________________
આત્મભોગ માટેની તૈયારી અને નેતૃત્વ લેવાની જવાબદારી સ્વીકારી
એના માટે ઘસાઈ જવાની નૈતિક હિંમત અને શક્તિઓનો વિકાસ. ટૂંકમાં, એ યાદ રહે કે, સંતુલિત જીવનદર્શન જગતને અને જીવનને એક અખિલ, અખંડ અને અવિભાજ્ય ઓળખ. (Identity) આપવાનું સાધન છે. પ્રત્યેક માનવી એ દર્શન વિકસાવતો રહે, અને અમલમાં મૂકવા સંકલ્પબદ્ધ બને એવી કેળવણી મળે એ માટે ભારતદેશે તૈયાર થવાનું છે.
સમાપન : આપણી શિક્ષણ વ્યવસ્થાએ આત્મરૂપાંતર કરવાની જરૂર ઊભી થઈ છે. દેશ અને દુનિયા પોતાની કરવટ નિત્ય બદલી રહ્યાં છે. હવે એવો યુગ (Knowledae age) આવી ચૂક્યો છે, જે માંગી લે છે ઉત્તમ (Excellent) પ્રકારનું માનવબળ એ બળ ઘડવાની જવાબદારી મુખ્યત્વે શિક્ષણ વ્યવસ્થા પર છે. એણે પ્રત્યેક વિદ્યાર્થીમાં સંતુલિત જીવનદર્શન વિકસાવવાનું મહાકાર્ય નિભાવવાનું છે, એના વિદ્યાર્થીઓ સાચી કેળવણી પામી સ્વાયત્ત બને, સર્જનશીલ બને, સંવેદનશીલ નાગરિક બને, જવાબદાર અને સ્વયંસંચાલિત આત્મ-ઘડવૈયા બને, એવી ખેવના ગુજરાતના જ્ઞાનપીઠ ઍવોર્ડ વિજેતા શ્રી રાજેન્દ્ર શાહે આ કાવ્ય દ્વારા કેવી સચોટ રીતે વ્યક્ત કરી છે ! વાંચો અને રટણ કરો એનું -
જીવનના હકારની કવિતા આપણા ઘડવૈયા બાંધવ આપણે આપણે આવળ, બાવળ, બોરડી,
કેસર ઘોળયા જી ! ઝાઝેરો મૂક્યો છે આંબાં સાખથી
વેડે તેને હાથ આવે જી ! આપણા ઘડવૈયા બાંધવ આપણે. પંડની પેઢીમાં પારસ છે પડ્યો
ફૂટલાં ફૂટે છે કરમ જી ! વાવરી જાણે તે બડભાગિયો,
ઝળહળ એનાં રે જીવન જી ! આપણાં ઘડવૈયા આપણે.” [ ૩૪ V//////
/// આદર્શ કેળવણીને ઉપનિષદ |
આપણો દેશ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. એની સામે દેશનું માનવધન એની મોટી રક્ષણ દીવાલ છે. એ ધન આપણી અમાનત છે. એમાં અખૂટ પારસ પડેલું છે. જરૂર છે એને બહાર આણી, યોગ્ય ઘાટ આપી, આશાભરી જીવનદૃષ્ટિ બક્ષી, પ્રામાણિક નેતૃત્વ અને પ્રોત્સાહન પૂરું પાડી, દેશનું નવનિર્માણ કરવા લલકારવાની છે.
દેશનું સહનશીલ છે કે એ એક વિકાસશીલ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. એની પાસે ભવ્ય ઇતિહાસનો અમૂલ્ય સાંસ્કૃતિક વારસો રહેલો છે, એના માનવબળ પર દુનિયાને એટલો બધો ભરોસો છે કે આજે બેથી અઢી કરોડ જેટલા ભારતવાસીઓ વિશ્વના ૧૦૦ જેટલા દેશોમાં શાંતિપૂર્વક વસી રહ્યા છે અને જે-તે દેશના વિકાસમાં અમૂલ્ય ફાળો આપી રહ્યા છે. ભારતવાસી માનવબળમાં જગતને એટલો અતૂટ ઇતબાર છે કે દરવર્ષે બેથી ત્રણ લાખ જેટલાં હોનહાર યુવા વિદ્યાર્થીઓ - વિદ્યાર્થિનીઓને પરદેશની શિક્ષણ સંસ્થાઓ વધુ અભ્યાસ અને સંશોધન માટે નોતરે છે. એ પૈકીના કેટલાયને એ દેશો એમના સમાજમાં જ સમાવી લે છે.
આપણે આગામી વર્ષોમાં આપણી શિક્ષણ સંસ્થાઓમાં જ સાચી કેળવણીનો પ્રબંધ કરીને દુનિયાની કુશળ માનવબળની જરૂરિયાતોને પહોંચી વળવા શકિતમાન બનીશું એ તો ખરું, પણ સવિશેષ ખુદ આપણા દેશનો ઝડપી, વ્યાપક અને સમાવેશક વિકાસ કરવા માટે પણ અનેક રીતે સહાયક નીવડીશું.
આવા આશાસ્પદ ભાવિની ચાવી રહેલી છે કેળવણીમાં, ફકત કેળવણીમાં ચાલો, એના પ્રસ્થાપનના પવિત્ર કાર્યમાં આપણે સૌ જોડાઈએ, હોંશપૂર્વક જોડાઈએ, શ્રદ્ધા સાથે જોડાઈએ.
જય હિંદ !
(ડૉ. દાઉદભાઈ સુપ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી છે - તેમના દેશવિદેશમાં શિક્ષણ અને તત્ત્વજ્ઞાન વિષયક વ્યાખ્યાનો યોજાય છે. તેઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી - પાટણના પૂર્વઉપકુલપતિ છે.)
આદર્શ કેળવણીનું ઉપનિષદ ,