________________
૧૨
રેલે ત્યાં રિદ્ધિ ને સિદ્ધિ, અધ્યાત્મ જયાં વધે ખરું; જહીં જન્મ મહાસત્ત, તહીં અધ્યાતમ પાધરું. (પા. ૨૩૩)
૧પૂતના-વધ આ બાજુ કંસ જેવો મહામાયાને મારવા ગયો, તેવી જ “તને મારનાર પેદા થઈ ચૂક્યો છે. તે નિર્દોષ બાળકે ને ન માર' કહી
ગમાયા અંતર્ધાન થઈ ગઈ. કંસે મંત્રીને બે લાવીને તે વાત કહી. તેમણે કહ્યું : “આમ હોય તે શહેર, ગામડાં કે નેસડામાં દસ દિવસ કે તેથી વધુ દિવસનાં જન્મેલાં તમામ બાળકોને અમે મારી નાખીશું.” એ કામ પતાવવા પૂતના રાક્ષસી સુંદર યુવતીને સાજ સજી નંદબાબાને ઘેર આવી કૃષ્ણને ગોદમાં લઈ ભયંકર વિષ લગાડેલાં સ્તન વડે ધવરાવવા લાગી. ભગવાન તેના દૂધની સાથે તેના પ્રાણ પણ પીવા લાગ્યા ને છેવટે તે પ્રાણહીન થઈ ઢળી પડી ત્યારે તેનું માયાવી સ્વરૂપ છતું થઈ ગયું.
છુપાવે રાક્ષસી વૃત્તિ, દંભી માયા વડે ભલે; કિન્તુ પ્રભુ કને અંતે, તેઓ ખુલ્લા પડી જશે. માયાવશ ન થશે ને, માયાને વશ જે કરે;
એવો વિકાસશીલાત્મા, અવતારી પ્રભુ ઠરે. (પા. ૩૩૬)
પુતનાને કેઈ માયા, અવિદ્યા, પૂર્વગ્રહની પકડ, કે સ્વાથી ગ્રંથિ કહે છે. ભૌતિક વિદ્યામાં જે સારતત્ત્વ છે તે પચાવી, તેના
સ્વાર્થનું ઝેર ઓકી ભગવાને વિદ્યા, અવિદ્યા અથવા તો વિજ્ઞાન ને અધ્યાત્મને સુમેળ કર્યો. તેમણે પૂતનાની ભીતિકતા કે માયાને મચક ન આપી પણ માયાને જીતી જણ. તેના દાંભિક સ્વરૂપને પ્રગટ કરી તેની તાકાત જ પ્રભુએ હરી લીધી. સિદ્ધાંતની સુંદર સુંદર વાત ને વાદે ઓઠે રહેલ સ્વાર્થી ધતાને ખુલી કરી જે તે જ સિદ્ધાંતને પરમાર્થ પ્રયોગ કરે છે તે ભગવાન કહેવાય છે. તેનાથી કુવિધા પણ સુવિદ્યામાં પલટી જઈ મુકિતને પામે છે.