________________
૧ ૩
૨. શકટભગ જન્મ લેતું મહાસત્તવ, મહાનિમિત્ત તે થતું; સંસારે અવ્યવસ્થામાં, વ્યવસ્થા તે જ લાવતું. પા. ૩૪૧) વ્યક્તિ સમાજ બનેય, વિકસે જ્યાં વ્યવસ્થિત; મલ્ય સમાજ માંહે ત્યાં, માને થયા પ્રભુ સ્થિત. (પા. ૩૬૯)
એક વખત કૃષ્ણને પડખાં બદલવાને મહત્સવ થઈ રહ્યો હતો. પરંપરા પ્રમાણે યશોદા અને નંદરાજા બ્રાહ્મણને ઉદારતાથી દાન-દક્ષિણ આપતાં હતાં, રાજ્યદરબારે ભેટ મેકલતાં હતાં. ગોપગેપી અને સેવક સમાજ ઉત્સવમાં ભાગ લેતો હતા અને પિતાના ગજા પ્રમાણેની ભેટ લઈને આવ્યા હતા. તેઓ ગાવા, બજાવવા અને અન્ય કામકાજમાં વ્યસ્ત હતા. કૃષ્ણ જોયું કે વેશ્ય ને સેવકવર્ગ કઠિન પરિશ્રમ વડે સહયોગ આપી રહ્યો છે છતાં તેને યથાર્થ સન્માન અને સંવિભાગ નથી મળતાં. રૂઢિઓ સ્થાપિત હિતોના લેભને પાળી-પાપી પંપાળે છે. લેભથી બ્રાહ્મણ યાચક બની નિસ્તેજ થાય છે અને ક્ષત્રિયો ઘમંડી ને પરદ્રવ્ય-હરણકર્તા થાય છે, પરિણામે સમાજમાં લાભસ્વાર્થસભર અવ્યવસ્થા આવે છે. પ્રત્યેક વ્યક્તિ અને સમાજ બંનેનું શ્રેય થાય તેવા જ પરંપરાને પિષવા માટે તો પ્રભુજન્મ ધરે છે. એ વ્રજમાં જન્મેલ દિવ્ય–ગુણપ્રેમી વૈશ્યને પ્રાણીમાત્રની વાલી થવાનું કર્તવ્ય સમજાવે છે કે
પ્રભુ પણ બને દેડી, સર્વહિતાર્થ વિશ્વમાં
તે રહે કેમ ધર્મિષ્ઠ, વિશ્વ–શ્રેય કર્યા વિના ૨ (પા. ૩૪૩) કેવળ રૂઢિથી નહિ પણ પરિવર્તન ઓળખાવી ગોપાળ અને છેવટે સમગ્ર સમાજને સર્વ ક્રિયા સર્વના હિતાર્થ કરવા કૃષ્ણ સમજાવ્યા. પ્રભુને પરંપરાગત રૂઢિથી પેષણ મળતું ન હતું તેથી પડખાં ફેરવવાની રૂઢિ નિમિત્તે એમણે મને આશ્ચર્ય પમાડે તેવી પ્રક્રિયા કરી. સ્વસ્તિવાચન પછી શાદા મૈયાએ કૃષ્ણને છકડા નીચે શયામાં સુવાડેલ.