Book Title: Adarsh Kelavaninu Upnishad
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 27
________________ મહાત્મા ગાંધીજીએ તો “નૈતિક મનુષ્યનું નિર્માણ એ કેળવણીનો પરિપાક છે. એમ કહીને આગળ જતાં એમ પણ નોંધ્યું કે - “મનની કેળવણીને હૃદયની કેળવણીને વશ વર્તવું જોઈએ.' ગાંધીજી કીંમતી આભૂષણો, ભૌતિક સંપત્તિ, રાજકીય સત્તા તથા કોરી તર્કનિષ્ઠા કરતાં પ્રેમાળ હૃદયને વધારે મૂલ્યવાન ગણે છે. હૃદયની કેળવણીમાં માણસની ભાવનાઓ અને આવેગોનું સંસ્કરણ, પ્રેમ, સમભાવ અને ભ્રાતૃભાવ જેવી લાગણીઓ જાગૃત થાય છે. હૃદયની આ કેળવણી એટલે ગાંધીજીની દૃષ્ટિએ ચારિત્ર્યની ખિલવણી. ગાંધીજીએ ફિનિક્સ આશ્રમમાં કહેલું કે - “મેં હૃદયની કેળવણી એટલે ચારિત્ર્યની ખિલવણીને હંમેશાં પ્રાધાન્ય આપવું. ચારિત્ર્યને મેં બાળકોની કેળવણીમાં પાયારૂપ માનેલું. પાયો પાકો થાય તો પછી બીજું તો બાળકો આપબળે મેળવી લે.” “ખરી કેળવણી' નામના ગ્રંથમાં ચારિત્ર્યનિમણને માટે તેઓ ધર્મ અને નીતિને આધ્યાત્મિકતા સાથે જોડતાં કહે છે કે - ‘હિંદુસ્તાને જો આધ્યાત્મિક દેવાળું કાઢવું ન હોય તો તેનાં મૂલ્યો અને ધાર્મિક કેળવણી આપવાનું દુન્વયી કેળવણી આપવા જેટલું જ આવશ્યક ગણવું જોઈએ.’ આમ ધર્મ, સંસ્કૃતિ અને આધ્યાત્મભાવ સુધી ગાંધીજીએ નૈતિક-શિક્ષણની સંકલ્પનાની ક્ષિતિજને વિસ્તારી છે. સર્વપલ્લી રાધાકૃષ્ણનું, વિનોબા ભાવે ઇત્યાદિએ પણ રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રના સંદર્ભે સ્વનું બલિદાન આપવાની ભાવના બાળકમાં જન્મ અને બાળકમાં રાષ્ટ્રની ઉન્નતિ માટેનો ભાવ આરંભથી જ રોપાય એવું કહીને નીતિમાન ભારતીય નાગરિકોને વિદેશ સમક્ષ ભારતીયતાના પ્રતીકરૂપે ઓળખાઈ રહેવા પ્રાણવાન, નીતિમાન અને પ્રજ્ઞાવાન નાગરિક તરીકે ઝંખ્યા છે. અનેક મહાત્માઓએ આમ નૈતિક-શિક્ષણની સંકલ્પનાને સહજ રીતે પોતાની શિક્ષણ વિચારણામાં વણી લીધી છે. આ મહાત્માઓની યાદીમાં ગુજરાતના ગિજુભાઈ બધેકા અને નાનાભાઈ ભટ્ટને પણ મૂકી શકાય. (રાજકોટસ્થિત ડૉ. બળવંતભાઈ ઓલ ઇન્ડિયા ટીચર્સ કાઉન્સિલના અધ્યક્ષ છે. દેશ-વિદેશમાં તેમણે ધર્મ, અધ્યાત્મ અને કેળવણીને વિષયક સેમિનારોમાં અભ્યાસપૂર્ણ પેપર પ્રસ્તુત કર્યા છે અને તેમના વિવિધ વિષયોનાં વીસ પુસ્તકો પ્રગટ થયાં છે.) સોટી સાવ ખોટી. - શ્રી કરશનદાસ લુહાર) નિશાળમાં મારો એ પ્રથમ દિવસ હતો ! હું અત્યંત પ્રસન્ન અને રોમાંચિત હતો. લાંબા સમયનું મારું એક સ્વપ્ન સાર્થક થયું હતું પ્રાથમિક શાળાના શિક્ષક થવાનું ! હું શિક્ષકોને, બાળકોને શાળાના મકાનનું ભરીભરી નજરથી જોઈ રહ્યો હતો. સર્ટિફિકેટ ચકાસણી, હાજર રિપોર્ટ વગેરે ઔપચારિક વિધિઓ પૂરી થઈ હતી. હવે મારે વર્ગમાં જવાનું હતું. બીજું ધોરણ મને સોંપવામાં આવ્યું હતું. હું થનગની રહ્યો’ તો મારા વર્ગમાં જવા માટે, પણ હેડમાસ્તર સાહેબ હુકમ કરે પછી જ વર્ગના વિદ્યાર્થીઓ સામે ઊભા રહી શકાય, એવો અહી કડક નિયમ હતો. બીજા ધોરણનાં બાળકોને ખ્યાલ આવી ગયો તો કે - “હું તેમનો શિક્ષક થવાનો છું.” વર્ગમાંથી ચુપચાપ બહાર આવીને એ બધાં મને જોઈ જતાં હતાં. હું તેમની સામે સ્મિત કરતો. પણ એ બાળકોના ચહેરા પર કોઈ પ્રતિભાવ વંચાતો ન હતો. એ ચહેરા થોડા ગંભીર અને ભયભીત જણાતા હતા. અને હું મૂંઝાતો હતો. થોડી વાર પછી હેડમાસ્તર સાહેબ આવ્યા. કડક અને રૂક્ષ ચહેરો. માથા પર કાળી ટોપી. “ચાલો, તમારા વર્ગમાં.” એમ તેમણે કહ્યું અને હું તેમની પાછળ દોરાયો. બીજા ધોરણમાં વર્ગખંડમાં અમે પગ મૂક્યા કે, તરત જ તમામ બાળકોએ ઊભાં થઈ ભયભીત હાથ જોડ્યા. જાણે ચાવી દીધેલાં પૂતળાં હાથ જોડીને કતારબદ્ધ ઊભાં હતાં એમ મને લાગ્યું. મારું મન ઉદાસ થઈ ગયું. મારો બધો આનંદ ઓસરી ગયો. હેડમાસ્તરે રૂઆબથી કહ્યું : “બેસી જાઓ.” અને સૌ યંત્રવતુ બેસી ગયા. હું ઊભો ઊભો એમના કોરી સ્લેટ જેવા, નિર્દોષ પણ ડઘાઈ ગયેલા ચહેરા વાંચવા મથતો રહ્યો. હેડમાસ્તરે મારી સામે જોઈને કહ્યું: “આ છે બીજું ધોરણ. આજથી તમે એના શિક્ષક. લો, આ હાજરીપત્રક, પાઠ્યપુસ્તકોનો સેટ અને આ સોટી !' “સોટી !”મારા આશ્ચર્યને આંચકો લાગ્યો. મેં કહ્યું: “સોટીની શું જરૂર ?” “સોટી તો ખાસ જરૂરી છે. ભણાવતી વખતે એ હાથમાં રાખવાની જ. આ બધા બારકસો મહાતોફાની છે. સોટીથી ઝૂડતા રહેજો, તો જ સખણાં રહેશે અને કંઈક ભણશે. ઢીલા રહીએ તો આપણનેય વેચીને દાળિયા લઈને ખાઈ જાય એવાં છે આ બધાં.” હેડમાસ્તર એમની ઑફિસમાં આદર્શ કેળવણીને ઉપનિષદ , | ૫૦ / A આદર્શ કેળવણીનું ઉપનિષદ

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93