________________
વગેરે ના વિચારો હોતા નથી. જ્ઞાન તથા અનુભવ વધે તેની સાથે નૈતિક માન્યતાઓનું સામાન્યીકરણ પણ તેનામાં આવે છે. બાળક એ સમજવા લાગે છે કે - “પૈસાની ચોરી જ ચોરી નથી, પણ આજ્ઞા વિના કોઈની વસ્તુને સ્પર્શવું તે પણ ચોરી છે.” સારાં કાર્યોની પ્રશંસા, ખરાબ કાર્યની ટીકા, ખરાબ કાર્ય માટે એકાંતવાસ વગેરે દંડવિધાનથી પણ લાભ થાય છે. સારી નિશાળ, ઘરનું સંસ્કારી વાતાવરણ અને સારા મિત્રની પસંદગી પણ નૈતિક વિકાસમાં મદદરૂપ નીવડે છે.
મનુષ્ય સામાજિક પ્રાણી છે - (૧) કુટુંબ, (૨) સમાજ અને (૩) રાષ્ટ્ર - એ ત્રણ અંગો છે. દરેક અંગનો સમાન અને સમતોલ વિકાસ થવો જોઈએ. હાથ, પગ, માથું, આંખ, કાન, મગજ, હૃદય, ફેફસાં જેમ શરીરનાં અંગો છે અને તેમાંથી એકનો અસમાન વિકાસ જેમ શરીર માટે યોગ્ય નથી, તેમ કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, પ્રકૃતિ તથા વિશ્વનાં વિભિન્ન અંગોનો સમતોલ વિકાસ આવશ્યક અને અનિવાર્ય છે.
સમાજનો કોઈ વર્ગ અથવા રાષ્ટ્રનો કોઈ ઘટક, અન્ય વર્ગ કે ઘટકને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે, તો આખરે તો સમાજ કે રાષ્ટ્રને જ નુકસાન થયું ગણાશે. તેથી સમાજના અલગ-અલગ વર્ગો, રાષ્ટ્રનાં ઘટકો તથા પ્રકૃતિતત્ત્વો, સહઅસ્તિત્વના સિદ્ધાંત અનુસાર રહે તે જરૂરી છે. કેવળ સમતોલ વિકાસ કે સહઅસ્તિત્વ જ નહિ, પણ પારસ્પરિક અવલંબનના સિદ્ધાંતને અપનાવવો પણ જરૂરી છે. આમ, નૈતિકતાનું ફલક ઘણું મોટું છે અને વિસ્તૃત છે. ૨. નૈતિક ધોરણો: અર્થ, વ્યાપ અને ઊંડાણ : | શિક્ષણ દ્વારા વ્યક્તિનો વિકાસ થાય છે, એટલે કે વ્યક્તિ ખરા અર્થમાં એક માનવી તરીકે વિકસે છે. એનામાં માનવીય ગુણો ઉમેરાય છે, એ માનવીય ગુણો આપણાં ભારતીય જીવનમૂલ્યો પર અવલંબિત હોય એ સ્વાભાવિક છે. - શિક્ષણનો હેતુ માત્ર પદવી નથી. સાંપ્રત શિક્ષણથી માત્ર પદવી પ્રાપ્ત થાય છે, પરંતુ એને અનુષંગે અન્ય વિશેષ સંપ્રાપ્તિ થવી જોઈએ, તે થતી નથી. આ માટે આજની શિક્ષણપદ્ધતિ જવાબદાર છે, એ હવે સૌ કોઈને સમજાવા લાગ્યું છે. ૩૮
MLA આદર્શ કેળવણીનું ઉપનિષદ |
કોઈ પણ વિદ્યાશાખાની પદવી પ્રાપ્ત થાય એ એક વૈયક્તિક અપેક્ષા છે. વ્યક્તિ પોતાની અપેક્ષા ઇચ્છાનુસાર પદવી માટેની વિદ્યાશાખામાં જાય, પરંતુ એ પૂર્વે એટલે કે, પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક અને કંઈક અંશે માધ્યમિક કક્ષાએ તો બધું સમાંતર કહી શકાય એવું શિક્ષણ હોય છે. આ ગાળા દરમિયાન વિદ્યાર્થી પોતાની શક્તિમત્તા કઈ વિદ્યાશાખામાં કામ લાગશે અથવા તો પોતે કઈ વિદ્યાશાખાને અનુકૂળ છે અને પ્રવેશ માટે પૂરી લાયકાત કેળવાય એ માટે શું કરવું જોઈએ, આવી નિર્ણાયાત્મક-શકિતનો અભાવ શિક્ષણ લઈ રહેલ વ્યકિતમાં જોવા મળે છે. અહીં ‘વ્યક્તિ’ શબ્દ સાભિપ્રાય પ્રયોજેલ છે. એને વિદ્યાર્થી કે શિક્ષિત કહેવો બહુ વાજબી નથી લાગતું; એટલે એ એક સામાન્ય વ્યક્તિ જ છે, જેને શિક્ષણથી દીક્ષિત થઈને સ્વનો, પ્રદેશનો અને રાષ્ટ્રનો વિચાર કરીને ઉચ્ચશિક્ષણ તરફ અથવા તો અન્ય કોઈ પણ ક્ષેત્રમાં પ્રવેશીને પોતાની સમાજાભિમુખતાનું દર્શન કરાવવાનું હોય. આ બધું આજના પૂર્વપ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાંથી વ્યક્તિને પ્રાપ્ત થતું નથી; એટલે એની મુક્તિ નથી થતી. એના અભાવમાં બધા દુરાચારો, ભ્રષ્ટાચારો અને દુરિત તત્ત્વો વકર્યા છે. - ભારતીય જીવનમૂલ્યો અને ભારતીય સંસ્કૃતિથી સભર કેળવણી જો વિદ્યાલયોમાં બાળકો મેળવે, તો તેનો ખરા અર્થમાં વિકાસ થાય છે અને એ ખરા અર્થમાં જે મુક્તિ અપાવે તે વિદ્યા પ્રાપ્ત કરે છે.
કેળવણીમાં અભ્યાસક્રમને મહત્ત્વ અપાય છે. આ અભ્યાસક્રમમાંથી જ નૈતિક - શિક્ષણ મળી રહે એવું આયોજન હોવું જોઈએ. નૈતિકશિક્ષણનું કોઈ પાઠ્યપુસ્તક ન હોય, પણ એ એવાં એવાં ઉદાહરણો, પ્રસંગો અને વ્યવહાર - વર્તન દ્વારા પરોક્ષ રીતે મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
મનુષ્ય ભલે બહારથી જુદો દેખાતો હોય, પણ હકીકતે તેની અંતઃકરણની ભાવનાઓ તથા વ્યવહારની પ્રેરણાઓ સરખી હોય છે. આ બાહ્ય ભિન્નતા આદિકાળમાં ભૌગોલિક કારણોસર હતી. જળ, વાયુ, વનસ્પતિ, ભૂમિ વગેરે ભિન્નતાઓથી જુદાં-જુદાં સ્થળના લોકોનાં રંગ, રૂપ, ઊંચાઈ, આકાર વગેરે અલગ-અલગ થઈ ગયાં. લાંબો સમય અલગઅલગ રહેવાથી સ્થળને કારણે આવેલી આ ભિન્નતાઓ સ્થાયી થઈ ગઈ. આદર્શ કેળવણીને ઉપનિષદ M
A
૩૯ ]