________________
માનવ સંસ્કૃતિનું આધાર બળ સંતુલિત | જીવનદર્શન વિકસાવનારી કેળવણી
ન ડો. દાઉદભાઈ ઘાંચી } માનવજીવન - તક અને પડકાર : કુદરતે માનવીને હેતુપૂર્વક સર્યો છે. તેણે સૃષ્ટિના સર્જનહારના ઉમદા ઉદ્દેશોને સાકાર કરવા નિરંતર પ્રયત્નશીલ રહેવાનો એક અદષ્ટ કરાર પોતાના સર્જનહાર સાથે જાણે કે કર્યો છે. આમ એનું જીવન ખુદ એક ઈશ્વરી સંકેતો માટેનું પવિત્ર મિશન છે. એણે એ માટે મન, હૃદય અને આત્માને સંવેદનશીલ બનાવવાનાં છે. આવી સંવેદનશીલતા પ્રાપ્ત કરવા માટે જ તો માનવીએ પોતાની બાળપેઢીઓ અને યુવાપેઢીઓ માટે કેળવણી પ્રાપ્ત કરવા માટે કોઈક ચોક્કસ શિક્ષણ વ્યવસ્થાઓ ઊભી કરી છે. જેમ કે - “ભારતદેશમાં આપણે પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માટેની પંચસ્તરીય શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી છે.” માનવીએ એની શિક્ષણવ્યવસ્થા પાસેથી એવી અપેક્ષા રાખી છે કે એની આગામી પેઢીઓ સાચી કેળવણી પામે; જેના દ્વારા એ પોતાના જીવનનું સંતુલિત દર્શન વિકસાવે, અને એ દર્શનના પરિપ્રેક્ષ્યમાં એનું બહુઆયામીજીવન સફળતાથી જીવી શકે, અને માનવી તરીકે ધન્યતા અનુભવે. માનવજીવન તો એક તક છે, અવસર છે, ઇજ્જત છે, જેનો યોગ્ય રીતે ઉપયોગ કરીને જાતે સુખી થાય, સમાજને સુખી કરે અને સમગ્ર વિશ્વ માટે એ એક આશીવાઁદ પૂરવાર થાય.
કવયિત્રી મીરાંએ જેવા ધન્યતાપૂર્વકના જીવનની પ્રશંસા કરી હતી એવા જીવનની અપેક્ષા કરવા માનવીએ હરહંમેશાં જાગૃત રહેવાનું છે, પરિશ્રમ કરતા રહેવાનું છે. સાંભળો મીરાંને :
ક્યા જાનું ? કછુ પુણ્ય પ્રગટે, મિલે માનુષ અવતાર, ભલો એ માનુષ અવતાર, ભલો મિલો યે માનુષ અવતાર.”
આ રીતે ધન્ય અવતારવાળા માનવીઓનો સમાજ બને તો સાક્ષાત્ સ્વર્ગ ખડું થાય જ ને ! સમાજનાં સૌ, નાનાં-મોટાં, ગરીબ-તવંગર, સ્ત્રી-પુરુષ, સુમેળથી, સહકારપૂર્વક અને ભાતૃભાવથી રહેતાં હોય એ સમાજ પણ કેવો સુખી, આબાદ અને દિલથી સમૃદ્ધ હોય એની તો | ૨૬ /
આદર્શ કેળવણીને ઉપનિષદ |
કલ્પના જ કરવી રહી. એ એવો સમાજ હશે જેનો પ્રત્યેક સભ્ય સાચા અર્થમાં “માનવ” હોય - સંવેદનશીલ માનવ, ઉદાર માનવ, અનુકંપીભર્યો માનવ, સ્વાર્પણ કરતો માનવ, અરે કહો કે ખુદ દેવ જેવો માણસ એવા સુખી, સંપ, સંતોષી અને સદ્ભાવ ધરાવતા સમાજનો દરેક માનવ - સભ્ય કેવો હોય તે સંત - કવિ સુન્દરમૂની આ બે પંક્તિઓ સચોટ રીતે કહે છે -
પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી
હું માનવી ‘માનવ” થાઉં તો ઘણું !” માનવજીવન એક તક છે, એને આબાદી, સુખ અને શાંત સમાજના નિર્માણમાં ફેરવવા ખુદ કુદરતે એને કેટકેટલાં સાધનો આપ્યાં છે ? એ ગુજરાતીના મનીષી કવિ ઉમાશંકરની નીચેની પંક્તિઓ ખૂબીપૂર્વક કહે છે :
ત્રણ વાનાં મુજને મળ્યાં, હૈયું મસ્તક ને હાથ, જા ચોથું નથી માંગવું,
બહુ દઈ દીધું, નાથ !” અને આ સાધનો જ એક પડકાર છે ને ? એ સાધનો સાબદાં, સજ્જ અને ધારદાર રાખવાં પડે, એમનો વિવેકપૂર્વક, અસરકારક રીતે ઉપયોગ કરીને ધાર્યું પરિણામ લાવવું પડે, અને એમ કરીને ખુદને, પોતાના સમાજને અને વિશ્વનાં માનવ કુળોને લાભાન્વિત કરવાં પડે. એ કસોટીમાંથી પસાર થવા તો માનવ ઠેર-ઠેર શિક્ષણ વ્યવસ્થાઓ ઊભી કરેલ છે.
જ્યાં શિક્ષણ વ્યવસ્થા અપૂરતી હોય, ચીલા-ચાલુ હોય, ખામી ભરી હોય, એના શિક્ષકો અને વિદ્યાર્થીઓ હોંશિલા, કર્મઠ અને સાહસિક ન હોય, ત્યાંનો માનવી અધૂરો જ હોય, ત્યાંનો સમાજ અસ્તવ્યસ્ત હોય અને સમગ્ર તંત્ર તકલાદી હોય.
આપણા દેશની શિક્ષણ વ્યવસ્થાને ઉપર જણાવેલા માપદંડોના પરિપ્રેક્ષ્યમાં જોવા જેવી છે. શું એ વ્યવસ્થા સંગીન છે ? શું એ પૂરતી વ્યાપક અને સુસજ્જ છે ? શું એના વ્યવસ્થાપકો શિક્ષણને કેળવણીમાં રૂપાંતરિત કરવાનું શૈક્ષણિક દર્શન ધરાવે છે ? શું એ વ્યવસ્થાનાં તમામ માનવઘટકો પૂરતા અભિપ્રેરિત, જોખમ ઉઠાવી નવીકરણો હાથ ધરવા પૂરતા સ્વાયત્ત છે ? શું એ વ્યવસ્થા પાસે સધ્ધર, આધુનિક આધારમાળખું છે ? શું એ વ્યવસ્થાને દેશ અને દુનિયામાં ઊંચું સ્થાન અપાય છે. આદર્શ કેળવણીનું ઉપનિષદ છે