________________
પ્રભુ પ્રાગટ્યનું ફળ
સવૈયા એકત્રીસા જગમાં પ્રભુને જન્મ ગણાય, પ્રજા અભય કરવા માટે, અભય પ્રજામહીં ફેલાવાથી, ન્યાય સત્યનીતિ પ્રગટે, મર્ય સમાજ વ્યવસ્થા સુધરે, વ્યક્તિ વિકાસને તક મળે; જેથી વ્યક્તિ, સમાજ, સમષ્ટિ-, સૌનાં તન-મન સુખી બને.
(પ. ૫૧૫) શ્રીકૃષ્ણજન્મ રાજા કંસ બળવાન હતા, તેમ જ સ્વછંદી અને ઘમંડી હતે. એને એક બાજુથી મગધનરેશ જરાસંધની અને બીજી બાજુથી પ્રલંબાસુર, બકાસુર, ચાણુર, તૃણવત, અઘાસુર, મુષ્ટિક, અરિષ્ટાસુર, દ્વિવિદ, પૂતના, દેશી, ધેનુક, બાણાસુર અને ભૌમાસુર જેવા દે ને મિત્રોની સહાય હતી. એ બધાને સાથે લઈ તે યદુવંશના સર્વને નષ્ટ કરવા લાગ્યો. આથી યદુવંશીઓ પાંચાલ, કેય, શાલવ, વિદર્ભ, નિષધ, વિદેહ અને કાસલ આદિ દેશમાં કંસના ભયથી ભયભીત થઈ ચાલ્યા ગયા. ભગવાને જોયું કે યદુવંશીઓ કંસ મારફત ખૂબ સતાવાય છે ત્યારે તેમણે વેગમાયાને આદેશ આપ્યો કે “કંસે દેવકીના એક પછી એક છ પુત્રો મારી નાખ્યા છે, હવે તું વ્રજમાં જ, ત્યાં મારે અંશ શેષરૂપે દેવકીમાના ગર્ભમાં વિરાજે છે તેને લઈને નંદબાબાનાં પત્ની રહિણીને પેટે મૂકી દે, તે પછી હું દેવકીને પુત્ર બનીશ અને તારે નંદબાબાનાં પત્ની યશાદાથી જન્મ લેવાનો છે. દૈવી સંપત્તિવાળા સહુને આપણે સહાય કરવાની છે.”
આરુરી ભાવવાળાને, આસુરી મિત્ર સાંપડે; તે સૌ ભેગા મળી હશે, સુરને નાશ આદરે. કિંતુ તે જ સમે સામે, પ્રભુ અંશે સમુભવી; કરીને સાય સરને, અપે જીત ખરેખરી. (પ. ૩૧૮)