________________
કેળવણી અને માનવીય મૂલ્યો
- મૂળશંકર મો. ભટ્ટ) નાનાભાઈ સ્મારક વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો આપવા માટે આમંત્રણ આપીને લોકભારતી ટ્રસ્ટીમંડળે મને ઉપકૃત કર્યો છે. બે દસકાથી પણ લાંબા સમયથી ચાલી રહેલ વ્યાખ્યાનમાળામાં મારી જાતને શ્રોતા તરીકે જેટલી સહજ રીતે હું ગોઠવી શક્યો છું, તેટલી જ સહજ રીતે વ્યાખ્યાતા તરીકે ગોઠવવાનું મુશ્કેલ છે. આ વ્યાખ્યાનમાળાના અગાઉના વ્યાખ્યાતાઓમાં પંડિતો, કવિઓ, સારસ્વતો, ગાંધીજનો, રચનાત્મક કાર્યકરો, સાહિત્યકારો, રાજનીતિજ્ઞોની તેજસ્વી હારમાળા નજરે પડે છે; અને એથી જ આ સ્થાન પર બેસીને બોલતાં સંકોચ અનુભવું છું. આ વ્યાખ્યાનો માટેની નિમંત્રણ-પત્રિકામાં મારા નામ આગળ “જાણીતા શિક્ષાવિદુ’નું વિશેષણ મૂકવામાં આવ્યું છે, તેથી તો મારો સંકોચ ઊલટો વધી જાય છે. હું મને ‘શિક્ષક’ કરતાં વધુ કે તેથી ઓછો ગણી શકતો નથી, વિદ્યાર્થીઓ ને શિક્ષકો તે જ મારો શ્રોતાવર્ગ રહ્યો છે. વર્ગની આબોહવા મારા ચિત્તને વધુ માફક આવે છે. એને કારણે અહીં આ વિશાળ સભાખંડમાં હું આપ સૌની આગળ એક વર્ગ લેતા શિક્ષકની જેમ વર્તન કરતાં-કરતાં જે કંઈ કહીશ તેને આપ ઉદારતાથી વ્યાખ્યાન સમજી લેશો.
વળી જ્યારે આ સુયોગ મને પ્રાપ્ત થયો જ છે, ત્યારે સહેજે નાનાભાઈ તથા આ સંસ્થા સાથેના મારા ગાઢ આત્મીયભાવભર્યા સંબંધોમાંથી જાગ્રત થતી અનેક સ્મૃતિઓ ચિત્તને ભરી મૂકે છે. અત્યારે મારા જીવનનો સંધ્યાકાળ ચાલી રહ્યો છે, પણ મારાં ઉત્તમ વરસો, મારો કાર્ય-પરાયણ યૌવનકાળ આ સંબંધોના રસે રસેલો છે, અને એ બધાંનું સ્મરણ કરતાંકરતાં નાનાભાઈનું તર્પણ કરી રહ્યો હોઉં એવો ભાવ અનુભવું છું અને તેમને મનોમન વંદન કરીને તેમણે જ આપેલાં ઘરકામને ભાંગીતૂટી વાણીમાં સોંપીને હળવો થતો હોઉં એમ લાગે છે.
આ ઋણમુક્તિ તે કઈ રીતે, તે વિશે વાત કરતાં થોડું સ્વગત કહ્યું તો તેને આપ અપ્રસ્તુત નહિ ગણો એમ માનું છું.
આઠ દાયકા જેટલા લાંબા પટ પર પથરાઈને પડેલા મારા જીવતર તરફ નજર નાખવાનું વારેવારે બને છે. આટલાં વરસોની મારી કમાઈના લેખાંજોખાં
VIII) આદર્શ કેળવણીને ઉપનિષદ |
કરવાનું આ ઉંમરે સહેજે મન થાય તે આપ સમજી શકશો. સમગ્ર રીતે તો મારા જીવનમાંથી પરમ સંતોષનો સૂર મારા ચિત્તના ગુંબજને ભરી મૂકે છે, પણ મારા જીવનવ્યાપારમાં મને મળેલી મૂડીનો હિસાબ માંડું છું, તો કેટકેટલી વ્યક્તિઓ, ઘટનાઓનો તેમાં ફાળો નોંધાયેલો મળી આવે છે ! પણ તે સૌમાં સૌથી વધુ ફાળો ત્રણ વ્યક્તિઓનો તરી આવે છે અને તે - મારી માતા, નાનાભાઈ તથા ગાંધીજી. મારા શિક્ષક તરીકેના વ્યવસાયમાં મારા સાથીમિત્રો, પુણ્યશ્લોક સંતો અને જેમને ન ભૂલી શકું તેવા મારા અનેક વિદ્યાર્થીમિત્રો પાસેથી મને જે કંઈ મળ્યું છે, તે તો મારું ગુપ્તધન છે જ, પણ જે ત્રણ વ્યક્તિઓનો મેં ઉલ્લેખ કર્યો, તેમાં આ બધાંનો સમાવેશ થઈ શકે એટલી તેમાં વિશાળતા છે. અલબત્ત, એનો અર્થ એવો પણ નથી કે મારી પોતાની કંઈ જ કમાઈ નથી ને કેવળ પિતૃધન પર હું નભ્યા કર્યો છું. હું અલ્પતાભાવની સરહદ સુધીની અતિ નમ્રતા પણ નથી અનુભવતો. હું કહેવા એ માંગુ છું કે આપકમાઈ કરવા માટેની પ્રેરણા અને ચાવીઓ આ પ્રતાપી પૂર્વજો પાસેથી મળી છે, તેનો આમાં ઋણસ્વીકાર છે.
જીવતરના ઉત્તરાર્ધમાં મારા ચિત્તનું આ રીતે હું વિશ્લેષણ કરી શકું છું. પૂર્વાર્ધમાં આ માટેની ભૂમિકા મારા ચિત્તમાં બંધાઈ ન હતી. એ કારણે મારી સ્થિતિ કંઈક વિચિત્ર બની છે. આ વિચિત્રતાને સમજાવવા માટે કાલિદાસના “શાકુંતલ'માંથી એક શ્લોકનો આશ્રય મારે લેવો પડશે. કવિ કુલગુરુ કાલિદાસ તો માનવચિત્તના ઊંડામાં ઊંડા ને પકડવા મુશ્કેલ એવા ભાવો - વિકારોને આપણી સમક્ષ હસ્તામલકવત્ કરી મૂકી શકે છે. તેમની તો વાત જ ન થાય. તેમના આ નાટકમાં સાતમા અંકમાં એક શ્લોક છે -
यथा राजो नेति समक्षरूपे
तस्मिन्नपक्रामति संशयः स्यात् । पदानि दष्टवा तु भवेत्प्रतीतिः
तथाविधो मे मनसो विकारः ॥ આ શ્લોકમાં દુષ્યન્ત પોતાના મનોભાવ કેવી માર્મિક રીતે પ્રગટ કરે છે ! તેણે પોતાની વિવાહિત ને સગર્ભા એવી શકુંતલાને પોતાની સામે આવીને ઊભેલી જોઈ, પણ તેને તે ઓળખી ન શક્યો ને કહ્યું કે - “તને હું ઓળખતો નથી.” તેનાં આ આગ જેવાં વાક્યો સાંભળીને ભલીભોળી આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
A ૬૩ |
દર
VIIIM