________________
પ્રભાવિત હોય છે, તેથી વિદ્યાર્થીઓમાં શરૂઆતથી જ આત્મતત્ત્વ પ્રત્યે શ્રદ્ધા તેમજ સર્વશક્તિમાન, સર્વવ્યાપી પરમાત્મા પ્રત્યે વિશ્વાસ તેમજ ભક્તિભાવ જાગૃત કરવાની તાતી જરૂર છે અને એ જ જીવનનો મૂળભૂત હેતુ છે. આ દષ્ટિકોણનો વિકાસ બાળકમાં થાય એ જોવાનું છે. આધ્યાત્મિકતાનો કોઈ જ સ્થૂળ અર્થ કરવાનો નથી. બહુ જ સૂક્ષ્મ અર્થ આધ્યાત્મિક ભાવનામાં સમાવિષ્ટ છે.
(૩) સદાચાર ત્રીજો મહત્ત્વનો હેતુ છે. આ હેતુ અનુસાર વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીયતા તેમજ આધ્યાત્મિકતાના સંદર્ભે આચરણનો વિકાસ કરવાનો છે. વડીલો પ્રત્યે આદર, સાહસ, સહકારવૃત્તિ, શિસ્ત, પ્રેમ, શિષ્ટાચાર, સભ્યતા વગેરે સદ્ગુણો રાષ્ટ્રભક્તિ તેમજ આધ્યાત્મિકતાનાં ક્રિયાત્મક સ્વરૂપો છે. તેના વિના રાષ્ટ્રભક્તિ કે આધ્યાત્મિકતાનો કશો જ અર્થ નથી.
નૈતિક-સામાજિક સંદર્ભને ઉપર્યુક્ત ત્રણ હેતુઓમાં વિભાજિત કરીને આપણે એના વ્યાપ અને ઊંડાણનો પરિચય મેળવ્યો. હવે આ હેતુને સાર્થક કરવા માટે નૈતિક-સામાજિક શિક્ષણના અભ્યાસની એક આવી રૂપરેખા જોઈએ. (બ) પદ્ધતિઓ :
સામાન્ય રીતે નૈતિક-સામાજિક શિક્ષણની પદ્ધતિને બે ભાગમાં વહેંચી શકાય -
(૧) પ્રત્યક્ષ પદ્ધતિ અને (૨) પરોક્ષ પદ્ધતિ.
(૧) પ્રત્યક્ષ પદ્ધતિ : બાળક જન્મથી જ અનુકરણશીલ હોય છે એટલે એને શીખવવા માટેની આ એક શક્તિશાળી રીત છે. બાળક (ખાસ કરીને, માધ્યમિક કક્ષા સુધીના વિદ્યાર્થી) પૂજયભાવથી અભિપ્રેરિત હોય છે. વિદ્યાર્થીજીવનમાં બાળક મોટેભાગે દરરોજ લાંબા સમય સુધી શિક્ષકના સંપર્કમાં હોય છે. શિક્ષકના જીવનથી તે સૌથી વધુ પ્રભાવિત થાય છે. તેથી શિક્ષકનું જીવન નૈતિક ગુણોથી યુક્ત હોવું જોઈએ. શિક્ષક જે -જે ગુણો વિદ્યાર્થીઓમાં આવે એમ ઇચ્છે તે ગુણો શિક્ષકમાં હોવા જરૂરી છે. નૈતિક-શિક્ષણની આ એક સર્વોત્તમ પદ્ધતિ છે; એટલે કે આ પદ્ધતિથી બાળકમાં જે કંઈ નૈતિક-સામાજિક ગુણો સિંચવાના હોય એ આચાર્યમાં - શિક્ષકમાં હોય એ અત્યંત જરૂરી છે.
અહીં પ્રવચનો, વાર્તાલાપો અને પ્રશ્નોત્તરીઓને પણ અવકાશ છે, પરંતુ એ બધું શિક્ષકના આચરણમાં હોય એ અનિવાર્ય છે, તો જ આ પ્રત્યક્ષ પદ્ધતિ ખરેખર ફલપ્રદ બની રહે. ૪૬ .
// આદર્શ કેળવણીને ઉપનિષદ |
(૨) પરોક્ષ પદ્ધતિ : પરોક્ષ રીતે પણ બાળકમાં નૈતિક-સામાજિક ગુણો સીંચી શકાય. પહેલી પદ્ધતિમાં તો આચરણ દ્વારા જ પ્રત્યક્ષ રીતે ગુણો રોપવાની પ્રક્રિયા છે, જ્યારે અહીં પરોક્ષ અર્થાત્ અપ્રત્યક્ષ રૂપે એવી કોઈ વાર્તા, કથાનક, ઉપદેશ-કથાઓ કહેવી અને પછી એ કથાન્તર્ગત ગુણ (ભાવના) બાળકમાં પ્રવેશ્યા કે નહિ તેનું નિરીક્ષણ કરવું. પ્રાણી પરત્વે સભાવ, વડીલો પ્રત્યે આદરભાવ અને સમાજ પરત્વે સેવાભાવ બાળકમાં વિકસે અને પછી દઢ બને છે કે નહિ તેનું સતત નિરીક્ષણ થતું રહેવું જોઈએ.
શિબિરો, પ્રવાસ, પર્યટન દરમિયાન કોઈ મહાનુભાવના પરિચયમાં બાળકને મૂકીને એમાંથી વ્યવહારના ગુણો પણ બાળકમાં પરોક્ષ રીતે ઉતારી શકાતા હોય છે. મહાત્મા ગાંધીજીનું એક જીવંત ઉદાહરણ આપણી સામે છે કે - “હરિશ્ચંદ્રનું નાટક એમના મનને ઘડનારું નીવડ્યું હતું.' આને પરોક્ષ-શિક્ષણ ગણી શકાય.
આમ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નૈતિક-શિક્ષણ આપી શકાય, પરંતુ એનું સતત નિરંતર નિરીક્ષણ પણ એટલું જ મૂળભૂત અને પાયાનું તત્ત્વ છે :
(૧) વિદ્યાર્થીઓ પાસેથી અવારનવાર નિબંધો લખાવીને કે વફ્તત્વ સ્પર્ધાઓ યોજીને એમનામાં વિચારની સ્પષ્ટતા કેટલી અને કેવા પ્રકારની છે, તેનું નિરીક્ષણ કરતાં રહેવું જોઈએ.
(૨) સમૂહચર્ચા અને શાન-પ્રશ્નોતરીઓનું આયોજન પણ કરી શકાય અને એને આધારે પણ તપાસ થઈ શકે.
(૩) વિદ્યાલયમાં અને વિદ્યાલયની બહાર જ્યારે-જ્યારે અવકાશ મળે ત્યારે બાળકની જુદી-જુદી પ્રવૃત્તિઓ દ્વારા એનાં વર્તન અને વ્યવહારનું નિરીક્ષણ કરીને પણ મૂલ્યાંકન થઈ શકે.
(૪) ઉત્સવો, મેળાવડાઓનું આયોજન કરીને એના સંવાહકો તરીકે વિદ્યાર્થીઓને સાંકળીને પણ નિરીક્ષણ થઈ શકે.
(૫) વિદ્યાર્થીના વડીલો, મિત્રો, પડોશીઓ સાથેની વાતચીતમાંથી પણ ખ્યાલ મેળવી શકાય.
આ બધી પદ્ધતિઓમાંથી કોઈ એક જ પદ્ધતિ નહિ પણ એ બધાનું એકસાથે સંયોજન કરીને આખરે બાળકના નૈતિક-સામાજિક વિકાસની એક રેખા ચીંધી શકાય. આદર્શ કેળવણીનું ઉપનિષદ
એ ૪૦ ]