Book Title: Adarsh Kelavaninu Upnishad
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 18
________________ આપણું શિક્ષણતંત્ર એ બાબતમાં ધરાર નિષ્ફળ નીવડ્યું છે. અખૂટ માનવશકિત અને સંભાવનાઓ ધરાવતો આપણે યુવાવર્ગ તો સાહસ ખેડવા ક્યારનોય તૈયાર છે. વર્ષો પહેલાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ દોરેલ યુવામાનસનું આ ચિત્ર આજે પણ મોજૂદ છે, જરૂર છે એને તક આપવાની, પડકાર ધરવાની - ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણ દીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ; આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે, વિશ્વભરના યુવાનોની આંખ અડે; પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે, ગરુડશી પાંખ આતમ વિષે ઊઘડી.” ભારતનું યુવાધન વિશેષ મૂડી. (Demograhe dividend) ગણાય છે. એ ધનને જીવનનું સાચું દર્શન (Philosophy of life) સાચી કેળવણી દ્વારા શિક્ષણની વ્યવસ્થાએ કરાવવાનું બાકી છે, આનો અને અત્યારે જ એ માટેની શિક્ષણની નીતિ ઘડવાનો તકાજો છે. એ કેવી રીતે કરવું જોઈએ એ જોઈ લઈએ. કેળવણીનું લક્ષ્યાંક : કેળવણી એ માત્ર સાક્ષરતાનો, લખવા, વાંચવા, બોલવાનાં કૌશલ્ય વિકસાવવાનો કે સર્ટિફિ કેટ અને ડિગ્રી આપવાનો ઉદ્યમ નથી. કેળવણી દ્વારા માનવીની નીચેની શક્તિઓનો પૂરબહારમાં વિકાસ કરવાનો છે : (૧) બૌદ્ધિક શક્તિઓ (Coenitive Intelligence) (૨) સંવેદનાઓની શક્તિ (Emotional Intelligence). (૩) સામાજિકતાની શક્તિ (Social Intelligence). (૪) ભાષાકીય અભિવ્યક્તિની શક્તિ (Lingeivtic Intelligence) (૫) ગાણિતિકશકિત (Mathematical Intelligence). (૬) સુરુચિ, કલા અને નીતિવિષયક શક્તિ (Agsthetic Intelligence) (૭) યંત્રમૂલક શક્તિ (Micanical Intelligence) આ તમામ શક્તિઓ પ્રત્યેક માનવીના ચિત્તમાં ધરબાયેલી પડી હોય છે. એમને સુચારુ રીતે ખીલવવાની કેળવણી વ્યાપક સ્વરૂપની હોવી જોઈએ. [ ૩૨ છે આદર્શ કેળવણીનું ઉપનિષદ | એનાં મુખ્ય ઘટકો નીચે જેવાં હોઈ શકે, જે દરેક શિક્ષણ સંસ્થાનાં શૈક્ષણિક આયોજનો અને અમલમાં ધ્યાનમાં રાખવી જોઈએ. એ માટે તલસ્પર્શી આયોજનો કરવાં પડે, એમનો સક્ષમ રીતે અમલ કરવો જોઈએ, એમાં સૌને જોતરવાં જોઈએ, એકાળમરીનું સંચાલન (Monttoring) મૂલ્યાંકન (Evaluation) અને સતત ઊર્ધીકરણ (Upgrasation) કરતા રહેવું જોઈએ. એ માટે દરેક સંસ્થામાં એક સંશોધન વિભાગ (Researat cell) રચવો જોઈએ. આમ કરીએ તો જ કેળવણી - સાચી કેળવણી સંસ્થામાં વરસવા લાગે ! પરિણામે દરેક વિદ્યાર્થી પોતાનું પંચ પરિમાણીય જીવનદર્શન વિકસાવશે, જેની માવજત પોતે જ કરશે અને એના એ સ્વશિક્ષણ, સ્વાયત્ત વિકાસને શિક્ષકની નિરંતર હૂંફ મળતી હશે. (૧) જીવનદર્શન : પરિમાણ - ૧ : આવું દર્શન, આત્મ ઓળખ, ખુદની ખુમારી, ખુદની જવાબદારી, ખુદની પ્રીતિ, સ્વનું વ્યવસ્થાપન. જીવનદર્શન : પરિમાણ - ૨ : કુટુંબ અને સમસ્ત પરિવારની ઓળખ, એમની વચ્ચે પ્રેમપૂર્ણ સમાયોજન, સ્વાર્થપણાની ભાવના, કુટુંબમૂલ્યોની માવજત, ભર્યું ભાદયું કુટુંબજીવન અને કૌટુંબિક ગરિમાની સ્થાપના. જીવનદર્શન : પરિમાણ - ૩ : સમાજ સાથેનું સંકલન, સહકારી સમાજરચના, સામાજિક વિકાસ, નવીકરણ, સુધારણા અને આધુનિકીકરણના પ્રોજેક્ટોનું આયોજન એ માટે સામાજિક નેતૃત્વની સ્વીકૃતિ. (૪) જીવનદર્શન : પરિમાણ - ૪ : કાર્ય જગત સાથે સંકલન, ધંધા, રોજગાર, ઉદ્યોગ, વહીવટ, વિજ્ઞાન અને ટેકનોલૉજીનો વિનિયોગ, ઉદ્યોગ સાહસિકતા અને આર્થિક ઉન્નતિના નીતિનિયમો(Business Ethics)નું સમર્થન એમ કરીને સમાવેશ આર્થિક વિકાસ અને સાર્વજનહિતાય, સર્વજનસુખાય વ્યવસાયી સમાજ રચવા માટે પોતાની જાતનું સમર્પણ (Deucation to mission of human welfare) (૫) જીવનદર્શન : પરિમાણ - ૫ : વૈશ્વિક માનવસમાજ (Family of man) જે શાંતિ, અહિંસા, પ્રેમ, સદુભાવ, સમાનતા, સમાદર, ન્યાય, સ્વતંત્રતા, સહભાગિતા(sharing)ના સિદ્ધાંતો ઉપર રચાએલો હોય એને ચરિતાર્થ કરવાની શ્રદ્ધા, હોંશ, પ્રતિબદ્ધતા, આદર્શ કેળવણીને ઉપનિષદ ( ૩) WWWA 33 |

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93