________________
કંસે તે દેવકી અને વસુદેવને જેલમાં નાખ્યાં હતાં. એ જેલમાં જ પ્રભુએ દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો. દેવકીને દેવમંદિરમાં એક સાથે જીવ અને શિવને નિવાસ થતાં તે દીપી નીકળ્યા
એનાં એ દેવકી તોયે, ફૂખે પ્રભુ પધારિયા: તેથી દેહ, વળી જેલ, આસપાસ સહુ દીપ્યાં. (પા. ૩૨૦)
ખરેખર તે માયાના બંધનમાં રહેલ જેલવાસી જીવ કેદ જ ભોગવે છે અને દેડાગારમાં રહેવા છતાં જેણે માયાને તજી દીધી છે તે શિવતત્ત્વને નિજાનંદ માણે છે. પ્રભુના અવતરણુથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય જ બની ગયું હતું. તેથી બ્રહ્મા-શંકરાદિ કંસના કારગારમાં આવી સ્તુતિ કરવા લાગ્યા : “પ્રભુ આપ સત્ય-સંકલ્પ છે, તેથી સત્ય પોતે જ આપની પ્રાપ્તિનું સર્વોચ્ચ સાધન છે. આપ બધી અવસ્થામાં એક જ સત્ય સ્વરૂપે છે. જેનું ચિત્ત માયાથી ઘેરાયેલું છે તે આપના સાથ સ્વરૂપને સમજવાની શક્તિ ગુમાવી બેસે છે અને આપનાં અનેક રૂપે એક રૂપે જેવાને બદલે અનેક રૂપે જુએ છે અને મારા-તારાને ભ્રમમાં પડી ભટકે છે. આપ વિશુદ્ધ અપ્રાકૃત અને સત્યમય હોવાથી અમંગલ, પૂર, અને દુષ્ટોને દંડ આપે છે; અધર્મને દમ છે અને ધર્મને તાજગી આપે છે.” આમ પ્રાર્થના કરી, દેવગણ ગયા અને શ્રાવણ વદ આઠમની મદવ રાત્રીએ શ્રીકૃષ્ણ પરમાત્મા દેવકીને ખોળે પ્રગટ થયા. દેવકીજીના શરીરમાંથી જતિકિરણે બહાર નીકળીને સર્વત્ર પ્રસરવા લાગ્યાં. વસુદેવજી સમજી ગયા કે અવતારી અધર્મરૂપી અંધકારને હટાવવા માટે અવતરી ચૂક્યા છે એટલે પ્રાર્થવા લાગ્યા કે
ભલે પધાર્યા અમ ઉરે તમે, અધર્મ આસુરી વૃત્તિ, તેને હટાવવા પ્રભુ,
માનવીય ગુણે ધર્મ, તેને ઉજાળવા પ્રભુ. (પા. ૩૨૬) રમા પ્રાર્થના કરતા વસુદેવજીને ભગવત પ્રેરણાથી એ પુત્રને લઈને