Book Title: Abhinava Bhagawat Part 2 Author(s): Santbal Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad View full book textPage 8
________________ બંનેનું અવતારી કાર્ય તે વિશ્વને વિશુદ્ધ પ્રેમથી એકરૂપ બનાવી વિશ્વની કે વિશ્વ વાત્સલ્યની ભાવનાને રિથર કરવાનું છે. દેશકાળ અને પરિસ્થિતિ પ્રમાણે બાહ્યાચાર ભલે વિરોધી કે વેવિશ્વવાળ દેખાય પણ આંતરભાવ તો માનવ માનવ અને માનવ અને પ્રાણીજગત વચ્ચે એકતા અને ઓતપ્રોતતા ઊભી કરવાનું છે, અને તે બેય પુરુષોએ સિદ્ધ કરેલ છે. ભગવાન શ્રીકૃષ્ણની અવતરણ વેળા અવતરણને સમય ઉલ્લેખતાં સંતબાલ લખે છેઃ “શુકદેવજી બોલ્યા: “રાજન્ ! તે સમયે શાસકગણુ ઘમંડને લીધે ધર્મનું ઉલ્લંઘન કરતા. ખરી રીતે તે રાજાના રૂપે જન્મેલા દૈત્યો જ હતા. એમના અસહ્ય ભારથી ધરતીને બહુ પીડા થવા લાગી. પૃથવીએ એ સમયે ગાયનું રૂપ ધારણ કરી બ્રહ્માજી કને મોટા કરૂણ સ્વરથી ભાંભરીને પિતાને કષ્ટ્રકથા સંભળાવી. બ્રહ્માજી ભગવાન શંકર તથા જુદા જુદા મુખ્ય મુખ્ય દેવોએ ગાય રૂપે આવેલી પૃથ્વીને સાથે ૯ઈ ક્ષીરસાગરતટે પાંચ પુરુષ–સૂક્ત દ્વારા પ્રભુને પ્રાર્થના કરી. એ વખતે બ્રહ્માજીએ સમાધિ-અવસ્થામાં આકાશવાણી સાંભળી અને તેમણે દેવતાઓને કહ્યું : “વસુદેવજીને ઘેર સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે. તેમના પહેલાં ભગવાન શેષનાગ એમના મોટા ભાઈના રૂપમાં અવતાર ધારણ કરશે. ભગવાનની એશ્વશાલિની ગમાયા તેમની આજ્ઞાથી અંશરૂપમાં અવતાર ગ્રહણ કરશે અને તમે પણ તમારા અંશે સાથે યદુકુલમાં જન્મ લઈ ભગવાનની લીલામાં સાથ આપો” આમ બ્રહ્માજીએ દેવતાઓને આજ્ઞા આપી અને પૃથ્વીને પણ સમજાવી-બુઝાવીને તેને હૃદય-સમાધાન આપ્યું.” (પા. ૩૧૨/૩૧૩). આ પ્રસંગને અનુરૂપ ભાવાત્મક વર્ણન એમણે સ્થળે-સ્થળે વર્ણવેલ છે તે પરથી અવતારી કાર્યનું કારણ નિમિત્ત અને ફળ સમજવું સરળ પડે છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 325