તમે બધાં છાત્રાલયોમાં આંટો મારો ને તેમાં શું કહેવા જેવું લાગે છે તે મને કહેજો.” મેં મારી આવડત મુજબ છાત્રાલયોનું નિરીક્ષણ કર્યું. મને બરાબર યાદ છે કે મેં નાનાભાઈને મારા અવલોકનની વાત કરી : “છાત્રાલયોમાં વિદ્યાર્થીઓ બારીમાં બેસીને દાતણ બે સળિયા વચ્ચે ખટખટાવે છે ત્યારે તેના કૂચા સળિયા પર ચોંટેલા જ રહેતા હોય છે.” આ રીતે નાનાભાઈની પદ્ધતિની મને ઝાંખી થઈ, ને મારા કામની તે પછીની પદ્ધતિ કેળવવામાં તેમણે બહુ ઊંડી અસર કરી. પણ તેમ છતાં તે કાળે નાનાભાઈને તેમના પૂર્ણ સ્વરૂપે સમજવાનું મારા ભાગ્યમાં ન હતું. વળી તે કાળે પશ્ચિમમાંથી અનેક નવા વિચારપ્રવાહો દક્ષિણામૂર્તિના મુક્ત અને ઉદાર વાતાવરણમાં આવવા લાગ્યા હતા. યુવાવર્ગના જૂની પેઢી સામેના વિદ્રોહના શંખો ફૂંકાવા લાગ્યા હતા. સામ્યવાદ, સમાજવાદ અને તાજા જ ફૂટી નીકળેલા ફાસીવાદના પ્રણેતા મુસોલિનીને નવી દુનિયાના નેતા તરીકે જોનારાની સંખ્યા ઘણી મોટી હતી. વળી ફૉઈડે તો તે કાળે એક નવા મસીહા જેવો પ્રભાવ પાડવા માંડ્યો હતો. સેક્સ વિષયની આભડછેટ જોતજોતામાં હટવા લાગી. માણસના અજ્ઞાત મનની ગુફામાં પેસીને ત્યાં પડેલા માણસની માનસિક વિચિત્રતાઓ, વિકૃતિઓ, સ્વપ્નાંઓનું પગેરું શોધવા માટેના ડિટેક્ટિવોની સંખ્યા જોતજોતામાં વધવા લાગી. “જીવનનો ઉલ્લાસ’ એ નવી લાગતી વિભાવનાએ એ જ કાળે મુનશીજીની આગેવાની નીચે સાહિત્યકારો અને સાહિત્યરસિકો પર ભૂરકી નાંખવા માંડી. તેમાં મારા જેવા કેટલાય યુવાવર્ગના શિક્ષકો પણ હતા. આમાં નાનાભાઈ અમારી સાથે નહોતા, એમ અમે માનતા હતા. ફૉઇડે ધર્મને માનસિક ભ્રમના એક અવિષ્કાર રૂપે ગણાવ્યો; નાનાભાઈ
HIA આદર્શ કેળવણીને ઉપનિષદ)
પરંપરાગત ધર્મના અભ્યાસી ને પુરસ્કર્તા. નાનાભાઈ સાથે આ વિશે ચર્ચા કરવા જેટલી ત્રેવડ નહિ, એટલે મનોમન તેમને એક કોર રાખીને નૂતન પ્રવાહોમાં તરનારા તરીકે જેટલો આત્મસંતોષ મળે તેનાથી ચલાવી લેવું, એવો કાંઈક મનોભાવ પણ ખરો. પણ આવો મંથનકાળ ને મસ્તીનો કાળ બહુ લાંબો ન ચાલ્યો. શિક્ષક તરીકેના મારા કામમાં જેમ-જેમ હું ઊંડો ઊતરતો ગયો, તેમ-તેમ મારી જાતને ઊંડેથી તપાસવામાં મને રસ ઊભો થવા લાગ્યો, ને વિદ્યાર્થીઓનાં ખુલ્લાં, સંવેદનશીલ અને જિજ્ઞાસાથી ધબકતાં ચિત્ત સાથેનો સંપર્ક જેમ-જેમ વધતો ગયો, તેમ-તેમ હું વધુ ને વધુ અંતર્મુખ બનતો ગયો ને ફૉઇડના અધૂરા ને આછકલા અભ્યાસમાં રહેલાં જોખમો હું પારખી શક્યો. આમાંથી જેમ-જેમ ચિત્તની પરિપક્વતા આવવા લાગી, તેમ-તેમ નાનાભાઈના અસલ સ્વરૂપને જોવા - સમજવાની મારી દષ્ટિ કેળવાવા લાગી. તેમાંથી જ મારી માતાને પણ તેના અસલ સ્વરૂપે મૂલવવા માટેની પાત્રતા મળવા લાગી. અને કાલિદાસે કહ્યું તેમ હવે આ બંને વડીલોનાં એક પછી એક પગલાંનું નિરીક્ષણ ને મૂલ્યાંકન કરતાં-કરતાં મને ખબર પડી કે - “આ હતા નાનાભાઈ ને આ હતી મારી માતા.' આમાંથી જ ગાંધીજીને સમજવા માટેની બૌદ્ધિક ક્ષમતા પણ ઊભી થઈ. અને તેમના તરફની મારી આદરભક્તિ ને માનવીય મૂલ્યો વિશેની મારી સમજણ શ્રદ્ધારૂપે દઢ થવા લાગી. આજે કંઈક એવી મનઃસ્થિતિ છે કે આ ત્રિમૂર્તિ અને માનવીય મૂલ્યો જાણે એક જ હોય.
આ વાત સ્પષ્ટ કરવા માટે હજી થોડું વધુ સ્વગત કહેવું પડશે ને આપને થોડો વધુ કંટાળો આપવાનું બને. મેં અત્યાર સુધી જે કંઈ કહ્યું તેમાંથી આપ એવું તો નહિ જ માનો કે મારા જીવનનો આ પૂર્વકાળ કેવળ વ્યર્થ ગયો છે. ઊલટું, આમાંથી હું એવું સૂચવવા માંગુ છું કે આ કાળ દરમિયાન બાળપણથી માંડીને યુવાવસ્થા સુધીના મારા ચિત્તક્ષેત્રમાં પડેલાં બીજોએ પોતાની રીતે અને મારી ચિત્તની ભોયની ગુંજાશ પ્રમાણે કામ કર્યા જ કર્યું છે. આજે તો માત્ર તેમાં ઊગેલાં ફળોને જ આધારે હું મારા જીવનનાં પાછલાં વરસો પર નજર નાખું છું. તેમાં કયાં બીજો સૌથી વધુ મારા જીવનને પોષણ આપ્યું છે, તેની જ થોડી વાત કરીશ. આના જ સંદર્ભમાં એક શિક્ષક તરીકે જે વાત મારા મનમાં દેઢ થઈ તેનો પણ ઉલ્લેખ કરું. બાલ્યાવસ્થાથી કિશોરકુમાર અવસ્થા સુધીમાં બાળકના ચિત્તમાં શુદ્ધ સાત્ત્વિક જીવનનો સંસ્પર્શ, ઉચ્ચગ્રાહી વિચારો ને ભાવોથી રચેલાં સુભાષિતો, આદર્શ કેળવણીનું ઉપનિષદ છે
[ ૬૬
%
કo |