________________
જરૂરી છે. આ જ નૈતિકતાનો પાયો છે. એટલા માટે જ કદાચ જે. કૃષ્ણમૂર્તિએ નૈતિકતાની એવી વ્યાખ્યા કરી છે કે - “જે સ્વાર્થયુક્ત છે તે અનૈતિકતા અને જે નિઃસ્વાર્થ છે તે નૈતિકતા.” ૪. નૈતિક શિક્ષણ : અનિવાર્ય આવશ્યકતા :
જીવનની અલગ-અલગ અવસ્થામાં નૈતિકતા માટે પ્રેરણારૂપ આધારભૂત સ્રોતો પણ જુદા-જુદા હોય છે. આ સ્ત્રોતોનો અભ્યાસ ભારતીય જીવનમૂલ્યોના પરમ ચાહક એવા પશ્ચિમી વિદ્વાન લોરેન્સ કોલ્ડવર્ગે નૈતિક તર્કનો સિદ્ધાંત' નામના પુસ્તકમાં કર્યો છે. કોહવર્ગનું કહેવું છે કે - “જેમ-જેમ બૌદ્ધિક વિકાસ થાય છે તેમ-તેમ નૈતિક-પ્રેરણાનાં આધારભૂત સ્રોતો બદલાતાં જાય છે. આ આધારભૂત સ્ત્રોતોનો ક્રમ નિશ્ચિત હોય છે. નૈતિક-વિકાસના માર્ગ પર આધાર સ્ત્રોતોની સ્થિતિ સંકેત જેવી હોય છે અને તેમાંનો પ્રત્યેક સ્ત્રોત ક્રમાનુસાર જેમ-જેમ બૌદ્ધિક સ્થિતિ આવતી જાય તેમ પ્રેરણા આપે છે. નૈતિક-વિકાસ તથા બૌદ્ધિક-વિકાસનો સીધો અન્યોન્યાશ્રિત સંબંધ નથી. એવું પણ નથી કે વધુ બુદ્ધિશાળી અથવા વધુ જ્ઞાની વ્યક્તિ વધુ નૈતિક હોય. નૈતિકતાનો આધારસ્રોત ત્યાં બદલાઈ જતો હોય છે. વિદ્યાર્થી અવસ્થામાં નૈતિકતાના ગુણો જો બાળકમાં રોપાયા હોય તો એ દઢ બને છે. પછી એને સમયના ખ્યાલોની પરવા કે ખેવના રહેતી નથી. “ચોરી કરવી એ પાપ છે.” એવું બોલ્યાવસ્થામાં શીખેલું બૌદ્ધિક સજ્જતા પછી અસ્વીકાર્ય બને તો પણ તે વ્યક્તિ ચોરી કરવા તરફ વળતી નથી. પાપનો એક જુદો સંદર્ભ એની પાસે આવે છે. એની નીતિમત્તાનું પરિમાણ આમ વિકસે છે. આધારભૂત સ્રોત આમ બદલાતા રહે છે, પણ નૈતિકતા તો અચલ રહે છે.
નૈતિકતા સામાજિક જીવનનો મૂળ આધાર છે. કોઈ પણ માણસ જન્મથી નૈિતિક કે અનૈતિક હોતો નથી. કુટુંબ, વાતાવરણ તથા સમાજ તેને જેવો બનાવે છે, તેવો તે બને છે. કોઈ રાષ્ટ્રના ભૂતકાળમાં જોઈએ અથવા વર્તમાન પર નજર કરીએ તો તે દેશના નાગરિકોના વ્યક્તિગત સગુણો, શારીરિક, બૌદ્ધિક કે માનસિક ઉચ્ચતા, નૈતિક આચરણ જ ઇતિહાસની આધારશિલા બનતી હોય છે. કોઈ રાષ્ટ્રની સંસ્કૃતિના નાશ માટે તે રાષ્ટ્રના દેશવાસીઓનું કનિષ્ઠ કોટિનું જીવનસ્તર કે અનૈતિક આચરણ જ જવાબદાર હોય છે. [ ૪૨ .
A આદર્શ કેળવણીનું ઉપનિષદ
આપણા ભારતદેશનો ભૂતકાળ નિઃશંકપણે ગૌરવમય છે. શારીરિક, બૌદ્ધિક, માનસિક, આધ્યાત્મિક એમ તમામ સ્તરે આ દેશનાં પ્રાચીન જીવનમૂલ્યો અને નીતિમત્તાના ધોરણનું આજે પતન થયું છે. હવે તો દેશની દરેક સમસ્યાનો ઉપાય બંદૂકની અણીએ શોધવાનો પ્રયત્ન થાય છે. તેથી પણ આગળ, રાષ્ટ્રની એકતા સામે પણ પડકાર ઊભો થયો છે.
આવી સ્થિતિમાં માત્ર શૈક્ષણિક સંસ્થા પાસે જ થોડીઘણી અપેક્ષા બાકી રહી છે. એટલા માટે આજે આચાર્યની જવાબદારી તેમજ ભૂમિકા વધુ મહત્ત્વપૂર્ણ બન્યાં છે. વિદ્યાલયો દ્વારા બાળકોમાં શાશ્વત નૈતિક મૂલ્યોનો વિકાસ, તેમનામાં દેશ તેમજ સમાજ પ્રત્યે સમર્પણની ભાવના પેદા કરવાની જવાબદારી વધી ગઈ છે. વિદ્યાસંસ્થાઓ નૈતિક-શિક્ષણ મારફતે જો આ કાર્ય કરી શકે, તો નિઃશંકપણે પરિણામો કલ્પનાતીત હોવાનાં.
ભારતીય-માનસ આજે જે રીતે વિનાશના આરે આવીને ઊભું છે, એ કંઈ કેવળ એકાએક બનેલી ઘટના નથી. સ્વાતંત્ર્ય મળ્યા પછી જે રીતે આપણે વિદેશી શિક્ષણપ્રણાલી અપનાવી લીધી, તે ક્ષણથી જ આજની આ સ્થિતિનું બીજારોપણ થઈ ગયેલું હતું. આપણે ધર્મનિરપેક્ષ નીતિની જાહેરાત કરી દીધી અને વિદ્યાલયોમાં તેનો જૂઠો પ્રચાર થવા લાગ્યો, તે સાથે જ આજની વિનાશક સ્થિતિનું આગમન અનિવાર્ય બની ગયેલું. ધર્મભૂમિ ભારતમાં ધર્મ વિનાનું શિક્ષણ લાવીને આપણે પ્રગતિશીલ હોવાનો દેખાવ કરવા લાગ્યા. ધર્મનિરપેક્ષતાના નામે અધાર્મિકતા અને ધર્મવિમુખતાને વિદ્યાર્થીઓમાં ઠાંસી-ઠાંસીને ભરવામાં પ્રવૃત્ત થયા. પરિણામે વિદ્યાર્થી ભ્રષ્ટ નાગરિક બનીને વિદ્યાલયોમાંથી બહાર આવવા લાગ્યો. ધર્મ સંસ્કૃતિ અને ભારતીય જીવનમૂલ્યો પ્રત્યે તેનામાં વિદ્રોહની ભાવના દેખાવા લાગી.
આજે આપણી કહેવાતી પ્રચલિત શિક્ષણપદ્ધતિ દોષપૂર્ણ સાબિત થઈ ચૂકી છે. કુટુંબ-વ્યવસ્થા નષ્ટપ્રાય થઈ ગઈ છે. સમાજ વિદેશી વિચારોના આક્રમણથી હતપ્રભ છે. આવી વિષમ પરિસ્થિતિમાં આપણા દેશના વિદ્યાર્થીઓનું જીવન સઢ વિનાની નૌકા જેવું થઈ ગયું છે. માટે આજે ભારતીય નીતિશાસ્ત્રના ભણતર-ગણતરની અત્યંત આવશ્યકતા છે અને તે માટે શાશ્વત એવાં ભારતીય જીવનમૂલ્યો તેમજ વર્તમાન વૈજ્ઞાનિક | આદર્શ કેળવણીને ઉપનિષદ M
A
૪૩ ]