________________
૨૨ જૈન ધર્મગ્રંથો અને સાહિત્ય
અંગબાહ્ય આગમ સૂત્રો ભગવાન મહાવીરના નિર્વાણ કેવલજ્ઞાની સાધુઓ હતા અને તેમના પછી જે શ્રત કેવલી સાધુઓ થયા જેઓને બારેય અંગ આગમનું જ્ઞાન હતુ તેમણે અંગબાહ્ય આગમ સૂત્રોની રચના કરી અને તે દ્વારા અંગ આગમ સૂત્રોની વધારે સમજ આપવાનો પ્રયત્ન કરેલ છે. ભગવાન મહાવીરના નિર્વાણના ૧૬૦ વર્ષ સુધીમાં આ સૂત્રોનું મૌખિક સંકલન થયેલ છે એવી એક માન્યતા છે. હકીકતમાં અમુક સૂત્રો પછીના આચાર્યોના છે અને તે સુત્રોને પણ અંગબાહ્ય આગમમાં સમાવેશ કરેલ છે. આ અંગબાહ્ય આગમ સૂત્રોને ધાર્મિક ગ્રંથ તરીકે જુદા જુદા સંપ્રદાયોએ નીચે પ્રમાણે સ્વીકારેલ છે. • ૩૪ અંગબાહ્ય આગમ સૂત્રોના ધર્મગ્રંથો શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયે
માન્ય રાખ્યા છે. ૨૧ અંગબાહ્ય આગમ સૂત્રોના ધર્મગ્રંથો સ્થાનકવાસી અને તેરાપંથી
સંપ્રદાયે માન્ય રાખ્યા છે. • ૧૪ અંગબાહ્ય આગમ સૂત્રોના ધર્મગ્રંથો દિગંબર સંપ્રદાયે માન્ય રાખ્યા
હતા.
મુખ્ય અંગબાહ્ય આગમસૂત્ર; - દશવૈકાલિક, આવશ્યક, દસમૃતરૂંઘ (લ્પસૂત્ર તેનું એક પ્રકરણ છે) અને ઉત્તરાધ્યયન સૂત્ર છે. આ અંગબાહ્ય આગમ સૂત્રો અને ૧૧ અંગ પ્રવિષ્ટ આગમ સૂત્રો એ બધા આગમ સૂત્રોને ધાર્મિક ગ્રંથો ગણવામાં આવે છે. શ્વેતાંબર સાહિત્ય શ્વેતાંબર જૈનોએ ઉપર જણાવેલ ભગવાન મહાવીરના ઉપદેશવાળા આગમ સૂત્રો (૧૧ અંગ આગમ અને ૩૪ અથવા ૨૧ અંગબાહ્ય સૂત્રો) ને પ્રમાણભૂત તરીકે સ્વીકાર્યા છે. આગમ સૂત્રો ઉપરાંત તેઓ ઉમાસ્વાતિજીનું તત્વાર્થસૂત્ર, સિદ્ધસેનનું સન્મતિ-તર્ક અને કર્મગ્રંથના છ પુસ્તકોને પણ પ્રમાણભૂત ધર્મ ગ્રંથો માને છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
131