________________
દરમિયાન મને એટલું તો સમજાઈ ગયું કે - ‘જીવનનાં ઉદાત્ત મૂલ્યો પર આધારિત જીવન જીવવા માટેનું બળ જ્યાંથી જે રીતે મળે તેની શોધ કરવાનું કામ એ જ કેળવણીનું કામ છે, શિક્ષણમાંથી તે મળી શકે, પણ તેમાંથી જ મળે તેમ નથી. શિક્ષણ વગર પણ તે મળી શકે છે. પણ શિક્ષણને કેળવણીમાં રૂપાંતર કરવાનું કામ જો થાય તો તેનાથી માનવીય મૂલ્યો વિશેની સમજણ બુદ્ધિપૂત બને. પણ જીવનનાં મૂલ્યો વિશેની માત્ર સમજણ હોવાથી તે ચિત્તમાં ઊંડાં મૂળ નાખે છે તેવું નથી. આપણું મૂલ્યતંત્ર સ્થિર, દેઢમૂળ અને આત્મનિષ્ઠ બને તેમાં જ કેળવણીનું સાર્થક્ય છે. પણ આ વિશે વધુ વિગતે હવે પછીનાં વ્યાખ્યાનોમાં કહેવાનું થશે.
મારી માતાના તે કાળના માત્ર ત્રણ જ પ્રસંગો તેનું પોત ને કાઠું કેવા ગજાનું હતું તે બતાવવા ટૂંકમાં કહીશ.
કોઈએ મારી માતાને દાનમાં ગાય આપેલી હતી. તેને માટે ખડ વાઢવા જવું, તેને ચરવા મોકલવી. તેનું છાણ-વાસીદું કરવું; ને તેના દૂધમાંથી ને છાણમાંથી થોડી આવક થાય તે લાભ. એક વાર ગાય સાંજે ચરીને પાછી ન આવી. ગોવાળે કહ્યું : “કંઈ ખ્યાલ રહ્યો નથી.’” ચોમાસાના દિવસો, મેઘલી રાત. મારી માતા ગોવાળને તથા મારા બારેક વરસની ઉંમરના ભાઈને સાથે લઈને ગાયની શોધમાં નીકળી. મધરાત પછી એક બીજા ગામના ડબ્બામાં ગાય પુરાયેલી મળી. મુખીને સમજાવીને દંડ ભર્યા વગર ગાય છોડાવીને પાછી આવી. ભલભલા પણ આવી હિંમત ન કરે. તે
જ્યારે આ વાત કરતી ત્યારે કહેતી : “મનમાં હું સ્વામિનારાયણનો જાપ જપતી. મને કોઈનો ડર લાગતો નહોતો. મારી ગાયને છોડાવવી એ જ વાત મનમાં હતી. ભગવાને લાજ રાખી.”
એક વાર ધંધુકાથી ગાડામાં રાણપુર જતાં રસ્તામાં લૂંટારા ભેટ્યા. આણું વળીને જતી એક બહેનની પેટી ઉપાડી. મારી બા પાસે એક પોટલું હતું. તે લૂંટારે ઉપાડ્યું કે તરત જ મારી બાએ પડકારીને એક-બે ચોપડાવીને પોટકું બરાબર પકડી રાખીને બૂમાબૂમ કરી. વગડામાં કોણ સાંભળે ? પણ તેણે પોટકું છોડ્યું નહિ. ને ચોરોને જે મળ્યું તે લઈને રસ્તે પડ્યા. બીજા પ્રવાસીઓ એમ ને એમ બેસી રહ્યા, ને જેનું ગયું તે રડવા લાગ્યા. ગાડું હાંકનારો પ્રેક્ષક તરીકે બધું જોઈ રહ્યો હતો.
આ બે પ્રસંગોમાં તેની નિર્ભયતા તથા ધૈર્ય જોવા મળે છે. હવે એક ત્રીજું દશ્ય.
૭૨
આદર્શ કેળવણીનું ઉપનિષદ
મારી માતાના સસરાના છેલ્લા દિવસો માંદગીમાં ને લગભગ નિરાધાર
અવસ્થામાં ગયા. ચાકરી કરનારું પોતાનું અંગત કહીએ તેવું કોઈ નહોતું. તેના દીકરાની વહુને તો તે કયે મોઢે કહે કે મારી ચાકરી કર ? વહુને (એટલે કે મારી માતાને) દુ:ખી કરવામાં તેમણે બાકી રાખી નહોતી. મારી માતાને ખબર પડી એટલે બધું કામ મૂકીને તે સસરાની ચાકરી કરવા ગઈ. સગી દીકરીની જેમ તેણે ચાકરી કરી. સસરાએ છેલ્લા દિવસોમાં એક વાર કહ્યું : “રેવાવહુ, મેં તને બહુ દુ:ખી કરી. ભગવાન મને તેનો બદલો આપે છે.’
“એવું ન બોલો. આ મારો વસ્તાર તમારા આશીર્વાદનો છે. અત્યારે તમે મારા બાપને સ્થાને છો. તમારી ચાકરીનું પુણ્ય મળશે તો મારાં છોકરાં સુખી થશે.”
આવી નિર્ભય અને નિવૅર માતા પાસેથી હું કેટલું લઈ શક્યો છું તે મને ખબર નથી. પણ આવા ગુણોનું ગૌરવમાન કરવામાંથી પણ કંઈક બળ મળી શકે છે, તે તેનો લાભ ગણું છું.
મારી માતાનાં આ વસમાં વરસોની વીરગાથાનું ગૌરવગાન કરતાં હવે મારે અટકવું જોઈએ. એક સ્વતંત્ર પ્રકરણ થઈ શકે તેટલી સામગ્રી અને સત્ત્વ તેમાં પડડ્યાં છે.
મેં અગાઉ કહ્યું તેમ મારી બાલ્યાવસ્થામાં મારી માતાને હું પૂરી માપી શક્યો નહોતો, અને એટલે પામી પણ શક્યો નહોતો. વધારે તેવી જ રીતે મારા કિશોરકાળમાં હું નાનાભાઈને પૂરા સમજી શક્યો નહોતો. વધારે વિચિત્ર લાગે એવી બાબત તે છે કે મારા આ કિશોરકાળમાં નાનાભાઈનું સાંનિધ્ય મને વધારે મળ્યું હતું. ઉપર એક નાનકડો પ્રસંગ નોંધ્યો, તેના કરતાં પણ એ પ્રસંગનું તીવ્ર સ્મરણ મને રહી ગયું હતું, અને નાનાભાઈના વ્યક્તિત્વ સાથે તો એ મોડું જોડાયું. પણ મારા કિશોરકાળ દરમિયાનનાં, છાત્રાલયવાસ દરમિયાનનાં, કેટલાંક સ્મરણો તાજાં જ હોય એમ નજર સમક્ષ તરવરે છે.
રાતે વાળુ પછી નાનાભાઈ ઓસરીમાં ઇલિયડની, શેક્સપિયરની વાર્તાઓ અમને કરતા. તેમાંનાં કેટલાંય શબ્દચિત્રો ન ભુલાય એવાં છે. મેકબેથની વાર્તામાં ડાકણો અને મેકબેથના મિલાપનો પ્રસંગ, અલ્સિનોરના કિલ્લાની રાંગ પર ફરતા હેમલેટના પિતાના ભૂતનું ચિત્ર, એકિલિઝનાં યુદ્ધનાં પરાક્રમો વગેરેના ત્રુટક-ત્રુટક ચિત્રખંડો માણતાં-માણતાં અમારી આંખો ઘેરાતી. (રામાયણ-મહાભારતની વાર્તા તેઓ કરતા એવું સ્મરણ
આદર્શ કેળવણીનું ઉપનિષદ
૦૩