________________
નમો આયરિયાણં ||
હું બધા આચાર્યોને વંદન કરું છું જેઓ શુદ્ધ આચારનું પાલન કરે છે. જેઓ જૈન સંઘના વડા છે. તેઓ અરિહંત ભગવાનની ગેરહાજરી માં મુક્તિનો માર્ગ સમજાવે છે. જે સમ્યગ્ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રને એકબીજા સાથે સાંકળે છે. તેઓ ભૌતિક જીવન કરતાં આધ્યાત્મિક જીવનનું મહત્વ સમજાવે છે અને દયા તથા કરુણા થી ભરેલી અને કષાય વગરની સરળ જિંદગી જીવવાનો દરેકને બોધ આપે છે.
૦૧ જૈન પ્રાર્થના
નમો ઉવજ્ઝાયાણં ||
હું ઉપાધ્યાયોને વંદન કરું છું કે જેઓ જૈન ધર્મગ્રંથોનો અભ્યાસ કરી તેની યોગ્ય સમજૂતી આપનાર તત્વજ્ઞ વિદ્વાન છે. તેઓ જૈન ધર્મના સિદ્ધાંતો શીખવે છે અને તે સિદ્ધાંતોનું આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે પાલન કરી શકાય તે સમજાવે છે.
નમો લોએ સવ્વ સાહૂણં ||
હું જગતના દરેક સાધુ અને સાધ્વીને પ્રણામ કરું છું. જેઓ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતને પ્રતિજ્ઞાપૂર્વક આચરે છે અને એ રીતે આપણને પણ સાચું સરળ જીવન જીવવાની પ્રેરણા આપે છે.
એસો પંચ નમુક્કારો ||
આ પાંચ મહાન આત્માઓને હું પ્રાર્થુ છું, પ્રણામ કરું છું.
સવ્વ પાવપ્પણાસણો ||
પંચ પરમેષ્ઠીને કરેલા નમસ્કાર, મારા બધા પાપ અને નકારાત્મક વિચારોને નાશ કરવામાં સહાય કરે છે.
મંગલાણં ચ સવ્વુસિં
પઢમં હવઈ મંગલમ્ ||
આ પ્રાર્થના બધી કલ્યાણકારી પ્રાર્થનાઓમાં પ્રથમ મંગલ પ્રાર્થના ગણાય છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
13